Man ni Life Story book and story is written by Story cafe in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Man ni Life Story is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મન ની લાઈફ સ્ટોરી - Novels
by Story cafe
in
Gujarati Fiction Stories
મન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ? ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું મન થાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે મેડિટેશન અને પુસ્તકોના અધ્યયન માટે તો આખું જીવન પડ્યું છે. એની માટે થોડી નાં વહેલું ઉઠાય. હા, મન ત્યારે વહેલો ઉઠ્યો હતો ત્યારે એના બોર્ડ હતા. પણ ત્યારે તો આખા વર્ષ કંઈ વાંચ્યું ન હતું. તો પછી તો સવારે ઊઠીને વાંચવું પડે ને. જે પણ હોય, આપના મિત્ર મને એ તો નક્કી જ કરી રાખ્યું હતું કે, જો કુંભકર્ણ આવીને વહેલી સવારે જગાડે તો પણ નથી જાગવું એટલે નથી જ જાગવું. આ જ વિચારો ની સાથે મન રાત્રે એની બહેનપણી મેક્સ (ભૂલ ન કરતા, એ છોકરી જ છે. એનું સાચું નામ મીનાક્ષી છે. પણ જુના નામ વાળા મોર્ડન યુગ માં કેમ જીવી શકે ? એટલે બધાએ લાડમાં ને લાડ માં નામને ટુંકી અને તરત પકડાઈ આવે એવું નામ રાખ્યું.) સાથે થોડી અમથી એકાદ કલાક ની વાતો કરીને, થોડી ઘણી 100 કે 200 રીલ ફેરવી ને 1.30 કે 2 વાગ્યે સુવા ગયો. હવે, મન ને જ સૂવાની ટાઇમ ખબર નથી. તો પછી લખનાર ને કેમ ખબર હોય !
પ્રકરણ 1 : વહેલું ઉઠવુંમન ને વહેલું ઉઠવું ન ગમે. સાચી તો વાત છે, વહેલું ઉઠવું કોને ગમે વળી ? ફરી ગયેલી પથાળી, જે રાત્રે મમ્મી એ વ્યવસ્થિત કરી હતી, તેની દશા બગાડી ને વહેલી સવાર માં ઉઠવાનું કોનું ...Read Moreથાય ? અને મન નું તો જરા પણ મન ન થાય. વહેલા ઉઠી ને શું કરવું ? રામ નાં નામ તો આધુનિક માનવીઓ બપોરે પણ લઈ શકે છે, જ્યારે રીલ ફેરવતા ફેરવતા કોઈક એકાદી રીલ રામ ની આવી જાય તો, એ પણ સો જુગ માની એક વાત છે. રામ નાં નામ માટે થોડી નાં વહેલું ઉઠાય. કસરત, યોગા એટલે કે
પ્રકરણ 2 : હકલું અને ઢગલું મિલન ગાર્ડન માં મેક્સ ને દોડતી જોઈને મનને પણ ત્યાં સવાર સવાર માં દોડવા જવાનું અને મેક્સ સાથે વાતો કરવાનું મન થયું. પણ શું કરે, આદત સે મજબૂર, જ્યારે એ લાલજી ભાઈ પાસે ...Read Moreત્યારે હમેશની ટેવ હોવાથી ગાંઠિયા મંગાવાઈ ગયાં. મન નાં પપ્પાની એ જ ટાણે ફોન પર ની વાતો બંધ થઈ. પિતા અને પુત્ર ઘરે ગયા. પલ્ટો સજાવવામાં આવી અને ગાંઠિયા ની મજા ઘરના તમામ સદસ્યોએ લીધી. પણ મન મેક્સ ને ભૂલ્યો ન હતો, એટલે કે એની સવાર સવારમાં ગાર્ડન માં દોડવા વાળી વાતને ભૂલ્યો ન હતો. 'કોણ જાણે કેવી રીતે કોઈ