Janita Vyaktioni Ajaani Vato book and story is written by Bhushan Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Janita Vyaktioni Ajaani Vato is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જાણીતા વ્યક્તિઓની અજાણી વાતો - Novels
by Bhushan Oza
in
Gujarati Motivational Stories
આપણા જીવનના આમ તો આપણે જ આર્કીટેક્ટ હોઇએ છીએ અને સગવડ-અનુકુળતા મુજબ ડીઝાઇન બનાવતા કે બદલતા હોઇએ છીએ, આગળ વધીએ છીએ. આ આગળ વધવાની પ્રક્રીયામાં કોઇ એકાદ હાથ પકડે, કોઇ પ્રેરણાસ્રોતને ઝંખે, તો કોઇ પ્રેરણામૂર્તિ શોધે.. સાદી ભાષામાં સૂરજ સામે ઉભા રહીએ તો એનાં એક કિરણનો સ્પર્શ પણ ઘણી ઉર્જા આપી શકે.
આ 'પ્રેરણાદાયી પ્રતિભાઓ' શ્રેણીમાં વિશ્વના કેટલાક એવા વ્યક્તિઓની વાત છે કે જેના જીવનમાંથી ઘણું શીખવા મળે છે. આ સફળ લોકો ચપટી વગાડતા જ ટોચ પર નથી પહોંચ્યા, સંઘર્ષમાંથી સમૃધ્ધિ મળી છે એમને. એમની લાર્જર ધેન લાઇફ જેવી કથામાથી થોડું સંકલિત-સંક્ષિપ્ત અહીં મુક્યું છે.. આચમન છે પણ, અસરકારક છે.
માથામાં લાલ વાળ, જાડા કાચના ચશ્મા અને થોથવાતી જીભ - ઘણા બાળકોમાં હોય એવી આ શારીરીક ઉણપો આ બાળકમાં પણ હતી. જો કે, એ જે સ્કુલમાં ભણતો હતો ત્યાં આ ઉણપો શિક્ષા,અણગમા અથવા હાંસીને પાત્ર બનતી. આ જ બાળક ...Read Moreસંગીતની ઘેલછાને કારણે ગલીઓમાં, રસ્તા પર ગાતો અને ક્યારેક સુઈ જતો રસ્તા પર. પણ, પોતાના મસ્ત ગિટાર વાદન, મધુર શબ્દો અને કર્ણપ્રિય અવાજના જોર પર દુનિયા સર કરવાના ઇરાદા હતા અને એવી સંભાવનાઓ પણ હતી એના સંગીતમાં એટલે જ એ એક લોકપ્રિય સંગીતકાર,ગાયક બની શક્યો. વાત કરવાની છે પ્રખ્યાત ગાયક, સોંગ રાઇટર એડ શીરન વિશે. ઇંગ્લેન્ડમાં વેસ્ટ યોર્કશાયરના હેલીફેક્સ શહેરમાં
ઇલોન મસ્ક - Elon Musk દક્ષિણ આફ્રીકાનું પ્રિટોરીયા શહેર. ત્રિતાલી મગજ અને પથ્થર હ્રદયનો એક માણસ. એ એટલો કઠોર છે કે એના કુમળા પુત્રને પણ હેરાન કરે છે. એ બાળકની બદનસીબી એ છે કે એની સ્કુલમાં પણ એને શિક્ષકો ...Read Moreવિદ્યર્થીઓની મારઝુડ અને ગુસ્સાનો ત્રાસ સહન કરવો પડે છે. સ્કુલમાં મસ્તીથી ભણવાની અને ખેલ-કુદની, ઘરમાં મા-બાપના લાડ-પ્રેમ મેળવવાની ઉમરમાં એક બાળક બન્ને જ્ગ્યાએથી ત્રાસ અને હેરાંગતી સહન કરે છે. બાળપણ નંદવાઇ જાય છે. શું આ બાળક આ સ્થિતીને સ્વીકારી લે છે ? આ બાળક જુદી માટીનો અને જુદા જુસ્સાનો છે. એ આ પારાવર મુશ્કેલી, વિઘ્નો, અને કપરા સંજોગો સામે લડે
"તમે જે જાણો છો એ એક બુંદ માત્ર છે, જે નથી જાણતા એ અગાધ સમુદ્ર છે". આવું ગહન વિધાન કરનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના જીવન વિશે, એમના વિકટ સમય વિશે કે પાંગળા બાળપણ વિશે જાણીએ તો એમના પ્રત્ય્રેના આદર અને સન્માનમાં ...Read Moreવધારો થશે. 4 જાન્યુઆરી 1643 ના દિવસે, ઇંગ્લેન્ડના વુલ્સથોર્પે ગામમાં એક અભણ ખેડુતના ઘરે આ 'જીનીયસ' નો જન્મ થયો. પ્રિ-મેચ્યોર જન્મ હોવાને કારણે શરીરે સાવ નાજુક અને નબળુ બાળક એક દિવસ પણ જીવશે કે નહીં એ પ્રશ્ન હતો. દુનિયામાં આવ્યાના પ્રારંભે જ અંતનો પ્રતિકાર કરનાર આ બાળક સામે અનેક પડકારો હતા. કમભાગ્યની શરૂઆત જન્મ પહેલા જ થઈ ગયેલી, પિતાએ આ
ઉપ્પલાપતિ વેંક્ટ સત્યનારાયણ પ્રભાસ રાજુ. આ માણસ અત્યારે સમગ્ર ભારતમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે... હા, યુ,વી,એસ, પ્રભાસ રાજુ આમ તો આખાવિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે એના એક અજાયબ કામને કારણે. એને જોવા, ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરે હો ...Read Moreપછી એ ચેન્નાઇમાં હોય, બેંગલુરૂ કે અમદાવાદ કે અમેરીકા. છે કોણ પણ આ આટલા મોટા નામ વાળો માણસ. અરે ! સિલ્વર સ્ક્રીનનો સ્ટાર છે. નામ મોટું તો ખરૂં...ને કામ તો આહા.. 2015 નું એ વર્ષ ને .. મહામોટું નામ કરી ગયો આ માણસ એની મહાકાય સ્ક્રિન પ્રેઝંસને કારણે..! 23 ઓક્ટોબર 1979. ચેન્નાઇમાં શ્રી એસ.રાજુ,તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસરને ત્યાં આ સ્ટારનો
"માય ડીયર ફાધર. આપણા ઘરની બહાર.. આઇ વોન્ટ ધેટ શુ કહેવાય એને .. આઇ ફરગોટ.. ..યેસ - સ્ટેન્ડ... !! સ્ટેન્ડ યુ નોવ ! - મુકી આપોને !" "ઓહ ! યુ આર જ્સ્ટ 6 યર્સ ઓલ્ડ.... રમવા અને ભણવાની આ ...Read Moreછે.. બાય ધ વે શું કરવું છે આ Stand મુકીને ?" "Lemonade - લીંબુનું શરબત વેચીશ" આંત્રપ્રિનોરશીપ - સ્વતંત્ર વ્યવસાય - ની ઇચ્છા હોવી, એ માટેની સજ્જ્તા કેળવવી એ આજના સમયના સંદર્ભે સામાન્ય વાત કહેવાય પણ,, માત્ર 6 વર્ષના ટાબરીયાને એનો ચસકો લાગે એ સુખદ આશ્ચર્યની વાત છે. આપણે ત્યાં એક કહેવત છે 'પુત્રનાં લક્ષણ પારણામાથી'. આ એને થોડેઘણે અંશે