Anokho Prem book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anokho Prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનોખો પ્રેમ - Novels
by Mausam
in
Gujarati Love Stories
સાંજનો સમય હતો. સુરજ જાણે દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. દરિયાના મોજાં મોજીલા બની ઉછાળા મારતા હતા. ને હેય ને ઠંડો ઠંડો પવન ગેલેરીમાં લટકાવેલ શંખ,છીપલાં અને ભૂંગળીઓથી બનેલ ઝુમ્મરને વીંધી મીઠો મધુરો રણકાર ઉત્પન્ન કરતો હતો. આવા આહલાદક વાતાવરણની મજા માણતા પ્રીતેશભાઈ ઘરની ગેલેરીમાં આરામથી ખુરશીમાં બેઠા હતા. ત્યાં અચાનક કંઇક અવાજ આવ્યો.
પ્રીતેશભાઈ અવાજ સાંભળી સફાળા થઈ ગયા. ઘરમાં કોઈ ધમપછાડા કરી રહ્યું હોય એવું લાગ્યું.આથી તેઓ દોડતા ઘરમાં ગયા.અંદર જઈ જોયું તો તેમનો દીકરો અનિરુદ્ધ તેના રૂમમાં પુરાઈને ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હોય એવું લાગ્યું. અવાજ સાંભળીને ઘરમાં કામ કરતા બહેન પણ દોડીને રૂમ આગળ આવી ગયા.
અનોખો પ્રેમ - ભાગ 1 સાંજનો સમય હતો. સુરજ જાણે દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. દરિયાના મોજાં મોજીલા બની ઉછાળા મારતા હતા. ને હેય ને ઠંડો ઠંડો પવન ગેલેરીમાં લટકાવેલ શંખ,છીપલાં અને ભૂંગળીઓથી બનેલ ઝુમ્મરને વીંધી મીઠો મધુરો રણકાર ...Read Moreકરતો હતો. આવા આહલાદક વાતાવરણની મજા માણતા પ્રીતેશભાઈ ઘરની ગેલેરીમાં આરામથી ખુરશીમાં બેઠા હતા. ત્યાં અચાનક કંઇક અવાજ આવ્યો. પ્રીતેશભાઈ અવાજ સાંભળી સફાળા થઈ ગયા. ઘરમાં કોઈ ધમપછાડા કરી રહ્યું હોય એવું લાગ્યું.આથી તેઓ દોડતા ઘરમાં ગયા.અંદર જઈ જોયું તો તેમનો દીકરો અનિરુદ્ધ તેના રૂમમાં પુરાઈને ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હોય એવું લાગ્યું. અવાજ સાંભળીને ઘરમાં કામ કરતા બહેન પણ
અનોખો પ્રેમ ભાગ 2"SORRY પાપા..! પ્લીઝ આવું ના બોલો..મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ..! તમે જ તો મારા પાપા, મમ્મા,ભાઈ,બહેન અને યાર છો. SO SORRY પાપા..!" અનિરુદ્ધ પ્રિતેશભાઈને પાછળથી ભેટીને બોલ્યો. પ્રિતેશભાઈએ અનુનું માથું ચૂમીને ફરી તેને ભેટી પડયા." ...Read Moreપર જમવાનું પિરસો...આજ હું મારા હાથે મારા યાર ને જમાડીશ. જા દીકરા તું મોઢું ધોઈ ફ્રેશ થઈને ફાટફાટ ડિનર કરવા આવ. જમીને નિરાંતે વાત કરીએ.જમીને બાપ દીકરો દરિયા કિનારે ચાલવા નીકળ્યા. દરિયાના મોજાં થોડી થોડીવારે બંનેના પગ ભીના કરે જતા હતા. પ્રિતેશભાઈ બોલે જતા હતા ને હજુ પણ અનિરુદ્ધ ચુપચાપ જ હતો." શુ થયું અનુ...? કોઈ છોકરીએ દગો દીધો..?" પ્રિતેશભાઈએ
અનોખો પ્રેમ ભાગ 3નોકરીના પહેલાં જ દિવસે તે કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હેન્ડસમ તો હતો જ પણ પોલીસ સ્ટેશનમાં પહેલાં જ દિવસથી વટ પાડવા તેણે અત્તરની સિસી પોતાના પર જ ખાલી કરી દીધી. તે સમયસર થાણામાં હાજર ...Read More"હેલો એવરિવન..! હું પ્રિત..પ્રિત રણજીતસિંહ રાજપૂત. ન્યુ એન્ડ ફ્રેશ પોલીસ ઇન્સ્પેક્ટર..!" પ્રિતે હસીને તેના આકર્ષક અંદાજમાં કહ્યું. " વેલકમ..પ્રિત સર..હું વિવેક..અહીંનો સૌથી નાનો અને સૌનો પ્રિય એવો કોન્સ્ટેબલ..હું તમને દરેકનો પરિચય કરાવું." વિવેકે વિવેકતા પુર્ણ કહ્યું. " આ રાણા સર..! આપના થાણાના સૌથી સિનિયર આ જ છે. અહીં પોલીસસ્ટેશન બન્યું ત્યારથી તેઓ અહીં કામ કરે છે." " હેલો સર..કેમ છો..?"
અનોખો પ્રેમ ભાગ 4" એક વાત નાં સમજાઈ..આ ભાઈએ તે યુવાનની જગ્યાએ આ બહેનને કેમ પકડ્યા હતા..?" આટલું સાંભળતા તો પ્રિત ધીમે રહીને ટોળામાંથી બહાર નીકળી રસ્તો માપ્યો. પ્રિત ઘરે જઈને રેડી થઈ થાણે આવ્યો. તે સીધો હેડ ઓફીસમાં ...Read Moreભરવા ગયો. ટેબલ પર ચોપડો શોધતો હતો ત્યાં કોઈનો અવાજ સંભળાયો. " તમે તેર મિનિટ અને પાંત્રીસ સેકન્ડ લેટ થયા છો મિસ્ટર પ્રિત..!" કોઈ સ્ત્રીનો રૂઆબદાર અવાજ આવ્યો. " આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે..!" મનમાં વિચારી પ્રિતે આજુબાજુ જોયું. ફાઇલ મુકવાના ઘોડામાંથી ફાઇલ કાઢી ચેક કરતી કોઈ પ્રતિકૃતિ નજરે પડી. શરીરનો બાંધો ઊંચો અને મજબૂત હતો.
અનોખો પ્રેમ ભાગ 5" હેલો..જી સર..ઓકે સર..!" મેડમ સર ફોન મૂકી તરત ઊભાં થયાં..અને બોલ્યા. " રાણે..! રાણે..ક્યાં ગયા રાણે..?" મેડમ સરે બે વખત રાણેના નામની બૂમ પાડી પણ રાણા આવ્યો નહિ.પણ પ્રિત દોડતો આવ્યો. " જી મેડમ શુ ...Read Moreકોઈ ઈમરજન્સી છે..?" પ્રિતે પૂછ્યું. " રાણે ક્યાં છે..?" " ખબર નથી..હમણાં તો અહીં જ હતા..! શુ થયું મને કહો ને..!" " જલ્દીથી ગાડી કાઢો..દસ મિનિટમાં શાહીબાગ પહોંચવાનું છે. કમિશનર સરે તાત્કાલિક કોન્ફરન્સ માટે બોલાવ્યા છે." " જી સર..! " કહી પ્રિતે ગાડી કાઢી. મેડમ સર અને પ્રિત શાહીબાગ જવા રવાના થયા. મેડમ સરને પોતાની બાજુમાં બેઠેલા જોઈ પ્રિતના તો