Badlo book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badlo is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલો... - Novels
by Kanu Bhagdev
in
Gujarati Thriller
૧૯૮૧નું વર્ષ...!
એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ મીલ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો.
કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે વળી ગયો હતો.
એનો પગાર શરાબ અને શબાબના ખર્ચમાં વેડફાઈ જતો હતો. એટલું જ નહીં, પૈસાની જરૂર પડ્યે એ હિસાબમાં પણ ગોટાળાઓ કરવા લાગ્યો હતો. પરંતુ તેના આ ગોટાળા વિશે શેઠ ઉત્તમચંદને ખબર પડે એ પહેલા જ એક દિવસ -
કનુ ભગદેવ ૧. ભૂતકાળ ૧૯૮૧નું વર્ષ...! એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ મીલ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ ...Read Moreમેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે
૨. ગીતાનું ખૂન પાંચ વર્ષ પછી.. અત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ઠંડી પડતી હતી. કડકડથી ઠંડીને કારણે વિશાળગઢના આલીશાન રાજમાર્ગ રોડ પર સાડા નવ વાગ્યામાં જ સોંપો પડી ગયો હતો. પરંતુ આવી ઠંડીની પરવાહ કર્યા વગર એક માનવી ...Read Moreમહારાજા રોડની બંને તરફ આવેલા બંગલાઓનું નિરીક્ષણ કરતો ચાલ્યો જતો હતો. એક બંગલા સામે પહોંચીને તે અટક્યો. બંગલાના ગ્રીલ વાળા ફાટકના અંદરના ભાગમાં તાળું મારેલું જોઈને બંગલો ખાલી હોય એવું લાગતું હતું. ફાટક પાસે પળભર માટે અટકીને એ માનવી સ્ફૂર્તિથી પાછળના ભાગમાં પહોંચ્યો અને પાંચ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ પર ચઢીને અંદર કૂદી પડ્યો. કમ્પાઉન્ડમાં ઘાસ ઉગેલું હોવાને કારણે એના
૩. વણનોતર્યો મહેમાન.. કાલિદાસ તથા રાકેશ નર્યા ખોફથી બેભાન હાલતમાં પડેલી સુધા સામે તાકી રહ્યા હતા. બંને ખુરશી પર બેસી ગયા હતા. સૌથી પહેલા જ કાલિદાસે પોતાની જાત પર કાબુ મેળવ્યો. 'આ તે શું કરી નાખ્યું રાકેશ?' એણે પૂછ્યું. ...Read Moreમારી ચારિત્રહીન પત્નીનું ખૂન કરી નાખ્યું છે.' 'ચારિત્રહીન પત્ની?' 'હા.. ગીતા ચારિત્રહીન હતી.' 'અશક્ય..' કાલિદાસ વિરોધભર્યા અવાજે બોલ્યો. 'ગીતા એવી હોય જ નહીં.' 'હું સાચું જ કહું છું ડેડી.. મેં મારી સગી આંખે ગીતાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. એણે મારા પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ હું ભાનમાં આવ્યો એ
૪. રહસ્યમય માનવી મનોજ આંધીની જેમ પોતાના ફ્લેટમાં દાખલ થયો. એને જોઈને સંગીતા પલંગ પરથી નીચે ઉતરી. 'ચાલ સંગીતા..' મનોજ ખુશ ખુશાલ અવાજે બોલ્યો. 'ફટાફટ તૈયાર થઈ જા. પોલીસ એ નાલાયકોના બંગલામાં પહોંચી ગઈ છે. હું મારી સગી આંખે ...Read Moreચૂક્યો છું. હવે એ શેતાનો કોઈ કિંમતે પોતાની જાતને કાયદાથી નહીં બચાવી શકે.' 'પણ જવું છે ક્યાં એ તો કહો..' સંગીતાએ મૂંઝવણ ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. 'લે કર વાત.. તુંય બાકી કમાલ કરે છે! પ્લેન ઉપડવાને માત્ર એક જ કલાકની વાર છે અને તું પૂછે છે કે ક્યાં જવું છે? ટિકિટ લઈ જ લીધી છે તો મુંબઈ
૫. બ્લેકમેઇલર.. એનું નામ દયાશંકર હતું. પરંતુ તેનામાં નામ પ્રમાણેનો એકેય ગુણ નહોતો. તે એક બ્લેકમેઇલર હતો. એનો મુખ્ય ધંધો જ લોકોને બ્લેકમેઇલ કરવાનો હતો. આવા આ દયાશંકરનો હાથ પોતાના ફલેટના દરવાજાના કી હોલમાં ચાવી ભરાવવાનો પ્રયાસ કરતો કરતો ...Read Moreજતો હતો. એ નશામાં ચકચૂર હોવાને કારણે જ કદાચ કામ થતું હતું. ઘણા પ્રયાસો પછી એને સફળતા મળી. દરવાજો ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો. એણે દીવાલ પર હાથ ફંફોળીને સ્વીચ દબાવી. વળતી જ પળે રૂમમાં ટ્યુબલાઇટનો પ્રકાશ છવાઈ ગયો. દયાશંકરની આંખો તીવ્ર પ્રકાશને કારણે અંજાઈ ગઈ પરંતુ તે અટક્યો નહીં. એ લથડતા પગે આગળ વધ્યો. પરંતુ નશાના અતિરેકને કારણે તે એક