Bhootkhanu book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhootkhanu is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂતખાનું - Novels
by H N Golibar
in
Gujarati Horror Stories
બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે સામે-એનાથી ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી !
-એ વસ્તુ ઝેરી સાપ કે, એવું કોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું !
-એ હતું એક બોકસ !
-હા ! એક બોકસ !!
-એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું !
બસ, આ સિવાય એવું બીજું કંઈ જ દેખાતું નહોતું કે, જેનાથી ગાયત્રીદેવી એ બોકસને આ રીતના ડરભરી આંખે જોઈ રહે !
પણ ગાયત્રીદેવી કંઈ એવી ડરપોક અને પાગલ પણ નહોતી કે, એક લાકડાના બોકસને જોઈને આમ ડરે ! અને એટલે જરૂર એ બોકસમાં ડરવા જેવું કંઈક હતું, પણ..., પણ શું ?! ?!
HN Golibar ( પ્રકરણ : ૧ ) બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે સામે-એનાથી ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી ! -એ વસ્તુ ઝેરી સાપ કે, ...Read Moreકોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું ! -એ હતું એક બોકસ ! -હા ! એક બોકસ !! -એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું ! બસ, આ સિવાય એવું બીજું
( પ્રકરણ : ૨ ) ‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી!!’ એવો અવાજ જે લાકડાના બોકસમાંથી ગાયત્રીદેવીને સંભળાયો હતો, ને ગાયત્રીદેવી એ બોકસને હથોડીથી તોડી નાંખવા ગઈ હતી, પણ અચાનક કોઈ અદૃશ્ય શક્તિએ એને પકડીને પટકી હતી-લોહીલુહાણ ...Read Moreનાંખી હતી, એ જ રહસ્યમય લાકડાનું બોકસ સોળ વરસની સ્વીટીને પસંદ પડયું હતું. સ્વીટીએ તેના ડેડી જેકસનને એ બોકસ ખરીદી લેવા જણાવ્યું હતું, ત્યાં જ સ્વીટીને બંગલાની કાચની બારીની અંદર ચહેરા પર પાટાપિંડી અને હાથ પર પ્લાસ્ટરવાળી ગાયત્રીદેવી દેખાઈ હતી. ગાયત્રીદેવીએ સ્વીટી તરફ કંઈક એવી રીતના જોયું હતું અને કાચની બારી પર એવી રીતના હાથ પછાડયો હતો કે, સ્વીટી ડરી-ગભરાઈ
( પ્રકરણ : ૩ ) સ્વીટીને લાગ્યું હતું કે, પલંગ પર પડેલું એ વિચિત્ર જીવડું હજુ પણ જીવતું છે અને પોતાની મોટી-ગોળ આંખોથી તેને જોઈ રહ્યું છે અને આંખો-આંખોમાં જ તેને કંઈક કહી રહ્યું છે ! અને એટલે તે ...Read Moreમરેલા જીવડા સામે જોઈ રહી હતી. ‘શું થયું, સ્વીટી ?!’ અત્યારે સ્વીટીના કાને તેના ડેડી જેકસનનો અવાજ પડયો, એટલે સ્વીટીએ પલંગ પર પડેલા જીવડા પરથી નજર હટાવીને સામે ઊભેલા જેકસન સામે જોયું. ‘ડેડી !’ સ્વીટી બોલી : ‘તમે આને મારી નાંખીને ખૂબ જ ખોટું કર્યું છે !’ ‘લે, સ્વીટી ?!’ જેકસન બોલ્યો : ‘આ તો એક જીવડું હતું ?! અને
( પ્રકરણ : ૪ ) સ્વીટી ઘરના મેઈન દરવાજાનું લૉક ખોલીને અંદર દાખલ થઈ અને પોતાના રૂમથી થોડાંક પગલાં દૂર રહી, ત્યાં જ તેને તેના રૂમમાંથી અવાજ સંભળાયો હતો, એટલે તે ડરીને રોકાઈ ગઈ હતી. ત્યાં જ તેની મોટી ...Read Moreમરીના અને તેના ડેડી જેકસન આવી પહોંચ્યાં હતાં. એ જ પળે રૂમમાંથી પિત્તળની ફૂલદાની બહાર ફેંકાઈ આવી હતી, અને એટલે મરીના પણ ‘અંદર રૂમમાં કોણ હશે ?’ એવા સવાલ સાથે ગભરાઈ ઊઠી હતી. તો જેકસન ‘આખરે સ્વીટીના રૂમમાં કોણ હતું ?!’ એ જોવા માટે સાવચેત ને બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો હતો. સ્વીટી અને મરીના એકબીજીને વળગીને, ભયભર્યા
( પ્રકરણ : ૫ ) મરીનાએ બાથરૂમમાં, સામેના અરીસાની પાછળના ખાનામાંથી લોશન લેવા માટે અરીસાવાળો દરવાજો ખોલ્યો હતો. તેની નજર અંદર પડી હતી અને એ સાથે જ તેના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ હતી ને તે બાથરૂમની બહારની તરફ ...Read Moreહતી. અત્યારે તે દોડતી રૂમના દરવાજા બહાર પહોંચી ત્યાં જ પોતાના રૂમમાંથી દોડી આવેલો જેકસન તેની સાથે અથડાયો. ‘મરીના !’ જેકસને ગભરાયેલી મરીનાનો ખભો પકડી લેતાં પૂછયું : ‘શું થયું ?! તું આમ ચીસો કેમ પાડી રહી છે !’ ‘ડેડી ! ત્યાં બાથરૂમમાં.....’ અને મરીનાએ ત્યાંથી જ રૂમની અંદર દેખાઈ રહેલા બાથરૂમ તરફ આંગળી ચિંધી. જેકસન બાથરૂમ તરફ જોઈ રહેતાં