Saata - Peta book and story is written by કરસનજી રાઠોડ તંત્રી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saata - Peta is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાટા - પેટા - Novels
by કરસનજી રાઠોડ તંત્રી
in
Gujarati Moral Stories
નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ આજે પણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા નામે લોકોની પાસે થી પોતાનું ધાર્યું કરવા રચતા પેંતરા.તેમના સામ્રાજ્યને તોડવા વિદ્રોહ કરતો સાત ચોપડી ભણેલો શામજી. મેળામાં ધણીઓને જોવાની હોશ પૂરી કરી ને આવેલી મંગુ અને રાધા. તો કથામાં ક્યાંક હાંફતા - હાંફતા છતાં બધાની સાથે પરાણે દોડતા પ્રેમજી ડોસાના ,ના-ના બેયને પકડીને જીવતાંજ બાળવા છે. તો જ મારો જીવ ઠરશે ,ના ઉદગારો પણ દેખાશે અને આવી પરિસ્થિતિમાંથી ફૂટતો સ્નેહ સંબંધ ,બે પ્રેમીઓની પ્રેમ કહાની આ બધાને વણવાની કોશિશ કરી છે .વિવેચન કરવાનું બધું વાચકો ઉપર છોડી દઈ વિરમું છું .
પ્રસ્તાવના નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ ...Read Moreપણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા
... ભાગનાર... જામતરી ... ના દેરા.. આવજો... હો....ઓ... ,આવ આવ માડી ,..આવ .આજ તો તારો દાડો છે આવ. જીવો ભોપો ધૂપ કરતાં કરતાં બોલ્યા . ધ્યાનમાં મગ્ન બેઠેલા શિવા ભોપા ના ઢીંચણ ધીમા- ધીમા ધ્રુજવા લાગ્યા. બે-પાંચ ક્ષણો વીતી ...Read Moreતો શિવા ભોપાએ મોટા અવાજે હાકાટો કર્યો. ને તે ઝડપથી ધુણવા લાગ્યા .શિવા ભોપા ને માતા આવ્યાં હતાં.ઝડપથી ધૂણવાથી શિવા ભોપા ના માથા ઉપર થી ફાળિયું નીચે પડી ગયું .શિવા ભોપાયે ધૂણતા-ધૂણતા નીચે પડી ગયેલ ફાળિયું હાથમાં લઈને પહોળું કરીને માથા ઉપર ઓઢી લીધું અને શી...સ..શી...સ..એમ નાક અને
ધૂનમાં જ કનુભા ઘોડા ને રેવાલ ચાલે સીમ તરફ દોડાવી રહ્યો હતો .રસ્તામાં જ સામે જીવા ભોપા ને આવતા જોઈને તેણે ઘોડાનું ચોકડુ ખેંચી, ઘોડાની ચાલ ધીમી કરી ."એ રામ... રામ..! નાના દરબાર, રામ ..રામ..! ભોપાએ થોડા અંતરેથી જ ...Read Moreપાડી . "રામ.. રામ..!ભોપાબા ,રામ..રામ ...!અત્યાર ના પોર માં કેણી કોર થી વળ્યા ? પાસે આવતા જ કનુભા ઘોડા ઉપરથી નીચે ઉતરતાં બોલ્યો. "ગયો તો હતો વાડીવાળા ખેતરે ..! ને એક ક્ષણ રહીને ભોપાએ આગળ ઉમેર્યું ."આજ માતાએ સવારમાં શુકનમાં જ કીધું હતું, કે' નક્કી આજે નાના દરબાર નો ભેટો થશે જ..! "એમ, કેમ કંઈ ખાસ કામ હતું ? ભોપા
અને સ્ત્રી, પ્રકૃતિના નિયમને આધીન ,પોતાના રૂપ, રંગ અને દેખાવ ક્યારે બદલી લે ,તેની માનવીને ખબરેય રહેતી નથી .વૈશાખ મહિનામાં ખાવા ધાતો સૂકોભઠ વેરાન વગડો, અષાઢનું એકાદ ભારે ઝાપટું આવે, ને શ્રાવણનાં સરવડા ચાલુ થાય કે તરત જ લીલુડા ...Read Moreચાદર ઓઢીને ધરતી એવી સજીધજી જાય, કે આપણને ખબર પણ ન પડે કે આ એ જ બે મહિના પહેલા ખાવા ધાતો વેરાન વગડો જ છે . એવી જ રીતે ચૌદમા વર્ષમાં બાલિકા લાગતી સ્ત્રી પંદરમા વર્ષમાં પ્રવેશતાં જ પોતાનું રૂપ બદલવાનું ચાલુ કરે. તેના હરવા -ફરવા, ઉઠવા- બેસવા અને બોલવા- ચાલવામાં અચાનક નું પરિવર્તન આવી જાય. બચપણમાં બિન્દાસ અને બે
ડેકલાનો ડફતુતુ...ઉ... ડફતુતુ ...ઉ...!અવાજ રાત્રીની શાંતિનો ભંગ કરી રહ્યો હતો. ભાણજી પાવળિયો ડેકલુ વગાડી રહ્યો હતો. જીવો ભોપો ધૂણી રહ્યા હતા. આજુબાજુ કેટલાંક પુરુષો અને સ્ત્રીઓ ટોળે વળીને બેઠાં હતાં .આજે પ્રેમજીએ માતાનો પાટ મંડાવ્યો હોવાથી ફક્ત તેમના વાસનાં ...Read Moreમાણસો ભેગાં થયાં હતાં .બિચારી બે- ખબર રાધા ,આજે તેનું ભવિષ્ય નક્કી થવાનું હતું .તે પણ ટોળામાં થોડો દૂર બધાના ભેગી બેઠી હતી.ભોપાએ કેટલીક વખત ધૂણતા -ધૂણતા વેણ- વધાવો જોયો.ને પછી ગંભીર મોં કરીને ઘેરા સાદે બોલ્યા . 'પ્રેમજી, એ પ્રેમજી..! 'બોલ માડી બોલ, શો હુકમ છે ?' જીવા ભોપા ના પગમાં ફાળિયું નાખીને પ્રેમજી ડોસો નમી પડ્યા. ' મા