Mara Swapnnu Bharat book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mara Swapnnu Bharat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારા સ્વપ્નનું ભારત - Novels
by Mahatma Gandhi
in
Gujarati Fiction Stories
આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે.
શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો છે.
પુસ્તક વાંચીને આપણી સમક્ષ ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર ખડું થાય છે જે તે કુશળ કલાકારે અને નાં અમર પૃષ્છોમાં અંકિત કર્યું છે.
૧૯૫૯માં નવજીવન ટ્રસ્ટે તેની બીજી આવૃતિ બહાર પાડીતેમાં સંપાદકે દેશની બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ફેરફાર કર્યા. આ સુધારેલી આવૃતિ તૈયાર કરવામાં સંપાદકનો હેતુ વાચકના હાથમાં એક નાનું પણ અધિકૃત પુસ્તક મૂકવાનો છે, જેમાં ભારતનાં તમામ મહત્વના પ્રશ્નો વિષે ગાંધીજીના મૂળ વિચારો વાચકને એક જગ્યાએ વાંચવા મળે; અને એ રીતે આ પુસ્તક કેવળ ગાંધીવિચારનો અભ્યાસ કરનારને જ નહીં પણ દેશસેવાનું કામ કરતા રચનાત્મક કાર્યકર્તાઓને પણ ઉપયોગી થાય.
પ્રકાશકનું નિવેદન આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્ઘાત લખ્યો હતો તેનો સમાવેશ ...Read Moreગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે. શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો
પ્રકરણ બીજુ સ્વરાજનો અર્થ સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે. ‘ઈન્ડિપેન્ડન્સ’નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય છે એવું ‘સ્વરાજ’નું નથી. ૧ પોતાનાં નામો મતદાર તરીકે ...Read Moreઆવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ...વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું
પ્રકરણ ત્રીજુ રાષ્ટ્રવાદના બચાવમાં મારે માટે દેશપ્રેમ એ મનુષ્યપ્રેમથી જુદો નથી. હું દેશપ્રેમી છું કારણ કે હું મનુષ્ય છું અને માનવપ્રેમી છું. મારો દેશપ્રેમ હિંદુસ્તાન માટે આગવો નથી. હિંદુસ્તાનની સેવા માટે હું ઈંગ્લંડ કે જર્મનીને હાનિ નહીં પહોંચાડું. મારી ...Read Moreસામ્રાજયવાદને સ્થાન નથી. દેશભક્તનો કાનૂન કુટુંબના વડાના કાનૂનથા જુદો નથી. દેશભક્તમાં જો માનવતાની ન્યૂનતા હોય તો તેના દેશપ્રેમમાં તેટલી ઊણપ છે. વ્યક્તિના અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધ નથી. ૧ દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ, કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડ્યે
પ્રકરણ ચોથું ભારતની લોકશાહી સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શ્સ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંદતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકશાન કરનાર અસભ્યતાની નિશાની છે. ૧ ...Read Moreપણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જેમ મોટી તેમ તેનો દુરુપયોગનો સંભવ પણ વધારે. લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરંતુ એનો ઈલાજ લોકશાહીથી દુર રહેવામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહેલો છે. ૨ લોકપ્રિય સરકાર લોકમતથી આગળ વધીને કદી પગલું ભરી ન શકે. જો તે
પ્રકરણ પાંચમુ ભારત અને સમાજવાદ મૂડીદારો મૂડીનો દુરુપયોગ કરે છે. એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. મેં સહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે ...Read Moreકેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ને નામે ઓળખાય છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદી-ઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું. એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાના સાધનનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ