Savai Mata book and story is written by Alpa Bhatt Purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Savai Mata is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સવાઈ માતા - Novels
by Alpa Bhatt Purohit
in
Gujarati Moral Stories
મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી રહ્યો હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ઓફિસ જવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું,
મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી રહ્યો હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ...Read Moreજવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું, 'આજે તું નહાઈને આપણાં
મીરાંમાસીએ ગ્લાસ ઉઠાવી મેઘનાનાં માટલાનું ફ્રીજનાં પાણીથીયે ઠંડું પાણી પીધું. ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી વાત શરૂ કરી, "આ રમીલા છે. મારી બહેન, વિજયાએ જ તેને ઉછેરી છે. હાલ તે અગિયારમા ધોરણમાં ભણે છે. તેનાં માતા-પિતા દહાડિયા મજૂર છે. રમીલાથી ...Read Moreત્રણ સંતાનો અને નાનાં બે સંતાનો છે તેમને. વિજયાબહેને જ્યારે ઘરની ઉપર માળ ચણાવ્યો ત્યારે આ રમીલા, સાત વર્ષની, તેનાં માતા-પિતા સાથે આવતી હતી. તે પણ તેનાં મોટાં ભાઈ બહેનોની માફક સિમેન્ટ, રેતી, ઇંટો ઉઠાવવામાં મદદ કરતી. જ્યારે બપોરે બધાં મજૂરો જમવા બેસે ત્યારે વિજયાબહેન તેમને શાક અને અથાણું આપે. ત્યારે હંમેશ જુએ કે આ દીકરી તેનું જમવાનું જલ્દી -
મેઘનાબહેને પોતાનાં બેય હાથ લંબાવી તેને પાસે બોલાવી અને ભાવથી ભેટી પડ્યાં. તેમણે મીરાંમાસીને કહ્યું,"શું રમીલા મારાં ઘરે ન રહી શકે?" ત્યાં રમીલા જ બોલી ઊઠી, "ના માસી, હું અહીં જ રહી જાઉં તો વિજયામાસી સાવ એકલાં પડી જશે. ...Read Moreસાથે તો દીદી વાતો પણ નથી કરતાં. અને કદાચ બધું ઘરકામ પણ તેમને જ કરવું પડે."બોલતાં સુધી તેની આંખો ભીની થઈ ગઈ. મેઘનાબહેન આટલી નાની દીકરીની મજબૂરી અને સમજણ જોઈ ગદ્દગદિત થઈ ગયાં. બીજાં દિવસથી રમીલા રોજ સાંજે ચાર થી છ વાગ્યા સુધી ટ્યૂશન માટે આવશે એમ નક્કી થયું. પંદરેક દિવસમાં તો રમીલા મેઘનાબહેનનાં ટ્યૂશનનાં બધાંય બાળકો સાથે હળી ગઈ.
મેઘનાબહેનની આંખોમાં અશ્રુબિંદુ ડોકાઈ ગયાં. તેમણે પાછળ નજર કરી જે તરફ સમીરભાઈ બેઠાં હતાં. સમીરભાઈ પણ કાંઈ ગૌરવભર્યું, સસ્મિત વદન લઈ ખુરશીમાંથી ઊભા થયા અને સ્ટેજ તરફ ચાલવા લાગ્યા. હોલમાં બેઠેલ દરેક વ્યક્તિનું ધ્યાન આ રૂપકડી દીકરી અને તેનાં ...Read Moreબે જોડ તરફ સ્થિત હતું. સમીરભાઈએ સ્ટેજ નજીક આવતાં જ પોતાનો હાથ રમીલાનાં પિતાનાં ખભે મૂકી તેની સાથે ભાઈબંધની પેઠે સ્ટેજ ઉપર જવાં પગથિયાં ચઢી ગયાં. પાછળ, મેઘનાબહેન પણ રમીલાની માતા સાથે સ્ટેજનાં પગથિયાં ચઢ્યાં. હવે, રમીલાની બેય તરફ તેનાં પિતા અને માતાની જોડલીઓ શોભતી હતી. રમેશભાઈ પલાણ જેઓ ધનનાં ઢગલે બિરાજનાર અતિ સફળ એવાં બિઝનેસમેન હતાં તેમણે ભીની આંખે
મેઘનાબહેને રમીલાને હૂંફાળુ સ્મિત આપી તેનાં હાથમાં બે ખાલી થાળીઓ પકડાવી અને પોતે પણ એક થાળી હાથમાં લઈ કાઉન્ટર પાસેની હારમાં ઊભાં રહ્યાં. રમીલા પણ તેમની પાછળ ઢસડાઈ પણ, તેનાં મનમાં વિચારયુદ્ધ ચાલી રહ્યું હતું,'જે મોટી મા એ છેલ્લાં ...Read Moreવર્ષમાં મને મૂકીને ક્યારેય ચા પણ પીધી નથી, આજે તેમને મૂકીને હું કેવી રીતે જમી શકું?' ત્યાં તો રમીલાની માતા ખૂબ સંકોચથી તેની પાસે આવીને ઊભી રહી અને ખૂબ હળવેથી બોલી, "તું જ આ બુન જોડે ખાઈ લે. તારા બાપુને તો હવ ઘેરભેગાં થવું છે. બઉ મોટાં લોકો છે બધાં. અમને આંય ખાવાની મજા ની આવહે. તારાં ભાંડરડાં ય તે