Mukul Jani

Mukul Jani Matrubharti Verified

@mukuljani.622327

(296)

Rajkot

12

16.2k

62.7k

About You

પહેલા શ્વાસમાં જે હવા ગઈ તે અરબસાગરની હતી...સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો...હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે...વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે!