Mahakavi Premanand

Mahakavi Premanand Matrubharti Verified

@mahakavi.premanand

(607)

4

237k

413.5k

About You

પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે. પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.