Facebook in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | ફેસબુક

Featured Books
  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

Categories
Share

ફેસબુક

ફેસબુક

ફેસબુકમાં ફેસ દેખાતો નથી ,

આંખો સામે વેશ દેખાતો નથી .

છે ચહેરા પર મહોરા સાવધાન ,

માણસ કાળો મેશ દેખાતો નથી .

નામ, વય ને ફોટા પણ નકલી જુઓ ,

પડદા પાછળ દેશ દેખાતો નથી .

જીંદગી

લાગણીઓમાં ભમવું સરસ ટેવ છે ,

કલ્પનાઓમાં રમવું સરસ ટેવ છે .

વાકધારા સતત છૂટતી હોય ત્યાં ,

શબ્દોનું તીર ખમવું સરસ ટેવ છે .

જીંદગીને સરળ રીતે જીવવા સખી ,

ફાવવું , ભાવું, ગમવું સરસ ટેવ છે .

શુભ સંકલ્પો માટે સમુહમાં મળી ,

પ્રાર્થનાઓમાં નમવું સરસ ટેવ છે .

ચાર દીશામાં ફંટાતા જીવન ના એ ,

ચાર રસ્તા પર થમવું સરસ ટેવ છે .

પતંગ

જુઓ આકાશમાં ઊડે પતંગ,

મનાવે તે અનેરો આ પ્રસંગ.

દિવસ ને રાત કાટા કાટા કરી,

ઉત્સાહી લોકો નો છલકે ઉમંગ

પતંગોથી છલોછલ છે આભ,

લાગે છે રંગબેરંગી તરંગ.

***

દૂરતાને દૂર કરવા કોઇ રસ્તો તો બતાવો ,

ઘરના ખાલીપાને ભરવા કોઇ રસ્તો તો બતાવો.

લાગણીઓમાં ડુબાડી રાતને દી એક કરતા ,

સાયબાનું ચૈન હરવા કોઇ રસ્તો તો બતાવો .

ધરતીથી આકાશ સુધી વિસ્તરેલી છે શુન્યતા ,

પ્રેમ ભીનું મોત મરવા કોઇ રસ્તો તો બતાવો .

ચાર નજરો ભટકાવી ગઇ

છંદ, માત્રા તાલ ભટકાવી ગઇ .

એક કવિતા રસ્તે રખડાવી ગઇ .

કવિતામાં વાત દિલની વાંચીને ,

ભીંત સાથે માથું અથડાવી ગઇ .

ચાર નજરો જ્યાં મળી ત્યાં તો સખી ,

સામે સામે હૈયા ટકરાવી ગઇ .

  • હાઇકુ

    દૂર ક્ષિતિજ સુધી
    વિસ્તરેલો
    સ્નેહ
  • Top of Form

    આખો મારી, આંસું તારા ,

    સ્નેહ મારો, શ્વાસો તારા .

    સામ સામે તાકતી રહે ,

    આંખોએ બાધેલા વારા .

    નામ સાજનનું જ્યાં આવે ,

    ધબકે છે ત્યાં પ્રાણ મારા .

    પ્રેમલ જવાળાઓ

    પ્રેમની પ્રેમલ જવાળાઓ ઊઠી છે ,

    લાગણીઓમાં અમીને દીઠી છે .

    નામ નીકળશે જ મારું એમાંથી ,

    ડાયરીમાં આશા રાખી બેઠી છે .

    છંદ, માત્રા, તાલમાં તોલીને જો ,

    શાયરીમાં કવિતાઓ તો એઠી છે .

    ***

    પ્રેમ ની રીત હોય છે,

    તેમાં સંગીત હોય છે.

    લાગણી ની રમતમાં પણ,

    હાર માં જીત હોય છે.

    પ્રેમીના હૈયામાં સતત,

    ગુંજતું ગીત હોય છે.

    ચાંદ સાથે ચકોરી જેમ,

    ચર્ચામાં મીત હોય છે.

    ખોજ મંઝિલ ની રહે સખી,

    ભાગ્યમાં ભીંત હોય છે.

    જગ રુપાળુ લાગે જ્યાં,

    પાસે મનમીત હોય છે.

    સ્વ્પ્નમાં પ્રેમ છ્લકે, એ,

    મૌસમી પ્રીત હોય છે.

    ***

    શ્વાસમાં મારા શ્વાસે છે તું ,

    આંખમાં મારી ભાસે છે તું .

    સપનામાં મારા રાચે છે તું ,

    યાદમાં મારી નાચે છે તું .

    દિલમાં રોજ વાગે છે તું ,

    મારો સાજન લાગે છે તું .

    ***

    રંગોથી રંગી નાખું તને ,

    અંગોથી રંગી નાખું તને .

    રુપથી અંજાઇ તારા સનમ,

    છંદોથી રંગી નાખું તને .

    શ્વાસમાં શ્વાસના તારા ભરી ,

    બંધોથી રંગી નાખું તને .

    ***

    જ્યાં તું ત્યાં હું , જ્યાં હું ત્યાં તું ,

    જ્યાં દેખું હું , ત્યાં દેખે તું .

    કવિ ની કવિતા માં વિહરતાં ,

    જ્યાં જાઊ હું , ત્યાં જાયે તું .

    નભ માં ઉડતાં પંખી સાથે ,

    જ્યાં ઊડું હું , ત્યાં ઊડે તું .

    ***

    માહ્યલો

    માહ્યલો મારો રડે તારા વિના ,

    સૂઝ કાંઈ ના પડે તારા વિના .

    આંખડી મારી રડે તારા વિના .

    હૈયું યાદો ને લડે તારા વિના .

    હ્યદય ચગદોળે ચડે તારા વિના .

    ક્યાંય ચૈન ના જડે તારા વિના .

    કોરા પાને

    કોરા પાને લાગણીઓ ઘૂંટી છે ,
    હૈયા પાને માગણીઓ ઘૂંટી છે .

    તારી છું ને તારા માટે છું કહી ,

    ચાર હાથે લાગણીઓ લૂંટી છે .

    આંખમાં આંખોને તારી આંજી મેં ,

    મ્હેંદી હાથે લાગણીઓ ચૂંટી છે .

    ચાર નજરો એકબીજાને મળી ,

    નીર આંખે લાગણીઓ ઘૂંટી છે .

    પ્રેમ જેવો પાંગર્યો ત્યાં બીજ જેમ ,

    તનની વાડે લાગણીઓ ફૂંટી છે .

    શબ્દોની રંગોળી

    શબ્દોની રંગોળી છે કવિતાઓ તારી ,

    છંદોની રંગોળી છે કવિતાઓ તારી .

    વાદ્યો જુદા જુદા પણ છે એક જ લયમાં ,

    તાલોની રંગોળી છે કવિતાઓ તારી .

    યુગો યુગોથી પુરાયેલી છે મનમાં ,

    યાદોની રંગોળી છે કવિતાઓ તારી .

    વાંસળી વીણા ને વાયોલીન વાગે ,

    વાદ્યોની રંગોળી છે કવિતાઓ તારી .

    તાલ દિલ સાથે ર્હદયના વાગે સરખાં ,

    વાતોની રંગોળી છે કવિતાઓ તારી .

    યાદોનો ઢગલો

    યાદોનો ઢગલો થયો છે ,

    વાતોનો ઢગલો થયો છે .

    યાદમાં તારી વિતેલી ,

    રાતોનો ઢગલો થયો છે .

    યુગો યુગોથી મિલનના ,

    વાદોનો ઢગલો થયો છે .

    એક લયમાં ધડકે છે દિલ ,

    તાલોનો ઢગલો થયો છે .

    સૂરોની મ્હેફિલમાં જુઓ ,

    વાદ્યોનો ઢગલો થયો છે .

    લાગણીભીની સખી જો ,

    સાદોનો ઢગલો થયો છે .

    પ્રેમ જળને ઝીંલવા ત્યાં ,

    હાથોનો ઢગલો થયો છે .

    ગીતમાં દેશી વિદેશી ,

    રાગોનો ઢગલો થયો છે .

    હેલી

    હેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,

    સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .

    અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,

    જાન રેડી છે દરિયાના તનમનમાં .

    ચાંદની રાતે મિલનની ઘડીઓમાં ,

    નાવ ખેડી છે દરિયાના તનમનમાં .

    સજની સુહાગરાતે , તે વ્હાલપની ,

    રાગી છેડી છે દરિયાના તનમનમાં .

    દૂર સાજનને મળવા જવા માટે ,

    આંધી ઊડી છે દરિયાના તનમનમાં .

    મૌનની ભાષા

    મૌનની ભાષા સમજવી અઘરી છે ,

    શબ્દોની મૂડી ખરચવી અઘરી છે .

    બે ધડકતા દિલોને જુદા કરી ,

    પ્રેમની બાજી પલટવી અઘરી છે .

    શ્વાસમાં શ્વસે દિવસને રાત જે ,

    વાત હૈયાની પરખવી અઘરી છે .

    પ્રેમની વાતો

    પ્રેમની વાતો જાહેર ના કરશો ક્યારેય પણ ,

    ચાંદની રાતો યાદ ના કરશો ક્યારેય પણ .

    કામિની, રસિલી, ચંચળ, મધુભાષિની પ્રિયે તું,

    પાણીયારી આંખોમાં જળ ના ભરશો ક્યારેય પણ .

    તારા પડછાયામાં લાગે નિરાંત ના જાણું કેમ ,

    ગ્રહોની જેમ જીવનમાં ના નડશો ક્યારેય પણ .

    શ્વાસની રેતી

    શ્વાસની રેતી સરકતી જાય છે ,

    ચાંદની રાતો છલકતી જાય છે .

    પનઘટની વાટે સખી સહિયર ,

    ગૌરી ઘુંઘટ્માં મલકતી જાય છે .

    ઉડતી જોઇ પતંગિયાની જેમ ,

    પ્રેમીની આત્મા ભટકતી જાય છે .

    એકલતા

    એકલી એકલતા ડંખે છે મને ,

    વાદળી એકલતા ડંખે છે મને .

    ઊડે ઊડે લાગણી વાવી સખી ,

    પ્રેમ પ્યાસી આંખો ઝંખે છે મને .

    ઝીણી રજકણ ચમકે મારા હૈયામાં ,

    બેકલી બેકલતા રંગે છે મને .

    તારા વિણ ખંડેર લાગે આ મહેલ ,

    યાદ હર પળ તારી સંગે છે મને .

    હાંસિયો

    હાંસિયો દિલમાં રાખ્યો છે મેં ,

    તારો નંબર ૧ નાખ્યો છે મેં .

    મોત પહેલા મરીને સખી ,

    કર્મનો ગુસ્સો ચાખ્યો છે મેં .

    ભરજુવાનીમાં મસ્તીભરી ,

    દિલનો દરવાજો વાખ્યો છે મેં .

    રંગબેરંગી જીવન જીવી ,

    સ્વાદ આંસુનો ચાખ્યો છે મેં .

    કલ્પના-પાંખે વિહરીને જો ,

    લેખ ભાગ્યનો ભાખ્યો છે મેં .

    ગુંજતું ગીત

    પ્રેમ એ ગુંજતું ગીત છે ,

    છંદોમાં ઝુંમતું ગીત છે .

    પંખીની જેમ ઊંચે ઉડી ,

    આભમાં ઘુંમતું ગીત છે .

    કાજલભર્યા નયન જોઇને ,

    હૈયામાં ફુંટતું ગીત છે .

    દોસ્તીનો હાથ લંબાવીને ,

    દિલડાં લુંટતું ગીત છે .

    મોજમસ્તી ભરી તનમનમાં ,

    છૂંદણાં છુંદતું ગીત છે .

    દરિયાના પેટમાં

    દરિયાના પેટમાં હસતાં રમતાં જહાજો મળે એવું પણ બને ,

    જાનથી વ્હાલા યુગોથી ગમતાં જહાજો મળે એવું પણ બને .

    પાસ પાસે રહીને જીવી લેવાનું શીખવે પ્રેમથી સખી ,

    દિવસો ના દિવસો ખુશીથી હસતાં જહાજો મળે એવું પણ બને .

    ભરતીને ઓટ ચાલ્યાં કરે આમને આમ વર્ષો સુધી જોને ,

    યાદમાં સાજનની રોજ ભમતાં જહાજો મળે એવું પણ બને .

    ***

    બેસણાંમાં મારા મારી ગેરહાજરી ર્વતાતી હતી ,

    ફોટા જોઇ લોકો પગે લાગતા .

    આ તે કેવી વિચિત્રતા !!!

    જીવતે જીવ જે મોઢું જોવા ના આવ્યાં ,

    તે આજ સૌથી પહેલા બેસણાંમાં ,

    આવેલ જોઇ ,

    ઘડીભર ફોટો મલકાઇ ઊઠ્યો .

    શું જોવા આવ્યાં હશે બેસણામાં ,

    મારો ફોટો કે મારી છેલ્લાં દિદાર ???

    ***

    પતંગિયાએ ફૂલોના કાનમાં કઇ કહ્યું ,

    શાનમાં કઇ કહ્યું .

    વસંતી હવાએ

    પહાડોના આંસું

    ધોધ થઇ પડે છે પહાડોના આંસું ,

    મન મુકી રડે છે પહાડોના આંસું .

    નીચે ધરતીને ચૂંમવાને સખી જો ,

    ઊંચેથી પડે છે પહાડોના આંસું .

    હૈયું ખુશીથી છલકે છે ત્યારે જુઓ,

    પ્રેમથી પડે છે પહાડોના આંસું . ૩-૬-૧૩

    પ્રેમ ઘેલા સૂરો

    યાદ તારી દિલમાં વીણા વગાડી જાય છે ,

    લાગણી સૂતેલી ઉંઘમાં જગાડી જાય છે .

    વાસળીના સૂરો રેલાય વ્રુન્દાવનમાં, તે ,

    હૂંફ ઘેલા સૂરો લગની લગાડી જાય છે .

    આંખોએ કીટા કરી છે હવે સપનાઓની ,

    જાગરણમાં લોરી બાજી બગાડી જાય છે .

    દાવપેચો જીંદગીએ રમાડ્યાં પ્રેમથી ,

    સોગઠાબાજી સમયને રમાડી જાય છે .

    બાગમાં મધમધતાં પુષ્પોની સુગંધ ,

    વાયરા વાસંતી લગની લગાડી જાય છે .

    બીજ

    બીજ મારા ખોરડે નાખે છે તું કેમ ?
    તારા સ્પર્શો અંગે અંગે છે મને કેમ ?
    યુગો યુગોથી જનમ સાથે લઈને ,
    સાત જન્મોથી તું સંગે છે મને કેમ ?
    ચૂંબનોથી તન મન રંગીને હવે તું ,
    હોળીના રંગોથી રંગે છે મને કેમ ?

    પ્રેમ

    પ્રેમ હિજરાઇ ગયો છે ,

    પ્રેમ નજરાઇ ગયો છે .

    સ્પંદનોના વ્હેણમાં ક્યાંક ,

    સ્નેહ લજવાઇ ગયો છે .

    આંધળી જ્યાં દોટ મૂકી ,

    મૂક વિખરાઇ ગયો છે .

    ધરતીથી માંડી ગગન સુધી ,

    છેક પથરાઇ ગયો છે .

    હૈયામાં વસનારા સાથી ,

    કેમ હરજાઇ થયો છે .

    Bottom of Form

    જીંદગીની દોડ પૂરી ,

    ખેલ ભજવાઇ ગયો છે .

    હૈયામાં ઘૂંટાતી યાદ

    પ્રેમની એક બુનિયાદ હોય છે ,

    હૈયામાં ઘૂંટાતી યાદ હોય છે .

    ચાર કવિતા મહેફિલમાં વાચીને ,

    શાયરો માંગતા દાદ હોય છે .

    આંખ સામે સજન હોય પણ સખી ,

    હરપળ દૂરીની ફરિયાદ હોય છે .

    સ્પંદનો માં રમે હેતના સૂરો ,

    શ્વાસમાં શ્વાસતો નાદ હોય છે .

    હારવા પ્રેમની બાજીને સદા ,

    સામ સામે દિલમાં વાદ હોય છે .

    ***

    પ્રેમ

    એટલે

    શબ્દોભર્યુ મૌન

    જેમાં

    આંખો ખોલે દિલનાં

    રાઝ.

    ***

    તારીખના ભવિષ્ય

    આંખોએ રોઝા રાખ્યાં છે ,

    હૈયાએ ધ્વાર વાખ્યાં છે .

    ઇદની તારીખના ભવિષ્ય ,

    ચાંદ જોઇને ભાખ્યાં છે .

    ચારણીમાં ચહેરો જોઇ ,

    મીઠાના સ્વાદ ચાખ્યાં છે .

    રાતની તરહદારી* માં , *સુંદરતા

    પ્રેમે નિસાસા નાખ્યાં છે .

    ઇશ્ક ને તર્ક@ આપી ને , @ત્યાગ

    આજે ઉપવાસ રાખ્યાં છે .

    યાદોને ઉલેચવા

    યાદોને ઉલેચવા બેઠો છું ,

    આંખોને ઉકેલવા બેઠો છું .

    મંઝિલે પહોચીં દિલમાંથી ,

    સાદોને ખસેડવા બેઠો છું .

    દૂર મોબાઇલ મૂકી આજે ,

    વાતોને સમેટવા બેઠો છું .

    રંગબેરંગી, ચમકતી , ઢળતી ,

    સાંજોને પહેરવા બેઠો છું .

    ચાંદની નીતરતી પૂનમની આ ,

    રાતોને ઉકેલવા બેઠો છું .

    આંખોમાં આંખો પરોવી હું ,

    શબ્દોને ઉખેડવા બેઠો છું .

    સાથ યુગો યુગોનો સાથીને ,

    રાગોને ઉમેરવા બેઠો છું .

    ઢળતી સાંજે હાડ કંપે ત્યારે ,

    ગાત્રોને સમેટવા બેઠો છું .

    બાહોમાં વીતેલી મીઠી મધુર ,

    રાતોને ઉમેરવા બેઠો છું .

    માતપિતાને તર્પણ

    ખૂલે જો દ્વાર દર્શન કરી લઊં ,

    તન મન ને દિલથી અર્પણ કરી લઊં .

    મનના મંદિરમાં સ્થાપી મુરત ને ,

    માનસી સેવા અર્ચન કરી લઊં .

    જીંદગીને સર્મપિત કરી આજે ,

    માતપિતાને તર્પણ કરી લઊં .

    ભીને સુઈને સૂકે સુવાડતા ,

    ઊપકાતોનું વર્ણન કરી લઊં .

    સાદગીભર્યુ જીવનને જીવવા સખી ,

    આંખની સામે કરી લઊં .

    દુનિયાની મોહમાયાને છોડીને ,

    ચરણોમાં જીવન અર્પણ કરી લઊં .

    ત્યાગમૂર્તિનું દુનિયાભરમાં હું ,

    ખુલ્લે આમ વર્ણન કરી લઊં .

    શબ્દોનુ આકાશ

    શબ્દોનુ આકાશ છે ,

    કવિતાઓ નો રાસ છે .

    વાંસળી વાગે કાના ની ,

    રાધાનો તે દાસ છે .

    ચાંદની રાતે સખી ,

    પ્રિયજનની આશ છે .

    પ્રેમના આયુષ્યમાં ,

    લાગણીઓ ખાસ છે .

    જ્યાં શ્વસે સાજન ત્યાં જો ,

    ધડકનો ને હાશ છે .

    આંસું

    લાગણીના આંસુંઓનો રંગ જુદો નથી હોતો ,
    ચાંદ સાથે જો ચકોરી સંગ જુદો નથી હોતો .

    ગુલઝારી ને ગુલાબી રસ નિતરતી ગાલિબની ,
    કવિતાને ગઝલોમાં માત્રા છંદ જુદો નથી હોતો .
    રાજા રજવાડાના મૂલ્યવાન દાગીનાઓમાં ,
    હીરા વીટીંમાં ચમકતો નંગ જુદો નથી હોતો .

    પ્રેમની બે ક્ષણ

    પ્રેમની બે ક્ષણ બરોબર હોય તો ,
    જીવવા માટેની ધરોહર હોય છે .

    જ્યારે ઘોડાપૂર હૈયામાં ઉઠે ,
    છલકાતું કાયમ સરોવર હોય છે .
    મેજ પર જ્યાં ફૂલદાની રાખી ત્યાં ,
    ફૂલ સ્વીકાર્યુ મનોમન હોય છે .૨-૧-૨૦૧૪

    સૂરજ શરમાયો

    સૂરજ શરમાયો લાગે છે ,

    તડકો ભરમાયો લાગે છે .

    યાદોના વાદળે હૈયા ઘેર્યા ,

    ચાંદો હરખાયો લાગે છે .

    પૂનમની અજવાળી રાત્રી એ ,

    તારો મલકાયો લાગે છે .

    ઠંડીમાં મુજ કાયા થથરે ને ,

    છાયો છલકાયો લાગે છે .

    ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો ત્યાં ,

    ચિનગારો લજવાયો લાગે છે .

    કાળજાનો કટકો

    કાળજાનો કટકો જુદો થઇ રહ્યો છે ,
    દૂર આંખોથી સનમની જઇ રહ્યો છે .
    ફૂલના રસથી લો પ્યાલાઓ ભરી લો ,
    એક તાજું ફૂલ આપી જઇ રહ્યો છે .
    લાગણીમાં મન જરા હળવું કરીને ,
    યાદોને સાથે લઈને જઇ રહ્યો છે .
    કોઈ છુપા દર્દનું સંતૂર વાગે ,
    પીડાનો પોકાર દાબી જઇ રહ્યો છે .
    આપણા સૌથી મીઠા ગીતો ગાઈ ,
    જીંદગીન ઓ તે લહાવો લઇ રહ્યો છે .

    ગુજરાતી શબ્દ

  • નોટબુકો રંગબેરંગી મળે કાગળ ની આજે ,
  • હજુ પણ મેં કક્કો બારખડીને પાટીમાં રાખ્યો છે .
  • હિન્દી, અંગ્રેજીનું વધતું ચલણ ચારેબાજુ જુઓ ,
  • આજે પણ ગુજરાતી શબ્દોને મેં છાતીમાં રાખ્યો છે .
  • શાયરીઓ લખું સુમસામ અંધારામાં વારંવાર ,
  • રાતના અંધારામાં દીવાની બાતીમાં રાખ્યો છે .
  • પ્રેમ ગીત

    આંખોમાં આંજી શરાબી સુરમો ચાલ્યાં ક્યાં તમે ,

    ઠુમકા મારી કમરના સજની ચાલ્યાં ક્યાં તમે .

    હાથ પકડી બેસતાં જોડે હતાં ,

    હાથ પકડી ચાલતા જોડે હતાં ,

    વિતેલા એ દિવસો હસતાં હસતાં ઠાલ્યાં ક્યાં તમે .

    દરિયાના પાણીમાં તન મન ભીંજવી ,

    નાચતી લ્હેરોમાં તન મન થકવી ને ,

    પ્રેમભર્યા વાદળો ખુશીના ઠાલ્યાં ક્યાં તમે .

    કરચલી

    અનુભવોથી જીંદગીમાં કરચલી પડી ગઇ ,

    યુગો વીત્યાને મોઢા પર કરચલી પડી ગઇ

    માણસાઇ ગઇ ને માણસ રહી ગયાં એકલાં

    લોહીના સંબંધોમાં જાણે કળચલી પડી ગઇ

    કેમ કરી સાંધીએ ફાટ અને તિરાડો ને ,

    ના ઉકેલાય એવી થપ્પીઓ માં સળચલી પડી ગઇ

    ***

    તારી હયાતી ,
    તારું અસ્તિતવ,
    તારું હોવાપણું ,
    તારી માઇલો ની દુરી,
    પણ,
    મારામાં જીવવાનું બળ
    પૂરું પાડે છે ,
    ભલે તું આંખથી દૂર હોય ,
    પણ ,
    તારું હોવાપણું ,
    મારા માટે સાત જન્મ નો
    સાથ
    અને એ જ મારું
    અસ્તિતવ,
    અને
    આપણી
    હયાતી .