Pagni ronak vadharvani pachis tips in Gujarati Women Focused by Mital Thakkar books and stories PDF | પગની રોનક વધારવાની પચીસ ટિપ્સ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

પગની રોનક વધારવાની પચીસ ટિપ્સ

પગની રોનક વધારવાની પચીસ ટિપ્સ

  • મીતલ ઠક્કર
  • બહેનો, જો કોઇ તમારા ગંદા પગ અને ફાટેલી એડી જોઇને કહે કે 'ચેહરે સે રાજરાની પર પૈરોં સે નોકરાની' તો તમને નહીં ગમે. ખરું ને? પણ જો પગ સુંદર હશે અને એમ કહેશે કે 'આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ!' તો એ સાંભળીને પગથી માથા સુધી ખુશીની લહેર દોડી જશે નહીં! આપણે ચહેરાની સુંદરતા માટે કલાકોનો સમય આપીએ છીએ પણ પગની રોનક માટે ખાસ સંભાળ લેતા નથી. પગ, પગની પાનીઓ, નખ એ શરીરનો સૌથી અવગણના કરાતો ભાગ છે. જ્યારે પણ પર્સનલ કૅર પ્રોડક્ટ્સ લેવા જઈએ ત્યારે ફૂટકૅર પ્રોડક્ટ્સ આપણી યાદીમાં હોતી જ નથી અને એના પરિણામે આપણાને મળે છે ક્રૅક્ડ અને પેઇનફુલ હીલ્સ. આપણે આપણા શરીરના સૌથી અગત્યના, આખા શરીરનો ભાર ઉપાડતા આવા અંગને ભૂલવું ન જોઈએ. એટલે આ પુસ્તકમાં માત્ર પગને સુંદર બનાવવાની અને તેની સંભાળ લેવાની બ્યુટી એક્સ્પર્ટે સૂચવેલી અને અનુભવેલી પચીસ જેટલી ટિપ્સ આપી છે. આશા છે કે તેનો ઉપયોગ કરીને તમે પગની સુંદરતાને વધારી શકશો.

    ૧. સૌથી પહેલાં પગની સંભાળની સરળ એબીસીડી શીખી લો. દરરોજ સ્નાન કરતી વખતે પગની સફાઇ બરાબર કરવી. બંને પગને સાબુ લગાડી રગડીને ધોવા તેમજ આંગળીઓની વચ્ચેનો મેલ દૂર કરવો. પ્યુમિક સ્ટોનથી પગની એડીની ખરબચડી ત્વચા દૂર કરવી. પગને કોરા કરવા. આંગળીઓ વચ્ચે ભીનાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પગમાં ટેલકમ પાવડર અચૂક લગાડવો. જેથી પગ ભીના હશે તો ભીનાશને પાવડર શોષી લેશે. પગમાં બરાબર ફિટ થતા હોય તેવા યોગ્ય માપના જ જૂતા પહેરવા. અને વધારે પડતી હાઇહિલ તેમજ ચુસ્ત જોડા પહેરવા નહીં. પગને સુંદર રાખવા નિયમિત પેડિકયોર કરવું.

    ૨. ઘરમાં પણ ખુલ્લા પગે ફરવાને બદલે સ્લીપર પહેરો. જેથી પગ ચોખ્ખા રહે અને કોઇ પણ પ્રકારનો ચેપ ન લાગે.

    ૩. પગની એડીનો ભાગ હંમેશાં સૉફ્ટ રહે એનું ધ્યાન રાખો. એડીઓ પર નાળિયેર તેલ, તલનું તેલ અને રાઈના તેલની રાતના સમયે માલિશ કરો. આનાથી પગ સૉફ્ટ રહેશે.

    ૪. તડકામાં વધુ ફરવાથી અથવા તો છ કલાક જેવો સમય એક જ પગરખાં પહેરી રાખવાથી કાળા ડાઘની સમસ્યા થાય છે. એ માટે રોજ સાંજે પગ પર દહીં અને હળદરની પેસ્ટ બનાવીને પગનાં કાળા પડેલા ભાગ પર ઘસો અને પાંચ મિનિટ પછી હુંફાળા પાણીમાં પગ બોળી રાખો. ત્યારબાદ તેને સ્વચ્છ કપડાંથી લૂછી લો. રાત્રે સૂતી વખતે તે ભાગે તલનું તેલ લગાવી લો અને સવાર સુધી રહેવા દો. આમ કરવાથી થોડા સમયની અંદર આ ડાઘા દૂર થઈ જશે.

    ૫. પગમાંથી આવતી ગંધને દૂર કરવા ગરમ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા અને એક ચમચો લીંબુનો રસ ભેળવી દો. પછી આ પાણીમાં પગ પલાળી રાખો. દસ મિનિટ પછી પગને સ્વચ્છ ટુવાલથી કોરા કરી લો. ઉનાળાની ગરમી હોય તો પગ પર ટેલકમ પાઉડર છાંટી કોટન મોજાં પહેરી લો અને શિયાળામાં ટેલકમ પાઉડરને બદલે મોઇશ્ચરાઇઝર લગાવો.

    ૬. પગની સ્કિન પર ડેડ સેલ્સ જમા થઈ જવાથી સ્કિન બરછટ અને ડ્રાય થઈ ગઈ હોય તો ત્વચાને મુલાયમ રાખવા આ પ્રયોગ કરો. કોપરેલ, બદામ કે ઓલિવ ઓઇલમાંથી કોઈ પણ એક તેલ બે ચમચી લેવું. તેમાં એક ચમચી ઓટમીલ પાઉડર અને થોડો લીંબુનો રસ મિક્સ કરો. પછી તેમાં થોડી મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરો. આનાથી હાથ-પગ પર મસાજ કરવો. ત્યારબાદ 20 મિનિટ પછી નહાવું. સ્નાન કરતાં પહેલાં સ્ક્રબથી ત્વચા ઘસીને કાઢવી. નહાઈને બોડીલોશન કે મોઇશ્ચરાઇઝર લગાવવું. જે ભાગ પર ત્વચા વધુ ખરબચડી હોય ત્યાં થોડું વધારે લગાવો. રાતે સૂતી વખતે ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

    ૭. પ્લાસ્ટિકના બૂટ-ચંપલ ન પહેરો. કારણ કે તેનાથી પગ ખૂબ જ લાલ થઇ જાય છે. અને એડી ફાટી જાય છે. બૂટ-ચંપલ હંમેશા સારી કંપનીના જ ખરીદો કારણ કે સસ્તા અને ખરાબ ક્વોલિટિના બૂટ-ચંપલનો ઉપયોગ કરવાથી એલર્જી થઇ શકે છે.

    ૮. જૂતાના ડંખ ન પડે માટે પગ પર વેસેલાઈન અને પેટ્રોલિયમ જેવી લગાડવી. આખો દિવસ જૂતાં પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. એવું ન થાય એ માટે પહેલાં તો ગરમ પાણીમાં વિનેગર નાખી તેમાં પગ ડુબાડી રાખો.

    ૯. ગરમીમાં બંધ મોઢાના ચંપલ ન પહેરો, કારણ કે ગરમીમાં પરસેવો ખૂબ વળે છે. જે ચંપલ બંધ મોઢાના હોવાને કારણે શોષાતો નથી. તેથી પગમાં એલર્જી કે દાણા થવાની શક્યતા રહે છે. આવી મોસમમાં એવી ચંપલ પહેરો જેથી હવાની અવરજવર થઇ શકે. વધારે ગરમી પડે ત્યારે દિવસમાં બે વખત પગ અને ઘૂંટી ઠંડા પાણીથી ધુઓ, ત્યારબાદ બોડી લોશનથી હળવી માલિશ કરો.

    ૧૦. આગળથી અણિયાળા શૂઝ ન પહેરો. પગ આગળથી સંકોડાયેલો રહેવાથી પગમાં કપાસી થવાની શક્યતા રહે છે. આપણાં પગમાં તૈલીય ગ્રંથિઓ બિલકુલ હોતી નથી અને પ્રસ્વેદ ગ્રંથિઓ પુષ્કળ હોય છે તેથી પગમાં હવાની આવનજાવન થઈ શકે એવાં શૂઝ પસંદ કરો.

    ૧૧. જો પગમાં પરસેવો વધારે વળતો હોય તો એન્ટિ પરસ્પીરેન્ટનો ઉપયોગ કરો.

    ૧૨. બહાર જતી વખતે તળિયે પાઉડર લગાવીને બૂટ કે સેન્ડલ પહેરો. તેનાથી પરસેવામાં રાહત મળશે.

    ૧૩. ગરમીમાં પગના દુખાવાની અને થાકની ફરિયાદ રહે છે. તો એ માટે ટબમાં ૫-૬ લિટર પાણીમાં ૨ ચમચી મીઠું નાખીને લગભગ ૧૫ મિનિટ સુધી તેમાં પગ બોળી રાખો. પછી લૂછીને કોલ્ડ ક્રીમ લગાવો. તેનાથી થાક અને દુખાવામાં રાહત મળશે.

    ૧૪. પગમાં પડેલા વાઢિયા દૂર કરવા માટે વેસેલિન, પટ્રોલિયમ જેલી અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરો. આ સિવાય રાત્રે સૂતા પહેલાં પગ સરખી રીતે ધોઇને લિચેંસા ફૂટ ક્રીમ, ડોક્ટર શોલ્સ ક્રેકડ હીલ ક્રીમ અથવા ક્રેક હીલ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો.


    ૧૫. શિયાળામાં મારા પગની ત્વચા ફાટી જાય છે. આ સમસ્યાનું નિવારણ કરવા રોજ રાતના સૂતી વખતે કાચું દૂધ લગાડવું. સવારે બરાબર પગ ધોઇ કોલ્ડ ક્રીમથી મસાજ કરવો.

    ૧૬. પગની ત્વચા નરમ અને મુલાયમ કરવા ઇંડાની સફેદીથી પગ પર માલિશ કરવાથી પણ ફાયદો થશે.

    ૧૭. જો પગની એડીમાં વારંવાર તિરાડ પડતી હોય તો એવા ફૂટવેઅર પસંદ કરવા જેમાં એડીનો ભાગ સંપૂર્ણપણે ઢંકાઈ જાય. અને પગની એડીમાં તિરાડો પડી હોય તેમજ એ ગંદી હોય તો ઘરે જ પેડિક્યૉર કરી શકાય. ૧૫ દિવસે એક વાર પેડિક્યૉર કરવાથી પગ મુલાયમ રહેશે. જેને માટે થોડા હૂંફાળા ગરમ પાણીમાં લિક્વિડ સોપ તેમ જ આખું મીઠું નાખીને પગને થોડી વાર પલાળી રાખો. ત્યાર બાદ સ્કિન સૉફ્ટ થાય એટલે પ્યુમિક સ્ટોનથી એડીઓને ઘસો. જેથી એડી પરની મૃત ત્વચા દૂર થાય. ત્યાર બાદ પગ પર સ્ક્રબ લગાવો અને પગને પાણીથી બરાબર ક્લીન કરો. કોરા કરો અને મૉઇસ્ચરાઇઝર લગાવો.

    ૧૮. ઠંડા પાણીમાં રોઝ-વૉટર, લીંબુનો રસ અને થોડું કલૉન છાંટો. આ પાણીમાં પગને બોળી રાખવાથી ઠંડક મળશે, સાફ થશે અને દુર્ગંધ પણ દૂર થશે.

    ૧૯. જો પગની ત્વચા વધારે શુષ્ક થઇ ગઇ હોય તો હૂંફાળા પાણીમાં ૧ ચમચી ઓલિવ ઓઇલ અને ૨ ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેમાં લગભગ ૧૫ મિનિટ સુધી પગ બોળી રાખો. પછી લૂછીને પહેલાં ગ્લિસરીન લગાવો અને પછી કોઇ કોલ્ડ ક્રીમથી માલિશ કરો.

    ૨૦. પગના નખને વધારવા નહીં, કારણ કે એમાં ધૂળ ભરાઈ જાય છે જેને લીધે બૅક્ટેરિયાનું પ્રમાણ વધીને પગના નખમાં ઇન્ફેક્શન થઈ શકે છે માટે પગના નખને હંમેશાં કાપેલા અને વધારે ક્લીન રાખવા. નખની અંદરની તરફથી પણ ધૂળ દૂર કરવી.

    ૨૧. પગની આંગળીઓ પર સતત નેઇલ પોલિશ લગાવેલી ન રાખો, નહિંતર નખ પીળા પડી જશે. તેમ છતાં નેઇલ પોલિશ કરવી ખુબ ગમતી હોય તો ધ્યાન રાખો કે પગ પરની નેલપોલિશ હંમેશાં એકસરખી રાખો.

    ૨૨. સામાન્ય રીતે પગમાં વેક્સ કર્યા બાદ ચોખ્ખા થઈ જતા હોય છે, પરંતુ ઘૂંટણ પર જામી ગયેલી કાળાશ દૂર કરવા ઘણી જહેમત ઉઠાવવી પડે છે. આમ, આ કાળાશ દૂર કરવા લીંબુની છાલ નિયમિતપણે ઘસશો તો પણ પગની ત્વચા પરની કાળાશ દૂર થશે અને ત્વચા ચમકીલી થઈ જશે.

    ૨૩. એક ચમચી મલાઇમાં પાંચ ટીપાં લીંબુનો રસ અને એટલું જ ગુલાબજળ મિક્સ કરી રાત્રે સૂતા પહેલાં પગમાં લગાવો. તેનાથી ત્વચા મુલાયમ રહેશે.

    ૨૪. પગમાંની કપાસીને કુણી કરવા હુંફાળા પાણીમાં રોજ પગ બોળવા.

    ૨૫. કેલ્શિયમની કમીને કારણે પગમાં વાઢિયા પડી જાય છે. તેથી ડોક્ટરની સલાહ લો અને ભોજનમાં દૂધ, દહીં, ફોતરાવાળી દાળ અને લીલાં શાકભાજી ખાવ.

    *****