Dil ek plastiknu keychain in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન

Featured Books
Categories
Share

દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન

સાંજ ઢળતી હતી.

સુર્યાસ્ત નો સમય હતો.

આકાશમા પંખીઓ ના ટોળા દેખાય રહ્યાં હતા. સુર્ય પોતાના આખરી કિરણો રેલાવી જાણે વિદાય લેવાની તૈયારીમા હતો. માનવી અને વ્રુક્ષોના પડછાયા લાંબા ને લાંબા બનતા જતા હતા. સર્વત્ર સંધ્યા રાણીના આગમનની પુર્વે તૈયારી ઓ દેખાય રહી હતી. એવા સમયે સમય પોતાની રોજ ની આદત મુજબ ફરવા જઇ રહ્યો હતો. સામાન્ય રીતે લોકો સવારે વહેલા ઉઠીને ચાલવા નિકળે છે. જેને અંગ્રેજીમા ``મોર્નિંગ-વોક` કહે છે. જેનાથી તન-મન બન્ને પ્રફુલ્લિત રહે છે. સમયને એનાથી જરા જુદું હતુ. જો કે એ પણ બધાથી જરા જુદો જ હતો. એની જિંદગી જ બધાથી કઇંક જુદી જ હતી ને. ! એ બપોરે આરામથી ત્રણ ચાર કલાક નિંદ્રાદેવી ને શરણે થઇ જતો. કારણ રાત્રે તો હમેંશા નિંદ્રાદેવી એનાથી રિસાયેલા જ રહેતા. તેથી તે છેક સાંજે જાગીને હાથ મ્હો-ધોઇ ફ્રેશ થવા નીકળી પડતો. લોકોની `ઇવનિંગ-વોક` સમય માટે હમેંશા `મોર્નિંગ-વોક` જેવી બની રહેતી. ઘણાં લોકોને પોતાની ``મોર્નિંગ-વોક` દરમ્યાન કોઇ અણગમતી ચીજ કે વ્યક્તિનુ મ્હો જોઇ જાય તો અપશુકન ગણે છે. અને આખો દિવસ પોતાનો ખરાબ જશે એમ માને છે. સમયને એનાથી ઉલટુ હતુ. તે પોતાની સાંજની `મોર્નિંગ-વોક`` દરમ્યાન એક વ્યક્તિનુ મ્હો ન જુવે તો અપશુકન ગણતો અને તેના માટે નો એ દિવસ લોકોની રાત્રિ ખરાબ જતી.

કોણ હશે એસદનશીબ જેનું માત્ર મ્હો જોવાથી સમયની રાત્રિ શુભરાત્રી બની જતી. અને ના જુવે તો જાણે કાળરાત્રી બની જતી. ?

હા, એ સદનશીબ સ્ત્રી હતી ' સોનલ '. કેટલું પ્યારુ નામ. ! માત્ર નામ જ નહી એ હતી પણ સુવર્ણ જેવી. અને માત્ર સુવર્ણ જેવી જ નહી સાથે સાથે ફુલો જેવી સુગંધ પણ ધરાવતી હતી. સુવર્ણમા સુગંધ ભળે પછી તો પુછવુ જ શું ! અને એથી જ તો તે સમય માટે પ્રાણથી પણ પ્યારી દિલની ધડકન સમાન બની ગઇ હતી. એનુ મ્હો જોવા તે હર ક્ષણ તડપતો રહેતો હતો.

આજે ત્રણ ત્રણ વર્ષની જુદાઇ છતાં એને એના નામના જ ભણકારા સંભળાતા હતા. સોનલ. . . સોનલ. . . સોનલ. .

આજે પણ સમય ફરવા જઇ રહ્યો હતો ત્યારે સોનલના વિચારમા જ હતો એના મનમાં સોનલના અવાજના જ ભણકારા વાગી રહ્યાં હતા. જેટલી ઝડપે તેના કદમ વધી રહ્યાં હતા એથી પણ વધુ ઝડપે તેના વિચારો ચાલી રહ્યાં હતા. ઘડીમા તો એ સોનલની સ્વપ્ન દુનિયામાં ખોવાઈ ગયો.

સ્વપ્ન દુનિયામાં પણ વિહરતા વિહરતા એને સામે સોનલ જ મળી. . . મળતાની સાથે જ પ્રથમ દ્રષ્ટિ મિલન થયું અને એક સ્મિતની આપ લે થઇ. આવા એક સ્મિતથી જ તો સમયની પ્રત્યેક રાત્રિ શુભરાત્રી બની જતી હતી. એના જીવનમાં જાણે બહાર આવી જતી હતી. અને આજે પણ એવું જ એક સ્મિત મળ્યું પછી તો પુછવુ જ શું ! અને પછી સ્વભાવિક વાતચીત થઇ.

કેમ છો. . . . ? (એણે પુછ્યું )

મજામાં. . . ( જવાબ મળ્યો )

ઘેર ન આવી પછી. ?

સમય જ ન હતો. . .

સમયના ઘેર આવવા નો સમય જ કયાથી હોય. . ? ( કટાક્ષ )

ના, એવુ કઇ ન હતું પણ. . .

. . . . તો પછી ઘેર આવી જજે આ વર્ષ કદાચ આખરી વર્ષ છે મારુ. આવતા વર્ષે અહીં કદાચ હુ ન પણ હોવ. . . . અને વાતમા ને વાતમા એણે કહ્યું તો પછી તારી યાદરુપે આખરી નિશાની તો કઇંક આપતો જા જેથી તેને જોતા જ તારી યાદ આવે. .

શું આપવું તેને નિશાની રુપે. . ?

વિચારધારામા એ તણાવા લાગ્યો. . . . ન તો કઇ ચીજ સાથે હતી કે ન તો હાથમા વીટી, જે દઇ શકાય. . . . અને વીટી યાદ આવતા જ હાથ તરફ ધ્યાન ગયું અરે ! હા હાથમાં તો કીચેઇન છે, અને શુ દેવુ તેનો વિચાર કરુ છુ ? આ કીચેઇન જ દઇ દઉ તો? જેમા `GOD BLESS YOU ` સુવાક્ય લખેલ છે. ખરેખર સારો વિચાર છે અને યાદી તરિકે શુભેચ્છારુપે પણ દેવા યોગ્ય જ છે ને ! પણ. . . આના કરતા. . . પેલુ દિલ આકારનુ કીચેઇન હોત તો ? જેમા `I LOVE YOU ` લખ્યું છે. જે કદાચ પ્રિયતમા ને જ દઇ શકાય. . . દિલ. . કે કીચેઇન. . ? બન્ને, કારણ દિલ તો દઇ જ દીધું છે. પછી કીચેઇન દેવામાં શુ વાંધો ? ને વળી `I LOVE YOU ` પણ યાદી રુપે રહે એ જ યોગ્ય છે ને. . . . ! પણ. . . હા એ કીચેઇન તો ટુટી ગયુ છે. . . સંપૂર્ણ તો નથી તુટી ગયુ. બે ભાગ છુટા પડી ગયા છે. જેની વચ્ચે `I LOVE YOU ` લખેલું છે. જેમ બે દિલ છુટા પડી ગયા હોય અને તેથી વચ્ચે `I LOVE YOU ` શબ્દો જ બાકી રહ્યાં હોય. . . કીચેઇન મા છુટા પડી ગયેલ બન્ને ભાગ ( દિલ ) કડી વડે સાથે જ રહે છે, તેમ બન્ને દિલ વચ્ચે પ્રેમ તત્વ અકબંધ રહે છે. દેખાતા બન્ને અલગ અલગ ભાગ હકીકતમાં એક જ કીચેઇન છે, તેમ દેખાતા બે અલગ અલગ દિલ પણ એક જ હોય ને !

આમ યાદી રુપે તે તુટેલા દિલ આકારનુ કીચેઇન જ યોગ્ય છે એમ વિચાર કરે છે. ત્યાં જ તેના કાને એક સુરીલો અવાજ પડે છે.

કેમ છો સમય. ?

અરે ! આ તો પારુલ કે શુ. . . . ? આ કયાથી ? એના અવાજે જ પોતે સ્વપ્નસ્રુષ્ટિ માથી બહાર આવ્યો હતો કે શું ?

અરે હા, અહીં સોનલ ક્યાથી હોય એ તો હવે દૂર-સ-દૂર પોતાનાથી ધણે દૂર જઇ રહી હતી. તેના તો ત્રણેક વર્ષ પહેલાં જ એક શ્રીમંત ડોકટર સાથે લગ્ન થઈ ગયા હતા. ને તેને છોડી ને જતી રહી હતી. પોતાનો પ્રેમ–પ્યાર પૈસા સામે હારી ગયો હતો કે પછી. . . પોતાની સોનલ સુવર્ણથી અંજાઇ ગઇ હતી ,ને પોતાને આ વિશાળ દુનિયામાં એકલો-અટુલો મુકી ક્યાક જતી રહી હતી. જેની પોતાને ખબર જ ન હતી. . . . અત્યારે તો એ અહીં ક્યાથી હોય. ? હોય તો ફક્ત તેની યાદ જ.

અરે ? પારુલ તુ. . ? (લાંબા સમયે સ્વપ્ન દુનિયામાંથી બહાર અવી જાગતો હોય તેમ )

હા. આ બાજુ સબંધીને ઘેર આવેલ ત્યાં તને જોયો એટલે. . . .

તો પછી ઘરે ન અવાય. . ?

આવિશ ફરી કોઇકવાર આજે તો ઘણું મોડુ થઈ ગયુ છે સાંજ પણ પડી ગઇ છે. . . . . આવજે. . . જરૂર. . . ચોક્કસ.

અને એ જતી રહી.

બરાબર સ્વપ્ન સ્રુષ્ટિમા ખોવાય જઇ સોનલ સાથે જે સંવાદ થયો હતો એજ સંવાદ ફરી અનાયસ પારુલ સાથે વાસત્વમા થયો. માત્ર અંતમા જ થોડો ફેર પડયો શા માટે ? બન્ને સ્ત્રી જ હતી છતાં ? પણ. . હા, તફાવત એટલોજ હતો કે એક ને હું ચાહતો હતો જ્યારે બીજી મને ચાહતી હતી. આમ સમયની વિચારમાળા ચાલુ જ રહી. પારુલ ગઇ પછી તે એના વિચાર મા ખોવાય ગયો.

કદાચ આણે પણ (પારુલે) સોનલની જેમ આખરી નિશાની રુપે કઇ માંગ્યુ હોત તો. ? જો કે એણે નહોતુ માંગ્યુ. એને તો એની જરૂર જ નહતી. કારણ એને તો મારી યાદ સદા દિલમા જ છે. પછીયાદ આવે તેવી ચીજ - નિશાની ની જરૂર જ શું ? પણ કદાચ તેણે માંગ્યુ હોત તો ?. . . તો હુ 'એ' તુટેલુ દિલવાળુ કીચેઇન પારુલને જરૂર આપી દેત અને કહેત. . . . . . . . ( શું કહેત. ?). . . . કહેત કે મારું દિલ પણ આ કીચેઇનની માફક તુટી ગયેલુ છે. એ પણ પહેલાંથી જ કોઈ નુ બની ગયુ છે. અને કોઇકના હાથે જ તુટી ગયેલ છે અને તારે. . . . ? તારે એ દિલને તુટેલા કીચેઇન ને સાચવવાનુ છે. તુટેલા દિલ ને સંભાળવાનુ છે. કારણ. . ? કારણ તુ જ એ તુટેલા દિલ સાથે તારું દિલ લગાડી બેઠી છો. . . આ તુટેલા દિલને તુ જ સંભાળી શકીસ. તેવી મને શ્રધ્ધા છે. તેથી જ તને આપુ છુ. કારણ તુટેલા દિલની પ્રત્યે તને એક ને જ પ્યાર છે. મહોબ્બત છે. બાકી જગતમાં કોઈને નહિ. એ દિલના તોડનારને પણ નથી. એ દિલના માલિકને પણ નહિ. . . . એ દિલરુપી કીચેઇન કે કીચેઇનરુપિ દિલ તને સોપુ છુ.

પણ રે. . . . ! દિલ તો કોઇ દેવાની કે લેવાની ચીજ ઓછી છે. ? એ તો આપ મેળે જ જતુ રહે છે. ચોરાય જાય છે. જેમ સોનલે મારુ દિલ ચોર્યૂ હતુ. આજના જગતમાં લોકોની ખામી કે ખુબી જ એ છે. ને કે વારંવાર દિલ દે છે અને લઇ પણ લે છે. જાણે દિલ પણ પ્લાસ્ટિકના કીચેઇન ની જેમ લઇ-દઇ ના સકાતુ હોય. જો કે આજના ધનવાન લોકો ગરીબોના દિલને ( લાગણીને) પ્લાસ્ટિકના રમકડા જેવાં જ ગણે છે ને ? એનાથી વિશેષ શું. ? મન થાય ત્યારે ખરીદી લે છે ને મનમા આવે ત્યાં સુધી રમીને ઇચ્છા થાય ત્યારે તોડી ને ફેકી દે છે. જેવી આજે મારા દિલ ની દશા છે.

આમ વિચારો માને વિચારોમા જ ગમ ના દરિયામા ડુબતો ડુબતો સમય સોનલની યાદમા આગળ ને આગળ વધતો જાય છે. પોતાનું સમગ્ર અસ્તિત્વ ભુલી જઇ બસ સોનલ. . . સોનલ. . . સોનલ. . . કરતાં ચાલતો જાય છે. સ્થળ અને સમયનુ ભાન બુલી જઇ એ એક રેલ્વે ક્રોસીંગ પાસ કરિ રહ્યો છે અને ત્યાં જ દૂર સામેથી આવતી ટ્રેનનિ વ્હિસલો જોર જોરથી વાગે છે. પરંતુ સોનલની યાદમા ખોવાય ગયેલ સમયના કાને એ કેમ કરિને પણ પહોચી સકતી નથી, અને એક ભયંકર અકસ્માત સર્જાય જાય છે. સમય ટ્રેઇન નીચે કચડાય જાય છે. તેના મ્હોમાથી સોનલ. . . . . નામની આછી મરણચીસ નિકળી જાય છે. પુરી ટ્રેઇન તેના પરથી પસાર થઈ જાય છે. અને તે સોનલ. . સોનલ બબડતો બબડતો ત્યાં જ તરફડીને શાંત થઈ જાય છે.

અને બિજે દિવસે ન્યઝપેપરમા સમાચાર - `જાણીતી કંપનીના સેલ્સમેન સમયનુ ટ્રેઇન અકસ્માત મા મ્રુત્યુ`` વાંચી ને સોનલની આંખના ખુણે બે છુપા અશ્રુ બિંદુ આવિને અટકી જાય છે.

જ્યારે પારુલ. . ? એ તો સમાચાર સાંભળીને જ સમય વિના પોતાની જિંદગી ની કલ્પના જ ન કરી સકતા દરિયામાં પોતાના દેહને સમાવી લે છે.

એનુ નામ જ પ્રેમ ને. . ?

MADE FOR ANOTHER વાર્તા પ્રસ્ંગ વાંચવા બદલ આભાર. . . કેવિ લાગી તે બાબત આપના કિમતી અભિપ્રાય અવશ્ય જણાવશો.

-આકાશ(યશવ્ંત શાહ )