કૃષ્ણ! પૂર્ણ ? કે અડધો?
કૃષ્ણ એટલે પૂરો ભગવાન નહિ . કૃષ્ણ એટલે પૂરો માનવી પણ નહિ .
કૃષ્ણ એટલે ભગવાન અને એક લાગણીશીલ માનવી નું સંયોજન .
કૃષ્ણ એટલે પુરુષો માં ઉત્તમ પુરુષ તો ખરો .પણ પૂર્ણ નહિ .
કૃષ્ણ એટલે મહાભારત નું યુદ્ધ રચનાર તો ખરો , પણ લડનાર નહિ .
કૃષ્ણ ને આપણે જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ . તેના બાળપણ માં તેને નટખટ કાનુડો , માખણ ચોર કે ગોપીઓં ના વસ્ત્ર ચોરનારો કહીને સંબોધીએ ખરા , પણ મને લાગે છે હજી એક એવો રંગ છે જે આપણે તેના માં શોધી નથી શક્યા . બીજા બધા રંગ તો તેની લીલા સ્વરૂપે જગ સમક્ષ છે . પણ તેની એકલતા નો રંગ તો આપડે તેની અંદર ઉતરી ને જ જોવો પડે . આપણે કૃષ્ણ ને પૂર્ણપુરષોતમ કહીને સંબોધીએ છીએ.
અને સંબોધી પણ શકાઈ કારણ કે આપડી પાસે ફક્ત એક જ કૃષ્ણ એવો ભગવાન છે , કે જેના નામે ચીર હરવાની અને ચીર પૂરવાની ઘટના નોંધાયી હોઈ.તે ગોપી ના વસ્ત્ર પણ ચોરતો અને દ્રૌપદી ના ચીર પણ પુરતો. પણ મને તેને પૂર્ણપુરષોતમ કેહવા કરતા “અડધો કૃષ્ણ” કહેવું વધુ યોગ્ય લાગે છે.
તો ચાલો ”અડધા કૃષ્ણ” ની મનોવ્યથા ની સફર માં આગળ વધીએ.
કૃષ્ણ ભગવાન તો ખરા જ , પણ લાગણી થી તરબતર થયેલો માનવી પણ ખરો . હું તેને ભગવાન કરતા એક લાગણીશીલ માનવી ની દ્રષ્ટિ એ વધુ જોવું છું. ત્યારે સમજાઈ છે કે આ માણસ હમેશા એકલો જ રહ્યો છે . ૧૧ વર્ષ ની વયે જ્યારે તે પોતાની માતા અને પિતા ને છોડી ને મથુરા જતો હશે , ત્યારે તેના મન ની સ્થિતિ શું હશે? એક ઈશ્વર હોવાના ધોરણે તે જાણતા તો હતા જ કે હવે આ બધા સાથે મુલાકાત તો સ્વર્ગલોક માં જ થશે . પણ તેમાં રહેલ એક માનવી એ શું તેને રોક્યો નહિ હોઈ ? એક ૧૧ વર્ષ નું બાળક કે જેની ઉમર હજી માતા પિતા સાથે રહી જીવન ની હરિયાળી માણવાની હોઈ . મોટાભાઈ સાથે રહીને રમવાનું હોઈ . મિત્રો સાથે ફરવાનું હોઈ .તે આયુ એ તેના માથે મામા નો વધ કરવાની આવડી મોટી જવાબદારી લેતા શું તે ઘબરાયો નહિ હોઈ? આજે બાળક શાળા માં નવું નવું પ્રવેશ કરે તો મહિનો થોડું અકળાઈ કે કેવા મિત્રો હશે ? શાળા કેવી હશે? અને અહીતો સીધો કોઈક નો વધ કરવા બીજા દેશ જ જવાનું .તેની અંદર રહેલા માખણચોર એ તો બહુ રોક્યો હશે . પણ આ ધરતી નો ભાર પણ હલકો કરવાનો હતો ,અને તે તેના સિવાઈ કોઈ કરી સકે તેમ નોહ્તું . અને ગોકુળ છોડવાની સઘળી અસર પણ તેના માનવી સ્વરૂપ પર પડી પણ ખરી, કે કાનુડા એ માખણ ખાવાનું છોડી દીધું .
એક વાર દ્રૌપદી એ કૃષ્ણ ને સાંજના ભોજન માટે બોલાવ્યા .પાંડવો અને કૃષ્ણ બધા બેઠા હતા , દ્રૌપદી એ સૌથી પેલા કૃષ્ણ ને જમવાનું પીરસ્યું , અને ઉપર આપ્યું માખણ, માખણ જોતા જ કૃષ્ણ ની આંખો સામેથી તેના બાળપણના સ્મરણો એક પળ માં નીકળી ગયા. અને આંશુ બનીને બહાર આવી ગયા , અને કૃષ્ણ ઉભા થઇ ને કક્ષ ની બહાર નીકળી ગયા ,કૃષ્ણ ની પાછળ પાછળ દ્રૌપદી પણ બહાર ગઈ .
“શું થયું સખા? કેમ આમ ઉભો થઇ ગયો ? અન્ન નું આરીતે અપમાન અને તે પણ તારાથી? દ્રૌપદીએ કહ્યું. હમેંશા શાંત અને સરળ કૃષ્ણ ને શું ખબર શું થયું ? “આજ પછી મારી સાથે આવી મજાક ના કરતી.”
કૃષ્ણ એ ગુસ્સા માં દ્રૌપદી ને કહ્યું. “ સખા! જાણતા અજાણતા મારાથી કોઈ ભૂલ થઇ હોઈ તો ક્ષમા કરજો, કોઈ ની યાદ આવી ગઈ કે શું?” દ્રૌપદી એ કહ્યું. ”હું જ્યારે જ્યારે માખણ જોવું છું ત્યારે ત્યારે મને મારી માં જસોદા ની યાદ આવે છે , તે ગોપી ઓ ની માટલી યાદ આવે છે જેની હું માટલી ફોડતો .અને મને માખણ ફક્ત મારી માં જસોદા ના હાથ નું જ ભાવે છે ,અને એક ગોપી ઓ ની માટલી માંથી ચોરેલું “ કૃષ્ણ એ કહ્યું .
દ્રૌપદી સમજતી હતી કૃષ્ણ માં મન ની સ્થિતિ જેને માખણ જોઇને તેની માતા અને ગોપી યાદ આવી તે કૃષ્ણ ભગવાન કૃષ્ણ નહિ પણ એક લાગણીશીલ માનવી હતો .જેને ફક્ત માખણ જોઇને તેની માતા યાદ આવે તે ભગવાન ના હોઈ શકે .મારી માટે તે લાગણીશીલ માનવી જ હોઈ જેને છેલ્લે ૧૧ વર્ષ ની વયે તેની માતા ને જોયી હતી .અને એટલે જ કૃષ્ણ ના ગોકુલ છોડ્યા પછી કોઈ પણ જગ્યા એ માખણ ની વાત નથી ત્યારે થઇ કે આ પૂર્ણ કઈ રીતે હોઈ શકે ? ફક્ત માખણ નો ટુકડો તેને અંદર વલોવી જતો હોઈ તે કૃષ્ણ અડધો જ હોઈ અડધો જ હોઈ ....
આપણે કૃષ્ણ ની લીલા ઓં સાંભળી છે . તેની ચતુર બુદ્ધિ અને યુદ્ધ કૌશલ વિશે પણ બહુ સાંભળ્યું છે .પણ કદાચ જે તેને હંમેશા છુપાવ્યું તેવી તેની એકલતા વિશે આપણે ના સમજી શક્યા .આપણે આપણા ઈશ્વર ની મનોવ્યથા સમજવામાં કદાચ નાકામ રહ્યા.કૃષ્ણ એ કદાચ જીદ પકડી હશે એકલું રેહવાની બધા સાથે રહીને પણ બધા થી અળગું રેહવાની .
કૃષ્ણ સાથે વાર્તા લાપ
મેં એક દિવસ મારા ઘરની નજીક માં મંદિર માં જઈને કૃષ્ણ ને પૂછ્યું હતું .” હે કાના ! મને તો કે શું ચાલે છે તારા મનમાં ? હમેશા બધા સામે આ સ્મિત ભર્યા ચેહરા ની પાછળ ના રુદન નું કારણ તો કે ! ચલ , કારણ નહિ તો તારું હૈયું ઠાલવી નાખ મારી સામે તને સારું લાગશે “
ત્યારે તેને ખાલી મને એટલું કહ્યું કે .
”એકલો એકલો જ રહીશ
અળગો અળગો જ રહીશ
એકલતા મારી સાંભળીશ
તોતું વેહલો મરી જઈશ”
કદાચ આપડી પાસે તેવા હૃદય નથી જે કૃષ્ણ ની એકલતા સાંભળી શકે .કદાચ એટલે જ તેને બધી વાતો પોતાના હૃદય માં જ દબાવી રાખી હશે .
“સારું ચલ કાઈ ના કેહવું હોઈ તો તારી મરજી , પણ આમ ચુપચાપ કેમ બેઠો છે? કૈક બોલ તો ખરી, કૈક વાત તો કર મારી સાથે “ મેં કહ્યું
તો મને તે કહે છે
“શાંત દરિયો જ ઘૂંઘવા મારે,જાત પડેલ જ તરફડયા મારે,મૌન જ મૂકે છે પોંખ મારે,શબ્દો તો બધા ધોધ મારે,ગમે તેમ કરી તું ભીંજવે મને,હું તો કોરોકટ્ટ જ રઈશ,”
કૃષ્ણ નું મૌન મને મારી રહ્યું હતું .ને મેં તેને બોલવાની વિનંતી કરી કે કદાચ તે બોલે તે પછી તેના મન નું દર્દ તેની જીભ પર આવી જાય . બધા ને પોતાની શબ્દો થી મોહી લેનાર ને હું મોહવા નીકળ્યો હતો .તે સમજી ગયો અને મને કહ્યું કે “ તું મને ગમે તેમ કરી ને ભીંજવ વાની કોશિશ કર , હું કોરો જ રહીશ .મારું મૌન તો મારી એકલતા ની નિશાની છે. અને જગ ભરમાં ખબર છે કે મારા શબ્દો તો ધોધ છે. અને આ મારા ભાગ ની એકલતા જે મારે જ ભોગવવાની છે. તું જા મારી ચિંતા ના કર “
અને હું તેની સામે થી નિરાશા લઈને પાછો વળ્યો .ને મારી ઊંઘ ઉડતા જ મમ્મી એ કહ્યું “ જય શ્રી કૃષ્ણ” અને હું નિરાશ થઇ ગયો.
કૃષ્ણ ની એકલતા ની વાતો વધુ આવતા અંક માં ......