girlfriend boyfriend (part-8) in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-8)

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-8)

Girl Friend & Boy Friend.....ક્રમશ:(ભાગ-૮)

મેં મારા ઘર તરફ જવાનો રસ્તો પસંદ કર્યો. ત્યા જ મોહિતે મને રોકી, તું મારા ઘરે કાલે આવી શકે ?.મોહિતનાં ઘરે હું એકવાર ગઈ હતી પછી મને કયારેય મોહિતે આમંત્રણ આપ્યું નહોતું.'મેં ખુશીથી તેને 'હા' પાડી.મોહિત અવનીને પ્રેમ કરતો હતો અને અવની મોહિતને બોયફ્રેન્ડ જ માનતી હતી.રાત્રીનાં ૧૦.૦૦. વાગી ગયા હતા તો પણ મોહિત હજી પથારીમાં પગ ઘસી રહ્યો હતોશું વાત છે મોહિત તું અહીયાં?. અવનીએ મોહિતને કહ્યું.બસ હું આ મોલમાં આજ શોપીંગ કરવા માટે આવ્યો હતો. અવનીની કોલેજની ફ્રેન્ડ એની સાથે હતી.હેતલ મને જોયને બોલી,'ઓહ'. હવે તો અમે તમને 'ડિસ્ર્ર્ટબ કરીશુંને?'ના' ' એવું નથી તમે પણ ચાલો અમારી સાથે''.'ના' તમે અને અવની થોડી શોપીંગ કરો અમે આઈંસ્િક્રમ ખાવા જઈએ છીએ.અવનીએ હેતલને 'ઓકે' કહ્યું,' કેમકે, અવનીને એમ પણ આઈસ્િક્રમ પસંદ ન હતો. તેને તો સમોસા અને પાનીપુરી પસંદ હતી.હું અને મોહિત એક સારી જગ્યા પર બેઠા. મોહિત મારી સામે જોય રહ્યો હતો. તેને કઈં મને કહેવાની ઈચ્છા થઈ રહી હતી.શું તાકી રહ્યો છો, 'મને કઈં વાત તો કર'.અવની હું તને એક વાત કહેવા માંગુ છું, હું ઘણા સમયથી તને કહેવા માંગતો હતો પણ , તને કહી શકતો ન હતો.અવની "I love you”અવની તેની સામું થોડીવાર જોઈ રહી.'' જો મોહિત તું મારો એક બોયફ્રન્ડ છે પણ હું તને પ્રેમ નથી કરતી.તું એવું નહી માનતો કે મેં તને 'ના' પાડી. પણ, ''મને હજી વિચારવાની તક આપ''.''સોરી'' મોહિત.'ના' અવની મને આવું નો કહી શકે? 'નહી', 'નહી'.........ત્યાં જ કોઈએ દરવાજો ખટખટાવ્યો, દરવાજા પર મારી મમ્મી હતી. ''હું ઝબકી ગયો'', મારી નિંદર ઉડી ગઈ. ઊભો થઈને મેં દરવાજો ખોલ્યો.સામે મારી મમ્મી ભગવાનની આરતી લઈનેં ઊભી હતી. દરરોજની જેમ મેં આજ પણ, નાહયા વગર જ ભગવાની આરતી લીધી.

આજ મોહિતનો દિવસ ખુબ સારો હતો. મોહિતે તેના મમ્મીને પણ કહીં દીધુ હતું કે અવની આજ ફરીવાર આપણા ઘરે આવવાની છે.મોહિતની મમ્મી પણ અવનીનો ઈન્તજાર કરી રહી હતી. અવની તો હજી ઘરે તૈયાર જ થતી હતી. આજ મોહિતને ઘરે જવાનું હતું. તેને થયું આજ 'જીન્સ અને ટી-શર્ટ' કરતા ડ્ેસ વધુ અનુકુળ રહેશે.''અવનીએ સફેદ કલરનો ડે્સ પસંદ કર્યોથોડી જ વારમાં અવની તૈયાર થઈને મોહિતનાં ઘરે પહોચી ગઈ. મોહિત તેનેા ઈન્તજાર કરી રહ્યો હતો. પ્રેમીકાને મળવાની ખુશી પણ કઈંક અલગ જ હોય છે, તેમ મોહિત પણ તેની પ્રેમીકાનો ઈન્તજાર કરી રહ્યો હતો.'' ત્યા જ ડોરબેલ વાગ્યો''.મોહિતનાં મમ્મએ દરવાજો ખોલ્યો. ''સામે અવની હતી''.આવ બેટા કેમ મોડું થયું?.બસ, મમ્મીને કામમાં મદદ કરવામાં મોડું થઈ ગયું.'ઓકે' તું અહીયા બેસ હું તારા માટે પાણી લઈ આવું .'ના' હું ઘરેથી જ આવું છું.'હા' પણ અમારા ઘરનું તો પીવું જોયને.મોહિતના મમ્મી પાણી લેવા ગયા માટે અંદર ગયા.

હું બેઠી-બેઠી મોહિતનાં મમ્મી-પપ્પાની તસવીરો દીવાલ પર જોય રહી હતી. મારી બાજુમાં એક ટીવી હતું તે જુનવાણી હોય તેવું લાગતું હતું.'લે બેટા' પાણી. ''મોહિતનાં મમ્મીએ મારી સામે ગ્લાસ આપીને કહ્યુ''.મને તરસ નહોતી તો પણ હું તેને 'ના' નો કહી શકી.બેટા મોહિત તારી ફ્ેન્ડ આવી છે, 'અવની'.અવનીનું નાંમ સાંભળતા જ મોહિત તેની રૂમમાંથી બહાર આવ્યો.'હાય' અવની કયારે આવી?બસ, અત્યારે જ.મોહિતની મમ્મી તેની સામે જ હતી તેથી મોહિતે અવનીની બાજુંમાં બેસવાનું પસંદ ન કર્યું .તમે બન્ને કોલેજમાં એક જ કલાસમાં છો?'હા' અવનીએ કહ્યું,.મને મોહિત મજાક-મજાકમાં ઘણીવાર તારી વાતો કરતો હોય છે.બેટા તારા મમ્મી-પપ્પા શું કરે છે?બસ' બધા જ મજામાં છે.મોહિતતું અવનીને તારા કમરામાં લઈ જા. હું નાસ્તો લઈને આવું છું.હું અને મોહિત ઘરનાં કમરામાં પ્રવેશ કયર્ો. એક બાજુ પલંગ અને એક બાજુ ટેબલ અને તે ટેબલ પર એક નાનકડો એવો મોહિતનો ફોટો હતો. જમણી બાજુ તેની બુક પડી હતી અને સામેની દીવાલ પર કૃષ્ણ અને રાધાની મોટી છબી હતી.'હા' તો તમે શું લેશો? ચા, કોફી કે શરબત?અવની થોડીવાર અડકીને બોલી, શા માટે તકલીફ લ્યો છો, પાણી આવી ગયું એટલે બસ.ના' ઘરમાં આવેલા મહેમાનને ચા-નાસ્તા વગર થોડા જવા દેવાય.સારૂ તો મારે પણ મોહિત સાથે કોફી ચાલશે.આજ અવનીને ચા પીવાની ઈચ્છા થઈ હતી, પણ, મોહિતને કોફી પસંદ હતી એટલે અવનીએ કોફી જ મંગાવી.કહેવાય છેને કે સ્ત્રી બે વાર જન્મ લે છે,'' એકવાર તેના મા-બાપને ત્યા અને જયારે તે પરણીને સાસરે જાય ત્યારે બીજો જન્મ લ્યે છે''.અને જે પતિની પસંદ વસ્તુ ન કરે તો લગભગ કયારેક ત્રીજો જન્મ લેવાનો પણ વારો આવે.પણ, અવનીએ કોફી જ મંગાવી.હું મોહિતની રૂમમાં એક એક વસ્તુંનું નિરીક્ષાણ કરી કરી હતી. ત્યા જ કંચનબેન 'ચા' અને 'નાસ્તો' લઈને આવ્યા.''સારૂ તમે 'ચા-નાસ્તો' કરો હું આવું છુ''.'હા' આન્ટી અવની બોલી.''ચાલ નાસ્તો કરવા '', મોહિત અવનીથી થોડો દુર હતો.મોહિત ઊભો થઈને શરૂવાત તો કર, પછી બંદા હાજર.''નહી પહેલા તારે શરૂઆત કરવાની પછી હું''.સારૂ તારી ઈચ્છા ,એમ કહીને મોહિત એક કોફીનો ઘુંટ ભરે છે, હવે તો તારે કોઈની વાટ નથીને?બસ, હવે કોઈની નહી. અવની એમ કહીને એક કોફીનો ઘુંટ પીવેં છે.બન્નેએ વાતો કરીને ધરાયને નાસ્તો કર્યો . અવની ે' કોફી' નો કપ લેવા નીચે નમે છે.અવની પર મોહિતની નજર જાય છે.'લુચ્ચ્ા' કહીને અવની ચુંદડી ઓઢી લે છે.અવની ઘડીભર મોહિત સામું જોય જ રહી.મોહિત પણ ઘડીભર અવની સામે જોય રહ્યો.બન્ને આંખોનંા ઈશારા કરી રહ્યા હતા. શું અવની તું મને પ્રેમ કરે છો?શું મોહિત તું મને પ્રેમ કરે છો?એક બીજાની આંખો કરી રહી હતી ત્યા જ કંચનબેન આવ્યા, ત્યા અવની અને મોહિતની આંખો ઉડતા પંખીની જેમ ફટફટ થવા લાગી.''નાસ્તો કરી લીધો તમે''?'હા' આન્ટી કોફીનો કપ અવનીનાં હાથમાં જ હતો હજી.લાવ, બેટા 'કપ' આન્ટીએ કહ્યું', અવનીને.કંચનબેન બહાર ગયા તે સાથે જ મોહિતે અવનીનો હાથ પકડયો.શું કરે છે?તારા મમ્મી આવી જશે.અવનીની વાત સાચી હતી અત્યારે અવનીનો હાથ છોડવામાં જ ખુશી હતી.મેં અવનીનો હાથ છોડયો.મેં મોહિતને કહ્યું,' હું ત્રણ દિવસ પછી સુરત જઈ રહી છું.'ઓહ' શું વાત છે.મારા મમ્મી પણ મને કહે છે તું તારા મામાનાં ઘરે સુરત કયારેક જા.મારો પણ વિચાર છે , કે હું સુરત આવું.તું એક કામ કરી શકે?.તારા પપ્પાએ કઈ બસમાં ટિકિટ લીધી છે તે મને કહેજે?હું પણ એ જ બસમાં આવવા માંગુ છુંઅવનીએ ખુશીથી 'હા' પાડી.આમ પણ હું એકલી જવાની હતી ભાવનગરથી સુરતની મુસાફરી પણ લાંબી છે.મોહિત સાથે વાત કરતા-કરતા સમય પસાર થઈ જશે.મોહિત કઈ વિચારી રહ્યો હતો?.શું વિચાર કરી રહ્યો છે મોહિત?બસ, એમ જ અવની.મોહિત તારા ઘરે આવીને મને આનંદ ઘણો થયો.મોહિત પણ અત્યારે હવે મારે તારી પાસેથી રજા લેવી પડશે.'હા' પણ તું મને ટિકિટનું કહેજે.અવની મોહિતની રૂમમાંથી બહાર નીકળી સામે જ મોહિતનાં મમ્મી બેઠા હતા.આન્ટી, આવજો!!કેમ બેટા, હજી તો તું આવી હતી.મારા પપ્પા અને મમ્મી બહારગામ જવાના છે, ઘર પર કોઈ નથી. માટે જવું પડે તેમ છે.'ઓકે' એમ વાત છે. 'હા' પણ ફરી કયારેક આવજે.ચોક્કસ 'આન્ટી'.અને તારા મમ્મી અને પપ્પાને પણ''જય શ્રી કૃષ્ણ '' કેહજે.અવની દરવાજાની બહાર પગ મુકતા 'હા' આન્ટી નહી ભુલુ. તેમ કહીને મોહીતનાં ઘરેથી અવનીએ રજા લીધી.અવનીનાં પપ્પા ખુબજ સારા હતા. આમ પણ, ''પપ્પાને દીકરીવાલી જ હોય, માં ને જેમ દીકરો વાલો હોય''.સંસારમાં જયારે કોઈ બાપ દીકરીને વિદાય આપે છે ત્યારે દીકરીનાં બાપા બોલે છે,' અમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો માફ કરજો પણ, અમારી દીકરીને તમે દુ:ખ ન પહોચાડતા, અમે તેને લાડ લડાવ્યા છે''.''થોડા લાડ કરશે તમારા ઘરે પણ, તમે ચલાવી લે જો'', ''થોડા દિવસમાં એ પણ તમારા પરિવારમાં ભળી જશે''.અવનીના પપ્પા પણ તેને એટલો જ પ્રેમ કરતા હતા. આજ સવાર પડતા જ અવની એ કહ્યું,' પપ્પા મારી સુરતની ટિકિટ લીધી તમે? ''હા'' બેટી., લે ટિકિટ તારી, કાલે સાંજની ટિકિટ છે. સારૂ તે યાદ કરાવ્યું, મને યાદ પણ ન હોતું, નહી તો ખીંચામાં જ રહી જાત ટિકિટ અને તું ભાવનગરમાં જ .........પપ્પા તમે પણ, અવનીએ કહ્યું.અવનીએ ટિકિટ ખોલીને ''બસ'' નું નાંમ જોયું. 'બસનું નાંમ ''ખોડીયાર'' હતું અને બસ નંબર ૩પ૪૦ હતો.તરત જ અવનીએ મોહિતને મેસેજ કર્યો.મોહિતને મેસેજ મળતાજ ખુશી થઈ.હું તરત જ બહાર જઈને ટિકિટ લઈ આવ્યો.મમ્મી હું કાલે સુરત જાવ છું, મામાનાં ઘરે.કેમ બેટા અચાનક તું તો ના પાડી રહ્યો હતો ને, પણ કાલે મને જવાની ઈચ્છા થઈ. મને થયું ઘણા સમયથી ગયો નથી, આમ પણ વેકેશન છે તો જતો આવું.'હા' પણ ટિકિટ લઈ આવ્યો?'હા' મોમ હું અત્યારે જ લઈ આવ્યો.'હા' મામા પણ ખુશ થશે, ઘણા દિવસ પછી તને જોયને.'હા' કેમ નહી મોમ.અને થોડા દિવસ રહેજે મામાની ઘરે , બે જ દિવસમાં પાછું આવવાનું વિચારતો નહીં.'હા' મોમ.મોહિતને તો અવની આવવાની છે સાથે તેનીે ખુશી હતી. મામાને મળવાં જવાની નહી.અવનીને પણ ખુશી હતી મોહિત સાથે જવાની, અવનીને મોહિત સાથેે સમય પસાર કરવાની ખુબ જ મજા આવતી હતી.હવે તે ઘરે પણ મોહિત...મોહિત..જ કરતી હતી.જીદંગીમાં ઘણા લોકો એવાં હોય છે જે લોકો તમને ખુશ રાખે છે.અવની પણ મોહિતને મળ્યા વગર રહીં શકતી નહોતી. ચહેરા પર આજ ખુશી હતી. એ આજ નહી પણ કાલની હતી , મોહિત સાથે બસમાં જવની ખુશી હતી.આજ મંગળવાર હતો, મોહિત અને હું આજે સુરત જઈ રહ્યા હતા.સાંજનાં ૬.૦૦. વાગી ગયા હતા. ૬.૩૦ ની બસ હતી. હું અને મોહિત બસનાં સ્ટેશન પર આવી ગયા હતા.મારી મમ્મીએ મને કહ્યું હતું .ધ્યાન રાખજે તારું.મેં 'હા' કહીને ઘરેથી વિદાય લીધી, હું સ્મરણ કરી રહી હતી.મારે મારા કાકાનાં ઘરે જવાનું હતું, તે પણ મગજનાં શાંત હતા. મને તેના સ્વભાવ પર કયારેક ઈષાઁ થતી.થોડી જ વારમાં બસ ઉપડી હું અને મોહિત ૩પ૪૦ નંબરની બસમાં બેઠા હતા. મોહિતની '' નંબરની સીટ હતી અને મારી '' નબંરની સીટ હતી.મેં ૪ નબંરની સીટ છોડીને પાછળની ૬ નબંરની સીટ પર મોહિત પાસે જવાનું વિચાર્યું .સીટમાં જગ્યા એક જ હતી પણ અમે બે બેઠા હતા એક જ સીટમાં .કેમ અવની અહીયાં આવવાનું પસંદ કર્યુ કેમ તને નો ગમ્યું હું અહી આવી તો.'ના' એવું નથી હું જસ્ટ પુછી રહ્યો છું તને.બસમાં થોડીજ વારમાં બધી લાઈટો બંધ થઇ ગય, મોહિતે પણ અમારી સીટનો ડોર બંધ કર્યો.હું અને મોહિત ૬ નબંરની સીટમાં બંધ હતા, બારનાં વૃક્ષો અમને જોય રહ્યા હતા અને હું અને મોહિત એ કુદરતી વાતાવરણને નિહાળી રહ્યા હતા.રાત્રીનાં ૧૧.૦૦ વાગી ગયા હતા. મોહિતનાં પગ મારા પગ પર હતા. સીટમાં એટલી જગ્યા નહોતી કે અમે બન્ને નિદંર કરી શકીએ.અવની તારો હાથ આપ, મારે જોવું છે તારા ભાગ્યમાં કોણ છે?.'ના' પણ હું તો જોય શકું.'હા' તો કે મને, મેં હાથ લાંબો કરીને તેની બાજુ કર્યો. મોહિતે હાથ મારો જોવાની બદલે તેની તરફ મને ખેંચી.હું મોહિતની ઉપર થોડી સરકી, મેં થોડી હળવેથી ચીસ નાખી 'ઓય'. મોહિતે મને ચુપ રહેવાનું કહ્યું.હજી હું મોહિતની ઉપર જ હતી, મને પણ નીચે જવાનું મન થતું ન હતું.તે મારા વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. મને તેનાં હાથનાં સ્પર્શ ગમી રહ્યા હતા. મેં મોહિતનાં મોં તરફ માંથું ઊંચુ કયુ, તેણે પણ મારી બાજુ સહેજ માથું ઝુકાવ્યું.મને મોહિતનાં ગુલાબી હોઠ પર ચુંબન કરવાનું મન થયું પણ, તેણે હોઠ મારા હોઠથી થોડા દુર રાખ્યા.પણ, હું તેની ગર્લફ્રેન્ડ હતી મોહિત મને ઈનકાર ન કરી શકે. મારો અધિકાર છે હું મારા બોયફ્રેન્ડને કિસ કરુ.મેં ફરીવાર મોહિત તરફ જવાનો પ્રયત્ન કર્યોકોઈ પ્રેમી ઘણા સમયથી મળ્યા ન હોય, મળ્યાનો આનંદ હોય, તેમ મોહિત અને અવની એ પણ તેવો જ આનંદ લીધો.રાત્રીનાં ૩ વાગી ગયા હતા , મને મોહિત ૬૦ થી ૭૦ ચુબંન કરી ચુકયો હતો.મને એવું લાગતું હતું કે સદી પુરી કરશે કેમકે, હજી મારે મોહિત સાથે ૩ કલાકનો સમય કાઢવાનો હતો.અને મારી સીટ પર કોઈ આવી ગયુ હતું, એટલે ત્યા જવાનો સવાલ જ નહોતો.રાત્રીનાં ૩ વાગ્યા છતા અમે બન્ને એકબીજાને સામે તાકીને જોય રહ્યા હતા.....ક્રમશ