Tamara vina - 29 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 29

Featured Books
Categories
Share

તમારા વિના - 29

૨૯

કાન્તાબેનને સમજાઈ ગયું કે તેમની ગેરહાજરીમાં તેમના જ ઘરમાં ઘણું બધું રંધાઈ ગયું હતું. નિધિએ અજાણતાં અને નિર્દોષતાથી હકીકતનું બયાન કરી દીધું હતું. કાન્તાબેનને શ્વેતા અને નીતિનકુમારના વર્તનમાં ફેરફાર લાગ્યો હતો, પણ તેમણે આવો કારસો રચ્યો હશે એની સહેજ પણ ગંધ નહોતી આવી. આવા અણધાર્યા સંજાગો માટે કાન્તાબેન તૈયાર નહોતાં.

નિધિએ આવી રીતે પેપર ફોડી નાખ્યું એટલે નીતિનકુમાર અને ખાસ તો શ્વેતા સહેજ ક્ષોભ પામી હતી. નિધિની વાતના જવાબમાં કાન્તાબેન કશું બોલ્યાં નહીં, પણ તેમણે ધારદાર અને સૂચક નજરે પહેલાં નીતિનકુમાર અને પછી શ્વેતા સામે જાયું.

તેમની વેધક નજરથી શ્વેતા અસ્વસ્થ થઈ ગઈ.

‘ચાલો, જમવા બેસવું છેને? હું થાળી પીરસું છું...’ સલવાર-કમીઝ પરની ઓઢણી સરખી કરતાં-કરતાં શ્વેતા રસોડા તરફ જવા માંડી, પણ કાન્તાબેનના સત્તાવાહી અવાજે તેને અટકાવી દીધી.

‘શ્વેતા, ઊભી રહે. આ બધું શું છે?’

શ્વેતાએ કાન્તાબેન સામે નજર માંડવાની હિંમત ન કરી. તેણે આખો મામલો પતિને સોંપવા માગતી હોય તેમ નીતિન તરફ જાયું, પણ નીતિનકુમાર તો જાણે કશું બન્યું જ ન હોય એેમ પગ પહોળા કરીને સોફા પર ગોઠવાઈ ગયા હતા અને ટેલિવિઝનના રિમોટને હાથમાં રમાડતા હતા.

‘બા, એમાં એવું છેને કે તું અહીં એકલી રહેતી હોય તો અમને ચિંતા થાય એટલે...’ શ્વેતા પાસે કાન્તાબેનના સવાલનો જવાબ આપ્યા વિના છૂટકો નહોતો.

કાન્તાબેન તેની સામે જાઈ રહ્યા એટલે શ્વેતા વધુ અસ્વસ્થ થઈ.

‘એમાં ભઈનું આવું થયું એટલે અમને એમ કે અમે થોડો વખત તારી સાથે રહીએ.’

‘તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મારું ધ્યાન રાખી શકું એમ છું.’ કાન્તાબેને સાફ શબ્દોમાં કહી દીધું.

‘બસ, તારી આ જીદે જ બધાનું સત્યાનાશ કર્યું છે. તારી જીદને લીધે જ પોલીસવાળા અહીં આંટા મારે છે. નીતિનની એ લોકોએ કેવી ઊલટતપાસ લીધી હતી એની તને ખબર છે?’ શ્વેતા ગુસ્સાથી બોલી રહી હતી.

‘એ લોકોને તારા ભઈને મારી નાખનારને શોધવા માટે બધાની પૂછપરછ કરવી પડે.’

‘તો શું મેં અને નીતિને ભઈને મારી નાખ્યા છે? કોઈ નહીંને હું ભઈને...’ શ્વેતા રડવા માંડી હતી.

‘શ્વેતુ... શ્વેતુ... મેં તને કેટલી વાર કહ્યું છે ડાર્લિંગ કે તારે આમ ઢીલા નહીં થવાનું.’ શ્વેતાને જાઈને નીતિનકુમાર તેની નજીક ધસી આવ્યા અને તેની પીઠ પસરાવવા માંડ્યા.

‘પોલીસે તમારી પૂછપરછ જ કરી છેને? તમને ચંદ્રની હત્યાના આરોપસર જેલભેગાં તો નથી કરી નાખ્યાંને? તમે લોકો ભણેલાંગણેલાં છોને તોય સમજતાં નથી કે પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે દરેક લાગતીવળગતી વ્યક્તિને શંકાની નજરે જાવી પડે. એક વાર તેમને ખાતરી થઈ જાય પછી એ લોકો આગળ વધી શકે. એમ તો મનેય પોલીસે કેવા-કેવા સવાલો પૂછ્યા હતા, પણ એનો અર્થ એવો ઓછો જ થાય છે કે એ લોકો મને જ ગુનેગાર માને છે...’ પોતાનાં ત્રણેય સંતાનો દ્વારા પોલીસતપાસને મુદ્દો બનાવવામાં આવી રહ્ના હતો એનાથી કાન્તાબેન અકળાયાં હતાં.

‘આ જ તો તારી તકલીફ છેને. કોઈ દિવસ લીધી વાતનો કેડો જ મૂકતી નથી. શું કરી લઈશ ભઈને જેણે મારી નાખ્યા એને શોધીને? તે શું ભઈને પાછા લાવી આપશે? એમ નહીં કે ભઈ પાછળ થોડુંક ધ્યાન-ધરમ કરીએ તો તેમના આત્માને શાંતિ મળે. તેને બદલે પોલીસસ્ટેશનના ધક્કા ખાવામાંથી જ ઊંચી નથી આવતી. ભઈ ગયા એના છ મહિના પહેલાં જ મારા મામાજી ગુજરી ગયા. તેમના ગયા પછી હીરામામીએ સંસારમાંથી જીવ જ કાઢી લીધો. તેમનું સત્સંગીઓનું ગ્રુપ છે તેની સાથે ડાકોર, દ્વારકા, ચંપારણ જઈ આવ્યાં અને હવે તિરુપતિ જવાનાં છે.’ શ્વેતાએ સલાહના સૂરમાં કહ્યું.

કાન્તાબેન પાસે શ્વેતાની વાતનો જવાબ હતો. તેઓ જાણતાં હતાં કે શ્વેતા જેમની વાત કરી રહી હતી તે તેના મામાજીને તેમની પત્ની સાથે સહેજ પણ બનતું નહોતું. દીકરો પરણી ગયો ત્યાર પછી પણ ઘરમાં બધાની હાજરીમાં તે પોતાની પત્ની પર હાથ ઉગામતાં અચકાતા નહોતા. સવાર-સાંજ ગરમ નાસ્તા, તે જમવા બેસે ત્યારે જ રોટલી તવા પર નખાવી જાઈએ અને બીજા ગૅસ પર દાળ ગરમ કરવા મૂકવાની અને શાક થાળીમાં આવે ત્યારે એમાંથી વરાળ નીકળવી જાઈએ. અથાણાં, પાપડ અને ટૉમેટો સૉસ જેવી વસ્તુ ઓ પણ ઘરમાં જ બનાવવાની; બહારથી કોઈ વસ્તુ લાવવાની નહીં એવો કડક કાયદો ઘરમાં હતો. મામાજી જીવતા હતા ત્યાં સુધી હીરામામી પારધીની જાળમાં ફસાયેલા પંખીની માફક ફફડતાં રહેતાં હતાં.

આ બધી જ માહિતી કાન્તાબેનને શ્વેતાએ જ અનેક વાર વાતચીત દરમિયાન આપી હતી. પતિના જવાથી હીરામામી કદાચ મુક્તિનો અનુભવ કરતાં હશે અને એટલે જ નિરાંતે જાત્રાના નામે ફરવા નીકળી પડતાં હશે એે કાન્તાબેનને સમજાતું હતું. જોકે તેમને એ સમજણ નહોતી પડતી કે પોતાના અને ચંદ્રના સંબંધોની સરખામણી ખુદ તેમની દીકરી જ આવા કજોડા સાથે કઈ રીતે કરી રહી હતી.

‘શ્વેતા, તને ખબર છે કે કોણ શું કરે છે એનાથી મેં કોઈ દિવસ નિસબત રાખી નથી. મને લાગે છે કે જે દિવસે તારા ભઈના હત્યારાનો પત્તો મળી જશે ત્યારે જ મને તેમનું તર્પણ કરવાનો સંતોષ મળશે અને એે શોધવા માટે મારે જે કરવું પડશે એે કરીશ.’

‘તારે જે કરવું હોય તે કર પણ ભઈસાબ, અમને છોડ. અમને શાંતિથી જીવવા દે એટલે બસ!’ શ્વેતાએ રીતસર એ રીતે હાથ જાડ્યા કે બે હથેળી ભેગી થવાથી મોટો અવાજ આવ્યો.

વાતને આડી ફંટાઈ જતી અટકાવવા કાન્તાબેને મોકો ઝડપી લીધો. તે ઓ તરત બોલ્યા, ‘એ જ તો કહી રહી છું કે મને મારી રીતે જે કરવું છે એ કરવા દો. હું ક્યાં તમને કહું છું કે તમે મને સાથ આપો કે મારી સાથે પોલીસ પાસે આવો. તમે લોકો તમારા ઘરે જઈને નિરાંતે રહો.’

‘અને તને કંઈ થઈ જાય તો ગામ આખું અમને જ વગોવેને કે ત્રણ-ત્રણ છોકરા હતા તોય કોઈએ ધ્યાન ન રાખ્યું. તારી આડોડાઈને લીધે જ આ બધું થયું છે. બાકી ભઈની તો પહેલેથી જ ઇચ્છા વિપુલના ઘરે જ રહેવાની હતી...’ ફરી વાર શ્વેતા રડવા માંડી હતી અને હિબકાં ભરવા માંડી હતી.

કાન્તાબેનનું માથું ફાટી રહ્યું હતું. જ્યાં સુધી અન્ય સગાંસંબંધીઓ કે બહારના લોકો તેમના પર આળ મૂકતાં હતાં કે ચંદ્રના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવતાં હતાં ત્યાં સુધી તેમને માઠું નહોતું લાગતું, પણ આજે તેમના પોતાના પેટના જણ્યા જ કહી રહ્યા હતા કે ચંદ્રની હત્યા તેમને લીધે જ થઈ હતી ત્યારે એ કાન્તાબેન માટે અસહ્ય થઈ રહ્યું હતું.

તેઓ જાણતાં હતાં કે શ્વેતા પહેલેથી જ સામાજિક રીતિરિવાજામાં માનતી હતી અને નાની ઉંમરે તેનાં લગ્ન થઈ ગયા પછી તેનાં સાસરિયાંના પ્રભાવમાં આવી ગઈ હતી. નીતિનકુમાર અને તેની મા સ્વભાવે બહુ જ રૂઢિચુસ્ત હતાં જેની અસર શ્વેતામાં તેમણે અનેક વાર જોઈ હતી.

‘શાંત થઈ જા શ્વેતુ. ચાલ, તું અંદર ચાલ. અત્યારે આપણે કોઈ વાત નથી કરવી. બા હજી હમણાં જ આવ્યાં ને તેં પણ શું આ બધી રામાયણ માંડી છે. ચાલ, થોડીક વાર આરામ કર; પછી વાત કરીશું.’ નીતિનકુમાર શ્વેતાનો હાથ પકડીને જાણે તે બીમાર હોય એમ અંદર લઈ ગયા. તેમના ચહેરા પરનું આછું સ્મિત કાન્તાબેનની નજર બહાર ન રહ્યું.

નીતિનકુમારના મનમાં શું રમી રહ્નાં હતું એે કાન્તાબેનની પકડમાં ક્યારનુંય આવી ગયું હતું, પરંતુ એના માટે તે આ હદ સુધી જશે એની તેમને કલ્પના નહોતી.

ભઈની પ્રૉપર્ટીમાં તારો પણ હક ગણાય એેવું નીતિનકુમાર શ્વેતાને સમજાવતા કાન્તાબેને સાંભળ્યા હતા ત્યારે જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે નીતિનકુમારની દાનત આ ફલૅટ પર બગડી છે. એ જ ક્ષણે તેમના મનમાં સાવચેતીની ઘંટડી રણકી હતી. તેમને થયું કે એ જ સમયે તેમણે અગમચેતી વાપરી યોગ્ય પગલાં લઈ લેવા જોઈતાં હતાં, પણ જે રીતે તેમના અંગત જીવનમાં એક પછી એક ઘટના બની રહી હતી એ સંજાગોમાં આ આખી વાત તેમના મગજમાંથી સરકી ગઈ હતી.

એક તરફ તેમના જીવનમાં આવી પડેલો ઓચિંતો ખાલીપો અને તેમનાં સંતાનોની સાથે જે બની રહ્યું હતું એમાં તેઓ એટલાં બધાં ગૂંચવાઈ ગયાં હતાં કે તેમના પોતાના જ ઘરમાં તેમનો જમાઈ આવી રમત રમી જશે એ બાબત તેમના ધ્યાન બહાર જ રહી ગઈ.

નીતિનકુમારે શ્વેતા પાસે કઈ રીતે રજૂઆત કરી હશે એનું અનુમાન તેઓ કરી શકતાં હતાં. તેમની પીઠ પાછળ આ કારસો રચાયો હોવા છતાં એ કેવી રીતે પાર પડાયો હશે એ સમજવું તેમના માટે અઘરું નહોતું. નીતિનકુમારે શ્વેતાને કહ્યું હશે કે બા અને ભઈ અહીં એકલાં રહેતાં હતાં એટલે જ તારા ભઈનો જીવ ગયો. બા જિદ્દી છે અને દીપક કે વિપુલના ઘરે રહેવા નહીં જાય. તે એકલાં આવડા મોટા ઘરમાં રહેશે અને તેમનું પણ ભઈ જેવું થાય તો તારે મા ગુમાવવી પડશે એટલું જ નહીં, લોકો તો એમ જ કહેશે કે આપણે બધાએ તેમનું ધ્યાન ન રાખ્યું.

શ્વેતા ચોક્કસપણે તેમની વાતોમાં આવી ગઈ હશે. કાન્તાબેન જાણતાં હતાં કે શ્વેતાની લાગણીઓ સાથે રમત રમવાની નીતિનકુમારને ફાવટ હતી. શ્વેતા એટલી બાલિશ હતી કે પતિ તેની સાથે રમત રમીને ધાર્યું કરાવી લે છે એે તેને ક્યારેય સમજાયું નહોતું.

શ્વેતાનાં લગ્ન પછીના સમયગાળામાં કાન્તાબેને તેને મા તરીકે ઘણી વાર સમજાવવાની કોશિશ કરી હતી. તેમણે શ્વેતાને સમજાવી હતી કે નીતિનકુમારની આવકનું હજી ચોક્કસ સાધન નથી તો તે પોતે કોઈ કામધંધો શરૂ કરે. શ્વેતાને કામ કરતી જાઈને પણ નીતિનકુમારને કમાવાની ઇચ્છા થશે, કારણ કે કદાચ તેમનો પુરુષ તરીકેનો અહમ્ ઘવાય તો તે કમાવાનું વિચારશે. છેવટે કંઈ નહીં તો શ્વેતાએ એવું કંઈ કામ કરી શકાય કે જેમાં તે બન્ને એટલે કે પતિ-પત્ની સાથે મળીને કંઈક કમાણી કરી શકે.

શ્વેતા બહુ ભણી નહોતી, પણ તે રસોઈ બનાવવામાં બહુ હોશિયાર હતી. તેના હાથની દરેક વાનગી બહુ જ સ્વાદિષ્ટ બનતી. કાન્તાબેને તેને સલાહ આપી હતી કે નાના-નાના પાર્ટીના કે નાસ્તાના ઑર્ડર લેવાનું શરૂ કર અને નીતિનકુમાર તને બજારમાંથી ચીજવસ્તુ લાવવામાં મદદ કરે અને તું જે બનાવે તે જેમણે ઑર્ડર આપ્યો હોય તેને પહોંચાડી આવે.

જે અરસામાં નીતિનકુમારની આવક સાવ બંધ થઈ ગઈ હતી ત્યારે કાન્તાબેનનું આ સૂચન શ્વેતાને ગળે ઊતરી ગયું હતું. કાન્તાબેન શ્વેતાને તેમના એક પરિચિત બહેનના ઘરે પણ લઈ ગયાં હતાં જે આ રીતે ઑર્ડર લેતાં હતાં અને ખાવાની વસ્તુઓ પહોંચાડતાં હતાં. તે બહેનના પતિને પૅરેલિસિસનો અટૅક આવ્યો અને તે સાવ પથારીવશ હતા. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે બહેન આ રીતે જ કમાણી કરી પોતાનું ઘર ચલાવતાં હતાં.

આ બહેનને મળીને શ્વેતા માનસિક રીતે આ પ્રકારનું કામ કરવા સજ્જ થઈ ગઈ હતી; પણ બે-ચાર દિવસ પછી જ્યારે કાન્તાબેને તેને પૂછ્યું ત્યારે તે સાવ નિર્દોષભાવે બોલી હતી કે હવે મારે કોઈ કામ કરવાની જરૂર નહીં પડે, કારણ કે નીતિનને કૉટનનાં શર્ટ એક્સપોર્ટ કરવાનો મોટો ઑર્ડર મળી ગયો છે અને હવે તું જાજે, અમારી કેવી પ્રગતિ થાય છે.

નીતિનકુમારે શ્વેતાને ઊઠાં ભણાવ્યાં છે અને ચાંદ-તારા દેખાડી દીધાં છે એ કાન્તાબેનને ખબર પડી ગઈ હતી, પણ તેઓ કોઈ રીતે શ્વેતાને સમજાવી શકે એમ નહોતાં. શ્વેતા બહુ જ સરળતાથી તેના પતિની વાતમાં આવી જતી હતી. કાન્તાબેનને ઘણી વાર લાગતું કે એવું તે શું હતું કે તે સ્વતંત્ર રીતે વિચારવાને બદલે નીતિનકુમાર જે દિશા દેખાડે એને જ પૂર્વ દિશા માની લેતી હતી.

કાન્તાબેને તેને લગ્ન પછી તરત કહ્યું હતું કે તરત જ બાળક માટે ન વિચારતી અને જ્યાં સુધી તમારી આવકનું યોગ્ય સાધન ન થાય ત્યાં સુધી રાહ જાજે, પણ શ્વેતાએ તેમની એ સલાહ પણ કાને ધરી નહોતી. કાન્તાબેનને પછીથી ખબર પડી હતી કે નીતિનકુમારે તેને એવું કહીને મનાવી લીધી હતી કે એક જ્યોતિષીએ તેમને કહ્યું હતું કે તેમને ત્યાં સંતાન થશે પછી જ નીતિનકુમારનો ભાગ્યોદય થશે અને વધુ એક વાર શ્વેતા ભોળવાઈ ગઈ હતી.

‘ચંદ્ર, આ છોકરી જરાય સમજતી નથી. તેને એટલીયે ખબર નથી પડતી કે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ છોકરીનું શું થશે.’ શ્વેતાની કાન્તાબેનને કાયમ ખૂબ ચિંતા રહેતી.

‘બધાયની ચિંતા કરવા માટે હજાર હાથવાળો બેઠો છે. તારી ચિંતા કર્યાથી શું થશે.’

‘મારાથી તમારી જેમ એમ કોઈક પર ભરોસો રાખીને બેસી શકાતું નથી. શ્વેતા તમારી વાત કદાચ સાંભળશે. તમે તેને સમજાવોને.’ કાન્તાબેન ચંદ્રને કહેતાં.

‘જો કાન્તા, આપણે ક્યાં સુધી બેસી રહેવાનાં છીએ? દરેકનું ભાગ્ય દરેકે પોતે જ ભોગવવું પડતું હોય છે.’

પરંતુ કાન્તાબેનથી આવો અભિગમ રાખી શકાતો નહીં. તેમનાથી શ્વેતાને સલાહ દીધા વિના રહેવાતું નહીં અને તેમની સલાહ ક્યારેક શ્વેતાને ગળે ઊતરે તો પણ નીતિનકુમાર એના પર પાણી ફેરવી નાખતા. આ બધાને કારણે શ્વેતાના મનમાં કાન્તાબેન માટે ગ્રંથિ બંધાઈ ગઈ હતી અને મા-દીકરી વચ્ચે એક અંતર થઈ ગયું હતું.

‘બા, બહુ ભૂખ લાગી છે...’ વિધિ તેમના પગ પાસે ઊભી-ઊભી કહી રહી હતી.

કાન્તાબેનને ખ્યાલ આવ્યો કે શ્વેતા અને નીતિનકુમાર બેડરૂમમાં ચાલ્યાં ગયાં હતાં અને બપોરના બે થવા આવ્યા હતા. છોકરીઓ ભૂખી થઈ હતી. કાન્તાબેન બન્નેને લઈને રસોડામાં ગયાં અને તેમને જમાડીને હાથ ધોવા માટે બાથરૂમના દરવાજે પહોંચ્યાં, પણ તેમના પગ ત્યાં જ અટકી ગયા. શ્વેતાને ઊલટી થઈ રહી હતી અને નીતિનકુમાર પાછળ ઊભા-ઊભા તેની પીઠ પર હાથ ફેરવી રહ્ના હતા.

‘શ્વેતુ, તું જરાય માનતી જ નથી. તારી આવી હાલતમાં તારે આટલા બધા નહીં ઉશ્કેરાવાનું...’