Vish verni - 5 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | વિષ વેરણી ભાગ ૫.

Featured Books
Categories
Share

વિષ વેરણી ભાગ ૫.

વિષ વેરણી

ભાગ ૫.

Nilesh Murani

મારી બઢતી થવાની હતી, સમીરા ખુબ જ ખુશ લાગતી હતી, અમે બન્ને ઓફીસ થી બહાર નીકળ્યા અને સમીરા એ બાઈક માં બેસતા ની સાથે જ કહ્યું,,, ”મિસ્ટર ઓડીટ ઓફિસર, પાર્ટી આપવી પડશે”

“હા ચોક્કસ સમીરા, ” મેં કહ્યું,,, “કેમ તું ખુશ નથી, સલીમ ? તારા ચહેરા ઉપર આ પ્રમોશન ને લઇ ને જરા પણ ખુશી નથી દેખાતી,, શું વાત છે? સલીમ, ”

“કઈ નહિ હજુ અસલમ અને મુમતાઝ ની મુસીબત માથે મંડરાય છે, ” મેં કહ્યું,

“કેમ શું થયું?”

“એ તો ઘરે ગયા પછી ખબર પડે, તેઓ બન્ને સવાર ની ટ્રેન માં ઘરે આવી ગયા છે, મુમતાઝ પ્રેગનેન્ટ છે અને આવનાર બાળક માટે તેમની વચ્ચે વિવાદ ચાલે છે, ” મેં કહ્યું,

“ઓહ, એમ વાત છે, પણ તેને લઇ ને તું તારી ટ્રેનીંગ માં જવાનું ના ટાળતો, એ તો એમનું ધાર્યું જ કરશે, એમની વચ્ચે જે મતભેદ હોય તે, હવે પોતે હલ કરશે, ” સમીરા એ કહ્યું,

“હા એ તો ઠીક છે પણ તું અમી અને અબુ પાસે આંટા ફેરા કરતી રહેજે, અને તેમનું ધ્યાન રાખજે, ”

મેં કહ્યું,,

“હા સલીમ એ તું ફિકર નઈ કર તું બસ તારી ટ્રેનીંગ ઉપર ધ્યાન આપજે.” સમીરા એ કહ્યું, .

સમીરા ને મૂકી અને હું ઘરે પહોંચ્યો, જોયું તો બધા સુનમુન બેઠા હતા, મેં અમી ને મારા પ્રમોશન અંગે ખુશી ના સમાચાર આપ્યા, પણ મેં અમી ને ગળાડૂબ ચિંતા માં જોઈ, પૂછ્યું,

“અસલમ અને મુમતાઝ આવી ગયા ?”

“હા તેઓ બન્ને રૂમ માં છે, છેલ્લા દોઢ કલાક થી ઝગડો ચાલુ છે, તારા અબુ ના પ્રેશર હાઈ થઇ ગયા હતા એટલે મેં એમને બન્ને ને રૂમ માં જવા કહ્યું, ”

હું સીધો અબુ પાસે ગયો મેં અબુ ને પૂછ્યું, “અબુ શું થાય છે તમને ? ચાલો તમને હોસ્પિટલ લઇ જાઉં, ”

અબુએ કણસતા સ્વર માં કહ્યું, “અસલમ ને અને વહુ ને સમજાવ ઘર માં ઝગડો થાય એ સારું ના કહેવાય”

“જી અબુ હું સમજાવું છું, ” મેં કહ્યું,

હું બેડરૂમ તરફ ગયો અને નોક કર્યું અંદર થી બન્ને ના ઝગડા નો આવાજ સંભળાયો, અસલમ દરવાજો ખોલતા ની સાથે કહ્યું,

“ઓહ સલીમ તું આવી ગયો ? કેમ છો ?”

“હું તો મજામાં છું પણ આ બધું શું ચાલી રહ્યું છે?” મેં પૂછ્યું,

“કઈ નહિ ભાઈ, આવનાર બાળક માટે બધા ને ઘર માં ઉત્સાહ છે અને આ વંઠેલી ને બાળક નથી જોઈતું, ”

વચ્ચે જ મુમતાજ એ કહ્યું, “અસલમ ભાષા સુધારી ને વાત કર, હજુ મેં લાઈફ એન્જોય ક્યાં કરી છે? અને હું આ જવાબદારી હમણાં લેવા નથી માંગતી, ”

“ જો મુમતાઝ આ સંસાર છે, અમી અને અબુ ને પણ અરમાન છે દાદા દાદી બનવાના અને હું પણ ઈચ્છું છું, તો તને શું વાંધો છે ? મેં કહ્યું,

“ભાઈ તકલીફ એ નથી,, તકલીફ તો કૈંક બીજી જ છે, ” અસલમ એ કહ્યું,

“કેમ શું તકલીફ છે ?” મેં પૂછ્યું,

“આવનારું બાળક છોકરી છે, એ તકલીફ છે મુમતાઝ ને, ” અસલમ એ કહ્યું,

“છોકરી છે તો શું થયું ?” મેં પૂછ્યું, ત્યાં મુમતાઝ વચ્ચે જ તાડૂકી,

“, મેં મુંબઈ માં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું, ત્યારે મને ખબર પડી કે મારા ગર્ભ માં છોકરી છે, મને છોકરી નથી જોઈતી ”

“મુમતાઝ ગર્ભ પરીક્ષણ કરાવવું એ કાયદાકીય ગુનો છે એ ખબર છે તને? મેં પૂછ્યું,

“ભાઈ આ કાયદા કાનુન તમે મને નહી શીખવાડો, આવા કાયદા કાનુન મારા અબુ અને મારો ભાઈ ખિસ્સા માં રાખે છે, સમજ્યા ?

મુમતાઝ આટલુજ બોલી હતી અને અસલમ એ મુમતાઝ ને એક લાફો ચોડી દીધો,

મેં મામલો સાંત પાડ્યો અને અસલમ ને ત્યાંથી નીચે ઓટા ઉપર લઇ ગયો અને તેને સમજાવતા કહ્યું,

“જો ભાઈ મુમતાઝ પ્રેગનેન્ટ છે એટલે તેણી સાથે માથાકૂટ ન કરાય, તેણી મી માનસિક સ્થિતિ ને સમજવા ની કોશિષ કર અને શાંતિ થી સમજાવ, ઝગડો કરી ને આજુબાજુ વાળા જુવે કેવું લાગે ?,

“ભાઈ હું સમજાવી ને થાકી ગયો, જીદ કરી ને ગર્ભ પરીક્ષણ કરાવવા ગઈ અને આવી ત્યારથી

એબોર્સન કરાવવાની જીદ પકડી બેથી છે, હું શું કરું ? કઈ સમજાતું નથી, ”અસલમ એ કહ્યું.

“જો ભાઈ હું આવતી કાલે દિલ્હી જાઉં છું, હવે જે કંઈ નિર્ણય લેવાનો છે એ તમારે બન્ને એ લેવાનો છે, હું કંઈ પણ કહીશ તમે મારી વાત માનવાના તો છો નહિ, તો પણ તું કહે તો હું કોશિષ કરું તેણી ને સમજાવવાની, ”

“હા ભાઈ હું તેણી ને અહી જ નીચે બોલવું છું અહી જ વાત કરીએ અબુ આરામ કરે છે, ચિંતા માં ને ચિંતા માં તેમની પણ તબિયત ખરાબ થઇ ગઈ છે, ” આટલું કહી ને અસલમ ઉપર જતો રહ્યો મુમતાઝ ને બોલાવવા, થોડી વાર માં મુમતાઝ અને અસલમ બને નીચે આવી, મારી બાજુ માં બેઠા, થોડે દૂર ખાટલા પર ગંગામાસી માળા ફેરવતા બેઠા હતા,, મુમતાઝ આવતા ની સાથે જ કહ્યું, “સલીમ ભાઈ જો તમારે આવનાર બાળક માટે કોઈ ચર્ચા કરવી હોય તો, હું જાઉં છું, તે અંગે મારે કોઈ ચર્ચા નથી કરવી, ”

“કેમ પણ તને તકલીફ શું છે ?,, જો આવનારું બાળક એક છોકરી હોય તો, ? અને તું પણ એક છોકરી જ છો ને, ?”

“ના એ વધારા ની જવાબદારી અને પળોજણ માં મારે નથી પડવું, એ છોકરી મોટી થાય પછી તેણી ની નાની નાની બાબતો નો ખ્યાલ રાખવો. વળી, કોઈ સાથે ભાગી જાય, ઈજ્જત આબરૂ ની મથામણ મારે નથી જોઈતી એટલે નથી જોઈતી, ધેટ્સ ઓલ્લ, અને બુઢાપા નો સહારો તો છોકરો જ બને છોકરી તો પારકી અમાનત કહેવાય, મિનીંગલેશ છે આ બધું સલીમ ભાઈ.”

“તો તો પછી જયારે તું તારા અમી ના પેટ માં હતી ત્યારે તારા અમી અને અબુ એ એવુજ વિચારવું જોઈતું હતું જેવું તું વિચારે છે,, અને તને અજન્મી જ ખતમ કરી નાખવાની જરૂરત હતી, .” મેં ગુસ્સા માં કહ્યું,

“જો સલીમભાઈ હું નિર્ણય લઇ ચૂકી છું, અને આ વાત ને અહી જ ખતમ કરો, હું જાઉં છું, ”

લાલ ધૂમ મો કરી અને મુમતાઝ ત્યાંથી જતી રહી, અસલમ પણ તેની પાછળ ગયો,

ગંગામાસી ખાટલા ઉપર થી ઉભા થઇ ગયા, અને મારી પાસે આવી કહ્યું,

“ વિષ વેરણી સે આ સોડી તો,, વિષ વેરણી.”

ગંગામાસી એ વેર વાળવા નથી આવી,,, મેં કહ્યું, .

“હા એ ઝેર વાવવા આવી સે અહી,,, દીકરા “”વેરણી”” એટલે વાડી માં વાવણી કરવા માટે વપરાતું એ સાધન થાય,, હમજ્યો ? હમજાવો એ વિષ વેરણી ને “ ગંગામાસી બોલ્યા..

હું ચુપ ચાપ ઉપર જતો રહ્યો, અને મારી દિલ્હી જવાની તૈયારી કરવા લાગી ગયો, રાત્રી ના પણ તેમની હળવી નોક જોક ચાલુ જ હતી, બીજા દિવસે સવાર માં ૧૧ વાગ્યે મારે ટ્રેન પકડવા ની હતી અને ઓફીસ માંથી ટીકીટ પણ કલેક્ટ કરવાની હતી એટલે હું સુઈ ગયો,,

બીજા દિવસે સવાર માં આઠ વાગ્યે જ સમીરા નો ફોન આવ્યો, તેણી મને ટીકીટ રેલ્વે સ્ટેશન પર આપી જશે, એટલે હું ચિંતામુક્ત હતો, હું દસ વાગ્યે જ રેલ્વે સ્ટેસન પર પહોચી ગયો, બસ પાંચ સાત મિનીટ રાહ જોઈ તો સમીરા પણ આવી ગઈ, આવતા ની સાથે જ ટીકીટ નું કવર હાથ માં પકડાવતા કહ્યું, “મિસ્ટર ઓફિસર શું ચિંતા માં છો ? બધું બરાબર છે ને?”

“સમીરા કંઈ બરાબર નથી, બસ પંદર દિવસ તું અમી અને અબુ ને સાચવી લેજે, દરરોજ સાંજે એક આંટો મારજે, ” મેં કહ્યું.

“સાચું કહું સલીમ હું ચાર વર્ષ ની હતી અને મારી અમી બ્લડ કેન્સર ના કારણે આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા હતા, ત્યાર બાદ અબુ એ જ અમી તરીકે ને બધી જવાબદારી લીધી અને મારી નાની નાની વાત ની કાળજી લીધી, હું જયારે પણ તારા ઘરે આવું છું, તારી અમી ને મળું છું મને ખુબ સારું લાગે છે, મારી જિંદગી ની કોઈક અધુરાશ ત્યાં પૂર્ણ થતી હોય તેવો અહેસાસ મને તારા ઘરે થાય છે, ”

મેં તેણી ને કહ્યું “બસ તું ફિકર નહી કર સમીરા હું દિલ્હી થી આવી જાઉં એટલે તને હમેશ અમી પાસે બોલાવી લઈશ.

તેણી હસી પડી અને બસ મને એજ જોઈતું હતું, કે જતા જતા હું તેણી નું હસતું મોઢું જ જોઉં, મારી ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ હતી, સમીરા છેક મારી સીટ સુધી મુકવા આવી ટ્રેન રવાના થઇ ત્યાં સુધી મારી સાથે રહી.

સમીરા ટ્રેનીંગ દરમિયાન દરરોજ સાંજે ફોન કરતી અને અને અમી અને અબુ અંગે જાણકારી આપતી, મારી ટ્રેનીંગ ના પંદર દિવસ પુરા થઈ ગયા, અલગ અલગ શહેરોમાંથી ચાલીસ મિત્રો ટ્રેનીંગ માં આવ્યા હતા, સોળમાં દિવસે સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું બસ એ સમારોહ એટેન્ડ કરી અને મારે પરત ફરવાનું હતું, હું મારા પરત ફરવાની તૈયારી કરતો હતો અને સમીરા નો ફોન આવ્યો,, અને અબુ ની તબિયત ખરાબ થઇ ગઈ છે અને તેમને હોસ્પિટલ માં એડમીટ કર્યા છે, હું મારા ઇન્ચાર્જ ને જાણ કરી અને પહેલી ટ્રેન પકડી અને ઘરે જવા નીકળી ગયો, પ્રમાણપત્ર તો ટપાલ થી પણ આવી જશે, અને સમારોહ એટેન્ડ કરવું એ અબુ ની તબિયત થી વધારે મહત્વ નું ન હતું,

હું ઘરે પહોચ્યો તો અબુ ઘરે આવી ગયા હતા, અબુ આરામ માં હતા એટલે મેં અમી ને પૂછ્યું,

શું થયું અમી?બધું બરાબર છે ને?,

અમી સુનમુન સોફા પર બેઠી હતી કોઈ જવાબ નહોતી આપતી, અમી ની આંખ ની આજુ બાજુ કાળા કુંડાળા થઇ ગયા હતા અમી ખુબ રડી હોય તેવું લાગતું હતું, મેં ફરી પૂછ્યું,

“અમી શું થયું ? કૈંક તો જવાબ આપ અસલમ ક્યાં છે? મુમતાજ ક્યાં છે?

મને કોઈ જવાબ નહોતો મળી રહ્યો, હવે મારી ગભરાહટ વધી રહી હતી, હું સીધો અસલમ ના રૂમ તરફ ગયો નોક કર્યું, અસલમ દરવાજો ખોલતા જ કહે છે, ”ભાઈ સલીમ તું આવી ગયો, ?

“હા પણ શું થયું મને અમી જવાબ કેમ નથી આપતી? અને અમી ને શું થયું?

અસલમ મને નાક પર આંગળી મૂકી અને ધીરે બોલવા કહ્યું, મુમતાઝ બેડ પર સુતી હતી અને રૂમ માં આવવા કહે છે, “બેસ શાંતિ થી હું તને બધું જણાવું, જો ભાઈ બે દિવસ પહેલા મુમતાઝ તેની ફ્રેન્ડ ના ઘરે જવાનું બહાનું કરી, હોસ્પિટલ માં જઈ એબોર્સન કરાવી આવી, ત્યાર બાદ કોઈ સાથે વાત નહોતી કરતી, જયારે વધારે પૂછ પરછ કરી ત્યારે કહ્યું કે તેણી એબોર્સન કરાવી આવી, એ વાત ને લઇ અને અમી અને અબુ નો ખુબ ઝગડો થયો અને મુમતાઝએ પણ ન બોલવાનું બોલી નાખ્યું, તેના કારણે અબુ ને સામાન્ય હૃદય નો હુમલો આવ્યો એટલે અબુ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા, અમે લોકો હોસ્પિટલથી હમણાજ આવ્યા, સારવાર માટે પૈસા ની જરૂર પડી ત્યારે સમીરા અને સમીરા ના અબુ હોસ્પિટલ માં આવ્યા અને હોસ્પિટલ નું બીલ સમીરા ના અબુ એ ચૂકવી દીધું છે, પણ તેમને મેં કહ્યું કે સલીમ આવી જશે એટલે પેમેન્ટ કરી આપીશે, ”

અસલમ ની વાત સાંભળી ને મારું માથું ભમવા લાગ્યું હતું, હું મારા ગુસ્સા ઉપર થી કાબુ ગુમાવી રહ્યો હતો, પણ પરિસ્થિતિ જોઈ ને મને ગુસ્સા ઉપર કાબુ કરવું વધારે હિતાવહ લાગ્યું, હું રૂમ ની બહાર નીકળ્યો તો અબુ હોલ માં સુતા હતા અને અમી તેમના પગ પાસે માથું રાખી અને નીચે ફર્સ પર બેઠી હતી, હું અમી ની બાજુ માં જઈ અને બેઠો, એટલી વાર માં ડોર બેલ વાગી, મેં ડોર ખોલ્યું તો સામે રૂકસાના હતી, કઈ પણ બોલ્યા વગર સીધી અબુ તરફ ગઈ, અબુ ના માથા પર હાથ ફેરવે છે, અને અબુ ની આંખ ખુલે છે,, અમી ના મોં પર પણ હળવી ખુશી દેખાઈ,

રૂકસાનાના ઘર માં આવતા ની સાથે જ માહોલ બદલાઈ ગયો, અમી રૂકસાના સાથે વાત કરતી હતી, અબુ પણ વાત કરી રહ્યા હતા, રૂકસાના બધા માટે ભેટ લાવી હતી, અબુ માટે કાંડા ઘડિયાળ, મારા માટે જીન્સ નો બ્લુ શર્ટ, અસલમ માટે ગ્રીન ટી શર્ટ, અમી માટે કચ્છી બાંધણીની સાડી અને મોબાઈલ ફોન, મુમતાઝ માટે ડ્રેસ માટીરીયલ. રૂકસાના ની ખીલ ખીલાહ્ટ મસ્તી થી ઘર માં અનોખી રોનક આવી ગઈ હતી, અસલમ અને મુમતાઝ પણ બહાર આવી ગયા,, મુમતાઝ ના ઉતરેલા ક્ષોભિત ચહેરા પર પણ હળવું સ્મિત આવ્યું,

“ચાલો બધા પોત પોતાની ગીફ્ટ લઇ લો એટલે અહી, કેરમ બોર્ડ ની ગોઠવણ થાય” રૂકસાના એ કહ્યું,

રૂકસાના નો ઉત્સાહ જોઈ અને મુમતાઝ ઉપર આવેલો મારો ગુસ્સો જાણે ગાયબ થઇ ગયો, રૂકસાના તરત જ સ્ટુલ લઇ અને માળિયા ઉપર ચડાવેલું કેરમ બોર્ડ ઉતારી, સાફ કરી અને વચ્ચે ગોઠવી, અબુ નો હાથ પકડી ઉભા કરતા કહ્યું, ” ચાલો અબુ આજે અસલમ અને સલીમ ને હરાવવા છે આવી જાઓ સામે, ”

રૂકસાના નો આવાજ સાંભળ્યા પછી, ખીલ ખીલાહ્ટ જોઈ ને અબુ પણ જાતે ઉભા થઇ ગયા, અબુ ને જાણે મેડીસીન મળી ગઈ, કેરમ બોર્ડ ની ગોટીઓ ગોઠવવા લાગ્યા, આવા ખુશી ના માહોલ માં મને સમીરા યાદ આવી ગઈ, મેં તરત જ બહાર નીકળી અને સમીરા ને ફોન લગાવ્યો, અને કહ્યું,

“હેલ્લો સમીરા ક્યાં છો ? અહી ઘરે આવ,, રૂકસાના આવી છે, ” મેં કહ્યું,

“ના સલીમ હું નહિ આવી શકું કાલે તું ઓફીસ આવ ત્યાં મળીયે અને વાત કરીએ” સમીરા એ કહ્યું.

“ઓકે સમીરા “ ત્યાર બાદ હું કેરમ રમવા બેસી ગયો, અને રાત ના બાર વગ્યા સુધી હસી મજાક સાથે અમે કેરમ રમ્યા, અગિયાર થી બાર ની વચે અસલમ મિયાં ને બે વખત મુમતાઝ એ ઇસારા થી બોલાવવા પ્રયત્નો કર્યા પણ અસલમ મિયાં આજે ઘણા સમય પછી કેરમ રમવા બેઠા હતા, બાદ માં રૂકસાના એ પણ તેના પરત આવવાનું કારણ જણાવ્યું, તેણી એ એકવાર અસલમ ના કારણે હોસ્ટેલ મૂકી ત્યાર બાદ તેણી ને ફરી પ્રવેશ ના મળી શક્યો, અને જે રૂમ માં તેણી રહેતી હતી ત્યાં હવે તેણી એકલી થઇ ગઈ હતી અને ભાડું પણ નહોતું પોષાતું, એટલે રૂકસાના અહીજ નાનું એવું પાર્લર ખોલવા નું વિચારી ને આવી હતી, ગમે તે હોય પણ રૂકસાના ના આવ્યા પછી અમી અને અબુ ની ચિંતા મને ઓછી થઇ ગઈ હતી,

બીજા દિવસે સવારે હું ઓફીસ જવા નીકળી ગયો સમીરા તેના સ્ટેન્ડ પર ન હતી, પણ ઓફીસ માં મળી તો તેણી એ પૂછ્યું, “અંકલ ની તબિયત કેમ છે હવે ?”

“રૂકસાના ના આવ્યા પછી ઘણું સારું છે, ઘર નો માહોલ બદલાઈ ગયો, ” મેં કહ્યું,

“તું રીક્ષા માં આવે છે ઓફીસ ?” મેં પૂછ્યું, .

“ના મેં નવું એકટીવા લીધું” સમીરા એ કહ્યું,

“કેમ પંદર દિવસ લીફ્ટ આપવા ન હતો એટલે એકટીવા લીધું?” મેં મજાક કરી,

“હા મને લાઈફ ટાઇમ લીફ્ટ જોઈએ છે,, આપીશ ને ? સમીરા એ હસતા હસતા પૂછ્યું, .

“સલીમ અબુ એ આપણા નિકાહ માટે લીલી ઝંડી આપી દીધી. અને તારા અમી અને અબુ ને ઘરે આવવા કહ્યું છે, બોલ ક્યારે લઇ આવીશ ?”

“ઓહ રીઅલી ? “ બસ અબુ ની તબિયત બિલકુલ બરાબર થઇ જાય, અને અમી ની માનસિક સ્થિતિ હજુ જોઈએ એટલી સારી નથી, ” મેં કહ્યું,

“ હા એ તારી સગવડતા મુજબ, એક દિવસ અબુ મૂડ માં હતા એટલે મેં એમને પૂછી જ લીધું, અબુ મારી વાત ક્યારેય નથી ટાળતા,, મને તેમના પર ગર્વ છે,, ” સમીરા એ કહ્યું,

આનાથી વધારે ખુશી ની વાત મારા માટે બીજી શું હોઈ શકે ?, જેની સાથે પ્રેમ થાય તેની સાથે જ નિકાહ, હું તો ઊંડા ઊંડા વિચાર માં પડી ગયો, બાળકો ના નામ પણ વિચારી રાખ્યા હતા, ચાર દિવસ પછી મારી ટ્રેનીંગ નું પ્રમાણપત્ર આવી ગયું, મને પ્રમોશન નો ઓફિસીયલી લેટર મળી ગયો, ઓફીસ માં અલગ કેબીન, કંપની તરફ થી કાર, વગેરે જેવી સુવિધા ઓ મને ઉપલબ્ધ થઈ,

અબુ ની તબિયત પણ સુધારા પર હતી, અને મુમતાઝ પણ અમી અને અબુ ની નાની નાની બાબતો ની કાળજી રાખતી, અસલમ આમ તેમ નોકરી ગોતવા ફરવા લાગ્યો, રૂકસાના એ પણ એક પાર્લર માં નોકરી શોધી લીધી, સમીરા ના અબુ ને વીસ હજાર રૂપિયા અને સમીરા ને પાંચ હજાર રૂપિયા ચુકવવા ના હતા, વ્યવહાર સાચવવો જરૂરી હતો, મુસીબત ના સમયે હોસ્પિટલ નું બીલ ચુકવવા તેમજ પોલીસ સ્ટેસન ની બાબત વખતે સમીરા એ આપ્યા હતા, મેં મારું બાઈક વેચી તે પૈસા ચૂકવ્યા ત્યારે સમીરા એ કહ્યું, .

“કેમ મેં આ પૈસા બાબતે તને ક્યારેય પણ પૂછ્યું ?”

“ના પણ મારે તો સમજવું જોઈએ ને ?”

“ઓહ સલીમ તું પણ ગજબ કરે છે યાર! મારા પાંચ હજાર ની કોઈ ફિકર ન હતી, અબુ ને તો હું આપી દેત, તે આપ્યા છે એવું કહી ને, તારે બાઈક સેલ કરતા પહેલા મને પૂછવું તો જોઈએ ને?”

સમીરા એ કહ્યું,

“અરે યાર સમીરા, આમ પણ તે બાઈક મારે બદલવું જ હતું, કેટલા વર્ષ થયા, અને હવે તો મને ઓફીસ માં થી કાર પણ મળી ગઈ છે ને ” મેં કાર ની ચાવી બતાવતા કહ્યું,

“તો પણ એ બાઈક તારે સેલ નહોતું કરવું, ” સમીરા એ કહ્યું, .

“હવે તને પણ લીફ્ટ ની ક્યાં જરૂર છે? તે પણ નવું એકટીવા લઇ જ લીધું ને? મેં હસતા હસતા કહ્યું, . અને હું ત્યાં થી ઘરે જવા નીકળી ગયો, અસલમ ફરી તેના જુના રૂટીન માં આવી ગયો, ઓટા ઉપર બેસી ને વાજુ વગાડતો, હું ફ્રેશ થયો ત્યાં સુધી માં રૂકસાના પણ આવી ગઈ, રૂકસાના બાથરૂમ માં ગઈ, તેણી ના ફોન માં રીંગ વાગી, મેં ફોન ના ડિસ્પ્લે પર નજર કરી કોઈ RAJAK નો ફોન હતો મેં ઉપાડ્યો ને સામે થી.,

“હેલ્લો રૂકસાના કેમ ફોન ના કર્યો, તું પહોચી ગઈ કે કેમ? કોઈ સમાચાર નહી, ?

“હેલ્લો તમે કોણ બોલો છો? રૂકસાના બાથરૂમ માં ગઈ છે.” મેં કહ્યું.,

સામેથી ફોન કપાઈ ગયો, ત્યાં રૂકસાના બહાર આવી અને કહ્યું, “કોનો ફોન હતો ભાઈજાન ?”

“કોઈ રજાક હતો, ફોન કાપી નાખ્યો, કોણ છે એ, ? મેં કહ્યું,

“ભાઈ જાન એ અમારા પાર્લર માં કોસ્મેટીક્સ ની સપ્લાય કરતો, ” રૂકસાના એ કહ્યું,

“તો ફોન કેમ કાપી નખ્યો, વાત કરવી જોઈએ ને?” મેં કહ્યું, .

“રજાક ના અબુ એ મુંબઈ માં મને સારી એવી મદદ કરી છે ભાઈજાન, તેમના આગ્રહ થી જ રજાક મને રેલ્વે સ્ટેસન સુધી મુકવા આવ્યો હતો, હું તેમને કહી ને આવી હતી કે ઘરે પહોંચી ને તરત જ ફોન કરીશ, પણ હું ભૂલી ગઈ, એ છોકરા ની મુંબઈ માં કોસ્મેટીક્સ ની દુકાન છે, દુકાન તેના અબ્બુ સંભાળે છે અને રજાક ફિલ્ડ માં સેલ કરે છે, ” રૂકસાના એ કહ્યું,

“બીજું કશું નથી ને ? રૂકસાના “ મેં મજાક માં પૂછ્યું,

તેણી સરમાઈ ને કિચન માં ચાલી ગઈ, હું થોડું થોડું સમજી ગયો હતો રૂકસાનાના ચહેરા ના હાવભાવ જોઈ ને પણ રૂકસાના ના મોંઢે સાંભળવું હતું એટલે મેં પૂછ્યું.

“તેમનું ફેમીલી બેકગ્રાઉન્ડ કેવું છે?”

“ભાઈ એવું કસું નથી જેવું તમે વિચારો છો, ” રૂકસાના એ કહ્યું,

“હા પણ મેં ક્યાં એવું કંઈ કહ્યું કે વિચાર્યું ? મેં કહ્યું.,

થોડી વાર શાંતિ છવાઈ ગઈ ઘર માં ત્યાર બાદ રૂકસાના રસોડા માંથી ચાય લઇ ને આવી અને કહ્યું, “ભાઈજાન રજાક ના અબુ એ કહ્યું હતું કે ઘરે જઈ ને તારા અબુ થી વાત કરાવજે”

“ઓહહ.... હહ તો એમ વાત છે” મેં ફરી હસતા હસતા કહ્યું,

રૂકસાના ફરી સરમાઈ ને ચાલી ગઈ, મેં રૂકસાના ના ફોન માં થી રજાક ના નંબર કાઢી અને મારા મોબાઈલ માં સેવ કર્યા, તરત જ રૂકસાના ના ફોન માંથી જ ફોન કરી પહેલા તો થોડો ધમકાવ્યો, અને પછી કહ્યું, ”તારા અબુ થી વાત કરાવજે મારા અબુ ને વાત કરવી છે, ”

“જી સલીમ ભાઈ હું રાત્રે ઘરે જઈ અને વાત કરાવું, ”

“જી ખુદા હાફીઝ, ” “ખુદા હાફીઝ”

ક્રમશઃ આવતા ગુરુવારે.....