આગળ આપણે જોયું કે દેવ અનુ ને મૂવી જોવા માટે લઈ જાય છે. ત્યાં તે અનુ ને શું તે કોઈ ના પ્રેમ માં છે તેવો પ્રશ્ન પૂછે છે? અનુ નો જવાબ ન આવતા તે અનુ ને પોતાના મન ની વાત જણાવા નો નિર્ણય કરે છે. અને ઘરે પાછા ફરતી વખતે તે તેના પ્રેમ નો પ્રસ્તાવ અનુ સમક્ષ મૂકે છે.
હવે આગળ.....
અનુ ને પોતાના મન ની વાત કરી દીધા બાદ દેવ ગાડી ને સાઈડ માં ઉભી રાખે છે.અને અનુ ની સામે જવાબ ની અપેક્ષા માં જોઈ રહે છે.દેવ ની વાત સાંભળીને અનુ મીઠી મૂંઝવણ અનુભવે છે. છોકરી ગમે તેટલી મોડર્ન થાય પણ પ્રેમ નો સ્વીકાર કરતા પહેલા વિચાર જરૂર કરે છે. અનુ ની સાથે પણ તેજ થઈ રહયું છે. તે દેવ ને પસન્દ તો કરે છે. પણ પ્રેમ એ જીવનભર નાસાથ છે.આથી તે દેવ ને શું જવાબ આપવો તે વિચારે છે.
અનુ દેવ ને કહે છે કે તમે મને પસન્દ છો ,પણ પ્રેમ માટે મેં ક્યારેય વિચાર્યું નથી.આથી મને વિચારવા માટે સમય જોઈએ છે.દેવ અનુ ને કહે છે કે તમે આજે રાતે વિચાર કરી લો અને મને સવાર સુધી માં જવાબ આપજો.
અનુ હા પડે છે. દેવ અનુ ને કહે છે કે મારે બીજું કાંઈ પણ કહેવું છે. અનુ તેની સામે જુવે છે. દેવ તેને કહે છે કે બસ ની હડતાલ વળી વાત ખોટી છે.તેને અનુ ને પોતાના દિલ ની વાત કહેવા માટે સમય જોઈતો હતો એના માટે એને અનુ ને એવું કહ્યું હતું પણ હવે જ્યારે એ અનુ ને પોતાની વાત કહી ચુક્યો છે ત્યારે તેને સાચું કહેવું જરૂરી હતું.જો કાલે તેની હા હશે તો એ એના માટે સોનેરી દિવસ હશે અને જો ના હશે તો કાલે સવારે તેઓ ગામ જવા નીકળી જશે અને હંમેશા સારા દોસ્ત બનીને રહેશે.
અનુ ને દેવ ના વિચારો પ્રત્યે માન જન્મે છે.અનુ માત્ર હકાર માં માથું ધુણાવે છે.અને દેવ ને કહે છે કે તે તેનો નિર્ણય કાલ સવાર સુધી માં ચોક્કસ દેવ ને કહેશે.પણ તે એક પ્રશ્ન પૂછવા માંગે છે શું તે એ પ્રશ્ન પૂછી શકે છે? દેવ હા પાડે છે. અનુ દેવ ને કહે છે કે અગર તે દેવ ને હા પાડશે તો શું દેવ ના માતાપિતા તેનો સ્વીકાર કરશે? કારણકે અનુ શ્રીમંત નથી અને નાના ગામ માં રહે છે.દરેક માબાપ ના પોતાના બાળક ને લઈને સપના હોય છે જેમાં નું એક સપનું લગ્ન નું પણ હોય છે.દેવ અનુ ને કહે છે કે તેના માતા પિતા ને આ બધી વાતો થી કોઈ ફેર પડતો નથી.અગર અનુ તેને હા પાડશે તો દેવ તે જ વખતે તેના માબાપ ને અનુ તેમની થનારી પુત્રવધૂ છે એમ કહી ને જ મેળવશે.
દેવ અનુ ને કહે છે કે શું તેના પિતા મનસુખભાઇ આ લગ્ન માટે તૈયાર થશે? અનુ કહે છે કે તેને નથી ખબર કે તેના પિતા ના વિચારો શું હશે? પરંતુ તેને એટલી ખબર છે કે તે તેના પિતા ને સમજાવશે તો તેના પિતા જરૂર સમજશે. હવે, આપણે ઘરે જવું જોઈએ એમ કહી દેવ ગાડી ચાલુ કરે છે . અને બન્ને જણા ઘરે પહોંચે છે.
રાત ના અગિયાર વાગ્યા હોવા થી દેવ ના માતાપિતા સુઈ ગયા હોય છે.દેવ અને અનુ પોતાના રૂમ તરફ આગળ વધે છે. દેવ અનુ ને કહે છે કે અગર અડધી રાતે પણ તમે નક્કી કરી લો તો મારા રૂમ નું બારણું ખખડાવી ને મને જણાવી દેજો. કારણકે આજ ની રાત હું ઊંઘી નહિ શકું.અનુ હસી ને હકાર માં માથું ધુણાવે છે અને પોતાના રૂમ માં જતી રહે છે.
અનુ કપડાં બદલી ને બેડ પર આડી પડે છે.તે વિચારે છે કે દેવ સજ્જન છે, ભણેલો છે અને શ્રીમંત પણ છે. તેના પિતા ની પણ તેણે ઘણી મદદ કરી છે. તે કોઈ પણ યુવતી નો આદર્શ પુરૂષ છે. કદાચ મારા પિતા પણ દેવ કરતા વધારે સારો છોકરો મારા માટે શોધી નહીં શકે! આમ પણ લગ્ન કરવા માટે તમે સામે વાળા ને કેટલો પ્રેમ કરો છો તેના કરતાં સામેવાળો વ્યક્તિ તમને પ્રેમ કરતો હોય તે વધારે જરૂરી છે.
શું મારે દેવ ને હા પાડી દેવી જોઈએ? ના પાડવાનું કોઈ કારણ પણ તો નથી.એમ પણ દેવ ને મેં જ્યારે પ્રથમવાર જોયો ત્યારે મને પણ તો તે ગમ્યો હતો. મેં પણ દેવ માટે આકર્ષણ અનુભવ્યું હતું. અનુ મન માં વિચારે છે. તે હસી પડે છે અને તેના પિતા ને ફોન લગાડે છે.
મનસુખભાઇ પણ જાણે અનુ ના ફોન ની રાહ જોતા હોય તેમ પેહલી રીંગ વાગતા જ ફોન ઉપાડી લે છે. તે અનુ ને કહે છે કે કેમ દીકરા છેક હવે યાદ આવી પિતાની..... અનુ કહે કહે છે કે માફ કરજો ,પપ્પા બપોર પછી હમણાં જ ફ્રી થઈ છું. આથી તમને અત્યારે ફોન કર્યોં.
અનુ તેના પિતા ને દેવ સાથે થયેલી ઘટના ને વિસ્તાર પૂર્વક કહે છે. અને સાથે એમ પણ કહે છે કે તેને પણ દેવ પસન્દ છે.પરંતુ તે તેના પિતા નો અભિપ્રાય જાણવા ઈચ્છે છે.મનસુખભાઇ પોતાની દીકરી પર ગર્વ અનુભવે છે. તેઓ ખુશી અનુભવે છે કે પોતાની દીકરી કોઈ પણ જાત ના છોછ વગર આટલી મહત્વ ની ઘટના એમને કહી રહી છે.તેઓ અનુ ને કહે છે કે મને તારા પર પૂરતો વિશ્વાસ છે.દેવ મને પણ પસન્દ છે. તેમ છતાં તારો જે પણ નિર્ણય હોય એમાં હું તારી સાથે છું.
અનુ મનસુખભાઇ ની વાત સાંભળી ને ખુશ થઈ જાય છે. તેને શાંતિ થાય છે કે તેના પિતા તેના દરેક નિર્ણય માં તેની સાથે છે.તે મનસુખભાઇ ને કહે છે કે તેનો નિર્ણય તે કાલે સવારે દેવ ને જણાવશે. મનસુખભાઇ તેને કહે છે કે સમજી વિચારીને નિર્ણય લેજે દીકરી . આ નિર્ણય પર તારી જિંદગી નભે છે.અનુ તેના પિતા ને કહે છે કે તે ચિંતા ના કરે. તે જે પણ નિર્ણય લેશે તે સમજી વિચારીને લેશે. એમ કહી ને તે ફોન મૂકે છે.
અનુ શું નિર્ણય લેશે? અને તેની દેવ પર શું અસર થશે તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.