Varta tamari shabdo amara in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | વાર્તા તમારી શબ્દો અમારા

Featured Books
Categories
Share

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 4

પરીશા એ પોતાના પિતા ની હત્યા કરી નાખી એ વાત હજુ સુધી સુરેશના માનવામાં જ આવી રહી નહોતી. પણ જે બનવાનું હતું એ તો બની જ ગયું હતું. એટલે સુરેશને હવે પરીશા ની વાત સાંભળવા સિવાય નો બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

પરીશા એ હવે સુરેશને પોતાની આપવીતી કહેવા માંડી.

પરીશા એ કહ્યું, "આમ તો હું મારા માતા પિતા બંનેની એકની એક દીકરી જ છું. મારા માતા પિતા ના લગ્નના લગભગ સાત વર્ષ પછી મારો જન્મ થયો. મારા જન્મ પછી મારા પિતાની ખૂબ પ્રગતિ થઈ. હું એમના માટે ખૂબ જ શુભ નીવડી. એમની પ્રગતિ દિવસે ન વધે એટલી રાતે વધતી હતી ને રાતે ન વધે એટલી દિવસે વધવા લાગી. મારા જન્મ પહેલાં મારા માતા પિતા ની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. પરંતુ મારા જન્મ પછી ખૂબ જ સારી સ્થિતિ આવી ગઈ. મારા પિતાને અઢળક પૈસો મળવા લાગ્યો. પૈસાની તો જાણે અમારા ઘરમાં નદીઓ વહેવા લાગી. મારા પિતાને કાપડની દુકાન હતી. એમાંથી હવે એક મોટો શો રૂમ બની ગયો હતો. અમારી જિંદગી ખૂબ જ વ્યવસ્થિત ચાલતી હતી. પણ ખબર નહીં કોની નજર લાગી કે, એ સમય બહુ વધુ વાર ન ટકી શક્યો.

એક દિવસ-

"પપ્પા ને ક્યાંક ધંધા અર્થે ક્યાંક બહાર જવાનું થયું. એ દરમિયાન એના પાર્ટનર દેવરાજ એ ગબન કર્યું. અને પોતે ચાલાકી વાપરી કંપની ના 70 % શેર ખરીદી લીધા અને પોતે કંપની નો માલિક બની બેઠો. મારા પિતા એ પાછું આવીને જોયું તો એ તો સાવ બરબાદ થઈ ગયા હતા. દેવરાજ પપ્પાનો ખૂબ જ ભરોસાપાત્ર માણસ હતો. પપ્પા ને તો કલ્પના માં જ નહોતું આવતું કે, દેવરાજ જેવો માણસ એવું કંઈ પણ કરી શકે. પણ જે બન્યું હતું એ સત્ય હકીકત હતી. એની પાસે આ વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો."

"મારા પપ્પા આ એટલો મોટો આઘાત સહન ન કરી શક્યા. એ ખૂબ જ ગમગીન રહેવા લાગ્યા. એ દારૂના નશામાં ધૂત રહેવા લાગ્યા. મારી મમ્મી પર પણ અત્યાચાર કરવા લાગ્યા હતા. એનું શારીરિક અને માનસિક શોષણ કરવા લાગ્યા. ઘરમાં રોજ રોજ ઝઘડા થવા લાગ્યા. ક્યારેક હું પણ એમના ગુસ્સાનો ભોગ બનતી. પણ ધીરે ધીરે અમે એમને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા. પણ પોતાની બરબાદી નો એમને એટલો બધો આઘાત લાગ્યો હતો કે એ કઈ પણ વાત સમજવા જ નહોતા માંગતા. બદલાની ભાવના માં એ ઝુરવા લાગ્યા. એટલે સુધી તો ઠીક હતું પણ એક દિવસ ની વાત છે.

એ કોઈ અજાણ્યા માણસને ઘેર લઈ આવ્યા અને મારી મમ્મી ને કહેવા લાગ્યા, "જો પ્રિયા, તારે આજે આ માણસને ખુશ કરી દેવાનો છે. જા, તું સરસ કપડાં પહેરીને તૈયાર થઈ જા. અને આને આપણા બેડરૂમમાં લઈ જા. અને એ જે માંગે તે તું એને આપજે. જો તું એને ખુશ કરી દઈશ તો એ આપણને 1 લાખ રૂપિયા આપશે."

મારી મમ્મી તો આ સાંભળીને જ ઝબકી ગઈ. તેને થયું, કોઈ પતિ પોતાની પત્નીનો સોદો કઈ રીતે કરી શકે? મારી મમ્મી એ વિરોધ કર્યો. પપ્પા થી એ સહન ન થયું. બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. અને પછી મારા પપ્પા મારી મમ્મી પર હાથ ઉપાડવા લાગ્યા. એને ઘસડી ને પોતાના બેડરૂમ માં લઈ ગયાં અને પેલા અજાણ્યા માણસ ને પણ ત્યાં જવા કહ્યું. પેલો ત્યાં ગયો અને મારા પપ્પાએ રૂમનો દરવાજો બંધ કર્યો. મારી મમ્મી ચીસો પાડતી રહી. અને પેલો નાલાયક મારી મમ્મી ના શરીર ને ચૂંથતો રહ્યો. એણે મારી મા ને પીંખી નાખી. મારી મા ચીસો પાડતી રહી પણ મારા બાપને એની જરા પણ દયા ન આવી. એ તો પૈસા ની ભૂખ પાછળ પાગલ થઈ ગયો હતો. પેલો માણસ મારી મા નો બળાત્કાર કરીને ચાલી ગયો. ને રૂપિયા ની નોટો મારા બાપને માથે ફેંકતો ગયો. મારો બાપ ગાંડો થઈ ગયો હતો એ નોટો જોઈને. એને પોતાની પત્નીની જરા પણ દયા ન આવી. અને મેં આ બધું મારી નજરે જોયું." આટલું બોલી પરીશા અટકી.

"તો તે એને રોકવાનો પ્રયત્ન ન કર્યો?" સુરેશે પૂછ્યું.

"કર્યો મેં પ્રયત્ન સુરેશ. પણ હું નિષ્ફળ નીવડી. હું જેવી વચ્ચે પડવા ગઈ કે, મારા બાપે મને જોરથી પકડી ને મારુ મોઢું બાંધી દીધું અને મને ચૂપ રહેવા કહ્યું. પણ એમ હું ચૂપ રહેવા માંગતી નહોતી. એટલે મેં પુરા પ્રયત્નો કર્યા. પણ એમને મને એવી રીતે બાંધી દીધી કે, હું બધું જોઈ તો શકું પણ કાંઈ કરી ન શકું. હવે તું જ કહે, હું શું કરું? અત્યાર સુધી તો હું મારો બાપ દારૂ પીતો હતો એની સામે બહુ વાંધો નહોતો ઉઠાવ્યો. પણ આ જે એણે કૃત્ય કર્યું હતું એ તો એક દંડનીય અપરાધ છે. તે દિવસે મેં જે જોયું, એ પછી તો મેં નક્કી જ કરી નાખ્યું કે, આ માણસ ભલે મારો બાપ હોય પણ એને એના કર્મ ની સજા તો મળવી જ જોઈએ. અને એને હું જ સજા આપીશ. હું એને મારી નાખીશ. તે દિવસે જ મેં નક્કી કર્યું.

આ ઘટના બની એ જ દિવસે રાતે જ્યારે મારો બાપ સુઈ ગયો હતો ત્યારે મેં ઓશીકું લીધું. અને એના મોઢા પર જોરથી દાબી દીધું. જેથી એ શ્વાસ ન લઈ શકે અને ત્યાં જ મરી જાય સાલો હરામી. એ તડપતો રહ્યો પણ મેં એનો શ્વાસ ન નીકળ્યો ત્યાં સુધી ઓશીકું મૂક્યું જ નહીં. જેથી કોઈને ખ્યાલ જ ન આવે કે, કોઈએ આનું ખૂન કર્યું છે. આજે હું શાળા એ આવી ત્યારે મારો બાપ તો ઊંઘતો જ હતો. પણ મારી મા ને તો ખબર જ નથી કે, હવે એ ક્યારેય ઉઠવાનો નથી. મને હવે ઘરે જતા ખૂબ ડર લાગે છે. મારા થી ખોટું પગલું ભરાઈ ગયું. હું મારી મા ને શું જવાબ આપીશ?" ચિંતાતુર સ્વરે પરીશા બોલી.

"તું તારી મા ને સત્ય જણાવી દે." સુરેશે પરિશા ને સાચી સલાહ આપી.

હા, સાચી વાત છે તારી સુરેશ. મારે મા ને સત્ય જણાવી દેવું જોઈએ. પરીશા ને પણ સુરેશ ની વાત સાચી લાગી.

આ ચર્ચા થયા પછી પરીશા પોતાના ઘરે ગઈ. અને તેણે પોતાની માતા ને સત્ય જણાવી દીધું. તેની મમ્મી એ કહ્યું, હું સત્ય જાણું છું. તે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે. આમ પણ આવા માણસ સાથે હું વધુ જીવી શકત નહીં. ચાલ હવે આપણે તેના અંતિમ સંસ્કાર કરી નાખીએ.

બંને માં દીકરી એ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.

બાપ ના અને પતિ ના મૃત્યુ પર દીકરી કે મા બંનેમાંથી કોઈ ની આંખમાંથી એક ટીપું પણ ન સર્યું. ઉલ્ટું બંનેને હવે મુક્તિ નો એહસાસ થવા લાગ્યો હતો. આ ઘટના બન્યા ને 4 દિવસ થઈ ગયા હતા.

સુરેશ એ પરીશા ની વાત પૂરી કરી અને તેના કાકા કાકી ને કહ્યું, "આમ વાત હતી તે દિવસે એટલે જ હું ઘેર મોડો આવ્યો હતો."

મીના કાકી એ કહ્યું, "સુરેશ, પરીશા એ જે કાંઈ પણ કર્યું એ યોગ્ય જ છે. આવા માણસને વધુ જીવવા દેવાય જ નહીં. ખરેખર પરીશા ખૂબ જ હિંમતવાળી છોકરી છે. તું એક કામ કર. એ છોકરી ને એક વખત ઘરે મળવા બોલાવ. મારે આવી બહાદુર છોકરી ને મળવું છે."

સારું, કાકી. તમે કહો છો તો ક્યારેક જરૂર બોલાવીશ. સુરેશે કહ્યું.

"ક્યારેક શા માટે, આવતા રવિવારે જ એને બોલાવ." મીના એ કહ્યું.

***

આજે રવિવાર થઈ ગયો. પરીશા આજે મળવા આવવાની હતી. સુરેશ રાહ જોઈ રહ્યો. ત્યાં જ પરીશા આવી. સુરેશે મીના કાકી સાથે પરીશા ની ઓળખાણ કરાવી. "કાકી, આ પરીશા છે. ને પરીશા, આ મારા મીના કાકી છે. સુરેશે હજુ કાકીની ઓળખાણ કરાવી ત્યાં જ મહેશ પણ આવ્યો એટલે એની ઓળખાણ કરાવતા સુરેશે પરીશા ને કહ્યું, પરીશા, આ મારા મહેશ કાકા છે અને કાકા આ મારી મિત્ર પરીશા છે.'

મહેશ અને પરીશા બંને એ એકમેકને જોયા અને બંને એકબીજા ને જોઈને સ્તબ્ધ થઈ ગયા.