Karma no kaydo in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 28

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કર્મનો કાયદો ભાગ - 28

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૮

પાપ અને પુણ્ય

સામાન્ય રીતે લોકો કર્મના બે ભેદ પાડે છે, જેમાં એક પાપકર્મ અને એક પુણ્યકર્મના નામથી ઓળખાય છે. લેટેસ્ટ વિચારધારામાં પૉઝિટિવ થિન્કિંગ અને નેગેટિવ થિન્કિંગના નામથી પણ ઓળખે છે.

‘ભગવદ્‌ગીતા’ના મતે ત્રણ ગુણો પૈકી કર્મમાં જ્યારે સત્ત્વગુણ પ્રધાન હોય અને રજોગુણ તથા તમોગુણ ગૌણ હોય તેવાં કર્મો એ પુણ્યકર્મ કે પૉઝિટિવ કર્મ કહેવાય છે, જ્યારે રજોગુણ કે તમોગુણ પ્રધાન હોય ત્યારે તે કર્મો પાપકર્મ કે નેગેટિવ કર્મ કહેવાય છે.

આપણા પ્રાચીન મત મુજબ પાપ કરનારને નર્ક અને પુણ્ય કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ઇસ્લામમાં પણ પાપ કરનારને દોઝખ અને પુણ્ય કરનારને ઝન્નતની પ્રાપ્તિ બતાવી છે. ક્રિશ્ચયન ધર્મ પણ પાપ-પુણ્યના ભેદ બતાવીને પુણ્યશાળીને હેવન (રીટ્ઠદૃીહ)ની પ્રાપ્તિ બતાવે છે. દુનિયાના મોટા ભાગના ધર્મોએ પાપ અને પુણ્યની થિઅરીનો સ્વીકાર કર્યો છે અને તેની સારી-નરસી ગતિ બતાવી છે.

જે કર્મોથી શુભ ગતિ થાય છે તે પુણ્યકર્મ છે અને જે કર્મોથી અશુભ ગતિ થાય છે તે પાપકર્મો છે, જેથી તમામ ધર્મો પાપ અને પુણ્યની ગતિ માટે એક મત આપે છે, પરંતુ આ પાપ કહેવાય અને આ પુણ્ય કહેવાય, આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય તે બાબતમાં એકમત નથી. એક ધર્મ જેને સારું કહે છે તેને બીજો ધર્મ ખરાબ કહે છે અને એક ધર્મ જેને પુણ્ય કહે છે તેને બીજો ધર્મ પાપ કહે તેવા પણ મતભેદ જોવા મળે છે, જેથી પાપ છે, પુણ્ય છે, સ્વર્ગ છે અને નર્ક છે તે વાત ઉપર સહુ એકમત છે, પણ શું પાપ છે અને શું પુણ્ય છે, શું સ્વર્ગ છે અને શું નર્ક છે તે બાબતે પારાવાર મતભેદ પ્રવર્તે છે.

ક્રિશ્ચ્યન, બૌદ્ધ, મુસ્લિમ, યહૂદી, પારસી, અઘોરી, તાંત્રિક, કાપાલિક જેવા ધર્મો માંસાહારને પાપ નથી ગણતા, જ્યારે જૈન, વૈષ્ણવ, સાંખ્ય વગેરે ધર્મો મુજબ તે પાપ છે. વળી વિવિધ માંસાહારમાં પણ પાપ-પુણ્યના ભેદ છે, જેમ કે હિન્દુઓ ગાયના માંસ ભક્ષણને પાપ માને છે, જ્યારે ક્રિશ્ચ્યન, યહૂદી વગેરે જેવા ધર્મો તેમાં કોઈ પાપ માનતા નથી. વળી મુસ્લિમો ડુક્કરનું માંસભક્ષણ પાપ માને છે, તો ક્રિશ્ચ્યન, યહૂદી વગેરે તેમાં પાપ નથી માનતા.

હિન્દુ મત મુજબ સ્નાન એ પુણ્યકાર્ય છે. સ્નાનાદિક વગર કોઈ પૂજા-અર્ચના ન થઈ શકે, તેમાં પણ ગંગા જેવી પવિત્ર નદીઓના સ્નાનને તો જન્મોજન્મનાં પાપ ધોવારૂપી પુણ્ય સમાન ગણેલું છે, જ્યારે જૈન મત મુજબ સ્નાન એક પાપ છે. જૈન મત મુજબ નાહવું-ધોવું, રસોઈ કરવી, ચાલવું અને બોલવું વગેરે સર્વ પાપ જ છે. કારણ કે તેમાં પણ સૂક્ષ્મ જીવો મરે છે, જ્યારે હિંદુ મત મુજબ ત્ત્ઉંદ્યગક્ર થ્ૠક્રક્રશ્વ મૠક્રષ્ટઃ મૠક્રષ્ટ ઉંદ્યગક્ર ભબહ્મ ન’ કહીને અહિંસાને બિરદાવવાની સાથે ધર્મરક્ષાર્થે થતી હિંસાને પણ બિરદાવવામાં આવી છે, જેથી જૈન પાપ અલગ અને હિંદુ પાપ અલગ, હિંદુ પુણ્ય અલગ અને જૈન પુણ્ય અલગ, મુસ્લિમ પાપ અલગ અને હિંદુ પાપ અલગ.

હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મો મૂર્તિપૂજક છે. જ્યારે મુસ્લિમો મૂર્તિપૂજાના વિરોધી છે. વિરોધ પણ એટલી હદે કે મુસ્લિમ આતંકવાદી સંગઠનો મૂર્તિપૂજકોને અલ્લાવિરોધી માને છે અને તેમની વિરુદ્ધ જેહાદ જગાડી તેમનો ખાતમો કરવા ઇચ્છે છે. જેહાદી આતંકવાદીઓ મૂર્તિપૂજકોની હત્યામાં પુણ્ય જુએ છે.

જો પાપ અને પુણ્યનાં મતમતાંતર હોય તો પૉઝિટિવ અને નેગેટિવ વિચારધારા માટે પણ મતમતાંતર રહેવાનાં. એક ચોર પોતાની ચોરીમાં સફળતા જુએ છે, તેથી કેમ સફળ ચોરી કરવી એ ચોર માટે પૉઝિટિવ થિન્કિંગ છે, જ્યારે ચોરી એ સામાજિક અને કાયદાકીય દૃષ્ટિએ અપરાધ અને નેગેટિવ વિચારધારા છે.

પ્રત્યેક યોદ્ધો પોતાની જાતને પૉઝિટિવ માને છે અને હારને નેગેટિવ, જેથી એકનો પૉઝિટિવ વિચાર પણ બીજા માટે નેગેટિવ સાબિત થાય છે. વ્યક્તિગત અને સાંપ્રદાયિક દૃષ્ટિકોણના કારણે આ બાબતે હજારો મતમતાંતર પ્રવર્તે છે.

આવાં મતમતાંતરોમાં પાપ-પુણ્ય, શુભ-અશુભ, સ્વર્ગ-નર્ક, ઇષ્ટ-અનિષ્ટ વગેરે બાબતોનો વિચાર કરવા બેસીએ તો પાર પમાય તેમ નથી. પાપ અને પુણ્યની વિભિન્ન ધર્મોએ આપેલી વિચારધારાએ માણસને જટિલપણે ઉલઝાવીને ભરમાવ્યો છે.

આવા સંજોગોમાં કર્મોની પરિધિ ઉપર કર્મોનાં પાપ અને પુણ્યને ઓળખવાને બદલે કર્મોના કેન્દ્રબિંદુ ઉપર જ તેમને ઓળખી શકાય તેમ છે, જેથી શ્રીકૃષ્ણ પાપ અને પુણ્યની ઓળખ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી જ કરાવે છે. શ્રીકૃષ્ણની વાત વ્યક્તિગત અને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી ઉપર ઊઠેલી અને દરેકને સમાન રીતે લાગુ પડતી વાત છે. જ્યારે કર્મ સાત્ત્વિક હોય છે ત્યારે તે પુણ્યમય છે, પૉઝિટિવ છે અને શુભ છે, પરંતુ તે જ કર્મ જ્યારે રાજસી કે તામસી હોય છે ત્યારે તે પાપરૂપ, અશુભ અને નેગેટિવ છે. સાત્ત્વિક કર્મ અંતરના સત્ત્વને સ્પર્શે છે, તેથી તે કર્મ તેની બહારી પર્તોથી ગમે તેવું હોય, પણ પુણ્યકર્મ છે. શ્રીકૃષ્ણ કહે છે :

ઙ્ગેંક્રૠક્ર ષ્ ઇેંક્રશ્વમ ષ્ થ્પક્રશ્વટક્રળ્દ્ય્ક્રગૠક્રળ્ઘ્ૅ઼ક્રઃ ત્ન

ૠક્રદ્યક્રઽક્રઌક્રશ્વ ૠક્રદ્યક્રક્રતૠક્રક્ર બ્રસ્ર્શ્વઌબ્ૠક્રદ્ય હ્મબ્થ્દ્ય્ક્રૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૩૭

પમર્સ્ર્ટિંક્રળ્દ્ય્ક્રઢ્ઢબ્ડ્ડક્રજીબક્ર ત્ત્મક્રશ્વ ટક્રહૃન્બ્ર્ભિં ભક્રૠક્રગક્રઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૪-૧૮

અર્થાત્‌ જે કર્મો રજોગુણથી પેદા થાય છે તે કામ અને ક્રોધથી વ્યક્તિને પાપમાં નાખનારા છે તેમ જ જે કર્મો તમોગુણથી પેદા થાય છે તે વ્યક્તિને મહાપાપમાં નાખનારા છે. રજોગુણ અને તમોગુણજન્ય કર્મો જ પાપકર્મો છે, જેથી રજોગુણ અને તમોગુણના બદલે કર્મમાં સાત્ત્વિક ગુણોને પ્રધાન રાખવા જ શ્રેષ્ઠ છે. કર્મ જ્યારે સત્ત્વગુણપ્રધાન હોય છે ત્યારે તે પુણ્યમય હોય છે, પછી ભલે તેવાં કર્મોની બહારી પર્તો ગમે તેવી હોય.

દેશનો સૈનિક હાથમાં હથિયારો સાથે દુશ્મનોની કતલ કરે તો તે સાત્ત્વિક છે, પછી ભલે તે હત્યા હોય. માતાપિતા તેમના બાળકને કુમાર્ગે જતાં ઠપકો આપે, તેના કુસંસ્કારોને યોગ્ય સજા કરે તોપણ તે સાત્ત્વિક છે. ન્યાયાધીશ એક અપરાધીને સજા કરે તો તે સાત્ત્વિક છે. હિતૈષી મિત્ર અને ગુરુજનો કડવાં વચન બોલે તોપણ તે સાત્ત્વિક છે, પછી ભલે આવાં કર્મોમાં હત્યા, ઉગ્રતા કે કડવાપણું દેખાતાં હોય, તેમ છતાં આવાં કર્મો તેમની બહારી પર્તોથી નહીં, પણ અંદરથી સત્ત્વનાં સ્પર્શ પામેલાં હોવાથી શુભ છે.

દુરીજન કે નેહ સે ભલો સાંઈ કો ત્રાસ,

સૂરજ જબ ગરમી કરે તબ બરસન કી આસ.

કર્મોને તેમના બહારી દેખાવથી નહીં, પણ અંતરના સત્ત્વથી જોવાં જ યોગ્ય છે. બહારથી સુંદર અને પવિત્ર લાગતાં કર્મો અંદરથી મલિન પણ હોઈ શકે, જેથી પાપ-પુણ્ય, ઇષ્ટ-અનિષ્ટ, શુભ અને અશુભ કર્મો માટે શ્રીકૃષ્ણ કર્મોની સાત્ત્વિકતાને જ મહત્ત્વ આપે છે. શ્રીકૃષ્ણના મતે વ્યક્તિ ત્રણ ગુણો પૈકી સત્ત્વગુણનો આશ્રય કરે. ‘બ્ઌદ્બષ્ટર્દ્બિંક્રશ્વ બ્ઌઅસ્ર્ગડ્ડજીબક્રશ્વ’ જેવા શબ્દો સાથે શ્રીકૃષ્ણે કર્મમાર્ગમાં સત્ત્વગુણને પ્રાધાન્ય આપ્યું છે.

એક ક્રોધી વ્યક્તિએ તેના જીવનમાં પચીસ ખૂન કરેલાં. પચીસ ખૂનના અંતે તેને એક વખત તેના પોતાના જ ક્રોધી સ્વભાવ ઉપર પસ્તાવો થયો. તેણે કરેલા ખૂનથી લથપથ લાશો તેને સ્વપ્નમાં ડરાવવા લાગી, જેથી અકળાયેલો તે ખૂની એક સંત પાસે પહોંચ્યો. તેણે પોતાના ક્રોધી સ્વભાવની અને કરેલાં ખૂનો સંબંધી બધી વાત સંતને કહી સંભળાવી અને સંતનાં ચરણો પકડી પાપમાર્ગમાંથી બહાર લાવવા વિનંતી કરી.

તેની વિનંતી સાંભળીને સંતે તેને ધ્યાન, પ્રાણાયામ અને મંત્રના અમુક રસ્તાઓ બતાવ્યા અને ક્રોધ પર અંકુશ કરી સતત પરમાત્માનું ચિંતન-મનન કરવા કહ્યું. સંતના બતાવેલા માર્ગ ઉપર ચાલવા તે ખૂનીએ સંતને પૂરો વિશ્વાસ આપ્યો, પણ સાથે તેણે સંતને પૂછ્યું : “તમારા બતાવેલા માર્ગે ચાલતાં-ચાલતાં મારાં પાપ ધોવાયાં છે તેની ખાતરી હું કેમ કરી શકું ?” સંતે કહ્યું : “તારું મન જ્યારે નિર્મળ થઈને ધ્યાન અને ઈશ્વરના સ્મરણમાં આનંદિત થવા લાગે ત્યારે સમજવું કે તારાં પાપ ધોવાઈ ગયાં.”

સંતના આવા પ્રત્યુત્તર છતાં પણ તેને શાંતિ ન થઈ, જેથી તેણે સંતને કહ્યું : “તમે મને કોઈ ઠોસ પ્રમાણ આપો કે જેથી હું ખાતરી કરી શકું કે મારાં પાપ ધોવાઈ ગયાં છે.” બહુ આગ્રહના અંતે તે સંત જે લાલ શાલ ઓઢતા હતા તેમાંથી ફાડીને એક કાપડનો ટૂકડો તેને આપ્યો અને કહ્યું : “જ્યારે આ લાલ કાપડનો ટુકડો સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારાં વહાવેલાં લોહીનાં પાપ ધોવાઈ ગયાં છે.” સંતના જવાબથી રાજી થઈ તે ક્રોધી ખૂની જતો રહ્યો અને સંતના બતાવેલા માર્ગે ધ્યાન, પ્રાણાયામ, મંત્રજપ અને ઈશ્વરસ્મરણ કરવા લાગ્યો તેમ જ ખાતરી માટે સંતનો આપેલો લાલ કાપડનો ટુકડો ખિસ્સામાં રાખતો અને કાઢીને અવારનવાર જોતો રહેતો કે તે સફેદ થયો કે નહીં; પરંતુ લાલ કાપડનો ટુકડો કાંઈ સફેદ થતો નહોતો. આમ ને આમ પાંચ વર્ષ વીત્યાં.

એક દિવસ તે ખૂની પોતાના ખેતરેથી ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને કોઈ સ્ત્રીની ચિચિયારીઓ અને ‘બચાવો-બચાવો’ શબ્દો કાને પડ્યાં. તે શબ્દની દિશામાં દોડતો ગયો અને જોયું તો બે નરાધમો એક અબળા સ્ત્રીની લાજ લૂંટવાનો પ્રયાસ કરતા હતા. આ દૃશ્ય જોતાં જ તે ખૂનીને ક્રોધ આવી ગયો અને તેણે તે નરાધમોનાં માથાંમાં પોતાના ખેતીકામ માટે રાખેલી લાકડી વડે એવો પ્રહાર કર્યો કે એક નરાધમ તો ત્યાં ને ત્યાં જ મરી ગયો અને બીજો ભાગી ગયો. તે ખૂની સ્ત્રીને બચાવીને ગામમાં પરત આવ્યો, પરંતુ તેને અફસોસ થયો કે આ મેં શું કર્યું ? પાંચ વર્ષની સાધના ઉપર પાણી ફેરવ્યું ! મને તો ક્રોધ પણ ઊપજી ગયો અને મારા હાથે એક ઔર ખૂન થઈ ગયું !

તે રડતો-પસ્તાતો સંત પાસે આવ્યો. તેણે કહ્યું : “સંતમહારાજ ! હું નહીં સુધરી શકું. મારા હાથે આજે છવ્વીસમું ખૂન થઈ ગયું છે.” સંતે તેને આશ્વાસન આપતાં કારણ પૂછ્યું અને તેના જવાબમાં તે ખૂનીએ નરાધમો દ્વારા સ્ત્રીની લાજ લૂંટાવાની સમગ્ર ઘટના કહી સંભળાવી. કહેવાય છે કે ખૂનીએ રડતાં-રડતાં જે વાત કરી તે સાંભળીને સંતની આંખોમાં પણ ક્રોધનો લાલ રંગ ચમકી ઊઠ્યો. સંતે ખૂનીને કહ્યું : “તું મારો આપેલો કપડાનો લાલ ટૂકડો ખિસ્સામાંથી બહાર કાઢ.” તેણે કાપડનો ટુકડો બહાર કાઢીને જોયું તો લાલ કપડાનો ટુકડો સફેદ થઈ ગયો હતો. માનો કે સંતની આંખોએ કપડાંનો રંગ ચૂસી લીધો હોય તેમ સંતની આંખો લાલ અને કપડાનો ટુકડો સફેદ !

ખૂનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે સંતને આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે સંતે કહ્યું : “અબળા સ્ત્રીની લૂંટાતી લાજ ઉપર તને જે ક્રોધ આવ્યો તે રજોગુણજનિત ક્રોધ ન હતો, પરંતુ તે ક્રોધ ધ્યાન, પ્રાણાયામ અને ઈશ્વરસ્મરણથી નિર્મળ થયેલા તારા મનમાં સત્ત્વગુણજનિત ક્રોધ હતો. જેમ પ્રહ્‌લાદ ઉપર હિરણ્યકશિપુના અત્યાચારોથી ભગવાન વિષ્ણુને ક્રોધ થયો અને નરસિંહરૂપે તે ક્રોધ થાંભલો ચીરીને બહાર આવ્યો, તેમ સત્ત્વગુણથી નીકળતાં બધાં કર્મો શુભ હોય છે. તે શ્વેત-શુભ કર્મોએ તારા લાલ રૂમાલને પણ શ્વેત કરી નાખ્યો છે અને તને પાપોથી મુક્તિ મળી ગઈ છે.” આ કથા કાલ્પનિક લાગશે, પણ કપડાના રૂમાલને માણસનું અંતઃકરણ સમજી લઈએ તો કથાની કાલ્પનિકતા વાસ્તવિક બની જાય.

ભશ્ક્ર ગડ્ડધ્ધ્ બ્ઌૠક્રષ્ટૐઅક્રઅત્ઙ્ગેંક્રઽક્રઙ્ગેંૠક્રઌક્રૠક્રસ્ર્ૠક્રૅ ત્ન

ગળ્ગભ્ટશ્વઌ ખ્ક્રર્િઌક્રબ્ભ જ્ઞ્ક્રક્રઌગભ્ટશ્વઌ નક્રઌમ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૪-૬

પ્રકૃતિગત કર્મોમાં સત્ત્વગુણપ્રધાન કર્મો જ પુણ્યકર્મો છે. સત્ત્વગુણ વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરે છે, સુખ ઉપજાવે છે અને અંતે શુભ ગતિ કરાવે છે. સત્ત્વગુણ પોતે નિર્મળ હોવાથી તેનાં કર્મોનું ફળ નિર્મળ છે.

***