Trijo Prem.. in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | ત્રીજો પ્રેમ...

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ત્રીજો પ્રેમ...

THIRD LOVE…. ત્રીજો પ્રેમ...

આકાશના મનમાં સતત એક જ ગીત ગુંજી રહ્યું હતું. 'તુ પ્યાર કા સાગર હે.. તેરી એક બુંદ કે પ્યાસે હમ'....… ગઇકાલે જ્યારથી તે સોનલની સંગીત સંધ્યામા જઇ આવ્યો ત્યારથી આ એક જ ગીત તેના હોઠ પર ગુંજી રહ્યું હતું. જાણે સોનલે તેના માટે જ આ ગીત ગાયુ હતું. પોતાનુ જીવન પણ લગભગ આવું જ હતું. પોતાને પણ પ્યારનો સાગર પોતાની સામે હોવા છતાં તેની એક બુંદ માટે હમૈશા તરસતો રહ્યો હતો. લોકો કહે છે જીવનનો પ્રથમ પ્રેમ કયારેય નથી ભુલાતો. લોકો કદાચ તે એક સ્ત્રી પુરુષના પ્રેમ માટે કહેતા હસે પરંતુ હકીકત તો એ છે કે દરેકને જીવનમાં પ્રથમપ્રેમ તો પોતાની માતા સાથે જ થાય છે. માતા જ એક એવી વ્યક્તિ છે જે સંતાનને જન્મથી જ કે જન્મ પહેલાંથીજ પ્રેમ કરે છે. તેનો પ્રેમ કયારેય પોતાના સંતાન માટે ઓછો થતો નથી તેથી જ તે પ્રેમ સાગર કહેવાય છે.

આકાશ તો તેના એ પ્રથમ પ્રેમસાગરના પ્રેમનીબુંદ માટે પણ તરસતો રહેલ કારણ તેના જન્મ પછી થોડા સમયમાં જ તેના માતા પિતા વચ્ચે કોઈ બાબત જગડો થતા બન્ને વચ્ચે મનમેળ ના રહેતા બન્ને એ છુટાછેડા લીધેલ. પોતે તો બહુજ નાનો હતો. તેથી પુરી પરિસ્થિતિ જાણતો નહતો.પરંતુ કોર્ટે તેમની કસ્ટડી પોતાના પિતાને આપેલ. પિતાજ આર્થિકરીતે સધ્ધર હોય આકાશનુ ભરણ પોષણ કરી સકવા સમર્થ હોય કોર્ટે પોતની કસ્ટડી માતાને ન સોપતા પિતાને આપેલ. આમ તેને માતા પિતા બન્નેની સાથે રહેવા ન મળેલ. તે પોતાના પિતા સાથેજ રહેતો હતો. આમ તે હમેંશા માટે પોતાના પ્રથમપ્રેમ માતાના પ્રેમથી વંચિત રહેલ.

જો કે પોતાના પિતાએ મા અને બાપ બન્નેની જવાબદારી એકલા હાથે સારી્ રીતે નિભાવેલ.પિતાએ પોતાને સારા સંસ્કાર આપ્યા. પગભર થવાય તેટલું શિક્ષણ અપાવ્યું. પોતે એંજીન્યર થયો અને એક સારિ કંપનીમા તેને જોબ પણ મળી ગયેલ. પિતાએ બધીરીતે પોતની તમામ જવાબદારી પુર્ણકરી અને આ દુનિયામાંથી વિદાય લીધેલી. પરંતુ `મા `તે `મા `તેની કમિ તો હમેંશા રહેવાની જ. પોતે ત્યારથી તે દુનિયામાં એકલો થઈ ગયેલ.

કોલેજ કાળમા પોતે અંતર્મુખ સ્વભાવનો હતો. તેને કારણે તે બહુબધા લોકોના સંપર્કમા ન હતો. પોતાને લેખનકાર્યનો શોખ પહેલાથી જ હતો. તે કોલેજમાં કાવ્યલેખન સ્પર્ધા નાટક લેખન વગેરેમા બહુ જ રસ લેતો. કોલેજના આખરી વર્ષોમાં તેનુ લખેલ નાટક વાર્ષિક ઉત્સવમા ભજવાનુ નક્કી થયેલ. બધી તૈયારી જોરશોરમા ચાલતી હતિ. એવામા છેક છેલ્લી ઘડીએ નાટકના મુખ્ય નાયકને અકસ્માત થતા તે પાત્ર ભજવવા અસમર્થ થયેલ. મુખ્ય પાત્રને છેલ્લી ઘડીએ કોણ ભજવે. મુખ્યપાત્ર જ બરાબર ન હોય તો નાટક સફળ શી રિતે થાય. મુખ્યપાત્ર સારી રિતે સમજીને સંપૂર્ણ ન્યાય આપી શકે તેવુ કોઇ ન મળતા છેલ્લે આકાશને જ એ પાત્ર ભજવવુ એવુ નક્કી થયુ. તેમાંથી તેનો સંપર્ક નાટકની મુ્ખ્ય નાયિકા ચાંદની સાથે થયો. ચાંદની એક સરસ છોકરી હતી. નાટક એક પ્રણયકથા પર આધરીત હતુ. તેથી મુખ્ય નાયક નાયિકાને સાથસાથ પ્રેમી-પ્રમીકાનો અભિનય કરવાનો હતો. ચાંદની એક અનુભવિ કલાકાર હતી. જ્યારે આકાશ એક લેખક હતો.તેને અભિનયનો અનુભવ નહતો. રિહર્સલ દરમ્યાન ચાંદનીએ આકાશને અભિનય કળામા ઘણી મદદ કરી. અંતમા બન્ને એ જાનદાર અભિનય કર્યો. નાટક એકદમ સફળ રહ્યુ. પરંતુ નાટકનુ રિહર્સલ કરતા કરતા તેનુ દિલ ક્યારે ચાંદની સાથે જોડાઇ ગયુ તેની તેને ખબર જ ના રહિ. પરંતુ તે પોતાના જિવનના આ પ્રેમથી પણ વંચિત રહ્યો. તે પોતાનો પ્રેમને સમજે અને ચાંદનીની સમક્ષ પ્રપોજ કરે તે પહેલાં તો તેની કોલેજ પુરી થઈ ગઇ. અને કોલેજ પુર્ણ થતા જ ચાંદની પોતાના શહેર ચાલી ગઇ. પોતાનો બીજો પ્રેમ એમ જ અધુરો રહિ ગયો. આ માટે તે પોતાની જાતને જ કોસતો રહ્યો. કારણ પોતે જ પોતાનો પ્રેમને સમજીને સમયસર એકરાર ન કરિ શકયો. કદાચ પોતાના એ પ્રેમને પોતે સમજીને સમયસર ચાનદની સમક્ષ એકરાર કરિ લીધો હોત તો કદાચ આજે પોતે એ પ્રેમથી તો ના જ વંચિત રહેત. પોતાની આ નબળાઇની તેને મોટી કિમત ચુકાવવિ પડી. પોતાનો એ પ્રેમ એકતરફી હ્તો કે બન્ને તરફ હતો તે પણ નક્કિ ન થઇ સક્યુ. પરંતુ તેને તો ચાંદની સાથે દિલથી પ્યાર થઇ ગયો હતો.તે તેને જ હરપળ યાદ કરતો હતો.પરંતુ હવે શુ થાય. હવેતો તેનાથી ચાંદનીથી દુર જતી રહી હતિ. હવે તેના મળવાની કોઇ આશા પણ રહિ નહતી. કારણ તે ક્યા ગઇ તે કોઇને જ ખબર ના હતી. સમય દરેક દર્દની દવા છે. સમય જતા પોતાની આ નબળાઇને તેણે મનમાંથી ખંખેરી નાખી. અને પોતાનું બધું જ દર્દ તેણે પોતાની લેખન ક્રુતિમા વાળીને પોતાનું લેખન સુધારી દિધુ. માનો તેના એ દર્દથી જ તેની કલમ વધારે શક્તિશાળી બની. તેની દરેક ક્રુતિ દિનપ્રતિદિન સારી બનવા લાગી. તેની ખ્યાતિ દિનબદિન વધવા લાગી. આમ તેને મળેલી પ્રેમની બીજી નિસ્ફળતાને તેણે પોતાની તાકાત બનાવી દીધી. તેના લેખન કાર્યથી આજના જમાનામાં મિડીયાથી તેની સાથે અનેક લોકો જોડાવા લાગ્યા તેના ફેનની સંખ્યામાં ઉત્તરોતર વધારો થવા લાગ્યો.

તેમાંથીજ તેનો સંપર્ક એક એવિ વ્યક્તિ સોનલ સાથે થયો જે પોતે ગાયકિ ક્ષેત્રમાં સારુ એવુ સ્થાન ધરાવતી હતિ. બન્ને મિડીયા દ્વારા પરસ્પરના સંપર્કમા આવ્યાં ને બન્ને ધીરે-ધીરે એકબિજાના ફેનમાથી એકબિજાના ચાહક બનિ ગયા. એફ.બી. ટ્વીટર ને છેલ્લે બન્નેનો ઇ-મૈઇલ સંપર્ક વધવા લાગ્યો.

ગઇકાલે આકાશના શહેરમાં જ સોનલનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો. જેમા તે સોનલના કહેવાથી ગયેલ. ત્યા તે સોનલને પ્રથમવાર રુબરુ મળેલ. જયારથી તેના કાર્યક્રમમા જઇને આવેલ ત્યારથી તે આ જ ગીત ગણગણી રહ્યો હતો. આખરે બન્નેની રુબરુ મુલાકાત વધતી ચાલી. આ વખતે આકાશે ભુલ ન કરી અને સમયસર સોનલ સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરતા સોનલને પ્રપોઝ કરી જ દીધુ. સોનલને પણ આકાશ ગમવા લાગેલ. બન્નેએ પરસ્પર પ્રેમની કબુલાત સ્વીકાર કર્યો અને બન્ને લગ્ન સંબંધથી જોડાયા આમ તેનો આ ત્રીજો પ્રેમ લગભગ સફળ થયો હોય તેમ લાગતુ હતુ.

દરેક સંબંધમા થાય છે તેમ તેમનો પણ શરૂઆતનો પ્રણય સંબંધ ખુબ સરસ ચાલ્યો. બન્ને એક બીજાથી સંતુષ્ટ હતા.પરંતુ સમય જતા સોનલની ગાયકીક્ષેત્રમા પ્રગતિ થતિ ગઈ તેમ તેનિ આમદની પણ વધતી ગઇ. જયારે આકાશને તો એક કુ.મા જોબ હતિ તેની આર્થિક પ્રગતિ સીમિત હતિ. તેનો લેખન તેનો શોખ હતો.એની કેરિયર ના હતિ.પરિણામે બન્ને વચ્ચેના આર્થિક ઉપાર્જન સ્થિતિમાં ડીફરન્સ વધવા લાગ્યો. જે આજના પૈસાના જમાનામાં બન્ને વચ્ચે એક દિવાર બનવા લાગ્યો. અંતમા દોલતને કારણે બન્નેના દિલમા રહેલ પ્રેમનુ બાસ્પીભવન થવા લાગ્યુ. બન્ને વચ્ચે પૈસાને કારણે મતભેદ થવા લાગ્યા. બન્ને ભણેલ હોય બન્ને સમજદાર હતા તેથી લડાઇ ઓછી થતી પરંતુ બન્ને મૌન રહેવાનુ વધારે પસંદ કરતા. ધીમેધીમે બન્ને વચ્ચે મૌનની ખાઇ વધવા લાગી.

છેવટે એક દિવસ સોનલ અને આકાશે સાથે બેસી નક્કિ કર્યુ કે આ રીતે સાથે રહેવા છ્તા સાથે નથી તો સાથ રહેઅવાનો મતલબ શુ..? અને બન્ને એ છુટ્ટા થવાનુ નક્કિ કર્યુ. બ્ન્ને પરસપરની સમજુતીથી અલગ થયા. આખરે સોનલ તેની ગ્લેમર દુનિયામાં આગળ વધવા આકાશને છોડીને જતિ રહી. અને તેના જિંદગી નો આ થર્ડ લવ પણ તેની મંજિલ સુધી ના પહોચતા અધવચ્ચે જ તેને છોડી ને જતો રહ્યો. આકાશનુ જિવન નામ પ્રમાણે ખાલીખમ જ રહ્યુ. તે જિવનભર પ્યારમાટે તરસતો રહ્યો.તેના હોઠ પર હમૈશા જિવનનુ આ ગીત `ગુંજતુ રહયુ. તુ પ્યારકા સાગર હૈ તેરી એક બુન્દકે પ્યાસે હમ....

- આકાશ

યશવંત શાહ.