customer care in Gujarati Comedy stories by Hardik G Raval books and stories PDF | કસ્ટમર કેર

Featured Books
Categories
Share

કસ્ટમર કેર

"કસ્ટમર કેર"

હાર્દિક રાવલ

પોપટલાલ સ્વભાવે ભોળા અને આમ પાછું એમનું મગજ ચાલે બહુ ઓછું. આધેડ ઉમર ના થઈ ગયા હોવા છતાં પોપટલાલ ના લગન થતા ના હોવાથી તે અકળાઈ ગયા હતા. તેમને હકીકતમાં તો પરણ'વા' ઉપડ્યો હતો. છતાં પણ લગન ના થતા હોવાથી તે આખા ગામ માં મજાક નું પાત્ર બની ગયા હતા. જેને આવે તેને તે પોતાના લગન ના ભલામણ કરતા.

આવીજ રીતે એક વખત કોઈને તેમણે લગન ની ભલામણ કરી, સામે વાળા વ્યક્તિ ને તેમના મૂર્ખ સ્વભાવ નો અંદાજો હતો, તેથી તે વ્યક્તિ બોલી;

"પોપટલાલ, તમે ફોન માં કયું કાર્ડ વાપર?

"એલા, આ કંઇક વોડાફોન નું કારડ છે"

"તો તમે ત્યાં ફોન કરો, ટીવી માં જાહેરાત નહી જોતા વોડાફોન વાળા 24 કલાક તમારી સાથે મદદ કરવા તૈયાર હોય છે. ત્યાં ફોન લગાવો, તે તમને તમારી ઉમર ની સ્ત્રી શોધી આપશે".

"આ હાળું, મે તો વિચાર્યું જ નહી" પોપટલાલ બોલ્યા.

પછી વાતો કરી ને પોપટલાલ ઘરે આવ્યા અને જમી ને વોડાફોન માં ફોન કરૂ તેમ વિચારતા વિચારતા જમી રહ્યા હતા. જમ્યા બાદ તેમણે ફોન લગાવ્યો.

"નમસ્કાર, ગુજરાત ના નંબર વન નેટવર્ક વોડાફોન માંથી હુ પ્રિયા તમારી શું સહાયતા કરી શકુ?"

"હા, હેલ્લો! તે હુ ઘણા સમય થી તમારા આ કારડ નો ઉપયોગ કરૂ છુ તો તમારે મને સહાયતા કરવી પડે ને ?"

હા, ચોક્કસ થી કરી આપશું, બોલો શું સહાયતા કરી આપુ?

આ મારી ઉમર આડત્રીસ વરસ પહુંચવા આવી તો તમે મને છોકરી ગોતી આપવા માં સહાયતા કરો ને"

"ક્ષમા કરશો પણ....."

"ના ના, ક્ષમા માંગવાની જરૂર નથી, તમતમારે કામ ચાલુ કરો"

"ક્ષમા કરશો, પણ હું તમને શું માહિતી આપી શકુ?" સામે થી અવાજ માં અકળામણ આવી રહી હતી.

"માહિતી તો તમારે મારી જોશે ને, તમે છોકરી શોધી આપશો, એના માટે !!"

માફી ચાહું છુ, હુ આમાં તમારી કોઈ જ સહાયતા ના કરી શકું"

"એમ થોડી ને ચાલે, પેલી જાહેરાત માં તો તમે દેખાડો છો કે તમે હર સમય મદદ માટે તૈયાર"

"હા તે બરોબર છે અમે..."

"ધૂળ બરોબર, તમે તો અત્યારે ના પાડી રહ્યા" પોપટ લાલ વચ્ચે થી અટકાવી ને બોલ્યા.

"હું તમને અમારા નેટવર્ક સંબંધી જ સહાયતા કરી શકુ"

"હા તો તમારા નેટવર્ક ના કોઈ સંબંધી માંથી છોકરી શોધી આપો" પોપટલાલે રીતસર નું બાફ્યુ.

"જુઓ, તમારે તમારા ફોન માં તકલીફ હોય તો કહો, બાકી હું સહાયતા ના કરી શકુ" સામેથી અકળામણ માં વધારો થઇ રહ્યો હતો.

હા, આ જુઓ મેં તમને ફોન લગાવ્યો ને અને તમને મારી તકલીફ બતાવી ને તો કરો ને સહાયતા"

"અરે! આ કોઈ મેરેજ બ્યુરો નથી, કસ્ટમર કેર છે"

"હા, પણ તો પણ તમારે ત્યાં છોકરીઓ તો હશે જ ને, એમને વાત કરો ને"

"તમે હવે હદ વટાવી રહ્યા છો, આ ફોન તાલીમ અને ગુણવતા ના હેતુ થી રેકોર્ડ થઈ રહ્યો છે એટલું ધ્યાન રાખજો" સામેથી કંટાળાજનક અને ગુસ્સા માં જવાબ આવ્યો.

પણ એમાં આટલા ગરમ શું થાવ છો? હા યાદ આવ્યું મેં તમને ના પૂછ્યું એટલે ? તો કહો તમે પરણેલા કે કુંવારા ?"

"જુઓ, મીસ્ટર હુ પરણેલી છુ અને મારે બે દીકરા ઓ પણ છે" હવે બેન લાલઘુમ થઈ રહ્યા હતા.

"લાગતું નથી હો; તમારા અવાજ પર થી, કુંવારા લાગો છો"

"જુઓ....."

જવાદો પણ, તમારે ત્યાં બીજું કોઈ તો કુંવારુ હશે ને" ફરી પોપટલાલે વચ્ચે થી અટકાવી ને પૂછી લીધું.

"હુ તમને એ માહિતી ના આપી શકું, ક્ષમા ચાહું છુ"

"માહિતી તો આપવી પડે ને લગન કરવા હોય તો"

"જુઓ, અહીંયા કોઈને તમારી સાથે લગન નથી કરવા" હવે તો પેલા બેન ફોન માંથી બહાર આવી ને મારશે એટલાં ક્રોધિત થઇ ગયા હતા.

"તમને કઈ રીતે ખબર? તમે પૂછ્યું કોઈ ને, અને આ ક્યારના તમે માહિતી આપું આપું કરો છો પણ મારી માહિતી તો લો, તો તમે મારા માટે કોઈ શોધી શકશો ને" પોપટલાલ નાદાનીયત માં વળી બોલ્યા.

"હુ તમારો ફોન મારા ઉપરી અધિકારી ને ટ્રાન્સફર કરી રહી છુ..."

"કે? તે કુંવારા છે ? તેમની ઉમર શું હશે ?" પોપટલાલ ઉત્સાહ માં આવી ગયા.

"વોડાફોન માં કોલ કરવા માટે ધન્યવાદ" સામેથી ફોન કપાઈ ગયો.

પોપટલાલ હજી વિચારી રહ્યા છે કે ફોન તો ટ્રાન્સફર કરવાનો હતો ને ! ઉપરી અધિકારી સાથે લગન માટે તો ધન્યવાદ કઈ ને મૂકી કેમ દીધો હશે ??

વોડાફોન માં ફોન કરવાથી છોકરી તો ના મળી પણ તેમ છતાં તેમને મેરેજ બ્યુરો માં ફોન કરવાનો ઉપાય મળી ગયો...

સમાપ્ત....