Aansude chitarya gagan in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આંસુડે ચીતર્યા ગગન

આંસુડે ચીતર્યા ગગન

(15)

ભલે ! પણ કલાક લાઇબ્રેરીમાં રહીશું તો…’

કોફી આવી ગઈ છે.-’

અવિનાશ પણ આવે છે.’

કેમ પ્રેમી પંખીડાઓ ઉદાસ છે?’

રિઝલ્ટ તો જો કેવું ખરાબ આવ્યું છે?’

બંદાએ એટલા માટે તો ડ્રૉપ લીધો હતો.’

ડ્રૉપ ?’

હાસ્તો ! હું અને મારી ખીચડી બંને તો પેપરો ચાલુ હતા ત્યારે પિક્ચરો જોતા હતા.’

અવિનાશ ખીચડીનો સંદર્ભ બહુ જચતો નથી.’

સરલાને ગમે છે તેથી આપણને વાંધો નથી.’

કમાલ છે…!’ અર્ચનાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

કોફી ઠંડી પાડવી છે કે હું લગાવી જાઉં.’

ઊભો રહે અવિનાશ ! તારી કોફી મંગાવું છું.’

હંતો તમારી ઉદાસીનું કારણ પરિણામ છે કેમ?’

લહેર કરો પંખીડાઓ…. જિંદગી ચાર દિવસની છે. પરીક્ષાઓ તો આવશે અને જશે…’

ના યાર ! એવું ચાલે તેવું નથી.’

સાંભળ ! સંધ્યા પરીખ યુનિવર્સિટી ફર્સ્ટ હતી ને તે ફિઝિઑલોજિમાં ૨૬ લાવી. રાજેન્દ્ર શાહ યુનિવર્સિટીમાં સેકન્ડપ્રેક્ટિકલમાં ઊડી ગયો…! ભલભલા ભૂપતિઓનાં છત્રો ગાયબ છે. તો તું કઈ બલા છે!’

આશ્વાસન પોકળ છે ! અર્ચના ખીજવાઈને બોલી. તો ટર્મિનલ એક્ઝામ છે.’

ફાઈનલમાં આવું થાય તો…?’

મેડીકલમાં તો આવું થવાનું ….’

ના થવું જોઇએ…’

ભલે ત્યારે મથોહું તો કોફી પીને ચાલ્યો…’

***

સમયના વહેણ બહુ ઝડપથી વહેતા થયા. એમ.બીબી.એસ.ની પરીક્ષા સુધી સતત કલાકનું લાઇબ્રેરી વર્ક. રેગ્યુલર ક્લાસીસ, પ્રેક્ટિકલ અને સિન્સિયારિટિ અને પરફેક્શનના ધ્યેયથી બંને આગળ વધતા ગયા. અંશ કંટાળતો ત્યારે અર્ચના ધીરજ ધરવા કહેતી અને અર્ચના થાકતી ત્યારે અંશ કોઈક ટીખળ કરીને હસાવતો.

એમ.બી.બી.એસ.ની પરીક્ષા પણ પતી. ત્યાર પછી પંદરેક દિવસ માટે અંશ સિદ્ધપુર ગયો. અર્ચના પણ સાથે હતી. અર્ચના નરભેશંકરકાકાને ત્યાં રહી. બાલુમામા, મામી, દિવ્યા બધા સાથે વેકેશન ગાળી બધા પાછા ફર્યાત્યારે મામીની શિખામણ હતી કે શેષભાઈનો પત્ર હતો તને ત્યાં બોલાવે છે. બિંદુની તબિયત સારી રહેતી નથી. એકાદ અઠવાડિયું રહી અવાય તો જઈ આવજે.

પાછા વળતા અર્ચનાને પૂછ્યું – ‘ચાલ મુંબઈ જવું છે ?’

આવવાની ઇચ્છા તો છે. પણ બાપુજીને પૂછી લઉં પછી. અને હવે ભાભીને કપરો સમય છે. પણ સમાજનો થોડો ભય તો ખરો ને?’

સમાજ ને બમાજઆપણે બે રાજી તો ક્યા કરેગા કાઝી..’

ના અંશ એવું નથી થોડોક તો ફેર છે . જ્યાં સુધી બધું નક્કી થાય ત્યાં સુધી થોડીક તો રાહ જોવી રહી. ’

તું આવીશ તો નક્કી થવાની દિશામાં આગળ વધાશે.’

ભલે પણ અમદાવાદ જઈને નક્કી કરીશું .’

બસ મહેસાણા નજીક છે. ચાલ કંઈક ઠંડુ પીએ. ’

ના પીવી છે તો કોફી .’

ભલે.’

બસ ઊભી રહી, સ્ટૅન્ડ ઉપર કોફી પીતા હતા ત્યાં મારું મન વળી ગયું.

ખેર તું આવીશ. હું શેષભાઈને વાત કરું છું અને બાલુમામાને કહેશે. આપણે આવેગમાં આવીને ઉછાંછળા નથી દેખાવું.’

કોફીની સુગંધ આવતા તું સુધરી જાય છે.’

હં !’

સિદ્ધપુરથી ચાલ મુંબઈ કહેતો હતો અને અહીં કોફી પીવા બેઠો ને મન બદલાયું ખરું ને? ‘’

અમારે કોઈ બહેન નહીં નેએટલે છોકરીઓને શું સંભાળવું પડે તે વિશે ખબર ઓછી પડે.પણ મામી એક દિવસ વાત વાતમાં બોલી પડેલા. કોઈ પણ છોકરી સાથેનું વર્તન તમારું એવું હોવું જોઇએ કે એવું વર્તન તમારી બેન સાથે કોઈ કરે તો દુઃખદ બને.’

હં મામીની વાત વિચારવા જેવી છે. ’

તારા મામીએ તને આવું કંઈ કહ્યું છે?’

હા. ’

શું ?’

જેને પહેલી નજરે અંતર પોતાનું માની લે તેને સ્વીકારી લેવામાં પીછેહઠ નહીં કરવાની !’

ખરેખર ?’

હં !’

તો હું તને પહેલી નજરે………..’

ના…. પહેલા વાક્યે……’

કયો ?’

યસ મેન્શન ઈટ !’

બંને જણા મલકતા મલકતા બસ તરફ વળ્યા.

***

મુંબઈ અંશ પહોંચ્યો ત્યારે શેષભાઈ ઘરે હતા નહીં. બિંદુએ બારણું ખોલ્યું.

અરે અંશભાઈ ! કેમ અચાનક ? ખબર પત્ર.’

બસ ! અહીં આવવા માટે કંઈ બેન્ડવાજા વગાડવાની જરૂર હોય છે ખરી ?અરે મને અંદર તો આવા દો.’

આવવા દો?’

ભૂલી ગયો બિંદુ મને અંદર આવવા દે.’

નાથુકાકા પાણી આપો… ’ બિંદુએ બૂમ પાડીને કહ્યું.

ખાસી એવી તબિયત બનાવી છે ને ! પણ દવા બરાબર ખાતી નથી લાગતી.-

બસ ડૉક્ટર સાહેબ આવતાની સાથે ઉલટતપાસ શરુ ?’

હજી તો પાશેરીમાં પહેલી પૂણી છે. પણ આંખની આસપાસ કુંડાળા શાના પડ્યા છે તે ખબર છે ?’

ના ભાઈ ના.’

હશેકેમ છો?’

બોમ્બે લાઇફ જીવીએ છીએ. બધું છે. પણ તમારા ભાઈ બહુ અનિયમિત છે. ક્યારેક સવારે જાય છે તો રાતના બાર વાગે આવે છે. ’

હં . તો ખખડાવતી નથી ?’

કેટલું કહું ?’

તારા વતી હું વકીલાત નહીં કરું.’

તમે કહો કે ના કહો કંઈ ફેર પડવાનો નથી.’

ભાભી હવે અઠવાડિયું તો હું તમને કંપની આપવાવાળો બેઠો છું

ફરીથી ?’

ઓહ સોરી ! તનેપણ તમનેમાં વધુ મીઠાશ છે.’

કેમ ? ’

હવે મમ્મી બનવાના એટલે…!’

ફરી પાછું માનાર્થે સંબોધન ?’

ભલે તને નહીં ગમે તો નહીં કહું બસ ?’

નાથુકાકા કોફી મૂકી ગયા. આરામખુરશીમાં બેઠી બેઠી બિંદુ આરામથી કોફી પીતી હતી. એનું શરીર ખાસ્સું ભરાયું હતું. રૂપાળી પણ લાગતી હતી. એની સામે હું જોતો હતો તેવું ધ્યાનમાં આવતા એણે ટકોર કરી – ‘શું જુઓ છો અંશભાઈ ?’

ખાસ કંઈ નહીં. પણ શરીર સારું જમાવ્યું છે.’

તો પ્રેગ્નન્સીને કારણેપણ હવે વધારીશ તો એમણે ધમકી આપી છે કે આલ્સેશીયન કૂતરો પાળીશ.’

કેમ આલ્સેશીયન કૂતરો ?’

કરડાવા છોડે અને હું બચવા દોડધામ કરું એટલે થોડું શરીર ઊતરે ને?’

હું શેષભાઈની ગમ્મતને માની ગયો.

સાંજે શેષભાઈ આવ્યા ત્યારે મને જોઈને ખૂબ આનંદિત થયા. ‘સારુ થયું અંશ તું આવી ગયોબિંદુ એકલી એકલી બોર થતી હતી. હવે કંપની રહેશે.’

પણ શેષભાઈ હવે બિંદુને એકલી રાખો હં !’

કેમ ?’

આવા સમયે પતિની કંપની શ્રેષ્ઠ હોય છે તમને ખબર નહીં હોય…’

હશે ભાઈ ! પણ હવે તું છે ને એટલે મને ચિંતા નથી.’

પણ એમ કંઈ છટકી જાઓ તે ચાલે .’

આમાં છટકવાની ક્યાં વાત છે.’

શેષભાઈ તમારું જવા આવવાનું નિયમિત કરી નાંખો અને બિંદુની દવાદારુ તથા એનું પ્રફુલ્લિત રહેવું વગેરે બાબતો ઉપર ખાસ ધ્યાન રાખો…’

હં ! ડૉક્ટરસાહેબ બીજું કંઈ ! મને ખબર છે કે આપણી ફરિયાદ થઈ ગઈ છે.’

ના એવું નથી, તો ફરી ફરી યાદ કરાવવાની રીત છે. ’

અંશ એવું કર વખતે બિંદુને તારી સાથે અમદાવાદ લઈ જા. સુમીમાસીને ત્યાં સારી રીતે ડિલિવરિ થઈ જશે. ’

હં ! જાય છે મારી બલારાત ! ધણીને છોડીને જાઉં તેવી હું નથી.’

એવું નથી બિન્દુ ! ડૉક્ટર સાહેબ તારો ખ્યાલ રાખશે અને જે કાંઈ દવાદારુ કરવાના હશે તે કરશે., અને અહીં મારી ચિંતા ઘટે.’

તમારી શું ચિંતા છે શેષભાઈ ?’

મલાડ ખાતેનો કૉમ્પ્લેક્સ પૂરો થવાની તૈયારીમાં છે. અને સિંહા અત્યારે તો સીધો ચાલે છે. પણ ક્યારે ભેળસેળથી માલ ઘુસાડી દે તે કહેવાતું નથી. અને સતત હાજરી ખૂબ જરૂરી છે