Mrugjadni Mamat - 8 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળ ની મમત - 8

The Author
Featured Books
Categories
Share

મૃગજળ ની મમત - 8

મૃગજળ ની મમત

ભાગ-8

સવારે નવ વાગવા આવ્યા. અર્ણવ અંતરા ના ઘરે પહોંચી ગયો. એની હાલત જાણવા માટે. બેલાબહેન છાપું વાચતાં હતા.

“ હલો..ગુડ મોર્નિંગ આન્ટી. “

“ ગુડ મોર્નિંગ બેટા શું વાત છે આજે સવાર સવાર માં યાદ આવીગઇ?”

“ હા..! જરા અંતરા નું કામ હતું. એ ઉઠી તો ગઇ છે ને ?”

“ અરે.! તો તને પણ નથી ખબર?? એતો સવારે છ વાગ્યા ની બસ માં સુરત ગઇ એનાં અંકલ આન્ટી પાસે.ખબખબર નહીં કાલે તારા ઘરે થી આવીને રુમમાં જ હતી. અચાનક રાત્રે બહાર આવી અને સુરત જવાની જીવ પકડી. કંઇક ત્યા ની કોલેજ માં ફોર્મ ભરવું છે તો એડમિશન ની પ્રોસેસ માટે ગઇ છે. અને એની જીદ તો તુ જાણે જ છે. બસ નીકળી ગઇ સવારે છ વાગે “

અર્ણવ સમજી ગયો. અંતરા ખુબ દુખી છે અને આમ નજર સામે નિસર્ગ ને પોતાના થી દુર થતાં સહન નહીં કરી શકે. એનાં માટે આ સીચ્યુએશન ખુબ અસહ્ય હતી.નિસર્ગ ને જઇ ને અંતરા વિશે બઘું જ જણાવ્યું. ધીમે ધીમે દિવસો જવા લાગ્યા. પરીસ્થિતી માં હવે કોઈ જ ફેરફાર થવા ના નથી એ વાત અંતરા એ સ્વીકારી લીઘી હતી. નિસર્ગ પણ કિરણબેન ની જીદ સામે જુકી ગયો હતો. અંતરા હવે સુરત જ રહેતી. કયારેક મમ્મી પાસે આવતી એમાં પણ જો ખબર પડે કે નિસર્ગ ત્યા છે તો ઘરની બહાર જ રહેતી. જાણતી હતી કે નિસર્ગ એને મળવા ની વાત કરવા ની કોશીશ કરશે. હવે ઓલમોસ્ટ વર્ષ થવા આવ્યુ હતું. નિસર્ગ અને જાનકી ના લગ્ન નક્કી થઈ ગયા હતા. હજુ પણ નિસર્ગ અંતરા ની સાથે વાત કરવા એને મળવા માટે કોશીશ કરતો. નિસર્ગ અને જાનકી ના લગ્ન નો દિવસ આવી ગયો. અંતરા ની જીંદગી નો સૌથી મુશ્કેલ દિવસ. હવે નિસર્ગ ને મેળવવા ની કોઈજ શકયતાઓ બાકી રહી ન હતી. બધી જ શકયતાઓ, આશાઓ, પ્રેમ એની સાથે વિતાવેલી એ ક્ષણો એનો પ્રેમાં થી કરેલો સ્પર્શ બધું જ જાણે સ્મશાન માં બળતી ચીતા ની માફક બળી રહ્યુ હતું. અંતરા એમાં જીવતી સળગી રહી હતી. નિસર્ગ પણ લગ્ન ની વેદી માં અગ્ની શાક્ષી એ પોતાના અરમાનો ને હોમી રહયો હતો. અંતરા હવે ક્યારેય ઘરે આવતી નહીં વેકેશન માં પણ કંઇક બહાનું શોધી લેતી જેથી ઘરે આવવું ન પડે. નિસર્ગને પણ ધીમે ધીમે જાનકી ને સામાજીક રીતે સ્વીકારી લીધી હતી. પણ હજું એની અંદર અંતરા જીવંત હતી.

અંતરા પણ ભણવામાં વયસ્ત થઇ ગઇ. નિસર્ગ માટે ક્યારેય કોઈ ફરીયાદ કે નફરત ન હતી પણ એ અંતરા ની અંદર હંમેશા જીવતો હતો. હજુ પણ મનથી એ નિસર્ગ ની જ હતી. ઘણીવાર ઇચ્છા થતી વાત કરવા ની પણ પજી મન વાળી લેતી.

અંતરા નું ગ્રેજયુએશન પુરું થવા માં હતું. બેલાબહેન અને શરમાઇ એનાં સગપણ માટે સારું ઘર શોધતા હતા. પણ દર વખતે કંઇક બહાનું કરી ને ના પાડી દેતી. નિરાલી પણ સમજતી હતી કે અંતરા દરેક છોકરાં ને નિસર્ગ સાથે કંપેર કરે છે. એ સમજાવતી

“ જો અંતરા નિસર્ગ ના લગ્ન ને ત્રણ વર્ષ થવા આવશે. ચાર-પાંચ મહિનામા બાળક પણ આવી જશે. હવે તારે પણ બધું ભુલી ને આગળ વધ. અંકલ આન્ટી ની માટે તો તારે આ કરવું જ પડશે. “

“ સારું હવે કોઈ સારું પાત્ર હશે તો હું વિચાર કરીશ બસ..”

એક દિવસ અચાનક સુરત આન્ટી ના ઘરે બેલાબહેન નો ફોન આવ્યો.

“અંતરા આ સ્નેહ કોણ છે? તું ઓળખે છે?”

“ સારું.. પણ કેમ મમ્મી તારે એનું શું કામ પડયું?”

“ કામ મારું નહીં તારું હતું. તારી ફ્રેન્ડ ના મમ્મી નો ફોન હતો. એમના દિકરા સ્નેહ માટે તારી વાત કરતાં હતા. ઘર સારું છે. વળી છોકરા ને પણ તું ઓળખે છે. હવે તુ ના નહીં પાડતી.તારી લાઇફ માં તું સેટલ થઈ જાય તો અમને પણ નિરાંત થાય.”

શૈલજા અંતરા ની કોલેજ ફ્રેન્ડ હતી. જયારે આ કોલેજ માં આવી ત્યારે એની ફસ્ટ અને ખાસ ફ્રેન્ડ બની ગયેલી શૈલજા અને સ્નેહ બંને ભાઇ બહેન હતાં.શૈલજા ખુબ રુપાળી, ઉંચી, એકવળીયો બાંધો થોડા બ્રાઉનીશ હેર. નમણી મન મોહી લે એવી છોકરી. એવો જ સ્નેહ પણ. સ્નેહ શૈલજા થી ત્રણ વર્ષ મોટો. એકદમ સ્ટાઇલીશ. સ્માર્ટ, છ ફુટ બે ઇચ હાઇટ.શરારતી આંખો. રંગે થોડો વ્હીટીશ. જીમ માં જઇ ને બનાવેલું સ્ટ્રોંગ બોડી.લાઇટ બિયર્ડ મે નથી લુક. છોકરીઓ થી હંમેશા ઘેરાયેલો રહેતો. એની આસપાસ રહેવા એની સાથે વાત કરવા છોકરીઓ કંઇ પણ કરતી. સ્નેહ કોલેજ માં હતો ત્યારથી જ વારંવાર એની ગર્લફ્રેન્ડ બદલી રહેતી.કોઈ એક છોકરી એક બે મહીના થી વધુ સમય ટકતી નહી. શૈલજા નો ભાઇ હોવાથી અંતરા સ્નેહ વિશે બધું જ જાણતી હતી.ઘણક વખત સ્નેહ અંતરા સાથે પણ ફ્લર્ટ કરતો.પણ અંતરા સાથે હંમેશા રીસ્પેકટ થી વાત કરતો.ક્યારેય બીજી બધી છોકરીઓ ની માફક ટ્રીટ ન કરતો.અંતરા ન મુકેલી શરતો મુજબ સ્નેહ ભણેલો, દેખાવડો, સ્માર્ટ, એક મલ્ટીનેશનલ કંપની માં જોબ કરતો છોકરો વળી નાનું એજ્યુકેટેડ મોર્ડન ફેમીલી હવે પોતાની પાસે ના પાડવા માટે કોઇજ કારણ નહતું..

“અંતરા જો બધું જ સારું છે. શૈલજા તારી ફ્રેન્ડ છે.તું છેલ્લા ત્રણ વર્ષ થી સ્નેહ ને ઓળખે છે.હવે ના નહી પાડતી.:”

“ સારું મમ્મી જેમ તું અને પપ્પા ઇચ્છો તેમ. હું તૈયાર છું તમે આપણા તરફથી હા કેહેવડાવી દો.”

અંતરા ના હા પાડવા થી ઘરમાં ખુશી નો માહોલ છવાઈ ગયો. નિરાલી અને અર્ણવ બંને ખુબજ ખુશ હતા.અંતરા હવે પોતાના લાઇફ માં આગળ વધશે. નિસર્ગ અંતરા ની સગાઈ વિશે જાણતો હતો પણ અર્ણવ ના કહેવા થી એ વખતે એ આવ્યો જ નહી. બહું ધામધુમથી સગાઈ નો પ્રસંગ પાર પડયો. શૈલજા તો ખુબ ખુશ હતી. અંતરા જેવી સંસ્કારી છોકરી ભાભી તરીકે મળી એને પાછી ફ્રેન્ડ. નિરાલી અને અર્ણવ સ્નેહ ના નામથી અંતરા ને ખુબ ચીઢાવતા. જેથી અંતરા ભુતકાળ ભુલી ને આગળ વધે.

“ અંતરા સ્નેહ તને ખુબ જ પ્રેમાં કરે છે. યુ આર સો લકી કે છોકરીઓ જેની પાછળ પાગલ છે એ માણસ તારી પાછળ છે. ખરેખર જો તે ના પાડી હોત ને તો હું મારી વાત ચલાવત”

“ ઓહ...હો.. હવે એટલો બધો પણ અતીરેક ન કર. એતો એમજ નસીબ નક્કી વાત છે. બાકી તું પણ કયાં નથી જાણતી એને. “

“ હા..પણ તને ખબર નથી સ્નેહ ને તુ ધણા સમય થી ગમતી હતી.એટલેજ તારું ગ્રેજયુએશન પુરું થવા ની રાહ જોતો હતો.. એના ઘરમાં પણ બધાં ને ખબર હતી. વાત ફકત તારી હતી કે તું હા પાડશે કે નહી..”

“ તો..આ...બ..ધુ પહેલાં થી જ?”

“ હા મેડમ ગયા વર્ષે એણે જ આવીને અંકલ પાસે થી તારો હાથ માંગેલો પણ આ બધુ સીક્રેટ હતુ..”

“ ઓ હહહ માય ગોડ એટલે તમે બધા આ...માં..?

સ્નેહ વારંવાર અંતરા ને ફોન કરતો. ખુબ વાતો કરતો. બંને સાથે ફરવા જતાં. અંતરા ને ખુબ પ્રેમ થી રાખતો કોઈ વાત નું ઓછું ન આવવા દેતો. અંતરા પણ એની સાથે પ્રેમ થી વર્તન કરતી પણ એ હંમેશા સ્નેહ સાથે ફોરમલ બિહેવ કરતી.સ્નેહ ઘણીવાર એને સમજાવતો આપણે બંને હવે એકજ છીએ આમ અતડુ વર્તન ન કર.પણ અંતરાની અંદર હજૂ પણ નિસર્ગ જીવતો હતો.

“ તને ખબર અર્ણવ સ્નેહ મને ખુબ જ પ્રેમ કરે છે. મને મળવા ના વાત કરવા ના બહાનાં શોધ્યા કરે છે.દર કલાકે ફોન કરે. પણ હુ... “

અંતરા થોડી નીરાશ થઈ ગઇ.

“ હું સમજું છું તે હા પાડી છે. પણ તું સમય આપ વધું માં વધુ સ્નેહ ને એની સાથે વાત કર. એ તારી સાથે અંગત વાત કરે તો એનો જવાબ પણ એટલાં જ પ્રેમ થી આપ. પછી ધીમે ધીમે બધું જ ઠીક થઈ જાશે. એક કામ કર બે દિવસ પછી સ્નેહ ની બર્થડે છે તો તું બહું વાત ન કર એને સુરત આવવા ની પણ ના પાડીને પછી અચાનક ત્યા જઇને..”

હા તારી વાત સાચી છે..તો પ્લાન મૂજબ કાલ એઈ સાથે બહું વાત નહી કરું “ એટલાં માં જ ફોન ની રીંગ વાગી..” જો કહયું હતુ ને હજૂ કલાક પણ નથી થઈ ને “ બંને જણા હસી પડયા

“ હલો.. કોણ??”

“ અરે... ઇટસ મી..સ્વીટ હાર્ટ. ભુલી પણ ગઈ મને.? “

“ હમણાં જ તો વાત કરી ફરી..?”

“ એ થોડીવાર ને બે કલાક થયા. અને તારો અવાજ...ન..જવાદે બધું પણ તને અહીં સુરત માં શું વાંધો હતો. અત્યાર સુધી અહીં જ હતી ને સગાઈ થતાં જ જામનગર ભાગી ગઇ તને સહેજ પણ મારી થયા ન આવી.?”

“ હમમમ. હવે પોઇન્ટ પર આવ શું હતું..?”.

“ પરમ દિવસે મારી બર્થડે છે.તું શું આપશે મને.? હું ઇચ્છતો હતો કે તુ એ દિવસે મારી સાથે મારી પાસે હોય. તો..તું.. આવશે ને??”

“ ના પપ્પા ક્યારેય હા નહી પાડે અને હું નથી ચાહતી કે તું ફોન કરે ને એ હા પાડે. “ અંતરા એ ફોન મુકી દીધો. પછી નો આખો દિવસ અંતરા એ સ્નેહ નો ફોન જ રીસીવ ન કર્યો. સ્નેહ ને પ આ વર્તન થી દુખ થયુ. એ દિવસ આખો અંતરા સાથે વાત જ ન થઇ.

“ હવે કાલે વિશ કરવા ફોન કરશે તો વાતજ નહીં કરું “

રાત્રે બાર વાગ્યા હતા સ્નેહ રાહ જોઇ રહ્યો હતો અંતરા ના ફોન ની. એટલાં માં એનાં બેડરૂમ ના દરવાજા પર નોકરી થયું. સ્નેહ અથવા જો ખોલ્યો.

“ હેએએએ... હેપ્પી બર્થડે ભાઈ. “

મમ્મી પપ્પા શૈલજા અને એનાં ખાસ ફ્રેન્ડ્ઝ હતાં. બધા એ ખુબ ઉત્સાહ થી સ્નેહ ને વિશ કર્યું પણ દર વખત જેટલો ખુશ ન હતો.

“ ઓહ..ભાઇ તારા માટે એક સરપ્રાઇઝ છે”

“ જવાદે હવે જે હોય તે સવારે બતાવજે”

“ કેક છે એકદમ મસ્ત.. તારી ફેવરીટ..તું ના પાડે તો જવા દે અમે પણ સવારે જ.. “ શૈલજા થોડું વિલુ મોઢું કરતાં બોલી. હજૂ તો સ્નેહ કંઇ બોલે એ પહેલાં જ અંતરા કેક લઇને રુમમાં અંદર આવી.

“ મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે..”

અંતરા ના આવાજ સાથેજ સ્નેહ ખુશ થઈ ગયો. આખો માં ચમક આવી ગઇ.પ્યોર વ્હાઇટ ડ્રેસ માં ખુલ્લા વાળ માં એ ખુબ સુંદર લાગતી હતી. કેક પર સળગતી મીણબતી ના પ્રકાશ માં એ વધુ ખીલી ઉઠી તી. બધું ભુલી ને એકવાર એનાં ચહેરા ને ચુમી લેવાની ઇચ્છા થઈ ગઇ. ખોવાઈ ગયો હતો અંતરામાં એ. બધા સાથે કેક કટ કરી પછી બધા છુટા પડયા. અંતરા રુમમાં થી બહાર જાય એ પહેલાં જ સ્નેહે એનો હાથ પકડી ને રોકી લીધી. પોતાના એકદમ નજીક અડોઅડ.અંતરા ના કાન ને પોતાના હોઠ નો સ્પર્શ થાય એમ ધીમેથી બોલ્યો

“ થેંક્યુ ફોર કમીંગ માય લવ. યુ મેજ માય ડે.”

“ થેંક્યુ ફોર વ્હોટ??”

“ આજે સવાર થી તે વાત ન કરી બાર વાગે વિશે કરવા ફોન પણ ન કર્યો. હું નિરાશ હતો..પણ ખબર ન હતી કે તું આટલી મોટી સરપ્રાઇઝ આપશે. “

“ સોરી તને રાહ જોવડાવી..”

સ્નેહ એ ધીમેથી અંતરા ના બંને ગાલ પર કિસ કરી.અંતરા ના હ્રદય ના ધબકારા નો અવાજ સ્પષ્ટ સંભળાય રહ્યો હતો. અંતરા નું આખું શરીર પાણી પાણી થઈ ગયું હતું.ચહેરો શરમાઇ થી લાલ થઈ ગયો હતો. સ્નેહ એનાં ચહેરા કપાળ પર, ગાલ પરુમમાં એની આખો પર ચુમીરહયો હતો. અંતરા એ હળવે થી સ્નેહ ને આઘો કર્યો. સગાઈ પછી પહેલી વખત જ સ્નેહ એની આટલી નજીક હતો. અચાનક એ ઝબકી.સ્નેહ ના સ્પર્શ માં એ નિસર્ગ ને શોધતી હતી.

“ શું..કરે છે. બધા ઘરમાં જ છે કોઈ જોઈ જશે તો?”

સ્નેહ એ એને પોતાના ની વધુ નજીક કસી ને પકડી. એનાં વાળ ની લટ સરખી કરતાં બોલ્યો

“ અરે..શું કરું છું.? મારી બર્થડે ગીફ્ટ લઉં છું અને પેનલ્ટી પણ. આજે આખો દિવસ મારી સાથે વાત પણ નથી કરી.. અને ગીફ્ટ પણ ન આપી તો હવે હું જાતેજ મારી ગીફ્ટ ન લઇ લઉં..”

“બસ હવે છોડ મને શૈલજા રાહ જોતી હશે. હજું આખો દિવસ બાકી છે તું જે કહેશે એમ કરીશ પ્રોમીસ.”

“ ઓકે તો કાલે કોઈ બહાનું નહીં ચલાવું. સવાર થી રાત સુધી બસ તું ને હું. બીજું કોઈ જ નહીં અને બહાનું પણ નહીં. મંજુર ?..અંતરા આ આપણો ગોલ્ડન પીરીયડ કહેવાય ફરી નહીં આવે. એકબીજા ને જાણવા સમજવા નો આજ સમય છે. પછી રુટીન લાઇફ માં..”

“ હંમમ... હવે બસ કર છોડ મને સવારે તું કહેશે એમજ થશે બસ..પણ અત્યારે જવા દઇશ તો ને.” અંતરા શરમાઇ ને નીચે શૈલજા ના રુમ માં જતી રહી. અને સ્નેહ પણ અંતરા ના વિચારો માં જ ઉંઘી ગયો.