Tame Kon in Gujarati Love Stories by Bhavisha R. Gokani books and stories PDF | તમે કોણ

Featured Books
Categories
Share

તમે કોણ

તમે કોણ?

ખુબ જ મથામણ ના અંતે વિધિએ આખરે નંબર ડાયલ કરી જ દીધો. “હેલ્લો નિરવ??? “તમે કોણ???” સામે છેડેથી મળેલા આવા શુષ્ક પ્રતિભાવથી જાણે વિધિના કાનમાં એસિડ રેડયુ, છતાં પણ પોતાની ભાવનાઓ પર કાબુ મેળવતી વિધિએ સ્વસ્થ થઇ કહ્યુ, “નિરવ, હુ વિધિ, ફરી એવો જ તીખો તમતમતો સવાલ કાનમાં રેડાયો “બટ કોણ વિધિ?” “હુ વિધિ મિશ્રા” વિધિના ગળા સુધી આવેલા શબ્દોને તેણે પાછા ધકેલી દીધા. જે તેને માટે જરાય અઘરુ ન હતુ. 20 વર્ષથી આ જ કરતી આવતી હતી પોતે. ફોન કરતા પહેલા જેટલી ઉત્સુકતા હતી એટલી જ હતાશા મળી બદલામાં, સામે છેડેથી સારો પ્રતિભાવ નહી મળે એ તો ખાતરી જ હતી પણ આટલો બધો તોછડો જવાબ આવશે એની તો કલ્પના જ નહી, વિધિ એ પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી અને કહેવા ગઇ નિરવ, હુ વિધિ મિશ્રા પણ ત્યાં તો તેનાથી ડુસકુ ભરાય ગયુ અને તેણે ફોન કટ કરી નાખ્યો. તેને એમ હતુ કે મારો અવાજ સાંભળીને નિરવ ઝઘડો કરશે, ગુસ્સે થાશે, ખુબ જ લડાઇ કરશે પણ તેને ઓળખશે નહી. એવુ તો તેણીએ સ્વપ્ને પણ નહોતુ વિચારેલુ લગભગ વીસેક વર્ષથી દબાવેલુ લાગણીઓનુ ઘોડાપુર આજે કાબુ બહાર ચાલ્યુ ગયુ અને તેણે નિરવને ફોન જોડી દીધો વિચાર્યુ કે આમ કહીશ અને તેમ કહીશ ખબર કેટલી બધી વાતો કહેવી હતી અને કોઇ કારણ બતાવ્યા વિના નીરવને છોડી ચાલ્યા જવા બદલ માફી માંગવી હતી અને નિરવના ટચુકડા સવાલ “તમે કોણ?” થી જાણે તેને આસમાન ઉપરથી જમીન પર ટપકાવી દીધી.

“તમે કોણ” એ જ પ્રશ્નથી જ બન્ને વચ્ચે આજથી વીસ વર્ષ પહેલા વાતચીતનો દોર શરૂ થયો હતો અને આજે વીસ વર્ષ બાદ એ જ પ્રશ્ન બન્ને વચ્ચેના તમામ સબંધોનો અંત આણી દેશે એ તો સ્વપ્નેય વિચારેલુ નહી વિધીએ.

“બેટા તમે બન્નેએ આજે બહુ બહાદુરીનુ કામ કરી બતાવ્યુ નહી તો આજે કોઇને પરોપકારના કામ કરવા માટે સમય છે જ ક્યાં?” એક આધેડ મહિલાએ વિધી અને નિરવને આશિષ આપતા કહ્યુ જ્યારે બન્નેએ સાથે મળીને રસ્તે ભટકતા પાકીટમારોથી તેમને બચાવ્યા હતા, “આઉચ.......,” ત્યાંથી ચાલવા માટે કદમ ઉપાડતા જ વિધીના પગમાં લાગેલી ઠેંસનું તેને ભાન થયુ. નિરવે પણ જોયુ કે વિધીના પગના અંગુઠામાંથી લોહી વહેવા લાગ્યુ હતુ. આથી જરા પણ સમય વ્યતિત કર્યા વિના નિરવે તેનો રૂમાલ કાઢી ઘા પર બાંધી દીધો. “બહુ બહાદુર છો તમે તો.” એકલા તે પોકેટમાર સાથે લડતા તમને ડર ન લાગ્યો?” વિધીના ધ્યાનને દર્દથી દૂર લઇ જવા નિરવે વાતચીતના દોરને સાધતા કહ્યુ. “તમે કોણ???? મારામાં એટલુ તો સામર્થ્ય તો છે કે આવા લોફરબાજોને સમજદારીના પાઠ ભણાવીને તેને સાચા રસ્તે વાળી શકુ.”

“મેડમજી, માય નેઇમ ઇઝ નિરવ. બે પોકેટમારો સામે તમે એકલા વિરાંગના બની ઝઝુમતા હતા તો મને એમ થયુ કે ચલો હું પણ સત્કાર્યના આ કામમાં તમને મદદ કરી પુણ્યનું ભાથુ મેળવી લઉ.” “વાહ....... બહુ સારુ ગુજરાતી બોલી જાણો છો તમે.” વિધી ખડખડાટ હસી પડી.

“ચલો એ તો ખબર પડી કે તમને હસતા પણ આવડે છે. તો આ તમારી સ્માઇલ પર એક એક કપ કોફી થઇ જાય? આમ પણ મારે મારા મિત્રના પિતાજીના બેસણામાં જવાનુ હતુ. પરંતુ, હવે સમય જતો રહ્યો તો શું તમે મારી સાથે એક કપ કોફી પીવાનુ પસંદ કરશો તમે મીસ.......?” “વિધી, આઇ એમ વિધી મિશ્રા. થેન્ક્સ ફોર યોર ટ્રીટ નિરવ પણ મારે......” “અરે તમારી ગર્લ્સની આ જ તકલિફ કે તમે કોઇપણ સારા ઘરના સંસ્કારી છોકરાને પણ પહેલી નજરે શકના તરાજુમાં જ તોળવા લાગો.” “નો... નથીંગ લાઇક ધેટ. ચલો મારા મનમાં તમારા પ્રત્યે કોઇ નકારાત્મક ભાવ નથી તે સાબિત કરવા મારે તમારી જોડે કોફી પીવી જ રહી. લેટ્સ ગો.” “બાય ધ વે, વ્હેર આર યુ સ્ટડીંગ?” “હું વિરાણી કોલેજમાં માસ્ટર ડીગ્રી કરી રહ્યો છું.” “ધેટ્સ નાઇસ, હું પણ.” “ઓહ ગ્રેટ, એન વીચ કોલેજ?” “આઇ એમ ઇન મીઠીબાઇ કોલેજ.” બન્ને વચ્ચે વાતચીતનો સારો એવો દોર શરૂ થઇ ગયો. પહેલી જ મુલાકાતમાં બન્ને એકબીજા સાથે હળીમળી ગયા.

“હેય વિધી, આર યુ હીઅર? ધેટ્સ અ સરપ્રાઇઝ ફોર મી.” વિધીને પોતાના ફ્લેટ પાસે જોતા તેણે પુછી લીધુ. “હાય નિરવ, હું અહી જ પાછળ આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહું છું.” “નાઇસ, આપણા વચ્ચે મિત્રતાની સાથે સાથે પડોશીનો એમ એક વધારે સબંધ બની ગયો છે, તો એ બહાને આજે એક કોફી થઇ જાય?” “શું નિરવ તુ પણ???” વિધી હસતી રહી અને નિરવ તેને અપલક નજરે જોઇ જ રહ્યો. હવે તો અવારનવાર બન્ને મળવા લાગ્યા. સંજોગાવશાત મળનારા વિધી અને નિરવ હવે વારંવાર મળવા લાગ્યા. બન્નેને એકબીજાનો સાથ પસંદ હતો સાથે બેસી એકાઉન્ટની ક્વેરી સોલ્વ કરવી, એક્ઝામ સમયે રીડીંગ કરવુ, ક્યારેક એકબીજાની નોટ્સ લેવા એકબીજાના ઘરે આવી જવુ અને ક્યારેક કાંઇ કામ ન હોય તો કોફી પીવાના બહાને બન્ને મળતા રહેતા.

“વિધી, સોરી આજે હું કોફી પીવા માટે આવી નહી શકું, સોરી ફોર ધેટ.” નિરવે ટેક્ષ્ટ મેસેજથી વિધીને જણાવી દીધુ અને બીજી જ મિનીટે વિધીનો કોલ આવી ગયો. “શું યાર??? હું અહી કોફીહાઉસમાં અડધી કલાકથી તારી વેઇટ કરું છું અને તુ હવે કહે છે કે તુ આવી નહી શકે? વેરી ગુડ.....” ગુસ્સો વિધીના એકએક સ્વરમાં છલકી રહ્યો હતો. “વિધી પ્લીઝ ટ્રાય ટુ એન અન્ડરસ્ટેન્ડ, ઘરમાં એક અઘટિત બનાવ બની ગયો છે. મારા ભાઇનું અવસાન થયુ છે એ જ કારણ છે.” વિધીના ગુસ્સા પર ઠંડુ પાણી રેડાઇ ગયુ. “સોરી નિરવ. ઇટ્સ ઓ.કે.” ત્યાર બાદ નિરવ થોડા દિવસ કોલેજ ન આવ્યો અને વિધીને મળવા પણ ન ગયો. “સોરી, નિરવ પણ આ બધુ અચાનક કઇ રીતે???” “અકસ્માત વિધી, રોડ એક્સિડન્ટમાં ભાઇનુ મૃત્યુ થઇ ગયુ. ભાભીની હાલત બહુ ખરાબ થઇ ગઇ હતી આ ન્યુઝથી અને મારે તો પાપાનો સાથ પણ નથી, આઇ મીન મારા ફાધરનું પણ મૃત્યુ થઇ ગયુ છે તો મમ્મી અને ભાભીને બધાને સાચવવા જરૂરી હતા.” “યા સાચી વાત છે નિરવ. સુખમાં સાથ ન આપો તો ભલે પણ દુઃખમાં તો પરિવારની સાથે જ રહેવુ એ જ સાચી સમજદારી છે. આઇ એમ પ્રાઉડ ઓફ યુ.” વિધીએ નિરવનો હાથ થામતા કહ્યુ.

ક્રિયા પતિ ગયા બાદ ઘરમાં રેખાબેન વિધવા ભાભી અને નિરવ ત્રણ જ હતા. રેખાબેનની તબિયત પણ બહુ સારી રહેતી નહી. નિરવ હવે કોલેજથી સીધો ઘરે જ આવી જતો. ભાઇના મૃત્યુ બાદ તે પોતે માનસિક રીતે તેના ભાભી અને મમ્મીને સપોર્ટ કરતો અને નાનકડા ધ્રુવને પણ સમય આપતો જેથી તેને પાપાની કમી ન લાગે. ઘરમાં તે અચાનક જ પીઢ બની ગયો હોય તેમ નાનાથી માંડી મોટા એમ બધાને તે ખુબ જ ખુશ રાખતો. પણ સમાજ જેનુ નામ. આ સમાજે ક્યારેય સારી અને સાચી વાતને તો નજરમાં લેતો જ નથી. બસ લોકોને તો બહાના જોઇએ વાતો કરવામા, અહી પણ એવુ જ બન્યુ. ઘરમાં યુવાન દેવર અને ભાભી હોવાથી આજુબાજુના પડોશીઓ અને તેમના કુટુંબના અમુક કહેવાતા મોભીઓ ટીકા કરવા લાગ્યા. રેખાબેન વાતને સાંભળી ન સાંભળી કરી જીવન ચલાવે જતા. પોતે પણ એક વિધ્વા હતા આથી તે નિરાલીની પરિસ્થિતિ બહુ સારી રીતે સમજતા હતા. તેમની ઉંમર વધવા લાગી હતી અને ઉંમરને કારણે અનેક બિમારીઓ ઘર કરી ગઇ હતી. આ બાજુ નિરાલીની હાલત પણ ખુબ દયનિય હતી. નાની હતી ત્યારથી માતા-પિતાની છત્રછાંયા ગુમાવી બેઠેલી નિરાલીને માંડ જ્યાં સુખ જોવાનો સમય આવ્યો ત્યાં ભગવાને આવુ દુઃખ નસિબે લખી નાખ્યુ અને વધુમા સમાજના ટોણા પણ સહન કરે જવાના. ઘણી વખત તે ધ્રુવને લઇને વિકાસ ગૃહમાં જવાનુ વિચારી લેતી પરંતુ નાનપણથી જ વિકાસ ગૃહમાં પોતે ઉછરેલી અને ત્યાંના સંપુર્ણ વાતાવરણથી તે વાકેફ હોઇ ધ્રુવને કારણે તે ત્યાં જતા અચકાઇ જતી.

નિરવ અને વિધી બન્ને એકબીજાના પ્રગાઢ પ્રેમમાં હતા અને લગ્ન કરવાનુ પણ નક્કી કરી જ લીધુ હતુ. પરંતુ નિરવના ઘરમાં આ રીતે બની જતા તેણે હાલ તો પોતાના પ્રેમની વાત કોઇને ન કહેવાનુ જ મુનાસિબ માન્યુ હતુ અને આમ પણ વિધી તેને છોડીને ક્યાંય જવાની તો હતી નહી.

***

બેટા, તારી સાથે એક વાત પર ચર્ચા કરવાની હતી મારે, તને જો સમય હોય તો? નહી તો પછી આપણે વાત કરીશું. રેખાબેને નિરવને સાંજના સમયે જ્યારે નિરાલી ઘરે ન હતી ત્યારે પુછ્યુ. હા બોલ ને મા, તારી માટે ફ્રી જ છું. કહેતા તે રેખાબેનની ગોદમાં માથુ ઢાળી સુઇ ગયો. બેટા અવિનાશના મૃત્યુ બાદ નિરાલી અને ધ્રુવનો સંપુર્ણ ખ્યાલ કરવો એ આપણી ફરજ છે અને તેમા મારી સાથે તુ પણ બનતી મદદ કરે જ છે એ હું જાણું છું પણ... પણ શું મા.....??? બેટા, જમાનો બહુ બદલાઇ ગયો છે. હું તો આજે છું અને કાલે નથી. નિરાલીને પણ પિયરના નામે કોઇ નથી જે છીએ તે આપણે જ છીએ. આવતીકાલે સમાજ મારા ગયા બાદ તમારા બન્ને વિશે આડી અવળી વાતો ન કરે અને નિરાલી અને ધ્રુવની જીંદગી પણ સહજ બની શકે તે માટે તુ નિરાલીને અપનાવી લે. માં, એવુ તો જરૂરી નથી કે ધ્રુવ અને ભાભીની જીંદગીને સુધારવા મારે તેને અપનાવવા જ પડે. હું એક ભાઇ તરીકે પણ તેને અપનાવી શકું ને? મે હંમેશા ભાભીને મોટી બહેન સમાન માન્યા છે અને હવે આજે જ્યારે ભાઇ નથી ત્યારે કઇ રીતે તેને અપનાવી શકું? બેટા, આ બધી વાતો અત્યારે બોલવી શક્ય છે પણ એકવાર તારો પરિવાર થતા આ માનેલા સબંધો સાચવવા બહુ કપરા છે. માં, એવુ તુ વિચારે છે? બાકી દિલથી માનેલા સબંધો ક્યારેય કપરા બનતા નથી. ભાભી અને ધ્રુવનુ ધ્યાન રાખવા માટે મારે તેના પતિ બનવાની કાંઇ જરૂર નથી, એક ભાઇ બની આજીવન તેનો સાથ આપીશ. બોલતા નિરવ તેના રૂમમાં જતો રહ્યો.. નિરવને મળવા આવેલી વિધીએ આ બધી વાત સાંભળી લીધી. તે સમજી ગઇ કે જ્યાં સુધી પોતાની અને નિરવ વચ્ચે આ પ્રેમ છે એટલે નિરવ તેના ભાભીનો સ્વિકાર ક્યારેય નહી કરે. નિરવના મમ્મીની મુશ્કેલી દૂર કરવા તે નિરવને કાંઇ પણ જાણ કર્યા વિના લંડન જતી રહી અને લંડનમાં વસતા તેના પિતાજીના ફ્રેન્ડના પુત્રનું માંગુ આવતા તે પારસને પરણી ગઇ પરંતુ દિલથી પોતે આ સબંધને સ્વિકારી ન શકી.વર્ષોથી રોકી રાખેલી તેનુ દિલ આજે તેના હાથમાં ન રહ્યુ અને તે નીરવ સાથે વાત કરવા માટે ફોન લગાવી બેઠી જેમાં નીરવની શુષ્કતા તેને ઘેરી વળી. વિધિ પોતાના વિશાળ બેડરૂમમાં બેસીને પોતાના આંસુ ખાળીને ન શકી. તેનો પતિ પારસ તેને એકલી મુકીને બે વર્ષ પહેલા જતો રહ્યો હતો. તેને કયારેય પારસ પ્રત્યે પ્રેમ થયો ન હતો અને પારસને પણ વિધિ એક જરૂરિયાત માત્ર જ હતી. તેના માટે પૈસા સિવાય બીજી કોઇ મહત્વની વસ્તુ આ દુનિયામાં ન હતી. આવા સંબંધ વચ્ચે તેમને કોઇ સંતાન પણ ન હતુ. વિધિ આ દેશથી દુર અઢળક સંપત્તિ વચ્ચે સાવ એકલી હતી. તેને હવે ઇંડિયા જવાનુ નક્કી કરી લીધુ. તેના માતા પિતા તો હવે હતા નહિ. એક માત્ર નીરવ હતો. જે હવે કોઇનો બની ગયો હતો પરંતુ તેની સાથે મિત્ર બનીને રહેવુ હતુ. તેને પણ ઓળખવામાં ઇન્કાર કરી દીધો. જે થાય તે આખરે જન્મભુમિ ગમે તેમ એકલી રહેશે. એમ વિચારી તે લંડનથી નીકળી ગઇ માદરે વતન. તેના માતા પિતાના મકાનને સાફ કરાવી તેમા રહેવા લાગી. વર્ષોથી બાઝી ગયેલી ધુળમાં રહેલા ભુતકાળ અને જન્મદાતાની યાદમાં અઠવાડિયુ તો વીતી ગયુ. સુના તેના મન અને સુની ગલીઓમાં તેને પોતાનો પ્રેમ યાદ આવી ગયો. પરંતુ “તમે કોણ?”ની બેડી ગલી વટવા દેતી ન હતી.

સમય પસાર થવા લાગ્યો પરંતુ મનનો સુનકાર કેમેય કરીને જતો ન હતો. તે ઘરનુ બધુ કામ જાતે કરતી છતાંય મન અને શરીર શાંત પડતા ન હતા. અહીં આવી તેને લાગ્યુ કે મોટી ભુલ કરી નાખી. જે ભુતકાળને ઉંડા પેટાળમાં દફનાવી દીધો હતો તે લાવા બનીને તે સળગાવવા લાગ્યો. શ્વાસની આ શ્રુંખલા પુરી થતા પહેલા એકવાર નીરવને મળવુ હતુ. તેના દિલના બોજને હળવો કરવો હતો. પરંતુ બેડીઓએ તેના પગ જકડી રાખ્યા હતા.

એક દિવસ તે શાક લેવા માટે માર્કેટ ગઇ હતી. ત્યારે દુરથી તેને કોઇ ઓળખીતી હોય તેવી સ્ત્રી તેને દેખાય તે દુરથી તેના તરફ હાથ હલાવતી હતી અને તેને બોલાવતી. મન પર જામેલા ક્ષારને કારણે તે ઓળખી શકતી ન હતી છતાંય તે તેના તરફ જવા લાગી નજીક આવતા ખબર પડી કે નિરાલી હતી તે. “તમે વિધિ બહેન છો, ને?” “હા, ઓળખો છો તમે મને?” “હા નીરવ ભાઇના ફ્રેન્ડ ને?” “નીરવભાઇ???” સાંભળીને તેને

“વિધિબહેન, તમે કોઇના કીધા વિના જતા રહ્યા બાદ નીરવભાઇની હાલત ખુબ જ ખરાબ બની ગઇ હતી.” “એક મિનિટ તમે અને નીરવે લગ્ન નથી કર્યા આઇ મીન” “મારા સાસુ રેખાબહેનનો તો બહુ આગ્રહ હતો કે નીરવભાઇ મારી સાથે લગ્ન કરે પરંતુ તે તમને ખુબ જ ચાહતા હતા. તે ત્રણેય જીંદગી બરબાદ કરવા માંગતા ન હતા. આથી દેવ જેવા નીરવભાઇએ એક મોટા ભાઇ બની મારો સાથ આપ્યો અને હમેંશા તમારી યાદમાં જીવન વિતાવ્યુ. હુ તમને એ તો નહિ પુછુ. તમે શા માટે જતા રહ્યા. પરંતુ એ જરૂર સમજી શકુ કે તમે બહુ કમનસીબ છો.” નિરાલીના ફોનની રીંગ વાગતા તે જતી રહી અને આંખમાં આંસુ અને વેદના સાથે વિધિ ત્યાં જ રહી ગઇ.