Karma no kaydo in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 27

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કર્મનો કાયદો ભાગ - 27

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૭

કર્મોનાં ત્રિવિધ ફળ

સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારનાં કર્મો છે, જેથી આ ત્રિવિધ કર્મોનાં ફળ પણ ત્રિવિધ હોવાં સ્વાભાવિક છે, જે માટે શ્રીકૃષ્ણ કહે છે :

ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રઃ ગળ્ઙ્ગેંઢ્ઢભજીસ્ર્ક્રદ્યળ્ઃ ગક્રબ્ડ્ડઙ્ગેંધ્ બ્ઌૠક્રષ્ટૐધ્ દ્મેંૐૠક્રૅ ત્ન

થ્પગજીભળ્ દ્મેંૐધ્ ઘ્ળ્ઃૠક્રજ્ઞ્ક્રક્રઌધ્ ભૠક્રગઃ દ્મેંૐૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૪-૧૬

અર્થાત્‌ જે કર્મો સાત્ત્વિક છે તેમનું ફળ નિર્મળ અને સુખદાયક, રાજસી કર્મોનું ફળ દુઃખદાયક અને તામસી કર્મોનું ફળ અંધકારમય અજ્ઞાન છે. શ્રીકૃષ્ણ કર્મોના ફળ માટે સારા-નરસાની, પાપ-પુણ્યની કે ધાર્મિક-અધાર્મિકની વાતમાં નહીં પડતાં પ્રાકૃતિક ભેદ મુજબનાં ત્રિવિધ કર્મોનાં ત્રિવિધ ફળની જ વાત કરે છે.

પ્રકૃતિ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનું ચક્ર ચલાવે છે. જે એક સાઇકલિંગની જેમ ચાલ્યા કરે છે. આ ત્રણે ગુણોની વધઘટ પ્રકૃતિના સાઇકલિંગમાં થતી રહે છે. ક્યારેક રજોગુણ તથા તમોગુણને દબાવીને સત્ત્વગુણ પ્રભાવી થાય છે, તો ક્યારેય રજોગુણ તથા સત્ત્વગુણને દબાવીને તમોગુણ, ક્યારેક તમોગુણ અને સત્ત્વગુણ એ બંનેને દબાવીને રજોગુણ હાવી થાય છે. આ રીતે એકબીજા ગુણો પ્રકૃતિના સાઇકલિંગમાં ફરતા રહીને એકબીજા પર હાવી થતાં માનવીના મન પર પોતાનો પ્રભાવ ઊભો કરે છે. શ્રીકૃષ્ણ કહે છે :

થ્પજીભૠક્રક્રબ઼્ક્ર઼ક્રઠ્ઠસ્ર્ ગડ્ડધ્ધ્ ઼ક્રબ્ભ ઼ક્રક્રથ્ભ ત્ન

થ્પઃ ગડ્ડધ્ ભૠક્રહ્મ ઌૠક્રઃ ગડ્ડધ્ થ્પજીભબક્ર ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૪-૧૦

માણસ ઘણી વાર બેઠોબેઠો જ ઉદાસીન થઈ જાય છે. આપમેળે જ જે કર્મો તે રસપૂર્વક કરતો હતો તેમાં પણ કંટાળો આવે છે અને પોતાની જાતને બોર (ર્હ્વિી) થયેલો મહેસૂસ કરે છે, તો ઘણી વખત દેખીતા કોઈ કારણ વગર પણ કંઈક કરવાનો થનગનાટ અનુભવે છે. ઘણી વખત ઉત્સાહ અને આનંદ વગર બોલાવ્યે મનને પ્રભાવિત કરે છે. મજા એ છે કે આવા પ્રસંગે માણસ તેનું કારણ બહાર શોધે છે તેમ જ કોઈ કારણ વગર બહારનાં કારણોને સ્વીકારી પણ લે છે, પરંતુ તેનું ખરું કારણ તો તેની અંદર જ છે. બહાર તો બહાનાંઓ છે.

જો બહારનાં કારણોથી જ માણસ દુઃખી થતો હોય તો કાયમ તેમ થવું જોઈએ. માનો કે આજે એક વસ્તુ મેળવીને તમને આનંદ થયો હોય તો કાલે પણ તેમ થવું જોઈએ. આજે કોઈ માણસને મળીને તમને આનંદ થયો હોય તો કાલે પણ તેમ જ થવું જોઈએ, પરંતુ સૌ કોઈ જાણે છે કે તેમ થતું નથી.

મારા એક વકીલ-મિત્ર છે, જેઓ હાલ લાખો રૂપિયા વકીલ-ફીના કમાય છે, પરંતુ એક પ્રસંગને તેઓ કાયમ યાદ કરતા રહે છે. તેઓ કહેતા હોય છે : “જ્યારે હું વકીલાતમાં દાખલ થયો તેના પહેલા દિવસે તનતોડ મહેનત કરીને હું જે પચાસ રૂપિયા કમાણો તેનો જે આનંદ અને ઉત્સાહ હતા તે આજની આ લાખોની કમાણીમાં નથી.”

મેં તેમને કહ્યું : “આજે તમને કોઈ પચાસ રૂપિયા ફી આપે તો આનંદ થાય ?” તેમણે મને કહ્યું : “તમે પણ કેવી વાત કરો છો ? સવાલ પચાસ કે લાખનો નથી, સવાલ તો સમયનો છે.” મેં તેમને કહ્યું : “હજુ થોડું ઊંડું વિચારો કે તે સમયમાં એવું શું હતું ?” તેમણે કહ્યું : “કાંઈ નહીં. બસ, તે સમયનો આનંદ અને ઉત્સાહ જ જુદા હતા.” મેં તેમને કહ્યું : “તેનું ખરું કારણ સમય પણ નથી, કારણ કે સમય તો આજે પણ છે અને તે દિવસે પણ હતો, પરંતુ તેનું ખરું કારણ તમારી અંદર જ પડ્યું હતું.”

તેમણે મને આતુરતાપૂર્વક પૂછ્યુ : “તમારા મતે શું કારણ હતું ?” મેં કહ્યું : “તમે ખોટું ન લગાડતા, પણ આજની જેમ હું આટલા પૈસા મળે તો જ કામ કરું તેવો તમારો રજોગુણ ન હતો તેમ જ મને તો લાખો રૂપિયા આપીને પણ કામ મળે જ છે તેમ કહેવાવાળો તમારો તમોગુણ પણ ન હતો. લોભ, લાલચ અને આળસના ગુણો વગર ભગવાનની દયાથી તમારા જેવા નવા વકીલને કોઈ કામ મળ્યું છે એમ સમજી તમે તે કામને મહેનતથી પાર પાડ્યું તેનો સત્ત્વગુણ હતો. તે સત્ત્વગુણનો જ આનંદ હતો.”

જ્યારે માણસમાં સત્ત્વગુણ વધે છે ત્યારે મન આપોઆપ આનંદ અને ઉત્સાહ અનુભવે છે. બુદ્ધિ સજાગ બને છે. ગૂંચવણોમાં માર્ગ મળતો દેખાય છે. કવિઓ, વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકોની લગભગ અનુભવ છે કે તેમની બુદ્ધિમાં પ્રકાશનું તત્ત્વ કોઈ સત્ત્વગુણના ઉદયસમયે સઘન થાય છે, જે સમયે તેમના ગૂંચવાયેલા પ્રશ્નો ઊકલી જાય છે.

આર્કિમિડિઝ, આઈઝેક ન્યૂટન, મૅડમ મેરી ક્યૂરી, એડિસન અને આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકોનાં જીવનમાં તેમના દ્વારા થેયલી મહત્ત્વની શોધો સત્ત્વગુણપ્રધાન સમયમાં થઈ છે. જે પ્રશ્નોને વૈજ્ઞાનિકો રાતરાતભરના ઉજાગરા કરીને, સેંકડો પ્રયોગ કરીને પણ નહોતા મેળવી શક્યા તે પ્રશ્ન ક્યારેક વગર પ્રયાસે આપોઆપ સૉલ્વ થઈ જતો. આર્કિમિડિઝની મહત્ત્વની શોધ સવારના સમયે બાથટબમાં બેઠાંબેઠાં થઈ. મેરી ક્યૂરીની રેડિયમની શોધ માટે તેને નૉબેલ પ્રાઈઝ અપાયું હતું તે શોધનું સાચું સૉલ્યુશન અચાનક સવારના જાગરણ સમયે તેના મનમાં આવ્યું હતું. દિવસનો રજોગુણ અને રાતનો તમોગુણ જ્યારે એક સમતોલન ધારણ કરે છે તેવા સમયે ઉદિત થતા સત્ત્વગુણમાં બુદ્ધિતત્ત્વ વિશેષ પ્રકાશિત થાય છે, જ્યારે વ્યક્તિનો સત્ત્વગુણ પ્રભાવી બને છે ત્યારે બુદ્ધિનો બુઝાયેલો દીપક પણ પ્રજ્વલિત થઈ ઊઠે છે.

એ જ મન જ્યારે તમોગુણથી પ્રભાવિત થાય છે ત્યારે આનંદ અને ઉત્સાહની જગ્યાએ કંટાળો અને ઊબ અનુભવે છે અને બુદ્ધિ અંધકારમાં ગૂંચવાતી હોય તેવું ભાસે છે. જે લોકો તમોગુણને તેની પ્રાકૃતિક જરૂરિયાત કરતાં વધારે પોષે છે તેમની બુદ્ધિ મોટા ભાગે સૂતેલી જ રહે છે.

ઘણા લોકો દશે દિશામાંથી પોતાની આળસ પોષાય તેવું જ કામ કરતા હોય છે. તેમના મતે દુનિયામાં સૂવા-ઊંઘવાથી કોઈ વિશેષ આનંદ નથી. હું અભ્યાસ કરતો ત્યારે પરીક્ષા નજીક આવવાના સમયે થોડા મિત્રો એકઠા મળીને વાંચવાનો કાર્યક્રમ બનાવતા. તે પૈકી એક મિત્ર એવો હતો કે જે બધી તૈયારીઓ પછી વાંચવાની શરૂઆત કરે ત્યાં જ સૂઈ જાય. વાંચવા માટે રૂમમાં મચ્છર-અગરબત્તી કરીએ, સરસ મજાની ખુરશી ઓશીકાં મૂકીને સજાવીએ, બે-ત્રણ વાર માફક છે કે કેમ તેનો ટેસ્ટ કરી લઈએ. પછી ચા-કૉફીનો કરંટ ચડાવીને વાંચવા બેસીએ, અને એકાદ પાનું વંચાય ત્યાં તો નસકોરાંનો અવાજ સંભળાવો શરૂ થઈ જાય. વળી કોઈ તેને જગાડે અને અરધું પાનું વાંચે ત્યાં ફરી એ દશા.

બીજા મિત્રો એ ઊંઘણશી મિત્રને સલાહ આપે કે : “જો, ભાઈ, પરીક્ષા માથે આવે છે. તૈયારી નહીં કરે તો નાપાસ થઈશ. આવા ખતરા વચ્ચે તને ઊંઘ કેમ આવે છે ?” ત્યારે એ ઊંઘણશી કહેતો કે “શું કરું ? તમે લોકોએ મચ્છર-અગરબત્તી અને ખુરશી ઉપર સજાવેલાં ઓશીકાંની ખરી મોજ તો ઊંઘ માણવામાં જ આવે છે.” પછી અમે તેના ખુરશીનાં ઓશીકાં લઈ લેતા અને મચ્છર-અગરબત્તી ઓલવીને બારી ખોલી, થોડા મચ્છરો અંદર બોલાવતા, પરંતુ કાંઈ ફેર ન પડતો. દર વખતે સૂવાનું કોઈ ને કોઈ બહાનું આવી જતું.

અમે સ્કૂલમાંથી ટુર લઈને ફરવા જઈએ, જોવાલાયક સ્થળોની મુલાકાત લઈએ ત્યારે પણ તે ઊંઘણશી મિત્ર તો બસમાં સૂતો જ રહેતો. જ્યારે વિદ્યાર્થીઓ બસમાંથી સાપુતારાના પહાડો જોતા હોઈએ ત્યારે તે મીઠી નીંદરમાં ગિરનારની તળેટીમાં આળોટતો જોવા મળતો. તમોગુણના પ્રભાવ તળે માણસ પોતાનાં આળસ અને અજ્ઞાનને જ પોષતો જોવા મળે છે.

બે આળસુ એક બગીચામાં દ્રાક્ષના વેલા નીચે સૂતા હતા. સૂતાં-સૂતાં એકે બીજાને કહ્યું : “ભાઈ ! વેલ ઉપરથી ખરેલી આ દ્રાક્ષ જરા મારા મોઢામાં મૂકી દે તો હું ખાઈ શકું.” ત્યારે બીજાએ કહ્યું : “હું શું કામ મૂકું ? થોડી વાર પહેલાં એક કૂતરો મારા પર ટટ્ટી કરતો હતો તેને તેં ભગાડ્યો પણ નહીં, પછી હું તારું કામ શું કામ કરું ?”

પ્રકૃતિના આ સાઇકલિંગમાં માનવીનું મન જ્યારે રજોગુણના પ્રભાવ નીચે આવે ત્યારે કર્મોનો લોભ અને કર્મ કરવાની સ્પૃહા વધે છે. આ કરું કે તે કરું તેની હજારો ઇચ્છાઓ મનને ઘેરી વળે છે. પૈસા, પદ, પ્રતિષ્ઠા, નવા ભોગવિલાસ, નવાં સુખો વગેરે હજારો કામનાની લાલચમાં માણસ બંધાતો જોવા મળે છે. જે આજે છે તેની અવગણના અને અસંતોષ વચ્ચે ભવિષ્યની સજાવેલી લાલચની ગૂંચવણોમાં ફંટાતું મન દુઃખ અને સ્ટ્રેસ અનુભવે છે.

ઘણા માણસો દુઃખવાદી (જટ્ઠઙ્ઘૈજં) હોય છે. તેઓ દરેક બાબતમાં દુઃખ શોધી લે છે. આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં પણ તેમના ચહેરા શોકથી ઘેરાયેલા જ રહે છે. ઘણી વખત તો આવા લોકો બીજાનો આનંદ જોઈને પોતાની જાતને ઈર્ષ્યાથી બાળતા જોવા મળે છે.

એક લગ્નપ્રસંગમાં એક બહેનને બ્લડપ્રેશર લો થતાં મૂર્છા આવી ગઈ. તાત્કાલિક ઍમ્બ્યુલન્સ બોલાવીને હૉસ્પિટલે ખસેડાયાં. થોડી સારવાર બાદ બહેનને હોશ આવતાં ડૉક્ટરે પૂછ્યું : “તમને શું થયું હતું ? તમારા ખાવામાં કાંઈ આવી ગયું ? કાંઈ એવું પિવાઈ ગયું કે પછી તમને વારસાગત આવી કોઈ બીમારી છે ? તમે બતાવો, કારણ કે મારે તમને જે દવાઓ આપવી છે તેનો મને ખ્યાલ આવે.”

ડૉક્ટરના પ્રશ્નનો જવાબ આપતાં તે બહેને કહ્યું : “ડૉક્ટરસાહેબ ! ન મને વારસાગત કોઈ બીમારી છે, ન મારા ખાવા કેપીવામાં કોઈ વસ્તુ આવી ગયેલી છે. આ તો કન્યાને મામેરામાં પચાસ તોલા સોનું ચડતું જોયું તે કારણે મને મૂર્છા આવી ગઈ. મને એમ થયું કે હું કેટલી અભાગણી છું કે મારા મામેરા વખતે તો મામેરિયાંએ મને વીસ તોલા સોનું જ ચડાવ્યું હતું !” બિચારા ડૉક્ટરને પણ બહેનની વાત સાંભળતાં ચક્કર આવી ગયાં.

દુઃખવાદી માણસો ગમે ત્યાંથી દુઃખ શોધી લે છે. આવા માણસો પોતાની જાતને દુઃખી રાખવામાં નિષ્ણાત હોય છે. પોતાના દુઃખ માટે હજારો કારણો બતાવે છે, પરંતુ ક્યારેય પોતાની અંદર જોઈને એવું નથી વિચારતા કે આ દુઃખ મારા જ રજોગુણનું કારણ છે. જ્યાં સુધી આવા લોકો પોતાના અંતઃકરણમાં ઊતરીને તેમના વધેલા રજોગુણને સંતુલિત ન કરે ત્યાં સુધી તેમના દુઃખનો આ દુનિયામાં કોઈ ઉપાય નથી.

માણસ હસતાં-હસતાં ઝેર પણ પી શકે છે અને સામી છાતીએ મોતને પણ વધાવી શકે છે. શ્રીકૃષ્ણની જેમ જીવનની દરેક પરિસ્થિતિમાં સુખી અને શાંત રહી શકે અને જીવનમાં જ્યાં-ક્યાંયથી પણ પસાર થાય તેમાં મધુરતાનો સ્વાદ ભરી શકે.

ત્ત્મથ્ધ્ ૠક્રમળ્થ્ધ્ ઘ્ઌધ્ ૠક્રમળ્થ્ધ્ ઌસ્ર્ઌધ્ ૠક્રમળ્થ્ધ્ દ્યબ્ગભધ્ ૠક્રમળ્થ્ધ્

ઙ્ગેંથ્દ્ય્ક્રધ્ ૠક્રમળ્થ્ધ્ ભથ્દ્ય્ક્રધ્ ૠક્રમળ્થ્ધ્ દ્યથ્દ્ય્ક્રધ્ ૠક્રમળ્થ્ધ્ થ્ૠક્રદ્ય્ક્રધ્ ૠક્રમળ્થ્ધ્...

ૠક્રમળ્થ્ક્રઝ્રઙ્ગેંૠક્રૅ

માણસના દુઃખનું કારણ બહાર નહીં, પણ તેની અંદર રહેલા રજોગુણ અને તમોગુણમાં પડ્યું હોય છે, તેથી જ શ્રીકૃષ્ણ કર્મનાં સારાં-નરસાં ફળમાં બહારનાં કર્મોને નહીં, પણ અંદરના સત્ત્વ, રજસ અને તમસને કારણભૂત ગણાવે છે.

બાળપણ સુખી છે, કારણ કે તેમાં સત્ત્વગુણનો પ્રભાવ છે, યુવાસ્થા દુઃખી છે, કારણ કે તેમાં રજોગુણનો પ્રભાવ છે અને વૃદ્ધાવસ્થા અજ્ઞાનની લાચારીથી ભરેલી છે, કારણ કે તેમાં તમોગુણનો પ્રભાવ છે.

જેમ જીવનની ત્રણ અવસ્થાઓ છે, તેમ એક દિવસની પણ ત્રણ અવસ્થાઓ છે : દિવસ, રાત અને સંધ્યા. સંધ્યા એ સત્ત્વગુણ છે. ઋષિઓએ ત્રિકાળસંધ્યાનું ઉપાસન દર્શાવ્યું છે. સંધ્યાનો સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણને યથાયોગ્ય સાંધવાનું કામ કરે છે. જો કોઈ ત્રણ ગુણોની ત્રિકાળસંધ્યાને જાણીને તેની ઉપાસના કરે તો તમોગુણના કંટાળાથી અને રજોગુણના દુઃખથી મુક્ત થઈ જાય.

તોતા-રટણની જેમ મંત્રો બોલીને કરી લેતા હોય તેવી ત્રિકાળસંધ્યા નહીં, પરંતુ પ્રકૃતિના ત્રણે ગુણોને જાણનારો જ્યારે અંદરના સત્ત્વગુણને સાધવા જો ત્રિકાળસંધ્યા કરે તો સાત્ત્વિક કર્મોને જન્મ આપનારી બને છે. રજોગુણ અને તમોગુણ વચ્ચે સંતુલન કરાવનાર સત્ત્વગુણને સાધીને જે વ્યક્તિ કર્મો કરે છે તેનો સત્ત્વગુણ તેને ક્યારેય દુઃખી થવા નથી દેતો.

ભારતીય મનીષીઓએ ઈશ્વરનું પણ ગુણાત્મક વિભાજન કર્યું છે : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા રજોગુણના, વિષ્ણુ સત્ત્વગુણના અને મહેશ તમોગુણના ઈશ્વર છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિષ્ણુ મધ્યસ્થ છે, તેથી વિષ્ણુ બ્રહ્માના પણ આરાધ્ય છે અને મહેશના પણ આરાધ્ય છે, તેનો અર્થ ખૂબ સરસ છે. રજોગુણ અને તમોગુણ બંને માટે સત્ત્વગુણ જ ઉપાસ્ય છે. જ્યારે રજોગુણ અને તમોગુણ સત્ત્વની સાધનામાં સ્થિર રહે છે ત્યારે તે જીવનના સંગીતને ફેલાવે છે અને જ્યારે સત્ત્વને ભૂલીને માત્ર પોતાના જ ગુણમાં સ્થિત થાય છે ત્યારે વિનાશ ફેલાવે છે.

કૃષ્ણના મતે આ કર્મ કે તે કર્મ નહીં, પરંતુ સત્ત્વપ્રધાન કર્મનું ફળ જ સુખદાયક છે, જ્યારે રજોગુણ અને તમો ગુણપ્રધાન કર્મો દુઃખ, શોક અને બંધનનાં ફળ આપે છે.

***