વહુ ઉઠો.. ઓમ ઉઠ.. 11 વાગી ચૂક્યા છે.. જાગૃતિ બહેને દરવાજો નૉક કરતા કહ્યું. આખી રાતના ઉજાગરા હોવાથી બંનેની આંખો હજી ખૂલતી નહોતી. અચાનક દરવાજો ખખડ્યો હોવાથી અસ્મિતાની આંખો ખૂલી. હજુ એની ઊંઘ પુરી નહોતી થઈ! થોડો થાક હતો પણ દરવાજો ખોલવા ઉભી થઈ.. અને સામે જાગૃતિ બહેન ઊભા હતા.. " સૉરી મમ્મી, ઊઠવામાં મોડું થઈ ગયું" .. જાગૃતિબહેન અસ્મિતાના મુખેથી મમ્મી સાંભળતા દિલને ટાઢક થઈ.. જલ્દી ફ્રેશ થઈ જાઓ અને ઓમને ઉઠાડજે.. આજે ઘરે મહેમાનો રોકાયા હોવાથી જાગૃતિ બહેન અને અસ્મિતાએ ભેગા મળીને રસોઈ બનાવી.. રીંકલે આજે કોલેજ જવું પડે એવું જ હતું.. ઓમે ઊઠીને પહેલા તરત મિ. ઓબેરોય ને સૉરી કહેવા કોલ કર્યો અને સૉરી કહ્યું પણ મિ. ઓબેરોયે પણ ઓમને એણે જે કર્યું એ બદલ સરાહના કરી.. પછી લંચ વખતે સૌ વાતોએ વળગ્યા હતા.. એમાં અસ્મિતાના પગફૅરા ની વાત નીકળી.. અસ્મિતા ખૂબ ઉત્સાહિત હતી. સાંજે આકાશ લેવા આવવાનો હતો. સાંજે પાંચના સુમારે આકાશ પણ આવી ગયો. આકાશ થોડી વાર બેઠો પછી અસ્મિતા અને આકાશ અમદાવાદ જવા માટે નીકળ્યા. વોલ્વો બસમાં બેઠા પછી બંને એક મિનિટ પણ ચૂપ નહોતા રહ્યા. બાળપણથી માંડીને બધી વાતો કર્યા કરતા હતા... બંને એક જ ચોકલેટ માટે કેવું ઝગડતાં.. આકાશ અસ્મિતાની સાઇકલ પાછળ બેસવા કેટલી જીદ કરતો અને બંને કેવા પડી ગયા હતાં ! વગેરે...અમદાવાદ પહોંચતા જ પ્રકાશભાઈ અને નિર્મિતા બહેન ગળગળા થઈ ગયા અને અસ્મિતા પ્રકાશભાઈને ભેટી જ પડી.. પછી જાતજાતની વાતો કરી.. નિર્મિતા બહેને બધું જ અસ્મિતાનું ભાવતું બનાવ્યું હતું.. આખી રાત કોઈ જાણે સુતું જ નહીં! બીજા દિવસે ઓમ લેવા આવ્યો અને બંને જમીને પાછા વડોદરા ફર્યા..પછી જાગૃતિબહેને કહ્યું "અસ્મિતા, બેટા કાલે તો તારે કાંઈક બનાવવું પડશે હ.. હું સમજું છું કે તું ભણેલી છે અને નોકરી પણ કરી છે એટલે તને એનો ઝાઝો અનુભવ નથી પણ શુકન ખાતર કઈ બનાવી દેજે.. બાકી તો હું છું . તારે અત્યારથી આ બધામાં પડવાની જરૂર નથી.. પણ તારી ફોઈ સાસુ અને કાકી સાસુ ને જાણ ન થાય એનું ધ્યાન રાખજે એ લોકો આમય બે ત્રણ દિવસમાં જતા જ રહેશે.." અસ્મિતા જાગૃતિ બહેન નો પ્રેમ જોઇ એમને ભેટી પડી!
બીજા દિવસે ઓમ અને અસ્મિતા શિમલા જવા નીકળવાના હતા. સવારે અસ્મિતાએ શુકનનો શીરો બનાવ્યો એને નિર્મિતાં બહેને શીખવાડ્યો જ હતો. પછી બપોરે દિલ્હીની ફ્લાઈટમાં બેસી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીમાં એક નાઈટ હોલ્ટ કરી બંને શિમલા ગયા.. શિમલાની આબોહવા અને વાતાવરણ જોઈ બન્ને રોમાન્ટિક થઈ ગયા. અસ્મિતાએ ઓમનો આવો રોમાંટિક મિજાજ પહેલા જોયો નહોતો. કૂફરી યાકની સવારી, ત્યાંની ઠંડી, આલ્હાદક વાતાવરણ, સનસેટ પોઇન્ટ વગેરે તથા ત્યાંના ગાર્ડન જોઈ બન્ને ખુશ થઈ ગયા. બંનેએ અઢળક ફોટો પડાવ્યા .. હવે એક બીજાની વધુને વધુ નજીક આવી રહ્યાં હતા.. પછી કુલું મનાલી ડેલહાઉસી જઈ અઠવાડિયાનું હનીમૂન પતાવી બન્ને પાછા ફર્યા બંનેએ આ અઠવાડિયુ બહું એન્જોય કર્યું ..
કાલથી ઓમ અને અસ્મિતા પાછા કામે વળગવાના હતા. પણ હવે અસ્મિતાનું કામ વધવાનું હતું. તેણે નોકરી અને ઘર બંને સંભાળવાના હતા. આમતો જાગૃતિ બહેન અઠવાડિયું રિંકલને એના મામાને ત્યાં મોકલી સુરત આવી રહ્યા અને બધું સેટ કરી દીધું અને પછી વડોદરા આવ્યા. ઓમે પણ ઓફિસના કર્મચારીઓને પાર્ટી આપવાની હતી. તેણે સુરતમાં જ એક બેંકવેટ બૂક કર્યો હતો. બધા વારાફરતી ઓમ અને અસ્મિતાને કોંગ્રેચ્યૂલેટ કરી રહ્યા હતા અને ડિનર લઈ રહ્યા હતા. અચાનક એક લગભગ ઓમની ઉંમરની એક છોકરી પણ ઓમ અને અસ્મિતાને વીશ કરવા આવી. અને બંનેને કોંગ્રેચ્યુલેટ કરવા લાગી. ઓમ ઘડીભર તેને જોઈ રહ્યો. અસ્મિતાએ કહ્યું, "સૉરી મેં તમને ઓળખ્યા નહીં!" "હું પ્રતિકા,.. તેણે ઓમ સામે જોઈ કહ્યું. મને મિ. મહેરાએ ઓમ સરની ગેરહાજરીમાં અપોઇન્ટ કરી હતી મિ. સાગરની જગ્યાએ. આમ તો હું કાલથી જોઇંટ કરવાની છું પણ મિ. મહેરાએ કહ્યું કે પાર્ટીમાં આવીશ તો બધા સાથે ઓળખાણ થશે.. સો આઈ એમ હિયર.." પ્રતિકા દેખાવમાં તો સરળ છતાંય દેખાવમાં ઘણી સુંદર હતી. છેવટે એ ઓમને બૂકે આપી સ્ટેજ પરથી ઉતરી ગઈ. ઓમને વિચારોમાં ખોવાયેલો જોઈ અસ્મિતાએ પૂછ્યું," શું થયું ઓમ! ક્યાં ખોવાઈ ગયા. ક્યાંક તમને પ્રતિકા પસંદ તો નથી આવી ગઈને! " " શું તું પણ અસ્મિતા, કઈ પણ બોલે છે! " પછી બંને હસી પડ્યા... પ્રતિકા સાગરની પોસ્ટ પર આવી હોવાથી ઓમ અને અસ્મિતાના ડિપાર્ટમેન્ટમાં જ હતી અને એનું રીપોર્ટીંગ પણ ઓમને જ કરવાનું હતું..
હવે ઓમ અને અસ્મિતા નું જીવન પૂરપાટમાં હતું. નવા નવા લગ્ન હોવાથી બધા સગા વહાલાંઓ ને ત્યાં શનિ-રવિ વાયણું જમવા પણ જવું પડતું અને સાડી જ પહેરતી.
ઓમ અને અસ્મિતા એકબીજાથી ખૂબ ખુશ હતા અને બંને એકબીજાની વાતોનું ધ્યાન રાખતા. આ શનિ-રવિ બન્ને ફ્રી હતાં કોઈને ત્યાં જવાનું નહોતું. અસ્મિતા ઘરની સફ્સફાઇ કરી રહી હતી એમાં ઓમ અચાનક આવ્યો અને એને બંને હાથમાં જકડી લીધી. "હું કાંઈક મદદ કરું.." ઓમે કહ્યું.. "ના હો.. તમે ઓફિસમાં જ કામ કરતા સારા લાગો ઘરે નહીં!" અસ્મિતાએ પોતાને છોડાવા પ્રયત્ન કરતા કહ્યું. "તું થાકી નથી જતી! ઘરમાં કામ, ઓફિસમાં કામ!" ઓમે કહ્યું. "અરે એમાં શું થાકવાંનું.. કામવાળી મોટા ભાગનું કરે છે અને મારે ઓફિસનું અને ઘરનું જમવાનું જ કરવાનું ને અને આમ પણ રોજ રોજ અમદાવાદથી સુરત ના ધક્કા કરતા તો આ સારું જ છે!" અને બંને હસી પડ્યા..
"આજે કશે બહાર જવું છે જમવા?"ઓમે કહ્યું.." પણ ક્યાં જઈશું.. મને તો સુરતનો બહુ આઈડિયા નથી. પણ હોટલ હોટપોટ સારી છે. હું અને આદર્શ એકવાર મળ્યા હતા ત્યાં.. "ઓકે.." અસ્મિતા વિચારોમાં ખોવાયેલી હતી કે હું અને ઓમ ભાગ્યે એકાદ વાર એકલા ડિનર પર ગયા હોઈશું. આજે ઘણા વખતે જઈશું મજા આવશે અને હજુ વધારે વિચારે ત્યાં જ .. ઓમ બોલ્યો, "તો આપણે આદર્શને પણ લઈ લઈએ તો?" "સાવ ગાંડા જેવી વાત ના કરો ઓમ! આપણા બેની વચ્ચે એનું શું કામ!" અસ્મિતાએ સહેજ જોરથી કીધું. "અરે એમાં શું છે.. એણે આપણા મેરેજેમાં અને સગાઈમાં કેટલું કામ કર્યું છે તો થેન્ક્સ કહેતી પાર્ટી તો આપીએ ને!" ઓમે કહ્યું.. "તો પછી આપણે એકલા ક્યારે જઈશું ઓમ?" અસ્મિતાએ નારાજ થતા કહ્યું.. "ફરી ક્યારેક.." "ના સમજોને ઓમ! થોડું ઓકવર્ડ લાગશે..!" અસ્મિતા થોડું જીદ કરતા બોલી.. "ઓકે એકવાર પૂછું છું જો ના પાડશે તો આપણે બંને એકલા જઈશું અસ્મિતા..ઓકે? " ઓમે કહ્યું.. છેવટે અસ્મિતાએ કચવાતા મને ઓમને મંજૂરી આપી.. ઓમે પછી આદર્શને કોલ કર્યો, "હેલો, આદર્શ, તું ફ્રી છે આજે? કે કઈ કામમાં છે?" "અરે ફ્રી જ છું બોલને ઓમ, કઈ કામ હતું..? " " હા, તે મેરેજ અને સગાઈમાં જે હેલ્પ કરી એની પાર્ટી આપવાની છે અમારે તો આપણે ત્રણ આજે ડિનર પર જઈએ.. "ઓમે કહ્યું.." અરે, ઓમ શું બોલે છે તું! એતો મેં ફ્રેંડશીપમાં કર્યું હતું એના બદલે ડિનર આપવાની શું જરૂર! "આદર્શે કહ્યું." અરે ચાલને, એ બહાને આપણે ત્રણ મળી લઈશું. હું કઈ સાંભળતો નથી આપણે આઠ વાગે હોટલ હોટપોટ પર મળીએ છીએ.." છેવટે આદર્શે ઓકે કહી ફોન મૂક્યો.. આઠ વાગ્યે બધા હોટલ પહોંચ્યા. અસ્મિતા પણ જીન્સ ટોપમાં આવી હતી.. ઓફિસમાં યુનિફોર્મ અને રિલેટીવને ત્યાં સાડી પહેરી કંટાળી હતી.. બધા ટેબલ પર ગોઠવાઈ ગયા.ઓમ અને આદર્શ શેરબજાર, ક્રિકેટ, ફુટબૉલની વાત કરતા હતા . એટલામાં ઓમની નજર સામેના ટેબલ પર પડી ત્યાં પ્રતિકા બેઠી હતી પણ ઓમે આંખ આડા કાન કરી લીધા. ઓમ ભૂતકાળને ઉખેડવા માંગતો નહોતો એટલે એણે પ્રતિકાને જોઈને પણ જાણી જોઈને અણદેખી કરી દીધી.
પણ ઓમના ભાગ્ય ફૂટેલા.. અસ્મિતાએ પ્રતિકાને જોઈ બૂમ પાડી.. "પ્રતિકા.. પ્રતિકા.."પ્રતિકાને બોલાવનું મુખ્ય કારણ એ કે ઓમને આદર્શની અને અસ્મિતાને પણ પ્રતિકાની કંપની મળી શકે. પ્રતિકા તું અહીં? અસ્મિતાને પૂછ્યું..." હા, રવિવારે ટીફીન નથી આવતું અને મને જમવાનું બનાવતા નથી આવડતું એટલે.. "એટલે પછી અસ્મિતાએ એને એમની જોડે જ ડિનર કરવા કહ્યું.. પ્રતિકાએ થોડી ફોર્મલ આનાકાની કરી અને છેવટે માની અને ચારેય ડિનર કરવા બેઠા. અસ્મિતાએ આદર્શ અને પ્રતિકાની ઓળખાણ પણ કરાવી.. ઓમના ધબકારા થોડા વધેલા હતા.. જમવાનું આવી ગયું. બધા જમી રહ્યા હતા અને વાતો કરતા હતા.. પ્રતિકાની નજર ખાતા ખાતા એક બે વાર આદર્શ પર પડી. 70% કેસમાં તો આદર્શ અસ્મિતા સામે જ જોયા કરતો હતો.. પ્રતિકાને દાળમાં કઈ કાળું લાગ્યું પણ એ કઈ બોલી નહીં.. એટલામાં ઓમના શર્ટ પર સબ્જી પડી અને એ એકસ્ક્યુમી કહી વોશરૂમ તરફ ગયો.. અસ્મિતા પર આકાશનો ફોન આવ્યો નેટવર્ક નહોતું મળતું એટલે એ રૂમની બહાર ગઈ.. અસ્મિતા બહાર ગઈ ત્યારે પણ આદર્શની નજરો અસ્મિતા પર જ હતી. એના કમર સુધી લાંબા કાળા વાળ, એના દૂધથી ગોરા એવા હાથ, વગેરે.. જોતો જ રહી ગયો.. આદર્શનું આ રીતે ટિકિટિકિને જોવું પ્રતિકા પારખી ગઈ.. "તું અસ્મિતાને લાઇક કરતો હતો ને આદર્શ!" આદર્શથી અચાનક હા બોલાઈ ગયું. પછી ભાન થતા ના ના એવું કાઈ નથી.. તને કેવી રીતે ખબર પડી... આદર્શની આંખો અને બોલવામાં ગફલત કરતો જોઈ પ્રતિકા સમજી ગઈ અને એ માત્ર એટલું બોલી, હું પણ એજ તલવારથી ઘવાયેલી છું જેનાથી તમે.. તો મારાથી સારું કોણ ઓળખી શકે! " એટલામાં ઓમ આવી ગયો અને બંને એ મામલો શાંત પાડી દીધો. ડિનર પછી થોડી વાર વાતો કરી ઓમ અને અસ્મિતા ગાડીમાં બેસી રવાના થયા.. પ્રતિકા હેલ્મેટ પહેરી એક્ટિવા સ્ટાર્ટ કરી રહી હતી.. ત્યાંજ આદર્શ ભાગતો આવ્યો અને એને ઊભી રાખી.." તું અંદર શું બોલી રહી હતી? તલવાર.. ઘાયલ વગેરે.. ક્યાંક તું પણ ઓમને..? અને તને કેવી રીતે ખબર કે હું અસ્મિતાને.. " " મિ. આદર્શ હું હવે આ ટોપિક પર કોઈ જ વાત કરવા નથી માંગતી.. જસ્ટ લીવ ઇટ.. "પ્રતિકાના શબ્દોમાં વિરહ અને ભારોભાર નિરાશા જણાઈ રહી હતી.. આદર્શને ફરી આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું જેને એ આથમવા દેવા માંગતો નહતો.. " ના, તું કેમ વાતને છોડી દેવા માંગે છે? " આદર્શ બોલ્યો.." અરે હવે ઓમ પરણી ગયો છે.. હું એનો પાસ્ટ છું..! "પ્રતિકાએ કહ્યું.." પાસ્ટ છું મતલબ!!" આદર્શે નવાઇથી પૂછયું.. "એ જાણવાની તારે કોઈ જરૂર નથી.. મને લેટ થાય છે.. બાય.." કહી પ્રતિકા જઈ હતી. ત્યાંજ આદર્શ બોલ્યો, "એવું જરૂરી નથી કે જીવનમાં એક જ વાર લગ્ન થાય!" આદર્શના શબ્દો સાંભળી પ્રતિકા અટકો ગઈ. એની આંખોમાં ચમક આવી.. એને આદર્શના શબ્દોમાં સચ્ચાઈ જણાતા એ બોલી, "હું સાચે લેટ થાઉં છું.. એક કામ કરીએ આપણે આવતા વીક એન્ડ પર અહીંજ મળીએ.. 6:30 એ આવી જજે.. લેટ ન થાય.." કહી પ્રતિકા નીકળી ગઈ.. બીજી તરફ ઓમ પણ હજી પ્રતિકાના વિચાર કરતો પડખા ઘસ્તો હતો.. એ જેટલું એને અવોઈડ કરતો એટલું એનો ભૂતકાળ એની સામે આવી જતો હતો.. છેવટે 3 વાગે એની આંખો મીંચાઇ...
અચાનક ગુરુવારે ઓમે અસ્મિતાને પૂછ્યું, એક વાત કહું અસ્મિતા, આ વીક એન્ડ પર આપણે ગોવા જઈએ? કાર થી જ.." "આદર્શ અને પ્રતિકા સાથે?" અસ્મિતાએ કટાક્ષમાં કહ્યું.. "અરે એ વાત જવા દેને.. આપણે બેજ જઈશું.. તું હા પાડે તો બુકિંગ કરું ત્યાં.." ઓમે કહ્યું.. "સારું.. પણ હું ઘરે બરોડા મમ્મીને પૂછી લઉં કે કઈ કામ તો નથી ને, કઈ કામ નહીં હોય તો જઈ આવીશું.." અસ્મિતાએ કહ્યું.. જાગૃતિ બહેને પણ કઈ કામ નથી, ફરી આવો કહી રજા આપી દીધી.. ઓમ ખુશ થઈ ગયો.. એ બહાને લોંગ ડ્રાઈવ પણ થઈ જશે.. આ તરફ ઓમ અને અસ્મિતા ગોવા નું પ્લાનીંગ કરતા હતા અને એમના જીવનમાં વંટોળનો પ્રથમ પવન ફૂંકાવાનો શરુ થઈ ગયો હતો આદર્શ અને પ્રતિકા દ્વારા!!..
-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ