21મી સદીનુ વેર
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
મનિષ અને પ્રિયા બાઇક પાર્ક કરી ગાર્ડનમાં પ્રવેશ્યા અને બપોરનો સમય હોવાથી ગાર્ડનમાં કોઇ નહોતું. આ જોઇ મનિષને થોડી શાંતિ થઇ.કોઇ હોત તો તેની હાજરીમાં તેને પ્રપોઝ કરતા થોડો સંકોચ થાત.તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો અને છેલ્લે ખુણાની બેંચ પર જઇ બન્ને બેઠા.એકાદ મિનિટ તો કોઇ કંઇ બોલ્યુ નહિ, પછી પ્રિયાએ તેની સામે પ્રશ્નાર્થ નજરથી જોયું.મનિષે મનોમન ભગવાનનું નામ લઇ ને નક્કી કરી લીધુકે આ છેલ્લો મોકો છે. હવે મારે કહીજ દેવુ જોઇએ.એટલે તેણે હિંમત કરી અને પ્રિયાના પગ પાસે ગોઠણ વાળીને પ્રપોઝ ની મુદ્રામા ગોઠવાઇ ને પ્રિયાનો હાથ પોતાના હાથમા લઇ ને બોલ્યો
Priya, I love you so much. I want to live my whole life with you. Do you love me?
પ્રિયાની આંખમાં આંખ પરોવીને દિલથી કહેવાયેલા આ શબ્દો સાંભળી પ્રિયા તો ભાવ વિભોર થઇ ગઇ. તે પણ મનિષને મનોમન પ્રેમ કરતી હતી. મનિષના આ વાક્યો સાંભળી તે તો એટલી લાગણીશીલ બની ગઇ કે યસ , યસ ,યસ કરતી તે મનિષને વળગી પડી અને મનિષે પણ તેને બાથમા ભીંસી લીધી. તે કેટલીય વાર સુધી એમને એમ એકબીજાને વળગીને ઊભા રહયા. ત્યાર બાદ બન્ને છુટા પડ્યા અને ફરીથી એકબીજાનો હાથ પકડીને બેંચ પર બેઠા. ત્યારબાદ પ્રિયાએ મનિષને પુછ્યુ કે તને કેમ ખબર કે હુ અહી મોર્ડનમાં છુ? અને આમ કેમ અચાનક આજેજ તે મને પ્રપોઝ કર્યુ? તુ કોલેજ કેમ આજે નથી ગયો?
મનિષ;- જો મે તને આજે પ્રપોઝ ના કર્યુ હોત તો તુ પેલા મળવા આવેલા છોકરા સાથે સગાઇ કરી લેત અને મારૂ પતું કપાઇ જાત.
પ્રિયાને કંઇ સમજાયુ નહી એટલે તેણે મનિષને કહ્યુ એક મિનિટ એક મિનિટ તને કોણે કહ્યુ કે હું તેની સાથે સગાઇ કરવાની છું?
ત્યાર બાદ મનિષે કોલેજ કેમ્પસમા ઇશિતાએ કરેલી વાતથી અત્યાર સુધીની બધી વાત પ્રિયાને કરી. આ સાંભળી પ્રિયા તો ખડખડાટ હસી પડી અને કેટલીય વાર સુધી હસતી રહી અને હસતા હસતાજ તેણે મનિષને કહ્યુ કે એ લોકોએ તને ઉલ્લુ બનાવ્યો. હું જેને મળવા આવી હતી તે મારા માસીનો દીકરો હતો. અને મને કોઇ જોવા આવ્યુજ નથી. આ સાંભળીને મનિષ પણ હસી પડ્યો અને બોલ્યો એ લોકોએ સારૂ જ કર્યુ નહિતર હું તને ક્યારેય પ્રપોઝ કરવાની હિંમત ન કરી શક્યો હોત.
ત્યાં મનિષના મોબાઇલમાં રીંગ વાગી એટલે તેણે જોયુ તો કિશનનો જ ફોન હતો. મનિષે ફોન ઉપાડ્યો, તો કિશને કહ્યુ એલા શું બેસીને વાતો ઠોકે છે કિસ બિસ કર માંડ મોકો મળ્યો છે. આ સાંભળીને મનિષે પાછળ જોયુ તો કિશન,સુનિલ અને ઇશિતા ત્રણેય હસતા હસતા ઊભા હતા.આ જોઇ મનિષે ફોન કટ કરી નાખ્યો.
કિશન મનિષ પાસે આવ્યો અને બોલ્યો વેલડન મનિષ કોંગ્રેચ્યુલેશન તુ ખરેખર એક હિંમતવાન અને દિલથી સાચો માણસ છે. મને ગર્વ છે કે તારા જેવો માણસ મારો મિત્ર છે.
ત્યાર બાદ સુનિલ અને ઇશિતાએ બન્નેને શુભેચ્છા પાઠવી.
મનિષે કિશન, ઇશિતા અને સુનિલને કહ્યુ થેંક્સ યાર તમે આ રીતે મને પ્રેશર આપ્યુ ન હોત તો હું ક્યારેય પ્રિયાને પ્રપોઝ ન કરી શક્યો હોત.
કિશન હવે મિત્રોમા થેંક્સ ના હોય, પણ પાર્ટી હોય.જે તારે આપવી પડશે.
ત્યારબાદ પ્રિયાએ ઇશિતા અને કિશનને પુછ્યુ આ બધુ કોણે ગોઠવ્યુ હતુ?
ઇશિતા એ બધી વાત આપણે પાર્ટીમાં કરશું પહેલા તું કહે આ મનિષ પાસેથી કઇ જગ્યાએ પાર્ટી લેશું?
મનિષ;- હા,હા, બોલો કયાં પાર્ટી જોઇએ છે ?
સુનિલે કહ્યુ વાડલા ફાટકથી આગળ પેટ્રોલપંપની સામે એક નવો ધાબો બન્યો છે જ્યાં પાવભાજી મસ્ત મળે છે તો ત્યાંજ જઇએ, જગ્યા પણ મસ્ત છે.બધા એગ્રી થતા સાંજે સાડાસાતે કોલેજની બહાર ભેગા થવાનું નક્કી કરી બધા છુટા પડ્યા.
***
મનિષ એક્ઝેટ સાડાસાતે પ્રિયા અને ઇશિતાને લઇ ને કોલેજની સામે પહોચ્યો ત્યારે કિશન અને સુનિલ તેની રાહ જોઇને ઊભા હતા. મનિષની બાજુમા પ્રિયાને બેસેલી જોઇને સુનિલ ગાડીમા બેસતા જ બોલ્યો વાહ જોડી જામે છે હો. આ સાંભળતા બધા હસી પડ્યા અને મનિષે ગાડી મોતીબાગ તરફ મારી મુકી. 10 મિનિટમા હસી મજાક કરતા ધાબે પહોંચી ગયા એટલે બધા ટેબલ પર ગોઠવાઇ ગયા કે તરત જ પ્રિયાએ કહ્યુ હવે ઇશિતા તું જલદી બતાવ કે તમે કેમ આ બધી ગોઠવણ કરી?
ઇશિતા એ હસતા હસતા વાત ચાલુ કરી.
હુ અને કિશન વેકેશનમા આરઝુ મુવી જોવા ગયેલા જેમા સૈફ અલી ખાન માધુરી દીક્ષિત ને એકતરફી પ્રેમ કરતો હોય છે તે જોતાજોતા કિશન બોલી ગયેલો કે આની હાલત મનિષ જેવી છે. એટલે મે તેને પુછેલુ કે મનિષ કોને પ્રેમ કરે છે? કિશને છુપાવવાની ઘણી કોશિસ કરી પણ છેલ્લે મે તેને મારા સમ આપી આખી વાત જાણી લીધી. અને મે જ્યારે કહ્યુ કે પ્રિયા પણ મનિષને પ્રેમ કરે છે ત્યારે કિશન અને મે તમને બન્નેને એક કરવાનું નક્કી કરી લીધુ હતું. પણ અમારે મનિષ અને પ્રિયાને જ સામસામે પ્રપોઝ કરાવવુ હતુ. તેથી અમે એક કોઇક સારા મોકાની રાહ જોતા હતા. જે અમને આજે મળ્યો.પ્રિયાએ જયારે મને ફોન કરીને કહ્યુ કે તે કાલે કોલેજ નથી આવવાની અને તેના માસીના દીકરાને મળવા મોર્ડનમા જવાની છે ત્યારે મારા મગજમાં પ્લાન આવ્યો. જે મે ફોન કરીને કિશનને કહ્યો, અને તે પ્લાન કામ કરી ગયો.
ત્યાર બાદ આડા અવળી વાતો કરતા બધા જમ્યા અને સેલ્ફી લીધી. અને છેલ્લે દરવખતની જેમ જયંતની સોડા પીને બધા છુટા પડ્યા.
***
આમને આમ કોલેજ ચાલતી રહી અચાનકજ કિશનનો પીછો થવાનો બંધ થઇ ગયો તો પણ થોડા દિવસ શૈલુભાઇએ તેના માણસો પાછળ રાખ્યા પછી કિશનેજ શૈલુભાઇને તેના સિક્યોરીટીના માણસો પાછળ રાખવાની ના પાડી.તેણે કહ્યુ કે તે લોકો ની ગેરસમજ દુર થઇ ગઇ લાગે છે. અને એને સમજાઇ ગયુ લાગે છે કે મારો પીછો કરવો પડે તેવુ કઇ છે નહી.છતા શૈલુભાઇએ તેના અંગત નંબર કિશનને આપ્યા અને કહ્યુ કે ઇમરજન્સીમાં આ નંબર પર મને કોન્ટેક્ટ કરજે.
આમને આમ કોલેજની એક્ઝામ પુરી થઇ ગઇ અને રીઝલ્ટ પણ આવી ગયા. બધા મિત્રોનો ફર્સ્ટ ક્લાસ આવ્યો અને કિશન નો ડીસ્ટીંક્શન સાથે ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો. બધા ખુશ હતા અને હવે શું કરવુ તેના વિશે વિચારતા હતા.કિશન પોતાના બોલવાની કળાને અનુરૂપ એલ.એલ.બી કરવાનો હતો. સાથે સાથે તે સ્મૃતિ મેડમની જોબ પણ ચાલુ રાખવાનો હતો.
બધા મિત્રો શું કરવુ તે માટે વિચારતા હતા, ત્યાં એક દિવસ ઇશિતાનો ફોન આવ્યો અને બીજા દિવસે બધાને મોર્ડનમા મળવા બોલાવ્યા.
***
કિશન;- ઇશિ,તું યાર ખોટી દિશામા વિચારી રહી છો.તારા પપ્પાએ તારા ભવિષ્ય માટે સારૂજ વિચાર્યુ હોય તે કંઇ તારા દુશ્મન નથી.
સુનિલ;- મને લાગે છે કે કિશનની વાત સાચી છે તારા પપ્પા તને આગળ ભણાવવા માટે અને તારી કેરીયર સારી રીતે સેટ કરવા માટે વિચારે તેમા કાઇ ખોટુ નથી.
ઇશિતા;- પણ હુ ભણવાની ક્યાં ના પાડુ છુ? પણ એ માટે છેક બેંગ્લોર જવાની શું જરૂર છે? ગુજરાતમાં બધીજ જગ્યાએ એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઇન સોશ્યલ વર્ક ) નો કોર્ષ ચાલે છે. તો પછી ત્યાં સુધી લાંબા થવાની શું જરૂર છે?
પ્રિયા;- મને તો ઇશિતાની વાત સાચી લાગે છે કે તેના પપ્પાને કિશન સાથેના સંબંધની ખબર પડી ગઇ છે તેથી તમને બન્ને ને છુદા કરવા માટે ઇશિતાને બેંગ્લોર મોકલવાનું નક્કી કર્યુ છે.
આગલા દિવસે ઇશિતાના પપ્પાએ ઇશિતાને એમ.એસ.ડબલ્યુ ના કોર્ષ માટે બેંગ્લોર મોકલવાનું કહ્યુ હતુ. ઇશિતાએ વિરોધ કર્યો હતો પણ ઇશિતાના પપ્પએ પહેલી વાર ઇશિતાની વાત ના માની. અને તેને ફરજીયાત બેંગ્લોર મોકલવાનું નક્કી કરી નાખ્યુ. તેથી ઇશિતા ખુબ ગુસ્સે હતી. અને અત્યારે બધા મિત્રો તેને સમજાવી રહ્યા હતા.
મનિષ;- કદાચ માનીલો કે ઇશિતા કહે તે સાચુ છે તો પણ તમારી પાસે બીજો ક્યાં કોઇ વિકલ્પ છે?
સુનિલ;- મનિષની વાત સાચી છે.હમણા તો તારા પપ્પની વાત માની લેવામાંજ ભલાઇ છે.પહેલા તમે બન્ને તમારૂ કેરીયર સેટ કરો પછીજ તમારે તેની સામે કોઇ પણ વિરોધ કરાય.
ઇશિતાએ પ્રશ્નાર્થ નજરે કિશન સામે જોયુ એટલે કિશને કહ્યુ
ઇશિ, આ વાત જેટલી તારા માટે દુઃખદાયક છે તેટલીજ મારા માટે આઘાતજનક છે.પણ તું એક વાત સમજ કે આવી નાની –મોટી દુરી કાઇ આપણને બન્ને ને દુર કરી નહી શકે. ઉલટા આમા તો આપણા પ્રેમની પરીક્ષા થશે. અને મને વિશ્વાસ છે કે આપણે તેમાંથી સફળતા પુર્વક બહાર નિકળશું.
કિશન ભલે બહારથી ઇશિતાને આશ્વાશન આપતો હોય પણ અંદરથી તે પણ એટલોજ દુખી હતો.
બધાની વાત ઇશિતાને યોગ્ય લાગી તેથી તેણે તેના પપ્પાની વાત માની લેવાનું નક્કી કર્યુ અને ત્યાર બાદ બધા છુટા પડ્યા.
ક્ર્મશ:
કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરે કે ભટ્ટ- whatsapp no-9426429160
Mail id – hirenami.jnd@gmail.com