Paththar ni god in Gujarati Short Stories by Anil Bhatt books and stories PDF | પથ્થર ની ગોદ

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

પથ્થર ની ગોદ

પથ્થર ની ગોદ

પત્થરની ગોદમાં વસેલા દેશમાં આવ્યા બાદ અનુપે જોયું કે અહીં ગુલાબ પણ ખીલે છે. આયાત કરેલી માટી, ખાતર અને ફૂલના છોડ વડે હરિયાળીભર્યા બગીચાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ બગીચામાં ગુંજારવ કરતા પતંગિયા અને પક્ષીઓ ભાગ્યે જ જોવા મળતા. શરૂઆતમાં અનુપ અહીંની ગરમી જેવા વાતાવરણ, રહેણીકરણી અને ભાષાકીય તકલીફને કારણે અપસેટ થઇ ગયો હતો, પરંતુ સમય જતા તે સેટ થઇ જ ગયો. સમાધાનકારી વલણ ધરાવતા લોકો દુનિયામાં ક્યાંય નિષ્ફળ નથી થતા તેવું જ અનુપનું થયું. કઈંક મેળવવા માટે કઈંક ગુમાવવું પડે છે તે સારી રીતે જાણતો હતો.

ઓમાનના મતરા શહેરમાં ગુજરાતીઓ વધુ રહે છે તે અનુપે જોયું. રસ્તા પર ચાલ્યા જતા ગુજરાતી ભાષામાં વાત કરતા લોકોને સાંભળીને તે માનોમન ખુશ થતો મોટે ભાગે બધે અરબી, તમિળ, તેલુગુ, કચ્છી, મરાઠી અને ઇંગ્લીશ ભાષાઓ સાંભળવા મળતી. જયારે તે બે ગુજરાતીઓને ઇંગ્લીશમાં વાત કરતાં સાંભળતો ત્યારે તેને દુઃખ થતું. ને વિચારતો, આ લોકો પોતાની માતૃભૂમિને તો છોડીને આવ્યા છે, પણ અહી આવી માતૃભાષાને પણ તરછોડે છે. ઈંગ્લીશ ભાષાના બિનજરૂરી ઉપયોગનો આ શો મોહ !! અનુપ ને અહીં ઘણું ઘણું જાણવા – જોવા અને માણવા મળ્યું હતું. જે તેણે અગાઉ કદી જાણ્યું, માણ્યું કે અનુભવ્યું નહોતું. અનુપની ઓફીસમાં ગુજરાતી લોકો બહુ ઓછા હતા.

ઓમાન એટલે એકદમ સખત ગરમીનો દેશ. ઓમાનમાં ફક્ત બે જ મોસમ હતી. એક તો સખત ઉનાળો અને બીજો શિયાળો. નવેમ્બર –ડીસેમ્બર બાદ ઠંડી શરુ થતી, પરંતુ સામન્ય ઠંડી. બાકી તો દિવસે તો ગરમી જ લાગતી. મુંબઈની ઝુંપડપટ્ટી જેવું મકાન હોય તો તે પણ એરકન્ડીશન હોય. અનુપે અહીં આવી સેટ થઇ ગયા બાદ પોતાનો મોર્નિંગ વોક ને જોગીંગનો નિયમ જાળવી રાખ્યો હતો. તે વહેલી સવારે ઘસઘસાટ ઊંઘતા મતરાને તથા બજારને ચીરી કોનિર્સ પર નિયમિત જતો હતો. કોનિર્સ એટલે જાણે મુંબઈનું મરીન ડ્રાઈવ ! વિશાળ દરીયાકીનારો અને બીજી બાજુ બજાર. કોનિર્સની મધ્યમાં એક ચોકિયાત રૂપે એક પહાડ નજરે પડતો હતો. જાણે બંદર પર આવતા દરેક જહાજની તપાસ કરતો હતો. અમુક સમયે તે પહાડને લીલા કલરની પ્લાસ્ટિકની વેલો દ્વારા તેના પથરીલા દેખાવને સુંદર બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવતો. સૂર્ય જયારે દરિયામાં ગરકાવ થતો ત્યારે કોનિર્સની બજાર પાછળના અનેક છુટાછવાયા પથરીલા પહાડો પણ અંધકારમાં ગરકાવ થઇ જતા ત્યારે કોનિર્સ આબેહુબ મરીનડ્રાઈવ જેવું ભાસતું. બાકી દિવસે જ્યાં જ્યાં નજર પડે ત્યાં પથ્થરોની ગોદ નજરે પડતી. એક દિવસ અનુપ પોતાના નિયમ મુજબ મોર્નિંગવોક ને જોગીંગ કરી પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે એક યુવતીનો “ઓહ માય ગોંડ, પ્લીસ હેલ્પ મી “ની બૂમ સાંભળી. અનુપે તુરંત પાછળ નજર કરી તો યુવતી પોતાનું પેટ દબાવીને જમીન પર બેઠી હતી. અનુપ યુવતીની નજીક પહોંચ્યો અને પોતાના હાથના સહારા વડે તેને ઊભી કરી. હજુ યુવતી દર્દથી કણસતી હતી. થોડો સમય એમજ પસાર થઇ ગયો. યુવતી થેન્ક ગોંડ કરતી સ્વસ્થ થઈ. અનુપને તો હજુ કઈં સમજમાં નહોતું આવતું ત્યાં યુવતી બોલી, ” જરા મને ઘર સુધી કંપની આપશો ? અહી નજીકમાં જ મારું ઘર છે. તમે. .તમે ગુજરાતી છો ?અનુપે પૂછ્યું. “હા. .મારું નામ કેતકી છે. હું મુંબઈની છું. ” ઓહ. ..મારું નામ અનુપ છે હું જામનગર નો છું. હું હજુ પણ તમને ગુજરાતી નથી માની શકતો. અહીં ના ગુજરાતીને ઓળખવા મુશ્કેલ છે. કારણ કે અહીં ગુજરાતીઓનું ગુજરાતીપણું આધુનિકતાના મહોરા પાછળ લાપતા થઇ ગયું છે. ”અનુપે કહ્યું. ”અનુપ, તમારી વાત મહદઅંશે સાચી છે “.બંને મતરાની બજાર પસાર કરી રહ્યા હતા. “ અનુપ, અહીંજ મારું ઘર છે. ”કેતકીએ ઘર પાસે આવી બેલ મારી ત્યાં કેતકીના પપ્પાએ દરવાજો ખોલ્યો. ”આવો અનુપ, અંદર આવો.... અનુપ સંકોચ અનુભવતો ઘરમાં દાખલ થયો. ”અનુપ, આ મારા પપ્પા હેમંતલાલ. ”નમસ્તે અંકલ “ બેસ બેટા. ”ત્યાં કેતકીના મમ્મી ડ્રોઈગરૂમમાં દાખલ થતા બોલ્યા કોણ છે બેટા ?”મમ્મી આ અનુપ છે, અને અનુપ આ મારા મમ્મી હેમલતા. ”નમસ્તે આન્ટી. ” બેસ બેટા હું ચા લઈ આવું છું. ”

હેમંતલાલ બોલ્યા, બેટા, તું ક્યાં નો છે ? “અંકલ, મારું વતન જામનગર છે. આજે જોગીંગ પરથી પાછો ફરી રહ્યો હતો ત્યાં કેતકીની બૂમ સાંભળી હું થંભી ગયો. કેતકી ને શેની બિમારી છે ?”. “અનુપ, પહેલી વાત તો એ કે તમારે મને તું કહેવાનું અને રહી વાત બીમારીની, તો મને એક કિડની છે અને આવું દર્દ ક્યારેક ક્યારેક થાય છે “.કેતકી બોલી. “ઓહ “ કહેતા અનુપ ચુપ થઇ ગયો. “અનુપ, તમે મારી વાત સાંભળીને ખુબ ગંભીર થઇ ગયા. ” “ કેતકી, તારી બિમારી જાણી મને દુઃખ તો થયું, પણ જો તું હવે મને પણ ‘તમે’ સંબોધન કરીશ તો વધુ દુઃખ થશે “ એમ કહેતા અનુપ હસવા લાગ્યો અને તેના હાસ્યમાં હેમંતલાલ અને કેતકી પણ જોડાઈ ગયા. ત્યાં કેતકીના મમ્મી ડ્રોઈગરૂમમાં આવ્યા અને બોલ્યા, ”તમે બધા એકલા હસો છો, મને કહો હું પણ હસું ને ? “મમ્મી અનુપને મેં તું સંબોધનનું કહ્યું તો તે પણ મને તેમજ કહેવાનું કહે છે. “ અરે, તમે બંને સરખી ઉંમરનાં તમે - તું નો ઝઘડો શા માટે ? તું જ બરાબર છે “.

સમય જતા અનુપ કેતકીનો પરિચય દોસ્તીમાં પલટાય ગયો. પછી અનુપના જોગીંગના નિયમમાં કેતકી પણ સામેલ થઇ ગઈ. દરરોજ અનુપ – કેતકી વહેલી સવારના ખુશનુમા મોસમનો આંનદ માણતાં જોગીંગ કરતા. “કેતકી, આજની સવાર કેવી આહલાદ્ક લાગે છે ને ?” “હા, અનુપ, પરંતુ ઠંડી પણ વધુ લાગે છે ને ?” હા કેતકી. .. કોર્નીસનું એક-દોઢ કિલોમીટર નું રાઉન્ડ પૂરું કરી બંને વાતો કરતા કોર્નીસની રેલિંગ પર બેઠા હતા. ”ચાલ કેતકી, હવે આપણે નીકળીએ. મારે ઓફિસે વહેલું જવાનું છે. ” અનુપ, તારે હજુ પણ ડીસેમ્બર એન્ડિંગના હિસાબો પુરા નથી થયા ? અને તેથી જ તો આપણો સાંજનો સાથે ફરવા જવાનો નિયમ સાત દિવસથી જળવાયો નથી. ” “હા કેતકી, હું ખરેખર દિલગીર છું, પણ હવે એક દિવસની જ વાત છે. પછી આપણો ઇવનીંગ વોંકનો નિયમ ફરી શરૂ થઇ જશે. હવે તો તું રાજી ને ?”

શુક્રવાર એટલે ઓમાનનો “રવિવાર”. કેતકી – અનુપ એકબીજાની સામે કોર્નીસ પાસેના ‘રીયામ’ ગાર્ડનમાં બેઠા હતા. બહુ જ વિશાળ ગાર્ડન હતો. લીલીછમ્મ હરિયાળી પર હાથ ફેરવતી કેતકી કશું વિચારી રહી હતી. અનુપ તેને જોઈ ને બોલ્યો, “કેતકી, આવતા મહીને હું છુટ્ટી પર જવાનો છું. ’ મારી છુટ્ટી મંજુર પણ થઇ ગઈ છે, પરંતુ જવાની ઈચ્છા થાય છે અને નથી પણ થતી. ”અનુપ, તું લગ્ન કરવા માટે જાય છે ?” “ના. .ના. ..કેતકી, મારો એવો કોઈ ઈરાદો નથી. પરંતુ કેતકી, તે લગ્ન બાબતે શું વિચાર્યું છે ?આન્ટી કહેતા હતા કે હમણાં એક સારું માગું આવેલું, પણ તે જોવાનો પણ ઇન્કાર કરી દીધેલો. શા માટે કેતકી ?”. “અનુપ, હું લગ્ન કરવા નથી માંગતી “. “કેતકી તે આ નિર્યણ જો તારી એક કિડનીને કારણે લીધો હોય તો આ તેં ખોટો નિર્ણય લીધો છે. કેતકી, જિંદગીની આ કઠીન સફર પૂરી કરવા માટે એક હમસફર અનિવાર્ય છે. આપણા સમાજે સ્ત્રી માટે તો સમયમર્યાદા પણ નક્કી કરી છે, જયારે પુરુષો માટે તો ઘણી ઘણી છૂટછાટ છે. “અનુપ, મારી એક કિડની પણ ક્યારે મારી સાથે બે-વફાઇ કરી જશે તે મને ખુદ ને ખબર નથી. હું કોઈની બરબાદ જિંદગીનું કારણ બનવા નથી માંગતી “.

“કેતકી, આજે તો માનવી એક કિડની પર ઘણું લાંબુ આયુષ્ય ભોગવે છે. તને એવા ઉદાહરણ હું કેટલાં બતાવું ?” “અનુપ, તેમાં એકાદ તો અપવાદ હશે જ ને ?” “ખેર, કેતકી, હવે અપવાદ હું બતાવીશ “. “ શેનો અપવાદ, અનુપ “ “કઈ નહિ, કેતકી. ” કેતકી બોલી, તો શેનો વિચાર કરે છે ?” અનુપ : “કિડનીદાતાઓ પણ હવે તો મળે છે, કેતકી. ” “અનુપ, આપણે આ ચર્ચા બંધ કરીએ તો સારું. ” અનુપ વાત નો વિષય બદલતા બોલ્યો, કેતકી, હું જામનગરથી તારા માટે શું લાવું ?”.

“અનુપ, અહીં મારે કઈ ચીજની કમી છે ?પપ્પા-મમ્મીનું એકમાત્ર સંતાન છું. અને પપ્પા-મમ્મીનો સ્વભાવ તને તો ખબરછે.મારી ગમતી અને મનપસંદ વસ્તુ મારા માંગ્યા પહેલા મને મળી જાય છે. ” હા, કેતકી, તારી વાત સાચી છે, છતાં તું કહે તે વસ્તુ હું લાવીશ. ” “અનુપ, તું જલદી તારી છુટ્ટી પૂરી કરીને આવી જા. તે જ હું ઈચ્છું છું. ”

અનુપે પોતાની એક મહિનાની છુટ્ટી પોતાના વતન જામનગરમાં પસાર કરી, ઓમાનમાં આવીને સર્વિસ જોઈન્ટ કરી લીધી.અનુપે છુટ્ટી પરથી પાછા ફરતા પહેલા પોતાના આવવાનો ટેલીગ્રામ પોતાની કંપનીમાં તથા કેતકીને કરેલો. તેથી જયારે અનુપ ઓમાનના સિબ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું તો કેતકી તેના મમ્મી-પપ્પા સાથે રીસિવ કરવા આવી હતી. તેથી અનુપે કંપનીની ગાડી પાછી મોકલી આપી.એરપોર્ટ સિબ રુઈ –મતરાથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું છે.મસ્કત આવતા દરેક નવા પેસેન્જરને એમજ હોય કે પ્લેન સીધું મસ્કત જ લેન્ડ થશે પરંતુ હકીકતમાં ઓમાનના કેપિટલ એરિયામાં મસ્કત –મતરા –રુઈ અને સિબ ટાઉન આવેલા છે. મસ્કત –મતરા અને રુઈ અલગ અલગ શહેર છે. તે થોડી થોડી મિનિટોના અંતરે વસેલા છે.એરપોર્ટ સિબથી રવાના થયા બાદ અનુપ કેતકી વાતોમાં મશગૂલ થઇ ગયા હતા.હેમંતલાલ ગાડી ડ્રાઈવ કરી રહ્યા હતા અને બાજુમાં હેમલતા બેઠા હતા.ગાડી હવા સાથે વાતો કરતી ૭૦/૮૦ કિમી સ્પીડે જઈ રહી હતી. ઓમાનના અમુક રસ્તા પર ગાડીની આ સ્પીડ તો સામાન્ય ગણાતી.અહીં તો બધો ટ્રાફિક લેફ્ટ હેન્ડ ડ્રાઈવ મુજબ ચાલતો હોય છે.એકાએક હેમંતલાલ બોલ્યા, ”બેટા અનુપ, કેતકી સાથે તો ઘરે નિરાંતે વાતો કરજે. પહેલા મને કહે, ઘરે બધા કેમ છે?” “અંકલ, ઘરે બધાં જ કુશળ છે.તમને બધાંને ખુબ જ યાદ કરે છે.આ વખતના નવા ફોટા પણ હું સાથે જ લઇ ગયો હતો ને. અંકલ, મારા ઘરનાં બધાં જ ખુબ જ ખુશ થયાં છે કે મને આપ જેવા વડીલોની છત્રછાયા મળી છે અને કેતકી નું સાંનિધ્ય મળ્યું છે “. “બેટા અનુપ, હવે સાચી છત્રછાયા તને મળશે !” હેમલતા બોલ્યા. , ”કારણકે તારે હવે અમારી સાથે જ રહેવાનું છે અને તારે લોજમાં પણ જમવાની જરૂર નથી. આપણી પાસે જે વધારાનો રૂમ છે તેમાં તારી રહેવાની વ્યવસ્થા કરી છે અને ગોઠવણ બધી કેતકીએ કરી છે.” પરંતુ આન્ટી. ..”. “પણ બણ કઈં નહિ. ” અનુપ કઈ બોલવા જાય તે પહેલા જ કેતકી બોલી, ” અમે તારા પાસે જમવાના તથા રહેવાના પેંસા લઇ લેશું, બસ હવે તો રાજી ને ?અમને બધાને ખાતરી હતી જ કે જો પેંસા લેશું તો જ તું આવીશ.” હેમંતલાલે ગાડી ઘર પાસે પાર્ક કરી. વાતોમાં ઘર ક્યારે આવી ગયું તે ખબર જ ના પડી.

અનુપ પોતાની બેગ લઇ ઘરમાં દાખલ થયો ત્યાં પાછળ કેતકી તેની હેન્ડબેગ લઇ આવી અને અનુપને એક ચાવી આપી જે અનુપના રૂમની હતી.અનુપે ચાવીથી દરવાજો ખોલ્યો અને રૂમના દાખલ થયો ત્યાં પાછળ આવેલી કેતકીએ સ્વીચ ઓન કરી. રૂમની સજાવટ જોઈ અનુપના મોંમાંથી શબ્દો સરી પડ્યા, “વાહ કેતકી વાહ. .” ચાર રૂમવાળા વિશાળ ફ્લેટમાં અનુપના રૂમની સજાવટ આકર્ષક હતી.

અનુપ-કેતકીના જોગીંગ અને ઇવનીંગ વોકનો નિયમ ફરી શરૂ થઈ ગયો હતો. સખત ગરમી નો પ્રારંભ થઇ ગયો હતો.પથરીલા દેશની સખત ગરમીને સહન કરવાની શક્તિ ઓમાની રિયાલ આપતો હતો.ભારતમાં મધ્યમ વર્ગનો માનવી બે છેડા માંડ ભેગા કરી શકે છે, ત્યારે બચત તો ક્યાંથી કરી શકે ? ઓમાની રિયાલ દ્વારા સામાન્ય નોકરિયાત પણ ઓમાનમાં સારી બચત શકતો અને ધારે તો પાંચ સાત વર્ષમાં દેશમાં શાંતિથી જીવન પસાર કરી શકે તેટલી બચત કરી શકતો.પરંતુ તે માટે ઓમાનમાં રહેવા માટે મનોબળ બળવાન હોવું જોઈએ.બાકી તો આવીને ૨૪ કલાક માં ઓમાન છોડીને દેશમાં પાછા ફરી જવાના દાખલા ઓછા નથી.

સાંજનો સમય હતો સૂર્યદેવતા પથ્થરોની ગોદમાં અને પથરીલા પહાડો અંધકારની ગોદમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.અનુપ-કેતકી કોર્નીસની રોડસાઈડના નાના હરિયાળી ભર્યા ગાર્ડનમાં બેઠા હતા. “કેતકી, હું તને એક વાત કહેવા માગું છું!”

“અનુપ, આ તે વળી કઈ રીત અપનાવી છે ? પહેલા તો તું સીધી વાત જ કરતો, આવી રીતે ન પૂછતો. ” “કેતકી, વાત જ એવી છે.કેતકી તમારા ઘરે રહેવા આવ્યા બાદ મેં તારા માટે ખૂબ ખૂબ વિચારો કર્યા છે.આપણે એકબીજાને સંપૂણ સમજી ચૂક્યાં છીએ તેથી હું તને કહું છું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું. ” “અનુપ, તું મારી સાથે લગ્ન કરવા માંગે છે ? તું જાણે પણ છે કે મારે એક જ કિડની છે અને તે કિડની... “પ્લીઝ કેતકી, મહેરબાની કરીને કિડનીની વાત ના કરતી. મેં બધુ જ વિચારી લીધું છે. મારા ઘરનાની તો હા જ છે અને મને તારા મમ્મી-પપ્પાની પણ પરમીશન મળી ગઈ છે.હવે તારો જવાબ મને જોઈએ.” ‘ખરેખર અનુપ ?” એમ કહેતા કેતકીની આંખોમાંથી મોતી ખરી પડ્યા. “ઓહ અનુપ. ..” કેતકીનાં મોતી રૂપી અશ્રુને અનુપે લુછી નાખ્યાં.બંનેએ અચાનક એકબીજાના હાથ પકડી લીધા.

બંને યુવાન હેયાને હુંફાળા હાથના પ્રથમ સ્પર્શનો અનુભવ થયો.જાણે બંનેની જિંદગીને હુંફ મળી ગઈ.અનુપ-કેતકીના જીવનમાં નવી બહાર આવી હતી.ઓમાનમાં બહાર નામની કોઈ મોસમ નથી.આમ તો ઓમાનના ગામડાઓમાં ખેતર-વાડી વગેર છે, પરંતુ તેમાં કુદરતી કઈ ન લાગે, ને જેમણે કુદરતી હરિયાળા ખેતરો ને વાડી, ઝાડપાન જોયાં હોય, તેમને કૃત્રિમતા મનભાવન ન લાગે.અનુપ-કેતકીની દેશમાં જવાની તેયારી શરૂ થઇ ગઈ હતી.ખરીદી પણ શરૂ થઇ ગઈ હતી.ઓમાની રિયાલ ની ઓમાનમાં કઈ કિંમત જ નહોતી.રિયાલની કિંમત દેશમાં જ ખરી હતી.

અનુપ-કેતકી, હેમંતલાલ અને હેમલતાની ફ્લાઈટ સિબ એરપોર્ટ પરથી ટેક ઓફ થઈ ગઈ હતી.અનુપ-કેતકી હેમંતલાલ અને હેમલતાથી દૂર બેઠાં હતા.કેતકી અનુપની આંખમાં કશું જોઈ રહી હતી ત્યાં અનુપ બોલ્યો, “શું જોઈ રહી છો મારી સામે કેતકી ?” “ અનુપ, હું તારી આંખમાં મારી ખુલ્લી આંખના સ્વપ્ન જોઈ રહી છું. ” ત્યારે બારીમાંથી પથરીલા પહાડો પસાર થઇ રહેલા દેખાતા હતા.

અનિલ ભટ્ટ

જામનગર

૯૪૨૮૦૭૪૫૦૮