Beautiful banvani beauti tips in Gujarati Women Focused by Mital Thakkar books and stories PDF | બ્યુટીફુલ બનવાની બ્યુટી ટિપ્સ

Featured Books
Categories
Share

બ્યુટીફુલ બનવાની બ્યુટી ટિપ્સ

બ્યુટીફુલ બનવાની બ્યુટી ટિપ્સ

મીતલ ઠક્કર

* શું તમે આઇબ્રોઝ અથવા અપર લિપ્સના એક્સ્ટ્રા હેર દૂર કરવા માટે ટિઝરનો ઉપયોગ કરો છો? તો તેના દર્દથી બચવા માટે ગરમ પાણીની મદદ લો. જ્યારે પણ ટિઝરથી આઇબ્રોઝ અથવા અપર લિપ્સના વાળ દૂર કરો ત્યારે ગરમ પાણીથી આ ભાગ ભીનો કરી લો. આનાથી સ્કિનના પોર્સ ખૂલી જશે અને દર્દ વગર વાળ સરળતાથી નિકળી જશે.

* જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો વધારે ગરમ અથવા ઠંડા પાણીનો ઉપયોગ ના કરો. ધ્યાન રાખો કે પાણીનું ટેમ્પરેચર નોર્મલ અથવા હળવું ગરમ હોય.

* જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો કોઇ ખુશ્બુ વગરનું અને નૉન આલ્કોહોલિક મોઇશ્ચરાઇઝર પસંદ કરો. કોશિશ કરો કે ચહેરા અને બોડી માટે તમે અલગ અલગ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમારી સ્કિનને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખો.

* સ્નાન માટે ગરમ પાણીમાં થોડા ટીપાં તેલના નાખો, જેનાથી ત્વચા મુલાયમ બની જાય છે. સ્નાન પહેલાં હૂંફાળા તેલથી મસાજ કરો, જે ઠંડીની મોસમમાં ત્વચાની સુંદરતાને જાળવી રાખવામાં મદદ કરે છે. વધુ પડતાં ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચાના છિદ્રોમાં છુપાયેલી પ્રાકૃતિક નરમાશ ઘટવા લાગે છે.

* ફેસ પેક હટાવ્યા બાદ સ્કિનને એમ જ રહેવા ના દો. ચહેરો ધોયા બાદ તેને યોગ્ય રીતે લૂછીને ટોનર અથવા ગુલાબજળ લગાવો. આનાથી તમારી સ્કિન વધારે ગ્લોઇંગ અને યંગ દેખાશે.

* પેડિક્યોર કરાવ્યા બાદ થોડાં દિવસમાં જ ડેડ સ્કિન સેલ્સ નખની સ્કિનની આસપાસ જમા થઇ જાય છે. આનાથી તમારાં પગ ગંદા દેખાય છે. આનાથી બચવા માટે નહાતી વખતે હળવા ભીના પગ ઉપરાંત નખની આસપાસની સ્કિન પર પ્યૂમિક સ્ટોન ઘસો.

* બદામ તેલ એક નેચરલ હાઇડ્રેટર અને મધ એક નેચરલ મોઇશ્ચરાઇઝર હોય છે. બંને મળીને તમારી આંખોને મોઇશ્ચરાઇઝ કરે છે, સાથે જ તે અનેક સ્કિન પરેશાનીઓને પણ દૂર ભગાવે છે. એક ચમચી બદામ તેલ, એક ચમચી મધ મિક્સ કરીને સૂતા પહેલાં આંખોની નીચેના એરિયા અને પાંપણ પર લગાવીને મસાજ કરો. આનાથી કરચલીઓ, પફી આઇઝ અને ડાર્ક સર્કલ્સ દૂર થશે.

* વાળ માટે તમારી જરૂરિયાત અનુસાર 2થા 3 ચમચી વરીયાળી પીસી લો અને પાણીમાં નાખીને ઉકાળો. થોડીવાર સુધી એમ જ રહેવા દો અને આ પાણીથી માથુ ધૂઓ. ત્યારબાદ શેમ્પુ કરી લો. આ પ્રક્રિયાથી તમારાં વાળ મજબૂત અને લાંબા થશે, ઉપરાંત ડેન્ડ્રફની પરેશાની પણ દૂર થશે.

* હોઠની ત્વચા પણ ઘણી પાતળી હોય છે અને તેમાં તૈલીય ગ્રંથિઓની કમી હોય છે. શિયાળામાં હોઠ બહુ જલદીથી શુષ્ક બની જઈને ફાટી જાય છે. હોઠ પર દરરોજ નિયમિતપણે બદામતેલ કે બદામ ક્રીમ લગાવીને આખી રાત રાખી મૂકો.

* આંખોનો મેકઅપ કરતા પહેલાં આઈ પ્રાઈમરનો ઉપયોગ જરૂર કરવો. આઈ શેડો લાંબા સમય સુધી ટકે છે, વળી તેનો રંગ પણ નીખરે છે. વળી પાંપણની ત્વચાને કોમળ પણ બનાવે છે. આંખોની પાંપણ અને આઈબ્રોની મધ્યમાં એટલે કે બ્રો બૉન ઉપર હાઈલાઈટ કરવાથી આંખોને સુંદર આકાર મળે છે.

* મસ્કરા આંખોને આકર્ષક બનાવવમાં અગત્યનો ભાગ ભજવે છે. આપની આંખો બદામના આકારની ન હોય તો આંખના મેકઅપ માટે કાજલ પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. કાજલ પેન્સિલના ઉપયોગથી આંખો વધુ નાની લાગે છે. આંખની ઉપરવાળી પાંપણની મધ્ય ભાગથી આઈલાઈનર લગાવવાનું શરૂ કરવું. ધીમેધીમે બ્રશને આંખોના કોર્નર તરફ લઈ જવું. મધ્યમાં પાતળી લાઈન લગાવીને અંતમાં તેને થોડી ઘટ્ટ બનાવો. પાંપણ ઉપર બનાવેલી પાતળી લાઈન અને આઈલાઈનરથી બનાવેલી લાઈનને બરાબર ભરી લેવી.

* આંખોની આસપાસની ત્વચા ઘણી પાતળી અને સંવેદનશીલ હોય છે. આ ભાગમાં બહુ આસાનીથી કરચલીઓ આવી જઈ શકે છે. આંખોની આસપાસ ક્રીમ લગાવીને ૧૫ મિનિટ પછી કોટનવૂલથી ધોઈ નાખો. દરરોજ બદામના તેલનો ઉપયોગ કરીને અને એની હળવા હાથે માલિશ કરવાથી આંખોની આસપાસની ત્વચામાં નિખાર આવે છે.

* ટુ-ઈન-વન પ્રોડક્ટ્સ સમય બચાવે છે. સ્નાન કર્યા બાદ ઈન-બિલ્ટ-સનસ્ક્રીનવાળું મોઈશ્ચરાઈઝર લગાવવાનું રાખો. જેથી તમારે બે પ્રોડક્ટ્સ ના વાપરવી પડે. જો તમને સનસ્ક્રીનવાળું ફાઉન્ડેશન મળે તો તે વાપરો. ફાઉન્ડેશનમાં રહેલું સનસ્ક્રીન તમારી ત્વચાને સૂર્ય સામે રક્ષણ આપશે.

* જો બ્લો-ડ્રાય કરવાથી તમારા વાળ ફ્લેટ થઈ જતા હોય તો કૂલ-સેટિંગ કરો. તમારા માથાને નમાવીને ડ્રાયરના નોઝલને વાળના વિભિન્ન ભાગોમાં થોડી મિનિટ માટે ફેરવો. જેનાથી તમારા વાળમાં એર-પોકેટ્સ સર્જાશે, જે તમારા વાળને ફૂલેલા અને ગાઢા દર્શાવશે.

* ઝડપી મેકઅપમાં તાજગીભર્યા દેખાવ માટે હોઠ પર ક્લીયર-લિપ-ગ્લોસ લગાવો. આંખોની નીચેની ધાર પર કોપર-લાઈનરથી રેખા કરો. જેથી તમારે આઈ-શેડો વગર ચાલશે. આંખોની અંદરના ભાગમાં કાજલ લગાવો. આખી પ્રક્રિયા દોઢ મિનિટમાં પૂરી થશે.

* વિવિધ આઈ મેકઅપનું આયુષ્ય જાણી લો. આઇશૅડોનું આયુષ્ય બેથી ત્રણ વર્ષ હોય છે. પાઉડર કે આઈશૅડોના આપોઆપ ટુકડા થવા લાગે ત્યારે એનો અર્થ એ કે એ ખરાબ થઈ ગયા છે. ક્યારેક ક્રીમબેઝ્ડ આઈશૅડોમાંથી અમુક પ્રકારની ગંધ આવે છે. લિક્વિડ આઇલાઇનર અને મસ્કરાની આવરદા ત્રણ મહિનાની હોય છે. આ પ્રોડક્ટ્સ વૉટર-બેઝ્ડ હોવાથી એમાં બૅક્ટેરિયા લાગવાના ચાન્સિસ વધી જાય છે. તેનાથી આંખમાં ઇન્ફેક્શન થાય છે. મસ્કારા કે લાઇનર સુકાઇ જાય તો એમાં પાણી નાખી ફરીથી ઉપયોગ ન કરવો. સામાન્ય રીતે કાજળ બે વર્ષ સારું રહે છે. વૅક્સ બેઝ્ડ કાજળ, આઈ પેન્સિલ હોય તો વધુ ચાલે છે.

* પાતળા વાળ વંશપરંપરાગત પણ હોઈ શકે છે. માથાની ત્વચામાં કોઈ તકલીફ ન હોય તો ચિંતા કરવી નહીં. પાતળા વાળને જાડા કરવા અશક્ય છે પરંતુ ઉપચાર કરવાથી થોડો ફાયદો થશે. વાળમાં માલિશ કરવું. વાળને બ્લિચ કરવાથી પણ વાળ ઘટ્ટ દેખાશે. સાથે પ્રોટીન શેમ્પુ અને કંડિશનરનો ઉપયોગ કરવો. એકાંતરે વાળ ઘોવા. સ્વચ્છ ધોયેલા વાળ ફૂલેલા દેખાશે.

* હાથની સુંદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.

* હોઠને મુલાયમ રાખવા ૧૫ દિવસમાં એક વખત મહેંદીના પાન વાટી હોઠ પર લગાડવા.

* સ્નાન કર્યા બાદ પાણીમાં બેકિંગ સોડા નાંખી તેને અન્ડરઆર્મ્સમાં લગાવો. પછી સ્વચ્છ ટુવાલ વડે તેને લૂછી નાંખો. આમ નિયમિત કરવાથી પરસેવાની દુર્ગંધમાંથી છૂટકારો મળશે.

* આંખને એટ્રેક્ટિવ લુક આપવા આંખની અંદર અને આંખની આઇલિડ પર કાજલ લગાવો. આઇલાઇનર લગાવી શકો. એવું ન કરવું હોય તો ઉપર નીચે બંને આઇલિડ પર આઇલાઇનર લગાવી શકો.

* બટાકાને ઉકાળ્યા પછી વધેલા પાણીમાં બટાકાનો ટુકડો સ્મૅશ કરીને વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે ને વાળનાં મૂળ મજબૂત બને છે. ઉપરાંત ખોડો, ખરતા વાળની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.

* એક ચમચી મધમાં ૧ ચમચી ઓલિવ ઓઈલ અને એક લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવો. ૨૦ મિનિટ બાદ ધોઈ નાખવું. આ એન્ટી એજિંગ લોશન છે.


* ચપટી હળદર, બે ચમચી બદામનો ભૂકો અને એક ચમચી છુંદેલું પપૈયુ ભેળવી ચહેરા પર લગાડવું. તેનાથી વાન નિખરે છે.

* શુષ્ક વાળ માટે કોપરેલ, જૈતૂન અથવા બદામનું તેલ હુંફાળું કરી અઠવાડિયે એક વાર વાળની જડને સ્પર્શે તે રીતે લગાડવું. શેમ્પૂ કરતાં પૂર્વે હળવું કંડિશનર લગાડવું. જે વાળને શુષ્ક નહીં થવા દે. અને પછી શેમ્પૂ કરવું.

* સંતરાનો રસ અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા કોમળ બને છે.
ખીરાનો રસ, લીંબુનો રસ, બટાકાનો રસ, અડધો ચમચો ગ્લિસરીન તથા થોડું ગુલાબજળ ભેળવી લગાડવાથી ઝાંય આછી થાય છે.

* સ્કિન જો ડ્રાય થઈ ગઈ હોય તે બેસન, દહીં, લીમડાનાં પાનની પેસ્ટ આ બધાને મિક્સ કરીને નાહ્યા પહેલાં ચહેરા પર લગાવો. વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. સ્કિન સુંવાળી બનશે, સ્કિન પર ગ્લો આવી જશે અને ડ્રાયનેસની સમસ્યાથી પણ છૂટકારો મળશે.