Dhandha ni vat in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | ધંધાની વાત - ઉદ્યોગપતિઓની વાર્તાઓ

Featured Books
Categories
Share

ધંધાની વાત - ઉદ્યોગપતિઓની વાર્તાઓ

ધંધાની વાત

Stories of Indian Businessman

- લેખક -

કંદર્પ પટેલ

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ધીરૂભાઈ અંબાણી

‘રિલાયન્સ’ - એક ‘વિશ્વાસ’

“સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.”

સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીરાચંદભાઈ અંબાણીનાં છે.

“આપત્તિ એ કોઈ અવરોધ નહિ, પણ એક અવસર, એક તક છે. આપત્તિ એ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠમાં ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અંતઃવિરામ હોય છે. તમારા પ્રયાસોમાં તમે ચઢીયાતા બનો અને વધુ સખત પરિશ્રમ કરો તે માટે જ કપરો કાળ નિર્માયેલો હોય છે.”

– ધીરૂભાઈ અંબાણી

તેમની સંપત્તિ, બિઝનેસ, રેવન્યુ, માર્કેટ કેપ, શેરધારકો, ઈન્વેસ્ટર્સ....! આ દરેક બાબતો માટે ‘ગૂગલદેવ’ સાક્ષાત પૂર્ણસ્વરૂપે સુલભ છે જ. પરંતુ, ધીરૂભાઈની ‘નથિંગ ટુ સમથિંગ’ બનવા તરફની જે સીડી છે તેમાંથી પ્રેરણા લેવા જેવી જરૂર છે. તેમની કાર્યશૈલી, પદ્ધતિ, સિદ્ધાંતો, વ્યવહાર અને તેમના વિચારો એવા તે ક્યા પ્રકારના હતા જે તેમને આટલી ઊંંચાઈની ઉડાન સુધી લઈ ગયા? આજનો યુવાન આવતી કાલના ભારતનો પાયો છે. એ યુવાન માટે પ્રેરણારૂપ વ્યક્તિ ‘ધીરૂભાઈ અંબાણી - ધ બ્રાન્ડ’ કરતા સારૂં બીજું કોઈ હોય ના શકે.

લેટ્‌સ લૂક ઓન ધ રોલર કોસ્ટર રાઈડ ઓફ

‘રિલાયન્સ’

એરિઅલ ‘વ્યુ’

૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ ધીરૂભાઈનો નહિ, એક સાહસનો જન્મ થયો. એક ખમીરવંતા ટાવરીંગ ટેલેન્ટનો જન્મ. ભવિષ્યમાં કોર્પોરેટ વર્લ્ડની સિકલ ફેરવવા માટે જુનાગઢના ચોરવાડમાં માતા જમનાબેનની કુખે આ એકમેવ, અજોડ, અનન્ય, અદ્‌વિતીય બિઝનેસમેનનો મોઢવણિક પરિવારમાં જન્મ. પિતા હીરાચંદભાઈનું પાંચમું સંતાન એટલે ધીરૂભાઈ. ‘અંબાણી’ અટક ક્યારેય ના-અટક બનવાની હતી, એક બ્રાન્ડ બનવાની હતી. આ ‘બ્રાન્ડીફિકેશન’ આપના વ્હાલા લોકલાડીલા અને દરિયાદિલ ધીરૂભાઈના મનની ઉપજ હશે એ કોણ કહી શકે? સમજીએ તો એવું લાગે કે જાણે પાંખ વિના ફરતો ‘કોર્પોરેટ વર્લ્ડ’નો બેતાજ બાદશાહ લાગે, જાણે ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન માટે જવાબદાર દહાડતો, ધ્રૂજાવતો, ગરજતો બબ્બર શેર. આસમાનની બુલંદીને ચૂમતું એક આતિશી નામ અને સાગરના મોજાની જેમ ઉછળતું ધોધમાર કામ. એક જીવતી જાગતી ‘હ્યુમન બ્રાન્ડ’. ‘રિલાયન્સ’ નામનો શબ્દ આજે પણ કોર્પોરેટ જગતમાં વિશ્વાસનો પર્યાયી બનીને ગુંજે છે.

કોર્પોરેટ ‘ઉડાન’

‘ધીરૂભાઈ’ એ ગુણવત્તા વર્ષો, દાયકાઓ કે સદીઓ સુધી સાથોસાથ હોઈ શકે છે, એનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે, સચોટ મિસાલ છે. એડનથી ભારત પાછા ફર્યા પછી તેમણે ‘રિલાયન્સ કોમર્શિયલ કોર્પ્ારેશન’ની સ્થાપના કરી. મરી-મસાલામાંથી યાર્નના વેપારમાં સ્વિચ સ્વાઈપ કરી. અમદાવાદમાં નરોડામાં ‘વિમલ’ ની શરૂઆત કરી, તે પણ એકદમ ઠાઠમાઠથી. હંમેશા ધીરૂભાઈ માર્કેટિંગની બાબતમાં અવ્વલ ક્રમે પાસ થયા છે. ‘વિમલ’ની જાહેરાત માટે ધીરૂભાઈ મોટા પાયે વિશાળ કાર્યક્રમો કરતા અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ લેતા. ૬-૬ પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવતું અને તેની સાથે કાણ ફાડી નાખે એવી ૪૦ હજાર વોટની મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ થતો અને એકસાથે ૩-૩ મોડલ રેમ્પ પર ‘વિમલ’ના કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરીને રેમ્પ-વોક કરતી. ધીરૂભાઈએ ભારતમાં એકસાથે એકસાથે ૧૦૧ જગ્યાએ ‘વિમલ’ના શો-રૂમ ખુલ્લા મુક્યા. એક દિવસમાં આટલા રિટેલર્સ સાથે દિલ માત્ર ધીરૂભાઈ જ કરી શકે.

ત્યારબાદ તેમણે મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. પોલીએસ્ટર અને પેટ્રોકેમિકલમાં ઉત્પાદનની એક વેલ્યુ ચેઈન ઉભી કરી અને ઓઈલ રીફાઈનરીની શરૂઆત કરી. પોતાની બહુ ઓછી જાણીતી કંપનીમાં લોકોને ઈન્વેસ્ટ કરવા માટેનો વિશ્વાસ રાખવાનું કહ્યું અને તેમનો વિશ્વાસ જીત્યો પણ ખરો. ‘રિલાયન્સ’ નો અર્થ જ ‘વિશ્વાસુ’ એવો થાય છે, જે તેમને સાર્થક કરી બતાવ્યું. સફળ થવા માટે પોતાના સિદ્ધાંતો સાથે ચેડા કર્યા સિવાય વચન પાળીને કાર્ય કરી બતાવ્યું અને ‘રિલાયન્સ’ ગ્રુપને જીવંત તવારીખ બનાવ્યું.

‘સોલિડ બેઝ’ ઓફ રિલાયન્સ

રિલાયન્સના જીવંત તવારીખ હોવા પાછળના ‘ધીરૂભાઈ અંબાણી’ના પાયારૂપ કેટલાક મહત્વના અંશોઃ

કોર્પોરેટ ફિલોસોફી

સચોટ, સફળ અને સરળ. હંમેશા ઊંચું અને નવતર નિશાન. ત્વર, ચપળતા, સજાગતા કેળવીને શ્રેષ્ઠતમની વિચાર કરવો. રિલાયન્સની ટીમમાં તેને સંવર્ધિત કરીને હંમેશા ઊંચું નિશાન સધાય તેનો ખ્યાલ રાખવો.

“સફળતા એ કોઈ વ્યક્તિની સિદ્‌ધિ અને લાયકાતને આભારી ગણાવી શકાય નહિ પરંતુ તે એક કાર્યપ્રણાલી અને જૂથના જુસ્સાને આભારી છે.”

નેતૃત્વ

વ્યક્તિગત મોજશોખ એકદમ સામાન્ય, અવ્વલ દોસ્ત, સદાય તાજગી અને તિતિક્ષાપૂર્ણ ચહેરો, વ્યક્તિત્વની ઔદાર્યતા. ઉત્કૃષ્ટ માટેની અચલ અભિલાષા. ૬૯ વર્ષના જીવનમાં – ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારી, બોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન. ધીરૂભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.

“તમારૂં વિઝન સફળ થાય તેવું જોઈએ, હવામાં રહે તેવું નહિ. સ્વપ્ન એવું જુઓ જે સાકાર કરી શકાય.”

મૂક દાતા

શાસ્ત્ર મુજબ દાનનો અર્થ થાય છે, ‘માનવસમુદાયના કલ્યાણને વિકસાવના આશયથી થયેલી કોઈ પ્રવૃત્તિ.’ ધીરૂભાઈ એક દીર્ઘદ્રષ્ટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક તરીકે જાણીતા હતા. પરંતુ દાન એવી રીતે કરતા કે ‘એક હાથે દાન કર્યું હોય તો બીજા હાથને રત્તીભર પણ અંદેશો ના હોય.’ સૌથી મુક દાતા તરીકે તેમની લાક્ષણિકતા હતી. ક્યારેય પોતાની દાનધર્મથી કોઈ જાહેરાત ન થઈ જાય તેનું સૌથી ચીવટપૂર્વક ધ્યાન રાખતા. તેથી જ જયારે લોકો મહાન અને પરોપકારી વ્યક્તિઓનું નામ વિચારે ત્યારે ધીરૂભાઈનું નામ મગજમાં બંધબેસતું નથી.

એક કિસ્સો જાણવા જેવો છે. ધીરૂભાઈએ એક વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા અને તે વ્યક્તિ પાછા આપી શકવાની સ્થિતિમાં નહોતો કારણ કે તેને પીવાની લત હતી. આ પૈસા ગયા, એમ સમજીને માંડવાળ કરવાને બદલે ધીરૂભાઈએ તે વ્યક્તિને બમણી લોન આપી. તેમનો ઈરાદો એ હતો કે વ્યક્તિ પોતાના નુકસાનમાંથી બહાર આવે અને પરિસ્થિતિની ગંભીરતા સમજે. ફરી પગભર થઈ શકે જેથી જૂની અને નવી ઉધારી બધું જ ચૂકવી શકે. અને છેવટે એવું થયું પણ ખરૂં.

“ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો પર કોઈનો ઈજારો નથી.”

ભામાશાવૃતિ

વિદેશમાં કોઈને પોરસ ચઢાવવા પત્ર લખવો, પોતાના વતનના સહપાઠીના પુત્રને નોકરી અપાવવી, મુંબઈ જોવા માંગતા પોતાના જુના દોસ્તના પરિવાર માટે વિમાનની ટીકીટો મોકલવી, નવા કપડા લઈ રાખવા અને એરપોર્ટ પર તેમને લેવા જવા, ભૂકંપમાં તહસ-નહસ થઈ ગયેલા ગામને પુનઃ બેઠું કરવા આખી મેકશિફ્ટ હોસ્પિટલ બનાવી વિમાન દ્વારા મોકલવી, પૂરગ્રસ્ત વિસ્તારમાં ટ્રક ભરીને શાકભાજી મોકલવા – આવી દરેક નાનીમોટી મદદ તેઓ હંમેશા સાહજિકતા, સિફતાઈ અને કોઈને કશી ખબર ના પડે તેવી રીતે કરતા.

“હું ગીતા જીવું છું.”

મૈત્રીપૂર્ણ વ્યવહાર

અગ્રણી લોકો મોટે ભાગે તેમના કર્મચારીઓ સાથે ઘરોબો કેળવતા દરે છે. પોતાની નીચેના માણસો સાથે મૈત્રી બાંધતા નથી અને હંમેશા એક ચોક્કસ અંતર રાખતા હોય છે. પરંતુ ધીરૂભાઈ હાથ મેળવતા, ખભે હાથ મુકીને હળીમળી શકતા હતા. સંકોચ વિના ‘શું ચાલે દોસ્ત..?’ જેવું પ્રફુલ્લ સંબોધન પણ તેમની તરફ આકર્ષિત કરતુ હતું. પોતાના કર્મચારીઓને મહામૂલી મિલકત ગણતા હતા. લોકોને પોતીકા સમજીને આત્મીયતાપૂર્વક વાત કરવાની રીત તેમનામાં ખુબ સારી હતી. એ એકમાત્ર વ્યક્તિ હતા જે દરેકને ખુલ્લા દિલે સાંભળતા, તેમના વિચારોને આવકારતા અને તેમાંથી સચ્ચાઈ પકડીને ખચકાટ વિના સ્વીકારતા. આવી દરિયાદિલી ધરાવતા દિલેર વ્યક્તિ હતા.

“અવિશ્વાસના લીધે નવું કરવાની વૃત્તિ ખતમ થાય છે અને વ્યક્તિ સ્થિતિનો દુરૂપયોગ કરવા પ્રેરાય છે. જયારે વિશ્વાસ અને પારદર્શિતાથી સાહસિકતા આવે છે.”

ઈકોનોમિક ‘બિઝ’સોફી

“નાણું એ પ્રોડક્ટ નહિ બાયપ્રોડકટ છે, એની પાછળ દોડો નહિ.” ધીરૂભાઈના મોઢે આવા શબ્દો સાંભળીને જરૂર આશ્ચર્ય થાય, પરંતુ તે તેમની માન્યતા હતી. જયારે મુખ્ય ધ્યેય પૈસાને બનાવવામાં આવે ત્યારે કેવી રીતે ધન કમાઈ શકાય કે કેવી રીતે બચત કરી શકાય તે પરત્વે જ લક્ષ્ય સધાય છે. તેના ભોગે પ્રોડક્ટની ગુણવત્તાને માર પડે છે અને સ્વાભાવિકપણે તે નબળું જ ઉત્પાદન થાય છે. તેઓ એવું વિચારતા કે જયારે તમે કંઈક અઢળક-વિશાળ સર્જાે છો ત્યારે આડપેદાશ તેમાંથી ખરે છે ત્યારે તે પણ ખુબ નફારૂપ હોય જ છે. ગ્રાહકો વાત સાંભળે છે, વિચારો સ્વીકારે છે અને કાર્યથી પ્રભાવિત થાય છે. જો વધુ કામ કરીએ તો વધારે ધન મળવાનું જ છે. અર્થ સીધો છે, સારા કાર્યની આડપેદાશ નાણું છે.

“દૃઢ નિશ્ચય અને પૂર્ણતાના આગ્રહ સાથે તમે કાર્ય કરશો, તો સફળતા ચોક્કસ તમને વરશે.”

સ્વતંત્ર કાર્યપ્રણાલી

કંપનીના માલિકો ખુબ ઝડપથી પ્રોફેશનલ વ્યક્તિને નોકરીએ રાખવામાં ઘણી કાળજી લે છે. ઈન્ડસ્ટ્રી માટે બેસ્ટ પ્રોફેશનલ કર્મચારીની નિમણુંક કરે છે. એક વાર તે કર્મચારી બની જાય પછી તેમને જે કુશળતાના આધારે નીમ્યા હોય છે, તે કામ તેઓ કરવા નથી દેતા. માલિકો અને મેનેજરો તેમના પર હાવી થઈ જાય છે અને તેમને માત્ર સૂચનાઓના પાલન કરનાર બનાવી દેવાય છે. પરંતુ, ધીરૂભાઈની મેનેજમેન્ટ ટેકનિક્સ થોડી અલગ હતી. તેઓ હંમેશા કહેતા, ‘ગો અહેડ.’ પોતાના લેવલના નિર્ણયો લેવા માટેની છૂટ દરેક કર્મચારીને આપવામાં આવતી હતી. ક્યારેય કોઈને પણ નોકરી પર રાખવાની ભલામણ સ્વીકારતા નહિ અને ‘મેરીટ’ પ્રમાણે જ નોકરી આપવાની પ્રક્રિયાને વળગી રહેતા.

“કમર્ચારીઓને યોગ્ય વાતાવરણ આપો, પ્રોત્સાહિત કરો, જરૂરી સહાય આપો. તેમાંના દરેક પાસે અભૂતપૂર્વ ઉર્જાનો સ્ત્રોત છે. તે બહાર આવશે જ..!”

‘ઓરબિટ થિયરી’

ધીરૂભાઈ હંમેશા કહેતા કે તમારૂં વર્તુળ, તમારો પરિઘ સતત બદલતા રહો. તેઓ હંમેશા સમજાવતા કે આપણે બધા અગાઉથી નક્કી વર્તુળમાં જન્મ્યા છીએ અને પ્રગતિ માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગના લોકો જે ક્ષિતિજે જન્મ્યા હોઈએ તેમાં જ જીવવાનું અને મરવાનું પસંદ કરતા હોય છે.સમય સાથે ઉત્ક્રાંતિ ન થાય તો શું પરિણામ આવે એનાથી દરેક માહિતગાર હોય છે. અવકાશયાન પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારની સ્થિતિ સહન કરવા બનાવાયેલું હોય છે તે જ રીતે દરેકે પોતાને પાછળ ધકેલતા પ્રવાહોને ભેદવા માટે માનસિક રીતે મજબૂત બનવું પડે છે. ઘર્ષણ સામે ઓગળી ન જવાય તેના માટે રક્ષાકવચ તૈયાર કરવું જ પડે.

“મુશ્કેલીઓનો સામનો કરતી વખતે પણ તમારૂં લક્ષ્ય નિશ્ચિત કરો અને દરેક પ્રતિકૂળતાને તકમાં ફેરવો.”

દરિયાદિલ દોસ્તી

પ્યુન હોય કે પ્રેસિડેન્ટ, બધા જ ધીરૂભાઈના મિત્ર હોય. કોઈ પણ વર્ગ, નાત-જાત કે દરજ્જાનો વ્યક્તિ હોય, ધીરૂભાઈ દરેક સાથે હળેમળે અને વાતચીત કરે. ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા ધીરૂભાઈને જયારે ‘લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ મળ્યો ત્યારે આખો હોલ તાળીથી ગુંજી ઉઠ્‌યો હતો. પરંતુ દરેક ફોટોગ્રાફરો બહુ આત્મીયતાથી ‘ધીરૂભાઈ.....ધીરૂભાઈ..’ કહીને સંબોધતા હતા. આ વાત ખરેખર આપણને સામાન્ય લાગી શકે, પરંતુ એટલી સામાન્ય હતી નહિ. સ્વાભાવિક રીતે દરેકને એવોર્ડ મળ્યા પછી લોકો ‘સર’ કે ‘મિસ્ટર અંબાણી’ નામે સંબોધન કરે એવી અપેક્ષા હોય જ. પરંતુ અહી દરેક ફોટોગ્રાફર ‘ધીરૂભાઈ...’ જ સંબોધન કરતા હતા અને તેમની ઈચ્છા મુજબ પોઝ આપતા હતા. માત્ર લોકો માટે જ નહિ, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ...! દરેકને માટે તે ધીરૂભાઈ જ હતા.

“મેં લોકોમાં વિશ્વાસ મુક્યો છે અને તેના કારણે લોકોને મારા પર ભરોસો બેઠો છે.”

‘પોઝિટીવ’ અભિગમ

રિલાયન્સનું સામ્રાજ્ય ઉભું કરવામાં કેટકેટલા ગંજાવર અવરોધો નડયા અને છતાં ક્યારેય ફરિયાદ કરી નહિ તે એટલે ધીરૂભાઈ. દરેકેદરેક પ્રોજેક્ટ લાઈસન્સ રાજ, લાલફિતાશાહી અને અમલદારશાહીની વચ્ચેથી માર્ગ કરીને તેમણે આગળ વધવું પડતું હતું.તેમ છતાં તેમને ક્યારેય હતાશા દાખવી નહિ. તેમણે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે તેવી ફરિયાદો કરી નહિ. કોઈ સિસ્ટમ કે પ્રોસેસ નથી તેવો અફસોસ વ્યક્ત કર્યો નહિ. દરેક અડચણને એક તક તરીકે સ્વીકારી લીધી અને પોતે આ દરેક અવરોધોને પાર કરીને રિલાયન્સને ઉંચાઈ પર લઈ ગયા.

“અવરોધો આવે ત્યારે હરિને બેસી જવાને બદલે મનમાં આશા, આત્મવિશ્વાસ અને ભરોસો રાખીને નકારાત્મક પરિબળોને ચેલેન્જ કરવી જોઈએ, મહત્વાકાંક્ષા અને પહેલ કરવામાં આવે તો આખરે વિજય મળે જ છે. નવી સદીમાં એક નવા ભારત માટે યુવાન સાહસિકો સફળ થાય છે અત્યંત જરૂરી છે.”

ધીરૂભાઈએ તેમના એક ભાષણમાં કહ્યું હતું,

“હું મને એક નવો રસ્તો શોધનાર ગણું છું. હું જંગલમાં ખોદકામ કરીને બીજા લોકો ચાલી શકે તે માટે રસ્તો તૈયાર કરવામાં માનું છું. હું જે પણ કરૂં તે સૌથી પહેલા કરૂં તે મને ગમે.”

અવસાન

હદય રોગના હુમલાના કારણે ૨૪ જૂન,૨૦૦૨ના રોજ ધીરૂભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રૂઆરી ૧૯૮૬માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મૃત્યુ પામ્યા.

તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણી એ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે ૭ જુલાઈ, ૨૦૦૨ના રોજ સાંજે તેમને અગ્નિદાહ અપાયો હતો.

ધીરૂભાઈ અંબાણી એ મુંબઈના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાત્રા શરૂ કરી હતી. મહાન ઉદ્યોગપતિ તરીકે તેમને માન આપવા માટે ‘મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્‌સ’ એ ૮ જુલાઈ, ૨૦૦૨ના રોજ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો. ધીરૂભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. ૭૫૦૦૦ કરોડ હતું.

પુરસ્કાર અને સન્માન

નવેમ્બર ૨૦૦૦

ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે ‘કેમટેક ફાઉન્ડેશન’ અને ‘કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ’ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું.

૨૦૦૦, ૧૯૯૮ અને ૧૯૯૬

‘એશિયાવીક’ મેગેઝિન દ્વારા 'પાવર ૫૦’ - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ.

જૂન ૧૯૯૮

નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ‘ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા’ દ્વારા સૌ પ્રથમ ‘ડીન્સ મેડલ' મેળવનાર ભારતીય તરીકેનું ગૌરવ

ઓગસ્ટ ૨૦૦૧

ધી ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી FICCI દ્વારા ‘મેન ઓફ 20th સેન્ચ્યુરી’ જાહેર થયા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા - TIMES OF INDIA દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ‘ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ’ જાહેર થયા.

ભગવદ્‌ ગીતા કહે છે, “મહાન માણસના કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.” આ સિદ્ધાંત પ્રમાણે ધીરૂભાઈનું જીવન એક દ્રષ્ટાંતરૂપ છે.

અઝીમ પ્રેમજી

‘અઝીમ’-ઓ-શાહ : ‘વિપ્રો’

પ્રશ્ન: “વિપ્રોને ટોપ ૧૦ના સ્થાને કઈ રીતે પહોચવું જોઈએ?”

“લક્ષ્યાંકોની કોઈ તંગી નથી. ટોપ ફાઈવ, ટોપ થ્રી, ટોપ વન. – જીવન એક સતત ચાલતી દોડ છે. અહી દોડ જીતી ગયા પછી ઇનામ આપવામાં આવતું નથી પણ દોડ દોડવાનો અનુભવ એ જ સૌથી મોટું અને મહાન ઇનામ છે.” – અઝીમ પ્રેમજી

રોજ સવારે સાડા ચાર વાગ્યે ભારતની અગ્રગણ્ય કંપનીની ફરજો એક વ્યક્તિની રોજ રાહ જોતી હોય છે. આ કંપની તેમના માટે ખોરાક, શ્વાસ અને જીવન છે. અઠવાડિયાના માત્ર ૪૦ કલાક કામ કરવાના નિયમોની આલોચના કરીને પોતે રોજની ૧૪ કલાક કંપની માટે ફાળવે છે. તેમની સાદા ડેકોરેશન ધરાવતી ઓફિસમાં પેઈન્ટીંગ અને શિલ્પો છે. રોજ એ વ્યક્તિ લીફ્ટને બદલે દાદર ચડીને પોતાની ઓફિસમાં જાય છે, પછી ભલેને ૧૦માં માળ પર હોય. ગુસ્સો શું કહેવાય? તે જ તેમને ખબર નથી. પોતાના વિચારોને શાંતિથી ભારપૂર્વક સમજાવવા અને કદાચ ખોટો ઠરે નિર્ણય, તો તેને ફેરવવામાં જરાયે વિલંબ કરતા નથી. તેઓ ‘ઈકોનોમી ક્લાસ’માં જ મુસાફરી કરે છે. એરપોર્ટથી ઘરે કે ઓફિસે જવા માટે ટેક્સી ના મળે તો ઓટોરીક્ષા કરતા પણ ખચકાટ અનુભવતા નથી. મુસાફરી દરમિયાન હોટેલની લોન્ડ્રી સગવડનો ઉપયોગ કરવાને બદલે પોતાના કપડા જાતે જ ધોઈને ઈસ્ત્રી કરી નાંખે છે. આજે પણ કામ કરવાની ઝડપ નવાસવા બિઝનેસમેનને શરમાવે એટલી છે.

આ વ્યક્તિ એટલે ‘અઝીમ પ્રેમજી’ અને તે કંપની એટલે ‘વિપ્રો’ (WIPRO).

જન્મ કુંડળી

૨૪ જુલાઈ, ૧૯૪૫ના રોજ અઝીમનો જન્મ. ચાર બાળકોમાં અઝીમ તેની માતાનો લાડકો હતો. નાણાકીય રીતે ખુબ જ સદ્ધર કુટુંબ. પરંતુ, મોજ-શોખથી દૂર રાખીને જિંદગીની ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમતથી જીવવું એ તેમના માતા-પિતાએ શીખવ્યું હતું. નાણાનું મુલ્ય અને સખત મહેનત બાળપણથી જ તેમના મનમાં વિચાર તરીકે રોપવામાં આવ્યા હતા. જે આજે પણ તેમની કંપની અને તેનામાં જોવા મળે છે.

બાળક અઝીમની બધી જ હોશિયારી તોફાનમસ્તીમાં ખર્ચાઈ જતી હતી. તેઓને સ્કુલની કોઈ પરીક્ષાઓમાં રસ નહોતો. રોજનો ઠપકો એ તેમના માટે સામાન્ય વાત બની ચુકી હતી. ખરાબ વર્તન માટે અંગુઠા પકડાવવા અને ક્લાસની બહાર કાઢી મુકવા એ અઝીમ માટે રોજની વાત બની ગઈ હતી. જેથી તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરતા. પરંતુ તેમની પ્રાર્થનાઓ કંઇક અલગ પ્રકારની હતી.

‘હે પ્રભુ, આજે મુશળધાર વરસાદ પડે..! જેથી ચારેબાજુ પાણી ભરાઈ જાય અને બધી શાળાઓ બંધ થઇ જાય.’ – આવી તેમની પ્રાર્થનાઓ રહેતી. લેટ્સ હેવ અ લુક ઓન લેજન્ડ..!

ફ્લેશ બેક

કદાચ કોઈને ખબર નહિ હોય...! ‘વિપ્રો’, જે આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપની તરીકે ઓળખાય છે તેની શરૂઆત ‘વનસ્પતિ તેલ’ બનાવવાથી થઇ હતી, જે તેમના પિતાજી મોહમદ હુસેન પ્રેમજીએ કરી હતી.

મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડું, કે જેને કોઈ ત્યારે જાણતું પણ ન હતું. મુંબઈથી ૪૦૦ કિમી દોર બોરી નદીને કાંઠે અમલનેર નામના ગામને પોતાની ફેક્ટરીનું સ્થળ બનાવ્યું.

વનસ્પતિ ઓઈલનું ઉત્પાદન, જેનું નામ ‘ડાલડા’ હતું. જે નામ ખુબ જાણીતું છે. દરેક લોકોની પરિસ્થિતિ અન્ય ખાદ્યતેલ ખરીદી શકે તેવી નથી હોતી. તેની સરખામણીમાં આ વનસ્પતિ ઓઈલ ‘ડાલડા’ ખુબ સસ્તું મળતું હતું.

  • ૨૯ ડિસેમ્બર, ૧૯૪૫ ના રોજ એમ.એચ.પ્રેમજીએ ‘વેસ્ટર્ન ઇન્ડિયા વેજીટેબલ પ્રોડક્ટ્સ લીમીટેડ’ નામની કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કંપનીમાં અન્ય વનસ્પતિમાંથી બનતી ચીજવસ્તુઓ બનાવવાનું શરુ કર્યું. તેથી કંપનીના નામમાંથી તેમને ‘વેજીટેબલ’ શબ્દને દુર કર્યો.
  • સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અઝીમ પ્રેમજીને એક આંચકો લાગ્યો. જે તેમના પિતાનું અવસાન હતું. તેમની કંપની ‘વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોડક્ટ્સ’ ના દરેક પહેલા અક્ષરો લઈને નામ બન્યું ‘WIPRO’. બસ, પછી શરુ થઇ ‘વિપ્રો’ની કહાની.

    સંઘર્ષ : ભવિષ્ય vs ભવિષ્ય :

    માત્ર ૨૧ વર્ષની વયે પિતાના અવસાન બાદ, અઝીમ પાસે ૨ રસ્તાઓ હતા. (૧) ધમધોકાર ચાલતી પિતાની ફેક્ટરીને સંભાળવી. (૨) સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં પોતાનો ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કરીને પદવી મેળવવી.

    માતા ગુલબાનોએ અઝીમને કહ્યું, “અઝીમ, આ તારા પિતાની આખરી ઈચ્છા હતી. જે તારે નિભાવવી જ રહી...!”

    હજુ અઝીમ પુખ્ત વયના નહોતા થયા. કોલેજના સ્ટુડન્ટ હતા. આટલી મોટી જવાબદારી કઈ રીતે સ્વીકારવી? કદાચ તેઓ નિષ્ફળ જાય તો? કંપની ખોટ કરે તો? આખરે નિર્ણય થયો. પોતાના અભ્યાસને બદલે પોતાના પિતાની આખરી ઈચ્છા પર વધુ વિશ્વાસ મુક્યો. અંતે, મને-કમને તેઓએ વિપ્રોની જવાબદારી સ્વીકારી લીધી.

    તેની પાછળ પણ કેટલાક કારણો હતા.

    જો અઝીમે જવાબદારી સ્વીકારવાની ના પડી હોત તો કોઈ ત્રીજી જ વ્યક્તિએ કંપનીનો વહીવટ સંભાળી લીધો હોત. તેઓ કેવો વહીવટ કરે અને પોતાનું સમજીને કરે કે નહિ? એ મોટો પ્રશ્ન હતો.

    જો બીજો નિર્ણય કરે તો જિંદગીભાર પસ્તાવો રહી જાય. આવી પરિસ્થિતિનો સામનો કરવા તેઓ માંગતા નહોતા.

    મોટીવેશન

    અઝીમની માતા ગુલબાનોના શબ્દો:

    “અઝીમ, મને ઉત્પાદન અંગેની કોઈ વાતની ખબર નથી કે વનસ્પતિ અને વેજીટેબલ ઓઈલના વેચાણની. પરંતુ હું તને પાયાના સિદ્ધાંતિક મુલ્યો અને શિસ્ત અંગેની વાત કરી શકું એમ છું જે સૌએ અનુસરવા જોઈએ. પછી તે વ્યાપાર માટે હોય કે અંગત જીવન માટે હોય. મને નથી ખબર કે આ બધા મુલ્યો તારા ધંધાકીય વહીવટમાં કેટલા કામ લાગશે.

    જો તું કોઈ વાત કે વસ્તુ માનતો હોય તો બીજાઓના તે અંગેના અભિપ્રાયની ચિંતા કરતો નહિ. ક્યારેય તારી માન્યતામાંથી પીછેહઠ કરતો નહિ. સતત તારી માન્યતાઓને વળગી રહેજે અને તે પ્રમાણે વર્તન કરજે. પછી તે ધંધાનું હોય કે અંગત હોય. બીજાને આપેલું વચન પાળજે. જો તું તારા શબ્દોને તું જ માન ન આપે તો તારા શબ્દોને બીજા માન આપે એવી તું આશા રાખી શકે?”

    બસ, આ શબ્દો સીધા જ અઝીમના હૃદય સોંસરવા નીકળી ગયા. ધંધામાં પારદર્શકતા અને પ્રમાણિકતાનો પર્યાયી તેઓ આજ દિન સુધી રહ્યા છે. શરૂઆતમાં અઝીમને તરતા નહોતું આવડતું છતાં પાણીમાં ફેંકી દેવામાં આવ્યા એટલે હાથપગ આમતેમ હલાવીને ખુબ સારા તરવૈયા બનીને બહાર નીકળ્યા.

    બિઝ ‘સેલ્ફ’નો શેલ્ફ

    અઝીમ પ્રેમજી અંગેની રમૂજભરી અને મહત્વની વાત એ હતી કે તેમના વ્યાખ્યાનોની શરૂઆત આંકડાઓથી થાય છે. જેમ કે, ‘સફળ સાહસિક થવાની આઠ રીતો’, ‘જીવનના દસ મહત્વના પદાર્થપાઠ’, ‘વિદ્યાર્થીઓ માટેની પાંચ મહત્વની સૂચનાઓ’ વગેરે...

  • દરેક મુદ્દાઓની નોંધ રાખવી અને તે પણ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે.
  • કોઈની પાસેથી શિખામણ લેવી તેના કરતા પુસ્તકો પાસેથી જ શીખવું જોઈએ.
  • જૂની રીતરસમો અને વહેમમાં પાડવા અને પડવા વાળા લોકો માટે બિઝનેસ નથી.
  • શિસ્ત અને પારદર્શિતા.
  • વૈજ્ઞાનિક દ્રષ્ટિથી દરેક નિર્ણયો અને બિઝનેસનો બિઝ’સોફી’ને અનુસરવાની ટેવ.
  • ગ્રાહકના વિચારો અને જરૂરિયાતો મુજબ વસ્તુનું ઉત્પાદન.
  • આ દરેક વાતો ‘વિપ્રો’નો બેન્ચમાર્ક હતી. જયારે અઝીમ પૂછે કે, ‘વનસ્પતિ ઓઈલનું વેચાણ કેવું રહ્યું?’ ત્યારે તેનો જવાબ આ મુજબનો ના જ હોવો જોઈએ કે ‘સરસ’, ‘એકદમ બરાબર’. તેના બદલે દરેક વાતને આંકડાઓમાં ફેરવી નાખવું જોઈએ. જેમ કે, આ મહિને કેટલા ટીન વેચાયા? અધિકારીઓએ જુદા જુદા વિસ્તારોમાં કેટલું વેચાણ કર્યું? ગયા મહિના કરતા આ મહીને ટકાવારી મુજબ વેચાણનો તફાવત શું રહ્યો? આ દરેક વાતો આંકડાકીય હોવી જોઈએ.

    વિપ્રો માટે અઝીમને ઘણા વિશાળ આયોજનો હતા. નવી ટેકનીકો દાખલ કરવા માટે ફરીથી પુસ્તકોનો ઉપયોગ શરુ કર્યો. વિપ્રોને ‘કોંગ્લોમીરેટસ’ બનાવવાના સપનાઓ અઝીમે જોયા હતા. ‘કોંગ્લોમીરેટસ’નો અર્થ થાય છે અનેક કંપનીઓને એક છત્ર નીચે લાવવી. ટૂંકમાં ‘ગ્રુપ ઓફ કંપનીઝ’. એક જ વ્યાપારમાં બધી મુડીને રોકવા કરતા અલગ-અલગ બિઝનેસમાં ફેલાવી દેવાથી બજારની ઉથલપાથલને સારી રીતે સંભાળી શકાય. વિપ્રો એ જે વનસ્પતિ અને તેલનું ઉત્પાદન કરતુ જ હતું. તેણે હવે ધોવાના અને નાહવાના (સંતૂર) સબુઓનું ઉત્પાદન અને વેચાણ શરુ કર્યું. કોસ્મેટીક પ્રોડક્ટ્સનું પણ વેચાણ શરુ કર્યું (ચંદ્રિકા, શિકાકાઈ). ધીરે ધીરે બેબી પ્રોડક્ટ્સ (બેબી સોફ્ટ), ઈલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો, મશીનરી અને મેડીકલ સાધનો બનાવવાના શરુ કર્યા હતા. સાચું કહીએ તો કોઈ પણ સાહસમાં વિપ્રોથી ‘નંબર વન’ બની શકાયું નથી. સોફ્ટવેરમાં પણ હંમેશા ઇન્ફોસિસ અને ટી.સી.એસ પછી બીજા કે ત્રીજા નંબર પર રહ્યું છે. છતાં, તેમણે દરેક સાહસમાં નોંધપાત્ર નફો મેળવ્યો છે.

    ઈન્ટરવ્યુ

    ‘આપનો પરિવાર કેટલો સમૃદ્ધ હતો? બાળપણમાં આપ ધનિક છો તેવું અનુભવતા હતા?’

    ‘હા, હું જાણતો હતો કે અમે સુખીસંપન્ન છીએ. પણ હું બહુ ધનિક ખાનદાનનો નબીરો છું તેવો કોઈ ખ્યાલ નહોતો.’

    ‘શું તમે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં હતાં?’ તેનું કોઈ કારણ?

    ‘ચોક્કસ! મારાં બાળકો પણ હંમેશા ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે. કારણ એ છે કે જીવનલક્ષી મૂલ્ય, મને બાળપણમાં જ શીખવવામાં આવ્યું છે કે ધન કરતાં વધારે મહત્વપૂર્ણ તમારાં મૂલ્ય છે.’

    ‘ભારતના સૌથી ધનિક માણસ બનીને શું અનુભવો છો, જેનું કુલ મૂલ્ય 1000 કરોડ ડૉલર કરતાં પણ વધારે મનાય છે?’

    ‘પ્રાણીસંગ્રહાલયના પ્રાણી જેવું...! જ્યારે લોકો મારા રૂપિયા વિશે વાત કરે છે ત્યારે મને ચીડ ચડે છે. ઘણા વર્ષ સુધી મારી પાસે કેટલા રૂપિયા છે તેના પર જ લેખ પ્રકાશિત થયા છે. જાણે મારા જીવનમાં તેના સિવાય બીજું કંઈ હોય જ નહિ. ઓછું થતું જાય છે. એની માટે હું લક્ષ્મી નિવાસ મિત્તલનો આભારી છું જે મારા કરતાં વધારે ધનિક થયા છે. હવે અબજોપતિઓના બધા લેખમાં તેમનો જ ઉલ્લેખ થાય છે અને સદનસીબે મને બાકાત રાખવામાં આવે છે. મેં ગયા અઠવાડિયે જ જાણ્યું કે મુકેશ અંબાણી મારાથી આગળ નીકળી ગયા છે. તેનાથી મને વધુ રાહત મળી છે, કારણ કે મને મારા ધન વિશે કોઈ સવાલનો જવાબ આપવો ગમતો નથી.’

    ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે અચાનક અનુભવ્યું કે હે ભગવાન..! હું હવે ભારતનો સૌથી ધનિક માણસ છું.?’

    ‘ના, કારણ કે તે ધીમેધીમે થયું. એટલે જ્યાં સુધી પ્રેસ દ્વારા મને જાણકારી ન અપાઈ ત્યાં સુધી મને તેની બહુ જાણકારી નહોતી. તે ઊંચી છલાંગ જરૂર હતી જેને મેં અનુભવી હતી.’

    ‘શું આપ પોતાને ધનિક અનુભવો છો?’

    ‘જ્યારે હું યુવાન હતો ત્યારે પણ મારો પરિવાર વધુ રૂપિયા ખર્ચ કરવામાં કે વાહિયાત જરૂરિયાતો પૂરી કરવામાં વિશ્વાસ ધરાવતો નહોતો. અમે રજાઓ ગાળવા પણ મહાબળેશ્વર કે કોઈ એવી જ જગ્યા પર જતાં. અમે વિદેશ જતા નહોતા. રૂપિયાને લઈને મારો દષ્ટિકોણ હજુ પણ તેવો જ છે.’

    કમ્પ્યુટરજી : પ્રેમજી

    ભારત સરકારે FERA (ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ) નામનો કાયદો જાહેર કર્યો. તેનો મતલબ એવો થાય કે ભારતમાં કાર્યરત બધી જ કંપનીઓના (સ્વદેશી હોય કે વિદેશી) અમુક ટકા શેર ભારતીય કંપનીઓના તાબામાં જ રહેવા જોઈએ. એ સમયે આઈ.બી.એમ એ પોતાનું કામકાજ ભારતમાંથી સંકેલી લીધું અને વિપ્રોને ગાલમાં હસવું આવ્યું.

    આઈ.બી.એમ ભારતમાં ખુબ જ જૂની ટેકનોલોજીનું વેચાણ કરી રહ્યું હતું ત્યારે બજારમાંથી તેઓની વિદાય ભારતના માર્કેટ પર વધુ અસર પહોચાડી શકે તેમ નહોતું. તેથી વિપ્રો માટે તેની પીછેહઠ ટર્નિંગ પોઈન્ટ હતો.

    બસ, નવો ઈતિહાસ રચવા તરફના મંડાણ થઇ રહ્યા હતા.

    અઝીમ પ્રેમજી સામે બે તક હાજર હતી.

    ૧) વિદેશના દેશોમાંથી કમ્પ્યુટરની નવી આવૃત્તિ આયાત કરવી અને ભારતમાં તેનું વેચાણ કરવું.

    ૨) આપણા લોકોની જરૂરિયાતો પ્રમાણે ભારતમાં કમ્પ્યુટરની ડિઝાઈન કરીને તેનું ઉત્પાદન કરવું.

    આ બંને પસંદગીમાંથી પ્રથમ પસંદગી ખુબ માફક આવે તેવી હતી, પરંતુ સરકારે રચેલા કાયદો તેની વિરુદ્ધ જતા હતા. તેથી વિપ્રોએ નવું જ કમ્પ્યુટર ડિઝાઈન કરવાનું શરુ કરી દીધું.

    છેવટે, પર્સનલ કમ્પ્યુટર બજારમાં મુક્યા. વિપ્રોએ બજારનું વિશ્લેષણ અને રીસર્ચ કરીને બેસ્ટ ટેકનોલોજી માટે ‘સેન્ટીનલ’ને પસંદ કરી. બજારમાં પ્રવેશ્યાને થોડા અઠવાડિયામાં જ વિપ્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ કમ્પ્યુટર ‘સુપરહિટ’ થઇ રહ્યા હતા. એક સારું ઉદાહરણ એ છે કે, એ સમયે રીસર્ચ & ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં ફક્ત ૩૦ જેટલા લોકોને રાખતી હતી જયારે વિપ્રો ૩૦૦ લોકોને ફક્ત પોતાના રીસર્ચ & ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં રાખતી હતી.

    છેવટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ‘સર્વિસ આઉટસોર્સિંગ’ માટેનું વિશાળ બજાર તેના માટે ખુલ્લું પડ્યું હતું.

    THE GIVING PLEDGE (અનુદાન)

    વોરન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા ચલાવવામાં આવતી અનુદાનની પ્રવૃત્તિ માટે ભારતમાંથી જોડાનાર સૌ પ્રથમ વ્યક્તિ અઝીમ પ્રેમજી છે. પોતાની સંપત્તિનો ૫૦% હિસ્સો સામાજિક કર્યો, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન... વગેરે જેવા કર્યો માટે ખર્ચવો એ આ કેમ્પેઈનનું ધ્યેય છે. જેમના અઝીમ પ્રેમજીએ ૨૫% હિસ્સો દાનાર્થે ઉપયોગમાં લઇ ચુક્યા છે.

    ૨૦૦૧માં ‘અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન’ શરુ કરવામાં આવ્યું હતું. કોઇપણ જાહેરાત વિના, સાવ સરળ રીતે.

    શિક્ષણના મુદ્દે ત્રણ તબક્કામાં ખુબ સારું કાર્ય.

    ‘એપ્લાઈંગ થોટ ઇન સ્કૂલ્સ’ યોજના અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન હાથ મિલાવીને સાથે કામ કરે છે.

    અંગત મૂડીમાંથી ટ્રસ્ટના ખર્ચને પહોચી વળવા માટે કમ્પ્યુટર અને બીજી ટેકનોલોજીકલ સેવા પૂરી પાડવામાં આવે છે.

    ‘વિપ્રો કેર્સ’ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે પુર, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત પૂરી પાડવામાં આવે છે.

    યુવાનોમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય અને અંગ્રેજીનું જ્ઞાન સુધરે તે માટે પ્રયત્નો આ ફાઉન્ડેશન કરે છે.

    ‘દરેકને ગુણવત્તા ભરેલું શિક્ષણ અને ભેદભાવ વગરનો સમાજ’ એ અઝીમ પ્રેમજીનું સ્વપ્ન છે.

    ‘વિપ્રોના ચેરમેન તરીકે અત્યંત ઉત્સાહપૂર્વક કામ કરતા અઝીમ પ્રેમજી પાસે કયું તે એવું બળ છે જે તેમને ક્રિયાશીલ રાખે છે?

    ‘પૂરી ન થયેલી જવાબદારીઓ અને નવા પડકારો મને ક્રિયાશીલ રાખે છે. જે કોઈ દેશ, કે જેની પાસે પુષ્કળ જ્ઞાન હોય અને એન્જીનીયરીંગમાં શક્તિઓ હોય, અંગ્રેજીનું જ્ઞાન હોય અને કાયદાકીય પ્રક્રિયા સારી રીતે પાળે તે દેશ ભારત માટે સૌથી મોટો હરીફ બની શકે છે. આ બધા કારણોસર, આરામ લેવા માટે મારી પાસે એક મિનીટનો પણ સમય નથી.’

    – અઝીમ પ્રેમજી

    “જ્યાં સુધી આપણું ધ્યેય જોઇને હરીફને હસવું ન આવે ત્યાં સુધી એવું સમજવું કે હજુ ધ્યેય ઘણું નાનું છે.”

    કુમાર મંગલમ્ બિરલા

    ‘સ્માર્ટ મેનેજર’

    ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું કંપની ગ્રુપ હાઉસ એટલે ‘આદિત્ય બિરલા ગ્રુપ’. પાંચ-પાંચ પેઢીઓની મહેનતનું પરિણામ આજે દેખાઈ આવે છે. ગ્રાસિમ, હિન્દાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા નુવો, આઈડિયા સેલ્યુલર, બિરલા એન.જી.કે (ઇન્સ્યુલેટર્સ) અને બિરલા સન લાઈફ. આ દરેક કંપનીઓના ચેરમેન એટલે કુમાર મંગલમ બિરલા. ભારતની સૌથી સફળ ‘કોંગ્લોમિરેટસ’ કંપનીઓમાંની એક એટલે આદિત્ય બિરલા ગ્રુપ. જે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ઈજીપ્ત, કેનેડા, ચાઈના, લાઓસ, યુ.એસ.એ., યુ.કે અને ઓસ્ટ્રેલીયામાં સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહ્યું છે.

    આદિત્ય બિરલા ગ્રુપને બિઝનેસમાં ‘એડવાન્સ બુસ્ટર’ તરીકેનું કાર્ય કર્યું હોય તો તે વ્યક્તિ એટલે કુમાર મંગલમ બિરલા. શિવનારાયણ બિરલા – બલદેવદાસ બિરલા – ઘનશ્યામદાસ બિરલા – આદિત્ય બિરલા અને કુમાર મંગલમ બિરલા. આટલો લાંબો સાહસિક અને ‘બિઝ’રસથી ભરપુર કૌટુંબિક વારસો. કહેવાય છે કે કોઈ પણ મહાન કાર્યની પાછળ પાંચ-પાંચ પેઢીઓનું તપ હોય છે. જે કુમાર બિરલાએ સાબિત કરી બતાવ્યું. આટલી લાંબી વિરાસતની શોર્ટ અને સ્વીટ ટૂર માટે, ‘ટેક અ ટૂર’.

    સ્ટોરી સ્ટાર્ટર

    ૧૪ જુન, ૧૯૬૭ના રોજ આદિત્ય અને રાજશ્રીના ઘરે કુમારનો જન્મ. ચિંતામુક્ત અને ખુબ સારા વાતાવરણમાં તેમનો જન્મ. સ્ટાફના વ્યક્તિઓ અને ઘરના લોકોથી હર્યુભર્યુ બચપણ. કેથેડ્રલ & જ્હોન કેનન સ્કૂલમાં તેમનું શિક્ષણ થયું. કુમારના માતા રાજશ્રી જયારે માત્ર ૧૦ વર્ષના હતા ત્યારે તેમની સગાઇ આદિત્ય (કુમારના પિતા) સાથે કરવામાં આવી હતી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે તે પોતાના ભાવી પતિ આદિત્યને મળી હતી. ૧૭ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા. જયારે કુમારનો જન્મ થયો ત્યારે રાજશ્રી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ભણતા-ભણતા તે કુમારની દેખભાળ રાખતી હતી. કુમારની બહેન વાસવદત્તનો જન્મ નવ વર્ષ પછી થયો.

    કુમારના પિતા આદિત્ય વિક્રમ બિરલા યુ.એસ.એ.થી પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતાના પિતાના વ્યવસાયમાં ખુબ નમ્રતાપૂર્વક જોડાઈ ગયા. થોડા વર્ષોમાં વારસાગત રીતે મલ્ટી-બિલિયન ડોલરના બીઝનેસ એમ્પાયરને આગળ લઇ ગયા. ટેકસટાઇલ, સિમેન્ટ, એલ્યુમીનીયમ, ખાતર અને આર્થિક સવલતો જેવા બિઝનેસમાં શ્રીગણેશ કર્યા.

    બિગ ‘લોસ’ ટુ બિગ ‘બોસ’

    કહેવાય છે ને કે, ‘દરેકની જિંદગીનો એક દાયકો હોય છે.’ બસ, બિરલા ગ્રુપ સાથે આવું જ કાંઇક થયું. સ્કૂલમાં શિક્ષણ લીધા પછી ચાર્ટર્ડ એકાઉન્ટ અને એમ.બી.એની લંડન બિઝનેસ સ્કૂલમાંથી ૧૯૯૦માં કુમાર પાછા ફર્યા. તરત જ તેઓ તેમના પિતા સાથે જોડાઈ ગયા. એ સમયે આદિત્ય બિરલા ગ્રુપ ખુબ મોટી તકલીફમાં ફસાયેલું હતું. ફર્ટિલાઇઝર અને ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ખુબ મોટું રોકાણ કરીને તેણે રીલેટેડ ચીજવસ્તુઓ જેમ કે, કાર્બન બ્લેક, ઇન્સ્યુલેટર્સ, સિમેન્ટ, ટેકસટાઇલ વગેરેમાં આગળ વધવું હતું. એકસાથે આવા મોટા બિઝનેસના ફેલાવાને લીધે તેના મેનેજમેન્ટમાં ખુબ તકલીફો આવતી હતીં. ઉપરાંત, આદિત્ય બિરલા પ્રોસ્ટેટના કેન્સરમાં સપડાયા. ત્યારબાદ, રાજશ્રી અને કુમાર એ બિઝનેસ સંભાળવાની શરૂઆત કરી. આખરે ૧૯૯૫માં ચાર મહિનાની હોસ્પીટલની લાંબી બીમારી બાદ આદિત્યનું અવસાન થયું. ત્યારે કુમાર માત્ર ૨૮ વર્ષના હતા.

    ભારતના આટલા મોટા બિઝનેસ એમ્પાયરને સંભાળવું કી રીતે? પ્રશ્ન મોટો હતો અને અનુભવની કમી હતી. છતાં, પિતાના શીખવેલા રસ્તા પર ચાલીને કુમાર એ આખા એમ્પાયરને ખુબ સારી રીતે પોતાની બિઝ ‘સોફી’થી સંભાળી લીધું.

    બસ, બિગ બોસ બનવા માટે હવે થોડી જ વાર હતી. માત્ર ૧૦ વર્ષમાં તેમને સાબિત કરી દીધું કે, દરેક ‘બિરલાઝ’ કરતા પોતે સૌથી મોટો બિરલા બનશે.

  • શરૂઆતનું સ્ટેપ સ્ટ્રીમલાઈનીંગ અને રીકન્સ્ટ્રકશન માટે AT&T ની સ્થાપના હતી. જે ૧૯૯૮માં થઇ. ઇન્ડો-ગલ્ફ કોપરનું પ્રોડક્શન શરુ થયું. એ જ વર્ષે બિરલા ગ્રુપ કેનેડામાં મંડાયું. એથોલવિલે પલ્પ મિલ, ન્યુ બૃન્સવિક ખાતે આવેલી કંપનીને ખરીદી લીધી.
  • જોઈન્ટ વેન્ચુરમાં ‘કેનેડા’ઝ સન લાઈફ’ નામની ફાયનાન્શિયલ સર્વિસની શરૂઆત કરી.
  • AT&T એ ‘ટાટા કમ્યુનિકેશન્સ’ સાથે જોડાઈ ગઈ.
  • ૨૦૦૨માં ઇન્ડો ગલ્ફ ફર્ટિલાઇઝર્સ શરુ થઇ અને ‘અન્નપુર્ણા ફોઈલ’ને ખરીદી.
  • ૨૦૦૩માં નિફ્ટી કોપર અને માઉન્ટ જોર્ડન ખાતેની ઓસ્ટ્રેલીયામાં આવેલી કોપરની ખાણને બિરલા ગ્રુપ એ ખરીદી.
  • ‘લાયોનીંગ બિરલા’ એ ચાઈનાની એક કોપર બ્લેક બનાવતી એક કંપની સાથે જોડાઈ.
  • ઇન્દાલ એ હિન્દાલ્કો સાથે એ જ વર્ષે જોડાઈ ગઈ.
  • ઓરિસ્સામાં ૨૦૦૫માં નવું એલ્યુમિનીયમનો પ્રોજેક્ટ શરુ કર્યો. આ જ વર્ષે ‘સેઇન્ટ એન નેકેવિક પલ્પ મિલ’, કેનેડાને ખરીદી.
  • આજે બિરલા ગ્રુપ વિશ્વમાં વિસ્કોસ સ્ટેપલ ફાઈબર અને સિંગલ-લોકેશન પામ ઓઈલના ઉત્પાદનમાં સૌથી મોટું ગ્રુપ છે.
  • એશિયાનું સૌથી મોટું એલ્યુમિનીયમ અને કોપર ઉત્પાદ કરતુ ગ્રુપ છે.
  • કાર્બન બ્લેક અને ઇન્સ્યુલેટરના ઉત્પાદનમાં વિશ્વમાં ચોથા નંબરનું ગ્રુપ છે. ભારતની પ્રીમિયર બ્રાન્ડેડ ગારમેન્ટસ, સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરતા પ્લાન્ટ્સ, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન, પ્રાઈવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની, મેનેજમેન્ટ કંપની, ટોપ ફાઈવ મોબાઈલ ટેલિફોન એસેટ, ટોપ ૩ BPO, ક્લોરો આલ્કલી સેક્ટર...! અધધધ...આટલું બધું આ ગ્રુપ બનાવે છે ભૈલા...!

    થિંક બિગ

    બસંત કુમાર બિરલા માને છે કે, કુમાર મંગલમ બિરલાની સફળતાનું કારણ તેનું શિક્ષણ છે. જેના દ્વારા કુમાર કંઇક મોટું વિચારતા અને અલગ કરતા શીખ્યો. લંડનથી પરંત ફર્યા પછી, ઈજીપ્તમાં રહેલ કાર્બન બ્લેકના પ્રોજેક્ટને હાથમાં લીધી. ઉપરાંત, ઇન્ડો ગલ્ફ ફર્ટિલાઇઝર, ગ્રાસિમ પોર્ટફોલિયો, સિમેન્ટ અને HR તરીકેની જવાબદારીઓ નિભાવી.

    બસંત કુમાર બિરલા કહે છે કે, “કુમાર મંગલમનું વર્કિંગ મોડેલ તેમના પિતાથી એકદમ અલગ હતું. તે પોતાના ડેલિગેશનના પાવરમાં વિશ્વાસ રાખે છે. તેમની સ્ટાઈલ વધુ ને વધુ ગ્રુપ-ઓરિએન્ટેડ હોય છે.”

    તેમના દાદા પણ સફળતાની રાહ પર દોડવાની કુમારની સ્પીડથી અભિભૂત થયા. તેમનું પહેલું પગથિયું હતું, એક મજબુત ટીમ બનાવવી. “અમારી પોલિસી પ્રમાણે અમે બહારના લોકોને નોકરી પર રાખતા નહોતા. જે કુમાર એ ચેન્જ કર્યું.” એમ તેના બસંત કુમાર બિરલા કહે છે. લગભગ ૩૫૦ જેટલા ૬૦ વર્ષ જેટલી મોટી ઉમરના વાઈસ-પ્રેસિડન્ટને એક જ ધડાકે ફાયર કાર્ય. તેમના સ્થાને નવા ફ્રેશ ટેલેન્ટને કંપનીઓમાં સ્થાન આપ્યું. ઇકોનોમિક વેલ્યુ એડેડ મોડેલ માટે ‘પ્રથા’ સિસ્ટમ બનાવી. જેમાં ડેઈલી રીપોર્ટ બનાવવામાં આવતો હતો. જેમાં ઈનપુટ કોસ્ટ અને ડેઈલી કેશ પ્રોફિટને કમ્પેર કરીને બજેટ પ્રોફિટ નક્કી થતું હતું.

    નવી નવી બિઝનેસ સ્ટ્રેટેજીને અપનાવીને ફેરફારો કાર્ય કરવા. સમય અને પ્રતિસ્પર્ધીઓ સાથે ઉઅપ્દેત રહેવું. ઇન્ટરનલ સિસ્ટમને ચેન્જ કરીને નવી અપગ્રેતેડ સિસ્ટમને અમલમાં મુકવી. આ દરેક તેમની પ્રતિભામાં વધારો કરે છે. ગ્રુપની વેલ્યુને આનાથી ખુબ મોટો ફાયદો થયો. ઉપરાંત, તેમનો શરમાળ અને શાંત સ્વભાવ મેનેજમેન્ટના ‘ગુરુ’ તરીકેની ઝાંખી કરાવે છે.

    ચેરમેનશીપ એ કુમાર માટે ‘એસિડ ટેસ્ટ’ સમાન હતી. તેમની પાસે વિચારવા માટે અને નિર્ણયોને લંબાવવા માટે સમય નહોતો. એ જુના દિવસોને યાદ કરતા કહે છે. “કોઈક ગભરાઈ જાય છે. કોઈ તેણે મોટી જવાબદારી સમજે છે. પરંતુ, મનમાં યાદ કરીને તેણે ઘોળ્યા કરવાનો સમય જ નહોતો. બસ, તેણે અમલમાં મુકવું હતું. પિતાની અંત્યવિધિ પછીના બીજા દિવસે હું ઓફિસમાં હતો.”

    ઘનશ્યામદાસ બિરલા એ સચેત બિઝનેસમેન હતા. જયારે તેમના પુત્ર, બસંત કુમાર એ રિસ્ક-ટેકિંગ હતા. આદિત્ય બિરલા એ સમય કરતા આગળ વધીને ગ્લોબલ બનેલા બિઝનેસ પર્સન હતા. કુમાર મંગલમ બિરલા એ સંયુક્ત – એકત્રિત, જટિલ અને રિફોર્મ કરેલ બિઝનેસ એમ્પાયર ખડું કર્યું.

    નિરજા બિરલા : સંપૂર્ણ સહારો

    “Hooked, Booked & Cooked..!” આ ત્રણેય કોણ કરે છે?

    Hooked પેરેન્ટ્સ કરે છે. Booked કુમાર કરે છે અને Cooked અફ-કોર્સ હું કરું છું. – નિરજા બિરલા

    કુમાર અને નિરજા મિડિયાફોબિયા અને ખુબ જ શાંત સ્વભાવ ધરાવે છે. પરફેક્ટ કપલ ફોર ઈચ અધર.

    નિરજા એ તે સમયના ધનાઢ્ય કુટુંબ એસ.કુમાર ગ્રુપ ઓફ કંપનીઝના માલિકના ઘરે જન્મ્યા હતા. તેઓ એક પરફેક્ટ ગૃહિણી છે.

    કુમાર તેમના વિષે જણાવતા કહે છે કે, “નિરજા પાસે સેન્સ ઓફ વેલ્યુ અને સેન્સિટીવીટી ખુબ સારા છે. એ તેમના બાળકો માટે ‘સુપર મોમ’ છે. તે ખુબ ભાગ્યશાળી છે કે તેમના સંતાનોને નિરજા જેવી પ્રેમાળ માતા મળી. નિરજાનું મેચ્યોરિટી લેવલ ખુબ સાઉન્ડ છે. તે એક વિચારશીલ અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતી માતા છે. હું મારી જાતને ખુબ નસીબદાર ગણું છું કે મને નિરજા એક લાઈફ પાર્ટનર અને ક્લોઝ ફ્રેન્ડના રૂપમાં મળી.”

    શિક્ષણના વિષયમાં નિરજા જણાવે છે કે, ‘જે બાળકની માર્કશીટમાં A+ ગ્રેડ આવેલો હોય તે લાઈફની માર્કશીટમાં ખુબ નબળા ગ્રેડથી આગળ વધતો હોય છે. લાઈફ ચેલેન્જિંગ અને લાઈફ મેનેજિંગ સ્કિલની ઉણપ ક્યારેય પણ ના વર્તાવી જોઈએ. સ્કૂલ એટલે માત્ર કોર્સમાં આવે તેટલું જ નહિ પરંતુ ઓવરઓલ ગ્રોથ.’

    “હું મારા ગ્રાન્ડફાધર અને મધરને વિશેષ મહત્વ આપું છું. કારણ કે તે બંને ખુબ જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે. મારા ગ્રાન્ડફાધરને હું ‘દાદુજી’ કહીને બોલાવું છું. તેઓ ‘ડાઉન ટુ અર્થ’ પર્સનાલિટી ધરાવે છે. ખુબ જ સરળ સ્વભાવના છે.” નિરજા બિરલા એક કૌટુંબિક સંબંધોની ધરોહર પકડીને દુનિયા સાથે ખભો મિલાવીને ઉભા રહે તેવું વ્યક્તિત્વ ધરાવે છે તે આ વાક્ય પરથી કહી શકાય.

    ઘર પણ સારી રીતે સંભાળવું અને સોશિયલ એક્ટીવીટી પણ ખુબ સારી રીતે કરવી. આ બંનેનો કોમ્બો પેક હોય તો તે નિરજા બિરલા છે. પોતાના સંતાનો માટે પણ સમય ફાળવવો અને કુટુંબના દરેક વ્યક્તિઓ માટે પણ એટલું જ તત્પર રહેવું, જે ગૃહિણીધર્મની પુરેપુરી ફરજ બજાવે છે તેમ કહી શકાય. આટલા મોટા બિઝનેસ એમ્પાયરના ‘ફર્સ્ટ લેડી’ હોવા છતાં કુટુંબ માટે જાતે જમવાનું બનાવે છે, તે ખરેખર નોંધનીય બાબત ગણાય.

    નિરજા બિરલા પીડિત બાળકો માટે ‘મેક-અ-વિશ’ નામનું ફાઉન્ડેશન ચલાવે છે. દર મહીને તેઓ વધુમાં વધુ બાળકોની વિશ પૂરી થઇ શકે તે માટેના પ્રયત્નો કરે છે. તેઓ જણાવે છે, ‘બાળકો એ મારી લાઈફમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેમના ચહેરા પર એક ખુશીની નિશાની દેખાય અને જો તે મારા લીધે સંભવ થતી હોય તો તે મારા માટે સૌથી મોટી બાબત છે.’

    ‘આકાંક્ષા ફાઉન્ડેશન’ અને ‘કેન્સર પેશન્ટ એઇડ એસોસિએશન’ નામના બે એન.જી.ઓ સ્લમ વિસ્તારના બાળકો માટે કામ કરે છે. એ બંને NGOમાં ખુબ એક્ટિવ બનીને કાર્ય કરે છે.

    વિઝન : વેલ્યુ : વેલ્થ

    બિરલા ગ્રુપનું ધ્યેય દરેક બિઝનેસ વેન્ચુર પર ચોક્કસ ફોકસ સાથે પ્રીમિયમ ઇન્ટરનેશનલ કોંગ્લોમિરેટ બનવાનું છે. તેની સાથે સોસાયટી માટે કરેલ કમિટમેન્ટને જાળવીને વેલ્ફેરનો ઉપયોગ કરવાનું છે.

    “All about integrity, commitment, zeal, seamlessness and speed.” જે બિરલા ગ્રુપના વેલ્યુઝ છે.

    ૪૦ બિલિયન યુ.એસ ડોલરના માર્કેટ કેપ પ્રાઈઝ સાથે બિરલા ગ્રુપ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ફોર્ચ્યુન ૫૦૦ની અંદર આવતું આ કોંગ્લોમિરેટ ગ્રુપ છે. ૨૫ કરતા વધુ રાષ્ટ્રીયતા ધરાવતા એક લાખ કરતા વધુ એમ્પ્લોયીનો સમાવેશ એકલું બિરલા ગ્રુપ કરે છે. જે બિઝનેસ યુનિટમાં બિરલા ગ્રુપ કામ કરે છે એ દરેકનું ડોમિનંટ પ્લેયર છે.

    વિસ્કોસ સ્ટેપલ ફાઈબર, મેટલ, સિમેન્ટ, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન, કાર્બન બ્લેક, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર, ઇન્સ્યુલેટર, ફાયનાન્શિયલ સર્વિસ, ટેલીકોમ, BPO અને IT સર્વિસ. આટલા બિઝનેસ યુનિટને ખુબ જ સારી રીતે સંભાળી રહ્યું છે.

    પોતાની સફળતાનો શ્રેય પોતાના કુળને આપતા કુમારના પરદાદા ઘનશ્યામદાસ બિરલા કહે છે કે, ‘હું નસીબદાર છું કે મારો જન્મ મારવાડી વ્યાપારી કુટુંબમાં થયો. હું વેપારીઓ પાસેથી ઘણું શીખ્યો છું. તેથી જ મારી કંપનીમાં ક્યારે પણ નાની-મોટી હિસાબી ભૂલચૂક મારાથી નથી થઇ. હિસાબ-કિતાબના મામલે હું બહુ નિયંત્રિત છું.’ આ કદાચ કુમાર મંગલમ બિરલા માટે વારસાગત ભેટ કહી શકાય.

    પ્રોડક્ટીવિટી અને પ્રોફિટેબિલીટી એ બંને બિરલા ગ્રુપના પર્યાયી બનીને રહ્યા છે. કુમાર એ ગ્રુપના દરેક બિઝનેસ યુનિટમાં ૩૬૦ ડિગ્રી ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી છે. જે તેની લીડરશીપ સ્ટાઈલ છે. તેમને ૬૨ થી ૬૫ વર્ષની વચ્ચેના ઘણા બધા સિનીયર ઓફિસરને જોયા પછી તેમને તેમની પોસ્ટથી નિવૃત્ત કરીને યંગ ફ્રેશ ટેલેન્ટને સ્થાન આપ્યું. ગ્રુપને ખુબ ઝડપથી આગળ વધારવા માટે ‘વી વિલ વિન’ પ્રોગ્રામ લોન્ચ કર્યો.

    વિવિધ મેનેજમેન્ટ સ્કિલને બિરલા ગ્રુપમાં ઈમ્પ્લીમેન્ટ કરીને ‘ગ્રોથ બુસ્ટર’ બનાવનાર એકમાત્ર મેનેજર એટલે કુમાર મંગલમ બિરલા.

    સોફ્ટ ક્વોટ

    કામને કેટલું એન્જોયેબલ બનાવવું એ વર્ક એન્વાયરમેન્ટ પર આધારિત છે. હંમેશા પોતાના ફિલ્ડમાં સુપિરીયર હોય તેવા સ્માર્ટ લોકો સાથે કામ કરવું અને તેમની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરવો તે જ મહત્વનું છે.

    પ્રથમ જોબ ક્રિએટ કરો અને પછી લોકોને સ્કિલ પ્રોવાઈડ કરો.

    લાઈફનો ગોલ્ડન રૂલ એ છે કે તમે તમારા પેશનને ફોલો કરો. એવું કરો જે તમારા હૃદયની સૌથી નજીક છે. સફળ અને ખુશ રહેવા માટે તે સૌથી વધુ મહત્વું છે તેવું હું માનું છું.

    તમારી લાઈફમાં બિઝનેસમાં લીડરશીપ સ્ટાઈલને સૌથી વધુ ઈફેક્ટ કરનાર પરિબળ કયું?

    “મારા પિતા, આદિત્ય વિક્રમ બિરલા. તે મારા સૌથી મોટા ગુરુ છે. મારા મતે, સ્માર્ટ હાર્ડ વર્કનો કોઈ જ પર્યાયી નથી. લીડર્સને જન્મ આપો. સતત ચેન્જ લાવો. ઇનોવેશનની સાયકલ કોન્સ્ટન્ટ રાખો. અંતે, તમારા ભવિષ્યની સમગ્ર ક્વોલિટી એ આજે તમે શી વિચારો છો? શું ઈમેજીન કરો છો? તેના આધાર પર જ ભવિષ્ય બનશે.”

    ‘Taking India to the World’ – ‘આદિત્ય બિરલા ગ્રુપ’

    નારાયણ મૂર્તિ

    ‘ઇન્ફોસિસ’ – IT World

    “Love your job but never fall in love with your company because you never know when company stops loving you.”

    “તમારી નોકરીને પ્રેમ કરો પરંતુ ક્યારેય પણ તમારી કંપનીના પ્રેમમાં નહિ પડો કારણ કે તમને ખબર પણ નહિ રહે કે ક્યારે કંપની તમને ચાહવાનું બંધ કરી દેશે...!” – નારાયણ મૂર્તિ

    આ વાક્ય બોલનાર વ્યક્તિ સહેજ અણછાજતી, અસહજ કે અવિશ્વસનીય લાગશે. પરંતુ આવું બોલવાની ફરજ કેમ પડી? એક પ્રશ્ન જોઈએ.

    રિપોર્ટર : મિસ્ટર મૂર્તિ, ઇન્ફોસિસમાં ૨૦૧૩માં તમે પાછા ફર્યા. જો કે, ઓગસ્ટ ૨૦૧૧માં તમે ઇન્ફોસિસ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. પાછા ફરવાનું કારણ શું? ઇન્ડિયન IT કંપનીઓ વિદેશી કંપનીઓ જેમ કે માઈક્રોસોફ્ટ, ફિનેકલ..વગેરે, જેવા સોફ્ટવેર કેમ નથી બનાવતી અને માત્ર સર્વિસ પ્રોવાઇડર તરીકે જ કામ કરે છે?

    નારાયણ મૂર્તિ : પાછા ફરવાનું કારણ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો મને પાછો બોલાવવાનો નિર્ણય. ઉપરાંત, વર્ષો પહેલા અમે IIT માંથી ૧૦૦ જેટલા એકદમ ભેજું સ્ટુડન્ટને કંપનીમાં જોબ આપતા હતા. દર વર્ષે થતા ૧૦૦૦ રિક્રુટમેન્ટમાંથી ૧૦૦ સ્ટુડન્ટ કંઇક સોફ્ટવેર ક્ષેત્રે કાઠું કાઢી શકે તેવી પ્રતિભા ધરાવતા હતા. આજે અમે ૩૫-૪૦૦૦૦ ને કંપનીમાં જેબ આપીએ છીએ, પરંતુ અમને IT ક્ષેત્રે ૧૦ સ્ટુડન્ટ પણ એ સ્કિલ ધરાવતા મળતા નથી. સવાલ રહ્યો સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરવાનો તો, એ અવિચ્છિન્ન ચાલતી પ્રક્રિયા છે. જે કંપની સોફ્ટવેર ડેવલપ કરે છે તેને સર્વિસની જરૂર પડવાની જ.

    સ્પષ્ટવક્તા, સાદગીભર્યું જીવન, સરળ શૈલી અને ‘ડાઉન તો અર્થ’ પર્સનાલીટી. નારાયણ મૂર્તિ વિષે માત્ર એટલી જ ખબર હશે કે, તેઓ ઇન્ફોસિસના સ્થાપક છે. પરંતુ, કેટલાક રોચક તથ્યો, તકલીફો અને સફળતાની ગાથા ગાતી ઇન્ફોસિસની કહાની વિષે ટૂંકમાં ઘણું બધું. એન્ટર ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્ફોસિસ.....!

    પરિચય

    ૨૦ ઓગસ્ટ, ૧૯૪૬ ના રોજ નાગવારા રામારાવ નારાયણ મૂર્તિનો જન્મ. માતાનું નામ વિમલા કુલકર્ણી અને પિતાનું નામ આર.એચ.કુલકર્ણી. જન્મ માત્ર નારાયણ મૂર્તિનો નહિ, બલ્કે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં એક રિવોલ્યુશનનો હતો. ટેકનોલોજીની દુનિયામાં ‘ઇન્ફોર્મેશન’ નો સોર્સ-ફ્લો વહાવવા ‘ઇન્ફોસિસ’ના મજબુત ડોબરા ખોદવાનું કાર્ય તેમને પોતાના એન્જીનિયરીંગના એજ્યુકેશન દરમિયાન જ લીધું હતું. ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ (B.Tech) તેમણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, મૈસુર અને કમ્પ્યુટર સાયન્સ (M.Tech) ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, કાનપુરથી લીધું હતું. ભારતની બંને ટોપ મોસ્ટ કોલેજમાંથી સ્નાતકના અને અનુસ્નાતકની પદવી મેળવ્યા પછી તેમને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને પટણી કમ્પ્યુટર સિસ્ટમ, પુણે ખાતે ચીફ કમ્પ્યુટર પ્રોગ્રામરની જવાબદારી સંભાળી હતી. ભારતની સૌ પ્રથમ ટાઈમ-શેરીંગ કમ્પ્યુટર સ્ક્રીન સિસ્ટમ પર તેમણે કામ કર્યું હતું. જે તેમણે ‘ઇલેક્ટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ’ ડીઝાઇન કરીને અમલી બનાવ્યું હતું. ત્યારબાદ તેમને સુધા મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેઓ સોશિયલ વર્કર અને લેખિકા છે. તેમના પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ અક્ષત છે.

    ‘ઇન્ફો’ ઓફ ‘ઇન્ફોસિસ’

  • નારાયણ મૂર્તિએ કાર્યકાળની શરૂઆત તેમને પટણી કમ્પ્યુટર સિસ્ટમ્સ (PCS)થી કરી હતી. પોતાના મિત્ર શશીકાંત શર્મા અને પ્રોફેસર કૃષ્ણય્યા સાથે મળીને ૧૯૭૬, પુણેમાં ‘સિસ્ટમ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ની સ્થાપના કરી.
  • નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના ૭ જુલાઈ, ૧૯૮૧માં બીજા ૬ મિત્રો સાથે મળીને કરી. તે સમયે ૧૦,૦૦૦ જેવડી કિંમતમાં કંપનીની સ્થાપના કરી. જે તેમની પત્ની સુધા મૂર્તિએ આપ્યા હતા. તે સમયે સુધા મૂર્તિ ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં એન્જીનિયર હતા.
  • મુંબઈના એક એપાર્ટમેન્ટમાં શરુ થયેલી આ કંપની ૧૯૯૧માં ‘ઇન્ફોસિસ પબ્લિક લીમીટેડ’ કંપની બની.
  • ૧૯૯૯માં કંપનીએ ઉત્કૃષ્ટતા અને ગુણવત્તાનું પ્રતિક SEI-CMM મેળવ્યું. આ વર્ષે જ કંપનીએ એક નવો ઈતિહાસ રચ્યો જયારે તેના શેર અમેરિકી શેર માર્કેટ NASDAQમાં રજીસ્ટર થયા.
  • નારાયણ મૂર્તિએ ૧૯૮૧થી ૨૦૦૨ સુધી કંપનીના CEO તરીકે કાર્યભાર સંભાળ્યો. ૨૦૦૨માં તેમના એક સાથી નંદન નિલેકણીને CEO તરીકેની કમાન સંભાળવા આપી. ૨૦૦૨થી ૨૦૧૧ સુધી તેઓએ કંપનીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી.
  • ૨૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ તેઓ ‘Chairman Emeritus’ના ટાઈટલ સાથે નિવૃત થયા.
  • ૧ જુને, ૨૦૧૩ના રોજ ફરીથી તેઓ ઈન્ફોસિસના એકઝીકયુટીવ ચેરમેન અને એડીશનલ ડિરેકટર તરીકે પાછા ફર્યા.
  • ‘મૂર્તિ’ – મેનેજમેન્ટ મેનિયાક

    માત્ર ઇન્ફોસિસ જ નહિ, આ દરેક જવાબદારીઓ પણ…

  • HSBC બેંકના કોપોરેટ બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની ભૂમિકા.
  • DBS Bank, Unilever, ICICI and NDTV ના બોર્ડ ઓફ ડિરેક્ટર (BOD) તરીકેની જવાબદારી.
  • કોર્નેલ યુનિવર્સિટી, INSEAD, ESSEC, Ford ફાઉન્ડેશન, UN ફાઉન્ડેશન, Indo-British Partnership, Asian Institute of Management જેવી સંસ્થાઓના એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે કાર્ય કર્યું.
  • Infosys Prize તેમજ Rhodes Trust ના ટ્રસ્ટી તરીકે કાર્ય.
  • ‘પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ના ગવર્નીંગ બોર્ડના ચેરમેન.
  • ‘બ્રિટીશ ટેલિકોમ્યુનિકેશન’ના એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે સેવા આપી.
  • ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ના કો-ચેરમેન.
  • મૂર્તિ ‘મંત્ર’

    સફળ કંપનીની સફળતા પાછળ નારાયણ મૂર્તિના કેટલાક વિચાર-મોતીઓ…

  • Great Institutions like Great nations : સફળ ઇન્સ્ટીટયુટસ એ સફળતાના શિખર પર પહોચેલા દેશ જેવી હોય છે. તેનું બંધારણ ઉંચી મહત્વાકાંક્ષા, તોફાની અને ફળદ્રુપ ભેજા ધરાવતા વ્યક્તિઓ અને તેમના હાર્ડ વર્ક પર મજબૂતાઈથી ચણાયેલું હોય છે. જેમાનું એક ‘ઇન્ફોસિસ’ છે.
  • “રોજ રાત્રે આપણી સંપત્તિ બારણામાંથી નીકળી જતી હોય છે. ત્યારે એક વિશ્વાસ હોવો જ જોઈએ કે કાલે સવારે બારણું ખુલતાની સાથે જ ફરી પછી તે આવશે.”
  • સકસેસ કી : મહત્વાકાંક્ષા એવી બાંધવી જોઈએ કે જે બીજા લોકો જોઈ નથી શકતા. એવા સપનાઓ ગૂંથવા જોઈએ કે જે બીજા લોકો માત્ર વિચારમાત્રથી જ ઉભા રહી જાય છે. જે કરવા માટે સાચી વસ્તુ છે, જેનાથી માન-સન્માન મળે, જે મહત્વાકાંક્ષી વિચારોના પાયારૂપ માળખા પર ઉભેલી હોય હંમેશા તે વાતોને આકાર આપવો જોઈએ.
  • "Character + Chance = Success" – વ્યક્તિત્વ + પ્રારબ્ધ = સફળતા
  • Leadership : હિંમત વિના ક્યારેય પણ લીડર બની શકાય નહિ. સમજણ માટે હિંમત, જે સત્ય છે તેના માટે હિંમત, જયારે પોતે લઘુમતમાં હોઈએ છતાં સાચો મુદ્દો ઉઠાવવાની હિંમત, શંકા અને મીડિયા સામે જવાબ આપવાની હિંમત, બીજાની ભૂલો બતાવવાની હિંમત, પોતાના કરતા વધુ સ્માર્ટ લોકોને રીક્રુટ કરવાની હિંમત, બીજો વ્યક્તિ પોતાના કરતા ઘણી વાતો સારી અને સાચી કરે છે તે પચાવવાની હિંમત, અનપ્લાન્ડ નિર્ણયોમાં સમયાનુસાર સાચા પડવાની હિંમત.
  • “A plausible impossibility is better than a convincing possibility.” - “બુદ્ધિગમ્ય અશક્યતા એ વિશ્વાસપ્રદ શક્યતા કરતા વધુ સારી છે.”
  • Simplicity : મહાત્મા ગાંધી એ સૌથી સફળ લીડરનું ઉદાહરણ છે. દરેક લીડર એ તેમનામાંથી સાદગી, સરળ સંપર્કો અને સાભિલાષ વૃત્તિ અપનાવવી જોઈએ. બિઝનેસ રૂલ્સ એટલા સરળ હોવા જોઈએ કે જેને સરળતાથી સમજી શકાય, અમલમાં મૂકી શકાય, અને કમ્યુનિકેટ કરી શકાય. સરળ કોર્પોરેટ લાઈફ સ્ટાઈલ સફળ લીડરનું નિર્માણ કરે છે. ઇન્ફોસિસની સફળતાનું એક આ કારણ પણ નારાયણ મૂર્તિ માને છે.
  • “When in doubt, disclose.” – “જયારે સંદેહ હોય, ત્યારે તેને બંધ કરવું હિતાવહ છે.”
  • શબ્દ-સમજ : સફળ બિઝનેસ માટે શબ્દોને ત્રાજવે મુકીને તોળીને બોલવું એ વધુ આવશ્યક બની જાય છે, એમાં પણ ત્યારે તમે ટોપ પર હો. નારાયણ મૂર્તિ કહે છે, ‘લક’ અને ‘ચાન્સ’ બંને સફળતા અને નિષ્ફળતા માટેના ફેકટર્સ છે. જયારે પણ તમને સફળતા કે નિષ્ફળતા મળે તેની અસર ક્યારેય કંપનીમાં કામ કરતા એમ્પ્લોયી પર ન પડે તેની સાવચેતી રાખવી જોઈએ.
  • “ચોક્કસ સદવિવેકબુદ્ધિ એ વિશ્વનું સૌથી નરમ ઓશીકું છે.”
  • Diversity : નારાયણ મૂર્તિ એવું સ્પષ્ટપણે માને છે કે, ઇન્ફોસિસ એક એવી જગ્યા બનવી જોઈએ કે જ્યાં અલગ જાતિ, જાતીયતા, વંશ કે ધર્મના લોકો હોય. જે એકસાથે કાર્ય કરે અને સ્પર્ધાત્મક વાતાવરણમાં એકસમાનતા, નમ્રતા અને શ્રેષ્ઠતામાં ઉમેરો કરે તેમજ કસ્ટમર્સને આ દરેક વેલ્યુની રોજબરોજના જીવનમાં યોગ્યતા જણાય.
  • “પ્રગતિ એ માઈન્ડ અને માઈન્ડસેટના તફાવત બરાબર જ હોય છે.”
  • Unity : ‘કમ્યુનિટી’, આ શબ્દ બે લેટિન શબ્દોની સંધિ છે. Com (“Together”) અને Unus (“One”). જયારે કમ્યુનિટી શબ્દ પ્રયોગ થાય ત્યારે તેનો મતલબ ‘એક’ અને ‘ઘણા’ એવો થાય છે. તેઓ માને છે કે એવા લોકોનું ગ્રુપ સાથે મળીને કામ કરે કે જેઓ ભિન્ન છે પરંતુ, એક છે. વેદનું દ્રષ્ટાંત આપીને નારાયણ મૂર્તિ કહે છે, “Man can live iindividually, but can survive only collectively.” પોતાના અને સોસાયટીના રસને ધ્યાનમાં રાખીને એક વેલ્યુ સિસ્ટમ બનાવવી અને વિવેકી ત્યાગ કરતા શીખવું જોઈએ.
  • “દરેક અન્ય પ્રતિસ્પર્ધી ટેબલ પર પડેલા ડેટા પર વિશ્વાસ કરે છે, પરંતુ અમે ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ.”
  • મૂર્તિ ‘માર્ગદર્શક’

  • ઉઠો, હેલ્ધી બ્રેકફાસ્ટ કરો અને કામ પર જાવ.
  • આઠ-નવ કલાક સુધી હાર્ડ અને સ્માર્ટ વર્ક કરો.
  • ઘરે જાઓ.
  • બુક્સ/કોમિક્સ વાંચો, રમુજી ફિલ્મ જુઓ, કાદવમાં કૂદો, બાળકો સાથે રમો. માત્ર કૌટુંબિક કાર્યો પર જ ધ્યાન આપો અને ઓફિસના તણાવને કુટુંબથી દૂર રાખો.
  • સારું જમો અને શાંતિની ચાદર ઓઢીને સુઓ.
  • ઉઠીને ફરીથી પોઈન્ટ નંબર ૨. ધ્યાનમાં રાખો.
  • મૂર્તિ ‘મંચ’ :

    નારાયણ મૂર્તિ હંમેશા સાદગીની સાથે સ્પષ્ટવક્તા અને પ્રેરણામૂર્તિ બનીને જીવ્યા છે. આ દરેક વાતોને તેમને અવાર-નવાર અનેક કાર્યક્રમોમાં અને ઈન્ટરવ્યુમાં જણાવી છે. પરંતુ, કેટલીક વાતો એવી છે જાણવી અતિ આવશ્યક છે. આ વાતોના આધાર પર જ નારાયણ મૂર્તિને જાણી શકાય.

    માઈન્ડરશ ૨૦૧૩, દિવસ ૧, સેશન ૧ :-

    રિપોર્ટર : મિસ્ટર મૂર્તિ. ઇન્ફોસિસ ખરેખર સફળતાના શિખરો સર કરી રહી છે, ગ્રોથ ફેક્ટર પણ વધુને વધુ મજબુત થઇ રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે, તમે ફરીથી કંપનીમાં ‘કમ બેક’ કર્યું અને તમારા દીકરા એ પણ. પ્રશ્ન એ છે કે, છતાં તમારા દીકરા, રોહન મૂર્તિએ કંપનીમાં ચેરમેન કે ડિરેક્ટરનું સ્થાન કેમ ન લીધું? જો કે, તે ખુબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. સકસેસ પ્લાનિંગ, મેરીટોક્રેસી (લાયકાત જોઇને ચૂંટાયેલ વ્યક્તિ) કે અન્ય કોઈ ફેક્ટર પરથી આ નિર્ણય લેવાયો?

  • મૂર્તિ
  • મને બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી બોલાવ્યો છે તેથી હું આવ્યો છું. જયારે હું ૨૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ કંપનીમાંથી નિવૃત્ત થયો ત્યારે કેટલાયે લોકો, કેમ્પસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર.. આ દરેક વાતો મારી સાથે જોડાયેલી હતો. છતાં, ૧૯૮૧માં જયારે કંપનીની સ્થાપના કરી તે દિવસે જેટલો મારા કામ પ્રત્યે પેશનેટ હતો એટલો જ છેલ્લા દિવસે સવારે ૫:૩૦ એ ઉઠ્યો ત્યારે હતો.
  • આફ્ટર ૬૫, મેં નક્કી કર્યું હતું કે હું મારો પૂરો સમય ફેમિલીને જ આપીશ. કારણ કે, ૧૯૮૧માં કંપનીની સ્થાપના પછી ૨૦૧૧ સુધી મેં ક્યારેય ફેમિલી સામે જોયું નહોતું. જયારે બોર્ડ એ મારી સાથે ૧ મહિના સુધી મારા પાછા ફરવા પ્રત્યે ચર્ચા કરી ત્યારે મારી પત્ની એ મને કહ્યું કે, ‘ઇન્ફોસિસ તમારું મિડલ ચાઈલ્ડ છે. તમારે બંને પુત્રોની કાળજી સાથે એની સંભાળ પણ લેવી જોઈએ.’ એનું કારણ, મારી દીકરી અક્ષતા નો જન્મ ઈ.સ.૧૯૮૦ અને દીકરા રોહનનો જન્મ ઈ.સ.૧૯૮૩માં થયો હતો. જેથી ઇન્ફોસિસ પણ મારું મિડલ ચાઈલ્ડ જ કહી શકાય. તેથી તેની આ વાત માની અને હું કંપનીમાં પાછો ફર્યો.
  • હું કોર્પોરેટ નિયમોના ખંડન વિના મારા ચાઈલ્ડને કંપનીમાં હોદ્દો અપાવીને કઈ રીતે મારી કંપનીને ગૌરવ અપાવી શકું? એનું કારણ એની મારી સાથેની કોઈ ને કોઈ રિલેશનશીપ છે. મારો દીકરો વર્ષની ૧ રૂપિયાની સેલરી સાથે કામ કરવા તૈયાર પણ હતો. આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ક્વોલિટી અને પ્રોડક્ટીવિટી સુધારવા અને તેને આગળ લઇ જવા માટે તૈયાર હતો. છતાં, નામ તેનું જ બોલાય જે મને ઉચિત ન લાગ્યું. ઉપરાંત, મારો સન રોહન ખુબ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. તે ખુબ જ ઉચ્ચ કક્ષાની Ph.Dની પદવી કમ્પ્યુટર સાયન્સમાં ધરાવે છે. ‘બેસ્ટ ઇન્ટરનેશનલ પેપર’નો અવોર્ડ પણ મળેલો છે, જે ખુબ જુજ જોવા કે સાંભળવા મળે છે. ઉપરાંત, તે ‘મેમ્બર ઓફ સોસાયટી ઓફ ફેલો’ તરીકે પસંદગી પામ્યો. જેમાં વિશ્વના ૧૨ વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે, તેમાંનો એક છે. આ મેમ્બર બનવા માટે ૨૦૦ Ph.D એપ્લીકેશન્સમાંથી ૧૨ ને પસંદ કરવામાં આવે છે. કદાચ એ લેવલ સુધીનું નોલેજ ધરાવતો કોઈ વ્યક્તિ આજે ઇન્ફોસિસમાં નથી, કે તેની કોમ્પિટિશન કરી શકે. જે સત્ય છે. છતાં, મારી સાથે કોઈ સંબંધ હોવાના કારણે તે કંપનીના સિદ્ધાંતો અને વેલ્યુનું ખંડન થતું હતું. તેથી આ નિર્ણય લેવાયો છે.
  • ખુશી એ સત્ય અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત છે. Happiness = Reality – Expectaion. જો તફાવત પોઝિટીવ આવે તો વ્યક્તિ ખુશ થાય અને જો નેગેટિવ આવે તો વ્યક્તિ નાખુશ થાય છે.
  • અનુદાન-અનુષ્ઠાન

    નારાયણ મૂર્તિએ ભારતના વિકાસમાં આપેલ નોંધપાત્ર યોગદાન:

    હેલ્થ કેર અને રૂરલ ડેવલપમેન્ટ માટે ઇન્ફોસિસ દ્વારા એવા વૈશ્વિક સોફ્ટવેરની રચના કરવામાં આવી જે ભારતના અવિકસિત પ્રદેશોમાં પહોચી શકે અને તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ થઇ શકે.

    કોઈ પણ કુદરતી તારાજી સર્જાય ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી સૌથી ઝડપી ખબર પહોચી રહે તે માટેના સોફ્ટવેર વિકસાવ્યા જેથી તેમને ઝડપી મદદ મળી રહે.

    એજ્યુકેશન NGOનો મદદ લઈને માટે સૌથી સારામાં સારી ટેકનોલોજીની મદદ ભારતના દરેક સ્ટુડન્ટ સુધ પહોચી રહે તે માટેના પ્રયત્નો ઇન્ફોસિસ વડે કરવામાં આવ્યા.

    ગરીબીમાંથી મુક્તિ મળે તે માટે નારાયણ મૂર્તિએ આર્થિક મજબૂતાઈ વધે તે માટે લોકોની મદદ કરવા પર પોતાની શક્તિ કેન્દ્રિત કરી.

    મૂર્તિ માન-સન્માન

    ૨૦૦૦: ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ

    ૨૦૦૩: ‘Ernst & Young World Entrepreneur Of The Year’ નો એવોર્ડ

    ૨૦૦૭: ‘ઇન્સ્ટીટયુટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ એન્જિનિઅર્સ’ દ્વારા ‘IEEE Ernst Weber Engineering Leadership Recognition’નો એવોર્ડ

    ૨૦૦૭: ગવર્નમેન્ટ ઓફ યુનાઇટેડ કિંગડમ દ્વારા ‘Commander of the Order of the British Empire’ નો એવોર્ડ

    ૨૦૦૮: ગવર્નમેન્ટ ઓફ ફ્રાન્સ દ્વારા ‘Officer of the Legion of Honor’ નો એવોર્ડ

    ૨૦૦૮: ભારત સરકાર દ્વારા ‘પદ્મ વિભૂષણ’ એનાયત

    ૨૦૦૯: ‘Woodrow Wilson International Centre for Scholars’ દ્વારા ‘Woodrow Wilson Award For Corporate Citizenship’નો એવોર્ડ એનાયત

    ૨૦૧૦: ‘ઇન્સ્ટીટયુટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ એન્જિનિઅર્સ’ દ્વારા ‘IEEE Honorary Membership’નો એવોર્ડ

    ૨૦૧૧: NDTV દ્વારા ‘NDTV Indian of the Year’s Icon of India’નો એવોર્ડ

    ૨૦૧૨: American Society of Mechanical Engineers દ્વારા Hoover Medal એનાયત

    ૨૦૧૨: Silicon Valley-based software major Applied Materials દ્વારા ‘James C. Morgan Global Humanitarian’ એવોર્ડ

    ૨૦૧૩: The Asian Awards દ્વારા ‘Philanthropist of the Year’ નો એવોર્ડ

    ૨૦૧૩: બરોડા મેનેજમેન્ટ અસોશિએશન, વડોદરા દ્વારા ‘સયાજી રત્ન’ એવોર્ડ

    ૨૦૧૩: NDTV દ્વારા ‘25 Greatest Global Indian Living Legends’નો એવોર્ડ

    રતન ટાટા

    India’s ‘Ratan’: A Legacy

    “સ્લમડોગ મિલિયોનેર એ ઓસ્કાર વિજેતા ફિલ્મ છે. કેટલાયે લોકો એવું માને છે કે ભારતનું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. શું તમે સહમત છો?”

    “તે ફિલ્મ ભારતની સચ્ચાઈની આધાશીશી છે. તે ભારતનું પ્રતિબિંબ છે. આપણે દરેક રિયાલીટીને સ્વીકાર ન કરીને તેનાથી શરમ અનુભવવાનું કારણ શું છે? જો અંદરથી કોઈક અવાજ આપતું હોય તો તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહિ કે તેનાથી દુર ભાગવાનો અને આક્ષેપો મુકવાનો. શું આપણે કરીએ છીએ? નહિ. એ ખરેખર છે જેના બદલવાની જરૂર છે.” – રતન ટાટા

    પેઢીઓથી ચાલતા આવતા તપને ન્યાય આપીને એ જ તાપમાં ઉકળીને, ઠોકર સામે બાથ ભીડીને, પ્રતિકૂળતા સાથે પ્રેમ કરીને, સાહસની અંતિમ પરાકાષ્ઠા સુધીનું કાળજું ધરાવતી વ્યક્તિ એટલે રતન ટાટા. આ ‘રત્ન’ ભારતનું ઘરેણું છે, બિઝનેસનું હબ છે, ઔદ્યોગિક ક્રાંતિની જલતી મશાલ છે. આ ‘સીધો ને સટ’ જવાબ આ રત્નસ્વરૂપ વ્યક્તિ રતન ટાટાનું છે.

    ‘રત્ન’ જન્મ :

    ‘ટાટા સન્સ’ ના ચેરમેન અને જાણીતા ભારતીય બિઝનેસ ટાયકૂન રતન નવલ ટાટાનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ થયો હતો. જન્મ જ વૈભવસંપન્ન પરિવારમાં થયો હતો. મુંબઈની કેમ્પિયન સ્કુલમાં માધ્યમિક શિક્ષણ અને કેથેડ્રલ & જ્હોન કેનન સ્કૂલમાંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. બેચલર ઓફ સ્ટ્રકચરલ એન્જીનિયરીંગની મદદ પદવી કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઈ.સ.૧૯૬૨માં મેળવી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટ પ્રોગ્રામની સ્નાતકની પદવી મેળવી. બસ, આટલો જ ટૂંકો અને ટચ ઇન્ટ્રો. મહત્વનું છે એમની ‘બિઝ’સોફી. લેટ્સ ઓપન ધ ડોર ઓફ ‘ટાટા’- ધ લેજન્ડ.

    ‘રત્ન’-મોતી :

    રતન ટાટાના કેટલાક સુવર્ણ સમાન વિચારો એ તેમની જીભ અને કાર્યદક્ષતા પર રમે છે. જે ખરેખર વ્યક્તિને નિરાશાની ગર્તામાંથી ઊંચકીને ઉત્સાહનો પ્રેરણા સુર ફૂંકવા સક્ષમ છે.

    હિંમત : તમે મારા કપાળ પર બંદૂક મુકશો અને ટ્રિગર ખેંચશો અથવા તો બંદૂક પછી લઇ લેશો..! હું એવો માણસ છું કે, કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું માથું ફેરવીશ નહિ.

    સફળ વ્યક્તિ : હું દરેક સફળ વ્યક્તિને આવકારું છું. પરંતુ જો સફળતા, નિષ્ઠુર બનીને મેળવી હોય અને સમાજનો ભોગ લઈને મળી હોય તેમને જોઇને હું ખુશ થઈશ પરંતુ સન્માન ક્યારેય નહિ આપું.

    લીડરશીપ : નંબર ૧ પ્લેયર બનવું સહેલું છે, પરંતુ તે નંબર પર ટકી રહેવું અત્યંત મુશ્કેલ છે. હંમેશા તે નંબરને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અને પ્રતિકૂળતા સામે લડવું પડે છે.

    ઉચ્ચ ધ્યેય, ઉચ્ચ વિચાર : ભારતને તેના સ્થાન પરથી ઉપર સુધી લઇ જવા માટે અને વિકસિત દેશોની હરોળમાં મુકવા માટે ઉચ્ચતમ ધ્યેય નિર્ધારિત કરીને તેને વળગી રહેવું પડે છે. તેના કેન્દ્રમાં દેશ હોવો જોઈએ.

    રિસ્ક : સાહસ કરવું એ બિઝનેસની પ્રાથમિક જરૂરિયાત છે. જે તેનાથી દૂર ભાગતા રહીશું અને હિંમતથી સાહસ ખેડીશું નહિ તો સફળતા દૂર-દૂર સુધી દેખાશે નહિ. જેટલું વધુ રિસ્ક, તેટલી મોટી સફળતા.

    શોધ : કોઈપણ શોધના અવરોધ માત્ર મન સુધી જ સીમિત હોય છે.

    ગ્રાહક : તે રીતે તમારી પ્રોડક્ટ અને તમારો સંબંધ જેટલો ગ્રાહક પર હશે તેટલો જ રિસ્પોન્સ તમને ગ્રાહક આપશે.

    પ્રશ્નોત્તરી : હંમેશા પ્રશ્નો ન કરે તેના પર અને જે પ્રશ્નો પૂછવાનો મોકો ન આપે, એ બંનેને સજા મળવી જોઈએ. દરેક વાત-વિચારને તરત જ સ્વીકાર્ય નહિ બનાવો. સ્વતંત્ર મન વડે વિચારો, મંથન કરો. આ દરેક સિનીયર મેનેજરને બોધ-પાઠ છે, જયારે તેઓ યંગ મેનેજરને કહે છે, “લૂક યંગ મેન, ડોન્ટ ક્વેશ્ચન મી...!”

    સફળતા : હું ક્યારેય પોતાને સૌથી વધુ સફળ કે નિષ્ફળ નથી માનતો. હું પોતાને માધ્યમ સફળ માનું છું કારણ કે, સમય હંમેશા બદલાયા કરે છે.

    બદલાવ : સમય સાથેનો બદલાવ ઝડપી, જરૂરી અને ઈફેક્ટીવ બન્યો છે. દરેક વ્યક્તિ બદલાવથી દરવી હોય છે. પરંતુ, તેમાંથી શીખવાનું છે, બદલવાનું છે અને દુનિયા સાથે અપડેટ રહેવાનું છે.

    સ્પીચ – સ્પીક :

    ૧) સ્થળ : રાજારામબાપુ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, રાજારામનગર, ૧૦ નવેમ્બર, ૨૦૧૩.

    “કેટલી વખત તમે અનેક વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું હશે, ‘આ ન થઇ શકે.’ પરંતુ, તે જ તમારી જોબ્છે કે દરેક પ્રકારની માન્યતાઓને દૂર કરીને તેનું સોલ્યુશન લાવવું. તમારી નમ્રતા એ જ તમારી સફળતાનું કારણ બને છે. આપણે ઘણી બાબતોમાં એવું કહેતા હોઈએ છીએ કે, ‘આ આપના દેશમાં નહોતું બનવું જોઈતું, કે થવું જોઈતું હતું.’ જેમ-જેમ વર્ષો વીતતા જશે તેમ તમે દેશના લીડર થશો. આ દેશના ભાગ્યને આકાર આપવાનું કાર્ય તમે કરશો. ક્યારેય પણ એવા વિચારો સાથે ન જીવો કે, ‘આ ન થઇ શકે કે ન જ થાય.’

    બસ, માત્ર મને એક મિનીટ આપો અને સાબિત થઇ જશે કે સકસેસફૂલ વર્લ્ડ તમારી આસપાસ જ છે. આ વિશ્વની મોટામાં મોટી કંપનીઓ, સફળ કંપનીઓ હંમેશા કોઈ વ્યક્તિના ગેરેજના આઈડિયાને આધારે જ સફળ બની હોય છ. માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, એમેઝોન, ફેસબુક .. આ દરેક કંપનીઓ ક્યાંથી ઉદ્ભવી? તે કંપનીઓ કોઈના એવા આઈડિયાને લીધે ઉભી થઇ કે જે વિચારસરણીમાં સામાન્ય લોકો કરતા અલગ હોય અને તફાવત કરી શકે.

    જયારે અહીંથી બહારની દુનિયામાં જશો ત્યારે દેશને જે વેલ્યુ અને પ્રણાલીની જરૂર છે તમે જરૂર આપશો એવી મને ખાતરી છે. જો તમે એવું વિચારતા હોવ કે તમે તફાવત ઉભો કરી શકો તેમ નથી, તો હું એવું માનું છું કે જો તમે વિચારો તો શક્ય છે કે દુનિયામાં અફવત ઉભો કરી શકો અને સફળતાના માર્ગે ચાલી શકો. જે શિક્ષણ તમે લીધું છે તે હંમેશા દેશને કોઈને કોઈ રસ્તે સમર્પિત થઇ શકે એ ગર્વ સાથે જીવવું જોઈએ. નિષ્ફળતાઓ પણ આવશે અને હતાશા પણ આવશે, પરંતુ એ ક્યારેય ન ભૂલું જોઈએ કે આપણી આસપાસ વિશાળ સમાજ છે, વિશ્વ છેઅને ભારતના લોકો છે.

    દરેક સ્ટુડન્ટ એમની લાઈફમાં ખુબ સફળ થાય અને દેશને ગર્વ અપાવે. તમારું ભાગ્ય તમારા હાથમાં છે.”

    ૨) સ્થળ : Symbiosis college, ૭ ડિસેમ્બર, ૨૦૧૪.

    માત્ર કેરિયર બનાવવા માટેના શૈક્ષણિક ધ્યેય ન રાખો. એવા ધ્યેય નક્કી કરો જે સમતોલ અને સફળ જીવન બનાવવામાં મદદરૂપ થાય. શરીર, સંબંધ અને મનની શાંતિમાં સમતોલન જળવાઈ રહે તેવા ધ્યેય હોવા જોઈએ.

    બ્રેક-અપ થાય તે દિવસે કંપનીમાં પ્રમોશન થાય તેનો કોઈ મતલબ નથી.

    જો પીઠ દુખતી હોય તો કાર ચલાવવાની કોઈ મજા નથી.

    જયારે મગજ અશાંત હોય ત્યારે શોપિંગ કરવું એ આનદ આપતું નથી.

    આપણે દરેક લીમીટેડ વેલીડીટી ધરાવતા પ્રિપેઈડ કાર્ડ છીએ. જો આપણે લકી હોઈશું, તો વધુ 50 વર્ષ જીવીશું. એ 50 વર્ષના અઠવાડિયાઓ માત્ર ૨૫૦૦ જ છે.

    શું આપણે ખરેખર કામ કરવું જરૂરી છે? ચાલે..ક્લાસ બંક કરો, કેટલાક પેપરમાં ઓછા માર્ક્સ લાવો, કામથી રજા લો, પ્રેમમાં પડો, નાના ભાઈ-બહેન સાથે મસ્તી કરો...! આપણે માણસ છી, પ્રોગ્રામેબલ ડિવાઈસ નથી.

    ગંભીર નહિ બનો. જેવા સ્વરૂપે જિંદગી આવે છે તે જ સ્વરૂપે સ્વીકારો.

    બિઝનેસ ‘રત્ન’

    ૧૯૯૧માં રતન ટાટા ‘ટાટા ગ્રુપ’ના ચેરમેન પદે નિયુક્ત થયા. ત્યાર પછી તેઓ ‘ઇન્ડસ્ટ્રીયલ બ્લંડર’ લઇ આવ્યા. ભારતના લોકો એ કંપનીઓમાં કામ કરીને પોતાની રોજી-રોતી કમાતા થયા. એ દરેક કંપનીઓને ઉંચાઈઓ સુધી લઇ જવામાં તેમનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ૧૯૯૧-૨૦૧૨ સુધી તેઓ ચેરમેન પદ પર રહ્યા. સ્વદેશી કંપનીઓને મજબુત કરવાની સાથે-સાથે વિદેશી કંપનીઓને ટેક ઓવર કરવાનું શરુ કર્યું અને ખરીદી લીધી. એ ઘટનાક્રમ કાળક્રમે આવો કંઇક રહ્યો.

    ૧૯૯૮ : ‘ટાટા ઇન્ડિકા’ – ફર્સ્ટ પેસેન્જર કાર આ વર્ષે લોન્ચ થઇ. માત્ર બે જ વર્ષમાં આ કાર ઇન્ડિયાની નંબર ૧ કાર બની.

    ૨૦૦૦ : ‘ટાટા ટી’ (હાલમાં, ટાટા ગ્લોબલ બેવરેજીસ) એ Tetley કંપનીને ખરીદી, જે વિશ્વની બીજા નબરની ચા મેન્યુફેક્ચર અને વેચાણકર્તા કંપની છે. Tetley એ UKની સૌથી મોટી ચા બનાવટ કંપની છે.

    ૨૦૦૧ : ‘Tata AIG’. ટાટા ગ્રુપ અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ ઈન્કોર્પોરેશન વચ્ચેના સંયુક્ત જોડાણથી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ઝંપલાવ્યું.

    ૨૦૦૨ : ‘વિદેશ સંચાર નિગમ લીમીટેડ’ (VSNL) એ ૧૯૮૬માં સ્થાપના થયેલ કંપની હતી, જેને ટાટા ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી. જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પહેલી ભારતીય PSU (પબ્લિક સેક્ટર યુનિટ) તરીકે એન્ટ્રી પામેલ કંપની હતી.

    ૨૦૦૩ : ‘ટાટા કન્સલ્ટન્સી સર્વિસ’ (TCS) ભારતની સૌથી પહેલી એકમાત્ર કંપની હતી જેની રેવન્યુ ૧ બિલિયન ડોલરને પાર કરી ચુકી હતી. જેથી તે ૧ વર્ષમાં જ પબ્લિક સેક્ટર યુનિટમાં આવી ચુકી છે.

    ૨૦૦૪ : ‘ટાટા મોટર્સ’ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સ્થાન પામેલ કંપની છે. જેણે ભારે વાહનોની એક કંપની Daewoo Motorsને આ જ વર્ષે ખરીદી લીધી.

    ૨૦૦૭ : ‘ટાટા સ્ટીલ’ એ એન્ગલો-ડચ સ્ટીલ કંપની ‘કોરસ’ને ખરીદી લીધી, જે યુરોપની બીજા ક્રમની સ્ટીલ બનાવતી કંપની હતી.

    ૨૦૦૮ : ટાટા મોટર્સએ ‘ટાટા નેનો’ પેસેન્જર કાર લોન્ચ કરી. જેની શરૂઆતની કિંમત ૧ લાખની રાખવામાં આવી હતી.

    ૨૦૦૮ : ટાટા મોટર્સ દ્વારા ‘લેન્ડ રોવર’ અને ‘જેગુઆર’ જે ફોર્ડની માલિકીના બિઝનેસ હતા, તેને ખરીદી ને ‘જેગુઆર લેન્ડ રોવર’ એવું નામ આપ્યું.

    ૨૦૧૨ : ‘ટાટા ગ્લોબલ બેવરેજીસ’ અને ‘સ્ટારબક્સ’ દ્વારા સંયુકતપણે ‘ટાટા સ્ટારબક્સ લીમીટેડ’ની સ્થાપના કરી અને મુંબઈમાં સૌ પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો.

    ‘ટાટા’ ફિલાન્થ્રોપિક ટ્રસ્ટ (અનુદાન)

    જમશેદજી ટાટા એ ૧૮૯૨માં જ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટેની સ્કોલરશીપ આપવાનું JN Tata Endowment દ્વારા કરી હતી. ટાટા અનુદાન ટ્રસ્ટ એ ‘ટાટા સન્સ’માં ૬૬% જેટલો હિસ્સો ધરાવે છે. શિક્ષણ, હેલ્થ, ઇન્સ્ટીટયુશન, ગરીબી, કળા અને સિવિલ સોસાયટીના ઉત્થાન માટે કાર્ય કરે છે.

    પાણી : પારંપરિક પદ્ધતિઓને અપગ્રેડ કરીને માઈક્રો-ઈરીગેશન (સિંચાઈ)ની પદ્ધતિઓ વિકસાવી. ‘દિલાસા’ નામના પ્રોજેક્ટ પર યવતમાલમાં દુષ્કાળ સામે આર્થિક અને સામાજિક ફેરફારો આણ્યા.

    વિદર્ભ : મધ્ય ભારતમાં ટાટા ટ્રસ્ટ ખેડૂતોને સહન કરવી પડતી મુશ્કેલીઓ સામે મદદ કરી રહ્યું છે અને વાવેતર સારી રીતે થાય તેના પર ધ્યાન આપી રહ્યું છે.

    હિમ્મોથન પરિયોજના : ગ્રામીણ વિસ્તારોમાં ટેકરીઓ અને તળેટીઓમાંથી રસ્તાઓ બનાવવામાં ‘સર રતન ટાટા ટ્રસ્ટ’ આ યોજના હેઠળ કામ કરી રહ્યું છે.

    મૃત્યુ બાદનો જન્મ : મૃત્યુ બાદ શારીરિક અંગોના દાન માટેની પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરી રહ્યું છે, જેમાં વ્યક્તિને આ શારીરિક અંગો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

    Quest : ફોર્મલ (પ્રાથમિક) શિક્ષણ માટે ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને આ યોજના વડે શિક્ષણ આપવામાં આવે છે.

    આશા : મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ‘જનવિકાસ સામાજિક સંસ્થાન’ રહેઠાણ-અન્નવસ્ત્રથી વંચિત મહિલાઓ, જમીનવિહોણા કામદારો અને ખેડૂતોના પુનરુત્થાન માટે કાર્ય થઇ રહ્યું છે.

    કુછ અનકહી સી, અનસુની સી..! :

    રતન ટાટાને જયારે પદ્મભૂષણ એનાયત થયો ત્યારનો પ્રસંગ…

    “હું ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા એક મેડલ વડે સન્માનિત થયો અને તે દિલ્હીમાં પ્રેસિડેન્ટના ઓફિશિયલ ઘર પર આયોજિત થયો એ મારા માટે ઘણી મોટી ઇવેન્ટ હતી.” તેઓ હસ્યા. “હું જયારે પ્રેસિડેન્ટ નારાયણન દ્વારા મેડલ લઇ રહ્યો હતો ત્યારે મેં તેમને કહ્યું, ‘સર, તમારા હાથ વડે મને સન્માન મળી રહ્યું છે તેના માટે હું ગર્વ અનુભવું છું.’ પ્રેસિડેન્ટ બોલ્યા, “હું ટાટા સ્કોલર હતો. તેના થકી જ મારી લાઈફ શરુ થઇ છે.” અને અમે બંને હસી પડ્યા. એ સૌથી લાક્ષણિક ક્ષણ હતી, હું લગભગ ત્યારે આંખમાં હસવાને લીધે આંસુ આવી ગયા હતા.

    રતન ટાટા દ્વારા ભારત સરકારને એક ભલામણ…

    અવિકસિત વિસ્તારો માટે એક અલગ જ સ્પેસિફિક પ્રોજેક્ટ શોધવા જોઈએ અને તેની ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ. તેના પર મોનીટરીંગ અને ફંડિંગની અલગ વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે અલગ ધ્યેયો સેટ કરવા જોઈએ જે જીલ્લા-થી-જીલ્લા અને રાજ્ય-થી-રાજ્ય માટે હોવા જોઈએ. તેના માટે વધુ ક્લેરીફીકેશન અને પારદર્શિતા દાખવવી જોઈએ જેથી તે વિસ્તારો વધુ સારી રીતે અને ઝડપી વિકસે.

    હંગર (ભૂખ) અને કુપોષણ માટે સરકાર દ્વારા પ્રયોગાત્મક નિર્ણયો લેવા જોઈએ. ભારત દર વર્ષે ૧૭ મિલિયન વધુ લોકોનો ઉમેરો કરે છે જે એક ઓસ્ટ્રેલીયા જેટલું છે. ઉંચો મોર્ટાલિટી રેટ (મૃત્યુ સંખ્યા) પણ તેની સામે એટલી જ વધુ પડકારજનક છે. આ ક્ષેત્ર સરકાર હંમેશા એવોઈડ કરતુ આવ્યું છે. આ ક્ષેત્ર જો યુવાનોના હાથમાં સોંપવામાં આવે તો ઝડપી અને ન્યાયિક ઉકેલ આવી શકે.

    માન-સન્માન :

    ૨૦૦૦માં પદ્મભૂષણનો એવોર્ડ ભારત સરકાર દ્વારા એનાયત

    ૨૦૦૮માં પદ્મવિભુષણનો એવોર્ડ ભારત સરકાર દ્વારા એનાયત

    આ ઉપરાંત, રતન ટાટા ઢગલાબંધ એવોર્ડના ખજાનાના ખજાનચી છે.

    રતન ટાટા અનેક સંગઠનમાં (ભારત અને વિદેશ)માં કાર્યરત છે. તે Prime Minister's Council on Trade and Industry and the National Manufacturing Competitiveness Council ના સભ્ય છે. તેઓ Pritzker Architecture Prize ના જ્યુરી પેનલના સભ્ય છે. જે વિશ્વના સૌથી વધુ વિખ્યાત આર્કિટેક્ચર પ્રાઈઝમાનો એક છે. તેઓ Alcoa Inc., Mondelez International અને East-West Center ના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. રતન ટાટા University of Southern California, Harvard Business School Board of Dean's Advisors, X Prize અને Cornell University ના બોર્ડ ઓફ ટ્રસ્ટીના માનદ સભ્ય છે. આ ઉપરાંત, Harvard Business School India Advisory Board (IAB) ના ૨૦૦૬થી સભ્ય છે.

    ગૌતમ અદાણી

    ‘The’ બિઝનેસમેન

    ૧. લાઈટ ઓફ લેમ્પ

    Business is all about risk taking and managing uncertainties and turbulence

    - ગૌતમ અદાણી

    ગુજરાતના ખમીરવંતા ઔધ્યોગિક સાહસને એક નવી ક્ષિતિજની ઉંચાઈએ લઈ જીને બિઝનેસની છમ્ઝ્રડ્ઢને એક નવો કક્કો-બારાક્ષરી શીખવનાર ખોળિયું એટલે ગૌતમ અદાણી. વર્ષો પહેલા ધીરૂભાઈ અંબાણીની જેમ અલગ સફરે અલગ દ્રષ્ટિકોણ લઈને ધૂંધળાપણાને દુર કરી ક્લિઅર-કટ વિઝન સાથે બિઝનેસની ફિલોસોફીમાં આ તોખાર પોતાના રથને સાથે લઈને ઝપાટાભેર આગળ વધી રહ્યો છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા કેટલાયે નવાસવા મુરતિયાઓ માટે ‘લર્નિંગ ગુરૂ’ બની રહે તેવો વ્યક્તિ. ટૂંકમાં ઘણું બધું સર કરીને ઈન્ડસ્ટ્રીઅલ ગ્રોથ સાથે સફળતાના શિખરો સુધી પહોંચનાર અગ્રણી ઉદ્યોગપતિ એટલે ગૌતમ અદાણી. આ ગુજરાતી વિરલા પાસેથી ઘણું બધું શીખવા-સમજવા અને જીવનમાં ઉતારવા જેવું ખરૂં. ગુજરાતના સાહસની યશગાથાને પોતાના દરેક કોષમાં ઘૂંટીને પી ગયેલો વ્યક્તિ એટલે ગૌતમ અદાણી- ધ બિઝનેસમેન.

    કેટલીયે અવનવી-અજાણી ન સાંભળેલી વાતો સાથે, પોર્ટની દુનિયામાં ગુજરાતના દરિયે શીપમાં બેસીને કાર્ગોની સફરે આવો અને રસ્તામાં ગૌતમ અદાણીની ‘શૂન્યાવકાશ’થી ‘આકાશ’ સુધીની રોમાંચક સફરનો આનંદ માણો.

    ૨. ‘SIP’ ઓફ ‘SOUP’

    જુન ૨૪, ૧૯૬૨ના રોજ અમદાવાદના રતનપોળમાં આ જીવડો બિઝનેસનો કોષ લઈને શાંતાબેનની નાળથી ધરતી પર આવ્યો. પિતા શાંતિલાલ અદાણી અમદાવાદમાં પોતાનો ટેક્સટાઈલનો બિઝનેસ ચલાવતા હતા. થોડો ઘણો ‘બિઝનેસી વરસો’ ગળથુથીમાં જ પવાયો હતો. સામાન્ય ઘર-પરિવારમાં ઉછેર થયો. ગૌતમ અને તેના સાત ભાઈ-બહેનોનો ખુબ સારો ઉછેર થયો. ત્યારબાદ તેઓ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તાર થરાદમાં રહેવા માટે આવ્યા. અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં તેમનું પ્રાથમિક શિક્ષણ થયું. નીચે પછડાટ ખાઈને ઊંંચા ઉઠવાની ગૌતમની સ્ટોરી ખુબ ઈન્ટરેસ્ટિંગ છે.

    બી.કોમ (કોમર્સ વિદ્યાશાખા)ના બીજા વર્ષમાં જ યુનિવર્સીટી ડરોપઆઉટ સ્ટુડન્ટ બનવાનું બહુમાન મેળવ્યું. બહુમાન એટલા માટે કે, આજે વિશ્વમાં જેટલા ધનાઢ્‌ય વ્યક્તિઓના નામ તરત નજરે અને જીભે ચડે એ દરેક યુનિવર્સીટી ડરોપઆઉટ સ્ટુડન્ટ જ છે. બિલ ગેટ્‌સથી માંડીને અઝીમ પ્રેમજી સુધી, સ્ટીવ જોબ્સથી માંડીને માર્ક ઝુકરબર્ગ સુધી. બસ, મંઝિલ દેખાવાની શરૂઆત વહેલા થઈ. કારણ કે, અભ્યાસમાં રૂચિ નહોતી. કંઈક કરવાના પડઘાઓ સતત વાગ્યા કરતા હતા. માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેઓ કેટલાક પૈસા લઈને મુંબઈ ઉપડયા, હીરાના વ્યવસાયમાં જોડવા માટે. મહિન્દ્રા બ્રધર્સમાં તેઓ ડાઈમન્ડ સોર્ટર તરીકે કામ કરતા હતા. બુદ્‌ધિ એટલી ચાલે કે, માત્ર ૨ વર્ષમાં ઝવેરી બજારમાં પોતાનું જ ડાઈમન્ડ બ્રોકરેજ આઉટફિટ શરૂ કરી દીધું. ડાઈમન્ડ ટ્રેડીંગના બિઝનેસમાં માત્ર ૩ વર્ષમાં ૧૦ લાખ રૂપિયા તેઓ કમાયા. બસ, આ વાત તેમના સૌથી મોટા ભાઈને જાણ થઈ. મનસુખભાઈ એ ૧૯૮૧માં અમદાવાદમાં એક પ્લાસ્ટિક યુનિટ ખરીદ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે ગૌતમ તેણે સંભાળે. પછી તો વાત જ શું પૂછવી? અદાણીની જર્ની પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC)ના ઈમ્પોર્ટથી શરૂ થઈ ચુકી.

    ૩. કેરિઅર - કેરી ‘ઓવર’

    ભાઈ મનસુખ અદાણીના પ્લાસ્ટિક યુનિટને સારી રીતે સંભાળતા થયા ત્યારે તેઓ ગ્લોબલ ટ્રેડ વિષે ઘણું શીખ્યા. ૧૯૮૦ના સમયમાં નવા યંગ બિઝનેસમેન સોફ્ટવેર અને ટેલીકોમ ક્ષેત્રની સાથે વધુ જોડાઈ રહ્યા હતા. પરંતુ, ગૌતમ અદાણીએ ભૂતકાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મર્ચન્ટ વચ્ચે જે રીતે બ્રિટીશ રૂલ પ્રમાણે ૧૦૦૦ વર્ષ પહેલા બિઝનેસ થતો તે રીત અપનાવી. ધ અદાણી ગ્રુપ, એ પોતાની જ ફ્લેગશિપ હેઠળ રહેલ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની ૧૯૮૮માં સ્થાપના કરી. જેની ભાગીદારીથી સ્થપાયેલ કંપનીની કેપિટલ રેવન્યુ ૫ લાખ હતી.

    ગૌતમ અદાણીને ગુજરાતના બીજા ધીરૂભાઈ અંબાણી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બંને બિઝનેસ સ્ટાર્ટર હતા. બંને ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન તરીકે બહાર આવ્યા અને પોતાની કોઠાસૂઝથી શૂન્યમાંથી સર્જન કરીને આગળ આવનાર વ્યક્તિઓ છે.

    ૧૯૮૮માં સ્થપાયેલ આ અદાણી ગ્રુપ આજે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર બનીને પોતાનો બિઝનેસ કોલ માઈનિંગ, કોલ ટ્રેડીંગ, ઓઈલ એન્ડ ગેસ, પોર્ટસ, મલ્ટી-મોડેલ લોજિસ્ટિક, પાવર ઉત્પાદન, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાદ્ય તેલના ટ્રાન્સમીશન અને ગેસ વિતરક તરીકે અલગ-અલગ વિભાગોમાં ચલાવે છે.

    ૪. સ્ટેપ બાય સ્ટેપ જર્ની - અ મેસિવ રાઈડ

    ખુબ થોડા સમયમાં કોઈ પણ કૌટુંબિક અનુભવ અને વારસા વિના જ આવડું મોટું સાહસ ખેડીને આજે ભારતના ટોપ ૧૦ કોંગ્લોમિરેટસ કંપનીમાં સ્થાન અપાવનાર ગૌતમ અદાણીની સમયની દ્રષ્ટિએ નાની પણ કાર્યની દ્રષ્ટિએ ખુબ મોટી હરણફાળની એક ‘હાર્ટથ્રોબિંગ રાઈડ’ પર જીએ. ૩૩ વર્ષના બિઝનેસ અનુભવમાં ૮ બિલિયન ડોલરનું મોટું સામ્રાજ્ય ઉભું કરનાર વ્યક્તિની સકસેસ સ્ટોરી,

    ૧૯૮૮માં અદાણી ગ્રુપની સ્થાપના.

    ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની નીતિના પગલે ‘અદાણી એક્સપોર્ટ’ના બિઝનેસને ખુબ સારો આવકાર મળ્યો અને ફાયદો મળ્યો. ઉપરાંત, પ્રોફિટ માર્જિન પણ ખુબ સારૂં રહ્યું. જેથી બિઝનેસને વધારવાનો નિર્ણય તેમને કર્યો.

    ૧૯૯૩માં ગુજરાત સરકારે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને મુંદ્રા પોર્ટ સંભાળવા આમંત્રિત કરી. ૧૯૯૫માં આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો.

    ‘અદાણી પાવર લિમિટેડ’ના સ્થાપક અને ચેરમેન બન્યા. લગભગ ૮૦૦૦ કિલોવોટના થર્મલ પાવર પ્લાન્ટ સમગ્ર દેશમાં ઉભા કર્યા, જે ખાનગી ક્ષેત્રે ભારતમાં સૌથી વધુ ઉર્જાનું ઉત્પાદન કરતુ ગ્રુપ છે.

    ભારતમાં સૌથી વધુ ૪૦ મેગાવોટ જેટલી સોલાર ઉર્જા ઉત્પન્ન કરતુ ગ્રુપ છે.

    વર્ષ ૨૦૦૦માં ૩૩૦૦ કરોડના ટર્નઓવર સામે ૨૦૧૪ સુધીમાં એ ૫૦૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ચુકી છે.

    ૧૯૯૬માં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘કોર્પોરેટ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી’ (CSR) જેવી પ્રવૃત્તિ શરૂ કરી. આ ફાઉન્ડેશન રૂરલ ડેવલપમેન્ટ, શિક્ષણ, લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી પરત્વે કાર્યરત છે.

    માર્ચ ૨૦૧૧, ભારતના ટોપ ૧૦ ધનિક લોકોમાં ગૌતમ અદાણીનો સમાવેશ. ઉપરાંત, અમદાવાદના સૌ પ્રથમ બિલિયોનેર બન્યા.

    એક બિલિયોનેર એ સાચો ધનવાન ત્યાં સુધી ન કહેવાય જયારે તેની પાસે લેટેસ્ટ પ્રાઈવેટ જેટ ના હોય. અરે ભૈલા..! અદાણી પાસે ૨ પોતાના જેટ છે. ૨૦૦૫માં ખરીદેલ બીચક્રાફ્ટ અને ૨૦૦૮માં ખરીદેલ હોકર. આ બંને જેટનો ઉપયોગ કોઈ પણ પોલિટીકલ વ્યક્તિ ભાડું ચૂકવીને કરી શકે છે.

    બિઝનેસમેન લોકોને એક-એક સેકંડની ગણતરી કરવી પડે ને દોસ્ત..! એ કારણોસર જ ગૌતમ અદાણી, ‘ધ’ ચેરમેન ઓફ અદાણી ગ્રુપ એ પોતાના અમદાવાદના ઘરથી પોતાના જે બંને જેટ પાર્ક કરેલા છે તે એરપોર્ટ સુધી ઓગસ્ટા વેસ્ટલેન્ડ AW ૧૩૯ ‘ચોપર’ ૧૨ કરોડમાં ખરીદ્યું. જે ૧૫ સીટર છે.

    ગૌતમ અદાણીના ગેરેજમાં અનેક BMW રહેલી છે. જેમાં BMW ૭ સીરીઝની બ્લેક લિમોઝીન (જે ભારતના વડાપ્રધાન માટે બનાવાય છે) અને લાલ ફેરારી પણ છે.

    ૫. મુંદ્રા પોર્ટ - મેગાસ્ટ્રકચર

    ભારતનું સૌથી મોટું ખાનગી મલ્ટી-કાર્ગો પોર્ટ એટલે મુંદ્રા, કચ્છ.

    એક વર્ષમાં ૨૦૦ મિલિયન ટન કાર્ગોના હેરફેરની કેપેસિટી ધરાવે છે.

    ૧૮.૫ મીટર જેટલી ઊંડાઈ ધરાવતું દેશનું એકમાત્ર સૌથી ઊંડું પોર્ટ એટલે મુંદ્રા પોર્ટ.

    દરેક ઋતુમાં કામ થઈ શકે એ પ્રકારની મિકેનિઝમ સાથે કામ કરતી સિસ્ટમથી યુક્ત પોર્ટ. જે પૂર્ણતઃ મિકેનીકલ છે.

    ૨૦૦૦ જેટલા લોકો ૨ x ૭ કલાક અને ૩૬૫ દિવસ સુધી સતત કાર્યરત રહે છે.

    હાઈ-સ્પીડ કન્વેયર સિસ્ટમ અને ૭ કિલોમીટર લાંબી રેલ્વે લાઈન ધરાવતું એકમાત્ર પોર્ટ એટલે મુંદ્રા.

    દર એક સેકંડે મોન્સ્ટર જેવડી ક્રેઈન્સ કાર્ગોને લિફ્ટ અપ કરે છે.

    એક કલાકમાં ૪૦ કાર્ગો (કન્ટેઈનર)ને મહાકાય શિપ્સમાંથી અનલોડ કરવામાં આવે છે.

    મરીન શીપ કંટ્રોલ સિસ્ટમ ૨૪ કલાક સ્ટેન્ડબાય રહે છે અને એક્ટિવ રહે છે.

    પોર્ટ પર આવતી દરેક શીપ એક સેકંડના સમય માટે પણ ઉભી ન રહે તે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમની સેફટી, સમય અને એકબીજા સાથે અથડાય તેવા સંજોગો ઉભા ન થાય તે માટે ખુબ સાવચેતીથી કાર્ય કરવામાં આવે છે.

    ભરતી-ઓટને ધ્યાનમાં રાખીને અલગ કોમોડિટી, અલગ હવામાન, અલગ પરિસ્થિતિ, અલગ કાર્ગો લોડ સાથે પોર્ટ પર આવતી શીપને ખુબ જ સિસ્ટમેટિક રીતે લાવવામાં આવે છે.

    મિડલ ઈસ્ટ, આફ્રિકા અને યુરોપથી મોટાભાગની શીપ માટે સૌથી સરળ પોર્ટ મુંદ્રા છે. એ દરેક જગ્યાએથી સૌથી વધુ શીપ આવે છે.

    ક્રુડ ઓઈલ, કેમિકલ્સ, કન્ટેનર્સ અને બીજી અનેક કોમોડિટી જે શક્ય હોય તે દરેક મુંદ્રા પોર્ટ પર હેન્ડલ કરવામાં આવે છે.

    દેશનું સૌથી મોટું ઓપરેશનલ સ્પેશિઅલ ઈકોનોમિક ઝોન (SZ) એ મુંદ્રા પોર્ટ છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ સૌથી મોટું ખાનગી પોર્ટ, મુંદ્રા. લગભગ ૬૦૦૦ હેક્ટરને ભારત સરકાર દ્વારા SZ તરીકેની મંજૂરી મળી છે.

    ૨૦૦ હજાર ચોરસ વર્ગમાં કાર્ગો સ્ટોરેજ ગોડાઉન ફેલાયેલું છે. લિક્વિડ કાર્ગો માટેની ૪૦૦ હજાર કિલોલિટર જેટલી કેપેસિટી ધરાવે છે. મુંદ્રા પોર્ટ પાસે દેશની સૌથી વધુ પાવરફૂલ ટર્નબોટ્‌સ છે, જે મહાકાય શીપને સાવચેતીથી ઈવેક્યુશન એરિયામાં લઈ જવાનું કામ કરે છે. દરેક ટર્નબોટ ૬૦૦૦ બ્રેક હોર્સપાવર (BHP) ધરાવે છે. ૧૦૦૦ ગણી સાઈઝ અને ૨૦૦ ગણા વજન જેટલી શીપને ટર્ન કરવા માટે આ ટર્નબોટ વપરાય છે.

    કેમિકલથી ભરેલા કાર્ગો ધરાવતી શીપ માટે સૌપ્રથમ તેના તળિયે લીકેજ કે ફોલ્ટ નથી તેની ચકાસણી કરવામાં આવે છે. શીપનો એક એન્ડ સાથે રહેલ ૧૮૦૦૦ કિલોગ્રામના રબર હોસને ૧૦૦ મીટર ઊંડે કેમિકલના ટ્રાન્સફર માટે જોડવામાં આવે છે. તેને ૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન સાથે જોડીને કિનારા સુધી લઈ જવામાં આવે છે. તેના માટે તેનું મેન્યુઅલ ઈન્સ્પેકશન કરવામાં આવે છે. શીપની નીચેના તળિયાને ઈંચ બાય ઈંચ ચકાસવામાં આવે છે.

    અદાણી અને તાતા થર્મલ પાવર પ્લાન્ટની કેપેસિટી ૮૦૦૦ મેગાવોટની છે. કોલસાને સીધો જ શિપમાંથી ૭.૫ મીટર/સેકંડની કન્વેયર સ્પીડથી ત્યાં સુધી લઈ જવામાં આવે છે.

    ૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપમાં મુંદ્રા પોર્ટ એકમાત્ર એવું પોર્ટ હતું જેને કોઈ પણ પ્રકારનું નુકશાન થયું નહોતું. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ખુબ મોટી તારાજી સર્જાઈ હતી. કચ્છ એ ભૂકંપનું એપિસેન્ટર હોવા છતાં મુંદ્રા પોર્ટને લેશમાત્ર પણ નુકશાન થયું નહોતું. જે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો પુરાવવો આપે છે. જેથી, મુંદ્રા પોર્ટ એ અદાણી ગ્રુપની સૌથી મોટી સફળતા છે. આવી વિશેષતાઓને લીધે જ મુંદ્રા પોર્ટ એ ભારતના મેગાસ્ટ્રકચર પૈકીનું એક છે.

    ફ્રન્ટીઅર ક્વીન (કોલ કેરિઅર), બુન્ગા કસ્તુરી લીમા (ક્રુડઓઈલ કેરિઅર), ડર્બન હાઈવે (મેગા વ્હિકલ કેરિઅર) જેવી મોટી શીપ મુંદ્રા પોર્ટ પર આવે છે. જ્યાંથી કેટલાયે કાર્ગો લોડ-અનલોડ થાય છે. જે વર્લ્ડના સૌથી મોટા ૧૦ ઓટોમેટેડ મેગાપોર્ટસ પૈકીનો એક છે.

    ૬. કોન્ટ્રોવર્સી

    ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના બે ઉદ્યોગપતિઓના નામ બધું ચર્ચામાં આવ્યા. જેમના એક ગૌતમ અદાણી અને બીજા મુકેશ અંબાણી. તેનું કારણ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે તેમની નજદીકી જવાબદાર છે એવું મનાતું હતું. પરંતુ, ચૂંટણી પહેલા જ લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં ગૌતમ અદાણીએ દરેક પ્રશ્નો અને કોન્ટ્રોવર્સીના ખુબ સારી રીતે જવાબો આપ્યા.

    પ્રશ્ન - ગૌતમભાઈ, તમારી પાસે બે જેટ પ્લેન છે. એમનો ઉપયોગ નરેન્દ્ર મોદીએ ચૂંટણીની રેલીઓ માટે કર્યો હતો. શું એ આરોપ સાચો છે?

    જવાબ - હા, પરંતુ માત્ર નરેન્દ્ર મોદી જ નહિ. ચૂંટણી જયારે પણ આવે છે ત્યારે કોઈ પણ પાર્ટીના નેતા તેનો ઉપયોગ ભાડું ચૂકવીને કરી શકે છે. આ બંને જેટ પેઈડ સર્વિસ છે. ચૂંટણીના ફાળા તરીકે અમે ક્યારેય પણ કોઈને જેટ પ્લેટ આપ્યા નથી. બીજેપી એ આ પેઈડ સર્વિસનો ઉપયોગ કર્યો હતો.

    પ્રશ્ન - ખેડૂતો પાસેથી જબરજસ્તીથી જમીન લેવામાં આવી અને માર્કેટ પ્રાઈઝ કરતા ઓછા ભાવમાં જમીન ફાળવાઈ. આ બંને આરોપો આપના પર અવાર-નવાર લગતા રહ્યા છે. આના માટે તમારે શું કહેવું છે?

    જવાબ - જે આરોપો લગાવે છે તેમને આજના અને ૧૯૯૩ના મુંદ્રાની પરિસ્થિતિનો અંદાજ નથી. એ સમયે ખાનગી જમીનનો ભાવ એકરના ૪૦૦-૫૦૦ રૂપિયા હતો. એ સમયે ૧૦ ગણી વધુ ખાનગી જમીન અમે ખરીદી શકતા હતા. છતાં, અમે જે ખરાબાની જમીન હતી કે જે વેસ્ટ લેન્ડ હતી. જેના પર કશું પાક લઈ શકતો નહોતો કે ખેડૂતની માલિકીની નહોતી એ જમીન અમે સરકાર પાસેથી અમે લીધી. આજે ત્યાનો કોઈ ખેડૂત એવું નથી બોલતો કે, અદાણી એ અમારી ૧ એકર જમીન પણ લીધી છે. દરેક ખેડૂત ખુશ છે. કારણ કે અમે ત્યાની જમીનનો ભાવ ૧૦૦થી ૧૦૦૦ ગણો કરી દીધો છે. સરકારના ભૂમિ અધિગ્રહણ નિયમના ખંડન વિના જ અમે એ જમીન લીધી છે. ઉપરાંત, સરકારના હાથમાં જેટલી ખરાબાની જમીન હતી માત્ર તે જ જમીન અમને સરકારે ફાળવી છે.

    પ્રશ્ન - ચૂંટણીમાં સૌથી વધુ જમીનના મુદ્દે તમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે?

    જવાબ - જમીન તો અમને ૨૦ વર્ષ પહેલા પણ મળી હતી. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી ત્યારે પણ મળી હતી. કોઈ એ નથી વિચારતું કે સમગ્ર ભારતનો જે પછાત જીલ્લો કચ્છ હતો તેમાં આજે અદાણી ગ્રુપએ ઈન્વેસ્ટમેન્ટ કરીને તેમાં જાન લાવી દીધી છે. ૨૦૦૧માં જયારે ભૂકંપ આવ્યો પછી લોકો નોકરી માટે મુંબઈ જતા રહેતા હતા. આજે કચ્છ એ ઔધ્યોગિક ક્ષેત્રે ભારતનો સૌથી હોટેસ્ટ પ્રદેશ બની ગયો છે. નાના-નાના કેટલાયે રોકાણકારો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. જે ખરેખર ખુબ મહત્વની વાત છે.

    પ્રશ્ન - શું ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને જે લાઈમલાઈટમાં તમે છો, એ મફતની પબ્લિસિટી તમારા માટે સારી છે કે ખરાબ?

    જવાબ - ઈલેક્શનના મુદ્દાના હિસાબે દરેક પબ્લિસિટી ખરાબ જ છે. ખરેખર, પબ્લિસિટી તરીકે એવું આવવું જોઈએ કે અદાણી ગ્રુપ એ રાષ્ટ્રના નિર્માણમાં કેટલી લગનની કાર્ય કર્યું છે. પરંતુ એ આવતું નથી અને સમાજમાં એક પ્રકારની નેગેટિવીટી ફેલાવવાનો પ્રયત્ન થાય છે. જે દુઃખની વાત છે.

    સચોટ જવાબો આપીને તેના પર ઉભી થયેલી આભાસી આરોપોનો તેઓ ખંડન કરે છે.

    ***

    BEING AN ENTERPRENEUR IS MY DREAM JOB, AS IT TESTS ONES TENACITY

    - ગૌતમ અદાણી

    લક્ષ્મી નારાયણ મિત્તલ

    ‘કોલ્ડ સ્ટીલ’ આર્સેલર મિત્તલ(ધ મેન વિથ એ મિશન)

    ‘મહત્વાકાંક્ષા ઉંચી રાખો, પરંતુ કદમ નાના માંડો.જીવનમાં ઈંટ પર ઈંટ મૂકાય તો જ આકાર ઘડાય.’

    આ શબ્દો બ્રિટનમાં વસતા ભારતીય મૂળના બિઝનેસ ટાયકુન અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની ‘આર્સેલર મિત્તલ’ ના ચેરમેન અને સી.ઈ.ઓ લક્ષ્મી નારાયણ મિત્તલના છે.

    લેટ્‌સ હેવ અ લૂક ઓન ‘સ્ટીલ કિંગ’

    લક્ષ્મી મિત્તલ

    ઓવરવ્યુ

    નામ - લક્ષ્મીનિવાસ મિત્તલ (લક્ષ્મી મિત્તલ)

    જન્મ - જૂન ૧૫, ૧૯૫૦ (સાદુલપુર, રાજસ્થાન)

    રહેઠાણ - લંડન, યુ.કે

    અભ્યાસ - સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કલકત્તા (બી.કોમ)

    કંપની - ‘આર્સેલર મિત્તલ’

    પ્રથમ પગથી

    રાજસ્થાનના ધનાઢ્‌ય મારવાડી વ્યાપારી પરિવારમાં જન્મ. પિતા મોહનલાલનો નિપ્પોન ડેનરો ઈસ્પાત નામે સ્ટીલ બિઝનેસ ચલાવતા હતા. પરિવારની મૂળ સંપત્તિમાં નાગપુર ખાતે સ્ટીલ શીટ્‌સ માટે કોલ્ડ રોલિંગ મિલ અને પુણે નજીક અલોય સ્ટીલ પ્લાન્ટ હતા.

    કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ૧૯ વર્ષની ઉંમરે લેકચરર તરીકેની ઘણા સમય સુધી નોકરી કરી હતી. જેના મૂળમાં યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ જ્યુરી પોતાના હાર્ડ વર્કનો જવાબ આપવાનું હતું. કારણ એટલું જ કે, “તું હિન્દી માધ્યમમાં ભણીને આવ્યો હોવાથી ઈંગ્લીશ મીડીયમ કોલેજમાં એડમિશન નહિ મેળવી શકે.” આવું તેના પ્રિન્સિપાલએ કહેલું.

    કારકિર્દીની શરૂઆત પોતાના ઘરના જ સ્ટીલ ઉત્પાદનના બિઝનેસથી શરૂ કરી હતી. ત્યારબાદ ઈન્ડોનેશિયાની એક જુના પ્લાન્ટની ખરીદીથી શરૂઆત થઈ. ઈન્ડોનેશિયામાં જ ૧૩ વર્ષ મક્કમ મને અને ધીરજપૂર્વક મહેનત કરી. ૧૯૭૬માં પોતાનો સ્ટીલ ઉદ્યોગની સ્થાપના કરી. ધનાઢ્‌ય કુટુંબની દીકરી ઉષા સાથે લગ્ન કર્યા.

    પિતા, ભાઈ અને માતા સાથેના ખટરાગને કારણે પોતાના જ એલ.એન.એમ.(LNM) ગ્રુપની શરૂઆત કરી. મિત્તલે ઈન્ટીગ્રેટેડ મિની-મિલ્સના વિકાસ અને સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ તરીકે ડાયરેક્ટ રિડયુસ્ડ આયર્ન અથવા ‘ડીઆરઆઈ’ (DRI) ના ઉપયોગમાં આગેવાની લીધી હતી જેનાથી વૈશ્વિક સ્ટીલ ઉદ્યોગમાં એકત્રીકરણની શરૂઆત થઈ હતી.

    મિત્તલ સ્ટીલ વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક છે જે ૧૪ દેશોમાં કામગીરી ધરાવે છે.

    લંડનમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત હોવા છતાં તેમને તેની નાગરિકતા સ્વીકારી નથી. તેમને ‘ભારતીય’ નાગરિકતા સાથે દેશના નામને ઊંચું કર્યું છે.

    બિઝનેસ બઝ

    વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

    કેર્રિક લીમીટેડના સ્થાપક

    ક્વીન્સ પાર્ક રેન્જર્સ એફ.સી. (ફૂટબોલ ક્લબ) ના સહસ્થાપક

    ભારતના વડાપ્રધાનની ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સિલ ઓફ ઓવરસિઝ ઈન્ડિયન્સમાં તેઓ બોર્ડ કાઉન્સિલના સભ્ય

    ગોલ્ડમેન સૅક્સ, ઈ.એ.ડી.એસ (EADS) અને આઈ.સી.આઈ.સી.આઈ (ICICI) બેન્કમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

    ‘વર્લ્ડ સ્ટીલ એસોસિએશન’ (WSA) ના વાઈસ ચેરમેન

    કઝાખસ્તાનમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, સાઉથ આફ્રિકામાં ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઈન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલ અને ઈન્ટરનેશનલ આયર્ન એન્ડ સ્ટીલ ઈન્સ્ટિટ્‌યૂટની કારોબારી સમિતિના સભ્ય

    કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના એડવાઈઝરી બોર્ડના સભ્ય

    મીડિયા ફ્લેશ

    લક્ષ્મી નિવાસ મિત્તલના લેવાયેલા ઈન્ટરવ્યુના કેટલાક અંશોઃ

    ૨૩ માર્ચ, ૨૦૧૩. સ્થળ IIM અમદાવાદ

    “આઈઆઈએમના વિદ્યાર્થીઓ સાથે વાત કરવી એ સરળ વાત નથી, તમે વિશ્વના હોંશિયાર અને શ્રેષ્ઠ શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ છો. તમે બધાં એક સરખા હોંશિયાર અને ઉચ્ચ શિક્ષણ પામેલા છો. જો કે તેમ છતાં જીવનમાં તમે તમામ એક સરખી કક્ષાની સફળતા નહીં પામી શકો, આ પ્રશ્ન ગૂંચવણભર્યો છે, તેના અનેક પાસાઓ છે જેમાનું એક પાસું છે તમે તમારી જીંદગીને કંઈ રીતે દોરો છો અને તેને હેન્ડલ કરો છો. દુનિયામાં ખરો બદલાવ ઉદ્યોગસાહસિકતાથી આવે છે. ૧૯૭૬માં મેં મારા પિતાની સહાયથી ઈન્ડોનેશિયામાં વ્યવસાય શરૂ કર્યો હતો. ચાર દાયકામાં આ કંપની દુનિયાની મોટી કંપની બની ગઈ છે. હું ઘણીવાર મારી જાતને પૂછું છું. શરૂઆતમાં મેં આ સપનું જોયું હતું, તેનો જવાબ ના છે. વિચાર છે અને તમે શરૂ કરો છો. જો તે વિચાર સફળતા અપાવવા લાગે તો તેમ નાના કદમ માડો છો. ધીમે અને મક્કમ રીતે કામ કરતા મે ઈન્ડોનેશિયામાં ૧૩ વર્ષ કાઢયા છે. અમે જે હાંસલ કર્યુ તેનાથી ભવિષ્યનો પાયો રચાયો. આઈઆઈએમ અમદાવાદ ખાતે જ તમારી આકાંક્ષાઓના બીજ રોપ્યા છે, પરંતુ તે રાતોરાત મોટા નથી થતાં, ધીમેધીમે શરૂ કરો, તમારી જાતને મહત્વકાંક્ષી બનાવો, પરંતુ તમારો ધ્યેય વાસ્તવવાદી રાખો, તે તમને યોગ્ય સમય મર્યાદામાં સફળતા અપાવશે. જીવનમાં તમે ઈંટો પર ઈંટો મૂકો તો જ આકાર ઘડાશે. ભલે તમે આકાશના તારા સુધી પહોંચો પરંતુ એક પગ ધરતી પર રાખો.”

    ૨૦ મે, ૨૦૧૩. NDTV ન્યુઝ ચેનલ

    પત્રકાર - “જર્ની ફ્રોમ નથિંગ ટુ સમથિંગ. રાજસ્થાન, ઈન્ડોનેશિયા, કલકત્તા અને લંડન સુધીમાં તમારી લાઈફમાં ઘણી બધી સ્ટોરીએ આકાર લીધો હશે. કલકત્તાની યુનિવર્સિટીમાં એડમિશન મળે તેમ નહોતું એ દરેકને ખ્યાલ છે. તો સર, તમે તમારા અનુભવ વિષે કહેશો?

    લક્ષ્મી મિત્તલ - “બેક ટુ ૧૬ યર્સ. મેં મારૂં શિક્ષણ કલકત્તાની હિન્દી માધ્યમની શાળામાંથી પૂર્ણ કર્યું અને ત્યાની જ ઈંગ્લીશ માધ્યમની કોલેજ માટે મેં એપ્લાય કર્યું. પરંતુ મારી હિન્દી માધ્યમની શાળાના પ્રિન્સિપાલએ કહ્યું કે તું ઈંગ્લીશ મીડીયમની કોલેજમાં એડમિશન નહિ લઈ શકે, કારણ કે તને એ ભાષા નહિ આવડે. પરંતુ મારે ખરેખર એ જ કોલેજમાં ભણવું હતું. એટલે રોજ હું શાળાના પ્રિન્સિપાલના ઘરે જીને બારણું ખખડાવતો અને એમને એડમિશન માટે વિનંતી કરતો. એક દિવસ તેમને પણ નમતું મુક્યું અને ત્યારે મેં પણ પ્રોમિસ કર્યું કે હું કોલેજમાં એક સારો વિદ્યાર્થી બનીને રહીશ. પ્રિન્સિપાલ સર ને ખોટા ઠરાવવા એ મારા માટે આ ચેલેન્જ હતી. પરંતુ મેં મારા હાર્ડ વર્કના આધારે કોલેજમાં ટોપ કર્યું અને મને લેકચર તરીકેની પોસ્ટ ઓફર કરવામાં આવી. આ રીતે મેં મારી કમિટમેન્ટ પૂરી કરી અને સાબિત કરી બતાવ્યું. દરેક લોકો હાર્ડ વર્ક કરે છે પરંતુ દરેકમાં એક અલગ હોય છે જે તમને અન્યથી અલગ કરે છે. વર્ક હાર્ડ કરવા માટે સંકેન્દ્‌રિતતા, સંપૂર્ણ અને સંઘર્ષ જરૂરી છે.”

    ૬ મે, ૨૦૦૬. સિમી ગરેવાલ ટોક શો

    સિમી ગરેવાલ - “આદિત્ય સાથેના સંબંધો એક પિતા-પુત્રના સંબધ સિવાય ક્યાં પ્રકારના છે?”

    લક્ષ્મી મિત્તલ - “એકદમ અલગ પ્રકારના સંબંધો છે અમારા બંનેના. અમે ખુબ સારા મિત્રો છીએ, ખુબ નજીકના મિત્રો. પિતા-પુતા કરતા વધુ વિશેષ. ચોક્કસ અમે બિઝનેસમાં પાર્ટનર છીએ. ભલે તે મારો પુત્ર હોય, છતાં તેના દરેક વ્યુઝ અને થોટ્‌સને હું રિસપેક્ટ આપું છું. ખુબ ઓછા સંજોગોમાં અમારા સંબંધ પિતા-પુત્ર તરીકેના જોવા મળે છે. કંપનીના મોટા ભાગના એમ્પ્લોયી એવું વિચારે છે કે અમે બંને ભાઈઓ છીએ.”

    ધનકુબેર મિત્તલ

    ૧) ૨૦૧૦માં ફોર્બ્સ મેગેઝિને મિત્તલને ૨૮.૭ અબજ અમેરિકન ડોલરની અંગત સંપત્તિ સાથે વિશ્વના પાંચમા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ ગણાવ્યા હતા. ૨૦૦૯ની સરખામણીમાં તેમની સંપત્તિમાં ૯ અબજ અમેરિકન ડોલરથી વધુ વધારો થયો હતો અને ફોર્બ્સના રેન્કિંગમાં તેઓ ૩ ક્રમ ઉપર ગયા હતા.

    ૨) ૨૦૦૯માં ફોર્બ્સ મેગેઝિને મિત્તલને ૧૯.૩ અબજ અમેરિકન ડોલરની અંગત સંપત્તિ સાથે વિશ્વના આઠમા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ ગણ્‌યા હતા.

    ૩) ૨૦૦૮માં ફોર્બ્સ મેગેઝિન દ્વારા મિત્તલ વિશ્વના ચોથા ક્રમના ધનવાન અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ (૨૦૦૪માં ૬૧મા સૌથી વધુ ધનવાન) હોવાનું નોંધાયું હતું જે એક વર્ષ અગાઉ કરતા એક સ્થાન આગળ હતું. મિત્તલ પરિવાર વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલમાં નિયંત્રણાત્મક બહુમતી હિસ્સો ધરાવે છે.

    લાઈટ ગ્લોબ

    ૧) સ્પોર્ટ્‌સ -

    ૨૦૦૦ સમર ઓલિમ્પિક્સમાં ભારતે માત્ર એક કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો અને ૨૦૦૪ સમર ઓલિમ્પિક્સમાં ભારતને માત્ર એક રજત ચંદ્રક મળતા મિત્તલે વિશ્વ સ્તરની ક્ષમતા ધરાવતા ૧૦ ભારતીય એથલેટ્‌સને મદદ કરવા માટે ૯૦ લાખ અમેરિકન ડોલરના ભંડોળ સાથે મિત્તલ ચેમ્પિયન્સ ટ્રસ્ટની સ્થાપના કરવાનું નક્કી કર્યું.

    કોમિક રિલીફ ૨૦૦૭ માટે તેમણે સેલિબ્રિટી સ્પેશિયલ બીબીસી (BBC) ‘પ્રોગ્રામ ધ એપ્રેન્ટિસ’ માટે એકત્ર થયેલી રકમ (૧ મિલિયન પાઉન્ડ)ની બરોબરી કરી હતી.

    ૨) શિક્ષણ -

    રાજસ્થાન સરકાર સાથે મળીને LNM ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની સ્વસંચાલિત નોન-પ્રોફિટેબલ સંસ્થાની રચના કરી. SNDT‌ મહિલા યુનીવર્સીટી માટે ખુબ મોટું યોગદાન તેમના પતિ ઉષા મિત્તલ એ આપ્યું હતું. ઉપરાંત, ૨૦૦૯માં મેનેજમેન્ટના કોર્સ માટે દિલ્હીમાં ‘ભારતીય વિદ્યાભવન’ માટે પણ દાન આપ્યું છે.

    ૩) મેડીકલ -

    ૧૫ મિલિયનનું માતબર ડોનેશન ‘ગ્રેટ ઓર્માંડ સ્ટ્રીટ હોસ્પિટલ’માં આપ્યું હતું. જે અત્યાર સુધીના આવેલા તમામ ભંડોળ કરતા વધારે હતું. તેનો ઉપયોગ નાવી સુવિધાઓ અને બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવાયું.

    ૪) સોશિયલ કન્ટ્રીબ્યુટર -

    આર્સેલરમિત્તલ એક અત્યંત સક્રિય કન્ટ્રીબ્યુટર સોશિયલ રિસ્પોન્સીબીલિટી (CSR) કાર્યક્રમ પણ ચલાવે છે. જેના હેઠળ તે ‘સેફ સસ્ટેનેબલ સ્ટીલ’ ઉત્પાદન માટે કામ કરે છે. કંપની ‘આર્સેલર મિત્તલ’ ફાઉન્ડેશનનું સંચાલન પણ કરે છે જે વિશ્વમાં ‘આર્સેલર મિત્તલ’ જ્યાં સક્રિય છે તેવા દેશોમાં ઘણા વિવિધ સામુદાયિક પ્રોજેક્ટને ભંડોળ પુરૂં પાડે છે.

    ૫) લંડન ૨૦૧૨ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સ -

    લક્ષ્મી મિત્તલની આગેવાની હેઠળ આર્સેલરમિત્તલ ૧૯.૧ મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટમાં ૧૬ મિલિયન પાઉન્ડનું ભંડોળ આપશે, જેમાં બાકીના ૩.૧ મિલિયન પાઉન્ડ લંડન ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે. આ દૃષ્ટિએ આ શિલ્પ માત્ર સાંસ્કૃતિક રોકાણનું પ્રતિનિધિત્વ નથી કરતું- જે કોઈ પણ ઓલિમ્પિયાડ માટે શરૂ કરવામાં આવેલું સૌથી મોટું આર્ટવર્‌ક છે.

    ટીકા-ટીપ્પણી

    ૧) પોલેન્ડના સૌથી મોટા પી.એચ.એસ (PHS) સ્ટીલ ગ્રુપના ખાનગીકરણ માટે પોલેન્ડના અધિકારીઓ પર પ્રભાવ પાડવા માટે લક્ષ્મી મિત્તલે સફળતાપૂર્વક મેરેક ડોકનેલની કન્સલ્ટન્સીની નિમણૂક કરી હતી. ત્યાર બાદ એક અન્ય કેસમાં રશિયન એજન્ટો વતી પોલેન્ડના અધિકારીઓને લાંચ આપવાના ગુના હેઠળ ડોકનેલની ધરપકડ કરવામાં આવી હતી.

    ૨) મિત્તલની ખાણોમાં અનેક મજૂરોના મોત બાદ મિત્તલના કર્મચારીઓએ તેમના પર “ગુલામીભરી મજૂરી”ની સ્થિતિ સર્જવાના આરોપ મૂક્યા છે. ડિસેમ્બર ૨૦૦૪ માં કઝાખસ્તાનમાં ખામીયુક્ત ગેસ ડિટેક્ટર્સના કારણે તેમની ખાણમાં ત્રેવીસ ખાણિયાઓના મોત નિપજ્યાં હતા.

    ૩) મિત્તલ સામે આરોપ છે કે તેઓ કઝાખસ્તાનમાં વાંધાજનક સુરક્ષા રેકોર્ડ ધરાવતી અનેક કોલસાની ખાણો ચલાવે છે. ૨૦૦૪ અને ૨૦૦૭ વચ્ચે નબળા ધોરણોના કારણે ૯૧ ખાણિયાઓના મોત નિપજ્યાં હતાં અને તેની ફોજદારી તપાસ થઈ હતી . ૨૦૦૬નો ધડાકો, જેમાં ૪૧ વ્યક્તિનો મોત થયા હતા, તેના સાક્ષીઓ જણાવે છે કે જ્વલનશીલ ગેસના ગોટા નીકળતા હોવા છતાં ખાણ ખાતેના મેનેજરોએ કર્મચારીઓને કામ ચાલુ રાખવા ધકેલ્યા હતા જેથી તેઓ ઉત્પાદન તથા અન્ય લક્ષ્યાંક સિદ્ધ કરી શકે. એક કર્મચારીએ ટાઈમ્સને જણાવ્યું હતું કે, “સ્થાનિક મેનેજરો પોતાના લક્ષ્ય સિદ્ધ કરી શકે જેથી તેમને બોનસ મળે તે માટે અમારા પર મૂકવામાં આવતું દબાણ સતત વધતું જાય છે. અમારૂં પ્રાણીઓની જેમ શોષણ કરવામાં આવે છે.” ભૂતપૂર્વ ખાણિયા અને કામદાર સંઘના આગેવાન પોવેલ શુમકીને દાવો કર્યો હતો કે, “તમામ ખાણિયા એ બાબતમાં સહમત છેઃ મિત્તલના હેઠળના જીવનની સરખામણી કરવામાં આવે તો દરેક માટે સોવિયેત યુગમાં સ્થિતિ વધુ સારી હતી.”

    ૪) ૨૦૦૨માં પ્લેઈડ એમ.પી આદમ પ્રિન્સે યુકે ના વડાપ્રધાન ટોની બ્લેર અને મિત્તલ વચ્ચે મિત્તલ વિવાદમાં જોડાણનો ભાંડો ફોડયો ત્યારે વિવાદ જાગ્યો હતો, જેને “ગાર્બોજગેટ” અથવા કેશ ફોર ઈનફ્યુઅન્સ કહેવામાં આવે છે. ડચ એન્ટિલસ ખાતે નોંધાયેલી મિત્તલની એલ.એન.એમ (LNM) સ્ટીલ કંપની તેના ૧ લાખથી વધુ શ્રમબળનો ૧ ટકાથી ઓછો હિસ્સો યુકે (UK)માં રાખે છે, તેમણે રોમાનિયાના સરકારી સ્ટીલ ઉદ્યોગને ખરીદવા બ્લેરની મદદ માંગી હતી. બ્લેર દ્વારા રોમાનિયાની સરકારને લખવામાં આવેલા પત્રમાં, જેની નકલ પ્રાઈસને મળી ગઈ હતી, તેમાં એવો સંકેત અપાયો હતો કે કંપનીનું ખાનગીકરણ અને મિત્તલને વેચાણ રોમાનિયાને યુરોપીયન યુનિયનમાં સરળ પ્રવેશ અપાવવામાં મદદરૂપ બની શકે છે.

    ૫) મિત્તલે કોર્ક ખાતે આયરિશ સ્ટીલ પ્લાન્ટ સરકાર પાસેથી માત્ર ૧ પાઉન્ડની નજીવી ફી ચૂકવીને ખરીદ્યો હતો. ત્રણ વર્ષ બાદ ૨૦૦૧માં તે બંધ કરી દેવાતા ૪૦૦ વ્યક્તિ ફાજલ થયા હતા. ત્યાર બાદ તે સ્થળે પર્યાવરણના મુદ્દા ઉઠતા તેની ટીકા થઈ હતી. સરકારે કોર્ક હાર્બરને સ્વચ્છ કરવા માટે મિત્તલ પાસેથી નાણાં વસુલવા તેમની સામે હાઈ કોર્ટમાં કેસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી.

    વિચાર મોતી

    ૧) “દરેકને સંઘર્ષમય સમય આવે છે, જે તમારા સંપૂર્ણ, દ્રઢ નિર્ધાર અને ધીરજની સાચી પરીક્ષા છે.”

    ૨) “એક સ્ટ્રોંગ ખેલાડી, જેની પાસે પુરતી ખંત છે, જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ દબાણને ઝાલી શકે છે અને એક વધુ સ્થાયી વાતાવરણની રચના કરી શકે છે તે જ કોઈ પણ કંપનીની સફળતા શ્રેય-ભાગીદાર હોય છે.”

    ૩) “હંમેશા ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારો અને તક મેળવવા માટે પ્રયત્નો કરો, ભલે પછી તે ગમે ત્યાં હોય.”

    ૪) “હાર્ડ વર્કની જર્ની હંમેશા લાંબી હોય છે.”

    ૫) “હંમેશા સપનાઓ જે દિશામાં લઈ જાય તે દિશામાં આત્મવિશ્વાસથી આગળ વધો.”

    ૬) “જેવી જિંદગી તમે કલ્પો છો તેવી જ જીવીને બતાવો.”

    માન-સન્માન

    ૧૯૯૬ - સ્ટીલમેકર ઓફ ધ યર- ‘ન્યુ સ્ટીલ’

    ૧૯૯૮ - વિલી કોર્ફ સ્ટીલ વિઝન એવોર્ડ- ‘અમેરિકન સ્ટીલ માર્કેટ’ અને ‘પેઈનવેબરનું વર્લ્ડ સ્ટીલ સ્ટેટિક્સ’

    ૨૦૦૪ - ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તેમને ‘યુરોપીઅન બિઝનેસમેન ઓફ ધ યર’.

    ૨૦૦૬ - ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા તેમને ‘ઈન્ટરનેશનલ ન્યુઝમેકર ઓફ ધ યર’ અને ‘ફાઈનાન્શિયલ ટાઈમ્સ’ દ્વારા ‘પર્સન ઓફ ધ યર ૨૦૦૬’

    ૨૦૦૭ - ‘ડવાઈડ ડી આઈઝનહોવર’ ગ્લોબલ લીડરશિપ એવોર્ડ, સ્પેનમાં ‘ગ્રાન્ટ ક્રોસ ઓફ સિવિલ મેરિટ’ અને ‘ફેલોશિપ ફ્રોમ કિંગ્સ કોલેજ’

    ૨૦૦૭ - ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્‌મ વિભૂષણ’

    ૨૦૦૮ - ગોલ્ડમેન સૅક્સમાં જૂન ૨૦૦૮થી ડિરેક્ટર

    ૨૦૧૦ - ‘ડોસ્ટીક’ ૧, ‘રિપબ્લિક ઓફ કઝાખસ્તાન’ના વિકાસમાં તેમના યોગદાન બદલ સૌથી ઊંચો નાગરિક પુરસ્કાર