21 mi sadi nu ver - 14 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનુ વેર - 14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનુ વેર - 14

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન;- જો ઇશિ,તું મારી વાત ધ્યાનથી સાંભળ અત્યાર સુધી મે જે તને વાત કરી તે અધુરી છે. હું તને દુઃખી કરવા નહોતો માંગતો એટલે મે તને પુરી વાત નહોતી કરી. પણ હવે મને લાગે છે કે તને મારે આખી વાત કહીજ દેવી જોઇએ. પણ તું શાંતિથી સાંભળજે.

આમ કહી તેણે ઇશિતાનો હાથ પકડીને આગળ કહ્યુ મારો પીછો કરનાર માણસો લોકશક્તિ પાર્ટીના કાર્યકરો છે અને તેને આ કામ લોકશક્તિ પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ વિજયભાઇ વાઘેલા એ સોંપ્યુ છે.

આ સાંભળી ઇશિતા ચોંકી ગઇ. અને તેનો હાથ સહેજ ધ્રુજ્યો. જે કિશનના ધ્યાનમા આવ્યું પણ તેણે આગળ વાત ચાલુ રાખી. અને મને શૈલુભાઇએ કહ્યુ કે વિજયભાઇ વાઘેલા એ તારા પપ્પાના ખાસ માણસ છે અને તે પોતે પણ લોકશક્તિ પાર્ટીના એમ.એલ.એ છે.

આટલું બોલી કિશન ઇશિતાનો પ્રતિભાવ જાણવા રોકાયો, પણ ઇશિતા કાઇ બોલી નહિ. તેથી કિશને વિચાર્યુ કે હવે જે વાત કરવાનું ટાળતો હતો તે કહેવીજ પડશે.

આ વાત કરવી કે નહી તે માટે તેણે મનિષ અને સુનિલ બન્ને ને પુછેલુ તો બન્નેનો એકજ મત હતો કે હવે ઇશિતાને વાતની જાણ કરીજ દેવી જોઇએ.એટલે કિશને હિંમત કરીને કહ્યુ જો ઇશિતા મને લાગે છે કે તારા પપ્પાને આપણા બન્ને ના સંબંધ વિશે ખબર પડી ગઇ લાગે છે. અને તેથી તેના કહેવાથીજ મારી પાછળ આ માણસો મુકેલા છે.

આ સાંભળી ઇશિતા થોડીવાર તો વિચારમાં પડી ગઇ. પછી બોલી મને લાગે છે કે મારે આ વાત પહેલાજ મારા પપ્પાને કહી દેવાની જરૂર હતી. મને મારા પપ્પાએ અત્યાર સુધીમા કોઇજ વસ્તુની ના પાડી નથી એટલે મને લાગે છે કે તે જરૂર માની જાત.

કિશન;- ઇશિતા, અત્યાર સુધીની તારી માગણી અને આ વાત એકદમ અલગ છે. પોતાની દીકરીના લગ્નની વાત આવે ત્યારે મોટા મોટા રેશનાલીસ્ટ પણ સંકુચિત વિચારસરણી ધરાવતા થઇ જાય છે.

અને આમાં તારા પપ્પાનો કોઇ વાંક નથી. દરેક બાપ પોતાની દીકરીના ભવિષ્ય માટે ચિંતિત હોય છે અને એટલેજ તે પોતાના બધાજ આદર્શો પણ તેના માટે છોડી દે છે.અને આમ પણ તારી અને મારી હેસિયત વચ્ચે બહુજ મોટો તફાવત છે. જે કોઇ પણ બાપ સ્વીકારી ન શકે અને તારા પપ્પા તો બહુજ મોટી હસ્તી છે તેથી તે આપણા સંબંધને ક્યારેય મંજુર નહી રાખે.

આ સાંભળી ઇશિતા વિચારમાં પડી ગઇ. તેને પણ કિશનની વાત સમજમા આવતી હતી. પણ તે તેના પપ્પાને ખુબજ પ્રેમ કરતી હતી.તેથી તેને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો પણ સાથે સાથે તેને કિશન પર પણ તેના પપ્પા જેટલોજ વિશ્વાસ હતો, કે કિશન ક્યારેય તેને દુઃખ પહોંચે એવી ખોટી વાત કરે નહી.

ઇશિતા;- ગમે તે હોય હવે એક વાતતો નક્કીજ છે કે મને હવે તારાથી કોઇ જુદી કરી શકશે નહી.અને હુ તારાથી આલગ થઇ શકુ એમ પણ નથી. મારી લાગણી હવે મારા કાબુ બહાર જતી રહી છે.

આ બોલતા બોલતા ઇશિતાની આંખો ભરાઇ આવી.

આ જોઇને કિશન ઇશિતાની આખોમાં જોઇને બોલ્યો કે, તને શું લાગે છે હુ તારાથી દુર રહી શકુ એમ છુ? મારા માટે તો આ વિચાર જ ખુબ દુ;ખદાયક છે. પણ મારા લીધે તને કોઇ તકલીફ પડે તો તે હું સહન નહી કરી શકુ.મારે તને આ વાત કહેવીજ નહોતી પણ તે તારા પપ્પાને વાત કરવાનું કહ્યુ તેથી મારે તને આ કહેવુ પડ્યું.

ઇશિતા;- તો હવે આપણે શું કરીશું?

કિશન;- હમણાં આપણે કંઇજ કરવુ નથી. પણ હવે આપણે મળવામાં થોડી સાવચેતી રાખશું. જેથી કોઇ પ્રોબ્લેમ ના આવે.પછી જ્યારે મારી જોબ અને કેરિયર સેટ થઇ જાય ત્યારે તારા પપ્પાને આપણે વાત કરીશું. તે દરમિયાન કંઇ થશે તો આપણે ફરીથી વિચારશું કે શું કરવુ? ત્યાર બાદ બીજી આડાઅવળી વાતો કરી બન્ને ત્યાંથી જવા માટે નીકળ્યા અને સ્કુટી પર બેસીને જતા રહ્યા.

પણ તે બન્ને ને નહોતી ખબર કે તેની પાછળ બેઠેલા એક વ્યક્તિએ તેની આ આખી વાત પોતના મોબાઇલમા રેકોર્ડ કરી લીધી હતી.

આમને આમ અઠવાડીયુ પસાર થઇ ગયુ.

ત્યાર બાદ એક દિવસ કિશન મનિષ અને સુનિલ ત્રણેય કોલેજ કેમ્પસમાં ઉભા હતા. હજુ કોલેજ શરૂ થવાને 10 મિનિટની વાર હતી.ત્યાં દુરથી ઇશિતાનું સ્કુટી ગેટમા દાખલ થતા જોઇ મનિષ બોલ્યો, જો કિશન તારી હિરોઇન આવી ગઇ. ઇશિતાએ તે લોકો ઉભા હતા ત્યાં આવી સ્કુટી પાર્ક કર્યુ. અને બધાને પાસે આવી હાય કહ્યુ, કિશને પણ હાય કર્યુ અને તેને એકલી આવેલી જોઇને પુછ્યુ કે કેમ આજે એકલી જ છો?

ઇશિતા;- એક ખુશખબર છે, કાલે પ્રિયાને એક છોકરો જોવા આવેલો અને આજે એ બન્નેની 1 વાગે મોર્ડનમાં મિટીંગ છે.

આ સાંભળી મનિષના ચહેરાનો રંગ ઉડી ગયો.કિશન ગુસ્સાથી મનિષ સામે જોઇ રહ્યો હતો. મનિષે કિશન પરથી નજર ફેરવી અને ઇશિતાને પુછ્યુ આમ અચાનક જ કેમ નક્કી થઇ ગયુ પ્રિયા એ તો આપણને કાઇ વાત નહોતી કરી.

ઇશિતા;- પ્રિયાને પણ કાલેજ ખબર પડી ત્યારે તેણે મને ફોન કરેલો.અને પાછો કાલે પણ ફોન આવેલો કે છોકરો સારો છે અને અમદાવાદમાં એમ.બી.એ કરે છે. અને આજે તે લોકો ફરી થી મોર્ડનમા મળવાના છે.

એ લોકો વાત કરતા હતા ત્યાંજ કોલેજનો બેલ પડયો, એટલે બધા કોલેજ તરફ વળ્યા.કિશને મનિષને એક મિનિટ તારૂ કામ છે તેમ કહી રોકી દીધો અને પછી તેનો હાથ પકડીને મોહીનીમા ખેંચી ગયો.ત્યાં જઇ કિશને બે કોલાનો ઓર્ડર આપી અને ટેબલ પર જઇ બેઠો મનીષ પણ તેની સામે ગોઠવાયો.

કિશન;- બોલ હવે શું કરવું છે?

મનિષ;- શેનુ?

કિશન;- જો હવે ખોટી મારા મોઢાની ગાળો ખાઇશ એના કરતા ફટાફટ બોલ તને ખબરજ છે હુ શેની વાત કરૂજ છુ.

મનિષ;- હવે શું કંઇ ના થઇ શકે તેણે છોકરો પસંદ કરી લીધો છે અને આજે ફાઇનલ મિટીંગ છે.

કિશન;- આજે ખાલી મિટીંગ છે અને ફાઇનલ મિટીગ હોય તો પણ કંઇ આજે ને આજેજ કાઇ તેની સગાઇ નથી થઇ જવાની.

થોડુ રોકાઇને પછીતે બોલ્યો આમ એક મિટીગથી કાઇ ફાઇનલ ના થઇ જાય.તુ મને એક વાતનો જવાબ દે તુ પ્રિયાને પસંદ કરે છે કે નહી.

મનિષ;- તને તો બધીજ ખબર છે કે હુ તેને કેટલો પસંદ કરૂ છુ. પસંદજ નહિ હુ તો તેને એકતરફી પ્રેમ કરૂ છું

કિશન;- મનિષ,કદાચ એ પ્રેમ એકતરફી ના હોય અને સામે પણ એમજ હોય. તુ પ્રિયાને પ્રપોઝ કરી દે.

મનિષ;- પણ યાર તેને એવી લાગણી ના હોય તો?

કિશન;- મે પણ ઇશિતાને પ્રપોઝ નહોતું કર્યુ. એટલે તને કાઇ શિખામણ નહી આપી શકુ. પણ મે ઇશિતાને પાછળથી પુછેલુ કે જો મે ના પાડી હોત તો તું શુ થાત? ત્યારે મને ઇશિએ જવાબ આપેલો કે “તે ના પાડી હોત તો દુ;ખ તો થાત જ પણ મે મારી દિલની વાત તારા સુધી પહોચાડી તેનો મને સંતોષ હોતજ. અને ના પાડશે તેના ડરમા કંઇ કહેવુ નહી તેના કરતા પુછી લેવુ સારૂ”

આમ કહી છેલ્લે કિશનને કહ્યુ કે આજ થી 5 કે 10 વર્ષ પછી તને અફસોસ થશે કે સાલુ થોડી હિંમત કરી પુછી લીધુ હોત તો આજે મારી ડ્રીમગર્લ મારી સાથે હોત. એટલે તને કહુ છુ કે જા હિંમત હોય તો આજે મોર્ડનમા અને પ્રિયા બહાર નીકળે એટલે તેને સુભાષ ગાર્ડનમા લઇ જજે અને પ્રપોજ કરી દેજે. એમ કહી કિશન ઉભો થઇને કોલેજ જતો રહ્યો.

ત્યાર બાદ મનિષ ઘણીવાર સુધી વિચાર કરતો બેસી રહ્યો અને પછી તે પણ ત્યાંથી બહાર નીકળી અને ઘર તરફ ગયો.આજે હવે તેને કોલેજમાંથી રસ ઉડી ગયો હતો.

મનિષે ઘરે જઇ અને બેગ મુકી અને પોતાના બેડ પર આડો પડ્યો. અને આંખો બંધ કરી કે તરતજ તેને પ્રિયાનો ચહેરો દેખાયો.આ ચહેરો તેણે ઘણીવાર સપનામાં અને બંધ આખે જોયો હતો. પણ આજે આ ચહેરા પર પહેલા કરતા અલગ જ હાવભાવ હતા, જાણે પ્રિયા તેને કહેતી હોય કે મનિષ એકવાર હિંમત કરી દે એટલે હું તારીજ છું. ત્યાં કિશન નો ચહેરો દેખયો અને તે તેને કહેતો હતો હિંમત કર નહિતર આખી જીંદગી અફસોસ થશે, ત્યાં મનિષ તંદ્રામાંથી બહાર આવી ગયો અને તેણે આંખો ખોલી નાખી. તેણે નક્કી કર્યુ જે પણ થાય આજે પ્રપોઝ કરી જ દેવુ છે, પછી જે થાય તે જોયુ જશે. તેણે ઘડિયાળમાં જોયુ તો 12;45 થઇ ગયા હતા. તેણે જલદીથી બાથરૂમમાં જઇ નહાઇને પોતાના કલેક્શનમાંથી બ્લ્યં ડેનીમ પર લાઇટ પીંક કલરનું પ્રિન્ટેડ વિ-નેક ફુલ સ્લીવ ટીશર્ટ પહેર્યુ અને બાઇક લઇને મોર્ડન પર જવા નીકળ્યો.ત્યાં પહોંચી તેણે મોર્ડનની સામે આવેલ ડીલક્ષ પાન સેન્ટર પર ગાડી પાર્ક કરી અને પ્રિયા બહાર આવે તેની રાહ જોવા લાગ્યો.થોડીવાર રાહ જોઇ ત્યાંજ

પ્રિયા કોઇ છોકરા સાથે બહાર આવી. તે છોકરાએ પ્રિયા સાથે હાથ મિલાવી અને જતો રહ્યો એટલે મનિષે બાઇક ને કિક મારી પ્રિયા તરફ આગળ વધ્યો.પ્રિયા પાસે જઇ બાઇક ઉભિ રાખી અને પ્રિયા કઇ બોલે તે પહેલા જ મનિષે પ્રિયાને કહ્યુ ચાલ બેસીજા મારે તારૂ થોડુ કામ છે. પ્રિયાને અત્યારે આ રીતે મનિષને અચાનક આવેલો જોઇને નવાઇ લાગી પણ તે કંઇ પણ બોલ્યા વગર બાઇક પર બેસી ગઇ . મનિષે બાઇકને ચાલુ કરી અને કાળવા ચોકના સર્કલથી જમણી બાજુ વળાંક લઇ જયશ્રી ટોકીઝ વાળા રસ્તા પર જવા દીધી. અત્યારે બપોરના સમયે ટ્રાફીક ન હોવાથી બાઇક સડસડાટ જઇ રહી હતી. જયશ્રી ટોકીઝથી તળાવ તરફના રસ્તા પર બાઇક દોડી રહી હતી.બાઇક કરતા પણ સ્પીડથી તેના પર સવારની વિચાર ધારા દોડી રહી હતી.મનિષે તળાવ દરવાજાની ફાટક ક્રોસ કરી સામે આવેલ સુભાષ ગાર્ડન પાસે બાઇક પાર્ક કરી અને તે બન્ને ગાર્ડનમા પ્રવેશ્યા.

ક્ર્મશ:

હવે મનિષ પ્રપોઝ કરશે કે નહી? અને પછી શુ થશે? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ