Ram naam japna aur jalsha bhi karna in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | રામ નામ જપના ઔર જલશા ભી કરના....!

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

રામ નામ જપના ઔર જલશા ભી કરના....!

રામ નામ જપના ઔર જલશા ભી કરના...!

ચમનીયો અને ભગવાન શ્રી રામ.....વચ્ચે, આમ તો રામ અને રાવણ જેટલો ડીફરન્સ....! પણ જનમ બંનેનો ‘ રામનવમી ‘ એ થયેલો, આટલું જ સામ્ય. બાકી, ભગવાન તો રામનવમીએ બપોરે બાર વાગે જન્મેલા, અને ચમનીયો રાતે બાર વાગે...! ફેર એટલો કે, ભગવાન કોઈના બાર વાગવા નહિ દે, ને ચમનીયો બીજાના બાર વગાડવામાં પાછળ નહિ પડે....! ભગવાન કોઈને જોવા નહિ મળે, ને ચમનીયો રોજ આપણને અથડાતો હોય. ભગવાનના માથે મુગટ હોય, અને આનું ભેજું ખાલી હોય....! ભગવાનને પામવા માટે ભક્તિ કરવી પડે. ત્યારે ચમનિયાને રોકવા માટે શક્તિ વાપરવી પડે.....! છતાં, એને ફાંકો એવો કે, ‘ હું અને ભગવાન શ્રી રામ તો એક જ દિવસે જન્મેલા, પણ આપણી સાલું કોઈ નોંધ નથી લેતું.


રામનવમીએ મંદિરે મંદિરે જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હોય, ત્યારે ચમનીયો ઘરે બેસીને એકલો જ મંજીરા ઠોકતો હોય. એમાં જો ભૂલમાં પણ એની વર્ષગાંઠની પાર્ટી માંગવાના થયાં, તો બોંબ જેવો ફોડે....! “ પાદરે રામજી મંદિરમાં મહાપ્રસાદ રાખ્યો છે, આવી ને જમી લેજો....! ‘ હવે તમે જ કહો, આવા માથા ફરેલાના કપાળમાં કેક કાપવાનું મન થાય કે નહિ થાય....?


આવાં કરમઘેલાને ચાર ધામની યાત્રા કે કૈલાશ માનસરોવરની યાત્રા પણ કરાવવા જેવી ખરી....? ફોગટફેરા જ ખાવાના ને....? એમાં હમણાં હમણાં તો એને નવી ઉપડી છે....! ઉતર પ્રદેશની ગાદી ઉપર જ્યારથી યોગી આદિત્યનાથ આરૂઢ થયાં છે, બસ... ત્યારથી એ ડબલ પાવરની સોડા જેવો થઇ ગયો. એનામાં ઔર ચમક આવી ગઈ. મને કહે, “ અયોધ્યાનું રામ મંદિરનું તો જે થવાનું હોય તે થશે જ, પણ સાથે સાથે રામનવમીએ જે જે જન્મ્યા છે, એના પણ પાનાં હવે ફેરવાશે....! રામલક્ષી નવી નવી યોજનાઓ બહાર આવશે. ને એમના માટે પણ બી.પી.એલ. જેવાં સ્પેશ્યલ ‘ રામકાર્ડ ‘ નીકળશે. પછી મારૂતિ યોજના, સુગ્રીવ યોજના, લક્ષ્મણ યોજના, ભરત યોજના, મા- સીતાવન યોજના, વિભીષણ યોજના, નળ અને નીલ યોજના, ને જાંબુવન યોજના,....... જેવી જાત જાતની યોજનામાં, હવે અમારું ભલું ભલું થઇ જવાનું..! “


આવાં અધ્ધર મનસુબા પોતે જ ઘડે, ને પોતે જ દુખી થાય. ને મનસુબા તો જેવાં ઘડવા હોય તેવા ઘડાય ને....? એને ઘડવામાં ક્યાં કોઈ ખર્ચાપાણી આવે ....? એક દિવસ મને કહે, મારે અમેરિકા જવાનો વિચાર છે. કેટલો ખર્ચ આવશે....? મેં કહ્યું, ‘ મફત જવાય....! એક પણ પૈસાનો ખર્ચ નહિ થાય...! તારે જ્યાં જવું હોય ત્યાં જવાનો વિચાર જ કર ને....? જાય તો ખર્ચ આવે ને...? વિચાર કરવામાં ખર્ચ શાનો આવવાનો.....?


આને મફતિયા વિચારના વંટોળો કહેવાય....! માણસ અબુધાબીની હોટલમાં બેઠો હોય કે, બુર્ઝ ખલીફાના ૧૨૪ માં માળે ટીંગાયેલો હોય.....! વિચારોને ક્યાં આવવા/જવાના વિઝાની જરૂર પડે છે....! જ્યાં સુધી શ્વાસ ધબકે, ત્યાં સુધી વિચારો તો ‘ માઈગ્રેટ ‘ થયાં જ કરવાના .....! વિચારોને અટકાવવા માટે, મગજ આગળ કંઈ સિક્યોરીટી તો મુકાય જ નહિ....! ને જે કોઈ વિચાર આવે, એને વેવાઈની જેમ મરતબો પણ અપાય નહિ. પણ અમુકના નશીબ એવાં દુધે ધોયેલા કે, એને બગાસું ખાતાં જ પતાસું પણ મળી જાય....!


ચમનિયાનાને આવું જ થયું. એના નશીબમાં દુબઈ દેખવાનું આવ્યું. રામજન્મની તિથીએ જન્મેલો જીવ અયોધ્યા જવાને બદલે દુબઈ ગયો, એટલે મેં એને વ્યવહારિક ભાવથી ફોન કરીને પૂછ્યું કે, ‘ અલ્યા દુબઈમાં જલશા છે ને....? ‘ મને કહે, ‘ શેના જલશા....? માખો મારું છું...! ‘


મને ફાળ પડી કે, માખો મારવાની વાત કરે છે, તો આ ફટીચર દુબઈને બદલે ડુંગરી પહોંચી ગયો કે શું...? દુબઈ એટલે....? નીટ-ક્લીન સીટી...! આપણે ત્યાંની વાત હોય તો અલગ....! આપણે ત્યાં તો માખીઓ વચ્ચે માણસે રહેવાનું. ત્યાં તો માણસો વચ્ચે માખીઓ રહે. માખીઓને જોવી હોય તો, શોધવી પડે. માખીઓ જોવાનો શોખ થાય તો, મ્યુઝીયમમાં જવું પડે. ને મ્યુઝીયમમાં પણ માખીઓ મળે કે કેમ એની કોઈ ગેરંટી નહિ .....!


પણ, અમે બંને પાક્કા ગુજરાતી, એટલે પડીકાં છોડવામાં તો વાંધો જ નહિ. એટલે મેં પણ પિસ્તોલ ફોડી.....! ‘ અલ્યા માખીઓ મારે છે, તો કેટલી માખીઓનો ખાત્મા બોલાવ્યો...? ને એમાં નર કેટલી, અને નારી કેટલી....? ‘ મને કહે, ‘ રમેશીયા....! હું અહીં ફરવા માટે દુબઈ આવ્યો છું. ઇન્ડીયાથી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાવ્યો નથી કે, તને માખીઓનો જાતિવાર હિશાબ આપું.....! ને સાંભળ, હું જે હોટલમાં ઉતર્યો છું ને, એ હોટલના રૂમને એક જ કોમન વોશરૂમ છે. લેડીઝ જેન્ટસના અલગ/અલગ નથી. અલગ/અલગ હોય, તો ગણીને પણ કહું કે, જેન્ટસ વોશરૂમમા આટલી ગઈ, અને લેડીઝ વોશરૂમમા આટલી ગઈ.....! બાકી જે માખી આઇના ઉપર કે લીપ્સ્ટીક ઉપર લેન્ડિંગ થઇ, એ ચોક્કસ નારી માખીઓ હોવી જોઈએ, એવું મારું અનુમાન છે. સાવ નવરો થઇ ગયો કે, માખીના સર્વેક્ષણ અધિકારીની માફક આવાં વાહિયાત સવાલ પૂછીને ભેજાનું દહીં કરે છે.....? મને ખખડાવી નાંખ્યો યાર....!

જેમ અયોધ્યામાં જન્મેલા માણસ બધાં જ રામ નથી બનતા. એમ રામનવમીએ જન્મેલા પણ બધાં રામ નથી બનતા. આવાં ને તો આંદોમાન નિકોબારનું જ હવામાન અનુકુળ આવે...! એને દુબઈ મોકલાવાય જ નહિ. પણ આને કહેવાય આપણી કઠણાય....! સાલા આપણા ટાંટિયા તો ટીંડોળા લેવા, પાદર પર જતાં પણ ધ્રુજે, અને આવાં લોકોને ડુંગરીને બદલે દુબઈ ફરવાનું મળે....!

કમાલ તો જુઓ...? કેટલાંક લોકો રામનવમીએ અયોધ્યાના પ્રવાસના આયોજન કરે, ત્યારે આ ફટીચર અત્યારે ગોવા જઈને ત્યાના દરિયાના મોંજા ગણે છે.....! આપણે રૂદ્રાક્ષના મણકા ગણતા ઘરમાં બેસી રહ્યાં, અને એ દ્રાક્ષના વિસ્તારમાં જઈને ‘ હરે કૃષ્ણ હરે રામ ‘ ની ધૂન ચલાવે બોલ્લો....! આ સિવાય, બીજું તો શું શું કરતો હશે, એવું તો વિચારવાનું જ નહિ, ‘ દીવાના જહાં જાતા હૈ, વહાં મહેફિલ અપની બના દેતા હૈ.....! ‘

સ્વાભાવિક છે કે, રામનવમીએ જન્મેલા ચમનિયાને, ગોવામાં અયોધ્યા જેવું ‘ વાઈબ્રેશન ‘ તો મળતું જ નહિ હોય....! આપણને શંકા જવાની જ કે, એ રામભક્ત ચમનીયો ત્યાં રામભક્તિ કરતો હશે કે, ‘ રમભક્તિ....? ‘ પાછો ગોવા ગયો ત્યારે ધરમના ચોપડાનો તો ઢગલો લઈને ગયેલો. બે-ચાર જર્સી તો એવી લઇ ગયેલો કે, જેમાં આગળ શ્રી રામ, અને પાછળ જયશ્રી હનુમાન લખેલું હોય....! એને કોણ કહેવા જાય કે, ગોવાના દરિયા કિનારે તો સૂર્ય પણ સૂર્યાસ્ત પછી આરતી સાંભળવા ટેવાયેલો નથી....! ત્યાં તારી રામધૂન ની બુમ કોણ સાંભળવાનું.....?

મધપાનની ટેસ ચાલતી હોય, ત્યાં આપણો આ લેટેસ્ટ રામભક્ત, લોકોને ભક્તિપાન કરાવવા નીકળે. ત્યારે તો એવું જ લાગે કે, પોતે ચમનીયો નહિ પણ વિભીષણ છે. ગળામા રામનામની નામાવલીવાળો ખેસ ધરાવ્યો હોય, એક હાથમાં મંજીરું ને બીજા હાથમાં તંબૂરો ટેન...ટેન કરાવતો હોય, અને દરિયાઈ ચોપાટીના ટેબલે/ટેબલે જ્યારે એ ચોપાઈ સંભળાવવા નીકળે, ત્યારે તો લોકોને એમ જ લાગે કે ભાઈ બહુરૂપી છે. રાજકારણી ના મિજાજવાળા કદાચ એ યોગી આદિત્યનાથના પંથનો પણ લાગે....! જાણે અયોધ્યાના રામમંદિર માટે ફાળો ઉઘરાવવા નીકળ્યો ણા હોય....?

બોસ....આશિકી કંઈ પ્રેમલા-પ્રેમલીમાં જ થોડી હોય....? આવાને પણ હોય....! જેને ધાર્મિક આશિકી કહેવાય....! ને શ્રદ્ધા માટે તો ક્યાં કોઈ પુરાવા માંગે છે....? બાકી આપણે તો જાણીએ કે, ગોવાના સૂર્યાસ્ત સમયનો દરિયા કિનારો, જેટલો ‘ ચીકની ચમેલી ‘ મા ઝામે, એટલો ચોપાઈમાં નહિ ઝામે....! જ્યાં ચોમેર આલ્કોહિક વાતાવરણ ઝામેલું હોય, ત્યાં ગમે એટલો લાંબો ભગવો પહેરો ને....? કોઈ ફરક નહિ પડતાં.....! ગ્લાસ ભરવા માટે જ જે ગોવા આવ્યાં હોય, અને ગ્લાસ માટે જ તો ઝોલી ખાલી કરતાં હોય, ત્યાં જઈને ચમનીયો એવું લલકારે કે, “ તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી....! ‘ તો એની ઝોલી ભરાય....?

પણ એક વાત છે. દર રામ નવમીએ, ગોવાના મદ્ય ઝરતા દરિયા કિનારે રામાયણની ચોપાઈ વાંચવાનું સાહસ કરનાર તરીકે, ચમનિયાનું નામ આજે પણ મોખરે છે....! પણ ક્યાં મર્યાદા પુરુષોતમ રામ અને ક્યાં ચમનીયો બેફામ.....? ભલે ને રામનવમીએ ચમનીયો જન્મ્યો હોય, પણ, રામનામ જપના ઔર જલશા ભી કરના જ ચાલે....?

*****