‘Abhijit Khurana is great Hero’- એવું કેહવાતું હતું, પણ આજે ન્યાયતંત્ર એ સાબિત કરી દીધું કે ન્યાય બધા માટે સરખો છે. એટલું જ નહિ આપણી ન્યાયતંત્ર માં દેર છે પણ અધેર નહિ.
“ડગ્સ હેરાફેરી ના કેસ માં, અભિજિત ખુરાના ને ૨ વર્ષ ની જેલ ની સજા થઇ. માનવામાં નથી આવતું કે આંતરરાષ્ટ્રીય નામના ધરાવનાર સ્ટાર આવું પણ કામ કરી શકે!”
“બોસ, દરેક છાપા ના મથાળા અભિજિત ખુરાના થી ચાલુ થઇ ત્યાં જ પુરા થાય છે. જુઓ, આ છાપાવાળા ને પણ સરસ મસાલો મળી ગયો છે. બસ, હવે રાત દિવસ આજ ચાલ્યા કરશે. બિચારો અભિજિત પોતે બનાવેલી વર્ષોવર્ષ ની ઈજ્જત પાણી માં મિલાવી દીધી. “
“આપણી સાથે દગો કરવાનું આજ પરિણામ હોય એ અભિજિત ને ક્યાંથી ખબર પડે!” સામે છેડે થી ખોખરો ખાધો ને અટક્યો.
“હું જ જાણું છું કે મેં કેટલી મેહનત કરી છે આ કેસ માં એને ફસાવવા માટે...” બોલવા ગયો આગળ ને ફોન કપાઈ ગયો. બે જણ ને અનેરો આનંદ હતો આ કેસ માં અભિજિત ને ફસાવી ને.
આ સમાચાર સાંભળી ને, આખું બોલીવુડ શોક્ગ્રત થયું. કેટલાક લોકો ખુશ હતા તો અભિજિત ના લાખો ચાહકો દુ:ખી હતા. તેના ચાહકો લાખો માં નહિ પણ કરોડો માં હતા. એમ પણ તેને આદત પડી ગઈ હતી કે તેના ચાહકો તેની આગળ પાછળ ફરે. ક્યારેક કોઈએ તેને નજર અંદાજ કરી જાય તો તેને સહન ના થાય કારણકે તેને તેના ચાહકો આગળ પાછળ જ ગમતા હતા.
“નિશા, ન્યુઝ જોયા, અભિજિત ને ૨ વર્ષ ની સજા થઈ આપણે માસ્તર પ્લાન સફળ નહિ થાય જો અભિજિત જેલ માં જતો રેહશે તો!” વીકી અભિજિત ના ન્યુઝ સાંભળી ને બેબાકળો થઇ ગયો હતો. તે સેવેન સ્ટાર હોટેલ ની રૂમ માં આંટા મારવા લાગ્યો.
“હા, ટવીટર પર વાંચ્યું મેં. ” નિશા એ ટવીટ વાંચતા જવાબ આપ્યો.
“અભિજિત ની સજા ના સમાચાર તને ટવીટર થી મળે છે?” વીકી વધારે અકળાયો.
“હા” નિશા વધારે બોલવા માંગતી નહતી કારણકે તે વીકી નો સ્વભાવ જાણતી હતી.
“હવે, અભિજિત ની ગર્લ ફ્રેન્ડ ને પણ આવા સમાચાર ટવીટર થી મળે!”
“તું જાણે જ છે ને વીકી, અમે દુનિયા ને દેખાડવા સાથે છીએ. પછી આ વાત ની ચર્ચા કરવા નો શું મતલબ?”
“પણ અભિજિત તો તને પ્રેમ કરે છે ને તું...” વીકી ગણું બધું બોલવા માંગતો હતો પણ તે સમજવા લાગ્યો હતો કે નિશા ને સફળતા નો પૂરો નશો ચડી ગયો છે તેની સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. મન માં ને મન માં વિચારવા લાગ્યો કે હવે મારે જ કઈ કરવું જ પડશે નહીતર ગેમ પૂરી.
બીજા દિવસે સવારે અભિજિત પોતા ના ગાર્ડન માં બેસી ને બ્લેક કોફી પીતો હતો ને બધા છાપા પર નજર ફેરવતો ગયો. દરેક છાપા ના પેહલા પાના પર તેના વિષે સમાચાર છપાયા હતા. ખાસ આજે જાણી જોઈ ને તેને બધા છાપા મંગાવેલા. તેનો નોકર મોહિત તેની માટે નાસ્તો લઇ ને આવ્યો. અને તેનું ધ્યાન ભગ્ન કર્યું.
“સાહેબ, આ શું કર્યું તમે? અમને નહિ ગમે તમારા વગર..” બિચારા મોહિત ને ઘણું બધું બોલવું હતું પણ ત્યાં કોડ્લેશ ની રીંગ વાગી.
“સાહેબ, નાવ્યામેડમ કરી ને કોઈ આવ્યું છે તમને મળવા માટે !” આગળ બોલવું કે નહિ તેને ના સમજાયું. તેને થયું કે જો સાહેબ આવી સામાન્ય છોકરી ને તો નહિ મળે અને ઉપર થી મન ધમકાવશે આવા લોકોને ચોખી ના જ પડી દેવાની. પણ બિચારો શું કરે, નાવ્યા એ બહુ જ જિદ્દ કરી. એટલે ડરતા-ડરતા ફોન જોડ્યો. નાવ્યાએ અડધો કલાક મગજમારી કરી ત્યારે જઈ ને વોચમેને એ ફોન લગાવ્યો.
“મોકલ એને અંદર ગાર્ડન માં” અભિજિત એ ફોન મૂકી દીધો. મનમાં ને મનમાં મલકાયો. પોતાના નોકર મોહિત ને કીધું કે બે કપ ચા લઇ આવ.
મોહિત ને પણ નવાઈ લાગી, આજે સાહેબે ચા મંગાવી! દરરોજ એ બ્લેક કોફી પીવાવાળો માણસ આજે ચા પીશે. એ ઉપરાંત પહેલીવાર તેને અભિજિત ને હસતા જોતો હતો.
અભિજિત નો ૧૦૦ એકર માં ફેલાયેલો બંગલો કોઈ રાજા રજવાડા થી કમ નહતો. અભિજિત ને નાનપણથી મહેલો ખુબ પસંદ હતા એટલે એણે પોતાનો બંગલો બનવવા માટે રાજસ્થાન થી ખાસ માણસો બોલાવેલા. જાજરમાન દરવાજા, એની પર કોતરણી, મોટા-મોટા જુમ્મર ખાસ ફ્રાંસથી મંગાવેલા, એક-એક થાંભલા, એક-એક દીવાલો ની કોતરણી અલગ-અલગ કામણગારી હતી. બંગલો જોવા ખાસ મેહમાનો તેના ત્યાં પાર્ટી માં આવતા. એ ઉપરાંત તેને ગાર્ડન નો શોખ બહુજ એટલે બંગલા ની પાછળ ના ભાગ માં એને વિશાલ ગાર્ડન બનાવેલુ. તે તેનો ફાજલ નો સમય ગાર્ડન માં પસાર કરતો. ગાર્ડન ની વચોવચ એક નાનું ગોળ ટેબ્લ હતું અને એની ફરતે ૩ ખુરશી હતી અને એ ટેબલ પર મોટી છત્રી એટલે ન હતો તડકો લાગે કે ના વરસાદનું પાણી અડે. સફેદ સંગેમરમર ના પત્થરો માંથી બનાવેલું આ ડાઈનીંગ ટેબલ ખરેખર આ ગાર્ડન ની શોભા વધારતું હતું.
નાવ્યા ને મેઈન ગેટ થી લઇ ગાર્ડન સુધી પહોચતા એને પાંચ મિનીટ લાગી. તે અભિજિત ની સામે આવી ને ઉભી રહી અને તે અભિજિત ને જોઈ જ રહી હતી અને અભિજિત નું ધ્યાન જ નહતું. અને નાવ્યા પણ એને જોઈ ને કઈ બોલવા જતી હતી ને ક્યાંક ખોવાઈ ગઈ. ત્યાં જ મોહિત ચા લઇ ને આવ્યો ને નાવ્યા ને હેલો મેડમ કીધું. ત્યારે નાવ્યા ની તંદ્રા તૂટી. તેને યાદ આવ્યું કે તેને અહિયાં આવે ૨ મિનીટ થઇ ગઈ હતી. તેને જોયું તો હજી અભિજિત ક્યાંક ખોવાયેલો હતો, એના આવ્યા નું તેને ધ્યાન પણ ના કર્યું. તે તેની સામે પૂરી બે મિનીટ થી ઉભી છે તો પણ , તેને નવાઈ લાગી. અભિજિત મન માં ને મન માં મલકાતો હતો. ખબર નહિ, ક્યાં વિચાર માં ખોવાયેલો હતો. મોહિત ને તો આ બધું અજીબ લાગ્યું. તે અભિજિત ની સાથ કેટલાય વર્ષો થી કામ કરતો હતો એટલે તે અભિજિત ને સારી રીતે ઓળખતો હતો, અભિજિત નું આવું વર્તન એને પેહલી વાર જોયુ હતું કારણકે અભિજિત કાયમ બધા ને આવકાર આપવામાં પાવરધો હતો અને આજે એ મેહમાન આવ્યા છતાં એમની સામું નહિ પણ ક્યાંક બીજા વિચારો માં ખોવાઈ ગયો હતો. આવું પહેલા કયારેય બન્યું જ નહતું.
મોહિત અભિજિત ને તંદ્રા માંથી જગાડવા ગયો, પણ ત્યાં નાવ્યાએ એને રોક્યો. અને કીધું કે તમે જાવ, હું વાત કરું છું. અને મોહિત ત્યાં થી જતો રહ્યો. પણ પાછું વળી ને જોયા વગર ના રહી શક્યો. તેને જોયું તો નાવ્યા અભિજિત ને શાંતિ થી નિહાળી રહી હતી. અને પછી ધીમે રહી ને બોલી,- “અભિજિત, તમે ક્યાં ખોવાઈ ગયા છો.”
અભિજિત ને ખ્યાલ ના આવ્યો એટલે નાવ્યા તેની સામે ની ખુરશી માં બેસી ગઈ ને તેના હાથ પર ચુટલો ભર્યો ને બોલી,-“અભિજિત ?”
ત્યાં જ અભિજિત સફાળો જાગ્યો. અને બોલ્યો –“અરે! નાવ્યા તું ક્યારે આવી?”
“મને આવી ને દસ મિનીટ પણ થઇ ગઈ.” નાવ્યા મોઢું બગાડતા બોલી. “તમે ક્યાં ખોવાયેલા હતા?”
“અરે! કઈ ખાસ નહિ, બસ એક વિચારે ચઢી ગયેલો. પણ તું અહિયાં?”
“કેમ? હું તમને મળવા પણ ના આવી શકું?” નાવ્યા મીઠું-મીઠું રીસાતા બોલી.
“ના ના, તું ક્યારે પણ મને મળવા આવી શકે છે. પણ મેં ધાર્યું નહતું કે તું આવીશ એટલે.”
“હા સમાચાર સાંભળ્યા એટલે મળવા આવી.”
“ઓહ!” અભિજિત વિચાર માં પડી ગયો કે એટલું મોટું નામ મારું તો પણ કોઈ મળવા નથી આવ્યું બધા એ ટવીટર પર દુ:ખ વ્યક્ત કરી દીધું પણ કોઈ ની પાસે મને મળવા આવવા નો સમય નથી. નિશાનો તો એક ફોન પણ નથી અને નાવ્યા મળવા આવી!
“ફરી ખોવાઈ ગયા? મને નથી લાગતું કે તમે કઈ પણ કર્યું હોય. તમને કોઈ ફસાવતું ના હોય?” નાવ્યા બોલવા ગઈ પણ અભિજિત નો હસતો ચેહરો જોઈ અટકી ગઈ.
“હું જાણું છું મેં કઈ નથી કર્યું પણ મારી પાસે જેલ જવા સિવાય કોઈ બીજો માર્ગ નથી બચ્યો”
“કેમ?” નાવ્યા ને આઘાત લાગ્યો.