રવલાની તીર્થયાત્રા – ગોવા...
ભાગ – ૧
Ravi Dharamshibhai Yadav
લગ્નના બે મહિના પહેલાથી જ હનીમુનનો પ્લાન ચાલી રહ્યો હતો કે ક્યા જવું ? કઈ રીતે જવું ? શું પ્લાન કરવા ? અને બીજી તરફ અમુક ક્લોઝ મિત્રો પાસેથી સલાહ સૂચનો પણ લેવાઈ રહ્યા હતા અને એ સલાહ સુચન દરમિયાન જ પોતાનું લગ્નના ચોથા વર્ષનું હનીમુન કરવા તૈયાર થઇ ગયું હતું એ કપલ હતું જનક પરમાર અને દુર્ગેશ તિવારી..... સાથે સાથે મારો જીગરી યાર પણ ફરવાની વાત આવી એટલે તૈયાર થઇ ગયો અને મારા લગ્ન પહેલા પોતાના કોર્ટ મેરેજ કરી લીધા અને એ કપલ પણ તૈયાર થઇ ગયું.. રવિરાજ વાકાણી અને વૈશાલી ભટ્ટી.... અચાનક વાતમાંથી વાત નીકળતા ખબર પડી કે એક બીજો ફ્રેન્ડ આર્મીમાં છે એ ભાઈ લગ્ન કરીને તરત જ જતા રહ્યા હતા પોતાની નેશનલ ડ્યુટી નિભાવવા માટે આથી તેમને પણ બાકી જ છે ફરવા જવાનું તો એ પણ તૈયાર થઇ ગયા.. સંકેત અને કિરણ... અને અપુન તો સૌથી મેઈન કપલ હતું.. રવિ અને Ami...
બોવ બધી ચર્ચાઓ વિચારણાઓ અને પૂછપરછ પછી અંતે એવું નક્કી કર્યું કે પ્લાન કરીને તો બધાય જાય જ છે. આપણે એમ ને એમ જઈએ. ત્યાં જઈને જોયું જશે કે ક્યા રહેવું અને ક્યા બુકિંગ કરાવવું. એટલે ફક્ત જવા આવવાની ટીકીટ બુક કરાવીને બધા જ મારા લગ્ન પુરા થાય એની રાહ જોવા લાગ્યા.. મારા લગ્ન ૧૬ તારીખે પુરા થયા અને ૧૭ તારીખે જવા માટે બેગ ભરાઈ રહી હતી ત્યાં જનક દુર્ગેશના નાટક શરુ થયા.. આ પહેલા પણ આ બંનેએ ૪ વાર નાં પાડી હતી કે અમારી ટીકીટ કેન્સલ કરજે અમારાથી નહિ અવાય.. અને હું હરવખતની જેમ એક સરખો જવાબ આપતો.. કઈ વાંધો નહિ.. ટીકીટ ભલે એમ ને એમ રહી.. તમે નહિ આવતા.. હહાહા... કારણ કે ખબર જ હતી કે ભલે ને ગમે એટલા નાટક કરે પણ છેલ્લે તો બેગ લઈને પાર્ટી સૌથી પહેલા તૈયાર ઉભી હશે...
આખરે રાત્રે ટ્રેઈનની સફર શરુ થઇ.. પોતાના રેગ્યુલર ટાઈમે ગાડી આવી ગઈ અને સ્લીપર કોચમાં અપુન કા ફર્સ્ટ એક્સ્પેરીયંસ થાના.. ક્યા હે અપુન એન.આર.આઈ. હે ના તો મેટ્રો ઓર પ્લેન સે સફર કરને કી આદત હો ગઈ હે.. (આવું સંસ્થા ફાંકા મારવા માટે કહી રહી છે. એક્ચ્યુઅલમાં રીક્ષાની ઓકાત પણ નથી ધરાવતી આ સંસ્થા.) દરેકની બેગ યોગ્ય જગ્યાએ મુકાઈ ગઈ અને તરત જ સુઈ જવાનો પ્લાન હતો રાત્રે એટલે લોકો પોતપોતાની સીટ પર આવીને સુઈ ગયા. પણ અપુન તો નવા નવા શાદી કિયેલા થા... ઓર અપુન કી લુગાઈ હે ના ઉસકી તો ટ્રેઈનમેં હાફ ટીકીટ ભી નહિ લગતી ઇત્તું સી હે ફિર ભી ટીકીટ તો લી થી લેકિન ક્યા હે કી શાદી કી હે ઓર નયી નયી હે તો સાથ મેં સોને કા દિલ તો કરેગા ના.. એક હી સીટ પે દોનો સો ગયે... ઓર શરુ હુવા ટ્રેઈન કા સફર...
વહેલી સવારે જાગીને શરુ થયું ભુક્કડ લોકોનું ખાવાનું... ગુજરાતીઓ ફરવા જાય છે કે ખાવા એ જ નાં ખબર પડે.. ) કઈ પણ મળે લાવો. સુકો નાસ્તો, ભીનો નાસ્તો બધું જ હાલે-બલ.. (અવેલેબલની જેમ આ અમારો વર્ડ:- હાલેબલ) આખો દિવસ ટ્રેનમાં બેઠા બેઠા ફકરા માર્યા, ફોટા પાડ્યા, નાસ્તો, રસ્તામાં સ્ટેશન પર મળતું આચર કુચર બધું જ જાપટ્યુ. ૧૭ તારીખે રાત્રે ૦૩.૦૦એ શરુ થયેલી એ જર્ની ૧૮ તારીખે રાત્રે ૧૨.૩૦ એ પૂરી થઇ...
મડગાવ સ્ટેશન આવી ચુક્યું હતું. ચારેય કપલના ચેહરા પર થાક વર્તાઈ રહ્યો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન દુર્ગેશના ફ્રેન્ડ દ્વારા જાણવા મળ્યું હતું કે સાઉથ ગોવામાં “અગોંડા બીચ” પર જ રહેવાનું શોધવું અને ફલાણી હોટેલમાં જજો. એટલે એ પ્રમાણે ત્યાં ગાડી બંધાવાનું નક્કી કર્યું. ડ્રાઈવર જે રીતે વાત કરતો હતો એ પરથી ખબર પડી ગઈ હતી કે આપણે હવે ડ્રાય સ્ટેટમાં નથી, એટલે પાલટી ફૂલ થયેલી છે એટલે હવે સેફ પહોચાડે કે નહિ એની ખાતરી નથી પણ તોય તગડું ભાડું આપીને અગોંડા બીચ પર જવા માટે નક્કી કરી લીધું.
ત્યાં જઈને જોયું તો પેલા ભાઈએ કીધેલી હોટેલ કશે મળે નહિ અને બીજી કોઈ હોટેલમાં જગ્યા અવેલેબલ નહોતી. જોડે પેલી પીધ્લી પાર્ટીએ પણ હાથ ઊંચા કરી દીધા કે ભાડું આપી દયો એટલે હું હાલતો થાવ. અને એના તોછડા જવાબોથી કંટાળીને થોડીવાર તો અમારા જનકા ટીચર અને વૈશાલી બા ગરમ થઇ ગયા અને ઘડીક જો વધુ બોલ્યો હોત તો આ બેય લેડી બાહુબલી થઈને પેલા કાલ્કેયને ત્યાં જ પૂરો કરી દીધો હોત પણ નસીબ સારા હતા બિચારા ના કે ખાખરા, ફાફડા, ઢોકળા બનાવનારી નારીની જપટમાં આવતા રહી ગયો. કોઈ હોટેલ વાળા ફોન નહોતા ઉપાડી રહ્યા તો કોઈ હોટેલવાળા સરખો જવાબ નહોતા આપતા.
રાત્રે ૨ વાગે સાઉથ ગોવાના અગોંડા બીચ પર દરીયાના ઘૂઘવતા અવાજ વચ્ચે રાત્રીના સુમસામ વાતાવરણમાં જ્યારે દરેક માણસ પોતાની ઊંઘ ભરપુર રીતે માણી રહ્યો હતો ત્યારે ૪ ગુજરાતી કપલ રહેવા માટે હોટેલ શોધી રહ્યા હતા... કેટલી રોમેન્ટિક વાત કહેવાય યુ નો... દુર્ગેશ અને રવિરાજ બંને હોટેલ શોધવા માટે દુર દુર સુધી ભટકી રહ્યા હતા અને હું અને સંકેત ચારેય લેડી અને બધા સમાનનું ધ્યાન રાખીને નિરાતે ત્યાં રોડ પર બેઠા હતા.. ત્યાં બેઠા બેઠા પણ મસ્તીથી ફોટો પડતા હતા અને મસ્તી કરી રહ્યા હતા. એટલામાં જ ત્યાં ૪ કુતરાની ટોળકી અચાનક ક્યાંકથી ચડી આવી અને સીધી જ જનક માંડીને બટકું ભરવા માટે નજીક આવી....
અમે બધાય ટોળું વાળીને બેઠા હતા દુર્ગેશ અને રવિરાજની રાહે અને અચાનક આ કુતરાઓ સીધા બધાની વચ્ચેથી જનકબા પાસે જ ગયા અને સીધા જ એના પગ ચાટવા માંડ્યા, કદાચ ગયા જનમનું કઈક લેવાદેવું નીકળતું હશે એમની જોડેથી અને જનકા બા અડધી રાતે ૨ વાગે રાડો દેકારા શરુ કર્યા અને હું અને સંકેત સીધા ઉભા થઈને કુતરાઓને ભગાડી મુક્યા. ત્યાં એક ભાઈ રીક્ષા લઈને આવ્યા અને તેમને બધી વાત કરી તો તેમને કહ્યું કે આત્યારે હોટેલ નહિ મળે તમે બીચ પર સુઈ જાવ.. એ ભાઈ મને બીચ દેખાડવા છેક અંદર સુધી આવ્યા અને કહ્યું કે બિન્દાસ્ત અહિયાં સુઈ જાવ અહિયાં કોઈ ચોરી નહિ કરે તમારો સામાન અને અવાજ કર્યા વગર આ ચેર લઈને એના પર સુઈ જાવ.
અંતે ક્યાય હોટેલ કે કશું જ મળ્યું નહિ અને નક્કી કર્યું કે બીચ પર જ સુઈયે અને બધો સામાન લઈને પહોચ્યા બીચ પર અને ફિલ્મોમાં જ્યાં પેલી છત્રીની નીચે ચેર મુકેલી હોય જ્યાં ગોરી મેડમો મસ્ત મસ્ત કલર કલરવાળી બીકીની પેરીને સુવે અને માદક અદામાં પોઝ આપે એવી ચેર હતી તો આજુબાજુની હોટેલવાળાની જેટલી ચેર હતી એ બધી ભેગી કરી અને બધા જ કપલ સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં રવિ યાદવ ઉર્ફ અપુન પોતે એ રોણ કાઢી કે આપણે કશું જ ઓઢવાનું લાવ્યા નથી.. હહાહ્હાં... એકલા રખડવાની ટેવને લીધે ભુલાઈ ગયું કે હવે આપણું પાર્સલ પણ જોડે જ છે એમ.. નસીબજોગે સંકેત પાસે એક્સ્ટ્રા શોલ હતી તો એમાંથી કામ ચાલી ગયું. સામાન વચ્ચેની ચેર પાસે પડેલા ટેબલ પર ટેકવીને મુક્યો.
એ અંધારી રાત, આકાશમાં ટમટમતા તારાઓ, વિશાળકાય દરિયાનો એ ઘૂઘવતો મોજાઓનો ઘેઘુર અવાજ અને ઠંડુ આહ્લાદક વાતાવરણ. જીવવા માટે બસ નીચે ઝમીન ઓર ઉપર આસમાન જેવી સ્થિતિ લાગી રહી હતી પણ અંદરખાને ગમી રહ્યું હતું કે આવી જાહોજલાલી તો ક્યા જીવવા મળે કે આરામથી આવી રીતે સુઈ શકીએ. અને મસ્ત રીતે પોતપોતાની અર્ધાંગીનીઓ જોડે એક શોલમાં લપાઈને સુઈ ગયા....
સવાર પડી અને મારી આંખ ખુલી અને તરત જ સામાન સામે જોયું અને...........
વધુ આવતા અંકે...