રોબોટ્સ એટેક
ચેપ્ટર 19
આજનો દિવસ પણ સામાન્ય દિવસ જેવો જ હતો.ગઇ રાત્રે તેઓ મોડા સુધી ચાલ્યા હતા કારણકે તેમને રોકાવા માટે કોઇ યોગ્ય જગ્યા મળી રહી ન હતી.આખરે અત્યારે જ્યાં તેઓ હતા તે જગ્યાએ પહોંચીને અહિંયા જ રોકાવાનુ નક્કી કર્યુ હતુ.પાછળ આવી રહેલી સેનાને અહિંયા જ બોલાવી લીધી હતી.આ જગ્યા આમ તો સુરક્ષિત જ હતી.શહેરથી દુર નદીના કિનારે આવેલી આ જગ્યા સુમસામ પડી હતી.આજુબાજુમાં જંગલનો ઇલાકો હતો તેથી જાનવરોનો થોડો ખતરો તો હતો પણ હવે તે બધા તેનાથી ટેવાઇ ગયા હતા. બધા આવી ગયા પછી તેમને અહિંયા પડાવ નાખ્યો હતો.નદી પાસે જ હતી તેથી પીવા અને નાહવા માટે પાણીની કોઇ તકલીફ પડે તેવુ ન હતુ.રાત્રે પણ રોજના નિયમ મુજબ જેનો વારો હતો તેમને વારફરથી જાગતા રહીને ચોકી કરી હતી.રાત્રીમાં જાનવર કે અન્ય કોઇ પણ જીવ ત્યાં આવ્યુ ન હતુ.એ વાત જોકે થોડી અજીબ હતી.કારણકે નદી હોય તે જગ્યાએ હંમેશા રાત્રે જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવતા જ હોય છે.અહિંયાથી પહેલા તેઓ જ્યાં પણ નદીના કિનારે રોકાયા હતા ત્યાં તેમને તેવા અનુભવો પણ થયા હતા. તેથી જ રાતની ચોકી કરવાવાળા પણ આખી રાત સતર્ક રહીને ચોકી કરતા રહ્યા હતા.પણ રાત્રે કોઇ પ્રાણી તો ઠીક એટલા વિસ્તારમાં કોઇ પક્ષી પણ તેમને દેખાયુ ન હતુ!! તેથી જ સવારે જ્યારે ડૉ.વિષ્નુ ઉઠ્યા ત્યારે રાત્રે ચોકી કરનારે તેમને આ હકીકતથી વાકેફ કર્યા હતા.તેમની વાત સાંભળીને ડૉ.વિષ્નુ પણ વિચારમાં પડી ગયા.તેમને પણ એ વાતનુ આશ્ચર્ય હતુ કે આવુ કેવી રીતે બની શકે!? ત્યાંજ તેમને અચાનક એક વિચાર આવ્યો કે આ જગ્યાએ રોબોટ્સની આવ જા રહેતી હોવી જોઇએ તો જ અહિંયા કોઇ જાનવરો પાણી હોવા છતા આવતા નહી હોય.તેઓ તરત જ આજુબાજુમાં રોબોટ્સના નિશાન છે કે નહી તે જોવા લાગ્યા. થોડે દુર ઝાડીમાંથી નદી તરફ જતા પગના નિશાન હતા.તેમને ધ્યાનથી જોયુ તે રોબોટ્સના જ પગના નિશાન હતા! તે નિશાન જોઇને તેમને તે જ વખતે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર નજીકમાં હતા તે બે ચાર જણને બોલાવ્યા અને બધાને તરત જ આ જગ્યા ખાલી કરીને નિકળવા માટેની તૈયારી કરવાનો સંદેશ પહોચાડવા માટે મોકલી દીધા.તેઓ પણ જાતે જેટલા માણસો મળતા હતા તે બધાને અહિંયાથી નિકળવા માટે ફટાફટ તૈયારી કરવાનુ કહી રહ્યા હતા.પણ ત્યાં સુધી ખુબ જ મોડુ થઇ ગયુ હતુ.ખતરો તેમના સુધી પહોચી ગયો હતો. જે જગ્યાએ ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓ રાત્રે રોકાયા હતા તે જગ્યા આમ તો વેરાન અને સુમસામ લાગતી હતી,પણ આ જગ્યાએ રોબોટ્સ આવતા હતા.રોબોટ્સને મશીનના કામ માટે પાણીની જરુર પડતી હતી.શહેરમાં હવે પાણીની તંગી પડવા લાગી હતી તેથી છેલ્લા કેટલાક સમયથી તેઓ અહિંયા આવીને આ નદીનુ પાણી લઇ જતા હતા.જ્યારે ડૉ.વિષ્નુને તે વાતની ખબર પડી અને તે બધા લોકોને અહિંયાથી જગ્યા ખાલી કરવા માટે કહી રહ્યા હતા તે જ વખતે રોબોટ્સની એક ટીમ તેમના રોજીંદા સમયે પાણી ભરવા માટે ત્યાં આવી પહોંચી.આટલી મોટી સંખ્યામાં માણસોનુ ઝુંડ જોઇને તે ત્યાંજ ઉભા રહી ગયા અને તેમને શિખવાડેલા કમાંડ પ્રમાણે માણસોને શહેરની બહાર જોતાજ હુમલો કરવાના આદેશને અનુસરીને તેમને તરત જ લોકો પર હુમલો શરુ કરી દીધો.સવારનો સમય હતો ગઇરાત્રે આ જગ્યાએ મોડા પહોચ્યા હોવાથી કેટલાક માણસો તો હજી ઉંઘી રહ્યા હતા અને જે લોકો જાગતા હતા તે તેમની સવારની પ્રાતઃક્રિયા પતાવવામાં લાગેલા હતા.તે વખતે કોઇના હાથમાં હથિયાર ન હતુ કે ન’તો તે લોકો તે સમયે લડવા માટે તૈયાર હતા.રોબોટ્સોને અંધાધુંધ ફાયરીંગ શરુ કરી દીધુ.ડૉ.વિષ્નુ પણ ત્યાં પાસે જ હતા.તેઓ પણ જાગેલા લોકોને બીજા લોકોને જલદીથી ઉઠાડીને નિકળવા માટેની તૈયારી જલદીથી જલદી કરવાનુ કહેવા માટે ફરી રહ્યા હતા.જેવો તેમને ફાયરીંગનો અવાજ સાંભળ્યો તેવા જ તે પાસેના ટેંટમાંથી જે પણ હથિયાર હાથમાં આવ્યુ તે લઇને ફાયરીંગની દિશામાં ગયા.ત્યાં પહોંચીને તેમને જોયુ તો રોબોટ્સની એક ટીમ તેમના લોકો પર આડેધડ ફાયરીંગ કરી રહી હતી.અચાનક થયેલા આ રીતના હુમલાને લીધે લોકો પણ ગભરાહટમાં તેનો સામનો કરવાને બદલે આમતેમ ભાગી રહ્યા હતા.કારણકે તેમની પાસે સામનો કરવા માટે કોઇ હથિયાર ન હતુ.આખરે તે લોકો પણ સામાન્ય મનુષ્ય જ હતા.તે અહિંયા લડવા માટે તો આવ્યા હતા પણ તેઓ સૈનિક જેટલી ચપળતા અને ચતુરાઇ ધરાવતા ન હતા. તેમની વચ્ચે જે બે ચાર નિપુણ સૈનિકો હતા તે ઝાડની આડશ લઇને રોબોટ્સના હુમલાને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુ પણ તેમની સાથે જોડાઇ ગયા.રોબોટ્સની ટીમમાં કુલ દસ રોબોટ્સ જ હતા પણ અત્યાર સુધીમાં તેમને ડૉ.વિષ્નુની સેનાને ખુબ જ નુકશાન પહોંચાડી દીધુ હતુ.ડો.વિષ્નુના સૈનિકોએ બે રોબોટ્સને નિષ્ક્રિય કરી દીધા હતા.લોકો પણ હવે ફાયરીંગ રેંજની બહાર આવી ગયા હતા.તેથી હવે રોબોટ્સ અને ડૉ.વિષ્નુની સાથે રહેલા સૈનિકો વચ્ચે સીધી જંગ ચાલી રહી હતી.તે જ વખતે અચાનક એક ગોળી આવી અને ડૉ.વિષ્નુની છાતીમાં ડાબી તરફ લાગી. ડૉ.વિષ્નુ ત્યાંજ ઢળી પડ્યા.એક સૈનિક તેમને ઉઠાવીને બાજુના ટેંટમાં લઇ ગયો.ગોળીઓનો અવાજ સાંભળીને બાકીના સૈનિકો પણ હથિયાર લઇને એ તરફ આવી ગયા હતા.હવે સૈનિકોની સંખ્યા સારી એવી થઇ ગઇ હતી.તેથી રોબોટ્સ ધીમે ધીમે ખતમ થઇ રહ્યા હતા.પાર્થ, નાયક,મેજર અને તેમના અન્ય સાથીઓ થોડા દુર હતા.તેઓ જ્યારે ઘટનાસ્થળે પહોચ્યા ત્યારે ફક્ત એક જ રોબોટ બચ્યો હતો.પાર્થે મોરચો સંભાળ્યો અને તેને ઝાડની આડશ લઇને એક જ ગોળી મારીને તે રોબોટને ખતમ કરી દીધો.બધા રોબોટ્સ ખતમ થઇ ગયા પછી તેને વાત કરવાનો મોકો મળ્યો.તેને એક સૈનિકે આવીને, ડૉ.વિષ્નુને ગોળી વાગી છે અને બાજુના ટેંટમાં તેમની સારવાર થઇ રહી છે તે જણાવ્યુ.પાર્થ અને બીજા બધા તરત જ તે તરફ દોડતા ગયા.
ડૉ.વિષ્નુને જ્યારે ટેંટમાં લાવ્યા ત્યારે તેમની છાતીમાંથી લોહી ખુબ જ વહી રહ્યુ હતુ.ડૉક્ટર તેમની છાતીમાંથી નિકળી રહેલુ લોહી રોકવાની કોશીશ કરી રહ્યા હતા.ગોળી છાતી વીંધીને છેક હ્યદય સુધી પહોચી ગઇ હતી.તેથી ગોળીને નિકાળવી ખુબ જ મુશ્કેલ હતુ.કારણ કે તેમ કરવામાં તેમનુ હ્યદય બંદ પડી જવાનુ પણ જોખમ રહેલુ હતુ.પણ જો ગોળીને તરત જ નિકાળવામાં ના આવે તો તેનુ ઝેર આખા શરીરમાં ફેલાઇને ડૉ.વિષ્નુને મોતના સિકંજામા ફસાવી લે તે જોખમ હતુ.ડૉ.વિષ્નુ ધીમે ધીમે બેહોશી તરફ જઇ રહ્યા હતા. તેમને ડોક્ટરનો હાથ પકડીને કહ્યુ, ડૉક્ટર સાચુ કહો હુ બચી શકુ તેમ છુ કે નહી? ડૉકટરે તેમને આખી પરીસ્થિતી સમજાવી અને કહ્યુ, કોઇપણ સંજોગોમાં ગોળી તો નિકાળવી જ પડશે.પણ તેમ કરવામાં તેમનો જીવ બચશે કે નહી? તે કહી શકાય નહી.ડૉ.વિષ્નુએ કહ્યુ, “તમે ઓપરેશન કરો તે પહેલા મને એક હાઇડોજ પેઇનકિલર ઇંજેક્શન આપી દો જેથી હુ દસ મિનિટ મારા પુત્ર સાથે વાત કરી શકુ.મારી તેની સાથે વાત કરવી ખુબ જ જરુરી છે”.ડોક્ટરે થોડુ વિચારીને કહ્યુ, “આમ તો આ ખુબ જ જોખમી છે પણ હુ પરીસ્થિતી જાણુ છુ તમારા પર આટલા બધા લોકોને આશા રહેલી છે.તેથી તમને જો કંઇ થઇ જાય તો તમે તે પહેલા તમારા પુત્રને કઇક અગત્યની વાત કહેવા માગો છો.હુ તમને એક હાઇડોજ પઇનકિલર ઇંજેક્શન આપુ છુ જેથી તમને થોડીવાર દર્દ ઓછુ થઇ જશે.પણ યાદ રાખજો તમારી પાસે ફક્ત દસ મિનિટ છે એટલા સમયમાં તમારે જે પણ વાત કરવી હોય તે કરી લો”.ડૉ.વિષ્નુએ બધી જ હિમ્મત એકઠી કરીને કહ્યુ, “તમે જલદી કરો ડૉક્ટર દસ મિનિટ મારા માટે કાફી છે”.ત્યારબાદ ડૉકટરે ડૉ.વિષ્નુને એક હાઇડોજ પેઇનકિલર ઇંજેક્શન આપ્યુ અને પાર્થને અંદર બોલાવ્યો.પાર્થ તો આ સમાચાર સાંભળીને ભાંગી જ પડ્યો હતો.તેના પિતાએ જ્યારે તેને અંદર બોલાવ્યો ત્યારે તે સ્વસ્થ થઇને અંદર ગયો.અંદર આવીને તે ડૉ.વિષ્નુની બાજુમાં બેઠો.ત્યાં અત્યારે તેમના બે સિવાય બીજુ કોઇ હતુ નહી.બધા તંબુની બહાર તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુએ કહ્યુ, “બેટા, હુ જે વાત કહી રહ્યો છુ તે તુ ધ્યાનથી સાંભળ.હવે મારી પાસે વધારે સમય નથી.તેથી જો હુ આ દુનિયામાં ન રહુ તો તને આગળની પરીસ્થિતીમાં માર્ગ દેખાડવા માટે કોઇ નહી હોય.તારે તારો રસ્તો જાતે જ બનાવવો પડશે.તારે મે જોયેલા સ્વપ્નને સાચુ કરી દેખાડવુ પડશે.તારે આ બધા લોકોની જવાબદારી તારા માથે લેવી પડશે અને આખી દુનિયાને બચાવવા માટે તારે તેમના મસિહા બનવુ પડશે.તુ એ બનીશ એના પર મને પુરો વિશ્વાસ છે પણ એ માટે સૌથી પહેલા તારે તારી જાત પર પુર્ણ વિશ્વાસ રાખવો પડશે.તારે એ વાત સ્વીકારવી પડશે કે તુ જ આ લોકોનો મસિહા છે અને તુ જ્યારે તારી જાત પર આ વિશ્વાસ લાવી શકીશ ત્યારે તને શાકાલ તો શુ દુનિયાની કોઇ તાકાત હરાવી નહી શકે”.પાર્થે તેમને વચ્ચે જ અટકાવીને કહ્યુ, “પિતાજી તમે આવી વાતો કેમ કરો છો ડૉક્ટર સાહેબ તમને બચાવી લેશે, તમને કંઇજ નહી થાય.હુ મારા હાથે જ શાકાલને મારીશ અને તમે પણ તમારી નજરે જ એ જોશો.તમને કંઇજ નહી થાય”.ડૉ.વિષ્નુએ તેને આગળ બોલતો અટકાવીને કહ્યુ, “મારી પાસે વધારે સમય નથી.મારી વાત ધ્યાનથી સાંભળ દિકરા, જો હંમેશા એક વાત યાદ રાખજે શાકાલને મે બનાવ્યો છે.તેનામાં કોઇ ખામી નથી અને તેનુ સૌથી મોટુ હથિયાર છે તેનુ સુપર કોમ્પ્યુટર દિમાગ.જો તુ એનો નાશ કરી દઇશ તો બાકીનુ બધુ ઓટોમેટીક નાશ થઇ જશે.પણ એ માટે તારે પણ ખુબ જ ઉંડાણથી અને એવી ગહેરી ચાલો ચાલવી પડશે જેનો તોડ કાઢતા પહેલા જ તુ તેના સુધી પહોચી જાય અને તેને બચવા માટેનો કોઇ મોકો જ ના રહે.પણ એના સુધી પહોચ્યાં પછી પણ તારે તેની રોબોટ્સની સેનાને રોકવી પડશે.નહી તો તુ તેના સુધી પહોંચીને પણ તેનુ કંઇ જ નહી બગાડી શકે.એ કામ માટે મે બનાવેલુ હથિયાર તારા કામમાં આવશે”.
ડૉ.વિષ્નુને ઇંજેક્શન આપ્યા પછી દર્દ થોડુ ઓછુ થયુ હતુ તેથી જ તેઓ આટલી વાર સુધી પાર્થ સાથે વાત કરી રહ્યા હતા.તેમને તેમની વાત આગળ વધારતા કહ્યુ, “પાર્થ મે બનાવેલુ હથિયાર કોઇ બંદુક,રાયફલ,તોપગોળો કે બોમ્બ નથી.મારુ હથિયાર એક સોફ્ટવેર છે”.પાર્થે આશ્ચર્યથી કહ્યુ, “એક સોફ્ટવેર દ્વારા આપણે શાકાલની આખી રોબોટ સેનાને કઇ રીતે રોકી શકીશુ!!”.ડૉ.વિષ્નુએ કહ્યુ, “તુ મારી આખી વાત સાંભળ પછી તુ સમજી જઇશ.શાકાલે આખી દુનિયાના બધા રોબોટ્સને તેના કંટ્રોલમાં કઇ રીતે લાવ્યો તેના પર હુ સંશોધન કરી રહ્યો હતો.મારા કેટલાક દોસ્તોની મહેનતના લીધે મને એ વાત જાણવા મળી કે શાકાલે એક એવુ સોફ્ટવેર બનાવ્યુ હતુ જેના દ્વારા તેને દુનિયાના બધા રોબોટ્સને એક લીંકથી જોડ્યા.પછી તેમની સિસ્ટમ સાથે છેડછાડ કરીને તેમના કમાંડ કોડ બદલીને બધા જ રોબોટ્સને તેના કમાંડ નીચે લાવી દીધા. તેથી મે પણ એવુ સોફ્ટવેર બનાવવા માટે મહેનત શરુ કરી દીધી,જેના દ્વારા હુ તે કમાંડ કોડને દુર કરીને બધા રોબોટ્સને તેના કમાંડ નીચેથી હટાવી શકુ.ખુબ જ દિમાગ દોડાવ્યા પછી અને વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ હુ એવુ સોફ્ટવેર ન બનાવી શક્યો.પણ મે એક એવુ સોફ્ટવેર બનાવ્યુ જેના દ્વારા આપણે શાકાલની કમાંડ સિસ્ટમમાં ઘુસીને વાયરસ એંટર કરી શકીએ અને તે વાયરસને દુર કરવામાં ગમે તેવા જીનીયસને પણ દસથી પંદર મિનિટ તો લાગી જ જશે અને એટલો સમય બધા જ રોબોટ્સ નિષ્ક્રિય થઇ જશે.એટલા સમયમાં જો તુ શાકાલનો સુરક્ષા ઘેરો તોડીને તેના સુધી પહોંચી શકે તો પણ ત્યાં પહોંચ્યા પછી તેને એકલાને પણ હરાવીને ખતમ કરવો ખુબ જ મુશ્કેલ છે અને એ કામ પણ તારે ફક્ત દસ મિનિટનો ટાર્ગેટ રાખીને જ કરવુ પડશે.જો એટલા સમયમાં તુ એવુ ના કરી શક્યો તો તેની સિસ્ટમ ઓટોમેટીક રિસ્ટોર થઇને વાયરસને દુર કરી દેશે.એના પછી તારી પાસે તારા બચાવનો કોઇ રસ્તો નહી રહે.કારણકે ત્યારબાદ બધા રોબોટ્સ તારા પર હુમલો કરી દેશે.પણ તારે આ રીશ્ક તો લેવુ જ પડશે અને એ માટે તને આ હથિયાર કામમાં આવશે”.ત્યારબાદ ડૉ.વિષ્નુએ પાર્થને તે સોફ્ટવેર કઇ રીતે ચલાવવુ અને તેના કોડ વગેરે બધી ડિટઇલ્સ તેને આપી દીધી.હજુ પણ તે પાર્થ સાથે વાત કરવા માગતા હતા પણ પેઇનકિલરની અસર ખતમ થઇ ગઇ હતી.તેથી તેમનુ દર્દ વધી ગયુ તેથી પાર્થે ડૉક્ટરને બોલાવ્યા.ડૉક્ટરે પાર્થને બહાર મોકલ્યો અને તરત જ ઓપરેશનની તૈયારી કરવા લાગ્યા.
* ત્રણ કલાક સુધી ડૉક્ટરની લગાતાર કોશીશ છતા તેઓ ડૉ.વિષ્નુને બચાવી શક્યા ન હતા. ડૉ.વિષ્નુની સાથે સાથે બીજા પણ લોકો જે રોબોટ્સના હુમલા સમયે ત્યાં હતા તે માર્યા ગયા હતા.કુલ 80 લોકોના આ હુમલામાં મોત થઇ ગયા હતા અને આ હુમલામાં લોકોએ તેમના તારણહાર,તેમને અત્યાર સુધી રોબોટ્સ અને શાકાલથી બચાવીને સુરક્ષિત રાખનાર, ડૉ.વિષ્નુને ખોયા હતા.જેનુ તેમને ખુબ જ દુ:ખ હતુ.પાર્થ ખુબ જ મજબુત મનોબળ ધરાવતો હતો.તેને તો ડૉ.વિષ્નુએ પહેલા જ કહી દીધુ હતુ કે તે આ ઓપરેશન પછી પણ કદાચ બચશે નહી અને હવે તેને જ લોકોને સંભાળવાના છે,તેને જ દુનિયાને શાકાલના સિકંજામાંથી આઝાદ કરાવવાની છે.તેને પણ તેના પિતાના મરવાનુ દુઃખ હતુ પણ તે રડતો નહોતો.તે લોકોને શાંત કરી રહ્યો હતો.તે લોકોને આશ્વાશન આપી રહ્યો હતો.તે જેમને તેમના સાથી અને સ્વજનો ખોયા હતા તેમને પણ આશ્વાસન આપી રહ્યો હતો.મેજર અને બીજા લોકો પણ તેમનુ ધૈર્ય ખોઇ ચુક્યા હતા અને બધા જ રડી રહ્યા હતા.પણ પાર્થ તે બધાને શાંત રહેવા સમજાવી રહ્યો હતો. ત્યારબાદ બધા જ લોકોને અગ્નિદાહ આપવા માટે લઇ જવાયા.તમામ શહીદોને બંદુકની ગોળીઓ છોડીને સૈનિકોએ આખરી સલામી આપી.અંતિમવિધી પતી ગઇ ત્યાં સુધી પાર્થે એક આંસુ પણ ન પાડ્યુ.બધી વિધી પતાવીને તે તેના ટેંટમાં ચલ્યો ગયો અને પછી તે રોવા લાગ્યો.અત્યાર સુધી રોકી રાખેલા આસુઓનો દરીયો છલકાઇને બહાર આવી ગયો.તેના ટેંટમાં જ તે કેટલીય વાર સુધી રડતો રહ્યો. લોકો હજુ પણ ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓના મોતનો વિલાપ કરી રહ્યા હતા.મેજર અને તેમના સાથીઓએ લોકોને સમજાવવાની ખુબ જ કોશીશ કરી હતી પણ લોકોએ તેમના પિતા સમાન માણસ ગુમાવ્યો હતો.તેમને સમજાવવા અને શાંત પાડવા ખુબ જ મુશ્કેલ થઇ રહ્યુ હતુ.હવે તેમની પાસે એક જ રસ્તો હતો કે પાર્થ જ સામે આવીને લોકોને સમજાવે.બધા પાર્થના ટેંટની બહાર ઉભા હતા.કારણકે જે વ્યક્તિ તેના પિતાને હજી થોડીવાર પહેલા જ આગ આપીને આવ્યો હોય અને તેની રાખ પણ હજુ ઠંડી પડી ન હોય એજ માણસ પાછળ વિલાપ કરી રહેલા અન્ય લોકોને સમજાવવા માટે તેને જ કહેવા જવુ તે માટે કોઇ આગળ આવી રહ્યુ ન હતુ.આખરે મેજર પાર્થના ટેંટમાં ગયા.પાર્થ એક ખુણામાં બેઠો હતો.અત્યારે તે રડી રહ્યો ન હતો પણ તેની આંખો જોઇને જ ખબર પડી જતી હતી કે કેટલીયવાર સુધી રડ્યો હશે.મેજર તેની પાસે ગયા અને તેના માથા પર હાથ મુકીને કહ્યુ, “પાર્થ જે થવાનુ હતુ તે થઇ ચુક્યુ છે આપણે તેને બદલી શકવાના નથી પણ હવે આપણે આગળ શુ કરવુ તે વિચારવુ પડશે.લોકો હજુ પણ ડૉ.વિષ્નુના મોતના સદમામાં છે.તેમને આ પરીસ્થિતિમાંથી બહાર લાવવા પડશે નહી તો બધુ જ વિખેરાઇ જશે.તારા પિતાએ અત્યાર સુધી કરેલી બધી જ મહેનત એડે જશે.લોકો અત્યારે તારા સિવાય કોઇની વાત નહી સાંભળે.કારણકે તેમને તેમના પાલનહાર ગુમાવ્યા છે.લોકો માટે તુ એક ‘મસિહા’ છે અને અત્યારે એમને એમના મસિહાની ખરી જરુર છે.તારે તારુ દુઃખ થોડીવાર માટે ભુલી જઇને માનવજાતિના કલ્યાણ માટે તારા મનને કઠણ કરવુ પડશે.તારે જ બધાને સમજાવવા પડશે કે,યુદ્ધ તો હજુ શરુ જ થયુ છે.આમ હિમ્મત હારવાથી કામ નહી ચાલે.પાર્થ તેની જગ્યાએથી બેઠો થયો અને કહ્યુ, “મેજર સાહેબ હુ સમજુ છુ.મારા પિતાએ મરતા પહેલા આ બધા લોકોની જવાબદારી મને સોંપી છે અને હુ મારી જવાબદારી નિભાવીશ.તમે જાઓ હુ તરત જ આવુ છુ”.પાર્થે હા કહી એટલે મેજરને પણ હાશ થઇ.તેઓ બહાર આવ્યા અને તેમના બીજા સાથીઓને કહ્યુ કે લોકોને એકઠા કરો પાર્થ આવી રહ્યો છે.તેમના સાથીદારો બધાને એક જગ્યાએ એકઠા થવા માટેનો સંદેશ લઇને ફરી વળ્યા અને કહ્યુ કે, આપણો મસિહા આપણને આ સંકટની ઘડીમાં યાદ કરી રહ્યો છે.આ વાત સાંભળીને બધા એક જગ્યાએ એકઠા થવા લાગ્યા.