વાંચકમિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી..,,
શિયાળા ની એ અંધારી રાત અને સૌરાષ્ટ્ર ની કડકડતી ઠંડી નો પવન અર્જૂન ના શરીર ને સ્પર્શી ને ગરમ હવા માં પરિવર્તીત થઇ રહ્યો હતો. એક નાનકડો લેમ્પ એ અંધારી ઓરડી માં પીળા કલર ની પોતાની ઝાંખી રોશની ફેલાવતો હતો અને એ ઓરડી ના ખૂણા માં રહેલી બારી માંથી આવતો પવન બેડ પર પડેલી બુક ના પાના ઓ ને જોશ થી એકબીજા સાથે અથડાવી રહ્યો હતો....અને બારી ની બહાર જોઇને ઊભેલો અર્જૂન કોઇ ઊંડા વિચારો માં ખોવાયેલો હતો, અને થોડી વાર પછી રોજ ની જેમ હાથ માં એ ચોપડી લઇ ને એને વાંચતા વાંચતા ઉદાસ મન એ સૂઇ ગયો.
***
ગુડ મોર્નીંગ ડૉ. અર્જૂન..!! હોસ્પિટલ માં પહોચતા જ બધા પેશંટ્સ, નર્સ અને બીજો સ્ટાફ ઊમળકાભેર અર્જૂન નુ સ્વાગત કરવા લાગતા..અને બધા નો આ મીઠો આવકાર સ્વીકારી ને અર્જૂન હોસ્પિટલ ના દરેક પેશંટ્સ ની મુલાકાત લેતો અને તેમની વાતો સાંભળતો, હોસ્પિટલ માં પેશંટ્સ ને પોતાના ઘર જેવુ જ વાતાવરણ મળી રહે એની અર્જૂન ખાસ નોંધ લેતો, અને પોતાના મળતાવડા સ્વભાવ ને કારણે તે પેશંટ્સ ના દિલ માં પોતાની જગ્યા બનાવી જ લેતો અને એ જ કારણ હતુ કે હોસ્પિટલ ની દરેક વ્યક્તિ ને એ ‘પોતાનો’ લાગતો.
( એમ.બી.બી.એસ પછી સાઇકેટ્રિક (માનસિક રોગ) ડૉકટર બની ને છેલ્લા ત્રણ વર્ષ થી અમરેલી માં એક વિશાળ હોસ્પિટલ ચલાવતો હતો અર્જૂન..આટલા ટૂંકા ગાળા માં જ તેની હોસ્પિટલ ખૂબ જ ખ્યાતિ પામેલી અને આટલી નાની વયે આટલો ખ્યાતનામ ડૉકટર અર્જૂન પહેલો હતો. દૂર દૂર થી લોકો અહી સારવાર માટે આવતા, ખૂબ જ ઓછી ફી અને રાહતદરે સારવાર આપનાર અર્જૂન ફક્ત સેવા ના અર્થે સૌરાષ્ટ્ર માં આવી ને વસ્યો હતો.
આવુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા છતા તે ખૂબ જ સાદુ જીવન જીવતો હતો. એક નાની એવી ઓરડી માં તે એકલો રહેતો જે હોસ્પિટલ ની એકદમ નજીક હતી અને તેનો ફક્ત તે રાત્રે સૂવા અને દૈનિક ક્રિયા ઓ માટે જ ઉપયોગ કરતો. તેનુ આવુ જીવન જોઇ ને દર્દી ઓ ના મન માં પણ સો સવાલો જાગી ઉઠતા અને અમુક તો અર્જૂન ને આ વિશે પુછી ને પોતાના અભિપ્રાયો પણ આપતા પણ અર્જૂન તરફ થી તેઓ એક નિર્મળ હાસ્ય સિવાય જવાબ સ્વરૂપે કંઇ મેળવી શક્તા નહિ.)
રોજ રાત્રે પોતાની રૂમ પર જઇ ને સૂર્વી ની ડાયરી વાંચી ને સૂર્વી વગર જ સૂર્વી સાથે પોતાનો સમય વીતાવતો અર્જૂન..!! એ ડાયરી જ્યારે પોતે સૂર્વી ના ઘરે એક્ઝામ માં વાંચવાની નોટ્સ લેવા ગયેલો ત્યારે તેના બેડ પર પડેલી જોયેલી.. પોતાના મન ને ઘણુ મનાવવા છતા તે પોતાની જાત ને રોકી શકેલો નહિ અને આખરે એની એક ઝેરોક્ષ કોપી કરાવી ને પોતે લઇ લીધેલી.. ત્યારે તે ક્યાં જાણતો હતો કે આ ડાયરી ને સહારે જ પોતે ભવિષ્ય માં પોતાનુ જીવન વીતાવવાનો છે !!
હવે તો તે પણ નહોતો જાણતો કે આ ડાયરી નુ રીવીઝન પોતે કેટલી વખત કરી ચૂક્યો છે પણ એ જેટલી વખત વાંચતો જતો હતો એમ દરેક વખત એક નવી જ સૂર્વી ને ઓળખતો જતો હતો.
સૂર્વી વિશે વિચારી ને આજ પણ સૂતા પહેલા રોજ રાત્રે અર્જૂન ની આંખો ભીની થઇ જતી. કહેવા માટે તો હજારો લોકો હતા તેની આસ-પાસ પરંતુ અંદર થી તે એકદમ એકલો હતો પણ આ એકલતા તેણે ક્યારેય કોઇ ને દેખાવા દીધી નહોતી તેના હોંઠો પર રહેતુ એક નિર્મળ સ્મિત જ આ બધુ જ છુપાવવા માટે પૂરતુ હતુ , અને રાત્રે આંખો બંધ થતા જ એ બંધ આંખો ની દૂનિયા માં સૂર્વી નો પહેરો લાગી જતો.. પોતે સાથે વિતાવેલા એ પળ, સૂર્વી ના હસવાના અવાજો , એ માસૂમ આંખો કે જેને અર્જૂન પુસ્તક ની જેમ વાંચી શકતો, અને એ છેલ્લા દિવસે સૂર્વી સાથે વીતાવેલી એ અમૂલ્ય પળો એ બધુ અર્જૂન ની બંધ આંખો ની દૂનિયા માં ગૂંજી ઉઠતા અને પછી જે થયુ એ બધુ અર્જૂન ને ધ્રૂજવી મૂકતુ..!!
સૂર્વી અચાનક જ ગાયબ થઇ ગયેલી...ના જાણે પાગલો ની જેમ અર્જૂન એ એને ક્યાં ક્યાં શોધેલી !! દિવસો...મહિના ઓ વીતતા ગયા પણ સૂર્વી નો કોઇ જ પતો મળી શક્યો નહિ , આખરે અર્જૂન એ શહેર છોડવાનો નિર્ણય કર્યો અને છેવટે ભણી ને અમરેલી માં આવી ને સેટલ થયેલો. હજૂ પણ સૂર્વી પોતાને મળશે જ એ આશા તેના મન માં દ્રઢ હતી.
***
રોજ ની જેમ આજ પણ તે પથારી પર એક પથ્થર ની જેમ સૂતો સૂતો વિચારો માં ખોવાયેલો અને અર્ધ નિંદ્રા ની પરિસ્થતી માં હતો એવા માં જ બારણા પર ટકોરા પડ્યા, અર્જૂન ઝબકી ને જાગ્યો અને બારણુ ખોલ્યુ.
બહાર અબ્દૂલ હતો “ ભૈયા એક પેશંટ કો બહોત ઈમરજન્સી હૈ,ઔર અભી હોસ્પિટલ પે ઔર કોઇ ડોકટર નહિ હૈ તો આપ જલ્દી સે હોસ્પિટલ આ જાઓ.
અર્જૂન : તુમ જાઓ..મૈ અભી આયા.
પછી અર્જૂન મોં પર પાણી છાંટ્યુ અને ફટાફટ હોસ્પિટલ પહોંચ્યો.
હોસ્પિટલ પહોંચતા જ એક ભાઇ અર્જૂન સામે હાથ જોડતા દોડી ને આવ્યા અને પોતાની દીકરી ને બચાવી લેવા વિનંતી કરવા લાગ્યા અને જે રૂમ માં તેમની દિકરી ને સૂવડાવવા માં આવેલી ત્યાં અર્જૂન નો હાથ પકડી ને તેને લઇ ગયા.
અર્જૂન એ એમને સાંત્વના આપી ને શાંત કર્યા અને બહાર બેસાડ્યા અને તે પેશંટ ને જોવા અંદર ગયો.
બેડ પર સૂતેલી છોકરી ને જોઇ ને અર્જૂન ની આંખો ખુલ્લી જ રહી ગઇ અને ઘડીભર માટે તો તે એકદમ સૂન્ન ઊભો રહી ગયો. એ છોકરી બીજૂ કોઇ નહિ પણ ‘સૂર્વી’ હતી..!!!!!! અર્જૂન એ સપના માં પણ નહોતુ વિચાર્યુ કે સૂર્વી આટલા સમય પછી તેને આ હાલત માં જોવા મળશે..!
સૂર્વી બેહોશી ની હાલત માં બેડ પર સૂતેલી હતી, વાળ ગમે તેમ વીખરાયાલા હતા, આંખો નીચે કાળા કુંડાળા હતા અને ખૂબ જ બિમાર અવસ્થા મા સૂકાય ગયેલુ તેનુ શરીર જોઇ ને અર્જૂન ની આંખો માં આંસૂ આવી ગયા. તે આસપાસ ની દૂનિયા ભુલી ગયો હતો અને સૂર્વી ને પોતાની બાહો માં લઇ ને મોટે મોટે થી રડવા માંગતો હતો.
એની આ હાલત કઇ રીતે થઇ? આટલા વર્ષો સુધી મને મૂકી ને ક્યાં ચાલી ગયેલી? જેવા ઢગલાબંધ સવાલો અર્જૂન પુછવા માંગતો હતો સૂર્વી ને...!!
ક્રમશ: