વિષ વેરણી ભાગ ૨.
Nilesh Murani
અહી મને પ્રલોભન અપાઈ રહ્યું હતું , એવું મને લાગતું હતું.
“ના મને નથી જોઈતી કોઈ ગીફ્ટ, ચલ આપણે જઈએ અને પાછું આપી આવીએ” મેં કહ્યું,
“ના તમને સમ છે રાખો બીલ્ ફાટી ગયું છે, પાછું નઈ લે, પ્લીઝ તમે પહેરજો મને સારું લાગશે”
“તો ઘરે લઇ જા તારા ભાઈ ને આપી દેજે “ એટલું કહી અને હું ઉભો થઈ અને ચાલતો થયો કેસ કાઊંટર પર ગયો અને મેં બીલ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મેડમ એ પેમેન્ટ આપી દીધું છે.,
હું પાછળ જોયા વગર નીકળી ગયો, ગેટ ની બહાર મુમતાઝ પાછળ પાછળ આવી પાર્કિંગ સુધી બેગ લઇ અને કાર ની પાછળ ની સીટ પર બેગ મૂકી અને કહ્યું.
“બાય સલીમ ભાઈ.”
“એક મિનીટ મુમતાઝ, અસલમ દેખાવડો છે એટલુજ ને ?, પણ એ એટલો પૈસા વાળો નથી કે તારી આ લાઈફ સ્ટાઈલ બરકરાર રાખી શકે, અને હજુ એ કમાતો પણ નથી,”” મેં કહ્યું.
“સલીમ ભાઈ પ્રેમ ની વચ્ચે પૈસા ને ના લાવો તો સારું છે, પૈસો તો હાથ નો મેલ છે, આજ છે તો કાલે નથી”
“મુમતાઝ આ બધી કિતાબી વાતો છે, વાસ્તવિક જીવન માં તો અનુભવ જ કામ લાગે છે નહી કે કિતાબી વાતો”
“સલીમ ભાઈ હું સાયકોલોજી ની વિદ્યાર્થીની છું, એટલે અનુભવ ની અને કિતાબી વાતો નો ફરક હું સમજુ છું”
“છોડ મુમતાઝ તને સમજ માં નહિ આવે અને મારે આ અંગે તારી જોડે કોઈ ચર્ચા નથી કરવી”
એટલું કહેતા મેં કાર સ્ટાર્ટ કરી અને હું નીકળી ગયો, કાર નું કામ પતાવી અને સીધો ઘરે ગયો,
બસ હવે અસલમ થી વાત કરવાની હતી, ઘર માં પણ આ બાબતે ચર્ચા કરવાની હતી, હું ઘરે પહોંચ્યો ત્યારે અસલમ ટીવી જોઈ રહ્યો હતો, થોડો ફ્રેશ થઇ અને બહાર આવ્યો તો અસલમ હોલ માં ન હતો મેં બારી માં થી નઝર કરી તો એ બહાર ઓટા ઉપર બેસી અને વાજુ વગાડતો હતો, અને મુમતાઝ અગાસી પર ઉભી હતી, હું નીચે ગયો અસલમ પાસે અને મેં અસલમ ને કહ્યું,
“ આ તારી હિરોઈન તો બહુ ખર્ચાળ છે ભાઈ.”
“કેમ ભાઈ તારા ખિસ્સા માં ક્યાં જોર આવ્યું તે તું એમ કહે છે?”
“ભાઈ તને એમ લાગે છે કે આ મુમતાઝ તારું ઘર વસાવશે? અને તેના નખરા તું ઉઠાવી શકીશ?
હજુ તારું પોતાનું કઈ ઠેકાણું નથી., “ બધું થઇ જશે ભાઈ તું ચિંતા ના કર.”
“અરે! કેવી વાત કરે છે હું ચિંતા નઈ કરું તો બીજું કોણ કરશે?”
“અને મુમતાઝ ને જોઈ અને તેની સાથે વાત કર્યા પછી તો મને જરા પણ ન લાગ્યું કે તે દુ:ખી હોય, કે તેના ઘરવાળા તેને ટોર્ચર કરતા હોય, હા છોકરી ની જાત છે એટલે માં બાપ થોડા પઝેસીવ હોય, તેનો મતલબ એવો ન થયો કે તેના માં બાપ તેને દુ:ખી કરે છે, આપણી રૂકસાના પ્રત્યે પણ આપનું વલણ આવુજ છે,“અરે ! તું સરખામણી તો કર!, જો એ પ્રમાણે તો રૂકસાના કેટલી દુખી કહેવાય આટલી ઉમર માં તેણી કેટલો સંઘર્ષ કરે છે?, ક્યારેય પણ તને કે મને, એક જોડી કપડા લઇ આપો ભાઈ, એવું કહ્યું?”
અસલમ મારી વાત નો જવાબ નહોતો આપી રહ્યો, તેને મારી સાથે વાત નહોતી કરવી એવું મને લાગતું હતું, અને આજ તેનો વાત કરવાનો અંદાજ કૈંક અલગ જ હતો, મેં પડતું મુક્યું અને મારે અસલમ સાથે વિવાદ માં નહોતું પડવું, એટલે મેં થોડો સંયમ જાળવ્યો, મને એવું લાગ્યું કે એ પોતે પણ મુમતાઝ ની જ ભાષા બોલતો હતો., પોતે સુધરી જશે એમ વિચારી અને હું પાછો ઉપર જતો રહ્યો., પણ બન્યું એવું કે મુમતાઝ ના અમારા ઘર ના આંટા ફેરા વધી ગયા.,
હદ તો ત્યારે થઈ કે એક દિવસ તે સાંજે સાત વાગ્યે હું અને અબુ ટીવી જોતા હતા,અમી રસોડા માં રસોઈ કરતી હતી અને મુમતાજ ઘર માં આવી ગઈ અને કહ્યું, અંકલ અસલમ છે? “ના બેટા એ તો ક્યાંક બહાર ગયો છે,કેમ શું હતું બેટા કઈ કામ હતું? અબુ એ કહ્યું,
એટલી વાર માં અમી રસોડા માં થી બહાર આવે છે, “શું થયું મુમતાઝ?
“આંટી, અંકલ, સલીમ ભાઈ, મને તમારા થી જ વાત કરવી હતી”
“હા બોલ ને બેટા શું વાત છે ?, “
“ આંટી હું અને અસલમ એક બીજા ને પ્રેમ કરીએ છીએ, અને હું અસલમ સાથે જ નિકાહ કરીશ, બસ મને તમારો સાથ જોઈએ, તમે મારા નીકાહ કરાવી આપસો ને?”
આ સાંભળી અને અમી અને અબુ સ્તબ્ધ થઇ ગયા અને હું પણ ટેન્સન માં આવી ગયો, હું કૈંક બોલવા જતો હતો એટલી વાર માં અમી એ કહ્યું,
“બેટા આ શું બોલે છે તું? એટલું આસાન નથી, અને નિકાહ એટલે ફક્ત એક છોકરા અને છોકરી નો જ સંબંધ નથી, બે પરિવાર નો સંબંધ છે, તારા અમી અબુ થી તે આ બાબતે વાત કરી છે ?.
“ના તે લોકો આ સંબંધ માટે ક્યારેય રાજી નહી થાય, એટલે તેમને પૂછવું બેકાર છે,” મુમતાઝ એ કહ્યું,
“હા પણ તું વાત કરી જો , જો તારા અમી અને અબુ તારી વાત લઇ ને અમારે ઘેર આવે તો અમે વિચારીસું”
“આંટી તમે અને અંકલ આવો અમારા ઘરે અને તમે જ વાત નાખી જુઓ ને,”
“ના બેટા એ શક્ય નથી, હજુ અમારે અસલમ થી મોટો સલીમ બેઠો હોય અને હું અસલમ ની વાત લઇ ને કેમ આવું?, અને સલીમ ની પણ જીદ છે કે રૂકસાના માટે કોઈ સારું ઠેકાણું મળી જાય પછી જ તે પોતાના માટે વિચાર કરશે, અને અમારે કુટુંબ માં નજીક ના સગા સંબંધી ને પૂછવું પડે ને બેટા,”
મારા ઘર નું વાતાવરણ ડહોળાઈ ગયું હતું., મેં પણ વિચાર કર્યો કે તેણી ના અમી અબુ સાથે વાત કરું, તેમને સમજાવવા કહું, પણ હિમ્મત ના થઈ કૈંક અવળું પગલું ભરી બેસશે તો ? તેના અમી અબુ નાક કાપી લેશે કે ઝગડો કરવા દોડી આવશે તો ? એવા ઘણા બધા વિચાર આવવા લાગ્યા મને, આમ થોડા દિવસો વીતી ગયા,
એક દિવસ હુ ઓફીસ થી ઘરે આવ્યો તો અસલમ ઓટા ઉપર ન હતો, મેં ઘર માં પ્રવેશ કરતા ની સાથે જ અમી ને પૂછ્યું,,
“અસલમ ક્યાં ગયો છે ? દેખાતો નથી !,”
“તે સવાર થી ઘરે થી નીકળ્યો છે કોલેજ માટે હજુ આવ્યો જ નથી” અમી એ કહ્યું,
મેં બારી માં થી મુમતાઝ ના ઘર તરફ નઝર કરી તો તેનું ઘર અને સામે ની બાલકની ની બારી પણ બંધ હતી, જે હમેશા ખુલ્લી રહેતી હતી, મારા મગજ માં વિચારો ની ગતી વધી ગઈ હતી, અમી, સામે પાણી નો ગ્લાસ લઇ ને ઉભી હતી મેં પાણી પણ ન પીધું અને અસલમ ને શોધવા માટે નીકળી ગયો. તેના મિત્રો તેમજ તેની જ્યાં જ્યાં બેઠક હતી તે બધી જગ્યા પર હું જોઈ આવ્યો, ક્યાંય અસલમ દેખાયો નહી, હું પાછો ઘરે આવ્યો ,બહાર એક બાઈક ઉભી હતી અને બાઈક ની પાછળ પોલીસ લખ્યું હતું.
બાજુવાળા ગંગામાસી ખટલા પર બેઠા હતા અને તેમની માળા ના મોતી નીચે વિખેરાયેલા પડ્યા હતા, ગંગામાસી નીચે નમી નમી અને મોતી ભેગા કરી રહ્યા હતા,
હું ઉતાવળે બાઈક પાર્ક કરી અને પગથીયા ચડી ગયો, અમી અબુ ને ઘર માં પ્રવેશ કરતા ની સાથે જ પૂછ્યું, “આ પોલીસ ની બાઈક બહાર ઉભી છે તે કોને ત્યાં આવ્યા છે ?” “ખબર નહી હું પણ હમણાં જ જોઉં છું” અબુ એ કહ્યું,”
મેં ફરી બારી માં થી નજર કરી એટલે મુમતાઝ ના ઘર ની બારી બંધ હતી ,પણ થોડી વાર માં તેના ઘર માં થી બે પોલીસ કોન્સ્ટેબલ બહાર નીકળે છે, મુમતાઝ ના અબુ બહાર નીકળી અને એક કોન્સ્ટેબલ સાથે વાત કરતા હોય છે, અને બે મિનીટ જેટલી વાત કરી અને પોલીસ વાળા નીચે ઉતરી જાય છે અને જતા રહે છે. મારી ચિંતા વધી ગઈ હતી, હું ઘણું બધું વિચારવા માંડ્યો હતો, હું બસ-સ્ટેસન અને રેલ્વે-સ્ટેસન આંટો મારી આવું! શું કરવું ? કંઈ સમજાતું ન હતું, અસલમ ક્યાં ગયો હશે?
મોડે સુધી રાહ જોઈ, રાત્રી ન બાર વાગી ગયા, સગા સંબંધી ને ફોન કરવા ની વાત કરી અબુ એ, પણ મેં જ ના પાડી, અસલમ પાસે પૈસા તો હતા નહી,કપડા પણ નહોતો લઇ ગયો, એટલે એ શું કરશે ?તે પણ ચિંતા હતી, રાત્રી ના બે વાગી ગયા અમી અને અબુ ને સોફા પર બેઠા બેઠા ઊંઘ આવી રહી હતી, હું અગાસી પર આવી અને બહાર નીકળ્યો મેં મુમતાજ ના ઘર તરફ નઝર કરી,તેમના ઘર ની લાઈટ ચાલુ હતી , નીચે એક સફેદ કલર ની કાર ઉભી હતી, હવે મારી શંકા પાકી થઇ ગઈ કે અસલમ અને મુમતાઝ એ જે ધાર્યું હતું તે જ કર્યું, પછી મેં અબુ અને અમી ને સુઈ જવા કહ્યું, અને હું પણ સુઈ ગયો, ઘડિયાળ પર નઝર કરી તો રાત્રી અઢી વાગ્યા હતા, અસલમ અગાઉ પણ એસ એસ સી માં ભણતો ત્યારે ઘર છોડી ને બે વખત ચાલ્યો ગયો હતો, અને પાછો બે ચાર દિવસ માં આવી પણ ગયો હતો, પણ આ વખતે તેનો ભાગી જવાનો જે હેતુ હતો તે જાણી ને મને વધારે ચિંતા થતી, બીજા દિવસે સવારે ઉઠી અને મુમતાઝ ના ઘર તરફ નઝર કરી તો તેના ઘર ને તાળું માર્યું હતું, હું પણ વિચાર માં પડી ગયો શું કરું જોબ પર જાઉં કે નહિ? મેં સમીરા ને એસ એમ એસ કરી દીધો એટલે તે મારી રાહ તો ના જુવે, ત્યાર બાદ ,નજીક ના સગા સંબંધી બધા ને ફોન કરી કરી અને પૂછ્યું, ક્યાય પણ ભાળ મળી નહી, અગાસી પર થી છાપું લઇ અને આમ તેમ નઝર કરી, પછી વિચાર કર્યો શું કરું પોલીસ સ્ટેસન માં જાઉં?, ગુમ નોંધ લખવી દઉં? અબુ અને અમી ઉઠી ગયા હતા, અબુ અગાસી પર મારી પાસે આવી અને મારા ખભા પર હાથ મૂકી અને પૂછ્યું,. “શું થયું સલીમ,અસલમ ના કઈ સમાચાર?” ના અબુ, મામા ને ફોન કર્યો, કાકા ને પણ પૂછ્યું, નાની ને ફોન કરી ને પૂછ્યું, કઈ સમાચાર નથી,”
“સલીમ એક કામ કર ચલ આપણે પોલીસ સ્ટેશને જઈએ, કમ સે કમ ગુમ નોંધ તો લખવી દઈએ?”
“ના અબુ પોલીસ વાળા ચોવીસ કલાક પછી જ ગુમ નોંધ લેશે એટલે સાંજ સુધી રાહ જોવી પડશે”
મેં છાપું આખું ફેંદી નાખ્યું, ટીવી ચાલુ કરી અને ન્યુજ જોવા બેસી ગયો, કઈ સુજતુ ન હતું, અમી બહાર આવી અને કહ્યું. “આ છોકરા નું શું કરવું? કઈ સમજાતું જ નથી.”
“ અમી તું ચિંતા ના કર એ ક્યાય નહી ગયો હોય, અગાઉ પણ ભાગી ગયો હતો ને ? તો આવી ગયો હતો.” મેં કહ્યું.
“હા પણ ત્યારે સમય અલગ હતો બેટા, ત્યારે તો તેનામાં એટલી સમજ ન હતી”
“હા એ સમજદાર છે એટલે જ મને ચિંતા નથી અમી” મેં કહ્યું,
હવે એ કેટલો સમજદાર છે એ તો મને પણ ખબર હતી, બપોર ના બાર વાગ્યા સુધી માં તો અમી મને ચાર વખત પૂછી ગઈ “ફોન આવ્યો અસલમ નો?” કઈ સમાચાર બેટા સલીમ?” અમી એટલુજ કહ્યું અને મારા ફોન ની રીંગ વાગી, હું ઉતાવળે ફોન તરફ ગયો અને જોયુ ઓફીસ ના નંબર પર થી ફોન હતો. મેં ફોન ઉપાડ્યો, “હેલો” “હેલ્લો સલીમ હું સમીરા” “હા સમીરા બોલ શું થયું” “કશું નહી બોશ પૂછે છે કે “સલીમ ક્યાં છે?”
મેં સમીરા ને ફોન પર અસલમ ના ગુમ થયા અંગે જણાવ્યું ,એટલે તેણી એ કહ્યું “ઓકે સલીમ ફિકર ના કરીશ હું સંભાળી લઈસ, અને મારા જેવું કઈ કામ હોય તો કહેજે .”
આમ તો સમીરા થી ફોન પર બહુજ ઓછી વાત થતી ઓફીસ થી ઘરે અને ઘરે થી ઓફીસ જવા હું તેણી ને લીફ્ટ આપતો બસ અને સાથે બેસી અને એકબીજા ના ટીફીન શેર કરતા,
સાંજ પડી ગઈ પણ અસલમ ના કોઈ સમાચાર મળ્યા નહી એટલે હું અને અબુ અસલમ નો ફોટો લઇ અને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુમ નોંધ લખાવવા પહોચી ગયા, પોલીસ કોન્સ્ટેબલ ને ઘરે થી કહ્યા વગર ચલ્યો ગયો છે તેવુજ લખાવ્યું,, અને તે પોલીસ કોન્સ્ટેબલ એ પણ અમને સાંત્વના આપતા કહ્યું
“ડોન્ટ વરી અમને કોઈ ભાળ મળશે એટલે અમે તરતજ તમારો સંપર્ક કરીશું, જો તમને કોઈ સમાચાર મળે એટલે તરતજ પોલીસ સ્ટેસન માં અચૂક જાણ કરસો.”
હું અને અબુ ઘરે પરત આવી ગયા, ઘર માં એક સન્નાટો છવાયેલો હતો,અમી એ પણ બપોરે ખાધું ન હતું એટલે મેં અને અબુ એ સાથે બેસી અને ખાધું અને અમી ને પણ ખવડાવ્યું, આમ ને આમ બે દિવસ બીજા નીકળી ગયા બે દિવસ સુધી હું સતત પોલીસ સ્ટેશને સવાર સાંજ પૂછવા જતો પણ અસલમ ના કોઈ સમાચાર મળ્યા નહી, રાત્રી ના દસ વાગ્યા હતા મારા ફોન પર એસ એમ એસ આવે છે, હું ઉતાવળે એસ એમ એસ વાંચું છું તો તે સમીરા નો મેસેજ હતો,,” we can talk now? એટલે મેં સમીરા ને ફોન કર્યો અને પૂછ્યું, “ હા સમીરા શું કહે છે બોલ” “શું થયું સલીમ કઈ સમાચાર અસલમ ના?” “ના સમીરા હજુ સૂધી કોઈ સમાચાર નથી શું કરવું કઈ સમજાતું નથી”
“સલીમ તું સવારે ઓફીસ આવ, અસલમ કઈ નાનો ગીગલો તો છે નહી કે તેની ચિંતા કરવાની હોય, આજ નહી તો કાલે આવી જશે” “ હા સમીરા તારી વાત સાચી છે ચલ સવારે મળીયે”
મને સમીરા ની વાત માં તથ્ય જણાયું, હું સવાર માં અમી ને કહી અને ઓફીસ જવા નીકળ્યો એટલે અમી એ કહ્યું, “ બેટા ટીફીન? જમવાનું શું કરીશ?” “એ ફિકર નહી કર હું સમીરા ના ટીફીન માં જ જમી લઈસ.“
સમીરા તેના રોજ ના સ્થળ પર મારી રાહ જોઈ ને ઉભી હતી, તે પાછળ ની સીટ પર બેસતા બેસતા જ પૂછ્યું “ આ અસલમ નું કોઈ લવ નું ચક્કર તો નથી ને?”
“હા એવુજ છે સમીરા મને એટલેજ ચિંતા થાય છે” મેં કહ્યું,
મેં સમીરા ને મુમતાઝ અને અસલમ વિષે ની બધી વાત જણાવી, ત્યારે સમીરા એ કહ્યું
“જો એમ વાત છે તો અસલમ ની કોઈ ચિંતા કરવા જેવું મને નથી લાગતું, મુમતાઝ પાસે જેટલા પૈસા હશે તે વપરાઈ જશે એટલે તેઓ પાછા આવી જશે.”
ઓફીસ જતા જ મેં મારું કામ સાંભળી લીધું મારા બોસ એ પણ ઔપચારિકતા થી અસલમ વિષે પૂછ્યું, બપોરે હું અને સમીરા સાથે બેસી અને એકજ ટીફીન મા જમ્યા,
સાંજે છ વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ સીધા અમારી ઓફીસ માં ઘુસી આવ્યા અને માંરા બોસ ની કેબીન માં ચાલ્યા ગયા, બે મિનિટ જેવો સમય અંદર રહ્યા અને બહાર મારા ટેબલ તરફ આવ્યા અને મારી સામે આવી ને ઉભા રહી ગયા, તેમાંના એક કોન્સ્ટેબલ એ કહ્યું,
“ ચલો સલીમભાઈ બહાર પીંજરું તમાંરી રાહ જુવે છે..... ""કેમ શું થયું?" મેં કહ્યું,
""સવાલ પૂછવા નું કામ અમારું, તમારે નહીં પૂછવાનું ચાલો અમારી સાથે""
હું તેમની સાથે ચાલતો થયો અને સમીરા પાછળ પાછળ આવી અને મને કહ્યું.
""સલીમ તું ફિકર નહીં કર હું આવુજ છું પોલીસ સ્ટેસન માં""
પોલીસ વાળા એ ગાડી માં બેસતા ની સાથે જ મને સવાલો પૂછવા નું ચાલુ કરી દીધું,
"ક્યાં છુપાવી છે મુમતાઝ ને બોલ?"
મેં ખિસ્સા માં થી મોબાઈ ફોન બહાર કાઢ્યો, પોલીસવાળા એ મારી પાસે થી મોબાઈલ ફોન લઇ લીધો,
"સાહેબ મને કઈ ખબર નથી ઉલ્ટા નો હું પોતે પરેશાન છું, મારો ભાઈ ત્રણ દિવસ થી ગાયબ છે""
""અચ્છા તો તું એમ નહીં બોલે""
"અહીં બધુજ બોલી જા, જે હોય તે સાચે સાચું કહી દે, નહીં તો પોલીસ સ્ટેસન માં પોપટ ની જેમ બોલાવવા ના અમારી પાસે કિમિયા છે"સમજ્યો?"
"સાહેબ હું સાચું કહું છું મને કઈ ખબર નથી""
"તો આ રોજ અડધો અડધો કલાક તારા ફોન માં થી તું કોની સાથે વાત કરતો હતો?"
એમ કહી અને પોલીસ વાળા એ મને કોલ ડિટેલ નો કાગળ બતાવ્યો, હું એ કાગળ નીરખી અને જોતો હતો એટલી વાર માં એ પોલીસ વાળા એ મને એક લાફો જીંકી દીધો, હું ચુપ બેસી ગયો,
રસ્તા માં ચાય ની હોટલ પર કોન્સ્ટેબલ ગાડી ઉભી રખાવે છે અને ચાય ઓર્ડર કરે છે.. મને પૂછે છે,,
"ચાય પીવી છે ને તારે" મારુ ગળું શુંકાતું હતું એટલે મેં ચાય અને પાણી બન્ને ની માગણી કરી...દસ કે પંદર મિનીટ થઇ હતી અને અમે ચાય પી અને નીકળી ગયા.. અમે પોલીસ સ્ટેસને પહોંચ્યા હતા , ત્યાં પહેલે થી જ મુમતાઝ ના અબુ અને તેનો ભાઈ હાજર હતા,,, મુમતાઝ ના ભાઈ એ મને ગાડી માં થી ઉતરતા ની સાથે જ મારુ કોલર પકડી લીધું અને કહ્યું.
. "તમે ભિખારી લોકો દયા ને લાયક જ નથી, યુ બ્લડી મિડલ ક્લાસ!""
એટલી વાર માં એક વકીલ વચ્ચે આવી ગયા અને તેને પકડી લીધો અને મારુ કોલર છોડાવ્યું,મારા સર્ટ ના ઉપર ના બે બટન તૂટી ગયા હતા, અને તેને સખત શબ્દો માં ઝાટકણી કાઢી ને કહ્યું""" ખબરદાર ,,મારા ક્લાયન્ટ ને આ રીતે પ્રતાડીત કરવાનો તમને કોઈ અધિકાર નથી,, અને તે હજુ આરોપી છે, ગુનેગાર નથી એટલે સભ્યતા રાખો""
એટલું કહી અને તે વકીલ મારા ખભા પર હાથ મૂકી અને મને કહે છે...
"તમે ચિંતા ના કરસો, તમે સલીમ ભાઈ, બરાબર ને?""
જી હા" મેં કહ્યું,, પોલીસ વાળા એ તમને હાથ તો નથી લગાવ્યો ને?" મારું કોલર સરખું કરતા વકીલ સાહેબે કહ્યું,
મારે વિવાદ માં નહોતું પડવું અને તે વકીલ મને પોતાનો ક્લાયન્ટ કેમ કહી રહ્યો હતો તે પણ મને સમજણ નહોતી પડી એટલે મેં કહ્યું"" ના એવું કશું થયું નથી"
એટલી વાર માં સમીરા અને મારા અબુ પણ પોલીસ સ્ટેસન પર આવી ગયા અને સમીરા એ વકીલ તરફ જોઈ ને કહ્યું " થેન્ક યુ સર મેં ફોન કર્યો અને તરત જ તમે પોલીસ સ્ટેશને પહોચી આવ્યા "
"ઇટ્સ ઓકે મેમ, ઇટ્સ માય પ્લેજર "" વકીલ સાહેબે કહ્યું,
ત્યાર બાદ સમીરા અને અબુ મારી પાસે આવી ગયા અને સમીરા એ પણ મારા ખભા પર હાથ મૂકી અને કહ્યું " ડોન્ટ વરી સલીમ બધું સારું થઇ જશે ""
વકીલ ને જોઈ અને પોલીસ વાળા નો મારા તરફ નો વ્યવહાર ફરી ગયો હતો અને હવે મારી સાથે સભ્યતા થી વાત કરતા હતા એટલે મેં વકીલ સાહેબ તરફ જોઈ ને અને પોલીસ કોન્સ્ટેબલ ને કહ્યું “સાહેબ મારો મોબાઈલ ફોન તો આપી દો” ત્યારે તરતજ વકીલ સાહેબે પોલીસ કોન્ટેબલ ને કહ્યું, “કયા ક્યા ચાર્જ લગાવ્યા છે મારા ક્લાયન્ટ ઉપર?” પોલીસ વાળા એ જવાબ આપતા કહ્યું, “ સાહેબ કીડનેપીંગ નો મામલો છે, તો શું અમારે પૂછ પરછ પણ ના કરવી?”
ક્રમસ: આવતા અંકે,,,.........