Saharo in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | સહારો

Featured Books
Categories
Share

સહારો

સહારો

ફાઈનાન્સ કંપનીનાં પ્રાઇવેટ સ્ટાફરૂમમાં ટી-ટાઈમમાં સેન્વીચ અને સમોસાની સુગંધ સાથે ૬-૭ જણ બેસીને વાતો કરતા હતા .

"આ ઓફીસમાં 10 વર્ષ થયા પણ હજુ કોઈ દિવસ બોસે મને ટોકવી નથી પડી .આપણે આપણાં સમયે કામ પતાવી દેવાનું " સુજ્ઞાનો એકદમ કાર્યક્ષમ એમ્પલોઇ તરીકે ઓફીસમાં વટ હતો .

"અરે ,પણ બોસ કંઈ એનો એક્સ્ટ્રા રીવોર્ડ થોડા આપે છે ?" કસાલીકર બોલ્યો .

"આતા તુંમી કોઈ ઓર બડી કંપની શરુ કરાન તે મી જોડાઉં " શિંદેએ જવાબ આપ્યો અને બધે હસાહસ. બેલા કહે " .જો હવે વધારે ચીઢ્વો નહીં નકામી જામી જશે ."

....અને બધા પાછા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા .સુજ્ઞા છેક કાંદિવલીથી ફોર્ટ સુધી ટ્રેનમાં આવે, પણ ભાગ્યે જ લેટ હોય .૨૧ વરસની હતીને ઓફીસ જોઈન્ટ કરેલી.યોગ્ય પાત્રની શોધ ઘરેથી કર્યા કરતાં પણ સુજ્ઞાને કંઈ એકદમ પોતાની કલ્પના મુજબની એબીલીટી જણાતી નહીં .જિંદગી પ્રત્યેનો એનો અભિગમ સ્પષ્ટ હતો અને પોતાનાં કામ સાથે કામ રાખનારી ઈન્ટેલીજન્ટ છોકરી.બે બેડરૂમનો ફ્લેટ અને માં-બાપ સાથે મઝાની જીંદગી .

ઘરેથી નીકળી રીક્ષામાં સ્ટેશન જતી હતી .ત્યાં તો રિક્ષાને પંક્ચર પડ્યું .એટલામાં બાજુમાં એક કાર ઉભી રહી .હોર્ન વગાડતા "અરે ,ક્યા બીચમેં ખડે હો ?" ને સુજ્ઞા કઈ કહેવા જતી હતી ત્યાં તો સામેથી

'ઓહ માય ગોડ,સુજ્ઞા ?કેમ છે ?કહીને એક સ્માર્ટ યુવક બહાર નીકળ્યો .

"હેલો ,સાર્થક કેમ છે ?"અહી જ છે ?અમને તો એવી ખબર કે તું જર્મની કોઈ કંપનીમાંં જ છે ."

એટલામાં રીક્ષાવાળો કહે "અભીં તો દેર લગેગી "

"ઓકે ." અને સાર્થક સાથે બેસી સ્ટેશન તરફ જવા માંડ્યા .થોડીઘણી વાત કરતામાં તો સુજ્ઞાનો ટ્રેનનોંં ટાઈમ થઇ ગયેલો.

"બાય, મળીયે પાછા "

ભાગતી ટ્રેન પકડીને બારીમાંથી બહાર જોતા ભૂતકાળનાં દ્રશ્યો આંખ સામે ફરી વળ્યા .કોલેજ સમયે એક સ્ટડી વર્કશોપમાં ભેગા થઇ ગયેલા બંનેની કોલેજ જુદી પણ સારી મિત્રતા થઇ ગયેલી .બંને મહત્વાકાંક્ષી અને સ્ટડી પછી સારો ગ્રેડ આવવાને લીધે સુજ્ઞાનું કોલેજમાથીજ ટોપ કંપનીમાં પ્લેસમેન્ટ થઇ ગયું .બધા ફ્રેડસ મળીને પાર્ટી કરી .ત્યારે સાર્થકે જર્મની અેપ્લાઈ કરેલું પછી તો બધા કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઇ ગયાં .કોઈ વાર મીત્રો પાસે ફોન પર સાર્થકનાં ન્યૂસ મળતા. .સાર્થક બે વર્ષ જર્મની એક્સપીરીયંસ લઇ પાછો મુંબઈ આવી ગયેલો અને કોઈ સાથે પાર્ટનરશીપમાં પોતાની ફર્મ શરુ કરેલી ને હવે સારો સેટલ હતો . એની જર્મન વાઈફ સાથે ડિવોર્સ લઇ લીધા હતા અને સાથે ૪ વર્ષનો દીકરો હતો

ઓફીસ પહોંચી એટલે બેલાએ બોસની નવી આવેલી સેક્રેટરી વિહાના સાથે ઓળખાણ કરાવી .વિહાના એકદમ ફેશનેબલ અને સ્માર્ટ લાગી .બધા સાથે સારી દોસ્તી થઇ ગઈ,થોડા વખતમાં બોસ સાથેની વિહાનાની નિકટતાની ચર્ચા થવા માંડી.સુજ્ઞા એવી કોઈ વાતમાં રસ લેતી નહી.વિહાના સારી મિત્ર થઇ ગયેલી સુજ્ઞાની .સાર્થકનો એક દિવસ ફોન આવ્યો અને જૂની નવી બધી વાતો કરતા ,સુજ્ઞાને પણ જરા રૂટીન લાઈફમાંથી નવું નવું ફીલ થવા માંડ્યું .સાર્થકની ઓફીસે મળવા ગયી .સરસ લંંચ લીધું અને એનાં પાર્ટનર વિશ્વાસ ખરે સાથે ઓળખાણ કરાવી . વીશ્રવાસ પણ એકદમ લાઇવ અને સાથે જીંદગીનાં આગવા વિચારો ધરાવે.વાતો શેર કરતાં અને દર વીકે બૂક ક્લબમાં મળતાં ઘણો નજીક આવી ગયો હતો .મનગમતાં પિક્ચર જોવા જતાં.અને હવે તો સુજ્ઞાની એકાંત ભરેલી રાતો ફોન પરની લાગણીસભર વાતોથી ભરપૂર થઈ ગયી .બધું હોવા સાથે એક મજબૂત સહારો મળી રહ્યો હતો અને દિલની ભીનાશ પર જિંદગીનાં નવાં સપનાઓ જોડે સરતી જતી હતી.ઓફિસમાં પણ હવે જરા વધુ મળતાવડી થઈ હતી .વીહાનાને બધા સાથે મળી ઓફીસમાંથી નજીકના સ્થળે બધા પાર્ટી કરવા ગયા .ત્યાં બૉસ સાથે વિહાનાની લેવાતી છૂટછાટ બધા સાથે સુજ્ઞાની નજરમાં પણ આવી હતી .પણ ..કોઈને એવું કહેવું યોગ્ય નહીં લાગે એમ વિચારી ચૂપ રહી .વીહાનાનું ડ્રિન્ક લેવું પણ એને જરા અજુગતું લાગ્યું .અને હમણાંની હતી એના કરતા વધુ ફેશન અને હાઈ-ફાઈ થઈ હતી .એના ઘરે પાર્ટી રાખવાની વાત કોઈએ સજેસ્ટ કરી તો એણે ના કહી કોઈ રેસ્ટોરન્ટમા આવતા મહિને મારી પાર્ટી પાક્કી એવું બોલી.ભાડેના મકાનમાં રહેતી હશે એટલે ખંચકાતી હોય એવું બને .ઘરે મા-બાપને મળવા પણ ભાગ્યેજ જતી .ઓફિસનાં સ્ટાફનાંં પુરુષો એણે કોઈ આઈટમ જેવી નજરે જોતા અને મજાક ઉડાવતા જે સુજ્ઞાને બહુ ખરાબ લાગતું .એકવાર વાત વાતમાંં બોલી પણ ખરી કે 'ઓફિસમાં સેક્રેટરી હોય એટલે મીની-સ્કર્ટ જ પહેરવા જરૂરી નથી.આપણા દેશ જેવો જ વેશ રાખવાનો .'પણ બધી વાતો હસવામાં નીકળી જતી .' અને સુજ્ઞા મગજમારીમાં પડયા વગર પોતાનું કામ કર્યે જતી .બોસ પણ ખૂબ વિશ્વાસ રાખી મહત્વનાં કામ સોંપતા અને વધુ સમય આપી સુજ્ઞા ઝડપથી ફાઈલો ટેબલ પર રાખી દેતી .આ વખતની દિવાળી પર સરસ ઇન્ક્રિમેન્ટ સાથે યરનું નવું પેકેજ પણ બોસે ઓફર કર્યું હતું .પણ જરા આ છ મહિના વધુ સમય ઓફિસમાં આપજો.

વિશ્વાસનો ફોન હતો, આજે કોઈ કઝીન આવી હોવાથી સાથે જમવા જવાનું હતું .વાદળો પણ ઘેરાઈ આવ્યા હતાંં .જલ્દીથી કામ પતાવી સીધી જમવા પહોંચું છું ,કહી ઝડપથી કોમ્પ્યુટર પર ડેટા ટ્રાંસફર કરવા લાગી .વરસાદતો શરૂ પણ થઈ ચુક્યો હતો .ઓફીસનો પ્યુન અને વોચમેન બાજુમાં ગણપતિનાં દર્શન કરી આવીએ છે એમ કહી 10 મિનિટથી ગયા હતા .વીહાના તો બોસ સાથેજ લગભગ નીકળતી .ને...... અચાનક જોરથી કોઈનો ઝગડતો અવાજ સાંભળ્યો.થોડી વાર એમ લાગ્યું બોસ કોઈ જોડે ફોન પર ઝગડી રહ્યા છે .અને જોરથી ચીસ સાંભળી એટલે બોસની કેબીનમાં દોડી ગઈ. અને ત્યાં જુવે છે તો વિહાના ફ્લોર પર પડેલી,કાચનાં ટેબલની ધાર સાથે અથડાવાને લીધે માથામાંથી લોહી વહેતું હતું .અને સામે ગુસ્સામાં લાલચોળ બોસ ઉભેલા .સુજ્ઞાએ વિહાનાને ઉભી કરી પાછી ખુરશી પર બેસાડી .કંઈ પણ પૂછ્યા વગર એને બહાર લઈને આવી અને ટેક્ષી કરી દવાખાને લઇ ગઈ .એની હાલત તપાસી ડોક્ટર બોલ્યા 'શી ઇસ પ્રેગ્નન્ટ' કોઈ હોસ્પીટલમાં લઇ જાવ અને હોસ્પીટલમાં ,આવી ડીપ્રેસ્ હાલતમાં વિહાનાનો ગર્ભપાત થઇ ગયો .વિહાનાએ કહ્યું ને, સુજ્ઞાએ બધા રીપોર્ટ કઢાવ્યા અને dna ટેસ્ટ માટેની ઇન્ક્વાઇરી કરી .સ્વસ્થ થયા પછી વિહાનાએ બધી વાત કરી.બોસ સુધીર પાંડેએ પોતાની વાઈફ સાથે ફાવતું નથી અને ડિવોર્સ લેવાનો છે એમ કહી વિહાનાને ૨ બેડરૂમનાં ફ્લેટમાં શિફ્ટ કરી હતી વિહાના પોતાના શહેરથી જોબ માટે આવેલી અને ભાડે રહેતી હતી .એને કોઈ ખાસ ડીટેલ ખબર નહી બોસ પણ હજી ૩૫ની ઉંમરનો યંગ, .એક દીકરી પણ હતી .વિહાનાની દોસ્તી બધા સાથે પણ બોસ સાથેની અંગત વાતો તો સુજ્ઞાને પણ ખબર નહી.વિહાનાને હોસ્પિટલમાંથી એક છુપી જગ્યાએ શિફ્ટ કરી દીધી . બીજે દિવસ નોર્મલ ઓફીસ અટેન્ડ કરી.બોસે કેબીનમાં બોલાવી

'મિસ .સુજ્ઞા સાઠે તમે અમારી અંગત વાતોમાં માથું નહીં મારો તો સારું .તમારે જેટલા રૂપિયા જોઈતા હોઈ મારી પાસે લઇ લેજો .તમે જે જોયું છે તે તમારા સુધીજ રાખજો'

'સર ,હું તો વિહાનાને ટેક્ષીમાં બેસાડી મારા ઘરે જતી રહેલી .મને તો તમારા ઝગડા વિષે કઈ ખબર જ નથી .'

'ઓહ ,વિહાના ક્યાં જતી રહી હશે ?તમને પણ નહિ જણાવ્યું ?'

'નાં સર હું તો કોઈની પંચાત કરવામાં પડું જ નહિ .'

'હા હા આઈ નો યોર ગુડ નેચર'

સાંજે ઘરે પહોચી અને મહીલા સેલમાંથી ફોન આવ્યો અને પોતાની કેરીયરનાં જોખમે સહકાર આપવાં બદલ ખુબ અભિનંદન આપ્યા કે તમે શહેરમાં એક એકલી આવેલી છોકરી ને મદદરૂપ થયાં અને આખો કેસ તૈયાર કરી દીધો છે તમારે સાથ આપવો પડશે .સુજ્ઞાએ સાર્થક અને વિશ્વાસનો સાથ અને સલાહ લેવી જરૂરી સમજી .dna ટેસ્ટ માટેબોસ સુધીર પાંડેને પોલીસ મદદથી દબાણ કર્યું અને પોલીસ મદદથી સુધીર ગુનેગાર સાબિત થયો .કોર્ટે એને વિહાના ને ફરી estaablis કરવાની સજા કરી .

બોસે ઓફીસમાંથી સુજ્ઞાને છૂટી કરવાની ધમકી આપી .

'સર ,હું કોઈની પંચાત નથી કરતી પણ કોઈની તકલીફ અને સત્ય સાથે ઉભી નહી રહું એટલી અલિપ્ત પણ નથી .'

સુજ્ઞાએ ઓફીસ છોડી બીજી કંપનીમાં પોતાનું કામ શરુ કરી દીધું અને એક વર્ષ પછી સાર્થકનાં પાર્ટનર

***