unconditional love in Gujarati Love Stories by Radhi patel books and stories PDF | અનકંડીશનલ લવ

Featured Books
Categories
Share

અનકંડીશનલ લવ

Unconditional love

બીન શરતી પ્રેમ, પ્રેમ વિશે બધા જાણીએ છીએ પણ કદાચ આ જાણી કોઈ પ્રેમ કરે છે અને કોઈક તેને પોતાના life મા આવકાર જ નથી આપતું. ..કેમ? પોતાની જાતને પુછ્યું કયારેય કે અલ્યા કોઈ ગમી ગયું ને? Arrange કરેલા લગ્ન મા પણ શરત અને love કરી ને કરેલા મા પણ શરત...આપણી life મા શરતો સાથે જ સબંધ જોડાય છે અને પછી જયારે તૂટે છે તો અવાજ તો નથી આવતો પણ જયારે ફરી વાર જોડાવા ઇચ્છે તો શરતો વધારે અવાજ અને અસર કરે છે. ....

જીયા, એક સુંદર છોકરી,લાંબા વાળ, મોટી મોટી આંખ,સુંદર હસી,હસે તો કોઈ પણ વ્યક્તિ ને જોવા મજબુર કરી દે એટલુ સુંદર હાસ્ય......તેની કાયા મા કોઈ થોડી પણ ખોટ ના કાઢી શકે એટલી સુંદર પાતળી કમર નાજુક નમણી છોકરી ને જોઈ ને બધાં લોકો એમ જ વિચાર કરે કે ભગવાન એ આ છોકરી ને બધું જ આપ્યું છે પણ જોવા વાળા ને એ ખબર નથી કે આ છોકરી પાસે બહુ મોટી ખોટ છે જે કોઈ ના થી પુરાય તેમ નથી.... કોલેજ ના પહેલા day નો પહેલો lechar માટે જીયા એ classroom ગોતયો અને પલ ની બાજુ મા બેસી ગઇ. ...

નીશીત, એક પૈસાદાર બાપની એક ની એક સંતાન, છતાં પૈસા ની કિંમત જાણતો, મા બાપ ના કહયા મા, hedsome છોકરીઓ ને જોઈ એ તેવો સુંદર સપના નો રાજકુમાર........ નીશીત પણ એ જ class મા હતો જે class મા જીયા હતી....

બધા students આવી ગયા હતા રાહ હતી તો ખાલી શિક્ષક ની.... બધા એક બીજાને ને ઓળખવામાં પઙયા હતા ત્યાં શિક્ષક આવ્યા. ...

"Hello students, good morning":શિક્ષક એ બધા નુ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું...

કોલેજ commerce ની હોવા થી બધા ગુજરાતી મા જ વાત કરતા. .. બધા students એ પોતાની ઓળખાણ આપી પછી class start થયો. .....

એક કલાક પછી class પુરો થયો બહાર આવી કોઈક એ કોલેજ જોઈ તો કોઈક એ નાસ્તો કયો...જીયા એકલી બેઠી હતી કેમ્પસ મા તો પલ આવી જે class મા જીયા ની બાજુ મા બેઠી હતી..

"જીયા અહીંયા કેમ એકલી બેઠી છે ચાલ મારા ગ્રુપ સાથે ઓળખાણ કરાવું" પલ જીયા ને ખેંચી ને લઈને ગઈ. ...

"જીયા, આ નિત્ય,રિયા,આકાશ અને નીશીત, અમે બધાં 10 થી એક જ સાથે ભણી રહ્યા છે" પલ એ ઓળખાણ કરાવી. ...

જીયા બધા ને મળી , પણ મન મા સંકોચ હતો...તે મન મા વિચાર કરી રહી હતી કે " આ બધા તો મોટા ઘરના લોકો છે મારી સાથે આ કોઈ friendship નહીં કરે."

"જીયા કયા ખોવાઈ ગઈ" પલ એ જીયા ને વર્તમાન મા લાવવા બોલાવી..

"Nothing, અહીંયા જ છુ, હેલો હું જીયા" જીયા એ બધા ને હેલો કર્યુ. ..

બધા students પાછા class મા આવી ગયા.....કોલેજ ના દિવસો સારા વિતવા લાગ્યા... જીયા ને એકલું લાગતું નહોતું તેની ને આ ગ્રુપ મા જગ્યા મળી ગઇ હતી.... ગ્રુપ ની હોશિયાર વિધાર્થી મા ગણના થતી જીયા ની....

એક વાર બધા કેમ્પસ મા વાતો કરી રહ્યા હતા તો અચાનક નિત્ય અને આકાશ એ મસ્તી કરતા જીયા ને પુછ્યું "જીયા તુ રહે છે કયા? "

આ વાત જાણવા તો બધા ઉત્સુક હતા કેમ કે આ બધા તો 10 થી સાથે છે એટલે બધા એકબીજા ને બહુ સારી રીતે જાણે છે સિવાય કે જીયા એટલે આ સાંભળીને બધા એ જીયા સામે જોયું. .....

જીયા ને અચાનક વિચાર આવ્યો કે "જો આ બધા ને ખબર પડી કે હું કયાંથી આવુ છું તો આ લોકો મારી સાથે વાત નહીં કરે તો.?

"જીયા,જીયા કયા ખોવાઈ ગઈ? બોલને નિત્ય અને આકાશ તને જ પુછે છે " રિયા એ જીયા ને જોર થી બોલાવી. ...

"કયાં પણ નહીં, હા બોલ શું કે છે તુ" નિત્ય તરફ ફરતા જીયા બોલી. ...

આકાશ એ ફરી વાર કહ્યું " તારુ ઘર કયાં છે, તું રહે છે કયાં? "

"કેમ અચાનક આવો સવાલ? " જીયા એ થોડા ડર સાથે પુછ્યું. ...

"એમ જ જીયા, અમે બધાં એકબીજા ને સારી રીતે ઓળખીએ છીએ તો આજે તને ઓળખવા ની ઇચ્છા થઈ એટલે પુછ્યું. .." નિત્ય એ કહ્યું. ...

જીયા ને ખોટું બોલતા આવડતું જ ન હતું એટલે જીયા એ મન મા વિચાર કર્યો કે સાચું કહી દવ પછી જે થશે એ જોઇ લઇશ...

"અનાથ આશ્રમ મા" જીયા આંખ બંધ કરીને ઝડપથી બોલી ગઈ....

***

જીયા વિશે આ વાત જાણી ને શું સાચે જ બધા જીયા સાથે બોલાવા નું બંધ કરી દેશે?

શું જીયા ના મન મા રહેલો ડર સાચો છે કે ખોટો?

હવે પલ, રિયા, આકાશ, નીશીત, નિત્ય શું કરશે આ બધા?

આ સવાલ ના જવાબ અને અભિપ્રાય આપવા નુ ભૂલશો નહીં....

Give me ans and bed or good both review on:

Radhikagujarati08@gmail.com