અનુ અને દેવ હોટેલ માં વાતો કરતા જમવા નું પતાવે છે .અનુ ને ગામ પોતાના પિતા પાસે જવું છે પણ બસ ની હડતાલ ના કારણે તે જઈ શકે તેમ નથી. આથી તેઓ બંને બીજા દિવસે અમદાવાદ ફરવા નું નક્કી કરે છે.જમી ને અનુ મનસુખ ભાઈ ને ફોન લગાડે છે.તેમના ખબર પૂછે છે?મનસુખભાઇ અનુ ને કહે છે કે તેમને પોળ માં રાહત છે. અનુ ને આ વાત સાંભળીને શાંતિ થાય છે. તે મનસુખભાઇ ને કહે છે કે ધંધા નું બધું જ કામ શાંતિ થી પતી ગયું છે આથી તેઓ ચિંતા ના કરે અને તેમની તબિયત નું ધ્યાન રાખે. અનુ ની વાત સાંભળીને મનસુખ ભાઈ ખુશ થઈ જાય છે.અનુ પિતા ને તબિયત સાચવવા નું અને બીજા જરૂરી સૂચન આપીને ફોન મૂકે છે.
મનસુખભાઇ સાથે વાત કરીને અનુ રાહત અનુભવે છે.તેનું મન પિતા ને પીડા ઓછી થઈ રહી છે તે જાણી ને શાંત થાય છે.દેવ અનુ ની વાત સાંભળી રહ્યો હોય છે જ્યારે વાત ખતમ થાય છે ત્યારે દેવ અનુ ને કહે છે કે મેં તમને કહ્યું હતું ને કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલ નો સ્ટાફ મનસુખભાઇ ની પુરી કાળજી લઈ રહ્યું છે. અનુ દેવ નો આભાર વ્યક્ત કરે છે. અને કહે છે કે આજના જમાના માં જ્યાં પોતાના પણ આટલી મદદ નથી કરતા ત્યાં દેવે તેમની ખૂબ મદદ કરી છે.એના માટે તે દેવ ની ખૂબ આભારી છે.દેવ માહોલ ને હળવો કરવા અનુ ને કહે છે કે ખાલી આભાર હું નથી લેતો.......આભાર વ્યક્ત કરવો હોય તો હું જે કહું તે કરો મારા માટે. અનુ ને આશ્ચર્ય થાય છે.
અનુ દેવ ને પૂછે છે કે તમને શું જોઈએ છીએ?તમને જે જોઈએ તે આપવા હું બંધાયેલી છું પણ શરત એક જ કે એ વસ્તુ મારા ગજા બહાર ની ના હોવી જોઈએ.
દેવ મલકાય છે અને મનોમન કહે છે કે મને જે જોઈએ છે એ તો તમારી અને માત્ર તમારી જ પાસે છે અને એ છે તમારો પ્રેમ. પણ મન ની વાત તમને કેવી રીતે કહું? દેવ નો જવાબ ન આવતા અનુ દેવ ને ફરી જવાબ આપવા કહે છે. દેવ હસી ને કહે છે કે જ્યારે સમય આવશે ત્યારે માંગીશ અત્યારે મારે કશા ની જરૂર નથી.
અનુ દેવ ને કહે છે કે જયારે પણ ઈચ્છા થાય ત્યારે ખચકાટ વગર માંગી લેજો..દેવ બિલ મંગાવે છે અને બિલ ચૂકવી ને બંને જણા રેસ્ટોરન્ટ ની બહાર આવે છે. બંને સીધા દેવ ના ઘરે જાય છે.દેવ ના માતા પિતા ઘરે નથી. અનુ દેવ ને પૂછે છે કે તમારા માતા પિતા ને તમે મળ્યા નથી તો તેમને ખરાબ નહીં લાગે.તેમને એવું નઈ થાય કે અમારો દીકરો આટલા વખતે ઘરે આવ્યો છે તો પણ માબાપ ને મળવાની નવરાશ નથી.
દેવ અનુ ની વાત સાંભળીને ફિક્કું હાસ્ય આપે છે.અને કહે છે કે તેના માતા પિતા આધુનિક વિચારસરણી ધરાવે છે. તેઓ આવી બધી વાતો માં માનતા નથી.તેઓ ખૂબ જ વ્યસ્ત છે અને સમજે છે કે દીકરો પણ ખૂબ જ વ્યસ્ત છે. આથી તેઓ ને ખરાબ નહીં લાગે.
અનુ ને દેવ ની વાત થઈ આશ્ચર્ય થાય છે.તેને થાય છે કેવો પરિવાર છે જ્યાં પુત્ર ને નથી ખબર કે માતા પિતા ક્યાં છે અને માતાપિતા ને નથી ખબર કે પુત્ર ક્યાં છે?અનુ અને દેવ બંને થાકી ગયા હોવા થી દેવ અનુ ને આરામ કરવાનું કહે છે. દેવ અનુ ને સાંજે બહાર જવા માટે પૂછે છે? અનુ હા પાડે છે અને પોતાના રૂમ તરફ જાય છે.
અનુ બાથરૂમ માં ફ્રેશ થવા માટે જાય છે.બાથરૂમ માં વંદો જોઈ ને તે જોર થી બુમ પાડે છે.અનુ ની ચીસ સાંભળી ને દેવ તેના રૂમ માં દોડી ને જાય છે.અને અનુ ને પૂછે છે કે શું થયું ? તેને જોર થી ચીસ કેમ પાડી? અનુ કહે છે કે બાથરૂમ માં વંદો છે. અનુ ની વાત સાંભળી ને દેવ હસી પડે છે. નોકર ને બોલાવી ને વંદા ને કઢાવે છે. અનુ દેવ નો આભાર માને છે. દેવ અનુ ને મસ્તી માં કહે છે કે વંદા થી ડર લાગતો હોય તો અહીં સુઈ જાઉં.
અનુ હસી ને ના કહે છે.દેવ પાછો પોતાના રૂમ માં આવે છે અને કપડાં બદલી ને આડો પડે છે.અનુ પણ કપડાં બદલી ને ફ્રેશ થઈ ને બેડ પર આડી પડે છે. દેવ વિશે વિચારતાં વિચારતાં અનુ ની આંખો મીંચાઈ જાય છે. આ બાજુ દેવ ને ચેન નથી . તે વિચારી રહ્યો છે કે અનુ ને પોતાના મન ની વાત કેવી રીતે કહેવી? અંતે દેવ મનોમન નક્કી કરવા છે કે તે અનુ ને પોતાના મન ની વાત કહી દેશે.પછી જે થશે એ જોયું જશે.કમ સે કમ આ દુવિધા મા થઈ છુટકારો મળશે.અને અનુ તેના માટે શું અનુભવે છે તે પણ જાણી શકાશે. સાત વાગે દેવ અનુ ના રૂમ નો દરવાજો ખટકાવે છે. અનુ દરવાજો ખોલે છે.દેવ તેને તૈયાર થવા કહે છે.અનુ બસ પાંચ મિનિટ રાહ જુઓ એમ કહી દરવાજો બંધ કરી ને તૈયાર થવા જાય છે.બ્લ્યુ જિન્સ અને બ્લેક ટી શર્ટ માં તે સુંદર લાગી રહી હોય છે.
અનુ જ્યારે તૈયાર થઈ ને દેવ ની સામે આવે છે ત્યારે દેવ તેને જોઈ ને તેના પર ફરી થી મોહી પડે છે.અનુ જીન્સ ટીશર્ટ માં એટલી મોહક લાગી રહી હતી કે ઓહ! અનુ હજુ તું મને કેટલા કારણો આપીશ તને પ્રેમ કરવાના. તને જે દિવસે જોઈ એ દિવસ થી મારુ હૃદય ઘાયલ થઈ ચૂક્યું છે.હજુ કેટલો ઘાયલ કરીશ મને તું અનુ!અનુ ના ચાલો જઈએ અવાજ સાંભળીને દેવ એના વિચારો માં થી બહાર આવે છે. જ્યારે તમે કોઈ ને પ્રેમ કરો છો ત્યારે તેની બધી જ વસ્તુઓ તમને મોહક લાગે છે.તમે એના વિશે બધુજ જાણવા ચાહો છો. તેને ગમતી વસ્તુઓ કરવા માંગો છો.બસ આજ હાલ દેવ નો પણ હતો. તેને અનુ ની દરેક વાત પર પ્રેમ આવતો હતો.
દેવ અનુ ને કહે છે કે તે જીન્સ માં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુ કહે છે કે તેના પિતા જ્યારે અમદાવાદ આવેલા ત્યારે એના માટે આ જિન્સ ટીશર્ટ લાવેલા.પણ ગામ માં પહેરવાનો મોકો નહોતો મળ્યો. આજે અહીં પહેરવા મળી ગયું. અનુ હવે દેવ ની જોડે ખુલી ને વાત કરી રહી હતી.જેને દેવ એક શુભ સંકેત માની રહ્યો હતો.
અનુ દેવ ને પૂછે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?દેવ તેને મૂવી જોવા જવાની વાત કરે છે. અનુ હા પડે છે..દેવ અનુ ને ઝાંપા પાસે ઉભા રહીને તેની રાહ જોવા કહે છે.દેવ ગાડી લઈને ઝાંપા પાસે પહોંચે છે અને અનુ ને તેમાં બેસવા ઈશારો કરે છે. અનુ ઝડપ થી ગાડી માં બેસી જાય છે અને દેવ ગાડી હંકારી જય છે.દેવ આજે ગમે તેમ કરીને અનુ ને પોતાની દિલ ની વાત કહેવા માંગે છે.આથી જ તે એવું થિયેટર પસન્દ કરે છે જેમાં ગાડી માં બેસીને જ મુવી જોઈ શકાય જેથી એને થોડી પ્રાઇવસી મળે અને તે પોતાના દિલ ની વાત સમજાવી શકે.
શુ દેવ અનુ ને પોતાના દિલ ની વાત કહી શકશે? શુ અનુ દેવ ના પ્રેમ નો સ્વીકાર કરશે?જાણીશું અનુ ના આવતા ભાગ માં. ત્યાં સુધી તમારો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.