Hinchako in Gujarati Short Stories by Badheka Avani books and stories PDF | હીંચકો

Featured Books
Categories
Share

હીંચકો

હીંચકો

એક પોતીકું લાગે એવું એકાંત જોઈએ ખરા ! એકાંત અને વળી પોતીકું ? હા . ભીડ માં ખોટા મુખોટાં પહેરી ને ફરવું , એના કરતાં એકાંત માં જેવા હોઈએ એવા રહેવું સારું.આવું એકાંત આપે હિંચકો !હીંચકો આમ જોઈએ તો સહિયારી માલિકી ધરાવતી વસ્તુ ,પણ એકાંત માં સાચો દોસ્ત.આવી જ એક સાંજે અનિલ આવીને હીંચકા પર બેસી ગયો. ઘર માં કોઈ જ ન હોવાથી અંદર જવાની કોઈ ઉતાવળ ન બતાવી .આંખ મીંચી ને હિંડોળા પર બેસી ભૂતકાળ માં સરી પડ્યો.

નાનો હતો ત્યારથી ચંચળ ખરો.અનિલ ના મિત્રો નું લિસ્ટ પણ લાંબુ.એમાંથી જ એક મિત્ર અચાનક મળી ગયો. એને મળીને આવ્યો ને સીધો વિચારમગ્ન બની ગયો .

"શું અનિમેષ તું પણ બધાની વાતો માં આવી જાય છે?" કહેતા અનિલે રીતસર ધબ્બો જ મારી દીધો. અનિમેષ પણ અનિલ ની સાથે જ ઇજનેરી કૉલેજમાં છઠ્ઠા સેમેસ્ટર માં હતો."કોઈ કહે કે આજે પ્રોજેક્ટ સબમિશન નથી એટલે માની લેવાનું ? " અનિલે જરા શિખામણ ના રૂપમાં ઠપકો આપ્યો.

અનિમેષ લાચાર હતો. એની સાથે કોઈએ જબરી મજાક કરી હતી, એવી હવે એને ખબર પડી ! કોઈ પણ પ્રકારની તૈયારી વગર એની તો ઓફિસ માં જવાનીયે હિંમત નહોતી ,આ તો સબમિશન હતું.અનિમેષ શું બોલે ?એણે એક દયનિય નજર અનિલ સામે નાખી.

અનિલ થોડી વાર વિચારતો રહ્યો.કોલેજ ની પરસાળ માં લટાર મારી સીધો અનિમેષ પાસે પહોંચી કહ્યું "જા મારો પ્રોજેક્ટ તું સબમિટ કરી આવ."અનિમેષ અનિલને જોતો રહી ગયો.આનાકાની ને અંતે અનિમેષ પ્રોજેક્ટ સબમિટ કરી બહાર આવી ભાવાવેશ નજરે અનિલને તાકી રહ્યો. સ્વાગત બોલ્યો "હું કેટલું નસીબદાર છું કે મને આવો મિત્ર મળ્યો!"

આતો નાનકડો દાખલો છે અનિલની ઉદારતાનો.તેના આ સ્વભાવ ને કારણે જ કદાચ એના મિત્ર નું લિસ્ટ લાંબુ હતું.સમય જતાં તેમાં નવા ઉમેરાયા પરંતુ જુના મિત્રો નું સ્થાન અકબંધ હતું. વેકેશન પડે કે તરત ગામડે રહેતા મિત્ર ના ઘરે ઉપડી જાય , સાથે બીજા મિત્રો નો કાફલો તો ખરો જ.આખો દિવસ ગામડા માં રખડયા પછી નદીએ નહાવાનો નિયમ. આખો દિવસ ધમાલ-મસ્તી ચાલે. ભોજનમાં રોટલો ,શાક ,વાટકો ભરીને છાશ ! હીંચકા નો ખરો શોખ અહીં થી જ લાગેલો. નવરાશ ના સમયમાં બસ જુલ્યા કરવાનું. ક્યારેક સાવ ધીમે , તો ક્યારેક ખૂબ મોટા હીંચકા ખાવાના. આવી રીતે સમય પસાર કરવો ગમતો અનિલને. ક્યારેક અનિમેષ ને પરાણે હીંચકા પર બેસાડતો. અનિમેષ ને હીંચકો ખાસ ફાવે નહીં , એટલે ફેર ચડે. પણ અનિલ નું મન રાખવા ક્યારેક અનિલ સાથે હીંચકા ખાઈ લેતો. ખૂબ જીદ ના અંતે અનિલે તેના ઘરે હીંચકો નખાવ્યો. હીંચકાનું અનિલને જાણે વળગણ થઇ ગયેલું. રોજ કોલેજ થી આવી સીધા હીંચકા પર જ બેઠક જમાવવાની આદત જ પડી ગયેલી .

એક દિવસ અનિમેષ કોલેજથી છૂટીને અનિલ ના ઘરે ગયો. અનિલ હજુ ઘરે નહોતો પહોંચ્યો એ વાત જાણી ને અનિમેષ ને આશ્ચર્ય થયું. અનિલ ના મમ્મીએ ઘર ની અંદર બેસી રાહ જોવાની વાત કરી, પણ અનિમેષે હીંચકા પર જ બેસવાનું પસંદ કર્યું. અનિમેષ માટે પાણી લઈ અનિલના મમ્મી આવ્યા ત્યાં સુધી માં અનિલ પણ આવી ગયો.

"ક્યાં રોકાય ગયો હતો તું ?" અનિમેષે જરા ચીડ અને અણગમાં સાથે કહ્યું.

"થોડું કામ હતું એટલે મોડું થયું.બોલ, શું વાત છે?" અનિલે ટૂંકમાં જવાબ પતાવી સીધો મુદ્દા પર આવ્યો.

"જરા લાંબી વાત છે ,બેસ." અનિમેષ ની આંખમાં પહેલા કદી ન જોયેલી અકળામણ હતી.

જેવો અનિમેષ હીંચકા પર બેસવા ગયો , એના ખિસ્સા માંથી કાગળો સરી પડ્યા. અનિલ કાગળ ઉઠાવે એ પહેલાં અનિમેષે તેને ઉઠાવવાનો ઝડપભેર પ્રયાસ કર્યો . અનિલને આશ્ચર્ય થયું . અનિલ હજી કંઈ સમજે એ પહેલાં અનિમેષ કાગળ ઉઠાવી ઉભો થયો , એનું માથું સીધું હીંચકા ના સળિયા સાથે ભટકાયું, સળિયા એ તેની તીક્ષ્ણતાનો પરિચય આપ્યો. જોતજોતામાં માથા માંથી લોહી ની ધાર વહેવા લાગી. તાત્કાલિક અનિમેષને દવાખાને લઇ જવામાં આવ્યો. હાજર ડોક્ટરે અનિમેષને મૃત જાહેર કર્યો. બધા નિઃશબ્દ. અનિલની જિંદગી માં જાણે સુનકાર વ્યાપી ગયો. ઊંડા આઘાતની લાગણીએ અનિલ ને વ્યાકુળ કરી દીધો.શું કરવું એની ખબર જ ન રહી.

અનિલના મમ્મી એ સમયસૂચકતા અને વિવેકબુદ્ધિ વાપરી અનિમેષ ના ઘરે જાણ કરી. અનિમેષ ના ઘરે માતમ છવાય ગયું. અનિમેષ ના હોસ્ટેલ માં પણ વાત ફેલાય ગઈ. એ દિવસે અનિલે જિંદગી ની અનિશ્ચિતતાને નજીક થી જોઈ. જે મિત્ર સાથે હજી તો વાત કરતો હતો , તે ક્ષણભર માં આંખ સામે થી અદ્રશ્ય થઈ ગયો. અચાનક જાણે અનિલ વાસ્તવિક દુનિયા માં પાછો આવ્યો હોય એમ ઝબકી ગયો. તેને અનિમેષ ના પત્ર યાદ આવ્યા. અનિમેષ પાસે જઈ ને ચુપચાપ ઉભો રહ્યો. અનિલની આંખ સામે જાણે ભુતકાળ દોડી ગયો. ચિત્રપટ ની માફક અનિલ યાદોની દુનિયા માં ખોવાય ગયો. અનિમેષ સાથે વિતાવેલી ક્ષણો તેની આંખ સામે વારાફરતી દસ્તક દેતી.હજુ પણ અનિમેષ ના હાથ માં પત્ર અકબંધ રીતે સચવાયેલા હતા. અનિલ ને પત્ર વાંચવાની માનવ સહજ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ !

ક્રમશઃ