Love Letter.. in Gujarati Letter by yashvant shah books and stories PDF | લવ લેટર...

Featured Books
  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

  • आई कैन सी यू - 36

    अब तक हम ने पढ़ा के लूसी और रोवन की शादी की पहली रात थी और क...

  • Love Contract - 24

    अगले दिन अदिति किचेन का सारा काम समेट कर .... सोचा आज रिवान...

Categories
Share

લવ લેટર...

પ્રિય.....

આજે 9 MAY.

આજનો દિવસ એટલે આપણી જિંદગી નો બહુ જ મહત્વનો દિવસ.આજે આપણે એક બિજા પરસ્પર લગ્ન ગ્રંથિ થી જોડાયા.આજના દિવસે...

I LOVE YOU....Too much.

મારી જિંદગીમા આવવા બદલ તારો ખુબ ખુબ આભાર....તું છો તો બધું છે ને તું નથી તો કઇ જ નથી .

આમાનુ હું કઇ જ કહેવા નથી માંગતો .

કારણ.. પ્યાર એ કહેવાની કે જતાવવાની ચીજ નથી એ તો એક અહેસાસ છે. મહેસુસ થાય એજ ખરુ. તુ મારા માટે `હુ` તને કશુ કહુ તે પહેલાજ સમજી જા અને તે પ્રમાણે કર. મારો મુડ સારો છે કે ખરાબ એ મારા બતાવ્યા વગર જ સમજી જા એ પ્યાર જ છે ને. તને શુ જોઇએ છે તુ શુ ઇચ્છે છે એ તારા કહ્યા વગર સમજુ ને તે પ્રમાણે કરુ એ મારો પ્યાર છે. પ્યારમા નંબર પણ ન જ હોય...પ્રથમ પ્રેમ્...દ્વિતિય પ્રેમ્..કે ત્રીજો....એ પણ એક મજાક જ છે...કારણ પ્રેમ એ પ્રેમ છે. એ પ્રથમ શુ ને દ્વિતીય શુ. પ્રથમ પ્રેમ તો જન્મતાજ માતા પિતા સાથે થાય છે. ને પછી ભાય,બહેન વગેરે..વગેરે.. દરેકનો પ્રેમ પ્રેમ જ હોય છે. મારિ નજરે પ્રેમ એટલે સંભાળ. પરસ્પરની કાળજી. દુનિયાના દરેક સંબન્ધ (માતા-પિતા સિવાયના) કોઇન ન કોઇ કારણ થી કોઇ ન કોઇ હેતુ થી જોડાયેલ હોય છે. પતિ-પત્નીના સંબન્ધમા પણ કૈઇક એવુ જ હસે. કદાચ આ પ્રુથ્વિપર માતા પિતાનુ ઋણ કોઇજ અદા નથી કરી સકતુ પણ પોતે માતા પિતા બનિ એ ઋણ પુરુ કરે છે. આપણે પણ એ ઋણ માતા પિતા બની પુરુ કર્યુ છે.

આજના દિવસે હુ તારો કોઇપણ જાતનો આભાર પણ નથી માનતો, કે તે મારા જિવનમા આવિને આમ કર્યું ને તેમ કર્યું , તે મારા કુટુંબ માટે આમ કર્યું ને તેમ કર્યું તે બદલ આભાર....ના આભાર હમૈશા પારકાનો માનવાનો હોય...માનવો જોઇએ .તારે મારો કે મારે તારો નહિ . તે જે પણ કર્યું કે મે જે પણ કર્યું તે આપણે આપણા માટે, આપણા કુટુંબ માટે કર્યું હશે. તેથી તેનો પરસ્પર આભાર માનવાની કોઇ જરૂર નથી..

આજનો દિવસ એટલે આપણી જિંદગીનો બહુ જ મહત્વનો દિવસ.આજે આપણે એકબિજા પરસ્પર લગ્ન ગ્રંથિથી જોડાયા. આજના દિવસથી આપણે એક યુવક યુવતી મટી પતિ-પત્ની બન્યા. એક નાદાન જીવન પુર્ણ કરી પરિપક્વ બની નવ જીવન ની શરુઆત કરી. સહજીવનની શરૂઆત કરી. સહજીવન એટલે......એક-મેકને પોતપોતાના વિચારો પર અડગ રહેવાને બદલે પરસ્પરના વિચારો સમજી તે પ્રમાણે રહેવું અને વર્તવુ. પોતપોતાના ગમા અણગમા રજુ કરી શક્ય એટલો સમાન માર્ગ કાઢી તેના પર ચાલવુ.પરસ્પરના વિચારો જાણીને બન્નેને અનુકૂળ નિર્ણય લેવા.માત્ર પોતાનુ નહી વિચારતા પરસ્પરનુ વિચારવુ.

મારી નજરે પતિ પત્ની નો સંબધ એટલે રેલ્વેના બે પાટા જેવો હોવાનો. જેમા બન્ને એક સાથે રહેવુ ખુબ જરુરી છે, પણ બન્ને નુ સ્વત્ંત્ર અસ્તિત્વ પણ હોવુ જોઇએ.અને એ પણ એક સરખુ હોવુ જોઇએ. કોઇ ઉચ્ચ નહી કોઇ નીચુ નહી. બન્ને સમાન મતલબ સમાન. તોજ જિવન ટ્રૈઇન ઝડપ ભેર અને સારી રીતે ચાલી શકે.

ટ્રૈઇન ના બે પાટા ક્યારેય નાના મોટા કે ઉચા નિચા ન હોય શકે. એમ હોય તો ટ્રૈઇન ચાલી સકે જ નહી. તેમ પતિ પત્નીમા પણ ક્યારેય ભેદભાવ ન હોવો જોઇએ. બ્ન્નેનુ સરખુ મહત્વ છે. બન્ને સરખા છે. તેથી જ સંસાર ટ્રૈઇન ચાલે છે. વળી બન્ને એ એકમેકમા ઓતપ્રોત બનિ પોતાનુ અલગ અસ્તિત્વ, પહેચાન પણ ખોવાની જરુર નથી. બન્ને એ પોતપોતાની પહેચાન મિટાવી ના જોઇએ. રેલ્વેના બન્ને પાટા એક થૈઇ જાય તો ટ્રૈઇન શી રિતે ચાલે..? માટે પોતપોતાનુ આગવુ વ્યક્તિત્વ જાળવિને. એકમેકના પુરક બનવુ જોઇએ.

લગ્ન જીવન એટલે એકમેકમા ઑતપ્રોત થઈ જવુ, એકમેકમા ઑગળી જવુ કદાપિ ન હોય શકે. કારણ બે અલગ અલગ કુટુંબમા ઉછરેલી વ્યક્તિ કયારેય એક સરખા વિચાર ધરાવતી કે એક સરખુ વ્યક્તિત્વ ધરાવતી ન હોય શકે. બન્ને નું વ્યક્તિત્વ અલગ જ હોવાનુ. તેથી બન્ને ના વિચારો પણ ઘણાં ખરા અંશે અલગ જ હોવાના. અલગ અલગ વિચારધારા ધરાવતી બે વ્યક્તિ એક સાથે જોડાઇને રહેવું ન માત્ર રહેવું પરંતુ ઘણી સારી રીતે સુખમય જીવન જીવવું અને એ પણ કોઇની પણ છત્રછાયા કે નિગરાની વગર એ ઘણી જ મોટી વાત છે. જે આપણે કર્યું છે. આપણને કોઈ રોકનાર-ટોકનાર કે માર્ગદર્શન આપનાર ન હતાં છતાં પરસ્પર સમજણથી લગ્ન જિવનની સફર બહુ સફળતાપૂર્વક નિર્વાહ કરિ છે.

આજના દિવસે એટલુ હુ જરૂર સ્વીકારીશ કે તારા આવવાથી મારી જિંદગીની દિશા જરુર બદલાઇ છે..તું ન હતિ ત્યારે અને તારા આવ્યાં પછીની જિંદગી કઇંક અલગ જ છે. તારા હોવા માત્રથી જિંદગી જિંદગી બનિ ગઇ છે. તું જાણે મારી એક આદત બનિ ગઇ છે. મને તારા વગર કે તને મારા વગર નહી જ ચાલે. તારા વગર હુ કેવિ રીતે રહી શકુ..? મને હવે તારા વગરની જિંદગીની કલ્પના પણ ધ્રુજાવી દે છે .

અને એટલે જ બાગબાન ફિલ્મની અમિતાભની આખરી એક લાઇન જાણે મારી પણ તારા માટે ટેગ લાઇન બની ગઇ છે....

“ मै तुमसे बहुत प्यार करता हु !

तुम हो तो हम है और हम है !

तो सब कुछ है वरना कुछ

भी नही ...कुछ भी नही !”

હવે જે પણ વીતી ગયુ છે, એના માટે બહુ નથી વિચારવું. કારણ આપણા જીવન નો મોટો ભાગ તો આપણે પરસ્પર જોડાયા પછી જવાબદારી મા જ વિતી ગયો છે. હુ મારી આર્થીક ઉપાર્જન ની જવાબદારી મા ને તુ આપણા સંતાનની પરવરિસમા. તેમા આપણે પરસ્પરની ઘણી બધી જવાબદારી ચુકી ગયા હશુ. લગ્ન વખતે લેધેલ તમામ શરતો પ્રતિગ્ના માત્ર લગ્ન મંડપ મા જ રહી ગઇ છે. જીવનમા ક્યારેય તેનો અમલ ના કરી શક્યા. તેથી તેમા યાદ કરવા જેવુ કદાચ ઓછુ ને ભુલવાજેવુ વધારે હશે. એ બધુ કદાચ સમજણ પુર્વક હવે પુરુ કરીશુ.

મને તો આપણા લગ્ન પહેલાના એટલેકે એન્ગેજમેન્ટ થી લગ્ન સુધીના એ સુવર્ણ દિવસો યાદ આવે છે. જેમા નહતી કોઈ જવાબદારી કે ન કોઇ ભવિષ્યની ચિંતા. બસ પ્યાર પ્યાર અને પ્યાર જ હતો...તુ મારા મા ને હુ તારામા સંપૂર્ણ ખોવાઈ ગયેલ...એ વચ્ચેના દિવસો બરાબર ૧૦૦ દિવસ હતા...એ 100 days જીવનમા કયારેય નહી ભુલાય. બસ શરૂઆતના એ દિવસો જેવાજ આખરી દિવસો બની રહે તેવુ હુ ઇચ્છુ છુ. અને હવે આપણને એ પરિસ્થિતિમાં છીયે કે પહેલાની જેમ જિવી સકિયે.આપણા સંતાનો મોટા થઇ ગયા છે. આપણે હવે બન્ને પોતપોતાની જવબદારી માથી ઘણે અંસે મુક્ત થઇ ગયા છીયે. તો શા માટ હવે આપણે ફરી એવા દિવસો ન જીવિયે. જિંદગી નો કોઇ ભરોસો નથી. તેમા કયારથી છેલ્લા ૧૦૦ દિવસ ગણવા....? માટે આજથિ જ એવા દિવસો જિવવાનુ શરુ કરિયે..કિસ્મતમા સાથ હતો તો મળ્યા અને કિસ્મતમા સાથ હસે ત્યાં સુધી સાથ નિભાવસુ. એ વાસ્તવિકતા છે. એ સ્વીકારવુ જ રહયુ. માટે એ બાબત વધુ ન વિચારિયે..બસ પરસ્પરનુ વિચારીયે ને પરસ્પરનુ કિસ્મત જ બનિ રહિયે. અને પ્રભુ ને પ્રાર્થના કરિયે કે આગળનો આપણો આ જિવન પ્રવાસ આનંદ મંગલમય બનિ રહે.

life is journey not destination .so just enjoy it.love it till end.

-યશવંત શાહ.