મૃગજળ ની મમત
ભાગ -5
અંતરા રુમ માં આમતેમ નિસર્ગ ને શોધતાં બોલતી હતી. .
“ જો નિસુ હવે બહું થયું પ્લીઝ બહાર આવને ..ખબર છે તું અહીંયા જ છે. સારું જયાં છે ત્યા જ રહેજે હું જ જતી રહું છું. હવે કયારેય રંગે નહીં રમું. “
અંતરા બહાર જવા રુમ ના દરવાજા તરફ આગળ વધી. એટલાં માં નિસર્ગે એનો હાથ પકડી .દરવાજો બંધ કરીને અંતરા ના બંને હાથ પકડી ને એની હથેળીમાં રહેલા રંગથી પોતાના ગાલ રંગ્યા. એની ખુબ નજીક જઇને પોતાના ગામથી અંતરા ના ગાલ પર રંગ લગાડયો. એકબીજા ને એટલાં અડોઅડ કે ઝડપથી ચલતા શ્ર્વાસ નો અવાજ સ્પષ્ટ સંભળાય રહ્યો હતો.
“ છોડ નિસુ મને. એકલા નથી આપણે. કોઈ આવી જશે તો..? “ અંતરા ધીરે થી નિસર્ગ ને દુર કરતાં બોલી.
“ હા ..તો.? આવવાં દે હું નથી ડરતો. ક્યારેક તો ખબર પડવાની જ છે.”આટલું બોલતા બોલતા નિસર્ગે અંતરા ને થોડી વધારે નજીક કરી . અંતરા કઇંક સમજે એ પહેલાં જ સવિશેષ ની ઠંડી લહેરખી જેમ પોતાના હોઠ અંતરા ના હોઠ પર મુકી દીધાં. વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું..
“ આય લવ યુ. અંતરા “ . અંતરા કઇંક બોલે પહેલાં જ નિસર્ગે એને અટકાવી.
“ મને બોલવા દે આજે. હજુ સુધી મેં તને કહયું નથી પણ આજે કહેવા દે . ચાહું છું તને ખુબજ. તું પહેલી છોકરી છે જેને મેં આ શબ્દો કહ્યા છે. જાણું છું કે કોઈ નો પહેલો પ્રેમ હોવાં કરતાં છેલ્લો પ્રેમ હોવું વધારે સૌભાગ્ય ની વાત છે..આપણું ભવિષ્ય નથી ખબર પણ હું હંમેશા તારો જ રહીશ. તારું સ્થાન મારા મનમાં હ્રદય માં કોઈ નહી લઇ શકે. “
મારા માટે પણ તારા થી વધું કઇ જ નથી ..આય લવ યુ ટુ નિસુ. લવ યુ સોઓઓઓ મચ.”
એટલાં માં દરવાજા પર નોક થયું.
“ અંતરા..અંતરા ભાઇ નીચે તો કયાંય નથી. “ અર્ણવ બોલતા બોલતા રુમ માં દાખલ થઈ ગયો. નિનિસર્ગ અને અંતરા રંગે રંગાયેલા એકબીજા ને હગ કરીને ઉભા હતાં. અર્ણવ થોડો શોક થઈ ગયો. આમતેમ જોતાં જોતાં થોડું મોટાં અવાજે બોલ્યો.
“ઓહ...તો..ઑ.. હું જે સમજતો હતો એ સાચું જ હતું. “
બંને થોડી ઝબકી ગયાં .અંતરા નિસર્ગ ને દુર કરી શર્માઇ ને નીચે દોડી ગઇ.
“ અંમમમ... હા ! તું જે વિચારતો હતો એ બરાબર જ હતું. પણ જો હમણાં કોઈ ને..કહયું છે તો...હું થોડો પગભર થઈ જાવ તો પછી જ આ વાત બંને ના પેરેન્ટ્સ ને જણાવશુ .”
“તું ચિંતા ન કર ભાઇ એમજ થશે. .હું તમારા બંને માટે ખુબ ખુશ છું ભાઇ. “
ઘીરે ધીરે સમય વિતવા લાગ્યો. બંને નો સંબંધ ખુબ મજબુત થવા લાગ્યો. એક દિવસ તો શું એક મીનીટ એકબીજા વગર ચાલતું નહીં. બંને એકબીજા નું ખુબજ ધ્યાન રાખતા. આમ ને આમ બે વર્ષ વિતી ગયા. નિસર્ગ ભણીગણીને જોબ કરે ને સેટ થઈ જાય એજ રાહ માં હતો. નિસર્ગ કોલેજ માં પણ પાર્ટ ટાઇમ જોબ કરતો હતી. કોલેજ પુરી થતા જ એ જોબ ફુલટાઇમ ચાલુ કરી દીધી. હસતાં રમતા બંને આગળ વધી રહયા હતા. પણ અચાનક આ શું થયું. થોડા દિવસ થી નિસર્ગ ચુપચાપ રહેતો હતો. અંતરા ને મળતો ત્યારે પણ એને ખુશ રાખવા થોડી ઘણી વાત કરતો. પણ અંતરા એનું આ વર્તન નોટીસ કરી રહી હતી. ઘરમાં પણ એ ચુપચાપ રહેતો.
“ આજ તો વાત કરવી જ પડશે. અર્ણવ સાથે .”
અંતરા ઝટપટ અર્ણવ ને મળવા એના ઘરે પહોંચી.
“અર્ણવ એક વાત કરવી હતી. સમજાતું નથી પણ કદાચ તારી સાથે વાત કર્યા પછી કઇંક..”
“ હા .. બોલને શું હતું.?”
“ધ્યાન થી સાંભળ જે એને પુછું એનો સાચેસાચો જવાબ આપજે. મને બહુ ડર લાગે છે .”
“ ડર ..? શેનો?”
અંતરા થોડી ડરેલી હતી. એના મનમાં ઘણી ગડમથલ હતી.
“ તને નથી લાગતું કે નિસર્ગ કઇંક અજીબ બિહેવ કરે છે. ચુપચાપ રહે છે. કઇક તો વાત છે.”
“કેમ તને એવું કેમ લાગ્યુ? જોકે મને પણ હમણાં થી એવું લાગે છે પણ એતો કદાચ “ અંતરા એ અર્ણવ ની વાત કાપી.
“ હમણાં થી જયારે પણ એ મારી સાથે હોયછે ત્યારે ફક્ત એની શારીરિક હાજરી જ હોય છે.હજુ સુધી કોઈ વાત છુપાવી નથી એને પણ હમણાં થી તો કંઈ બોલતો જ નથી. બે ત્રણ દિવસ થી તો મારી સામે પણ નથી આવતો. હું ઘરમાં આવું ત્યારે જાણીજોઇને બહાર જતો રહેછે. “ અંતરા થોડી રડવા જેવી થઈ ગઇ.
“ અરે...ના..ના.. એવું નહોય અને ભાઇ તારી સાથે તો કયારેય આવું ન કરે. પણ એનુ બિહેવીયર થોડું ચેન્જ છે.એ વાત સાચી . થોડો ટાઇમ આપી એને. એ ફરી પાછો પહેલાં જેવો થઈ જાશે. અને હું પણ જાણવા ની પુરી કોશિશ કરીશ કે વાત શું છે.”
અંતરા ના મનમાં ફકત નિસર્ગ ના જ વિચાર ચાલી રહ્યા હતા. અચાનક નિરાલી એની પાસે આવીને બેસી ગઇ. ધીમે થી એના ખભે હાથ મુકયો. અંતરા એકદમ થી એને વળગી ને રડવા લાગી.
“ અરે.. અંતરા શું વાત છે? શું થયું ? “
“ નિરાલી તું તો મારા વિશે બધું જ જાણે છે. મે જોએલા સપનાઓ વિશે ..અને મારી ઇચ્છાઓ. ઘણું ખરું મે અધુરું જીવી ને અનિચ્છા એ પડતું મુક્યુ છે.પણ નિસર્ગ કોઈ શોખ કે સપનું નથી એ જીંદગી છે મારી. એનું વર્તન કોરીખાય છે મને. ડર લાગે છે કયાંક એ મને છોડી તો નહી દે ને? “
“ઓહ...તો વાત આમ છે.થોડી ધીરજ રાખ . અર્ણવ સાથે વાત કરી ને ? હવે એ વાત ગણી ને કહેશે તને.એ બંને તારા થી કંઇજ છુપાવતા નથી પછી નાહક નુ ટેન્શન કરે છે.”
“ તારી વાત સાચી છે હમણાં એક-બે દિવસ માં કિરણઆન્ટી એમનાં મમ્મી ને ત્યા જવાના છે. ત્યારે જ પુછી લઇશ “
કિરણબેન એમનાં મમ્મી ને ત્યા ગયા . એટલે દર વખતે ની જેમ અંતરા સવાર માં નાસ્તો લઇને પહોંચી ગઇ. અર્ણવ ટેબલ પર રાહ જોઇને જ બેઠો હતો. પણ નિસર્ગ હજુ આવ્યો નહતો.
“ શું લાવી છે ? જલદી આપીદે ભુખ લાગી છે. “
“ ચીઝ ટોસ્ટ અને વેજ સેન્ડવીચ છે. લેવા તું શરૂ કર.”
અંતરા એ ડિશ તૈયાર કરી આપી.
“ નિસર્ગ કયાં છે? હજુ નીચે નથી આવ્યો કે પછી હું જઇશ પછી આવશે? “
“ ના એ હજુ ઉપર રુમ માં જ છે અને તને ચા નાસતા સાથે ઉપર જવા નું કહયું છે. ..ભાભી..”
અર્ણવે મજાક માં કહયું.
અંતરા ફટાફટ બધું લઇને ઉપર રુમ માં પહોંચી ગઇ. નિસર્ગ વાંચતો હતો. અંતરા એ એકદમ થી બુક આંચકી લીધી.
“ ચાલો સર બ્રેકફાસ્ટ રેડી છે. પ્લીઝ જલદી કરી ને મને બી ભુખ લાગી છે . અને બહુ દિવસો પછી આમ એકલા રહેવા નો ટાઇમ મળ્યો છે. “
નિસર્ગ કંઇજ બોલ્યા વગર બેસીને ચ્હા પીવા લાગ્યો. અંતરા થોડી નીરાશ થઈ ગઇ.
“નિસુ કંઈ એવું થયું છે મારા થી તું આમ કેમ બિહેવ કરેછે? ભુલ થઈ છે મારી કંઇ?તને કંઈ તકલીફ થઈ હોય તો મને માફ કરીદે , ગુસ્સો કર. પણ આમ..”
અંતરા રડવા લાગી .
“ ના એવું કઇ નથી . એકઝામ નુ થોડું ટેન્શન છે. લાસ્ટ યર છે ને ..બીજું કંઈ નથી તું જાતે હવે મને વાચવા દે .”
એકઝામ પહેલાં પણ આવતી હતી.પણ પહેલાં તો કયારેય....પ્લીઝ નિસુ હું પાગલ થઈ જઇશ. આમ...”જોઈ ..જો તને હવે મારી સાથે રહેવું ન ગમતું હોય તો ....”
અંતરા રડવા લાગી ... નિસર્ગે પ્રેમાં થી અંતરા ના માથા પર હાથ મુકયો. .હસવા લાગ્યો.
“ અરે મારું ડફફર બચ્ચુ.. એવું કંઇજ નથી. હું તને સમય આવે કહેવા નો જ હતો. પણ લાગે છે તું આગળ કંઈ વિચારે એ પહેલાં હવે કહેવું જ પડશે. પણ પ્રોમીસ કર લડશે નહીં. ને રડશે પણ નહીં.”
“ એટલે ? તું કહેવા શું માંગે છે?”
“ બેસ પહેલાં.. જો અત્યારે જયાં પાર્ટ ટાઇમ જોબ કરું છું ત્યાજ પ્રમોશન સાથે પરમેનન્ટ જોબ મળી જશે. જો એકઝામ માં સારી રીતે પાસ કરીલઇશ તો. “
“ એતો સારું કહેવાય ને પછી કેમ?”
“ હા..પણ આગળ સાંભળ. મને જે પોસ્ટ મળશે એ મને એમની અમદાવાદ ની ઓફીસ માં મળશે. એટલે લગભગ એક મહિના માં મારે સિફટ થવું પડશે..એટલે જ હું વિચાર માં હતો કે.. “
“ તું...તું...આવું કેમ કરી શકે નિસુ મને છોડી ને જવા નું વિચારી પણ કેમ શકે?.મારું શું? કેવીરીતે જીવવા નું તારા વગર..બસ કંઈ પુછયા વગર જ વિચારી લીધું .હું નહી જવા દઉ તને ..” અંતરા નિસર્ગ ને વળગી ને રડવા લાગી.
“ એટલાં માટે જ નહતો કહેતો ..પણ જો આખી જીંદગી સાથે રહેવું હોય તો..જવું જ પડશે. જોબ સારી છે પે પણ સારો છે ઉપરાંત ત્યા કંપની તરફથી રહેવા માટે ફલેટ પણ મળશે . સાત આઠ મહિના માં સ્ટેબલ થઈ જાવ . પછી ઘરમાં આપણા વિશે વાત કરીશકુ . “
“ એટલે જવાના સમયે બાય કહીને જ નીકળી જાત એમને.. તું અહીંયા જ જોબ લઇ લે ને.મને ડર લાગે છે કયાંક સાવ અલગ..ના ..”
“ બસ ..બસ હવે ગાંડા જેવી વાત નો કર આપણા સારા ફયુચર માટેજ જોબ સ્વીકારી છે. તારું સ્ટડી પતે કે તરતજ ઘરમાં વાત કરી દઇશ ..ત્યા સુઘીમાં હું પણ સેટલ થઈ જઇશ. પછી શરદ અંકલ ના પણ નહીં પાડી શકે. “
“ પણ હજુ બે વર્ષ છે ...નિસુ “
“ એ પણ નીકળી જશે. ડફફર આવી નાની વાતો માં ડરીજશે તો આગળ શું થશે.તું મારી સ્ટ્રેન્થ છે.ને તું જ આમ કરે ?... અને હવે દોઢ મહીનો છે . અને બધી તૈયારી માં મમ્મા ની હેલ્પ કરજે.. “
દોઢ મહીના નો ટાઇમ ઓલમોસ્ટ પુરો થવા આવ્યો હતો છેલ્લા પંદર દિવસ બાકી હતાં. તૈયારી પુરજોશમાં ચાલતી હતી. અંતરા શોપીંગ માં કિરણબેન ની સાથે જતી. પેકીંગ પણ કરાવતી. .એ બહાને નિસર્ગ ની નજીક રહેવા નો પણ સમય મળી જતો. એમ ને એમ જવા નો દિવસ આવી ગયો. આ સમય દરમ્યાન નિસર્ગ બધી ફોર્માલીટીઝ કંપકરવા 2/3 વખત અમદાવાદ જઇ આવ્યો..પરીક્ષા ના લીધે વધુ સમય સાથે વિતાવી ન શકયા. અંતરા પણ નીરાશ હતી.
“ આજે સાંજે તો નીકળી જઇશ અંતરા થોડીવાર તો બેસ ..પછી કદાચ દોઢ બે મહિનામાં પાછો તને જોઈ શકીશ. “
“નિસુ રહેવા દે મારે રડવું નથી ..બહું જ કંટ્રોલ કર્યો છે ..ને હવે જો..”
“ હમમમમ.... “ નિસર્ગે એક ટાઇટ હગ કરી..
“ છોડ હવે જવાદે મને.”
“અંઅંઅંઅં હહંઅં .. રડી લે ..પણ જયારે અહીં થી હું જાવ ત્યાર પછી રડવા નું નથી ..બસ ભણવા નું છે..અને હા મારુ તોફાની બચ્ચુ ..મસ્તી નહી કરવા ની હું નહી હોવ તો તું અને અર્ણવ બંને ને કંટ્રોલ કરવા માટે કોઈ નહી હોય...”
“ બસ હવે ભાઇ અંતરા સીવાય પ્રેમ આપવા માટે હું પણ છું..”
અર્ણવ પણ એ બંને ને વળગી પડયો. ત્રણેય જણ ખડખડાટ હસી પડયા.