Dhruval:Jindagi Ek Safar in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | ધૃવલ: જિન્દગી એક સફર

Featured Books
Categories
Share

ધૃવલ: જિન્દગી એક સફર

ધૃવલ:જિંદગી એક સફર-1

 

 

 

પ્રકૃતિ કેદ

 

છે ચિત્રમાં,ક્યાથી

 

આ દુનિયામાં?

 

હાલની પરિસ્થિતિ ઉપરના હાઇકુ જેવી છે.પ્રકૃતિને સોળે કળાએ ખીલેલી જોવી હોય તો સુન્દર ચિત્ર જોઇ લેવુ હિતાવહ છે; કેમ કે માણસે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનો એટલો ઉપયોગ કર્યો કે તે ચિત્રમાં કેદ થઇ ગઇ છે.

 

 

 

ચોમાસુ હજુ શરુ જ થયુ છે, કાળજાળ ગરમીથી ત્રાસેલા માનવીઓએ કુદરતને વિનવી લીધા હોય તેમ સીઝનનો પ્રથમ વરસાદ ધીમી - ધીમી ધારા એ શરુ થયો છે.

 

 

 

નથી સમજાતી ઘણી, આ માનવીની લીલા;

સમજાય છે આહિસ્તા-આહિસ્તા, ભગવાનની લીલા.

 

 

 

છ દોસ્તો ગીરનાર પર્વત ચડી રહ્યા છે.મિલને માલતીનો હાથ પકડેલો છે.સાગરે સીમરનનો હાથ પકડેલો છે.તો કાવ્યા ધ્રુવલનો હાથ પોતાના હાથમાં લઈ ધીમેથી દબાવી રહી છે. હજુ માંડ 500 પગથિયા ચડ્યા હશે, ત્યા તો મેઘરાજાની સવારી આવી પહોચી. ઝરમર શરુ થઇ ગયો મેહુલિયો ને...

 

 

 

 

શ્વેત કમળ જેવી, ગુલાબી હોઠવાળી, કોયલના અવાજવાળી, ધીમી ચાલવાળી, પ્રેમાળ હદયવાળી, કાળાવાળવાળી ,માંજરી આંખોવાળી, સિંહ જેવા નોરવાળી, મધુર સ્વરમાં કાવ્યા ગાવા લાગી...

 

 

‘બર સો રે મેઘા મેઘા બર સો રે મેઘા બર સો...’

 

તો પાછી ફરી વખત ગાયું.....

 

‘’આવ રે મેહુલિયા આવ

 

મેહુલિયા આષાઢના રે...’’

 

 

આ ગરવી ગુજરાતણ ગુજરાતી લોકગીત કેમ ભૂલે???

તે એક 【સાદા બાંધણીના ડ્રેસમાં છે.રેડ બાંધણી ટોપ(કુરતું)ને લીલા કલરની સાદી સલવાર.કેમકે ડુંગર ચડતી વખતે ફીટ કપડાં ન ફાવે】

 

 

 

અષાઢનો વરસાદ ધીમી ધારા એ વરસી રહ્યો છે અને 6 દોસ્તો તેની મોજમાં ગિરનાર ચડી રહ્યા છે. હજુ તો પાછા 500 પગથિયા ચડ્યા હશે, ત્યા તો વરસાદની ધારા બદલાય અને વધારે ઝપાટા ભેર આવવા લાગ્યો. તેઓએ એક છાપરા નીચે આશરો લીધો.

 

 

 

 

 

આ છાપરુ માત્ર અડી રહેલુ; કાણાવાળુ, ચારેબાજુથી ખુલ્લુ અને જર્જરિત છે.આ સિવાય બીજો કોઇ જ માર્ગ ન હતો. છ વ્યક્તિઓ ઘેટાની જેમ ગોઠવાય ગયા અને પ્રકૃના સૌન્દર્યને નિહાળવા લાગ્યા.

 

 

 

 

પરંતુ, આ શું? ધૃવલ તો પ્રકૃતિને છોડી કંઈક અલગ જ વિચારતો હોય તેમ એકીટશે જોઇ રહ્યો.....

 

 

 

કાવ્યા તેના મનને જાણી ગઇ. આથી પૂછી લીધુ "ધૃવલ શું વિચારે છે?"

 

 

 

 

ધૃવલ બોલ્યો ધીમેથી જિન્દગી એક સફર. મારા બાળપણથી માંડી અહી સુધીના દિવસો.(ધ્રુવલ તો લોન્ગ ટ્રેકમાં છે.બ્લુ કલરના)

 

 

 

 

કાવ્યા પટુંડા કરતી બોલી હમમમ...... ચલ કહેતો તારા એ શૈશવના સ્મરણો.

 

 

 

ધૃવલ  ગિરનારની હરિયાળીને જોતા જોતા બોલ્યો ના.

 

 

સાગર(બ્લેક ટ્રેકમાં) હસતાં-હસતાં બોલ્યો બોલ ધૃવલ બોલ.

 

 

સિમરન (સાદા કોટન ડ્રેસમાં યલો કલરના) હાથ વડે મો છુપાવતા બોલી "બોલ, બોલ નાનપણમા ચડ્ડી ન તો પહેરતો.."

 

 

 

 

(બધા હસી પડ્યા)

 

 

 

 

કાવ્યા લાંબા લેહકાથી બોલી મધુર સ્વરમાં ધૃવ...લ બો...લ ને.તારા મનનો ભાર હળવો થશે.દુઃખ પણ હળવું થશે.

 

 

ધૃવલ સહજતાથી ધીમેથી બોલ્યો તને તો ખબર છે.

 

 

કાવ્યા ખુશીથી બોલી તો પણ શૈશવને યાદ કરવાની મજા જ કંઈક અલગ હોય છે.જે આપણને જીવતા શીખવે છે.બીજું તારા પરિવારના દુઃખ પરથી તો લોકોને જીવવાની inspiration મળશે.

 

 

 

લોકો દુઃખને જાણશે.કાવ્યાને ધ્રુવલની પ્રેમકથા પરથી જીવતા શીખશે.દિલ વિશાળ બનાવશે.જીવનને સમજશે.તેને ટૂંકાવવાને બદલે ગમે તેટલા દુઃખ આવશે લડતા શીખશે...બસ આપણી પ્રેમકહાની જ એવી છે કે લોકો ટૂંકી કરતા દીર્ધ દૃષ્ટિએ વિચારશે.મરવાને બદલે જીવતા શીખશે.બીજાને હેરાન કરવાને બદલે ખુદ સમસ્યા સાથે લડશે..

 

 

 

 

ધૃવલ બોલ્યો : you are right ...હમમમમ સાંભળો......

 

 

 

મારા દાદા વિશાલભાઇ, નાનપણમા જ તેના માતા-પિતા મૃત્યુ પામેલા.આથી અમારાથી ચાર-પાંચ પેઢી દૂર બીજા દર્શનદાદા એ તેમને મોટા કરેલા...

 

 

 

 

જે બાળકના મા-બાપ મૃત્યુ પામે તે, બાળકે તેનુ;

પ્રારબ્ધ જાતે ઘડવુ પડે છે.

 

 

બાળ રખડે

બિન માબાપ પર(પારકા)

લૂંટે એમને

 

 

મારા દાદાની આ સફર ખૂબ જ કઠીન રહેલી,બીજાના હાથમાં મોટા થવુ અને જિન્દગીની સફર ખેડવી ખૂબ જ કઠીન છે. પોતે મા-બાપ વગરના અને તેના વિરુધ્ધ ગાળો પણ સાંભળવી પડે.

 

 

 

 

કામ પણ કરવુ પડતું.અંતે મળવા પાત્ર ગાળોને માર.પર્ંતુ આ સિવાય છુટકો ન હતો.જિન્દગી પણ કેવા-કેવા ખેલ કરે છે અને આપણી પાસે કરાવે છે?

 

 

 

  • ●●

 

 

 

તેઓ મોટા થયા અને લગ્ન કરી આપ્યા.

 

 

વિશાલદાદા

 

ધરમદાદા

 

ક્રિષ્નાફઇ આ મારા દાદાનો પરિવાર...

 

 

 

હવે નિર્ણય આવ્યો ભાગ પાડવાનો.મારા દાદાના પરિવારને અલગ આપી દેવુ અને તે પોતે કારભાર સંભાળી લે.એવો પરિવારમાં નિર્ણય કરાયો.આ સમય અઘરો તો ન હતો કેમ કે દુ;ખ વેઠવા કરતા તો સારુ છે અલગ રહેવુ.

 

 

 

 

સુકા વૃક્ષ પર જેમ એક પણ પાંદડું ન રહે,દુષ્કાળ પર દુષ્કાળ પડી રહ્યો હોય તેમ જિન્દગી વેર વિખેર છે.તેને ગુંથીને એક દોરમાં પરોવવી મુશ્કેલ છે. પણ તેના માટે સમય તો જોઇએ ને?

 

 

 

 

વિશાલદાદા અને ધરમદાદાના લગ્ન થઈ ગયા છે અને ક્રિષ્નાફઇ પણ સાસરે જતા રહ્યા હતા. એક સુન્દર વાર ચોઘડિયુ જોઇને વહેચવા માટે તૈયાર થયા.

 

 

 

 

 

મા-બાપ વગરના અને કોઇના આશરે ઉછરેલા મારા દાદા ચુપચાપ સાંભળી રહ્યા. પોતાની જિન્દગીના વેરાન વગડાને વાગોળતા રહ્યા.

 

 

 

 

મારા જમનાબા એ સાંત્વના આપી ચિંતા ના કરો.

 

 

 

 

‘’ઘી ના ઠામ મા ઘી પડી રહેશે’’.

 

 

 

ભગવાન સૌનુ સારુ કરે છે તો આપણુ પણ કરશે ને!!

 

 

થોડીવાર લાગશે એ જ ને?

 

 

કરમ આડેથી પાંદડું ઉડશે ત્યારે જોજોને આપણા સંતાનોને સુખ-સુખ હશે!!!!ત્યારે સૌથી વધારે આંનદ આપણને થશે.

 

 

 

એ દિવસો આવશે ત્યારે સુર્ય સોનેરી અને ચાંદ રુપેરી લાગશે.

 

 

 

 

આ દિવસો આપણે ભુલી પણ ગયા હોઇશુ ને???????

 

 

 

એ જાણે કશુંક વિચારતા હોય એમ બોલ્યા.

 

 

 

મારા બા કેટલું સાચું બોલતા હતા એ એમને પણ ખબર નહોતી.

 

 

 

 

બસ, એ તો મારા દાદાને સમજાવવાનો,હિંમત આપવાનો એકમાત્ર સામાન્ય પ્રયાસ કરી રહ્યા.

 

 

 

 

 

એમને પણ ખબર નથી કે ભાગ પાડતા ભાગમાં શુ આવશે?

પણ એક સ્ત્રી ક્યારેય પોતાના પતિને નબળો પડતા ન જોઈ શકે.

 

 

 

 

એ મારા દાદાને ભવિષ્યનું સુંદર સ્વપ્ન દેખાડી રહ્યા.

 

 

 

ભાગ પાડવાના ન હતા પડી જ ગયા છે .રાજરમત રમવાની બાકી ન હતી, રમાઇ જ ગઇ છે.મંત્રેલા પાસા ફેક્વાના ન હતા,ફેકાય જ ગયા.

 

 

યુધિષ્ઠિરને

છેતર્યો હવે વારો

મારોઆવ્યો...

 

 

 

કૃષ્ણના સમયમાં જો યુધિષ્ઠિરને છેતર્યો હોય તો હવે વારો આવ્યો મારા દાદાનો એમા કોઈ નવાઈ નથી...

 

 

 

કોને ક્યાં ભાગ આપવો તે માત્ર ઔપચારિક્તા જ હતી. સમાજને માત્ર દેખાવ કરવાનો હતો કે મા-બાપ વગરના ત્રણેય ને મોટા કર્યા અને તેને સંપતિ આપી અલગ કરીએ છીએ. પણ એ સંપતિ તેના જ ભાગની તેને મળતી હતી એમ હતુને?

 

 

 

 

એમના મા-બાપ પણ મૂકીને જ મર્યા હતા.સાથે લઈ નહોતા ગયા.કોઈ પણ મરે ત્યારે સાથે લઈ નથી જતું.કરેલા કર્મો જ સાથે રહે છે.સંપત્તિ તો ત્યાં જ નશ્વર સમાજની વચ્ચે પડી રહી છે.

 

 

 

 

જે જમીનમાં સારો પાક થતો ન હતો.જે દિશામાં અમારી જ્ઞાતિનાનુ કોઇનુ ખેતર ન હતુ. એ દિશામાં મારા દાદાને જમીન આપવામા આવી. જ્યા ન તો નહેર આવતી કે ન તો રોડ પડતો હતો.

 

 

 

 

એવો વિસ્તાર જેની કોઇ વેલ્યુ નથી. એવુ મકાન આપવામાં આવ્યુ જે ઉંચુ-ઉંચુ છે. બે માળ જેટલુ. પરંતુ વચ્ચે ધાબુ બિડેલુ નથી. જ્યારે પૈસા હશે ત્યારે વચ્ચે થઇ જશે. એવુ વિચારી બે માળ જેટલુ ઉંચુ ગારાથી ચણેલુ ઘર.ઉપર જેવું તેવું નળિયાંનું છાપરું.

 

 

 

 

 

જ્યા ફળિયામાં ચકલીના-કબૂતરના માળા, સાપ પણ આંટા મારતા હોય.કાબરનો કલબલાટ,કોયલનો ટહુકોને,કાગડાની કા-કા. તેમ છતા કશુ ન બોલવુ, જે આપે તે લઈ લેવુ ને તેનો ઉપકારમાની લેવો.

 

 

 

 

 

ખરેખર તો આવુ ઘર ભાગમાં ન'તુ આવ્યુ.તેમ છતા સારુ ઘર જગડીને લઇ લીધુ. "જે થાય એ પણ હુ આ ઘર નહી આપુ. તેમ કરી સારુ ઘર પડાવી લેવામાં આવ્યુ છે."

 

 

 

 

 

પરંતુ વિશાલદાદા એ ધાર્યુ ધણીનુ થાય અને ઉપકાર નીચે દબાયેલા તેમજ તેમને ક્રિષ્નાફઇ એ કહેલુ ...

 

 

 

 

 

‘’’ભાઇ જગડતો નહી, જે આપે તે લઇલે જે. આપણને મોટા કર્યા બોવ થઇ ગયુ. નસીબમાં હશે તો સારુ થઇ જશે. જગડવાનો અર્થ નથી. આપણી આગળ-પાછળ કોઇ નથી. એ જ આપણા છે. તમારે છોકરા નથી પણ જ્યારે થશે ને; પછી મોટા થશે, તો તેને પરણાવવા મુશ્કેલ થશે.’’’

 

 

 

 

વિશાલદાદા, કશુ ન બોલ્યાને બસ, થવા દીધુ જે થઇ રહ્યુ છે.પોતાનો સામાન લઇ ખંઢેરમાં આવી ગયા.એ ખંઢેરને સારુ કરતા-કરતા બે મહિના ક્યા જતા રહ્યા ખબર જ ન રહી?

 

 

 

 

ને આવી ગયુ ચોમાસુ.એ સમયે વરસાદના બે ટીપા પડતા તો ખેડુતો ગાંડા થઇ જતા કેમકે ખેતી સિવાય કોઇ આધાર ન હતો?.ખેતી જ ખાવા-પીવાનુ સાધન.રોજીરોટીનુ એક્માત્ર સાધન .

 

 

 

 

વરસાદના વધામણા થયાને બાર મહિનાનુ ખાણુ બાજરો પહેલા વાવવાનુ વિચાર્યુ.કેમકે છાશ રોટલા ખવાય પણ રોટલા કરવા બાજરો તો હોવો પડેને.???

 

 

 

 

જિન્દગીની એક્લા આ પ્રથમ સફર.મારા દાદાની.મારા બા જમનાબા એ કંકુ-ચોખાની વધામણી કરી.ને મારા દાદાને વાવણી કરવા મોકલ્યા.બળદને સજાવી ધજાવી શકાય ને વધારે આનન્દ કરી શકાય તેવુ કશુ તો છે નહી.

 

 

 

 

આથી પોતાનુ નસીબ અને મુખ પર સ્મિત લઇ દાદા વાવણી કરવા ગયા.બાજરો તેમજ અન્ય ખાવા-પીવાની ચીજવસ્તુ વાવી.અમારી જમીનમા શીંગ થતી નથી. તેમજ કપાસ કોઇ કરતુ નહી અને દિવસો ખરાબ હોવાથી વધારે વિચારવાનું જ ન હતું.માત્ર ભુખ્યા ન રેવાય એ માટે જમીનનો ઉપયોગ કરવાનો છે.

 

 

 

 

વાવણી પછી ખેડુતોને કામનો આરો ન આવે.શરુ થઇ કામની મૌસમ.વાવણી પછી નીન્દણ દૂર કરવુ, પાણી પાવુ, વાડીનનું ધ્યાન રાખવુ.રખડતા ઢોરથી રક્ષણ. વગેરે વગેરે કામમાં બધા પડી ગયા.

 

 

 

 

વરસાદ માટે સમયે-સમયે પ્રાર્થના કરતા ગયા,ને મોજીલો પડ્યો પણ ખરો.ખેડુતોને ખુશ કરી દીધા.વર્ષ સારુ થયુ.આથી માથે દેવુ થાય તેનો વારો ન આવ્યો.

 

 

 

 

ધરાના પડે

આકાશ આડે કોઈ

આડશ કરે?

 

 

મતલબ ધરાની ઉપરને આકાશની આડે કોઈ આવી શકે.એ બન્ને પોતાનું જ ધાર્યું કરે.

 

 

 

 

ક્રિષ્નાફઇ કહેતા હતા તેમ આજે છોકરા નથી પણ થશે ત્યારે?વિશાલદાદા-જમનાબાને સમય જતા બે પુત્ર અને એક પુત્રી થયા.

 

 

 

 

ધરમદાદાને બે દિકરીને બે દિકરા થયા. એ બા નુ નામ ગંગાબા.

 

 

 

 

ગંગાબા અને જમનાબા બહેનોની જેમ રહે. દેરાણી – જેઠાણી, કોઇના કેહતુ એટલો તો સંપ કેમકે બન્નેને ખબર હતી તેના પતિની આગળ-પાછળ કોઇ નથી.

 

 

 

એકબીજાના દુ:ખનો સાથી એ બે જ છે.આથી બન્ને એ દેરાણી-જેઠાણીનો ખ્યાલ મગજ માંથી કાઢી નાખી .

 

 

જિંદગીની નવી શરુઆત કરી હતી.