Varshgath in Gujarati Moral Stories by Dr. Pritu Patel books and stories PDF | વર્ષગાંઠ

Featured Books
Categories
Share

વર્ષગાંઠ

વર્ષગાંઠ…

સમી સાંજે અચાનક કમુ ને શું સુજ્યું તે થયું લાવ મારી બચત ગણી લઉ.આવતા અઠવાડિયે વિશ્વા ની વર્ષગાંઠ છે તો કંઈક લઇ આવું બજાર થી.પ્રકાશ પાસે માંગીને નથી લાવવું આ વખતે.થોડી ઘણી કમાણી તો હું પણ કરી જ લઉં છું મારા અથાણાં અને પાપડ ના ગૃહઉદ્યોગ થી.

ભારે ઉત્સાહ સાથે પોતાની બચત નો પ્રકાશ થી છુપાવેલો નાનો ડબ્બો લઈને ઓસરી માં હિંચકા પર જઈને બેઠી ત્યાં જ તેનો ફોન રણક્યો.સ્ક્રીન પર જોયું તો વિશ્વા.
મારી દીકરી સો વર્ષ જીવશે વિચારીને ફોને ઉપાડ્યો ત્યાં તો સામે થી વિશ્વા બોલી, ”મમ્મી, આવતા અઠવાડિયે ઘેર કદાચ જ આવશે મારે, અચાનક સબમિશન આવી ગયું છે કૉલેજ માં, સોરી”. કહેતા ની સાથે ફોન મૂકી દીધો. કમુ ને અજુગતું લાગ્યું કેમકે ક્યારેય વિશ્વા એટલા જલ્દી ફોન મૂકે જ નહિ. અને આજે અચાનક આમ. એનું મન ગોટે ચડ્યું કે દીકરી હેમખેમ હશે કે કેમ. ચિંતા માં ને ચિંતા માં પોતે બચત ગણવાનું ભૂલી ગઈ. અને કમને રસોડા માં જઈને સાંજ માટે રોટલા-શાક બનાવા લાગી ગઈ.

પ્રકાશ એના રોજિંદા સમયે ૮ વાગ્યે ઘેર આવ્યો અને કમુ ના ચહેરા પર થી અંદાજ લગાવ્યો કે મેડમ નું મન શાંત નથી લાગતું. પછી વિચાર્યું કે જમીને નિરાંતે વાત કરું. ઝટપટ જમીને કમુ ના પાછળ તે પણ રસોડા માં ગયો અને જોયું કે વાસણ ઘસતા પણ કમુ નો જીવ કશે બીજે હતો. ખોંખારીને પત્ની ને નજીક ખેંચતા બોલ્યો “શું વાત છે વિશ્વા ની મમ્મી? આજે કેમ મન કશે ભમે છે? મને નહિ કહે? તારો પ્રકાશ હજી પણ તારી એટલાજ નજીક છે જેટલો લગ્ન પહેલા ના તારા બોયફ્રેન્ડ ના રૂપ માં હતો. ચાલ માંડીને વાત કર જોઈએ.” આટલું કહેતા માં તો કમુ ની આંખો વહેવા લાગી. પ્રકાશ ને હવે ચિંતા થઇ. કેમકે ગમે એટલું ઘર માં ટેન્શન હોય. કમુ ક્યારેય રડે નહિ. ઉલ્ટાનું એના માટે હિમ્મત થઈને ઉભી રહે. પ્રકાશ બાજુ ફરતા, રડતા રડતા કમુ એ વિશ્વા સાથે થયેલી ફોન પર ની વાત વિસ્તારે કીધી અને પ્રકાશ હસવા લાગ્યો. કમુ ને ગુસ્સો આવ્યો કે આ હસે છે કેમ? ગાલ પર નાની ટપલી મારીને પ્રકાશ એ પહેલા તો કમુ ને પોતાની બાહો માં ભરી અને માથે ચૂમી ભરીને કીધું ” અરે ગાંડી, આટલી અમથી વાત માં એટલા શેર લોહી બળાય? સાચે માં એને સબમિશન હશે વળી એટલે નહિ આવાની હોય આપણી દીકરી. ચાલ હવે આ મોતીડાં લુછ અને મને તને પ્રેમ કરવા દે.” કમુ પ્રકાશ નું મન રાખવા પૂરતું તો હસી ગઈ પણ હજી પણ એના મન માં દીકરી માટે થઈને ચિંતા હતી. આખી રાત પાસું ફરતા વિતાવી અને વિચાર્યું કાલે સામે થી વિશ્વા ને ફોન કરીને પૂછી જોઇશ.

પ્રકાશ તો બધું ઠીક છે એમ માનીને ઓફિસ જતા કમુ ને આલિંગન આપીને ગયો… ફટાફટ ઘર ના કામ પતાવી. કમુ ને યાદ આવ્યું કે પોતે તો કાલે કેટલી બચત છે તે ગણી જ નહિ. અને એણે તરત વળી પાછો ડબ્બો કાઢ્યો. અને ગણ્યું તો માંડ ૧૫૦૦-૨૦૦૦ બચત નીકળી. હિસાબ માંડયો તો ૧૦૦૦ જેવા તો અથાણાં માટેની કેરીઓ લેવામાં જોઈશે વિચારીને નિસાસો નાખ્યો કે મારી દીકરી આટલી મોટી કોલેજ માં ભણે છે. ૧૦૦૦ માં શું લાવું? આટલું વિચારતા માં પોતે નાનપણ માં ખોવાઈ ગઈ. કે પોતે જયારે ત્રીજા કે ચોથા ધોરણ માં હતી અને જીદ કરી બેઠેલી પપ્પા જોડે કે મારે તો મારા આખા કલાસ ને ઘેર પાર્ટી કરવા બોલાવા છે આવતી વર્ષગાંઠ માં. મિલ કામદાર પપ્પા અને લોકો ના ઘેર વાસણ ઘસતી મમ્મી એક મિનિટ માટે તો મૌન થઇ ગયેલા કે કેમ ના દીકરી ની ઈચ્છા પુરી કરીશું કેમકે બંને ની કમાણી માં થી માંડ આખા ઘર નું રાશન અને કમુ ની સ્કૂલ ફી નીકળતી હતી. નહોતી મમ્મી પાસે કોઈ ભારે સાડી કે પપ્પા પાસે એવા પેન્ટ-બુશર્ટ. એને સાંભરી આવ્યું કે પોતે એક અઠવાડિયા સુધી બોલી નહોતી મમ્મી પપ્પા જોડે કે એમને એના મિત્રો ને બોલવાની ના પાડી દીધીતી. એ વખત નું એના મમ્મી પપ્પા ની મનોદશા આજે એ પોતે સમજી શકી જયારે પોતે એ સ્થાને ઉભી હતી. નિસાસા સાથે તેને ડબ્બો પાછો અંદર મૂકી દીધો કે એમ પણ વિશ્વા તો આવાની નથી તો પછી જોયું જશે અને કમુ પછી પોતાની રોજિંદી જીવનશૈલી માં વણાઈ ગઈ.

જોતજોતામાં વિશ્વા ની વર્ષગાંઠ નો દિવસ આવી પહોંચ્યો. ઘર ના કામ માંથી પરવારીને કમુ એ ફોન લગાડ્યો કે દીકરી ને જન્મદિવસ ની શુભેચ્છા આપી દઉં. પણ દીકરી એ ફોન કાપી કાડયો તો કમુ આંચકો ખાઈ ગઈ. જાત-જાત ના અને ભાત-ભાત ના વિચારો એ કમુ નું મન વ્યાકુળ કરી નાખ્યું કે શું થઇ ગયું હશે વિશ્વા ને તો તે હવે મારા સાથે ફોન પર પણ વાત નથી કરતી? ચિંતા માં ને ચિંતા માં એને ક્યારે પ્રકાશ ને ફોન લગાવી દીધો એને પોતાને ખબર ના પાડી. અને આ વખતે પ્રકાશ પણ ચિંતા માં પડ્યો કે વિશ્વા ક્યારેય આવું ના કરે. પ્રકાશે કમુ ને શાંત પાડીને વિશ્વા ને ફોને લગાવ્યો તો વિશ્વા એ એનો ફોન પણ કાપી કાડયો. પ્રકાશ તરત ઘર માટે રવાના થયો.

પ્રકાશ હજી ઘર માં પ્રવેશ્યો જ હતો કે પાછળ થી મસ્તીસભર અવાજ ટહુક્યો, ”કેવી લાગી મારી સરપ્રાઈઝ મમ્મી-પપ્પા?” પ્રકાશ અને કમુ બંને સાથે પાછળ ફર્યા અને જોયું તો વિશ્વા પોતાના નવા સલવાર-કમીઝ માં અતિ સુંદર લાગી રહી હતી. માથા પર નો કંકુનો ચાંદલો જોઈને બંને ખ્યાલ આવી ગયો કે બેન બા મંદિરે દર્શન કરીને આવ્યા છે ઘેર. ઘર માં આવીને તરત મમ્મી-પપ્પા ને પગે લાગી અને બોલી “સોરી-સોરી, ગયા અઠવાડિયે અને આજે ફોન પર વિચિત્ર રીતે વાત કરવા બદલ.”, “પણ મારે સરપ્રાઈઝ આપવી હતી એટલે.” કમુ એ પહેલા તો કાન મરોડ્યો અને પછી બાહો માં ભરી પોતાની જિંદગી ને ”મારી દીકરી, ખુબ ખુશ રહે.” પછી વિશ્વા ને છેટા કરતા કમુ નીચા મોં એ બોલી કે પોતે કશું લાવી નથી શકી વર્ષગાંઠ ની ભેટ રૂપે. અધવચ્ચે વાત કાપતા પ્રકાશ બોલી ઉઠ્યો, “કોને કીધું એવું?” વિશ્વા આપડી દીકરી છે અને હું એના માટે નવું લેપટોપ ઓર્ડર કરીને જ આવ્યો છું. આ સાંભળતા જ કમુ ને વિચાર આવ્યો કે હવે ખબર પડિ કે કેમ ૪-૫ મહિના થી પ્રકાશ થોડો ટેન્શન માં હતો અને વધારે પડતી જ કરકસર કરતો હતો. ઘર ના સામાન માં અને આ વખતે કમુ ફરીથી પ્રકાશ ના પ્રેમ માં પડિ, અદ્દલ એ જ રીતે જે રીતે ૨૫ વર્ષ પહેલા પડીતી. ખુશી ના મારી વિશ્વા પોતાના પપ્પા ને વળગી પડિ અને કમુ ની આંખો માં ફરીથી આંસુ હતા, પણ આ વખતે ખુશી ના!

પ્રિતુરાણા
એક વ્યવસાયિક ચિકિત્સક