Roberts attack 18 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક 18

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક 18

રોબોટ્સ એટેક

ચેપ્ટર 18

સાંજનો સમય હતો સાંજના છ’ના ટકોરે કાશી નગરનો ઐતિહાસિક ઘંટ વાગતાની સાથી લોકો તેમના પરિવારજનોને છેલ્લીવાર મળીને પ્રાર્થનામેદાન તરફ જઇ રહ્યા હતા.આખા નગરમાં વિદાયના અનુપમ દ્રષ્યો સર્જાયા હતા.પાર્થ તેના મમ્મીને છેલ્લીવાર મળીને ચાર વાગ્યે જ નિકળી ગયો હતો.અત્યારે તે મંદીરથી નિકળીને સીધો પ્રાર્થનામેદાન તરફ આવી રહ્યો હતો.લોકોની ભીડ ખુબ જ ઝડપથી વધી રહી હતી. યુદ્ધમાં લડવા જનારા અને તેમના સ્વજનોથી પ્રાર્થનામેદાન ઉભરાઇ ગયુ હતુ.તરવરીયા યુવાનો તો યુદ્ધ માટે ખુબ જ ઉત્સુક હતા પણ જે લોકોએ પહેલા તબાહી જોઇ હતી તે લોકો તો જાણતા હતા કે યુદ્ધમાં ભલે જીત થાય કે હાર છેલ્લે તો માનવજાતિએ આ યુદ્ધમાં ઘણુ ગુમાવવાનુ જ છે.જ્યારે બધા લોકો આવી ગયા છે તે પ્રતિત થયુ પછી ડૉ.વિષ્નુએ કાશીમાં યુદ્ધ પહેલાના તેમના છેલ્લા વક્તવ્યનો આરંભ કર્યો.

મિત્રો, “આ છેલ્લીવાર છે જ્યારે આપણે બધા આ મેદાન પર,જ્યાં અત્યાર સુધી આપણે બધા ભેગા મળીને હંમેશા પ્રાર્થના કરતા હતા ત્યાં મળી રહ્યા છીએ.હવે પછી આપણે બધા એકસાથે મળીશુ કે નહી એ વાત તો હુ પણ નથી જાણતો”.થોડુ અટકીને પછી વાત આગળ વધારતા કહ્યુ, “પણ એટલુ જરુર કહીશ કે હુ જો આ જગ્યાએ પાછો ફરીશ તો આપણા બધાની આઝાદી અને આખી દુનિયાની આઝાદી લઇને જ પાછો ફરીશ. નહી તો તમને બધાને ક્યારેય મારુ મોઢુ ફરીથી જોવા નહી મળે.આ મારો વાયદો છે.આજ સુધી મેં કરેલો દરેક વાયદો મેં પુરો કર્યો છે તેના તમે અને આપણી સામે બિરાજેલા ભોળાનાથ સાક્ષી છે.આજે પણ હુ તમારા બધાના અને ભોળાનાથની સાક્ષીએ તમને આ વાયદો કરુ છુ.હવે આનાથી વધારે હુ તમને બધાને શુ કહુ? હા છેલ્લીવાર બધા એકીસાથી પ્રાર્થના કરીશુ અને પછી અમે બધા યુદ્ધ માટે નિકળશુ”.ડૉ.વિષ્નુના અવાજમાં આજે ખુબ જ દ્રઢતા દેખાઇ રહી હતી.પણ છેલ્લે તેમના અવાજમાં થોડુ દર્દ પણ છલકાઇ ગયુ. કારણકે તે સારી રીતે જાણતા હતા કે યુદ્ધમાં ગયા પછી તેઓ કદાચ ફરી પાછા ના પણ ફરે અને આ લોકો, જેમની સાથે તેઓએ તેમની જીંદગીના આટલા વર્ષો વિતાવ્યા હતા તેઓને કદાચ ફરી ના મળી શકે અને જો તેઓ પાછા ફરશે તો પણ તેમને તેમના કેટલાય સાથીઓના બલિદાન આપ્યા પછી જ આઝાદી મળવાની હતી,કે પછી ન પણ મળે.અત્યારે તો તેઓ ભગવાન ભરોંસે હતા.ત્યારબાદ બધા એકીસાથે પરમપિતાને તેમના આ ધર્મયુદ્ધમાં સફળતા મળે અને સત્યનો વિજય થાય એ માટે પ્રાર્થના કરવા લાગ્યા.પ્રાર્થના પુરી થતા જ ડૉ.વિષ્નુએ કુચનો આદેશ આપ્યો.તેઓ આખી સેનાની સૌથી પ્રથમ હરોળમાં આગળ ચાલી રહ્યા હતા.સમગ્ર મેદાન કુચના આદેશ સાથે હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યુ.

* જ્યારે ડૉ.વિષ્નુ કુચ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મિ.સ્મિથને ડૉ.વિષ્નુએ તેમના માણસ દ્વારા મોકલેલો સંદેશો મળ્યો.તેમને સંદેશામાં વાંચ્યુ કે, ડૉ.વિષ્નુ તેમની પુરી સૈન્ય શક્તિ લઇને બે દિવસમાં જ નિકળી રહ્યા છે ત્યારે તેમની ખુશીનુ ઠેકાણુ ન રહ્યુ.પણ સાથે તેમને ટેંશન પણ હતુ, કારણકે ડૉ.વિષ્નુ તો સેના લઇને નિકળી ગયા હતા અને અહિંયા તેમને હજુ તેમના તરફથી ઘણી તૈયારી કરવાની બાકી હતી. તેમને જે માણસ સંદેશો આપવા આવ્યો હતો તે લોકેશન બદલતો બદલતો અને વાહન પણ બદલતા બદલતા ત્યાં બે દિવસમાં પહોચ્યો હતો.તેને જ્યારે મિ.સ્મિથને સંદેશો આપ્યો ત્યારે ડૉ.વિષ્નુ તેમની સાથે પુરી સેનાને લઇને કાશીથી બહાર નિકળી રહ્યા હતા.મિ.સ્મિથે અંદાજો લગાવ્યો કે તેઓ પુરી સેના સાથે અહિંયા આવી રહ્યા છે તો તેમને અહિંયા પહોંચતા ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગી જશે.તેથી તેમની પાસે તેમની તરફથી તૈયારી કરવા માટે હવે ફક્ત એક જ મહીનાનો સમય હતો.તેથી તેમને હવે જલદીથી જલદી તૈયારી શરુ કરી દેવાની હતી.તે માટે તેમને સંદેશ પહોચાડવા આવનારને તરત જ બીજો સંદેશો આપીને ડૉ.વિષ્નુ સુધી બને તેટલી જલદી પહોચાડવા માટે રવાના કરી દીધો.તેમને મોકલેલા સંદેશમાં તેમને શહેરથી થોડે દુર આવેલી એક સુરક્ષિત જગ્યા પર ડૉ.વિષ્નુને તેમની પુરી સેના સાથે છુપાવા માટેની વ્યવસ્થા વિશે અને તેઓને તે જગ્યાએ જ રોકાવા માટે તથા તેઓ પણ તેમને ત્યાંજ મળશે તે લખ્યુ હતુ.

તેમને મોકલેલો સંદેશ લઇને તો માણસ ક્યારનો રવાના થઇ ગયો હતો.હવે તેમને આગળની તૈયારી વિશે વિચારવાનુ હતુ.તેમને જે જગ્યા વિશે ડૉ.વિષ્નુને જણાવ્યુ હતુ તે આમ તો રોબોટ્સના સુરક્ષા ઘેરાની બહાર હતી.છતાં પણ તે કોઇ જોખમ લેવા માગતા ન હતા.તેથી તેમને જાતે જ તે જગ્યાએ જઇને સુરક્ષા અને બીજી બધી વ્યવસ્થા જોવાનુ નક્કી કર્યુ.એ માટે તેમને તેમના સાથીઓમાંથી જ થોડાને સાથે લીધા અને તે જગ્યા જોવા માટે અને ત્યાં જરુરી વ્યવસ્થા કરવા માટે તુરત જ નિકળી ગયા.મિ.સ્મિથ જ્યારથી અહિંયા શાકાલ માટે કામ કરી રહ્યા હતા ત્યારથી તેમને એક બીજુ પણ કામ શરુ કરી દીધુ હતુ.તેમને આશા હતી કે એક દિવસ એવો આવશે જ્યારે તેઓ બધા જ શાકાલના અને આ રોબોટ્સના સામ્રાજ્યથી છુટકારો મેળવશે.પણ તેમને એ પણ ખબર હતી કે આ કામ એટલુ આસાન નથી.તે માટે તેમને પણ અંદરથી તેમની મદદ કરનારને મદદ કરવી પડશે.તેથી જ તેમને તે દિવસ માટે ગુલામ તરીકે કામ કરતા અને આઝાદીની ચાહના રાખનાર માણસોને શોધવાના અને જ્યારે જરુરત પડે ત્યારે પુરી માનવજાતિની રક્ષા માટે જાન પણ દેવી પડે તો તે પણ દેવા માટે તૈયાર લોકોને એકઠા કરવાનુ શરુ કરી દીધુ હતુ.તે બધા જ લોકોને તેમના વિશ્વાસુ સાથીઓ બનાવી લીધા હતા.તેમને શાકાલના નાક નીચે જ એક સ્લીપર સેલના જેવી સેના બનાવી લીધી હતી, જે જરુરત પડે તેમના માટે અને સમગ્ર માનવજાતિ માટે તેમની જાન પણ આપવા તૈયાર હતી.

તેઓ જ્યારે તે જગ્યા પર પહોંચ્યા તો તેમને જોયુ કે એ જગ્યાની તો અત્યારે આખી સુરત જ બદલાઇ ગઇ હતી.તેમને આ જગ્યા ઘણા વર્ષો પહેલા જોઇ હતી.અત્યારે તે જગ્યા એકદમ વેરાન થઇ ગઇ હતી. કારણકે ત્યાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઇ ત્યાં આવ્યુ જ નહોતુ.જોકે તે વાત તેમના ફાયદાની જ હતી.તેમ છતા તેમને ડૉ.વિષ્નુની સાથે આખી સેના આવી રહી હતી,તેથી તેમના માટે સારી રીતે ત્યાં રહી શકાય તે માટે તે જગ્યાની થોડી સાફસફાઇ કરવી જરુરી હતી.તેમને તરત જ તેમની સાથે આવેલા લોકોને કામે લગાડી દીધા.તેમને થોડો તો અંદાજો હતો તેથી તેમને તેમની સાથે આવેલા લોકોને તેમના જરુરી સાધનો સાથે જ લાવવા માટે કહ્યુ હતુ.તેથી તે લોકો મિ.સ્મિથનો આદેશ થતાં જ કામે લાગી ગયા.જે રીતે કાશીમાં લોકો ડૉ.વિષ્નુને અને મેજરને તેમના પુજ્ય અને શુભચિંતક માનતા હતા તેજ રીતે અહિંયા મિ.સ્મિથની સાથે કામ કરતા લોકો તેમને એટલુ જ માન આપતા હતા.કેટલીયવાર મિ.સ્મિથ તેમને શાકાલ અને તેના માણસોની સામે ધમકાવતા અને ક્યારેક તો મારતા પણ હતા.પરંતુ તે લોકો જાણતા હતા કે તે બધુ તેમના ભલા માટે જ છે.તેથી જ તેમનુ મિ.સ્મિથ પ્રત્યેનુ માન જરાય ઓછુ થયુ ન હતુ.મિ.સ્મિથે તેમને તે જગ્યાને વચ્ચેના જાડી જાખરા સાફ કરીને ચારે તરફના ઉંચા અને વધી ગયેલા ઝાડ અને ઘાસને એમ જ રહેવા દેવા માટે કહ્યુ હતુ.કારણ કે તેના લીધે તે જગ્યાની અંદરની તરફ કોઇ છે કે નહી તે ખબર પડે નહી.મિ.સ્મિથ તેમને કામ સોંપીને તે કઇ રીતે કરવાનુ છે તે સમજાવીને ચાલ્યા ગયા.આ કામ ફક્ત રાતના જ સમયે કરવાનુ છે અને એક અઠવાડીયા પહેલા પતાવી દેવાનુ છે તે પણ તેમને કહી દીધુ.ત્યારબાદ તે લોકો રોજ રાત્રે આવીને તેમને બતાવેલા કામમાં લાગી જતા હતા.એક અઠવાડિયામાં તો તેમને જે જગ્યાને એકદમ સ્વચ્છ અને સુઘળ લોકોના રહેવા લાયક બનાવી દીધી.

ડૉ.વિષ્નુના સાથીઓ માટે રહેવા માટેની જગ્યાની વ્યવસ્થાનુ કામ શરુ કરાવ્યા પછી મિ.સ્મિથે અંદરથી ડૉ.વિષ્નુને મદદ મળી રહે તે માટે તેમને બનાવેલી ગુપ્તસેનાને એકઠી કરીને તૈયારી કરવા માટે એક ગુપ્ત જગ્યા શોધીને મિટિંગનુ આયોજન કર્યુ.તેમની સાંકેતીક ભાષામાં જ ગુપ્ત રીતે તેમનો સંદેશ તેમના દરેક સાથી સુધી પહોચી ગયો હતો.જ્યારે મિટિંગનો સમય થયો અને તે પહોંચ્યા ત્યારે તેમના બધા જ સાથીઓ ત્યાં આવી ગયા હતા.મિ.સ્મિથે વાતને ઘુમાવ્યા વગર સીધી જ બધા સામે મુકતા કહ્યુ, “જુઓ સાથીઓ આપણે બધા જ અહિંયા આટલા વર્ષોથી કોઇ એવી શક્તિ કે મદદની રાહ જોઇ રહ્યા છીએ,જે આપણને આ નર્કમાંથી આઝાદ કરાવે.આજે એ સમય આવી ગયો છે.આપણને આ નર્કમાંથી છોડાવવા માટે મદદ આવી રહી છે”.મિ.સ્મિથે જ્યારે તેમનુ વાક્ય પુરુ કર્યુ અને શ્વાસ લેવા માટે રોકાણા ત્યારે દરેક જણના ચહેરા પર આશ્ચર્યના ભાવો હતા.પણ આ આશ્ચર્ય એ સુખદ આશ્ચર્ય હતુ.કારણકે, “જ્યારે બચવાની કોઇ આશા જ ન હોય અને ત્યારે માણસને એક તણખલુ પણ દેખાય તો તેનામાં જીવવાની આશાનો સંચાર થઇ જાય છે”. મિ.સ્મિથનુ આ વાક્ય સાંભળીને અહિં બેઠેલા દરેક વ્યક્તિને પણ એજ અનુભવ થયો.તેમનામાં જીવવાની એક ઇચ્છા જાગ્રુત થઇ જે ધીમે ધીમે મરી રહી હતી.અચાનક તેમનામાં એક અલગ જ જોશ આવી ગયુ.મિ.સ્મિથે તેમની વાત આગળ વધારતા કહ્યુ, “પણ મે તમને બધાને પહેલા કહ્યુ હતુ તેમ આપણે પણ અંદરથી તેમને મદદ કરવી પડશે અને આમ બન્ને મોરચે આપણે શાકાલને લડાઇ આપીશુ તો જ આપણે આ યુદ્ધમાં જીત મેળવી શકીશુ.આજે એ સમય આવી ગયો છે જ્યારે સમગ્ર માનવજાતિનુ ભવિષ્ય આપણા બધા પર નિર્ભર છે.માટે આપણે આ લડાઇમાં જાન લગાવી દેવાની છે.ભલે લડતા લડતા આપણે મરી જ કેમ ન જઇએ પણ આપણે આપણી આ ખુબસુરત દુનિયાને જેને ઉજાડી દીધી છે તેના હાથોમાં હવે વધારે સમય નહી રહેવા દઇએ. બોલો તમારુ શુ કહેવુ છે?” બધા એકી અવાજે બોલી ઉઠ્યા, “હલ્લા બોલ...હલ્લા બોલ...”

અને એ અવાજે મિ.સ્મિથને પરમશાંતિનો અનુભવ થયો.હવે તેમને કોઇ ચિંતા ન હતી.તેમને બધાને યુદ્ધની તૈયારી શરુ કરવા માટે કહ્યુ અને જ્યારે તેઓ બધાને આદેશ આપે ત્યારે યુદ્ધ માટે તૈયાર થઇને આવી જવા માટે જણાવ્યુ.

* ડૉ.વિષ્નુ તેમની સેનાને લઇને કાશીની બહાર નિકળી ચુક્યા હતા.બધા ચુપચાપ ચાલી રહ્યા હતા.કારણકે બધા તેમના કોઇને કોઇ સ્નેહીજનને પાછળ છોડીને આવ્યા હતા.પાર્થ ડૉ.વિષ્નુની સાથે જ ચાલી રહ્યો હતો.ડૉ.વિષ્નુ પણ ચુપચાપ ચાલી રહ્યા હતા.તેમના મનમાં પણ અત્યારે પરિવાર અને યુદ્ધ બન્નેને લઇને અનેક વિચારો આવી રહ્યા હતા.તેઓ યુદ્ધ માટે આગળની યોજના પર કોઇ વિચાર કરીને મનોમંથન કરવાની કોશીશ કરી રહ્યા હતા.પણ તેમની કોશીશ બેકાર જઇ રહી હતી.તેમનુ મન વારંવાર તેમને કાશીની ગલીયોમાં તેમને વસાવેલા નવા સંસારમાં લઇ જઇ રહ્યુ હતુ.ચંચળ મન તેમને તે દુનિયામાં જ ખુશી ખુશી રહેવા માટે કહી રહ્યુ હતુ.જ્યારે તેમનુ દિલ તેમને સમગ્ર દુનિયા અને માનવજાતિ પ્રત્યેના તેમના કર્તવ્યને નિભાવવા માટે કહી રહ્યુ હતુ.તેમને એજ સમજમાં આવતુ ન હતુ કે હવે તો તેઓ યુદ્ધ માટે નિકળી પણ ગયા છે છતાં પણ તેમને આવા વિચારો કેમ આવી રહ્યા છે? તે હજુ એજ અવઢવમાં હતા ત્યાં જ પાર્થે તેમને કહ્યુ, પિતાજી આ રીતે પેદલ જવામાં તો આપણને ઘણો વખત નિકળી જશે ને? ડૉ.વિષ્નુએ કહ્યુ, હા બેટા એ તો છે પણ આપણે બીજુ કરી પણ શુ શકીએ? આપણી પાસે આટલા બધા લોકોને સુરક્ષિત રીતે યુદ્ધસ્થળ સુધી લઇ જવા માટે બીજો કોઇ રસ્તો પણ નથી.પાર્થે નિરાશ થઇને કહ્યુ, હા પિતાજી તમારી એ વાત પણ સાચી છે.પણ આપણને ત્યાં પહોચવામાં કેટલો સમય લાગી જશે? ડો.વિષ્નુએ કહ્યુ, આપણે જો આજ સ્પીડ જાળવી રાખીશુ તો એક મહિના જેટલા સમયમાં પહોંચી જઇશુ.

પાર્થે કહ્યુ,આતો ખુબ જ વધારે સમય છે.એટલા સમયમાં તો ત્યાંના હાલાત અને પરિસ્થિતિ બદલાઇ જશે અને કદાચ શાકાલને આપણા આવવા વિશે માહિતી મળી જાય તો તેને પણ તૈયારી કરવા માટે પુરતો સમય મળી જશે.હવે ડૉ.વિષ્નુ પાર્થ સાથે વાતો કરવા લાગ્યા હતા.તેથી તેમને આવી રહેલા કાશીના વિચારો પર બ્રેક લાગી ગઇ.તેમને કહ્યુ,તારી વાત સાચી છે પાર્થ પણ એનુ આપણે કંઇ કરી શકીએ તેમ નથી.આપણે તો એટલુ જ કરી શકીએ કે આપણે પુરી સાવધાની રાખીને આગળ વધીએ અને શહેર અને રોબોટ્સથી બને તેટલી દુરી રાખીને તેમની નજરમાં આવ્યા વગર આગળ વધ્યે જવુ.કારણકે અત્યારે આપણી પાસે એ એકજ રસ્ત્તો છે,એના સિવાય બીજો કોઇ જ રસ્તો નથી.બાકી તો બધુ ભગવાન ભરોસે જ છે.તે આપણી સાથે જ છે અને તે આપણને સુરક્ષિત આપણી મંજીલ સુધી જરુર પહોચાડશે,તુ ચિંતા ન કર.પાર્થના સવાલનુ સમાધાન મળી ગયુ ફરીથી તે ચુપચાપ ચાલવા લાગ્યો.થોડીવાર રહીને તેને ફરીથી ડૉ.વિષ્નુને પુછ્યુ, પરંતુ પિતાજી જો રસ્તામાં જ ક્યાંક રોબોટ્સ આપણને મળી ગયા તો આપણે શુ કરીશુ? ડૉ.વિષ્નુએ તરત જ કહ્યુ,આપણે આપણો ધર્મ બજાવીશુ.આપણે તેમનો સામનો કરીશુ અને તેમને હરાવીને આગળ વધીશુ. ડૉ.વિષ્નુનો આટલો આત્મવિશ્વાસભર્યો જવાબ સાંભળીને પાર્થમાં પણ આત્મવિશ્વાસ આવી ગયો.હવે તેને આગળ કોઇ સવાલ ન પુછ્યો.

ડૉ.વિષ્નુ અને તેમની સેનાને કાશીથી નિકળ્યાને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હતો.તેમને લગભગ અડધો રસ્તો પસાર કરી લીધો હતો.રસ્તામાં તેમને હંમેશા શહેરથી અમુક અંતર જાળવીને જ રાખ્યુ હતુ.તેના લીધે જ તેઓ અત્યાર સુધી આટલી મોટી સેના હોવા છતા રોબોટ્સની નજરમાં આવ્યા ન હતા. પણ તેઓ એક આવનારી મુસીબતથી અજાણ હતા.એક મુસીબત આગળ તેમની રાહ જોઇને તૈયાર ઉભી હતી.તેનાથી અજાણ ડૉ.વિષ્નુ અને કાશીની સેના આગળ વધી રહી હતી.હજી સુધી રસ્તામાં તેમને કોઇ મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો ન હતો.તેમને મોટેભાગે જંગલ અને વિરાન ઇલાકામાંથી નિકળવાનુ હોવાથી ક્યારેક જંગલના જાનવરોનો સામનો કરવો પડ્યો હતો.પણ તેનાથી તેઓ આગનો ઉપયોગ કરીને બચી જતા હતા.જંગલના પ્રાણીઓ આગથી ખુબ જ ડરે છે,તે જુના નુસખાનો તેઓ ફાયદો ઉઠાવતા હતા. તેના લીધે અત્યાર સુધી તેઓ કોઇ જાનહાની વગર અડધો રસ્તો પાર કરી ચુક્યા હતા.આ સફર દરમ્યાન પણ તેમના રોજીંદા પ્રાર્થનાના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર પડ્યો ન હતો.રોજ રાત્રે તે જ્યાં પણ રોકાતા હતા ત્યાં રાત્રી ભોજન પહેલા અને સવારે ઉઠીને પણ પ્રાર્થના અચુક થતી હતી.પ્રાર્થનાથી તેમનામાં એક અલગ જ વિશ્વાસ અને શ્રદ્ધાની ભાવના પેદા થતી હતી અને તેમનો આખો દિવસ પરિશ્રમવાળો રહેવા છતા સારો જતો હતો.જે તેમનો પ્રાર્થના પ્રત્યેનો અતુટ વિશ્વાસ જાળવી રાખતો હતો.