sarasvatichandra - 4.2 - 11 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 11

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૧૧

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧ : સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી

ઈદુશાનાં વિપાકોડપિ જાયતે પરમાદ્‌ભુતઃ ।

યત્રોપકરળીભાવમાયાત્યેવંવિધો જનઃ ।। -ભવભૂતિ

સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં રહેતો અને તેની સાથે વિહારપુરી અને પાધેદાસ તથા આશ્રમ સંભાળનાર એકબે જણ રહેતા. આજ તો વિહારપુરી પણ ભિક્ષાર્થે ગયો હતો. આશ્રમ પાછળની ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો ફેરા ફરતો હતો. રાધેદાસ આગલા દ્વારને ઓટલે બેઠો બેઠો વાંચતો હતો. આશ્રમ સંભાળનાર સાધુઓ સ્વયંપાકાદિ કાર્યની તૈયારી કરતા હતા.

સુરગ્રામનાં દર્શનને દુવસે સરસ્વતીચંદ્રના મસ્તિકમાં કંઈ કંઈ નવા સંસ્કાર ભરાવા પામ્યા હતા. ગિરિ ઉપરથી ઊતરતાં અનભિજ્ઞાત કુમુદ મળી અને તેના ઈંગિતે તેમ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષીઓ પેઠે ઉડાર્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મહેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો એના મસ્તકમાં મધપૂડો જ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અનેક કૌટુંબિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાનપત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈકાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તો આ સર્વ વિચારો કરતા કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.

‘શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડૂબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચડીને અહીં આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુઃખથી તે ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે-કાન્તિં સૈવ પુરાળચિત્રરમલિના લેખાભિરુત્રીયતે ।। ૨ સુવર્ણપુર છોડ્યાને આંગળી વેઢે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ? પણ કાલના ગીતમાં તો નક્કી મારા ઉપર જ કટાક્ષ છે અને તે મારી રંક કુમુદના હ્ય્દયમાંથી ન હોય તો બીજા કોના હ્ય્દયમાંથી હોય ? અરેરે! મેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મારે લીધે !-મેં જ નાંખી ? મેં જ નાંખી ! હરિ ! હરિ !હું જવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સૂનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! - એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ! મારાથી તે નહીં જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુંદરીને ત્યાં પહોંચાડી આવીશ. સીતાને વનવાસમાં પહોંચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે ‘માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.’ હું પણ ગુણસુંદરી પાસે આવા જ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મૂકીશ. જે મોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરી પાસે દેખાડીશ. નિર્લજ્જ નફટ દુષ્ટ સરસ્વતીચંદ્ર ! એ જ હવે તારું પ્રયશ્ચિત-પણ મધુરી તે કુમુદ ખરી ?-ચંદ્રકાંત ! મારા કંપતા હ્યદયને આધાર આપવાને અને આ ગૂંચવાડામાંથી મને મુક્ત કરવાને તારી સાત્ત્વિક બુદ્ધિનો ખપ છે. તું મારે માટે ભટકે છેહું તને શોધું છું -પણ હજી સુધી સંયોગ થતો નથી.’

જે સાધુ ચંદ્રકાંતને મળ્યો હતો અને રાત્રે તેને પાછાં મળવાનો સંકેત કરી મળ્યો ન હતો તે સુંદરગિરિ ઉપર પાછો આવ્યો હતો. પોલીસ પોતાની શોધમાં છે, પોલીસ પોતાની ગતિ તપાસે છે, અને પોતાની અને ચંદ્રકાંતની વાતનો ને સંકેતનો પોલીસને પત્તો મળ્યો છે એટલું જાણતા સાધુ સંકેત તોડી પાછો પર્વત ઉપર આવ્યો હતો અને નવીનચંદ્રનું નામ અને સ્થાન પ્રકટ કર્યા વિના આ સંકેત સિદ્ધ થાય એમ નથી એવા સમાચાર સરસ્વતીચંદ્રને તેણે કહ્યા હતા. ચારપાંચ દિવસ વાત ટાઢી પાડવી ને પછી યોગ્ય માર્ગે પાછી ઉપાડવી એવો માર્ગ સર્વેએ કાઢ્યો. ચંદ્રકાંતના મેળાપમાં આમ વિલંબ થયો અને એનો ખપ તો આમ તીવ્ર થયો. વિચારમાં ને વિચારમાં તે શતપત્ર કમલના ભરેલા ઝરાના ઝીણા ગાનમાં લીન થયો. કોમળ નાના ઘાસમાં એક વસ્ત્ર ઉપર તેની શય્યા હતી તેમાં હાથનું ઉશીકું કરી સૂતો. ઉપરના વડની ડાળીઓ લટકતી હતી તેના ઉપર એની દૃષ્ટિ ઠરી. અને અંતે પાસે પડેલાં બેચાર પુસ્તકો ઉપર એ દૃષ્ટિ જતાં ઊઠ્યો ને બેઠો થયો.

અલખમઠની પુસ્તકશાળાનાં સર્વ પુસ્તકોનો સંગ્રહ એની દૃષ્ટિને સ્વાધીન કરી દેવામાં આવ્યો હતો. અલખમાર્ગના યોગીઓ સર્વ ઐહિક આમુત્રિક વિષયોનાં શાસ્ત્રો જાણતા અને સંસાર જ્યારે એમ માને છે કે સાસ્ત્રોનો મોટો ભાગ માત્ર વાંચવા સાંભળવાનો છે અને આ કલિયુગમાં પાળવાનો નથી ત્યારે આ યોગીઓ તો સુંદરગિરિ ઉપર હજી સત્યયુગ જ ગણતા અને જે કોઈ શાસ્ત્રને સ્વીકારતા તેના સર્વ ઉપદેશ પાળતા. પણ સંસારમાં શાસ્ત્રીઓ માત્ર પ્રાચીન શાસ્ત્રનાં લક્ષણ જુએ છે, અને તેમાંથી અનુકૂળ લક્ષણો સ્વીકારી, પ્રતિકૂળ ક્ષણનો કલિયુગને નામે ત્યાગ કરવાનોઅને એ ત્યાગના વિષયમાં સંસારમાં અશિક્ષિત મનુષ્યોના સ્વચ્છંદ આચાર પાળવાનો -માર્ગ આ શાસ્ત્રીઓ અનિન્દિત ગણે છે અને લોકસંગ્રહને અશાસ્ત્ર માર્ગે પ્રવર્તવા દે છે’ ત્યારે આ યોગીઓનો સંપ્રદાય પ્રાચીન કાળથી એવો જ હતો કે જે લક્ષ્યથી શાસ્ત્રો અને તેનાં લક્ષણો બંધાયા છે તે લક્ષ્ય ઉપર જ અનિમિષ સાત્ત્વિક દૃષ્ટિ રાખી, પ્રસંગે પ્રસંગે લક્ષ્ય વસ્તુનું સિંહાવલોકન કરી, અલખ-અલક્ષ્ય-ના લખ પ્રવાહની ગતિ પ્રમાણે શાસ્ત્રોને અને લક્ષણોને ઉત્કર્ષ આપવો અને એ લખવિભૂતિના ઉત્કર્ષની મર્યાદામાં જે કોઈ શાસ્ત્રશાસન આવે તે સંપૂર્ણ કળાથી પાળવાં. લક્ષ્યાલક્ષ્ય સંપ્રદાયનું કામતંત્ર પણ આ આધારે અને આ પ્રયોજને જ રચાયેલું હતું. જેટલો રસ સરસ્નવતીચંદ્રને એ વાંચવામાં પડ્યો હતો તેથી અધિક રસ, એ તંત્રના આચાર વિહારમઠમાં પળાતા હતા તે જોવામાં એને પડ્યો હતો. ગઈ કાલ વિષ્ણુદાસજી ત્રણે મઠની નિરીક્ષા કરવા ગયા હતા તેની સાથે એ પણ ગયો હતો, અને પરિવ્રજિકામઠ તેમ વિહારમઠની યોજનાઓ આ દેશને માટે અપૂર્વ લાગી અને પાશ્વાત્યદેશોમાં અનવસ્થિત લાગી, પણ યદુનંદનના ‘ગ્રંથભંડાર’ માં દૃષ્ટિ પડ્યાથી એમ પણ સંભવિત લાગ્યું કે આ દેશના સૌભાગ્યકાળમાં આર્ય જનસમૂહની વ્યવસ્થા પણ કંઈક આવી જ હશે. એ કાળનું ચિત્ર આ કાળની સાથે સરખાવતાં એના હ્ય્દયમાં આપણી અર્વાચીન સ્થિતિને માટે શોક ઉદય પામ્યો અને ભવિષ્યને માટે ભયચિત્ર પ્રત્યક્ષ થયું.

‘કેટલો વિનિપાત! જે દેશોમાં આ શાસ્ત્ર રચાયાં અને પળાયાં તેમાં આજ કેટલી અધોગતિ છે ?અથવા એમ પણ કેમ ન હોય કે સુંદરગિરિ ઉપર જે વ્યવસ્થા સાધુજનો આમ અગ્નિહોત્ર પેઠે જાળવી રહ્યા છે તેવી વ્યવસ્થા આ વિશાળ દેશમાં જળવાઈ શકી નહીં ? આ સ્ત્રીજનનાં કૌમારવ્રતઅને વૈરાગ્ય, આ સાધુઓના સરલ ચિત્તના સંવનન અને રસોત્કર્ષ એ સર્વ દિવ્ય પદાર્થો પાળનાર સાધુજનોની સાધુતા કે સરલતા આ વિશાળ લોકસમૂહમાં શી રીતે આવવાની હતી ? અને તે આવે નહીં તો આ જ દિવ્ય પદાર્થો આ સંસારને વિષરૂપ કરી મૂકે એમાં શી નવાઈ ? શું આ ઉત્કર્ષ અર્વાચીન કાળમાં ન આવી શકે ? પાશ્વાત્ય સંસારમાં એ ઉત્કર્ષનાં અમૃતફળ અને વિષફળ ઉભય છે. તે જોનાર ત્યાંના વિદ્વાનો અને રાજપુરુષો સ્વદેશી આચારવિચારનાં ચક્ર ચતુરતાથી ફેરવી શકે છે અને તેમના દેશીઓ તેમનામાં વિશ્વાસ રાખી શકે છે. ત્યારે પરદેશી વિદ્યાથી મોહિત ગણાતા વિદ્વાન દેશીઓ ઉપર અને પરદેશી રાજપુરુષોની ચતુરતા ઉપર આ દેશ શી રીતે શ્રદ્ધા રાખવાનો હતો ? જ્યાં સુધી દેશમાં આવી શ્રદ્ધા વિકાસ પામે અને શ્રદ્ધેય ગણાવા ઈચ્છનાર વિદ્વાનો અને રાજપુરુષો આ શ્રદ્ધાને યોગ્ય થાય-પોતાની શક્તિથી, વૃત્તિથી, ઉદારતાથી અને પ્રયાસથી લોકની શ્રદ્ધાના સુપાત્ર બને ત્યાં સુધી સર્વ દેશોત્કર્ષની વાત વૃથા છે. શકુંતલાના હરિણના હ્ય્દયમાં દુષ્યન્તે વિશ્વાસ ઉત્પન્ન કર્યો નથી ત્યાં સુધી એ હરિણ દુષ્યન્તના હાથમાનું કોમળ ઘાસ ખાવાનું નથી અને શકુંતલા જે આપશે તે એ હરિણ ખાશે. મારા વિદ્વાન ભાઈઓ કહે છે કે જૂના લોક અમારો ઉપદેશ સાંભળતા નથી અને પરાપૂર્વની રૂઢિથી ચાલે છે તે થરું છે, પણ એ દોષ કોનો ? જૂની રૂઢિઓ અનેક અનુભવોના માખણ જેવી છે તે આ જ સુધી લોકહિતની પોષક ગણાઈ છે. તે ગણના ખરી કે ખોટી હો, પણ તેમના અને તેના ઘડનાર ઉપર લોકને દૃઢ પાયાવાળી શ્રદ્ધા છે અને પરદેશી રાજ્યકર્તાએ ઉત્પન્ન કરેલા દેશી પણ યુવાન વર્ગની બુદ્ધિ ઉપર તેમને વિશ્વાસ સ્વાભાવિક રીતે નથી. કાળબળે ઈજ નષ્ટ થતી આ રૂઢિઓને મારા ભીરુ દેશી બાંધવો શાથી વળગી રહે છે ?’ઓ મારા અનેકઘા દુઃખી દેશ ! તારે માથે અનેક વાદળાં તૂટી પડ્યાં છે, પડે છે ને પડશે. અને અમાવાસ્યાની ગાઢ અંધકારભરી રાત્રિ સર્વની દૃષ્ટિને નિષ્ફળ કરી દે છે તે કાળે, ઓ મારા દેશ, નાનું બાળક માતાને વળગે તેમ તું આ શ્રદ્ધાને વળગી રહે છે- એ શ્રદ્ધાના એક દીપથી જેટલું તું દેખે છે તેટલું આકાશમાં વસતા અનેક પરદેશી તારાઓના પ્રકાશથી તું દેખતું નથી, તો તે તારાઓનાં પૃથ્વીના કોઈ સરોવરમાં પડેલાં પ્રતિબિંબ જેવા મારા વિદ્વાન ભાઈઓના પ્રકાશથી મારો દેશ કંઈ જોઈ શકે નહીં તો તેમાં શી નવાઈ છે ? એ શકુંતલા જેવી ઓ રૂઢિદેવી ! જેવી હું તને કૂચ કરતી દેખું છું તેવો જ આ દેશને તારાં વસ્ત્ર ખેંચી પકડી રાખતો દેખું છું. ! એ દર્શન મારું હ્ય્દય વલોવે છે.

યસ્ય ત્વયા વ્રળવિરોહળમિડદીનામ્‌

તૈલં ન્યષિચ્યત મુખે કુશસૂચિવિદ્વે ।

શ્યામાકમુષ્ટિરિવદ્વિતકો જહાતિ

સોડયં ન પુત્રકૃતકઃ પદવી મૃગસ્તે ।।

‘ર્દ્ગ ર્ઙ્ઘેહ્વં, ુીર્ ક ંરી હીુ ખ્તીહીટ્ઠિર્ૈંહ રટ્ઠદૃી ર્ઙ્ઘહી ર્હંરૈહખ્ત ર્ં ઙ્ઘીજીદૃિી ંરી ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠીર્ કર્ ેિ ેહીઙ્ઘેષ્ઠટ્ઠીંઙ્ઘ ર્ષ્ઠેહિંઅદ્બીહ. ઉી ટ્ઠિીર્ હઙ્મઅ ીષ્ઠર્રૈહખ્ત ર્દૃૈષ્ઠીજ ંરટ્ઠં રટ્ઠદૃી ર્ષ્ઠદ્બી કર્િદ્બ ંરી ઉીજં.-’્‌ૈજ ટ્ઠ ર્કિીૈખ્તહ ર્દૃૈષ્ઠી િીકઙ્મીષ્ઠીંઙ્ઘ હ્વઅર્ ેિ ર્રઙ્મર્ઙ્મુ-દૃટ્ઠેઙ્મીંઙ્ઘ હ્વટ્ઠિૈહજ, ટ્ઠહઙ્ઘ ંર્રજી ંરટ્ઠં ીષ્ઠિીૈદૃી ૈં િીકેજી ર્ં હ્વી ઙ્મીઙ્ઘ હ્વઅ ૈં. ઉી રટ્ઠદૃી હીદૃીિ ીદૃીહ ટ્ઠજ દ્બેષ્ઠર ટ્ઠજ ટ્ઠંીંદ્બીંઙ્ઘ ર્ં કૈહઙ્ઘર્ ેં ંરી ુૈજર્ઙ્ઘદ્બર્ કર્ ેિ ટ્ઠહષ્ઠીજર્ંજિ ટ્ઠહઙ્ઘ અીં ુી રટ્ઠદૃી ર્ષ્ઠહઙ્ઘીદ્બહીઙ્ઘ ંરીદ્બ ેહરીટ્ઠઙ્ઘિ; ટ્ઠહઙ્ઘ ૈક ર્જદ્બીુરીિી ુી રટ્ઠદૃી ઙ્ઘેહ્વહ્વીઙ્ઘ ંરટ્ઠં ુૈજર્ઙ્ઘદ્બ ુૈંર ંરી હટ્ઠદ્બીર્ ક ર્કઙ્મઙ્મઅ, ર્હુરીિી રટ્ઠદૃી ુી િંૈીઙ્ઘ ર્ં િીર્ષ્ઠખ્તહૈજી ંરટ્ઠં ુૈજર્ઙ્ઘદ્બ. ૈં ંરૈહા ંરીિી ૈજ ર્દ્બિી ર્ષ્ઠદ્બર્દ્બહ જીહજી ટ્ઠહઙ્ઘ ર્જેહઙ્ઘીિ ટ્ઠંર્િૈૈંજદ્બ ૈહ ંરી જેંહ્વર્હ્વહિ ટ્ઠહઙ્ઘ ુર્રઙ્મીજટ્ઠઙ્મી િીકેજટ્ઠઙ્મ, હ્વઅર્ ેિ દ્બટ્ઠજજીજ, ર્ં ર્ષ્ઠહજૈઙ્ઘીિર્ િ ીદૃીહ રીટ્ઠિ ટ્ઠહઙ્ઘ ીહઙ્ઘેિી ંરી ઙ્મટ્ઠીંજં કટ્ઠહંટ્ઠજૈીજર્ ક ંરીૈિ જીઙ્ઘેષ્ઠીઙ્ઘ ર્હ્વઅજ. ઉરીહ ુી જરટ્ઠઙ્મઙ્મ રટ્ઠદૃી જેંઙ્ઘૈીઙ્ઘ ંરટ્ઠં ટ્ઠહષ્ઠૈીહં ુૈજર્ઙ્ઘદ્બ ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠહજૈઙ્ઘીિીઙ્ઘ ર્હ્વંર જૈઙ્ઘીજ, ંરી ર્ીઙ્મી ુૈઙ્મઙ્મ રીટ્ઠિ ેજ, ર્કઙ્મર્ઙ્મુ ેજ, ટ્ઠહઙ્ઘ ીદૃીહ ટ્ઠષ્ઠષ્ઠીંર્ ેિ ંર્રીિૈીજર્ ક ંરી ર્કઙ્મઙ્મૈીજર્ કર્ ેિ હ્વીજં ટ્ઠહષ્ઠીજર્ંજિ. ઉી જરટ્ઠઙ્મઙ્મ ંરીદ્બ રટ્ઠદૃી ઙ્ઘીજીદૃિીઙ્ઘ ંરી ર્ષ્ઠહકૈઙ્ઘીહષ્ઠીર્ ક ંરી ર્ીઙ્મી.’

‘જે લોકશ્રદ્ધા નવા વિદ્વાનો ઉપર નથી બેસતી તે આ અલયખના યોગીઓ ધારે તો કેટલી વારમાં મેળવી શકે ? સંસારને શુદ્ધ કરવાને માટે જોઈએ તેટલું સંસારનું જ્ઞાન, રસિકતા અને વૈરાગ્ય, નિઃસ્વાર્થ અને સ્વયંભૂ કલ્યાણ કરવાની વાસના, અને આ પુસ્તકો અને આ સંપ્રદાય : એ સર્વ સાધનથી લોકનું શું શું કલ્ણાણ ન થઈ શકે ? સંસારના અતિસંસર્ગથી જાતે ભ્રષ્ટ થવાના ભયથી-યોગ્ય ભયથી -આ સાધુઓ સંસારીઓથી દૂર રહી તેમનું જેટલું કલ્યાણ થાય એટલું કરવાને માટે દૂરથી અલખ જગાવે છે. પણ સંસાર બહેરો છે તે ક્યાંથી સાંભળે ? સરસ્વતીચંદ્ર !આ સાધુકુળનો ઉત્કર્ષ કરવો એ તારો ધર્મ છે.’

‘એમના આચાર સંસારથી અત્યંત જુદા હોવા છતા સંસાર તેમના ઉપર શ્રદ્ધા શા માટે રાખે છે ? તેમના પવિત્ર શાસ્ત્રમુદિત લોકમુદિત આશય ઉપર લોકને સ્વાભાવિક શ્રદ્ધા છે. તેમને અભિમાન નથી, મદ નથી; તેઓ સંસારીઓની સેવા કરવા સુધી તત્પર છે અને મારા જેવા માર્ગમાં જડેલાં પ્રાણી ઉપર આટલી કૃપા રાખે છે. તેઓ શરીરધઝર્મનાં શાસ્ત્ર પાળે છે, રસધર્મ પાળે છે, વૈરાગ્યની શુદ્ધ કળા પામે છે, લોકકલ્યાણને પોતાની વિભૂતિ ગણે છે, અને પોતાના અને પારકાને એક ગણી પરમ અલખમાં લીન થાય છે. વિગતમાનમદા મુદિતાશયાઃ -તે આ લોક જ છે.’

‘જો મધુરી કુમુદ જ હોય તો આ કલ્યાણસ્થાનમાં આવી મહાત્મા પરિવ્રાજિકાઓમાં તેને પૂર્ણ શાંતિ મળશે અને તેટલા જ્ઞાનથી મારું હ્ય્દયશલ્ય શાંત થશે. મારો અને તેનો સંસર્ગ ભયંકર છે- હવે તે દૂર જ રાખવો. પણ એ ઘર જાય તે ઠીક કે અહીં રહે તે ઠીક?’ આ પ્રશ્ન ઊઠે છે એટલામાં રાધેદાસ અંદર આવ્યો. એના સામું જોયું. પાસે આવી રાધેદાસ બોલ્યો : ‘જી મહારાજ, ચંદ્રાવલીમૈયા આપનું ગર્શન ઈચ્છે છે.’

‘મારું ગર્શન ? શા માટે ?’

‘એ તો તેમના હ્ય્દયમાં જે મંત્ર હોય તે ખરો. મને તે અલખ છે.’

‘તો પૂછો તો ખરા ! સ્ત્રીજનને મળવું આ વેશને કે દેહને ઉચિત નથી.’

‘પરિવ્રાજિકામઠની પરમ પવિત્ર અધિષ્ઠાત્રીએ તેમના હ્ય્દયનો મંત્ર પૂછવાનો કોઈ સાધુજનને અધિકાર નથી. તેમનો આત્મા સ્ત્રીરૂપ નથી અને આપનો આત્મા તેથી ભિન્ન પુરુષરૂપ નથી. પવિત્ર કલ્યાણ આશયને કાળે અલખનો ભેખ વસ્તુમાત્રને માટે ઉચિત છે, જી મહારાજ, ભગવતી ચંદ્રાવલીમૈયા જ્યારે પ્રવૃત્તિ સ્વીકારે છે ત્યારે કોઈ પરમ કલ્યાણ કાર્યને અર્થે જ એ પ્રવૃત્તિને સ્વીકારે છે અને તેમનાં સાધન પણ શુદ્ધ, ધર્મ્ય અને રમણીય જ હોય છે. ગુરુજીની પાસે પણ એ ભગવતીની ગતિ અપ્પતિહત છે.’

નવીનચંદ્ર સાંભળી રહ્યો અને કંઈક વિચારમાં પડી અંતે બોલ્યો : ‘વિહારપુરી...’

‘તેમની અનુમતિ પ્રાતઃકાળથી જ મળી ગઈ છે.’ રાધેદાસ વચ્ચે બોલ્યો.

સરસ્વતીચંદ્ર - ‘ રાધેદાસજી ! મારી આવી શ્રદ્ધાના પાત્રનો સત્કાર કરવાનો વિધિ શો છે ?’

રાધેદાસ - ‘ગુરુજીને માટે જેવો આદર રાખો છો તેવો જ આ ભગવતી માટે રાખજો. જી મહારાજ, અલખ માર્ગના સંપ્રદાય એવાંને એવું જ કહી સંબોધે છે કે

શિશુત્વં સ્ત્રૈળં વા ભવતુ નનુ વન્ધાડસિ જગતઃ ।

ગુળાઃ પૂજાસ્થાનં ગુળિષુ ન ચ ભિડં ન ચ વયઃ ।।

સરસ્વતીચંદ્ર - ‘એ અભિલાષ મને અનુકૂળ છે. આપ આગળ ચાલો ને મારું તેમને અભિજ્ઞાન કરાવો.’

બે જણ આશ્રમબહાર ગયા ત્યાં ઓટલા ઉપર ચંદ્રાવલી બેઠી હતી.

નવીનચંદ્રને જોઈને તે ઊભી થઈ. બે જણ પરસ્પર પ્રત્યક્ષ થતાં તત્ક્ષણ રાધેદાસ બોલ્યો :

‘ચંદ્રાવલીમૈયા ! આ અમારા નવીન જૈવાતૃક-જેને માટે તમે આટલે દૂરથી આવ્યાં છો. નવીનચંદ્રજી ! આ અમારાં મંગલમૂર્તિમૈયા-જેનો ઉત્કર્ષ આપના શ્રવણપુટને પ્રાપ્ત થયો છે જ.’

અત્યારે ચંદ્રાવલીનાં સર્વ અંગ સુંદરતા અને પવિત્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમર્‌ અને તૃપ્ત થઈ સરસ્વતીચંદ્ર મસ્તક નમાવી બોલ્યો : મૈયા !

અજ્જલિરકારિ લોકૈર્ગ્લાનિમનાપ્તૈવ રજ્જિતા જગતી ।

સંધ્યા ઈવ દૂષ્ટિઃ કસ્ય મનોજ્ઞા ન ભગવત્યાં ।।

આ શરીરનું હ્ય્દય આપને શિર વડે મને છે અને આપની પવિત્ર આજ્ઞા જાણવા ઈચ્છે છે.

ચંદ્રાવલી : ‘સાધુનું હ્ય્દય સાધુને ઓળખી લે છે. રાધેદાસ ! મારે એમની સાથે કંઈ મંત્ર કરવો છે.’

રાધેદાસ - ‘હું તેને અનુકૂળ જ છું. આપના શ્રવણપથથી દૂર પણ નયનપથમાં પેલા ઝાડ નીચે બેસું છું અને સંજ્ઞા કરશો ત્યાં નિકટ આવીશ.’

રાધેદાસ તેટલે છેટે ગયો ને ત્યાં બેઠો. તે બેઠો ત્યાં સુધી તેના ઉપર દૃષ્ટિ રાખી, તે પછી ચંદ્રાવલીએ સરસ્વતીચંદ્ર ઉપર દૃષ્ટિ કરી. એ નીચું જોઈ રહ્યો હતો.

ચંદ્રાવલી - ‘નવીનચંદ્રજી ! હું આ ઓટલે બેસું છું. તમે આ પગથિયા ઉપર બેસો. મારે અતિવિસ્ત્રમ્ભની ગોષ્ઠી કરવાની છે.’

જિજ્ઞાસા, આતુરતા, પ્રીતિ, લજ્જા અને કંપને અનુભવતો સરસ્વતીચંદ્ર તે પ્રમાણે બેઠો અને નીચલું પગથિયું જોઈ રહ્યો. ચંદ્રાવલી પણ બેઠી.

ચંદ્રાવલી - ‘નવીનચંદ્રજી ! સુંદરગિરિ ઉપર આપની કીર્તિ આ સૂર્યના પ્રકાશ પેઠે પ્રસરી રહી છે; પણ હું તો નિમ્ન પ્રદેશમાંથી આપના પૂર્વાશ્રમની કથા સાંભળી આવી છું.’

સરસ્વતીચંદ્ર - ‘આપની કીર્તિના શ્રવણપાનમાં જેવી શાંતિ છે તેવી મારા પૂર્વાશ્રમની કથામાં કલાંતિ છે. મૈયા, એ આશ્રમનો શુદ્ધ ઈતિહાસ ગુપ્ત છે.’

ચંદ્રાવલી -‘તમારે તે ગુપ્ત રાખવાની ઈચ્છા હશે પણ મને તો તે ઈતિહાસના સાક્ષીભૂત હ્ય્દયના કરેલા ભદ્‌ગારથી જણાઈ છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ હ્ય્દય જે દેહમંદિરમાં હતું તે મંદિર નષ્ટ થયું છે.’ નિઃશ્વાસ મૂકી સરસ્વતીચંદ્રે નેત્ર ઉપર હાથ ફેરવ્યો.

ચંદ્રાવલી -‘એ મંદિર નષ્ટ નથી થયું પણ મ્લાન થયું છે. નવીનચંદ્રજી, એ મંદિરમાંના હ્યદયની કૂંચી લઈને હું આવી છું અને તમને હું તે સોંપી દઈશ.’

સરસ્વતીચંદ્ર - ‘એ કેમ મનાય ? આપ એક શરીરની વાર્તા કરતાં હશો અને હું બીજા શરીરની વાર્તા કરતો હોઈશ.’

ચંદ્રાવલી -‘આ ગિરિના તરસ્થાનમાં તે શરીર તમે દીઠું છે ને એ હ્ય્દયનો કટાક્ષ તો કાલ તમને લાગી ગયો છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ શરીરનું નામાભિધાન જુદું છે.’

ચંદ્રાવલી -‘તમે તમારું નામ બદલ્યું તેમ એ મધુર શરીરને અમે મધુરી નામે ઓળખીએ છીએ. એ મનીન પણ ઉચિત નામ મેં જ પાડેલું છે.’

સરસ્વતીચંદ્ર - ‘જો આપ કહો છો તેવી જ સ્થિતિ હોય તો મારી એક ચિંતા શાંત થશે આપ જેવાના સત્સંગથી એ શરીરમાનું વિકલ હ્ય્દય શાંત થશે અને મને ભૂલશે. એ શરીરનું સત્ય નામ જણાવવાની મારા ઉપર આપ કૃપા કરી શકશો તે સર્વ પ્રશ્નોનું સમાધાન થશે.’

ચંદ્રાવલી -‘તે નામ મારાથી પણ ગુપ્ત છે. પણ નામ વિનાની સર્વ હ્ય્દયગુહાની હું તલસ્પર્શી થઈ છું.’

સરસ્વતીચંદ્ર - ‘મૈયા ! આપ આજ્ઞા કરશો તો હું સાંભળીશ. માત્ર ગુપ્ત નામ રાખનારી ગુપ્ત વાર્તા પ્રગટ ન કરવી ’

ચંદ્રાવલી -‘એ તો ઉચિત છે. આપણી વાતોની શરત આટલી કે તમારું બેનું પરસ્પર અભિજ્ઞાન સંપૂર્ણ થાય તો જ મારી તમારી કથાઓ સત્ય ગણવી ને અભિજ્ઞાન અપૂર્ણ થાય તો સર્વ વાત સ્વપ્નવત્‌ ગણવી.’

સરસ્વતીચંદ્ર - ‘તો આજ્ઞા કરો.’

ચંદ્રાવલી -‘આપ આ આશ્રમમાં સર્વની સાથે શયન રાખો છો તેને સાથાને ગુરુજી જાતે જ નિરાળો એકાંતવાસ આપે તો આપે સ્વીકારવો.’

સરસ્વતીચંદ્ર - ‘ગુરુજીની ઈચ્છા તે આજ્ઞા જ છે.’

ચંદ્રાવલી -‘આપની ઈચ્છા પૂછે તો તેમાં પણ આ યોજનાને જ અનુકૂળ રહેવું.’ સરસ્વતીચંદ્ર - ‘આ આશ્રમમાં હું ગુરુજીની પ્રસન્નતા જ ઈચ્છું છું બીજી ઈચ્છા દર્શાવતો નથી.’

ચંદ્રાવલી -‘દર્શાવતા નહીં હો પણ રાખતા તો હશો જ.’

સરસ્વતીચંદ્ર - ‘હ્ય્દયતંત્ર તો જે હોય તે ખરું.’

ચંદ્રાવલી -‘મનીનચંદ્રજી, તૃષિત ચકોરી ચંદ્રપ્રકાશથી જ તૃપ્ત થશે.’

સરસ્વતીચંદ્ર - ‘મૈયા, તેને ઉપદેશ કરજો કે જે શમપ્રકાશ ચંદ્રાવલીમૈયા વિહારપુરીજીને આપે છે તે જ પ્રકાશ ચકોરીને અનેક ચંદ્રની માળા જેવા ચંદ્રાવલીમૈયા આપી શકશે.’

ચંદ્રાવલી -‘તેમાં તમે શું કર્યું ? નવીનચંદ્ર !’

અયિ કઠોર શમઃ કિલ તે પ્રિયઃ

સ નુ શમો નુ શમસ્ય વિડમ્બના ।

પરગ-હે કિમભૂદ્ધરિળીદુશઃ

કથય નાથ કથં બત મન્યસે ।।

સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધાર અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઊંડા પ્રચ્છન આવેશમાં પડી મુખે મંદમંદ બોલવા લાગ્યો.

‘જેટલો આરોપ મૂકે તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મારે દુષ્યન્તનું સદ્‌ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો.’

સરસ્વતીચંદ્ર - ‘તે અંશ હું પ્રાપ્ત કરાવીશ.’

સરસ્વતીચંદ્રે આ સાંભળ્યું નહીં ને આગળ બોલતો ગયો.

‘સુતનુ હ્ય્દયાત્પ્રત્યોદેશવ્યલીકમપૈતુ તે

કિમપિ મનસઃ સંમોહો મે તદા બલવાનભૂત્‌ ।

પ્રબલતમસામેવંપ્રાયાઃ શુભેષુ હિ વૃત્તયઃ

સ્ત્રદમપિ શિરસ્યન્ધઃ ક્ષિપ્તાં ધુનોત્યહિશડક્યા ।।

આ શબ્દો બોલી, શકુંતલાને ચરણે પડી, દુષ્યંતે ક્ષમા મેળવેલી. મૈયા, હું એવી ક્ષમા મેળવા ઈચ્છું છું. પણ તે ક્ષમાને માટે દુષ્યંતની યોગ્યતા હતી એવી મારી નથી. મને કોઈનો શાપ ન હતો, મારા મનને ઈષ્ટ જનની વ્સ્મૃતિ ન હતી, અને મેં ફૂલની માળાને સર્પ જાણી ફેંકી દીધી નથી. ઉભય હ્ય્દયની પ્રીતિ જાણી, સર્વ વાત પ્રત્યક્ષ છતાં, કોમળ સુંદર અને સુગંધી પુષ્પમાળાને, જાણી જોઈને ગીષ્મમધ્યાહ્નમાં સૂર્યના તડકા વચ્ચોવચ બળી જાય એમ, મૂકી દીધી. ક્ષમા માગવાનો પણ મારો અધિકાર નથી; છતાં આ અધમ હ્ય્દય ક્ષમાને ઈચ્છે છે. તે મળે એટલે સંસારમાં મને બીજી વાસના નથી.’

સરસ્વતીચંદ્ર દીન મુખે ટટ્ટાર થઈ બેઠો.

ચંદ્રાવલી દયાર્દ્‌ થઈ. તેનાં નેત્રમાં જળ આવ્યું : મનીનચંદ્રજી !

મધુરીનો મધુર હ્ય્દયસાગર ક્ષમાના તરંગોથી ઊભરાય છે ને ઊછળે છે અને તેથી જ એની પ્રીતિની શુદ્ધિનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. એ કોમળ હ્ય્દય ઉપર અમાવસ્યાના અપ્રત્યક્ષ ચંદ્રનો સંસ્કાર પણ બળ કરે છે ને જળના પ્રત્યેક હેલારાની સાથે અનેક તરંગ ઊભા થાય છે. નવીનચંદ્રજી, એ તરંગે તરંગે શોક અને ક્ષમાના આમળા વીંટાય છે. એ માટે તમે નિઃશંક રહો.

સરસ્વતીચંદ્ર - ‘તેની ઉદારતા જેમ જેમ આમ વધે તેમ તેમ મારી કૃપણતા વધારે વધારે ક્ષુદ્ર લાગે છે. મારો દોષ ક્ષમાને માટે વધારે વધારે અપાત્ર થાય છે, અને મારું પ્રાયશ્ચિત વધારે વધારે દુર્લભ બને છે.’

ચંદ્રાવલી -‘મહાત્મા ! તમારું એ માહાત્મ્ય મારી મધુરી ઉત્તમ રીતે પ્રત્યક્ષ કરે છે, અને માટે જ એના હ્ય્દયના ચીરા વધારે વધારે દારુણ થતા જાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘હરિ ! હરિ ! હું શું કરું ? મૈયા ! મારું પ્રાયશ્ચિત નથી જ.’ એની આંખમાંથી વળી આંસુ સરવા લાગ્યા.

ચંદ્રાવલી -‘પ્રીતિતંત્રમાં સ્ખલન પામનારનું પ્રાયશ્ચિત એ જ કે પ્રીતિપાત્ર જનના હ્ય્દયને વશ થવું અને એ હ્ય્દય પ્રીતિ-પ્રસન્ન થાય એવાં થવું.’

સરસ્વતીચંદ્ર - ‘તેના હ્ય્દયમાં પવિત્ર સંસ્કારો જ છે-જેને લીધે મારી આ સ્થિતિથી જ એ હ્ય્દયની પ્રીતિ થશે.’

ચંદ્રાવલી -‘તે તેમ છે કે અન્યથા છે તેનો તો નિર્ણય હજી કરવાનો છે.’

સરસ્વતીચંદ્ર - ‘એમાં શંકા નકામી છે. એ હ્ય્દયની સ્થિતિ અશક્ય છે.’

ચંદ્રાવલી -‘તમે તમારી હાલની સ્થિતિ એને પ્રસન્ન કરવા સ્વીકારો છો કે તમારા પોતાના હ્ય્દયના ઉલ્લાસથી ?’

સરસ્વતીચંદ્ર - ‘ગુરુજીનો આદેશ છે કે મારે પ્રવાહપતિત સ્થિતિને અનુકૂળ રહેવું’

ચંદ્રાવલી -‘તમારું હ્ય્દય જેવું ઉદાર છે તેવું જ પ્રીતિતંત્રમાં મુગ્ધ છે. મારી મધુરી આ પર્વત ઉપર ચડી આવી તે શું તમને આ સ્થિતિમાં અચલિત જોવાને માટે ? તમારા પૂર્વાશ્રમના મનોરાજ્યનું સ્મરણ કરી, મન મનનું સાક્ષી છે એમ સમજી આ પ્રશ્નનો ઉત્તર ધો.’

સરસ્વતીચંદ્ર - ‘તે એમ સમજે છે કે હું દુઃખી છું અને મને દુઃખી સમજી મુક્ત કરવાની વાસનાએ તેને અહીં સુધી પ્રેરી છે.’

ચંદ્રાવલી -‘તે શું તમે દુઃખી નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘એની ક્ષમા મળ્યે મારું દુઃખ શાન્ત થશે.’

ચંદ્રાવલી - ‘જો તમારું દુઃખ એટલાથી શાંત થવાનું હોય તો તમે તેના શરીરના પતિના ગૃહમાં ગયા તે શા માટે ? શું તમે ત્યાં એના દુઃખની મશ્કરી કરવાને માટે ગયા હતા ?’

સરસ્વતીચંદ્ર - ‘તેના મનમાં હું એવો દુષ્ટ હોઉં તો તેમ ગણવું.’

ચંદ્રાવલી - ‘મનીનચંદ્રજી, જે આવેશને બળે તમે તમારા પિતાનો ત્યાગ કર્યો તે જ આવેશને બળે તમારા પ્રીતિપરિપાકની અવગણના કરી. એ જ અવગણના તમારી પવિત્ર પ્રીતિએ સ્વીકારી નહીં અને એ અવગણનાની અવગણના કરી તમારી પ્રીતિએ તમને મધુરી પાસે મોકલ્યા. તમારી ઉદાત્તતા એવી છે કે આટલી વાત તો તમે તરત સ્પષ્ટ સ્વીકારવાના.’

પળવાર લજ્જાથી નીચું જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો : ‘મારા હ્ય્દયતંત્રનું પૃથક્કરણ કરવામાં તમારી પ્રજ્ઞા સફળ હોય એટલી સફળ મારી પોતાની દુઃખમાં ડૂબેલી પ્રજ્ઞા થઈ શકે એમ નથી.’

ચંદ્રાવલી - ‘મહાત્મા ! તમારું રસિક ઉદાત્ત મહાત્મ્ય એવું છે કે તેને તમે પોતે જોઈ શકતા નથી. પણ તમારું જે માહાત્મ્ય તમે જોઈ શકતા નથી તે મારી મધુરીની પ્રીતિ સ્પષ્ટ પ્રત્યક્ષ કરી શકે છે. જેમ આપણે આપણાં મુખ આપણી આંખોથી જોઈ શકતાં નથી પણ કાચમાં જોઈએ તો જ દેખાય તેમ મહાત્માઓનાં માહાત્મ્ય તેમને પોતાને જણાતાં નથી. પણ તેમના ઉપર વિકસતી અન્ય હ્ય્દયની પ્રીતિના નિર્મલ કાચમાં જ જણાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘હા ! મારી દુષ્ટતાનું માહાત્મ્ય એ રંક હ્ય્દયને સોળે કળા સાથે પ્રત્યક્ષ જ છે.’

ચંદ્રાવલી - ‘મહાત્મા ! જો તેના હ્ય્દયમાં એવી ભાવના હોય તો એ હ્ય્દય ધરનારી એ મધુરી નહીં ! મારી મધુરીની મધુર પ્રીતિને તમે કેવા ભાસો છો તે સાંભળી લો.’

વ્યતિકરિતદિગન્તાં શ્વેતમાનૈર્યશોભિઃ

સુકૃતવિલસિતાનાં સ્થાનમૂર્જસ્વલાનામ્‌ ।

અકલિતમહિમાનઃ કેતનં મડલાનામ્‌

કથમપિ ભુવનેડસ્મિસ્ત્વાદુશાઃ સંભવન્તિ ।।

સરસ્વતીચંદ્ર - ‘હરિ ! હરિ !હું મહા દુષ્ટ ઉપર તેનો ઉપકાર અપાર થઈ ગયો હતો. મૈયા ! હું મારો જે દારુણ દોષ જોઉં છું તેને જોવાને જ્યારે એ ઉદાર હ્ય્દય આટલું અશક્ત છે ત્યારે મને ક્ષમા તે કોણ આપવાનું હતું ? હવે તો ઈશ્વર આપે ત્યારે !’

ચંદ્રાવલી - ‘જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં તરતિ શોકમાત્મવિત્‌’

સરસ્વતીચંદ્ર - ‘શોક જશે, પણ થયું પાપ નહીં નહીં ધોવાય.’

ચંદ્રાવલી - ‘ગુરુજી તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે ને ત્યારે તમે અનુભવશો કે-’

મિધતે હ્ય્દયગ્રંથિશ્વિધન્તે સર્વસંશયાઃ ।

ક્ષીયન્તે ચાસ્ય કર્માળિ તસ્મિન્‌ દૃષ્ટે પરાવરે ।।

સરસ્વતીચંદ્ર - ‘માતાજી, સત્ય કહો છો. પણ મારા મોહનું આવરણ આ ક્ષણે દૃઢ છે.’

ચંદ્રાવલી - ‘મારે આવી યોજના સાધવી છે કે તમારો ને મધુરીનો એકાંત સમાગમ થાય અને તમે બે પસસ્પર અવસ્થા સાંભળી, સમજી, પરસ્પર સમાધાન કરો, અને તે પછી તમારી બેની ઈચ્છા પ્રમાણે યોગ કે વિયોગ જે ઉચિત હશે તે સાધવામાં અમે સાધનભૂત થઈશું.’

સરસ્વતીચંદ્ર વિચારમાં પડી અંતે બોલ્યો :

‘એથી ફળ શું ?’

ચંદ્રાવલી - ‘તેનું દુઃખ તમે સમજી લેજો અને તમારું દુઃખ તે સમજી લેશે. તેનો વ્યાધિ જાણી તેના ઉપાય તમારા સમાગમમાં હોય તો તે સમાગમ તમે તેને આપશો એ જ તમને ક્ષમા મળી સમજવી. એનું ઔષધ બીજું કાંઈ હોય તો તે આપવા યત્ન કરશો તો તે પણ તમને ક્ષમા મળી ગણવી. જો તમે એમ સમજતા હો કે ક્ષમાથી તમને શાંતિ મળશે તો તો આટલું કરવા તમે બંધાયેલા છો. જો તમારું દુઃખ તમે નહીં સમજતા હો તો મધુરીનું હ્ય્દય તો અવશ્ય સમજી લેશે અને ઉપાય કરશે. નવીનચંદ્રજી, જે પરિશીલિત પ્રીતિથી તમારા બેનાં હ્ય્દય ઓતપ્રોત ન્યાયથી સંધાયાં છે તે પ્રીતિના તંતુ ઉપર બળાત્કાર કરવાથી ઉભય હ્ય્દય ખેંચાય અને તૂટે એ પ્રીતિની પ્રકૃતિ છે. કેટલોક કાળ ઉભય હ્ય્દયના તંતુઓના યથાપ્રાપ્ત સમાગમનું પાલન કરો, અને ધીમેધીમે ઉભયની કળાથી, ઉભયની વૃત્તિથી, ઉભયનાં સંયુક્ત અભિલાષથી, અને ઉભયના પ્રયત્નસંવાદથી એ હ્ય્દયના તંતુઓને કલેશ ન પહોંચે એમ છૂટા કરો. એટલે અંતે નવીનચંદ્રજી વિહારપુરીના છત્રરૂપ થશે અને મધુરી ચંદ્રાવલીની વસ્ત્રકુટીમાં રહેશે. જો કલેયશ વિના એ તંતુ છૂટે નહીં તો તેમનું પાલન કરવું અને જુદા જન્મેલા જીવના તંતુના શાન્ત સુંદર પટને સુંદરગિરિના વિહારમઠના ભૂષણંરૂપ કરવો.’

સરસ્વતીચંદ્ર હબક્યો.

‘મૈયા ! ક્ષમા મેળવવાને એ જ માર્ગ લેવો પડે તો નવીનચંદ્ર વશે કે કવશે તેને માટે સજ્જ થાય એમ ધારો. પણ મધુરીનું પોતાનું હ્ય્દય,

એનો એના પતિ ઉપરનો પ્રેમ, અને એ પતિ પ્રતિનો એનો પતિવ્રતાધર્મ - એ ત્રણ વાનાં શું આ માર્ગને અનુકૂળ છે ?’

ચંદ્રાવલી - ‘એ વિચાર કરવાનો મધુરીને છે - તમારે નથી.’

સરસ્વતીચંદ્ર - ‘એને પુણ્યમાર્ગે પ્રેરવી એ મારી પ્રીતિનો પ્રધાન અભિલાષ છે.’

ચંદ્રાવલી - ‘હું જાણી પ્રસન્ન - અતિ પ્રસન્ન છું. તમારી બેની પ્રીતિ ચંદ્ર અને કુમુદના જેવી પરસ્પર શરીરને દૂર રાખનારી પણ દૃષ્ટિસંયોગ અને મનઃસંયોગનું રક્ષણ કરનારી છે. એવી પ્રીતિને માટે જ તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રચવાની અમ સાધુજનોની યોજના છે. તમારામાં સ્થૂળ શરીર અસક્ત રહે કે સક્ત રહે તેમાં અમે ઉદાસીન છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘કારણ ?’

ચંદ્રાવલી - ‘અમારા ન્યાયથી તો તમે એના મન્મથાવતારે વરાવેલા શુદ્ધ એક પતિ છો, અને એના શરીરના પતિને તો અમે જાર ગણીએ છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘સંસારની ભાવના એથી વિપરીત છે.’

ચંદ્રાવલી - ‘હા, અમારી અને સંસારની ભાવનાઓમાંથી તમારી ઈચ્છા હોય તેને સ્વીકારો ને ઈચ્છા હોય તેને ત્યજો. એમાં અમારે ઉદાસીનતા છે. સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ કામ તૃપ્ત થશે તો તે જ પરમ અલખને જગાવનાર થાય છે. સ્થૂળ કામ તો માત્ર સાધનરૂપ છે. તેના વિના ફળ પ્રાપ્ત થાય તો અમારે એ કામ ઉપર પક્ષપાત નથી.’

સરસ્વતીચંદ્ર - ‘તમારે ઉદાસીનતા છે, પણ મારે તો તે કામ વજર્ય અને અધર્મ્ય છે એવો ઉપદેશ સ્થિર કરવો પડશે.’

ચંદ્રાવલી - ‘તો તેમ કરજો. સૂક્ષ્મ કામ તૃપ્ત થયો એટલે અલખ કલ્યાણનો ધર્મ સચવાયો એમ સમજીએ છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘પણ સ્થૂળ કામની દૃષ્ટિમર્યાદામાં અને બાણપણમાં પડવાનું કારણ શું ?’

ચંદ્રાવલી - ‘તમે કરેલો અપરાધ એ મુખ્ય કારણ. તેનું પ્રાયશ્ચિત ઈચ્છો છો-એ વચન તમારા હ્ય્દયનું હોય તો તે બીજું કારણ. પછી કેટલાં કારણ માગો છો ? વિષનો વિષ વડે પ્રતિકાર કરો.’

સરસ્વતીચંદ્ર - ‘હું આ યોજના સાંભળી ભયથી કંપું છું. મૈયા, શુદ્ધ જીવોને ભ્રષ્ટ થવાના ભયમાં નાખવા એ આ સ્થાનના પુણ્ય માર્ગોને ઉચિત નથી.’

ચંદ્રાવલી ભ્રકુટિ ચડાવી બોલી : ‘શું ઉચિત નથી ? એ રંક મુગ્ધાની તમે પ્રીતિ કરી અને પછી તેને કૂવામાં નાંખી અને હવે તેમાંથી તમારે તેને કાઢવી ઉચિત નથી ? કે એ કૂવામાં પડવાનો તમારા સ્વાર્થી હ્ય્દયને ભય લાગે છે અને એ ભયમાંથી પોતે જાતે મુક્ત રહેવાની અન્તર્વાસનાથી આ નિર્ભય બાળાને શુદ્ધ માર્ગ દેખાડવાનો દંભ કરવો એ ઉચિત નથી ? જો તમે સંસારીઓના માર્ગ પ્રમાણે ધર્માધર્મ ગણતા હો અને એવા ધર્મના આગ્રહી હો તો જ ભયથી તમે ડરો છો તેનાથી ડરો નહીં ને એ ભયકાળે પણ તમારા ધર્મ પ્રમાણે શુદ્ધ રહેવાનું પૌરુષેય બળ ધારો. કલ્યાણફળને માટે યુદ્ધ કરવું પડે તો તેને માટે રખાય એટલાં કવચ અને શસ્ત્રાસ્ત્ર રાખો અને અક્ષત રહો. પણ એ ભયથી કાયર બની, ઉચિતાનુચિતના અનુચિત વિચારોથી દોલાયમાન થઈ, જે કાર્ય જાતે ધર્મ્ય અને કલ્યાણકારક તેમ તમારા પ્રાયશ્ચિતરૂપ છે તે કાર્ય કરવામાં પાછા ન પડો અને વ્યગ્ર ન થાઓ. જે તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ હું યોજું છું તેમાં તમે અધર્મ કે અકલ્યાણ દેખો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘આ ભય વિના બીજું કાંઈ નથી.’

ચંદ્રાવલી - ‘સૂક્ષ્મ શરીરના સમાગમ અને સૂક્ષ્મ પ્રીતિના ચમત્કાર આજ સુધીમાં તમને અનિવાર્ય અને અપ્રતિહતગતિ જણાયા નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘મૈયા, હું નિરુત્તર છું.’

ચંદ્રાવલી - ‘તમારાં ઉભયનાં હ્ય્દયની શાંતિ એ સમાગમ વિના બીજા કોઈ માર્ગથી સાધ્ય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘હું એવો બીજો માર્ગ દેખી શકતો નથી. છતાં આ સમાગમ ઈચ્છતો નથી ને તેનું કારણ કહી દીધું છે.’

ચંદ્રાવલી - ‘તમને ક્ષમા મળવાનો પ્રસંગ માત્ર એવા સમાગમ કાળે જ છે એ તમે જોઈ શકો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘એ જોવાનું હવે કાંઈ બાકી રહ્યું નથી.’

ચંદ્રાવલી - ‘તો નવીનચંદ્રજી, આ ભયનો ત્યાગ કરો અને જે એક કલ્યાણનો પંથ છે તે સ્વીકારો. સંસારની રચેલી વિવાહવંચના ઉપર શ્રદ્ધાને લીધે તમારો માનેલો ધર્મ જ મધુરી પાળે છે, અને તે પાળે છે ત્યાં સુધી તમારો સમાગમ ઈચ્છવાની લઘુતા તેના હ્ય્દયને પ્રાપ્ત થઈ નથી. એ તો એમ જ જાણે છે કે

મર્યાદાનિલયો મહોદધિરયં રત્નાકરો નિશ્ચિતઃ

સર્વશાપરિપૂરકોડનુગમિતઃ સંપતિહેતોર્મયા ।

શમ્બૂકોડપિ ન લભ્યતે કિંમપરં રત્નં મહાર્ધ પરમ્‌

દોષોડયં ન મહોદધેઃ ફલમિદં જન્માન્તરીયં મમ ।।

મધુર દુઃખની રસિક અમારી મધુરી તમને સુખ ઈચ્છે છે પણ પોતાને માટે તમારું સુખ ઈચ્છતી નથી. હું આવી છું તે મારા હ્ય્દયની અને સર્વ સાધ્વીઓની પ્રેરણાથી આવી છું. તેઓ એક પાસથી તમારી શક્તિ દેખે છે અને બીજી પાસથી મધુરીનું દુઃખ દેખે છે ત્યારે નિઃશ્વાસ મૂકી અશ્રુપાત કરી, તમને તિરસ્કારપૂર્વક કહે છે ને કહાવે છે કે

લજ્જામહે વયમહો વચનેડપિ હન્ત

સાંયાત્રિકાઃ સલિલરાશિમમી વિશન્તિ ।

અંસાધિરોપિતતદીયતટોપકળ્ઠ-

કૌપેયકામ્બુદુતયો યદુદીર્ળતૃષ્ળાં ।।

મધુરીએ તમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી અને સાધુ જનોના આગ્રહથી આવવા હું સજ્જ થઈ ત્યારે રસાર્દ્ર સાધ્વીએ તમને કહેવાનું કહ્યું છે કે

યદ્વીચીભિઃ સ્પૃશસિ ગગનં યચ્ચ પાતાલમૂલમ્‌

રત્નૈરુદ્રીપયસિ પયસા યત્પિધત્સે ધરિત્રીમ્‌ ।

ધિક્‌ સર્વં તત્તવ જલનિધે યદ્વિમુચ્યાશ્રુધારાઃ

તીરે નીરગ્રહળરસિકેનાધ્વગેનોજ્જિતોડસિ ।।

સર્વ સાધુસ્ત્રીઓ તમારી સૂક્ષ્મ માનસિક પ્રીતિનો જ ફલોદય ઈચ્છે છે. સ્થૂળ પ્રીતિનો વિચાર તેમનાં હ્ય્દયમાં લઘુમાત્ર છે. હે રાજહંસ ! તમે માત્ર અશરીર માનસપ્રીતિના માનસરોવરની જ કમલિનીને તમારા સૌહ્ય્દયથી સનાથ કરો તો તેટલું બસ છે. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી તમને કહાવે છે કે

કશ્વિદેવ સમયં સમાગતં

ત્વાં ન વિસ્મરતિ શશ્વદમ્બુજમ્‌ ।

માનસે વિહર હંસ માનસે

મા વિમુચ્ચ પુનરસ્ય સૌહ્ય્દમ્‌ ।।

વિહારમઠની અધિષ્છાત્રી અનેક તંત્રોના વિચાર કરી નિર્ણયપૂર્વક કહાવે છે કે સંસારમાં પરમ અલખના અસંખ્ય લખ ખેલોમાંથી તમને જ આશય પ્રિય હશે તે રમણીય જ હશે. તમારું અલખ બોધન અને લખ તૃપ્તિ ઉભય રમણીય જ થયાં. તોપણ મધુરીની માનસપ્રીતિ વિના ન્યૂનતા છે.

સૈવ સૈવ સરસી રમળીયા

યત્ર યત્ર વલતે તવ રાગઃ ।

રાજહંસ રસિક સ્મરળીયા

શ્રીમતા તદપિ માનસકેલિઃ ।।

અને છેલ્લું વાક્ય-તમારા ઉચિતાનુચિત અને ધર્માધર્મના વિચાર સંબંધ-હું કહું છું તે એટલું જ કે :

હા હન્ત માનેસસરઃસલિલાવતંસ

રે રાજહંસ પયસોઃ પરવિવેચનાય ।

ચેચ્છત્કિમાન્‌ ખલુ ભવાન્ન તદા કિમુ સ્યાત્‌

કિં વા કપોત ઉત વા કલવિડપોતઃ ।।

જો મારી સર્વ વાત તમે સ્વીકારતા હો પણ માત્ર શમસુખના અભિલાષથી અથવા પરમ જ્યોતિના યોગના લોભથી મધુરીને તેની સંમતિ વિના દૂર રાખતા હો તો તમે અલખ માર્ગનો યોગ સમજ્યા નથી તે ગુરુજી પાસે સમજી લેજો. આ ગિરિરાજના યોગીઓ અલક્ષ્ય અને લક્ષ્ય ઉભયના યોગી છે અને લક્ષ્યને તિરસ્કાર કરવામાં પોતાના અદૈતને બાધ ગણે છે. એ માર્ગમાં તો શ્રી અલખની લખવિભૂતિને પૂજનીય ગણી અલખ જ્યોતિનો સમાધિ જનકમહાત્માના જેવો સાધવો એ જ શ્રેષાઠ ગણાય છે. શ્રીરામચંદ્રને મુખે જે જનકની સ્તુતિ થઈ છે કે

છત્રચ્છાયા તિરયતિ ન યધન્ન ચ સ્પ્રષ્ટુમીષ્ટે

દુપ્યદ્‌ગન્ધદ્વિપમદમષીપડકનામા કલડઃ ।

લીલાલોલઃ શમયતિ ન યચ્ચામરાળાં સમીરઃ

સ્ફીતં જ્યોતિઃ કિમપિ તદભી ભૂભુજઃ શીલયન્તિ ।।

સત્ય વાત છે કે સંસારમાં રહેવું અને શમસુખ સાચવવું એ ઉબય ક્રિયાઓનું સમકાલીન સંમેલન ઘણું વિકટ, સૂક્ષ્મ અને દુર્લભ છે અને તે મેળવતાં મેળવતાં ઉભય ક્રિયામાં ઉભયભ્રષ્ટ થતાં હશે. પણ જે ચિત્ત તે પરમ લાભને પામી શકે છે તેનું માહાત્મ્ય અલૌકિક થાય છે, તેમનાથી લોકનું અપૂર્વ કલ્યાણ થાય છે, અને લોક જેને શ્વરેચ્છા કહે છે અને અમે જેને અલખનું લખવાસનાસ્વરૂપ કહીએ છીએ તે વાસના આવાં ચિત્તની સિદ્ધિથી જ થાય છે. વિશ્વિમિત્રે ક્ષત્રિયપદ છોડી બ્રહ્મર્ષિપદ શોધ્યું. તેમણે એ ઉભય પદના પાલક જનક મહાત્માની સ્તુતિ કેવી કરી છે તે સાંભળો.

જ્યાધાતઃ કાર્મુકસ્ય શ્રયતિ કરતલં કળ્ઠમોંકારનાદઃ

તેજો ભાતિ પ્રતાપાભિધમવનિતલે જ્યોતિરાત્મીયમન્તઃ ।

રાજ્યં સિંહાસનશ્રીં શમમપિ પરમં વક્તિ પદ્માસનશ્રીં

યેષાં તે યૂયમેતે નિમિકુલકુમદાનન્દચન્દ્રા નરેન્દ્રાં ।।

નવીનચંદ્રજી ! અંતે મારે એટલું જ કહેવાનું બાકી રહ્યું છે કે

રાજ્યાદિની ઉપાધિ વિનાના, માત્ર અર્ધાગનાના યોગથી સક્રલાંગ રહેનાર યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીની પેઠે, અને વસિષ્ઠ અને અરુંધતીની પેઠે સચ્ચિદાનંદમય, અદ્વૈતરસ અનુભવવો એ વિહારમઠના યોગીઓની સ્વાનુભૂતિ છે તેમાં તમારા જીવાત્મામાં ત્રસરેણુકાદ્વૈત પામવા મારી મધુરીનો કલ્યાણ જીવાત્મા સર્વપ્રકારે યોગ્ય છે. અમે તેનો અને તમારો ક્ષણવાર સહવાસ યોજીશું તેમાં તમારે સર્વથા અનૂકૂળ થવું અને તે સહવાસને કાળે તમારા પરસ્પર પક્ષપાતના સંમેલનનું પરિણામ તમને જે અધિકાર આપે તે કરવા તમે સ્વતંત્ર છો. જો એ અધિકાર તમારે વિહારમઠમાં જવાનો થાય તો ત્યાં જ જો અને આ મઠમાં રહેવાનો થાય તો અહીં રહેજો. પણ આ અધિકાર પરીક્ષાસંવેદન વિના જણાઈ શકતો નથી અને તમારો થોડોક પણ સહવાસ થાય તે વિના તમારા મન્થાવતારનું અને અધિકારનું પરીક્ષાસંવેદન થવાનું નહીં, માટે તેટલી રીતે તમારે અમને અનુકૂળ થવું. બીજે રૂપે હું ઉક્ત શબ્દોની પુનરુક્તિ કરું છું.

સરસ્વતીચંદ્ર - ‘સાક્ષાત્‌ સરસ્વતીદેવીનો ઉપદેશ ક્યા અંતઃકરણ પાસે આજ્ઞાધારણ નહીં કરાવે ? પણ મૈયા, વ્યાસ જેવા પિતાના ઉપદેશ શુક મુનિને માટે અપર્યાપ્ત નીવડ્યા તેમ મારા અંતરાત્માનો ભય આપના ઉપદેશથી નષ્ટ ન થાય તે ક્ષમા કરશો. હું શુદ્ધ અંતઃકરણપૂર્વક માનું છું ને કહું છું કે

ભવાદુશીનાં સાધ્વીનાં મે ચ યન્મડલં મતમ્‌ ।

તસ્મિન્નકરુળે પાપે વૃથા વઃ કરુળા મયિ ।।

આપનાં સર્વ વચન સત્ય છે, અનિવાર્ય છે, રમણીય છે અને સૂક્ષ્મ વિચારે ધર્મ્ય પણ છે. પણ જે પ્રીતિ મારા શમાભિલાષને શમની વિડંબના જ આપે છે તે જ પ્રીતિ કોઈક અનિર્વચનીય કારણથી મને આ દુઃખમાં પડી રહેવા પ્રેરે છે.’

ચંદ્રાવલી - ‘મહાત્મા ! એતદ્વિ પરિભૂતાનાં પ્રાયશ્ચિતં મનસ્વિનામ્‌ । એ પ્રાયશ્ચિતનો અવધિ હવે સમાપ્ત થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘બે હ્ય્દયને જે પ્રીતિ જોડે છે તે જ પ્રીતિ મારા હ્ય્દયમાંથી ભુંસાય તો આપની આજ્ઞાનું ધારણ કરવામાં વિઘ્ન નડે નહીં.’

ચંદ્રાવલી - ‘તે ભુસાવાની નથી.’

અહેતુઃ પક્ષપાતો યસ્તસ્ય નાસ્તિ પ્રતિક્રિયા ।

સ હિ સ્નેહાત્મકસ્તન્તુરન્તમર્માળિ સીવ્યતિ ।।

સરસ્વતીચંદ્ર - ‘જો તે ભુસાવાની નથી તો મારી મૂર્ખતાનો ભોગ થયેલી રંક મુગ્ધાને કરવાનો ઉપદેશ જે માર્ગથી નિષ્ફળ થાય તે માર્ગ હું કઈ રીતે લઉં ? જેણે દોષ કરેલો છે તેણે તો આ શમવિડંબના વેઠવી જ જોઈએ. અને જે એ દોષને લીધે દુઃખી થઈ છે તેને શુદ્ધ શમ મળવો જ જોઈએ. જે પક્ષપાત અને સ્નેહ આ બે હ્ય્દયના તંતુઓને સીવે છે તે સ્નેહની પ્રતિક્રિયા નથી તો જે જીવ શમ વિડંબનાને યોગ્ય છે તે વિડંબના વેઠશે, અને જે પવિત્ર જીવ શમને પાત્ર છે તેને તે મળશે - એટલે મારી વાસના તૃપ્ત થશે.’

ચંદ્રાવલી - ‘તમારી જાતને શિક્ષા કરવી કે નહીં તે કર્મ અને ફલના સંયોજક ઈશ્વરના હાથમાં રાખો. પણ જીવને શમ આપવા ઈચ્છો છો તેને તે તમે જાતે જ આપો.’

સરસ્વતીચંદ્ર - ‘આવાં ધૃત અને અગ્નિનો સંયોગ થયો એટલે ઈંદ્રિયગ્રામનો અવિશ્વાસ જ રાખવો. સ્થૂળ પ્રીતિમાંથી સૂક્ષ્મ પ્રીતિ થાય તો તે પ્રકૃતિનો સ્વભાવ છે, પણ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય એ તો દુઃસહ છે.’

ચંદ્રાવલી - ‘જે જીવ સૂક્ષ્મ શરીરનો અભિમાની છે તેનો તો તે દુઃસહ હો. પણ કોઈ પણ શરીરના નિરભિમાની જીવને સૂક્ષ્મ-સ્થૂળ સરખાં છે તેણે તો રાગદ્વેષનો મદ દૂર રાખવો એટલે થયું. એ મદ અને એ માન વગરનો જીવ સ્વભાવથી શાંતિ પામે છે.’

રાગદ્વેષવિયુત્કૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્વરન્‌ ।

આત્મવશ્યૈવિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ।।

પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।

પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિં પર્વવતિષ્ઠતે ।।

નવીનચંદ્રજી, જ્યાં ત્યાગથી શમ ન મળે પણ શમનું વિડંબન થાય ત્યાં શમ પ્રાપ્ત કરવાનો આ જ માર્ગ છે તે રાગદ્વેષ વિના ઈન્દ્રિયોને ચરવા દેવી.

સરસ્વતીચંદ્ર - ‘તે પછીના શ્લોકમાં કહ્યું છે કે’

ઈન્દ્રિયાળાં હિ ચરતાં યન્મનોડનુવિધીયતે ।

તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ।।

ચંદ્રાવલી - ‘એ બધાં વાક્યોમાં કાંઈ વિરોધ નથી. ઈંદ્રિયો વડે વિષયને ચરવા, પણ ઈંન્દ્રિયોને વશ ન થવું અને રાગદ્વેષ વિનાના રહી આ ઉભય વિધિ પળાય તો પ્રસાદ એટલે શમ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ દેહ ઉપર રાગ અને સ્થૂળ ઉપર દ્વેષ ન રાખવો. સૂક્ષ્મ દેહનો સંયોગ તો સ્વયંભૂ થઈ ગયો છે તેનો નિર્વાહ કરવો;અને સ્થૂળ દેહનો સંયોગ સ્વયંભૂ થાય તો તેનો દ્વેષ ન કરવો ને તેના ઉપર રાગી થઈ તેને શોધવો નહીં ને તેનું અસ્થાને અકાળે અધર્મે બળ થવા દેવું નહીં. ‘કામકામી’, ન થવું અને ‘કામદ્વેષી’ પણ ન થવું. નદીઓ જેમ સમુદ્રમાં વહેતીવહેતી જાતે આવે છે તેમ કામરૂપ નદી ધર્મથી જાતે પ્રાપ્ત થાય ત્યારે સમુદ્ર પેઠે તેને અવકાશ આપવો એ જ શાંતિ, એ જ નિર્મમતા અને એ જ નિરહંકાર.’

આપૂર્યમાળમચલપ્રતિષ્ઠં

સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્‌ ।

તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે

સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ।।

વિહાય કામાન્‌ યઃ સર્વાન્‌ પુમાંશ્વરતિ નિઃસ્પૃહઃ ।

નિર્મ મો નિરહંકારઃ સ શાન્તિમધિગચ્છતિ ।।

સરસ્વતીચંદ્ર - ‘મને કામ પ્રાપ્ત થયો નથી.’

ચંદ્રાવલી - ‘સૂક્ષ્મ કામ થયો છે.’

સરસ્વતીચંદ્ર - ‘પણ સ્થૂળ કામને ભોજન માટે આમંત્રણ કરવું તે શા માટે ? એટલો રાગ શા માટે ?’

ચંદ્રાવલી - ‘બેમાંથી એક હ્ય્દયને પણ એ રાગ નથી. એમ છતાં તે હોય કે પ્રાપ્ત થાય તો તે મધુરીને હશે એમ ધારો. પણ તમને તો તે નથી એમ કહો છો.’

સરસ્વતીચંદ્ર - ‘તેને આમંત્રણ કરું તો તે પ્રાપ્ત થયો જ ગણવો.’

ચંદ્રાવલી - ‘જનક રાજા જેવો યોગ સાધવાનું મેં તમને કહ્યું. એવા યોગને કાળે રાજાને ઉપાધિજન્ય અનેક ભય હોય છે તેટલાથી મહાત્માઓ એવા યોગનો અનારંભ કે ત્યાગ નથી કરતાં. તમારો અધર્મભય તો માત્ર સંસારે માની લીધેલા ને માની લેવડાવેલા સંપ્રત્યય વડે રચેલા ભ્રમથી જ ઉત્પન્ન થયેલો છે અને તે ભય પણ તમારી દૃઢતા ને અચલતા જોતાં પ્રમાણમાં ક્ષુદ્ર છે. એવા ભયને લેખામાં ન લેવા તે તેને આમંત્રણ કર્યું કહેવાય નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘ધારો કે એ યોગ સાધતાં આ ભય સત્ય પડ્યો અને આપણે યોગભ્રષ્ટ થયા તો ?’

ચંદ્રાવલી - ‘તો તેમાં હાનિ કંઈ નથી. આ અવતારમાં યોગભ્રષ્ટ થયેલો મહાત્મા આવતા અવતારમાં બાકીનો લાભ મેળવશે. અર્જુનને પણ આવી જ શંકા થઈ હતી અને કૃષ્ણ પરમાત્માએ એનું સમાધાન કરેલું હતું

તે તમને વિદિત હશે.

અર્જુને કહ્યું કે :

અયતિઃ શ્રદ્ધયોપેતો યોગચ્ચલિતમાનસઃ ।

કચ્ચિન્નોભયવિભ્રષ્ટરિછન્નાભ્રમિવ નશ્યતિ ।

ત્યારે તેને ઉત્તર મળ્યો કે

‘પાર્થ નેવેહ નામુત્ર વિવાશસ્તસ્ય વિધતે ।

ન હિ કલ્યાળકૃતત્કશ્વિદ્દુર્ગતિ તાત ગચ્છતિ ।।

પ્રાપ્ય પુળ્યકૃતં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।

શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોડભિજાયતે ।

અથવા યોગિર્નામેવ કુલે ભવતિ ધીમતામ્‌ ।

એતદ્વિ દુલભતરં લોકે જન્મ યદીદુશમ્‌ ।।

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્‌ ।

યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ।।

પૂર્વાભ્યાસેન તેનૈવ હિથતે હ્યવશો હિ સઃ ।

જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે ।

પ્રયત્નાધતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્વિષઃ ।

અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિં પરાં ગતિમ્‌ ।।

નવીનચંદ્રજી ! પૂર્વજન્મના પુણ્યકર્મથી હાલની સદ્વાસનાઓને, સદ્‌વૃત્તિઓને અને જ્ઞાનને પ્રાપ્ત થયા છો તે જ સત્કર્મની પરિપાકદશા આ જન્મમાં પામશો અને આ જન્મમાં યોગભ્રષ્ટ થશો તો આવતા જન્મમાં પામશો. પડવાના ભયથી બાળક ચાલતાં શીખવાનું છોડી દેતું નથી પણ પડીપડીને ઊઠે છે તેથી જ ચાલતાં શીખે છે. જે ભયથી તમે ડરો છો તે જ તમને કાળે કરીને તમારી ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરાવશે. સંસાર માત્ર છોડી મૂકેલા બાણની ગતિ જેવો જ છે તે અલખની ઈચ્છાથી વેગ બંધ પડતાં સુધી ગતિમાંથી વિરત થતો નથી અને વેગ સમાપ્ત થતાં ગતિ કરતો નથી. સદ્વાસનનો સંસાર પણ આવો છે તે તમને ફળ દીધા વગર શાંત નહીં થાય અને ભયથી ડરો છો તે મિથ્યા છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ પ્રમાણે થશે એવી શ્રદ્ધા તો દૃઢ થાય ત્યારે ખરી.’

ચંદ્રાવલી - ‘અવશ્ય એમ જ. પણ

આવિભૂતજ્યોતિષાં યોગસિદ્ધાં

યે વ્યાહારાસ્તેષુ મા સંશયોડભૂત્‌ ।

ભદ્રા હ્વેષાં વાચિ લક્ષ્મી ર્મિષક્તા

નૈતે વાચં વ્પ્લુતાં વ્યાહરન્તિ ।।

જે યોગદૃષ્ટિને પરમ અલક્ષ્ય લક્ષ્ય થાય છે તેને પૂર્વાપર જન્માવસ્થા લક્ષ્ય થાય તેમાં શી નવાઈ છે ?નવીનચંદ્રજી ! તેવું લક્ષ્ય તમારે પ્રત્યક્ષ કરવું હોય તો તેટલો યોગ સાધો.તમને પણ યોગસિદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાની અપેક્ષા વિના તે વસ્તુ જોઈ શકશો કે, જેને માટે આજ તો તમારે શ્રદ્ધા જ આવશ્યક છે. એ શ્રદ્ધા વિના જાતે શું જોવું તેનો માર્ગ ગુરુજી દેખાડશે.’

સરસ્વતીચંદ્ર - ‘મુક્તબાળગતિપ્રાાયઃ સંસારસ્તુ શરીરિળામ્‌ એ મંત્રનું દૃષ્ટાંત આ યોગભ્રષ્ટ જનના પુનરાવર્તનમાં હશે.’

ચંદ્રાવલી - ‘એમ જ, દ્વા સુપર્ળા આદિ શ્રુતિ છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી કહેલાં છે. સંસારસમષ્ટિ જેવો ઈશનો ઉપાધિ છે તેમ વ્યષ્ટિના સંસાર અનીશના ઉપાધિ છે. બાણની ગતિ જેવા એ સંસાર ગણવા, બાણ જેવાં સંસારીનાં ને સંસારનાં નામરૂપ ગણવાં, ધનુષ્ય જેવું પ્રથમ અવતારમાંના જન્મનું કારણ અલખ વાસનાસ્વરૂપને ગણવું અનેએ સ્વરૂપની શાંતિને મુક્તિ ગણવી. એ ઉપાધિથી ઉપહિત ઈશ અભોક્તા છે ને અનીશ ભોકતા છે. જ્યાં સુધી બાણની ગતિ છે ત્યાં સુધી ભોકતાની ભુક્તિ છે. અનીશ યોગથી ઈશની સાથે સામ્ય પામે ત્યાંસુધી તેના ભોગસંસાર પ્રવાહરૂપ ધરે છે ને એ વાસનાસ્વરૂપ શાંત થાય એટલે પ્રવાહરૂપ પણ શાંત થાય. જે યોગભ્રષ્ટ થયા વિના સંસિદ્ધ થાય છે તેમની બાણગતિ ત્વરિત હોય છે; યોગભ્રષ્ટની ગતિ વધારે કાળ ટકે છે પણ ત્વરિત હોય છે;પામર જીવની ગતિ મન્દમન્દ પુનરાવર્તન પામનારી હોય છે. એવા જીવ

નધાં કીટા ઈવાવર્તાદાવર્તાન્તરમાશુ તે ।

વ્રજન્તો જન્મનો જન્મ લભન્તે નૈવ નિર્વૃતિમ્‌ ।।

સંસારકર્મનો પરિપાક થતાં સુધી તેમની આ દશા રહે છે. પ્રવાસીના પગ સ્વગ્રામ આવતાં ત્વરિત ઊપડે છે તેમ કર્મપરિપાક પામનારની ગતિ પણ ત્વરિત થાય છે અને તેથી જ યોગભ્રષ્ટ કે યોગસિદ્ધ ઉભયની ગતિ ત્વરિત છે. એ ગતિની ત્વરા વધે તેમ તેમ એના ભોગ સૂક્ષ્મતર થાય છે અને હોલાતી વાટ હોલવાતાં હોલવાતાં અતિશય પ્રકાશ ધરે તેમ તેમ આ ભોગ સૂક્ષ્મતર થાય છે ને તેમ થાય ત્યાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મત થયું ગણવું અને તેનાથી વાસનાક્ષય થાય છે. માટે નવીનચંદ્રજી, યોગમાંથી ભ્રષ્ટ થનારના ભોગ પણ કલ્યાણકારક છે એવો અલક્ષ્યલક્ષ્યનો એક સિદ્ધાંત છે. વિષય જેમ વિષયીને ખેંચે છે તેમ સદ્વસ્તુના પૂર્વાભ્યાસમાં પણ એવી શક્તિ છે કે સાધુઓ તેનાથી ખેંચાય છે. હિયતે હ્યવશો હિ સઃ ।। એક વૃક્ષ ઉપર ઈશ ને અનીશ ઉભય છે. ભોગી અનીશ અને સાક્ષી ઈશની એક દૃષ્ટિ થતાં ઈશ અનીશને આમ આકર્ષે છે અને સ્વસમાન કરે છે. એનું નામ ઈશ્વરની કૃપા. એનું નામ ઉભય પક્ષીની મિત્રતા. આગંતુક મિત્રનો સ્વર સાંભળી, અન્ન પર બેઠેલો મિત્ર જેમ આતુરતાથી અન્નનો ત્યાગ કરતો નથી પણ કોળિયા ત્વરાથી ભરી લે છે અને આવેલા મિત્રને મળવા દોડે છે તેમ જ સૂક્ષ્મ પ્રીતિના ભોગી અનીશ સાધુઓ ઈશને જોઈ ભોગને સૂક્ષ્મતર કરે છે. નવીનચંદ્રજી, તમને જે માર્ગ દર્શાવ્યો છે તે કલ્યાણકારક જ છે ને મધુરીની મધુર કલ્યાણી મતિ તેમાં તમને અપૂર્વ સાહાય્ય આપશે એમ સર્વ સાધુજનની શ્રદ્ધા છે નવીનચંદ્રજી, તમારી પ્રીતિ બાણની પેઠે ધનુષ્ય ઉપરથી છૂટી ચૂકી છે ને તેના પ્રતિરોધનો પ્રયત્ન મિથ્યાં દંભ છે. એ દંભરૂપ અભિમાનનો ત્યાગ કરી, કલ્યાણ આશય ધરી, પ્રાપ્ત પ્રવાહમાં પ્રવૃત્ત થાઓ, અને સર્વ જન જેનું મોદન કરે છે તે આશયને કલ્યાણરૂપ જ સમજો.’

વિગતમાનમદા મુદિતાશયાઃ

શરદુપોઢશશાડસમત્વિષઃ ।

પ્રકૃતસંવ્યવહારવિહારિળસ્‌

ત્વિહ સુખં વિહરન્તિ મહાધિયઃ ।।

સરસ્વતીચંદ્ર પોતાની દીક્ષામાં મળેલા શ્લોકના આ ઉપયોગથી ચમક્યો અને જિજ્ઞાસાથી પ્રેરાયો.

‘મૈયા ! આ શ્લોકમાંનો વ્યવહાર કીયો, ને આશય કીયો, અને શશાંકનું ઉપમેય શું ?’

ચંદ્રાવલી - ‘તાચુર્માસમાં જગતના પોષણને અર્થે વૃષ્ટિ કરવા વાદળાં આકાશમાં ઊભરાય છે ને ચંદ્રનું દીર્ધકાળ સુધી આચ્છાદન કરે છે તે પ્રમાણે મહાત્માઓનાં સ્થૂળ સૂક્ષ્મ શરીર પ્રથમ જાતે સુબદ્ધ સુપુષ્ટ થાય છે અને પછી જગતના કલ્યાણને અર્થે ક્રિયાવૃષ્ટિ કરે છે ત્યાં સુધી એ અલખના સ્ફુલિંગરૂપ એ મહાત્માઓ પ્રચ્છન્ન રહે છે અને તે પછી જ શરદઋતુના સકળ ચંદ્ર જેવા થાય છે. તેમની કૃપાનાં કાર્યનું અનુભવી જગત તેમના આશયને પુણ્ય ગણવા જેટલો વિશ્વાસ તે પછી જ રાખે છે અને તેમના આશય લોકમુદિત ત્યાર પછી જ ગણાય છે. જે જે સદ્ધસ્તુ એમની આસપાસના પ્રવાહમાં આવે છે તેની સાથે જ તેઓ શુદ્ધ ઉત્કૃષ્ટ વ્યવહાર રચે છે; તેમાં ન્યૂનતા રાખતા નથી અને ભાવિ અને અપરોક્ષ વ્યવહારની કામના રાખતા નથી. આ લખ વ્યવહારમાં પોતાના મુદિત આશયના પ્રેર્યા એ મહાત્માઓ લોકના કલ્યાણ ભણી પ્રવૃત્ત થાય છે. તમોગુણનું ફળ આલસ્ય છે;રજસનું ફળ સકામ પ્રવૃત્તિ છે, અને સત્ત્વનું ફળ આવી નિષ્કામ લોકોપકારક પ્રવૃત્તિ છે.’

સરસ્વતીચંદ્ર - ‘નિસ્ત્રેગુણ્યુના માર્ગ ઉપર જનારને તો નિષ્કામ પ્રવૃત્તિ પણ નિરર્થક.’

ચંદ્રાવલી - ‘અલખ પરમાત્મા સાથે અદ્વૈતનો અનુભવ કરનાર આત્માની જ સ્થિતિ નિસ્ત્રૈગુણ્ય છે; પણ જ્યાં સુધી કારણ શરીર શીર્ણ થયું નથી ત્યાં સુધી ત્રણે શરીર ત્રિગુણાત્મક છે. સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય ત્યારે જ વાસનાઓનો ક્ષય થાય છે અને કારણશરીર માત્ર લોકોપકારક સાત્ત્વિક વાસનારૂપ સ્ફુરે છે અને એ વાસનામાં વસતા મુદિત આશયની પ્રેરેલી પ્રવૃત્તિનું આસ્વાદન જગત કરી શકે છે.’

સરસ્વતીચંદ્ર - ‘આશય કેવો હોય છે ને એ પ્રવૃત્તિ કેવી થાય છે ? કોઈ પણ પ્રવૃત્તિમાં ન પડનારને કાંઈ હાનિ છે ?’

ચંદ્રાવલી - ‘વ્યષ્ટિ અથવા વ્યક્તિનું વાસનાબીજ અને કારણશરીર તેના સર્વ જન્નજન્માંતરમાં એકક જ રહે છે, મૃત્યુથી સ્થૂળ શરીરબદલાય છે, સૂક્ષ્મ શરીર વિકાસ પામે છે અને કારણશરીર પ્રથમ વિકાસ પામે છે અને સદ્વાસનાઓના ઉદય પછી હ્રાસ પામતું જાય છે. સૂક્ષ્મ શરીર અને કારણશરીર મૃત્યુથી નાશ પામતા નથી. સ્થૂળ શરીર બદલાય છે એટલે શૂન્ય થતું નથી પણ પંચભૂતરૂપ સ્વયોનિમાં પાછું ભળે છે ને સૂક્ષ્મ શરીરની આસપાસ નવું સ્થૂળ શરીર વીંટાય તો વીંટાય. સંસારીઓમાં એમ મનાય છે કે મરે તે શૂન્ય થાય-તેનો નાશ થાય. નાશ કશાનો થતો નથી. વસ્તુમાત્ર સ્વયોનિમાં પરિપાક પામી આવિર્ભાવ પામે છે, રૂના તંતુ તણાઈને સૂત્ર થાય, સૂત્રસમુહ અન્ય પરિપાક પામી પટ થાય, પટ જીર્ણ થઈ ફાટી જાય, અને અંતે તિરોધાન પામે એટલે સ્વયોનિમાં ભળે. સ્થૂળ શરીર પણ એવી જ ગતિને પામે છે અને તેની ગતિ ગર્ભાધાનથી આરંભાઈ દેહદાહાદિકાળે સ્વયોનિમાં લીન થાય છે. વનસ્પતિના દેહ કેવળ સ્થૂળ છે. તેનાં બીજમાં તેમના સૂક્ષ્મ દેહ તિરોહિત રહે છે અને કૃષિકર્માદિને બળે એ બીજમાંથી અન્ય સ્થૂળ દેહને આવિર્ભાવ આપવાની શક્તિનું ધારણ કરે છે. પાશવયોનિમાં સૂક્ષ્મદેહ જાતે આવિર્ભાવ પામે છે, અને વૃક્ષાદિની પેઠે તેમનાં બીજમાં અંતર્હિત રહી સ્થૂળ કામાદિને અને સંતતિને ઉત્પન્ન કરે છે. એટલું જ નહિ પણ વનસ્પતિમાં જેમ સૂક્ષ્મ દેહ અંતર્હિત રહી સ્ફુરે છે તેમ પશુ આદીમાં વાસનાદેહ અંતર્હિત રહી સ્ફુરે છે અને આવિર્ભૂત સૂક્ષ્મ દેહના કોકડામાં વીંટાઈ મૃત્યુ પછી પુનર્જન્મ ધરે છે. મનુષ્યજાતિમાં આ ત્રણે દેહ સંપૂર્ણપણે આવિર્ભાવ પામે છે. સ્થૂલ દેહનાં એવસ્થાચક્રની ગતિ થી તેમ પોતાની શક્તિથી મનુષ્યનો સૂક્ષ્મ દેહ સૂક્ષ્મતર થાય છે અને કારણશરીર પોષાય છે. સ્થૂળ શરીરમાંથી આવિર્ભાવ પામેલું-નીકળેલું-સૂક્ષ્મ શરીર પોતાના પૂર્વ સંસ્કારના સંગ્રહને સાથે રાખે છે. અન્ન બફાય અને તળાય તેમ અનેક સંસ્કારોના પરિપાકથી સૂક્ષ્મ શરીર, સિદ્ધાંત જેવું, સૂક્ષ્મતર અને સિદ્ધ થાય ત્યાં સુધી વાસનાશરીર વધ્યાં કરે છે. પણ સૂક્ષ્મ શરીરની સિદ્ધ દશા થતાં તૃપ્ત થતું વાસનાશરીર કૃષ્ણપક્ષના ચંદ્ર પેઠે હ્રાસ પામવા માંડે છે. એ શરીરનો હ્રાસ થવા માંડ્યો ત્યાં સૂક્ષ્મ શરીર આ ઉપાર્જિત કરેલી શક્તિની પ્રવૃત્તિ, આસપાસના સંસારના કલ્યાણને અર્થે સુપુષ્પના સુગંધ પેઠે, વિસ્તાર અને વિકાસ પામે યછે, ને એ વિસ્તાર અને વિકાસથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય છે, અને સંસારના કલ્યાણમાં ખેંચાતી વાસના, અહંતા મમતા છોડી, માન-મદ-ના અવચ્છેદથી મુક્ત થઈ, સમષ્ટિરૂપ સ્વયોનિમાં ભળે છે ને શાંત થાય છે. વાસનાશરીર શાંત થયું એટલે તેલ ખૂટ્યેદીવો ભભૂકીને શાંત થાય છે અને વાટ કોયલારૂપે પડી રહે છે તેમ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થઈ શાંત થાય છે અને સ્થૂળની દશા વાટના જેવી થાય છે. આવા પરિપાક વિના અતૃપ્ત વાસનાની શાંતિ જણાય તો તેને અલખવાદીઓ સૂક્ષ્મ શરીરનું પૂતનીકરણ અથવા પૂતીકરણ અને કારણશરીરની આત્મહત્યા કહે છે- કારણ એ ઉપમાનઉપમેયનાં સર્વ વિશેષણ સમાન જ છે અને તેમની સ્તુતિનિન્દાનાં નિદાન એક છે. છિન્ન અભ્ર પેઠે ઉભય લોકમાંથી ભ્રષ્ટ થવાની અર્જુનની જે શંકા વિશે મેં તમને કહ્યું તે છિન્નાભ્રતા આવા પૂતનીકરણાદિથી થાય છે. આવી છિન્નાભ્રતા પામેલો જીવ સૃષ્ટિને આરંભે જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી ફરી નીકળે છે ને ક્યાં જવાનો છે તે વાત અંધકાર જેવી થાય છે. તેને માટે જ શ્રુતિવાક્ય છે કે કેવળ વિદ્યાના બળથી વાસનાને નષ્ટ કરનાર આત્મઘાતી અંધતમ તિમિરમાં પ્રવેશ કરે છે. આવી શ્રુતિ છે અને માટે જ સ્થૂળ શરીર પોતાના વિપાકથી જ શીર્ણ થાય તે ધર્મ્ય છે, તેમ સૂક્ષ્મ અને કારણશરીર અસિદ્ધ દશામાં નહીં પણ સર્વતઃસંસિદ્ધ થઈ સર્વ કર્મવિપાકને અંતે જાતે જ સ્વયોનિમાં પ્રાપ્ત થાય તે જ આશય મુદિત છે. લક્ષ્યધર્મપ્રતિપાદિની શ્રુતિઓ તમે જાણી હશે તે સર્વ આ જ આશયને વ્યષ્ટિનો હિરણ્યમય કોશ ગણે છે.પુરુષમાં પુરુષ અતિરોહ પામે છે અને અમૃતત્વનો ઈશાન થાય છે તે આજ આશયથી. જીવનની સ્ફુલિંગસ્થિતિ મુદિત છે તે આજ આશયથી. અને સંપૂર્ણ અલખ પરાવરમાંથી જે લખ સંપૂર્ણતાનું આદાન કરતાં છતાં પણ અલખની સંપૂર્ણતા જ શેષ રહે છે તે લખ સંપૂર્ણતા પણ આ જ આશયની સિદ્ધિથી થાય છે. અસિદ્ધ દશામાં અધીર વૈરાગ્યને બળે એ આશયમાંથી નિવૃત્ત થવાથી શમ પ્રાપ્ત થતો નથી પણ તમોગુણ ઉજ્જાૃંભણ પામે છે. નવીનચંદ્રજી, શુદ્ધ શમ પામવાનો અધિકાર કેવા વિધિથી પ્રાપ્ત થાય છે તેમને કહી દીધું.’

સરસ્વતીચંદ્ર - ‘નિસ્ત્રૈગુળ્યૈ પથિ વિચરતાં કો વિધિઃકો નિષેધઃ એ વાક્યમાં તો વિધિ જ અવિહિત છે.’

ચંદ્રાવલી - ‘મુદિત આશયથી પ્રવાહપ્રવૃત્તિ પામનારને માટે જે વિધિ અને નિષેધ છે તે આશયમાં દાડમના ઠળિયા પેઠે સમાયેલા રહે છે. તે આશય જાતે સ્વતઃશુદ્ધ હોય છે. એ આશયની ગતિ નિસ્ત્રૈગુણ્ય માર્ગમાં જ છે. જાતે સ્વયંભૂ વિધિનિષેધરૂપ એ આશયના વિધિનિષેધ દર્શાવવામાં શ્રુતિ અનુચરકૃત્ય કરવા તત્પર છે અને શાસ્ત્ર અસમર્થ છે. એ આશયના વિધિનિષેધ પવનના પ્રવાહ પેઠે આત્મોત્થિત છે અને પવનથી કે ચંદ્રથી ઉત્થાન પામતા જલતરંગ જેવા પરબલાકૃષ્ટ થતા નથી માટે જ તેમને માટે વચન છે તેમનો કો વિધિઃ કો નિષેધઃ ।’

સરસ્વતીચંદ્ર - ‘એવા આશયમાંથી કયા અને કેટલા આશય અલખયોગીને પ્રવૃત્ત કરે છે?’

ચંદ્રાવલી - ‘મનુષ્ય પોતાના દેહના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનું કૃત્ય અવચ્છિન્ન હોય છે, કારણ દેહનાં સુખ અનન્ત થતાં નથી. પરમાત્મા દર્શનને માટે પ્રવૃત્ત થનારને માર્ગ આમરણાન્ત પહોંચે છે પણ તે માર્ગ જ્ઞાનીજનોએ શોધી દર્શાવેલા છે અને નેત્ર ઉઘાડે તેને જડે એવા છેે.

પરંતુ લોકકલ્યાણના માર્ગ લોકસંખ્યાના જેટલા અસંખ્ય છે; ભિન્ન-ભિન્ન અનેક સુધી-દુઃખી જનોની પ્રવૃત્તિઓ અને વાસનાઓ જેવા એ માર્ગ સર્વતોમુખ અને અનંત છે. નવીનચંદ્રજી ! એવા માર્ગ તમ જેવા ચતુર વિદ્વાન રસિક જ્ઞાની ઉદાત્ત હ્ય્દયોના મનોરથ જ જાણી દેખાડી શકે છે. દ્રવ્ય, અધિકાર આદિ શક્તિઓવાળામાં આ મનોરથ જાગે છે ત્યારે અદ્‌ભૂત રૂપ ધરે છે. એવા મનોરથ ધરનાર મહાશય મનની ઈયત્તાને ચંદ્રાવલી તો શું પણ સમર્થ ગુરુજી વિષ્ણુદાસ કે સ્મૃતિ કે શ્રુતિ કોઈ પણ તુલિત કરી શકે એમ નથી. તેમને તેમ તુલિત કરવાનું સાધન જ નથી.’

વાસરગમ્યમનૂરોરમ્બરમવની ચ વામનૈકપદા ।

જલધિરપિ પોતલડધ્યઃ સતાં મનઃ કેન તુલયામઃ।।

‘એનું કારણ એ જ કે મનુષ્યો પોતાને માટે મનોરથ બાંધે છે તેના કરતાં અનેકધા સંધાન પામેલા તેમને માટે સજ્જનોએ બાંધેલા મનોરથ વિભુ હોય છે.’

નાલ્પીયસિ નિબધ્નન્તિ પદમુન્નતચેત્તસઃ ।

યેષાં ભુવનલામેડપિ નિઃસીમાનો મનોરથાઃ ।।

એવા પરોપકારી સજ્જનોના મનોરથ કોનું કલ્યાણ કરવું, તે કેમ કરું, ક્યારે કરું, ઈત્યાદિ ચિંતાઓ રૂપ પાંખો ઉપર બેસી અપ્રતિહતપણે ફર્યા કરે છે.

સન્તોડપિ સન્તઃક્ક કિરન્તુ તેજઃ

ક્વ નુ જ્વલન્તુ ક્ક નનુ પ્રથન્તામ્‌ ।

વિધાય રુદ્ધા નનુ વેધસૈવ

બ્રહ્માળ્ડકોળે ધટદીપકલ્પાં ।।

પરોપકારના મનોરથના વિષય આવા સીમા વિનાના અને અસંખ્ય છે તેની મર્યાદા માત્ર પરોપકારી જનની અવસ્થા વડે વધે છે- ઘટે છે. જનક જેવા રાજા શુક જેવા મુનિનું તેમ ઈન્દ્રનું કલ્યાણ કરવા સમર્થ હતા ત્યારે ચંદ્રાવલી માત્ર રંક મધુરીનું કલ્યાણ કરવા આટલો પ્રયાસ કરી શકે છે ને વધારે કરવા તેની શક્તિ નથી. આ જ નવીનચંદ્રજી કોઈ ઉચ્ચપદ ઉપર હોય તો કેટલાનું કલ્યાણ કરી શકે ?

સરસ્વતીચંદ્રે નિઃશ્વાસ મૂક્યો.

ચંદ્રાવલી - ‘તમારી દશા બદલાશે તેમ ધનલોભીના લોભ પેઠે તમારા પરોપકારી મનોરથ બદલાશે.

પરીક્ષીળઃ કશ્વિત્સ્પૂહયતિયવાનાં પ્રસૃતયો

સ પશ્વાત્સંપૂર્ણા કલયતિ ધરિત્રીં તૃળસમામ્‌ ।

અતશ્વાનૈકાન્ત્યાગુરુલઘુતયાર્થેષુ ધનિનામ્‌

અવસ્થા વસ્તૂનિ પ્રથયતિ ચ સંકોચયતિ ચ ।।

પોતાની અવસ્થા પ્રમાણે પરોપકારીના મનોરથ નાનામોટા હોય છે. જેમ કે રંક ગાય જાતે કંઈ પરોપકાર કરવા અશક્ત છે પણ તેનું દોહન કરનારને આનંદથી અમૃત આપે છે અને દોહકની અનેકઘા કામધેનુ થાય છે. જતા આવતા સર્વ પથિકજન, કૃમિગણ, પક્ષીગણ આદિ ઉપર ઉપકાર કરી શકનાર વૃક્ષ છે-તે દોહનની અપેક્ષા રાખ્યા વિના સામીપ્યમાત્રથી જ ઉપકાર કરે છે. મૂળથી મુખ સુધીના પ્રદેશ ઉપર વસનાર તથા આવનાર સર્વ પ્રાણીને નદી ઉપકૃત કરે છે. પોતાની પાસે કોઈ ન આવે પણ પોતે જ ઉપકાર્યજનોના પ્રદેશના શિર ઉપર ચડી ઉપકાર કરતો જાય એ મેઘનું કૃત્ય નદીના કૃત્ય કરતાં વિશેષ છે. મેઘ તો વર્ષમાં ચાતુર્માસ જ વર્ષે પણ ચંદ્રના ઉપકાર તો બારે માસ છે. ચંદ્રના ઉપકાર કલાવાન્‌ વૃદ્ધિક્ષયના પાત્ર છે, પણ સૂર્યના ઉપકાર તો સર્વદા સમાન અમેય છે. મેઘ, ચંદ્ર ને સૂર્ય સ્વયુગે ઉપકાર કરનારનાં ઉત્તરોત્તર દૃષ્ટાંત છેે. નવીનચંદ્રજી ! એ સર્વ પરોપકારીઓના આશય તેમની અવસ્થા પ્રમાણે સંકોચવિકાસ પામે છે તેમાં અલખના યોગીઓને આશય સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.

છાયાવન્તો ગતવ્યાલાઃ સ્વારોહાઃ ફલદાયિનઃ ।

માર્ગદ્રુમા મહાન્તશ્વ પરેષામેવ ભૂતયે ।।

નવીનચંદ્રજી ! સંસારની સમૃદ્ધિથી શૂન્ય અને સંસારના વ્યવહારના અજ્ઞ પણ સદ્ધિધામાં, સદ્રસમાં અને સદ્‌ગતિમાં સમૃદ્ધ અને વ્યૂઢ એવા આ ગિરિરાજ ઉપરના સાધુસમાજના આશય, મહારાજ મણિરાજને જેવા પ્રિય છે તેવા, તેની રંક અજ્ઞ પ્રજાને પણ પ્રિય છે-પ્રિય છે તે એટલા માટે કે તેમાં તે સર્વને વિશ્વાસ છે. અથવા

વિષ્ળક્તપોવનકુમાર સમર્પ્યમાળ-

શ્યામાકતળ્ડુહતાં ચ પિપીલિકાનામ્‌ ।

શ્રેળીભિરાશ્રમપથાઃ પ્રથમાનચિત્ર-

પત્રાવલીવલયિનો મુદમાવહન્તિ ।।

નવીનચંદ્રજી ! જે આશ્રમમાં આમ કીડીઓને અન્ન આપી તૃપ્ત કરવાનો રમણીય મુદિત આશય પ્રવર્તે છે ત્યાં આવી આપ જેવા ચંદ્ર શું મારી ચકોરીને તૃપ્ત-શાંત-કરવાની ના પાડશો ?

સરસ્વતીચંદ્ર - ‘તેના આશય પણ ઉચ્ચ જ હશે’

ચંદ્રાવલી - ‘તે તો એક જ વાત ઝંખે છે ને તેને નિઃશ્વાસે નિઃશ્વાસે આપને વિષયે એક જ ઉદ્‌ગાર થાય છે કે

દહ્યમાનેન મનસા દૈવાદેવ વિહાય મામ્‌ ।

લોકોત્તેરળ સત્ત્વેન જગત્પુળ્યૈં સ જીવતિ ।।

નવીનચંદ્રજી ! તમને કહેવાનું સર્વ કહી ચૂકી છું. મારી વિજ્ઞપ્તિ સ્વીકારવી તે તમારા હાથમાં છે. જેવા તમે હ્ય્દયથી સાધુજન છો તેવી જ મધુરી છે. ઉભય હ્ય્દયમાં સાધુજનનાં રહસ્ય સ્ફુરે છે.

પ્રિયપ્રાયા વૃતિર્વિનયમધુરો વાચિ નિયમઃ

પ્રકૃત્યા કલ્યાળી મતિરનવગીતઃ પરિચયઃ ।

પુરો વા પશ્વાદ્વા તદિદમવિપર્યાસિતરસમ્‌

રહસ્યં સાધૂનામનુપધિ વિશુદ્ધ વિજયતે ।।

નવીનચંદ્રજી ! તમે આવા સાધુજન છો. સાધુજનના આશય સમજો છો, મધુરીનું દુઃખ આ હ્ય્દયથી જોવાતું નથી, હું પણ કંઈક વિરક્ત છું તે મારાં વ્રતનો ત્યાગ કરી એ મધુરીને માટે આપની પાસે આવી છું અને એને માટે કહો કે મારા પોતાના શમસુખને માટે કહો પણ આ સ્ત્રૈણ હ્ય્દયે માજીનું મંદિર મુકાવી મને તમારી પાસે આણી છે. સમસ્ત સાધુમંડળનું માન રાખીને, કે મધુરીની દયા કરીને, કે આ મારા હ્ય્દયના ઉદ્‌ગાર સત્ય માનીને, કે આપની ઉદાર દક્ષ બુદ્ધિની પ્રેરણાથી, મારી રંક વિજ્ઞપ્તિ સ્વીકારો. વધારે કહેવાની મારામાં શક્તિ નથી. સત્યનો બલવત્તર બોધ કરવા જેટલું મારામાં જ્ઞાન નથી, ધર્મનું શુદ્ધતર તારતમ્ય કાઢવાની મારામાં બુદ્ધિ નથી, રસરહસ્ય વધારે પ્રદીપ્ત કરવાનો આ હ્ય્દયનો અભ્યાસ ઘણા કાળના વૈરાગ્યથી કટાઈ ગયો છે, અને મારા હ્ય્દયને ને મારી પ્રવૃત્તિને આશ્રય આપી શકનાર વિહારપુરી આપનું અનુચરત્વ કરે છે તે આપની પાસે આવા વિષયમાં પ્રવૃત્ત થાય એવું ઈચ્છવાનો મને અધિકાર નથી. નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઊભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતાં શરમાતી નથી.’

આટલું બોલતાોલતાં ચંદ્રાવલી ગળગળી થઈ ગઈ. તેના નેત્રમાં આંસુ ભરાયાં. દાંત ભીડી, ઊંચે શ્વાસે, ઊંચી આંખે, હાથ જોડી તે ઊભી રહી. અનેક વિચારો અને વૃત્તિઓથી અમુઝાતો સરસ્વતીચંદ્ર પળવાર વિચારમાં પડી ઉત્તર શોધવા લાગ્યો. ત્યાં ચંદ્રાવલીના હ્ય્દયનો ઉત્કંપ સ્પષ્ટ દેખાયો, ભરાયેલાં આંસુ ગરવા લાગ્યાં, ઓઠ ઊઘડવા લાગ્યા.

‘સાધુજન ! વિહારપુરી વિના બીજા કોઈ પુરુષનાં સામું આ આંખોએ આજ સુધી ઊંચે જોયું નથી તે તમારા મુખચંદ્રની મધુર દયાદ્રતાનો પ્રકાશ જોતી ઊભી છું. મને શી આજ્ઞા છે ?

સરસ્વતીચંદ્ર હજી વિચારમાં જ હતો. એનાં નેત્ર એનાં હ્ય્દય સામે વળ્યાં હતાં.

‘સાધુજન, શી આજ્ઞા છે ?’ફરી ચંદ્રાવલીએ પૂછ્યું.’

સરસ્વતીચંદ્ર ચમકી ઊઠ્યો હોય તેમ એણે અચિંત્યું ઊંચું જોયું. નીચેથી ઊંચું જોયું તેટલામાં એની આંખમાં આંસુ આવી પણ ગયાં, ને સુકાઈ પણ ગયાં અતિ નમ્ર વદનકાન્તિ કરી, હાથ જોડી તે બોલ્યોં

‘મૈયા ! મને પુત્ર જાણ્યો ને પુત્રના ઉપર જે ક્ષમા, વત્સલતા અને ઉદાર ચિંતાવૃત્તિ માતા રાખે તેવી આપે મારા ઉપર રાખી. માતાજી, આપની આજ્ઞા તોડવાને મને અધિકાર નથી. શુદ્ધિ અને બુદ્ધિનો સમાગમ યોજી જે સૂક્ષ્મ ભેદવાળી યોજના આપે આટલી આટલી દીર્ધ દૃષ્ટિથી રચી છે તેને હું અનુકૂળ થઈશ, અને મધુરીને આપ મારી કહો છો તેનું અભિજ્ઞાન થશે તો તેના કલ્યાણનો માર્ગ તેને દર્શાવીશ.

‘ને તમારા કલ્યાણનો માર્ગ તે તમને દર્શાવે તે તે પણ તમે જોશો’ચંદ્રાવલીએ કંઈક અટકતાં કહ્યું.’

‘ઉભયના વિચાર ને વૃત્તિનો સમાગમ દૈવ કરાવશે તેવો કરીશ.’ સરસ્વતીચંદ્ર બોલ્યો.

‘સાધુજન, તમારું કલ્યાણ થજો. હું તમારી પવિત્ર સેવામાં કોઈ રીતે કામ લાગું એવું કંઈ કહેવાનું બાકી છે ?’

સરસ્વતીચંદ્ર - ‘મારે કોઈને કંઈ પણ આ વિષયમાં કહેવાનું થશે તો તે આપને જ કહેવાનું થશે.’

આશ્વાસસ્નેહભક્તિનાં ત્વમેવાલમ્બંન મહત્‌ ।

પ્રકૃષ્ટસ્યેવ ધર્મસ્ય પ્રસાદો મૂર્તિસચ્ચરઃ ।।

આપે મને પ્રકૃષ્ટ ધર્મનું તારતમ્ય સૂક્ષ્મભેદ કરી શીખવ્યું છે. આ જ સુધી મારી બુદ્ધિ અસંતુષ્ટ રહેતી અને હ્ય્દય તપ્ત રહેતું તેને આપે અતિ વત્સલતાથી તૃપ્તિઅને શાંતિના માર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. જે વસ્તુ હું ગુરુજીને પૂછી શકત નહીં અને જે મને કહેવામાં વિહારપુરીજી સંકોચ પામત તે વસ્તુનુંમ આપે મને જ્ઞાન આપ્યું છે. અને અંતે જે અનાથ હ્ય્દયનો મેં વિનાકારણ ક્ષોભ કરેલો છે તેને શાંતિ આપવામાં આપનું જ સાહાય્ય છે એ મારાં સર્વ કલ્યાણ કરતાં ગુરુતર કલ્યાણ કર્યું છે. આપે મને અને મારા આશ્વાસ્ય જનને પરમ આશાવાસન આપ્યું છે. આપના હ્ય્દયમાં ઉભય ઉપર ગુરુપ્રીતિ સ્ફૂરે છે અને આપનાં સુપ્રસિદ્ધ વ્રત છોડાવી આ પ્રતિકૂળ પ્રવૃત્તિમાં આપને પ્રેરે છે. પરમ અલક્ષ્ય અને તેની લક્ષ્ય વિભૂતિ ઉભયની આ આપ ભક્તિસાધના કરો છો. આપ આથી સૂક્ષ્મ ધર્મના પ્રસાદરૂપ ભાસો છો તેવાં જ સૂક્ષ્મતમ રસના પ્રસાદરૂપ છો.

પ્રીતિવૈરાગ્યવિધાનાં ત્વમેવાલમ્બનં મહત્‌ ।

પ્રકૃ।્‌ટસ્ય રસસ્યેવ પ્રસાદો મૂર્તિસજ્જરઃ ।।

પ્રીતિ, વૈરાગ્ય અને વિદ્યા- એ ત્રિપૂટીના અપૂર્વ સમાગમથી ઊભરાતો રસ જગતમાં સંપૂર્ણપણે જોવામાં આવતો નથી. જગતના મોટા ભાગને તો તેની કલ્પના પણ નથી. મૈયા, આવી સદ્ધસ્તુઓની સંપત્તિના સમાગમનું સ્થાન આપનામાં હોવાથી એ સંપત્તિને બળે અપૂર્વ રસનો પ્રકર્ષ અને પ્રસાદ આપે આજ મને પ્રત્યક્ષ કરાવ્યો છે. ધર્મ અને રસનાં એવાં રૂપનો એકત્ર સમાગમ આપે આપનામાં મને પ્રત્યક્ષ કરાવ્યો છે. તે જ મારા ઉપર આજ સુધી કોઈએ ન કરેલી કૃપા કરી છે તેના બદલામાં હું શું કરી શકું ?

ચંદ્રાવલી - ‘નવીનચંદ્રજી ! આત્મશ્લાઘા સાંભળવાનું એક કાળે મારે આવશ્યક હતું. હવે તે આવશ્યક નથી. મારા સ્વભાવને તે અનુકૂળ નથી. પણ તમારા જેવા સાધુજનના ઉદ્‌ગાર હ્ય્દયમાંથી જ નીકળે છે અને એવાં હ્ય્દયની પ્રસન્નતાં હું નિમિત્ત થાઉ એટલું ફળ મને ઈષ્ટ છે. પણ હવે તેનો વધારે લોભ તે અતિલોભ થાય. વળી આપણા આ સમાગમનું પ્રયોજન કૃપા કરી તમે સફળ કર્યું છે તે જ બદલાથી મને સંતોષ થયો છે. હવે તો પ્રવૃત્તિમાં પડવા તમે સ્વીકાર્યું છે તે પ્રવૃત્તિમાં તમારી ઉદારતા અને દક્ષતા સફળ થાવ અને મધુરીના અને તમારા પવિત્ર આશય સિદ્ધ થાવ એ આશીર્વાદ છે.’

સરસ્વતીચંદ્ર - ‘મારા હ્ય્દયમાં આજ સુધી કોઈક બલવાન અંધકાર વ્યાપ્ત રહ્યો હતો તેમાંથી મને મુક્ત કરનાર ૫૪ ઉષાદેવી તે આપ છો.હું આપની સ્તુતિ કરતો નથી, પણ કાલ જે જોયું અને સાંભળ્યું તેનો આજ અનુભવ થયો તે આપના જ પ્રકાશથી થયો છે. આજ હું અંધકારથી મુક્ત થયો તે જ આપના આશીર્વાદની સિદ્ધિ.’

ગઈ કાલ વિષ્ણુદાસ નિરીક્ષા કરવા નીકળ્યા હતા ને ચંદ્રાવલી ઊભી દીઠી ત્યાં સર્વ બાવાઓએ અલખગર્જના કરી હતી. યદુનંદનનો જય પોકાર્યો હતો અને ચંદ્રાવલીનો જય પણ પોકાર્યો હતો. વિષ્ણુદાસજી પોતે ચંદ્રાવલી પાસે ગયા હતા અને તેનું કુશળ પૂછી, રાસલીલા જોવા જવા આજ્ઞા કરી, બેટની અને માતાના મંદિરની અને નૈવેધાદિની અવસ્થા પૂછી લીધી હતી. રાસલીલા પ્રસંગે વિષ્ણુદાસજી ન હતા પણ વિહારપુરીએ સાધુજનોને રાસરહસ્યનો ઉપદેશ સમજાવ્યો હતો. એ ઉપદેશ થઈ રહેતાં સુધી ચંદ્રાવલી એક ચિત્તથી શ્રવણ અને ધ્યાન ધરી ઊભી હતી અને સાધુઓના આગ્રહથી તે સર્વ સ્ત્રીપુરુષોમાં અગ્રભાગે વિહારપુરી સામી જ ઊભી હતી. ઉપદેશ કરી રહી વિહારપુરીએ સર્વ સાધુઓને આશીર્વાદ દીધા અને પ્રણામ કર્યા તે પ્રસંગે ચંદ્રાવલીને પણ પ્રણામ કર્યા, અને સ્ત્રીપુરુષ સર્વ સાધુઓએ તે ક્ષણે આનંદ અને ઉત્સાહથી ચંદ્રાવલીમૈયાનો અલખ જગાવ્યો ને જય પોકાર્યો. આ સર્વ ચિત્ર સરસ્વતીચંદ્રે વિસ્મયથી પ્રત્યક્ષ કર્યું હતું પણ એ ચિત્રનું માહાત્મ્ય તેના હ્ય્દયમાં આજ સમજાયું અને સાધુજનોના એવા પક્ષપાતના આ ઉત્તર પાત્રને ચરણે પડવા અત્યારે તેનું નમ્ર દીન થયેલું હ્ય્દય તત્પર થયું. ચંદ્રાવલીએ હવે પોતે જવાની આજ્ઞા માગી તેના ઉત્તરમાં એ આ સ્ત્રીને માટેના પૂજ્યભાવનો અનુભવી બની બોલ્યો :

‘મૈયા ! આપના હ્ય્દયના અમૃતોદ્‌ગારથી હું એવો તૃપ્ત નથી થયો કે હવે તેની તૃષા નથી એમ હું કહું. પણ જે કૃપા આપે જીવ ઉપર કરી છે તેની મર્યાદા કેટલી રાખવી એ આપના પોતાના અધિકારની વાત છે. હું તો માત્ર હવે આપને વંદન કરવામાં જ મારું કલ્યાણ માનું છું. વસિષ્ઠ જેવા વિહારપુરીજીનાં અરુંધતી જેવાં ચંદ્રાવલી-એમના સમાગમનો અધિકારી હું આજ થયો અને ઉષાદેવી પેઠે આપે મારો અંધકાર નષ્ટ કર્યો તો મારે કહેવાનું એટલુંજ બાકી રહે છે કે’

યયા પૂતંમન્યો નિધિરપિ પવિત્રસ્ય મહસઃ

પતિસ્તે સાધૂનામપિ ખલુ ગુરુળાં ગુરુતમઃ ।

ત્રિલોકીમાડલ્યામવનિતલલોલેન શિરસા

જગદ્વન્ધાં દેવીમુષસમિવ વન્દે ભગવતીમ્‌ ।।

સરસ્વતીચંદ્રે ચંદ્રવલીને ચરણે પડવાનું કર્યું ત્યાં એ સાધાવીના પરપુરુષસપર્શના ત્યાગી કરકમલે આ પુરુષના શરીરને પોતાને ચરણે પડતાં અટકાવ્યું અને એ ઊભો થતાં એ બોલી,

‘નવીનચંદ્રજી, આ ગિરિરાજના યોગીઓ આવા પ્રણામ યદુન્દનને જ કરે છે. ગુરુજી પણ એવા પ્રણામ પોતાને થવા દેતા નથી. તો હું તો કોણ માત્ર ? સર્વથા હવે કાલાતિપાત થાય છે માટે તમે હવે તમારા પુણ્ય વિચાર કરો અને હું જાઉં છું.’

ચંદ્રાવલી ગઈ. સરસ્વતીચંદ્ર તેની પૂઠ પાછળ દૃષ્ટિ નાંખી રહ્યો. એ દૃષ્ટિમાં એનું ધ્યાન હતુ એટલામાં એનું મુખ બોલવા લાગ્યું :

‘્‌રી િીટ્ઠર્જહ કૈદ્બિ, ંરી ીંદ્બીટ્ઠિીં ુૈઙ્મઙ્મ,

ઈહઙ્ઘેટ્ઠિહષ્ઠીજ, ર્કિીજૈખ્તરં, જિંીહખ્તંર, ટ્ઠહઙ્ઘ જૌઙ્મઙ્મ;

છ ીકિીષ્ઠંર્ ુદ્બટ્ઠહ, ર્હહ્વઙ્મઅ ઙ્મટ્ઠહહ’ઙ્ઘ.

ર્‌ ુટ્ઠહિ, ર્ં ર્ષ્ઠદ્બર્કિં ટ્ઠહઙ્ઘ, ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘ.

એના મનમાં ભાષા હ્ય્દય પામી.

‘સુંદરગિરિ !કેવા સુંદર મનુષ્યોને તું આશ્રય આપે છે ! ચંદ્રાવલી ! જે કાળે તમારા જેવી આર્યાઓ અને નિમ્નદેશમાં પ્રકાશતી હશે, જે કાળે વિદ્યા, રસ અને પવિત્રતાના સંગમનાં તીર્થ આ દેશને ઉચ્ચદશાના અનુભવ કરાવતાં હશે, આજની અશિક્ષિત સૌભાગ્યદેવીની પ્રેમાસ્પદ શુદ્ધ સુંદરતા આવી સૂક્ષ્મ શરીરની સમૃદ્ધિઓ સાથે ગંગાયમુના જેવો સંગમ પામતી હશે-તે કાળ ગયો જ ! આર્યદેશ અધોગતિને પામ્યો તે તેથી જ.

ચંદ્રાવલીમૈયા ! મારી દીક્ષાના મંત્રનું રહસ્ય તમે વળી જુદું જ સમજાવ્યું !’

‘જીરી રટ્ઠજ જર્રુહ દ્બી ંરી ીર્દૃઙ્મેર્ૈંહર્ ક ંરી ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મ ર્જેઙ્મ કર્િદ્બ ૈંજ કૈજિં કઙ્મટ્ઠજર ર્ં ૈંજ ર્ખ્તટ્ઠઙ્મ ! છહઙ્ઘ જરી ષ્ઠરટ્ઠઙ્મઙ્મીહખ્તીજ દ્બી ર્ં દૃીિૈકઅ ૈંજ િંેંર હ્વઅ ંરી ટ્ઠિષ્ઠૈંષ્ઠીર્ ક ર્રૂખ્તટ્ઠ ! છહઙ્ઘ ૈક ુી હ્વીઙ્મૈીદૃી ૈહ ઉીજીંદ્બ જષ્ઠૈીહષ્ઠી ેર્હ દ્બીિી કટ્ઠૈંર,ર્ હ ંરી ખ્તર્િેહઙ્ઘ ંરટ્ઠં ૈં ૈજર્ ીહ ર્ં દૃીિૈકૈષ્ઠટ્ઠર્ૈંહ ૈક ુી ુટ્ઠહં, દૃટ્ઠહ ૈં િીકેજી ર્જદ્બી જૈદ્બૈઙ્મટ્ઠિ િીષ્ઠીર્ૈંહ ર્ં ર્જ ર્િેઙ્ઘ ટ્ઠ ર્િઙ્ઘેષ્ઠર્ૈંહર્ ક દ્બઅર્ ુહ ર્ષ્ઠેહિંઅદ્બીહ ? છહઙ્ઘ જરી રટ્ઠજ જર્રુહ દ્બી ંરી ઙ્મટ્ઠષ્ઠીર્ ક ર્ઙ્મદૃી ૈહ ંરી ીર્ષ્ઠર્હદ્બઅર્ ક હટ્ઠેંિી. જીરી રટ્ઠજ જર્રુહ દ્બી ર્રુ ‘ઙ્મૈકી ૈજ િીટ્ઠઙ્મ-ઙ્મૈકી ૈજ ીટ્ઠહિીજં !’ જીરી રટ્ઠજ ષ્ઠટ્ઠિિૈીઙ્ઘ દ્બી ંરર્િેખ્તર ંરી ંટ્ઠિહદ્બૈખ્તટ્ઠિર્ૈંહ જષ્ઠરીદ્બી ૈહ ટ્ઠ ર્હદૃીઙ્મ હ્વેં ંટ્ઠહખ્તૈહ્વઙ્મી ુટ્ઠઅ. છહઙ્ઘ જરી રટ્ઠજ ર્ઙ્ઘહી ૈં ટ્ઠઙ્મઙ્મ ર્ં ર્ષ્ઠહર્જઙ્મી ટ્ઠહઙ્ઘ જુીીીંહ ટ્ઠ જુીીં ઙ્મૈકી ઙ્મૈાી દ્બઅ દ્ભેદ્બેઙ્ઘ’જ ટ્ઠહઙ્ઘ ર્ં જીંંઙ્મી ૈહર્ં ર્જદ્બી િીટ્ઠઙ્મૈજૈંષ્ઠ ટ્ઠિષ્ઠૈંષ્ઠટ્ઠઙ્મ ર્કદ્બિ ટ્ઠ ઙ્ઘિીટ્ઠદ્બઅ દૃટ્ઠખ્તટ્ઠર્હ્વહઙ્ઘ ઙ્મૈાી દ્બઅજીઙ્મક ! -સ્અ ોદ્બેઙ્ઘ !-છર ! ૈં કીીઙ્મ કૈિીઙ્ઘ હ્વઅ ંરી હટ્ઠદ્બી !’

‘હા ! કુમુદ -કુમુદસુંદરી ! ચંદ્રાવલીમૈયાની આ સર્વ કૃપા તારે માટે. મારા પ્રાયશ્ચિતનો અવધિ સમીપમાં દેખાય છે. પણ.....પણ.....’

આકાશમાં વનલીલાનો સ્વર સંભળાયો :

‘અજબ સલૂણી સખી મૃગનયની તું !

તેં મોહન વશ કીધો રે !’

સરસ્વતીચંદ્ર ચમક્યો. બુદ્ધિધનનાં ઘરમાં કુમુદસુંદરી સાથે ગાળેલી ઘડી સાંભરી ને શરીર કંપવા લાગ્યું.

‘સ્થૂળ શરીરનો વિશ્વાસ શો ? ચંદ્રાવલીનો અભિપ્રાય અંગ્રેજ કવિના જેવો લાગે છે.

‘્‌રી જટ્ઠદ્બી ર્ઙ્મદૃી ંરટ્ઠં ીંદ્બંજ ેજ ૈહર્ં જૈહ,

ૈંક ૈં હ્વી િંેી ર્ઙ્મદૃી,ર્ ુિાજર્ ેં ૈંજ િીઙ્ઘીદ્બર્ૈંહ !’

જે ધૈર્ય તે કાળે રક્ષણ કર્યું તે આજ સહાયભૂત નહીં થાય ? તે કાળે અવસર સૂક્ષ્મ હતો, પરગૃહમાં પ્રતિષ્ઠાને ભય હતો અને અન્ય ભય હતો- આ સ્થાને સાધુજનો એવા સર્વ ભયને નષ્ટ કરે છે- ત્યાં તો ધર્મનો જ આ ભય ! એ ભયને પણ ચંદ્રાવલી લેખતાં નથી; તેમને મન તો હું જ કુમુદનો પતિ છું અને પ્રમાદ જાર છે.’

‘સ્અ ટ્ઠજર્જષ્ઠૈટ્ઠર્ૈંહજ ષ્ઠટ્ઠહર્હં ટ્ઠષ્ઠષ્ઠીં ંરૈજ િીટ્ઠર્જહૈહખ્ત, ીદૃીહ ંર્રેખ્તર ીંરૈષ્ઠટ્ઠઙ્મઙ્મઅ ંરી ઙ્મટ્ઠઙ્ઘઅ રટ્ઠજ ટ્ઠહ ેહટ્ઠહઙ્ઘુીટ્ઠિહ્વઙ્મી ષ્ઠટ્ઠજી ર્કિ િંેંર ૈહ ંરી ટ્ઠખ્તિેદ્બીહં ંરટ્ઠં ટ્ઠઙ્મઙ્મ ૐૈહઙ્ઘે દ્બટ્ઠિિૈટ્ઠખ્તીજ ટ્ઠિી હેઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ર્દૃૈઙ્ઘ ! ્‌રી ઙ્મટ્ઠુ, ર્રુીદૃીિ, ૈજ ર્હં ુૈંર રીિ. ્‌રી ર્ષ્ઠહજિંેષ્ઠર્ૈંહર્ કર્ ેિ દૃટ્ઠજં ર્જીષ્ઠૈીંઅ ટ્ઠહઙ્ઘ ંરી રટ્ઠઙ્ઘિ કટ્ઠષ્ઠંજર્ ક ઙ્મૈકી ૈહ ૈં, દ્બટ્ઠાી ૈંર્ હઙ્મઅ દૃટ્ઠજંઙ્મઅ ટ્ઠહઙ્ઘ ીટિંીદ્બીઙ્મઅ ીિૈર્ઙ્મેજ ર્ં ટ્ઠઙ્ઘદ્બૈં રીિ ટ્ઠખ્તિેદ્બીહં ૈહ ટ્ઠિષ્ઠૈંષ્ઠી ! છઙ્મટ્ઠજ, ંરટ્ઠં ુરટ્ઠં જીીદ્બજ ર્જ ર્જેહઙ્ઘ ર્ં ેહિીદ્ઘેઙ્ઘૈષ્ઠીઙ્ઘ િીટ્ઠર્જહૈહખ્ત ટ્ઠહઙ્ઘ ંરી ેહટ્ઠિૈંકૈષ્ઠૈટ્ઠઙ્મ હ્વેં ટ્ઠિૈંજૈંષ્ઠ ર્ષ્ઠહજષ્ઠૈીહષ્ઠીર્ ક િીકૈહીઙ્ઘ હટ્ઠેંટ્ઠિઙ્મ ૈહજૈંહષ્ઠંજ, જર્રેઙ્મઙ્ઘ રટ્ઠદૃી ર્જ ર્ંંટ્ઠઙ્મઙ્મઅ ર્ઙ્મજં ૈંજર્ હષ્ઠી જેહ્વઙ્મૈદ્બી ટ્ઠહઙ્ઘ ટ્ઠેખ્તેજં ર્જૈર્ૈંહ કર્િદ્બ ંરી ીંરૈષ્ઠટ્ઠઙ્મ ટ્ઠહંર્રીદ્બર્ કર્ ેિ ર્દ્બઙ્ઘીહિ ૐૈહઙ્ઘેૈજદ્બ ! મ્ઙ્મીજજીઙ્ઘ હ્વી ંરીજી કીુ જટ્ઠષ્ઠિીઙ્ઘ િીદ્બહટ્ઠહંજર્ ક ંર્રજી ઙ્ઘટ્ઠઅજર્ ક ંરી જૈિૈેંટ્ઠઙ્મ ઙ્મૈખ્તરં ટ્ઠહઙ્ઘ ેિૈંઅર્ ક દ્બઅ ર્ષ્ઠેહિંઅ !’

‘હું પતિ કે પ્રમાદ પતિ એ પ્રશ્ન પ્રમાદના મરણથી શાંત થાય છે. સાધુલોકના શાસ્ત્રથી કે પાશ્વાત શાસ્ત્રથી કે રાજકીય ન્યાયશાસ્ત્રની કુમુદનું પાણિગ્રહણ અધર્મ્ય નથી. પણ મને તેની વાસના નથી. કુમુદસુંદરીની અત્યાર સુધીની રમણીય પવિત્ર ચિત્તવૃત્તિના ચિત્રમાં આ પાણિગ્રહણથી કલંક બેસે તે તો દુઃસહ જ. સર્વથા સ્થૂળ શરીરને દૂર રાખી સૂક્ષ્મ શરીરનો જ સમાગમ રચવો, અને કુમુદસુંદરી પરિવ્રાજિકામઠમાં અથવા ચંદ્રાવલી પાસે આયુષ્ય ગાળે, એ ચિત્ર જ રમ્ય છે.’

‘પણ...આ...વિચાર કરવાનો મને શો અધિકાર છે ? મેં તો તેનો અપરાધ સંપૂર્ણ કર્યો. એ અપરાધ ધોઈ નાખવાનો માર્ગ માત્ર એટલો જ કે એ અપરાધનું બલિદાન થયેલી શરીરિણીને જે માર્ગે શાન્તિ મળે તે માર્ગે આપવી. એ માર્ગ રમણીય છે કે નહીં, ધર્મ્ય છે કે નહીં, એ વિચારનો અધિકાર મને નથી-તેને છે. અથવા અલખ કામતંત્ર પ્રમાણે તો આ વિચારનો અધિકાર કુમુદને સોંપી મારે તટસ્થ રહેવું એ પણ ધર્મ્ય નથી. એ તંત્ર પ્રમાણે તો એ દુઃખી હ્ય્દયનું પરિશીલન કરી, તેની અનેક ગુફાઓમાં ગુપ્ત રહેવા મર્મ શોધી, એ શોધથી જે માર્ગ જડે તે લેવો એ જ મારો ધર્મ છે. અર્જુનનું રક્ષણ કરવા શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞાનો ત્યાગ કરી ચક્ર લીધું હતું તે જ રીતે સંસારના ધર્મની અવગણના કરવાથી એ અનાથ હ્ય્દયનો ઉદ્ધાર થાય એમ હોય તો તે કરવો એ મારો ધર્મ !’

‘અતિ તીવ્ર ધર્મ ! શું તું કુમુદને સંસારમાં નાખવા મને પ્રેરશે ? શું તેનો પુનર્વિવાહિત કરાવવા તું મને આગળ કરશે ? અથવા બુદ્ધિધન અને સૌભાગ્યદેવી જેવાંની વત્સલતાની ભોગિની શું એવાં હ્ય્દયની પ્રીતિ ભૂલી જશે ? અથવા-તે ગમે તેમ હો ! પ્રમાદ ગમે તેવો હો ! પણ ના મરણના ત્રાસકારક સમાચાર એને મોઢે કહેનાર હું જ થઈશ ? એ સમાચારથી એને દુઃખ નહીં થાય ? કેવું દુઃખ થશે ? તે મારાથી કેમ જોવાશે ? દુષ્ટ હ્ય્દય ! એ જોવાનું કે ન જોવાનું-તે વિચારવાનો તને શો અધિકાર છે ? સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! સુંદરગિરિના વિચિત્ર માર્ગ તને શા શા ધર્મ નહીં દેખાડે ?’

અથવા-રહો-હું એ દુઃખ ખમવાને પણ આ સમાચાર કુમુદસુંદરીનું સંભળાવું-તો-તો-અંતે કદાચિત્‌ એ દુઃખ ભૂલે અને સ્થૂળ વિવાહ ઈચ્છવાના લોભમાં પડે....અથવા...પતિમૃત્યુથી પોતાને સ્વતંત્ર થયેલી માની....વિવાહના લોભ જેટલું ધૈર્ય પણ ન રાખે...તો તે અધોગતિ નહીં ?...તે કાળે મારું મનોબળ શું ?મારો અધિકાર શો ? મારો ધર્મ શો ? તે વિચારવાની તે કાળે મારી શક્તિ શી?! અથવા મધુરી કુમુદસુંદરીને ઠેકાણે બીજી કોઈ સ્ત્રી નીકળી અને તે છતાં મોહમાં પડી મારે કહેવું પડે કે

ઈદમુપનતમેવં રુપમકિસષ્ટકન્તિ

પ્રથમપરિગૃહિતં સ્યાન્નવેત્સવ્યવસ્યન્‌ ।

ભ્રમર ઈવ નિશાન્તે કુન્દમન્તસ્તુષારં

ન ખલુ સપદિ ભોક્તું નૈવ શન્કોમિ હાતુમ્‌ ।।

‘તો મારે શું કરવું ?’

‘પ્રમાદના સમાચાર તો નહીં જ કહું. તે સમાચાર તેણે નથી જાણ્યા ત્યાં સુધી એ પતિવ્રતા પોતાના મન ઉપર અંકુશ રાખશે. તે સમાચાર ન જાણવા છતાં પણ એનું મન ચલિત થશે તો...તો....હું તો સમાચાર જાણું છું ને જે પ્રવૃત્તિ બીજી રીતે બાધશૂન્ય છે ને કરેલા અપરાધને ધોવાને માટે ધર્મરૂપ છે તેમાં વશે કે કવશે પડવું એ જ પ્રાયશ્ચિત સમાચાર તો હું નહીં જ કહું.’

‘ર્દ્ગ, ્‌રટ્ઠં જરટ્ઠઙ્મઙ્મ ર્હં હ્વી, ટ્ઠહઙ્ઘ ંરટ્ઠં ર્કિ ંરી જૈદ્બઙ્મી િીટ્ઠર્જહ ંરટ્ઠં ૈં ષ્ઠટ્ઠહર્હં હ્વીટ્ઠિ ર્ં જીી ંરઅ ર્જેઙ્મ ૈહ ટ્ઠહખ્તેૈજર. જીુીીં ટ્ઠહખ્તીઙ્મ ટ્ઠં દ્બઅ રીઙ્મદ્બ ! ૈં જરટ્ઠઙ્મઙ્મ હીૈંરીિ ષ્ઠિેજર ંરીી ુૈંર હીુજ ુરૈષ્ઠર ષ્ઠટ્ઠહર્ હઙ્મઅ દ્બટ્ઠાી ંરીી ુિૈંરી, ર્હિ ૈહજેઙ્મં ંરીી ુૈંર ૈઙ્ઘઙ્મી ર્ષ્ઠહષ્ઠીર્ૈંહજર્ ક ુરટ્ઠં ંર્રે ટ્ઠિં ર્હં-હ્વેં જરટ્ઠઙ્મઙ્મ જીી ંરીી ટ્ઠજ ર્જકં ટ્ઠહઙ્ઘ જુીીં ટ્ઠહઙ્ઘ ેિી ટ્ઠજ ંર્રે ટ્ઠઙ્મુટ્ઠઅજ રટ્ઠજં હ્વીીહ. છહઙ્ઘ ૈક દ્બઅ ર્ઙ્મદૃી હ્વીઙ્મૈીદૃીજ ંરીી ર્ં હ્વી ંરટ્ઠં, ુરટ્ઠં કીટ્ઠિ ષ્ઠટ્ઠહ દ્બઅ રીટ્ઠિં રટ્ઠર્હ્વિેં કર્િદ્બ ંરીી ટ્ઠહઙ્ઘ ંરઅ ર્જેઙ્મ ? છર ! ઉરૈંરીિ ટ્ઠદ્બ ૈં ઙ્ઘિૈકૈંહખ્ત ? જીુીીં દ્ભેદ્બેઙ્ઘ !

સ્અ ર્જેઙ્મ ૈજ ટ્ઠહ ીહષ્ઠરટ્ઠહીંઙ્ઘ ર્હ્વટ્ઠં

્‌રટ્ઠં, ઙ્મૈાી ટ્ઠ જઙ્મીીૈહખ્ત જુટ્ઠહ, ર્ઙ્ઘંર કર્ઙ્મટ્ઠં

ેંર્હ ંરી જૈઙ્મદૃીિ ુટ્ઠદૃીજર્ ક ંરઅ જુીીં જૈહખ્તૈહખ્ત,

છહઙ્ઘ ંરૈહી ર્ઙ્ઘંર ઙ્મૈાી ટ્ઠહ ટ્ઠહખ્તીઙ્મ જૈં

મ્ીજૈઙ્ઘી ંરી રીઙ્મદ્બ ર્ષ્ઠહઙ્ઘેષ્ઠૈંહખ્ત ૈં.’

‘ગુણસુંદરીના હ્ય્દયની પ્રતિમા !સૌભાગ્યદેવીના પવિત્ર પક્ષપાતના પાત્ર ! તું જે માર્ગે મને પ્રેરીશ તે સુંદર અને ધર્મ્ય જ હશે ! તારી વાસનાનું ગાન મારા કાનમાં સંભળાય છે અને તે પવિત્ર જ છે.’

એના કાનમાં સંભળાયેલું ગાન આજ ફરી સંભળાવા લાગ્યું ચક્ર પેઠે ચારે પાસે ફરવા લાગ્યું.

‘વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે !’

લખ્યા લેખ મિથ્યા નહીં થાયે,

સંસારિણી જોગણ થઈ જાયે ! વાંસલડી

જોગીડા ! તું સમસ્યામાં ગાજે,

જોગણ આવી સાંભળશે સાંજે ! વાંસલડી

મોરલીમાં સ્નેહભર્યું વાજે,

અવ્યકતનું વ્યંગ્ય બધું ગાજે ! વાંસલડી

વાંસલડીમાં લખનું અલખ વાજે,

મારા તારા અદ્વૈતને ગાજે ! વાંસલડી

અલખ તુજ સૂક્ષ્મ સનાતન જે,

કુમુદને તું તેમાં પરોવ્યાં જજે ! વાંસલડી

હું, તું અલખ સનાતન, એ

ત્રણ રાસ અદ્વૈતમાં જ રમે ! વાંસલડી

હ્ય્દય આ અલખ રસ્‌ નાવ જ છે,

નાવિક તેમાં ચતુર તું સાવધ છે ! વાંસલડી

જિહ્વાને દાંતની ભીતિ તે શી ?

કુમુદને સ્પર્શે નહી જ શશી ! વાંસલડી

જામે જ્યાં જગતમાંહી રાતલડી.

પ્રદક્ષિણ એકાંત કરતો શશી, વાંસલડી

પ્રભા એની ચોગમ ચળકે જ્યાં,

પડ્યું રંક કુમુદ જ વિકસે ત્યાં. વાંસલડી

નહીં ચંદ્ર ભોગ કુમુદનો ધરે,

કુમુદ એના શીલનથી જ હસે;વાંસલડી

એવો યોગ સાધુજનોને ગમે,

એવે સમે શમદમ સાથે રમે. વાંસલડી

સુંદરગિરિ સુંદર યોગ રચે,

મારા તારા હ્ય્દયનો રાસ મચે. વાંસલડી

સંસાર આ અધમ ને ભ્રષ્ટ પડ્યો,

છૂટ્યા ત્યાંથી, ઉદ્ધાર ઈશે ઘડ્યો. વાંસલડી

સંસાર એ છોડી છૂટ્યાં બે છીએ,

જવું પાછાં તેમાં નથી કદીયે. વાંસલડી

સુંદરગિરિ સન્તસમાગમ દે;

લતાકુંજ એકાંત આશ્રમ દે. વાંસલડી

વિકારથી શૂન્ય વિહારો વહે,

પવન પેઠે ધીર ને શાંત સરે. વાંસલડી

વહાલા, ચંદ્ર ! ત્યાં હું સુગંધ વહું,

વિકસું ને સચેતન હ્ય્દય ધરું. વાંસલડી

પાંખડીઓ આ ફરફર થાતી ખીલે,

રસિકના સૂક્ષ્મ રસોને ઝીલે !વાંસલડી

અખંડ સચંદ્ર એ રાત રહો !

અલખ પ્રીતિ કુમુદની અચળ રહો !વાંસલડી

રાધોદાસ ચંદ્રાવલી જોડે વાતો કરવામાં રોકાયો હતો તે પાછો આવ્યો એટલે આ સૃષ્ટિ શાંત થઈ.