Tasvir - ruhani takat - 14 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - Chapter-14

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - Chapter-14

હું હવેલી પર પહોંચ્યો તો અજય નીચે જમીન પર લોહી લુહાણ હાલત માં પડેલો હતો અને ઇશિતા એના પર બેઠી હતી અને એ એના ખતરનાક નખ અજય ના ગળા માં પેસાડવા જઈ રહી હતી ત્યાં મેં એકદમ એની નજીક જઈને એને દૂર કરી. ઇશિતા મારી સામે ઘુરકિયાં કરી રહી હતી મેં ઇશિતા ને પહેલા ક્યારેય આવી હાલત માં જોઈ નહતી એની લાલ આંખો ખુલ્લા વાળ હૃદય બેસાડી તેવા હતા.એવામાં એ મારી સામે જોઈને ને એકદમ અટહાસ્ય કરવા લાગી મેં મારા ખિસ્સા માંથી પેલી માળા એને દેખાડી પણ એની અસર એના પર થઇ નહિ મેં એ માળા ને મારા હાથ પર બાંધી દીધી.એ મારી સામે જોઈને જોર જોર થી હસવા લાગી અને બોલી મારે જેની જરૂર હતી એ તું લઈને આવી ગયો.હવે તમને લોકો ને કોઈ નહિ બચાવી શકે.મને સમજ નહતી પડી રહી કે આ શું બની રહ્યું છે અને આ માળા ની અસર કેમ થતી નથી હું જોતાવેંત જ સમજી ગયો હતો કે આ કામ પેલા અઘોરીની આત્મા નું છે.હવે શું કરવું એ જરાય સમજ નહતી પડી રહી અજય ની હાલત બહુ ખરાબ થઇ રહી હતી.

ત્યાં ઇશિતા મારી સામે જોતે હતી અને હું એની સામે એમાં અચાનક ઇશિતા એ રૂમ ના દરવાજા તરફ એનું માથું ફેરવ્યું એનું ધડ મારી સામે હતું અને એનું માથું પેલા ખુલ્લા દરવાજા સામે એને દરવાજો ધડામથી બંધ કરી દીધો અને અને આખું માથું ગોળ ફેરવી દીધું એટલું જોતા તો મારા હાજા ગગડી ગયા અને મેં મનમાં ને મન માં હનુમાન ચાલીસ ક્યારની ચાલુ કરી દીધી હતી.ઇશિતા એ થોડી વાર માટે આખા રૂમ માં આમથી તેમ ફરી રહી હતી અને એને ઘરની દરેક વસ્તુ ઉલ્ટી સુલ્ટી કરી નથી હતી.એ વારે વારે મારે સામે ખુરાંકિયાં કરી રહી હતી.એ નજીક આવા માંગતી હતી પણ કદાચ એ આવી સકતી નહતી એને કોઇતો શક્તિ રોકી રહી હતી.થોડી વાર સુધી આ સીલ સીલો ચાલુ રહ્યો એટલે મને અણસાર આવી ગયો કે ઇશિતા ની અંદર રહેલી ત્રિકમ અઘોરી ની આત્મા અમારી પાસે નથી આવી રહી એટલે મેં અજય ને થોડો સહારો આપી અને ઉભો કરી અને નજીક માં આવેલા રૂમ માં ધીમે ધીમે લઇ ગયો.

ઇશિતા ની અંદર રહેલા અઘોરી ની આત્મા અમારી સામે જોઈ રહી હતી પણ એ નજીક આવી સકી નહિ મેં અજય ને રૂમ માં લઇ જઈને ડ્રેસિંગ કર્યું એને થોડો હોશ આવ્યો અને એ મારી સામે જોઈને બોલ્યો ચોક્સી તું આવી ગયો.પ્લીસ મદદ કર એ અઘોરી ઇશિતા ને મારી નાખશે એમ કહી અને એ ઉભો થયો અને રૂમ ની બહાર જવા જતો હતો એટલે મેં એને કીધું તો આ માળા મારી પાસે છે ત્યાં સુધી આપડે સલામત છીએ પણ ઇશિતા નું શું? મેં કીધું આપણે અજીતસિંહ ના આવાની રાહ જોવી જોઈએ.અમે લોકો બારી માંથી બહાર ના રૂમ માં બની રહેલી ઘટના પર નજર રાખી રહ્યા હતા.

ઇશિતા ની નજર એના પર્સ પર ગઈ એને અંદર થી એની લિપસ્ટિક નીકળી અને મોઢા અને હોઠ પર ગાંડા ની જેમ લગાવી એ દ્રસ્ય ખુબ ડરવાનું હતું અને એ ધીમે ધીમે દીવાલ પર ચડવા લાગી અને છત પર ચમરચીડીયા ની માફક ઉંધી લટકી રહી હતી અને એને લિપસ્ટિક થી છત પર લખ્યું "બદલો". મેં આ દ્રસ્ય પહેલી વાર જોયું મારા શરીર પર ના દરેકે દરેક રુંવાટા ઉભા થઇ ગયા હતા.હું અને અજય બંને ખુબ ડરી ગયા હતા અને અમારી સામે એક ભયાનક દ્રસ્ય હતું.અમારી નજર ઇશિતા પર જ હતી ત્યાં અચાનક મારા ચહેરાની સામે ઇશિતા આવી ગઈ અને મને બોલી માળા મને આપી દે નહિ તો ઇશિતા જીવતી નહિ રહે એમ કહીને એને ત્યાં પડેલા ચાકુ ને હાથ માં લીધું અને એ પેટ માં ખોસવા માટે જઈ રહી હતી ત્યાં મેં એને રોકી અને કીધું ઠીક છે અઘોરી તારે માળા જોઈતી હોય તો પહેલા તું ઇશિતા ના શરીર માંથી બહાર નીકળ અને ઇશિતા ને અમને સુરક્ષિત આપી દે હું તને માળા આપી દઈશ.

એ મારી વાત સાંભળી અને એકદમ ગુસ્સા માં આવી ગયો અને એનું ડરામણું રૂપ અમારી સામે આવ્યું એ ઇશિતા ને નુકસાન પહોંચાડી રહ્યો હતો. ઇશિતા એના દર્દ થી કરાહી ઉઠી હતી એ અમારી તરફ જોઈને મને બચાવો.અજય મને બચાવ પ્લીસ. ચોક્સી મને બચાવ પ્લીસ આવી બૂમો પડતી હતી.સાથે સાથે થોડી વાર માં એ ભયંકર હાસ્ય કરતી હતી અને એ અમારી તરફ જોઈને બોલી હજુ સોદો કરવો છે? તું મને માળા આપીશ કે નહિ આપે આજે અહીંયા થી કોઈ જીવતા નહિ જાવ અને ગામ વાળાઓ ને પણ જીવતા નહિ છોડું મારો બદલો પૂરો કરીશ.હવે મારા થી ગામવાળો ને અને તમને કોઈ પણ નહિ બચાવી શકે.

ત્યાં અજીતસિંહ શાંતિપુરા ગામ માં પહોંચી ગયા અને એમને નદી કિનારે આવેલી એ ઝૂંપડી શોધતા વાર ના લાગી. એ ઝૂંપડી ની બહાર ઉભા હતા ત્યાં અંદર થી એક વૃદ્ધા બહાર આવી અને એ અજીતસિંહ ને જોઈને તરત ઓળખી ગઈ કે આ માનસિંહ નો છોકરો જ છે બંને ને ચહેરા ઘણા મળતા આવતા હતા.છતાં મંજુ એ અજીતસિંહ સામે જોઈને બોલી કોણ છે તું? અને અહીંયા આટલી રાત્રે કેમ આવેલો છે? તો અજિતસિંહે એ મંજુ ને કીધું કે ત્રિકમ અઘોરી ની આત્મા મુક્ત થઇ ગઈ છે અને મારે તમારી મદદ ની જરૂર છે? મંજુ એકદમ ગુસ્સા માં બોલી કે કોને કરી એ દુષ્ટ ની આત્મા ને મુક્ત હવે હું પણ તમને નહિ બચાવી શકું.અને આજે અમાવાસ્યા ની રાત્રી છે આજે એને કોઈ પણ હરાવી નહિ શકે.આજે એ કોઈ પણ સ્ત્રી ની બલી આપશે તો એ એક પિસાચ બની જશે જે કોઈના થી વશ નથી થાય.અજિતસિંહે મારી પાસે રહેલી પેલી અજીબ માળા ની વાત કરી એ વાત સાંભળતાજ એના આંખ ના ભવા ઉપર ચડી ગયા અને એ અજીતસિંહ સામે જોઈને બોલી કે એ માળા ક્યાં છે? તો અજિતસિંહે કીધું કે એ મારા એક સાથી જોડે છે.એ હવેલી પર આપડી રાહ જોતો હશે.મંજુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે જો એ માળા આપડી પહેલા એ અઘોરી પાસે જતી રહેશે તો અનર્થ થઇ જશે જો એ માળા મને મળી જાય તો આપડે એને વશ માં કરી શકીયે અને એ તરત મારી સાથે ગાડી માં બેસી ગઈ. અમાવસ્યા ની એ રાત આજે વારસો બાદ પિસાચ યોગ બની રહ્યો હતો રાત્રે બાર વાગે જો કોઈ પણ પિસાચ પણ આ વિધિ કરે તો એ ભૂત પ્રેત નો રાજા બની જાય અને એનો આદેશ કોઈ પણ ભૂત ને માનવો પડે.મંજુ એ અજીતસિંહ ને આજના ની અમાવસ્યા ની વાત કરી અને આજે કોઈ પણ હાલત માં એ ત્રિકમ ને રોકવોજ પડશે.

અઘોરી ની આત્મા એકદમ બેબાકળી થઇ ગઈ હતી અને એ માળા માટે ગમે તે કરવા માટે કરી શકે એમ હતી એની ધીરજ ખૂટી રહી હતી અજય મને વારંવાર એ માળા અઘોરી ને આપવા માટે કહેતો હતો અને અઘોરી ઇશિતા ને રિબાવી રહ્યો હતો.અઘોરી ને ઇશિતા ના પેટ માં ચાકુ પેસાડવા માટે એને હાથ માં ચાકુ લીધું અને અમારી સામે જોઈને જોર જોર થી હસવા લાગ્યો અજયે મારી સામે જોઈને કીધું પ્લીસ તું આ માળા આપી દે એ ઇશિતા ને મારી નાખશે અમારી વચ્ચે થોડી રક ઝક થઇ અઘોરી એ ચાકુ ઉગામ્યું અને અજય એ મારા હાથ માંથી એ માળા છીનવી લીધી અને અઘોરી ની સામે જોઈને બોલ્યો રોકાઈ જ આ લે તારી માળા મારી ઇશિતા ને છોડી દે? પેલા એ ચાકુ ફેંકી દીધુ અને ઇશિતા ને છોડી દીધી અને એ ઇશિતા ને શરીર માંથી નીકળી ગયો.અજય એ એના તરફ માળા ફેંકી.

અજીતસિંહ કાર ફૂલ સ્પીડ માં ઇન્દ્રપ્રસ્થ તરફ ચાલવી રહ્યા હતા અને એમની બાજુ ની સીટ માં મંજુ બેઠી હતી મંજુ ના વાળ સફેદ થઇ ગયા હતા અને એ વૃદ્ધ દેખાઈ રહી હતી એના ચહેરા પર ગંભીરતા દેખાઈ રહી હતી.એને અજીતસિંહ સામે જોઈને કીધું કે આ દિવસ મારા લીધેજ આવેલો છે જો મેં ત્રિકમ નો સાથ ના આપ્યો હોત તો તારા પિતાજી ના મારત અને આ દિવસ ના જોવો પડત અને ગામ વાળાઓ એ એમની દીકરીઓ ના ખોવી પડત.અજિતસિંહે એ મંજુ સામે જોયું અને એમને મંજુ ને કીધું પણ તમે તો મારા પિતાજી ને પ્રેમ કરતા હતા તો પછી કેમ તમે એમને દગો આપ્યો?

મંજુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે હું તારા પિતાજી માનસિંહ ને સાચા દિલ થી પ્રેમ કરવા લાગી હતી. એક કાવતરા ના ભાગ રૂપે શરુ થયેલી આ વાત એક સાચા પ્રેમ માં પડી જશે એ મને કલ્પના માં પણ નહતું. માનસિંહ ને મેં જયારે પહેલી વાર જોયેલા ત્યારથીજ હું એમને પ્રેમ કરવા લાગી હતી એ મને રોજ મળતા હું એમને ના મળતી એ દિવસે મારુ મન ક્યાંય નહતું લાગતું.પણ મારુ એક સ્ત્રી સ્વભાવ હંમેશા ના પડતી હતી એક સ્ત્રી થઇ ને એક સ્ત્રી ને દુઃખી કરવા હું નહતી માંગતી.પણ માનસિંહ ને જોઈને હું દુનિયાની દરેક વસ્તુ ભૂલી જતી હું મારા જીવ થી પણ વધારે માનસિંહ ને પ્રેમ કરતી હતી.માનસિંહ પણ મારા રૂપ પર મોહિત હતા પણ એ ત્રિકમ ની તાંત્રિક, વશીકરણ ની અસર હતી એટલે હું ક્યારેય માનસિંહ ના દિલ માં મારા વિશે શુ છે? એ ક્યારેય જાણી ના સકી.તારા બા કુંવર બા એક દેવી હતા.હું હંમેશા એમની ગુનેગાર રહીશ.

મંજુ એ મને વાત કરી કે કુંવરબા એ જયારે મને મુક્ત કરી પછી હું શાંતિપુરા ગામ માં આવી ગઈ અને અહીંયા લોકસેવા માં લાગી ગઈ મેં જે તાંત્રિક વિદ્યા શીખી હતી ત્રિકમ પાસે એ હું લોકો ની ભલાઈ માં ઉપયોગ કરતી.લોકો પણ ધીમે ધીમે મને માનવા લાગ્યા. મેં જે પાપ કરેલા છે એનો બદલો આ જન્મ માં તો નહીંજ વાળી શકું પણ જો હું એ પિસાચ થી ગામ ને બચાવી શકું તો મારી જાત ને થોડી ઘણી સાંત્વના આપી સકી અને થોડી ચેન થી મારી શકીશ.મંજુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે બની શકે તો મને માફ કરી દેજે તારા પિતાજી ને પણ માફ કરી દેજે. અજીતસિંહ મંજુ ની સામે જોઈને હળવું હાસ્ય અને એસ્કેલેટર પર જોરથી પગ દબાવ્યો.

અજયે માળા ફેંકી હતી એ હવા માં હતી ત્યાં અચાનક માનસિંહ ની આત્મા એ એ માળા ને હવામાંજ પકડી લીધી પેલો અઘોરી એ જોતો જ રહી ગયો.અને એ માનસિંહ પર હુમલો કરવા માટે માનસિંહ ની પાછળ પડ્યો. ઇશિતા ના શરીર માંથી પેલી આત્મા ના નીકળતાંજ ઇશિતા દર્દ થી કરાહી રહી હતી અને એ જમીન પર પડી ગઈ હું અને અજય એની જોડે દોડી ને પહોંચી ગયા.ઇશિતા ને સહારો આપીને અમે એને ઉભી કરી. ઇશિતા દર્દ થી કરાહી રહી હતી એને અમારી સામે જોઈને કીધું કે હું આ પહેલા પણ આ અઘોરી થી બચી હતી એ દિવસે હું મંદિર માં જેમ તેમ કરીને પહોંચી ગઈ હતી એટલે એ અઘોરી ત્યાં પ્રવેશ નહતો કરી શક્યો અને હું બચી ગઈ આપડે મંદિર ની નજીક ચાલ્યા જવું જોઈએ. ઘર માં ઇશિતા એ પૂજા માટે એક નાનું મંદિર રાખેલું હતું. એ મંદિર ની જોડે હું ઇશિતા અને અજય પહોંચી ગયા અને ત્યાં થી અમને રૂમ માં ચાલી રહેલું બધું નજર આવી રહ્યું હતું.

માનસિંહ ની આત્મા અને અઘોરી ની આત્મા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે માનસિંહ પર અઘોરી ધીમે ધીમે હાવી થઇ રહ્યો છે.અઘોરી એ જોત જોતા માં એ માળા માનસિંહ પાસેથી છીનવી લીધી.અને એનો તૂટેલો દોરો જોડી અને એ ગળા માં પહેરી લીધી એ માળા એના ગળા માં પહેરતા એના માં ગજબ ની તાકાત આવી ગઈ રૂમ માં એક પ્રકાશ નો ચમકારો થયો આકાશ માં અચાનક વીજળી ચમકવા લાગી.અને અઘોરી નું હાસ્ય હૃદય ચીરી નાખે એવું હતું. એને માનસિંહ ની આત્મા ને ખુબ રિબાવી હતી એ અમને દેખાઈ રહ્યું હતું. હું જે ક્યારેય ભૂત માં માનતો નહતો મારી સામે બે -બે ભૂત હતા અને એક પ્રેત બીજા પ્રેત ને પણ નુકસાન કરે એ મેં આજે પહેલી વાર જોઈ રહ્યો હતું. અઘોરી ગમે તે ઘડીએ અમારી પર હુમલો કરે એમ દેખાઈ રહ્યું હતું.

એવા માં અમને બહાર કાર નો આવાજ આવ્યો અમે સમજતા વાર ના લાગી કે એ અજિતસિંહ જ છે. પેલો અઘોરી પણ કાર નો અવાજ સાંભળી ને થોડી વાર માટે રોકાઈ ગયો. અજીતસિંહ અને એની સાથે કોઈ વૃધ્ધ ઔરત અંદર આવી અમને સમજતા વાર ના લાગી કે આ મંજુ જ છે.અઘોરી ની નજર અજીતસિંહ પર ગઈ એ વધારે ગુસ્સા માં આવી ગયો અને એ એના પર હુમલો કરવા જઈજ રહ્યો હતો ત્યાં એની નજર મંજુ પર ગઈ એ મંજુ ને જોઈને થોડી વાર માટે શાંત થઇ ગયો.એ મંજુ ગમે તેમ તો મંજુ ને પ્રેમ કરતો હતો. એ મંજુ સામે જોઈ રહ્યો હતો મંજુ પણ એની સામે જોઈ રહી હતી.ત્યાં અચાનક એને અજીતસિંહ પર હુમલો કર્યો.

અજીતસિંહ પર હુમલો થતા અજીતસિંહ પોતાનો બચાવ કરે એ પહેલા અઘોરી એ એના તિક્ષ્ન નખ મારી દીધી અજીતસિંહ ના હાથ પર વાગેલા આ ઘા થી લોહી નીકળવા લાગ્યું.અજીતસિંહ જમીન પર પટકાયા.મંજુ એ અઘોરી સામે જોઈને કીધું શાંત થઇ જા. અઘોરી એ એની સામે જોઈને બોલ્યું તે મને દગો આપ્યો અને મને બાંધી દીધો. મંજુ ની નજર અઘોરી ના ગળા માં રહેલી માળા પર હતી એને કોઈ પણ ભોગે એ માળા એને લેવી હતી.એને ત્રિકમ અઘોરી ને વાતો માં ઉલઝાલવી દીધો અને એને અઘોરી ને કીધું કે તું આજે મને મારી નાખ એટલે તારી વિધિ પણ પુરી થઇ જશે આ માળા સિદ્ધ થઇ જશે તું પિસાચ બની જઈશ અને મારા મૌત થી હું પણ આત્મા થઇ જઈશ અને આપડે બંને ખુબ પ્રેમ કરીશુ જે આપડે જીવતા ના કરી શક્યા.

મંજુ એની સામે જોઈને ને એને મારવાની વાત કરતી રહી અઘોરી ને પણ એમ લાગવા લાગ્યું કે મંજુ સાચું બોલે છે. આમ પણ એને કોઈ સ્ત્રી ની બલી તો લેવાની જ છે હું એને મારી સાથે રાખીશ.મંજુ ની વાત એ માની ગયો મંજુ એ અઘોરી ને કીધું કે મને મારતા પહેલા મારી ઈચ્છા છે કે હું તને ગળે લગાડું.અઘોરી માની ગયો જેવો મંજુ અને અઘોરી ગળે મડ્યા એવા માં વીજળી ના વેગે મંજુ એ ત્રિકમ ના ગાળા માંથી માળા છીનવી લીધી. એ જોર જોર થી કોઈ મંત્રો બોલવા લાગી. ત્રિકમ મંજુ ની સામે જોઈને બોલ્યો દગાબાજ તું કોઈ ની ના થઇ.

માળા હાથ માં આવાથી મંજુ એ એ માળા ની એક એક ખોપડી તોડી ને જમીન પર ફેંકવા લાગી એની સાથે એ અઘોરી ની આત્મા પણ સહેમી રહી હતી.એવામાં અઘોરી એ અજીતસિંહ પર હુમલો કર્યો અમે બહાર આવી ને અજીતસિંહ ને બચાવી રહયા હતા ત્યાં એને અમારી પર પણ હુમલો કરવા લાગ્યો.એ અમને ઉંચકી ઉંચકી ને દીવાલ પર પટકવા લાગ્યો.મંજુ કોઈ મંત્રોચાર કરી રહી હતી.એ માળા ની નાની નાની ખોપડી ઓ જમીન પર પડી હતી હવે એક બે ખોપડી બાકી હતી.અઘોરી ની આત્મા મંજુ સામે જોઈ રહી હતી ત્યાં મંજુ જોર જોર થી મંત્રો ચાર કરી અને બાકી રહેલી બે ખોપડી માંથી એ કાઢી અને જમીન પર ફેંકી પેલી અઘોરી ની આત્મા એકદમ તાડફડિયા મારવા લાગી.મંજુ એ બચેલી છેલ્લી ખોપડી ને કોઈ મંત્રો ચાર સાથે નીકળી ને જમીન પર ફેંકી દીધી અચાનક એના હાથ માં રહેલી દોરી સળગવા લાગી અને એ પણ એની સાથે સળગી ગઈ.પેલી અઘોરી ની આત્મા પણ ભડભડ બાળવા લાગી.

અમે બધા આ દ્રસ્ય જોઈ રાહ્ય હતા મંજુ બળી ને રાખ થઇ ગઈ એ માળા ની ચમત્કારિક શક્તિ એ તૂટવાથી આ આગ લાગેલી અને અઘોરી ની આત્મા પણ ધુમાડો થઇ ને ઉડી ગઈ.માનસિંહ ની આત્મા અજીતસિંહ પાસે જઈને બોલી દીકરા મને માફ કરી દેજે હું એક સારો બાપ અને પતિ ના બની શક્યો અને અજીતસિંહ ના આંખ માં આસું આવી ગયા અને એ માનસિંહ ની માફી માંગવા લાગ્યો અને બોલ્યો કે હું આજ સુધી તમારા નામ ને નફરત કરતો હતો પણ તમારી સાથે જે થયુંએ ખરેખર દર્દનાક હતું તમે મને માફ કરી દેજો.માનસિંહે અજીતસિંહ ની સામે પ્રેમ થી જોયું અને બોલ્યા મારી આત્મા ને મોક્ષ મળી ગયો બેટા મારા જવાનો સમય થઇ ગયો છે.અને એ ધુમાડો બની અને ઉડી ગયા અમે લોકો ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા.

ત્યાર બાદ અજય અને ઇશિતા ત્યાં રોકાયા એજ હવેલી માં અને હું ત્યાંથી શહેર આવી ગયો મારી સાથે હું ભૂત પ્રેત નો અનુભવ સાથે લાવેલો.આ વાત ને બે વર્ષ વીતી ગયા બધા ખુશ હતા અજય હંમેશા મને એની અને ઇશિતા ની અને ગામ ની સુંદરતા ની વાત કરતો અને મને આવા માટે કહેતો.એવામાં અચાનક એક દિવસ અજય નો મને કોલ આવ્યો અને મને બોલ્યો તું જે પણ કામ માં હોય અહીંયા આવીજા ઇશિતા..... એટલું કહી અને એને કોલ કટ કરી નાખ્યો. હું ગામ માં પહોંચ્યો તો આખું ગામ ભેગું થયેલું હતું અજિતસિંહે માનસિંહ નું અને કુંવરબા નું વિશાળ પૂતળું ગામ વચ્ચે બનાવ્યું હતું એનું ઉદ્ધઘાટન હતું. હું અજય ની પાસે જઈને બોલ્યો શુ થયું ઇશિતા ને પાછું એ બોલ્યો ભાઈ ઇશિતા પેટ થી છે એ અને આ ઉદ્ધઘાટન માં તને બોલવા માટે મેં કોલ કર્યો તો અમે હસવા લાગ્ય અને હવેલી માં ગયા તો ત્યાં મંજુ ની પણ એક સુંદર પ્રતિમા અજિતસિંહે બનવેલી હતી.હું એ પ્રતિમા સામે જોઈ રહ્યો હતો અને એની આંખો જાણે મારી સામે જોઈ રહી હતી કંઈક તો એ કહેવા માંગતી હતી...