Swash in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | શ્વાસ

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

શ્વાસ

શ્વાસ

શબ્દો મારા શ્વાસ છે,

હાથ માં આકાશ છે.

ચાર આંખો જ્યાં મળે,

બે હ્રદય નો રાસ છે.

હાર જીત ચાલ્યાં કરે,

જિંદગી તો તાસ છે.

દિવસોથી દિલને સખી,

પ્રેમપત્રની આસ છે.

***

આયનો

આંખો મનનો આયનો છે જાણું છું,

મન ભરી યૌવન તારું માણું છું.

સાંજે સૂરાલય માં રંગત જામે ને,

મદિરા સાથે પીરસાતું ભાણું છું.

પાંપણોમાંથી અશ્રુઓ જ્યાં વહે,

પોપચા થી ટપકવાનું કાણું છું.

નજરોમાં બંદી બનાવીને સખી,

પ્રેમીઓને જકડવાનું થાણું છું.

પ્રેમ સંદેશાને ફેલાવીને રાજ,

મોજ મસ્તીથી જીવનને માણું છું.

***

ગગન થી ઉતર્યુ એક પંખી,

મેઘધનુષ જેટલું સુંદર,

જોતા વેંત પ્રેમ થઇ જાય

કુદરત સાથે,

આભાર માનવો જ રહ્યો રચેતાનો.

પણ ભુલાઇ ગયું,

જીન્દગી ની ભાગદોડમાં,

આમ તો સ્વાર્થી અમે,

આભાર ના માનીએ કદી,

પણ,

આશા જરુર રાખીએ,

કે,

અમારો કોઇ આભાર માને,

છતાં,

કુદરત તો તેનું કામ કરવાની,

સુંદર જગને સુંદરતા થી ભરશે.

***

નિરાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી,
રુપાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી.

અજાણી છે રાહ અને અનોખા મુસાફર,

અકલ્પ્ય છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી.

આવરણો માં થતો રહે પીડાનો એહસાસ,

સુવાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી.

કેટલાય જન્મ પછી શ્રાપમાંથી મુકિત,

રમણીય છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી.

ભીડમાં પણ એકલતા ડંસતી સતત,

ગમાતો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી.

***

આકાશ માં વિહરતા પક્ષી,

લાલ, પીળા, ભૂરા અને સફેદ કંઇક ઉડતું,

જોઇ વિચારે,

અરે,

આ પક્ષીઓ ક્યાં દેશથી આવ્યાં,

પહેલા તો ક્યારેય ના દીઠા આવા રંગો,

તે પતંગો છે એ આ ભોળા પક્ષીઓ

ક્યાંથી જાણે,

તેઓ નજીક જઇ જોવા માગે,

પરંતુ,

તેમને નથી ખબર,

પતંગ ની જીવલેણ દોરી,

તેમનો જાન લઇ લેશે,

રે અબુધ પક્ષી,

ના જાણી શકયું,

માનવ ની કારીગરી,

ને,

મૌત ને ભેટ્યું,

માટે,

આજીજી કરે,

હે માનવ તને વિનંતી ,

જીવ ને જીવવા દે,

ભગવાને બનાવેલી આ સુંદર

દુનિયામાં !!!!!

***

જંજીરો

જંજીરોને તોડી ઉડવા ચાહતું મન,

દૂર ક્ષીતીજે વિહરવા માગતું મન.

પાંજરામાં તડપે વર્ષોથી બિચારું,

ને પરાણે હસતું મોઢું રાખતું મન.

યુગોથી જુલ્મોને સહેતું બંધ આંખે,

બંધનોની બેડી તોડી ભાગતું મન.

***

કલા

આટલી મારી સલાહ માની લો,

જીત છૂપાયેલી કાયમ હારમાં.

જુઓ વર્ષોની મહેનત છે સતત,

ત્યારે આવે છે કલા આકારમાં.

જીભ ના બોલે છતાં પણ આંખોતો,

વ્હાલની ભાષા કહે અણસારમાં

જીંદગીભર તારું મારું કર્યા કરે,

માનવી કાયમ જીવે છે ભારમાં

નવલખા રત્નોથી ગીચોગીચને,

જ્ઞાન શોભે અકબરના દરબારમાં

***

અસત્ય અંધકાર છે,
સત્ય ઉજાશ છે.
અસત્ય અજ્ઞાન છે,
સત્ય જ્ઞાન છે.

અસત્ય છટકબારી બતાવે છે,
સત્ય કર્તવ્ય સૂચવે છે.
અસત્ય ઢંકાતું નથી,
સત્ય સ્વયં ઢાંકણ છે.
અસત્યનું આયુષ્ય ટુંકું હોય છે,
સત્યનું આયુષ્ય લાબું હોય છે.
***

પુણ્ય

પાપ અસત્ય છે,
પુણ્ય સત્ય છે.

પાપ અંધકાર છે,

પુણ્ય પ્રકાશ છે.

પાપ સજા છે,

પુણ્ય મોક્ષ છે.

પાપ ચોરી શીખવાડે છે,

પુણ્ય દાન શીખવાડે છે.

પાપ ઊંડી ખાઇ છે,

પુણ્ય ખુલ્લું આકાશ છે.

***

તારા વિના

શબ્દ સૂના લાગે છે તારા વિના,

સ્વર મૂંગા લાગે છે તારા વિના.

માત્રા ૨૪ ની હોય કે ૨૬ ના પણ,

તાલ ફીકા લાગે છે તારા વિના.

ગાલગાગા ગાલગાગા કે રમલ,

છંદ ઢીલા લાગે છે તારા વિના.

શબ્દો કે સ્વરો ભલે છે તાલમાં,

સૂર મૂંગા લાગે છે તારા વિના.

પ્રેમરસ છલકે ગળામાંથી છતાં,

ગીત સૂના લાગે છે તારા વિના.

છંદ માત્રા તાલ સૂરોથી સજેલ,

કાવ્યો સૂના લાગે છે તારા વિના.

વીણા, સારંગી મધુર વાગે છ્તાં,

વાધ મૂંગા લાગે છે તારા વિના.

***

પ્રેમ ઝુલામાં ઝુલો આનંદથી,

હેમ ઝુલામાં ઝુલો આનંદથી.

ક્રુષ્ણ રાધા સંગ મથુરામાં ઝુલે,

એમ ઝુલામાં ઝુલો આનંદથી.

માં ના ખોળામાં ઝુલે બાળક સખી,

તેમ ઝુલામાં ઝુલો આનંદથી,

***

બરફોના પહાડો

યાદ આવે છે મૌસમના પહેલા વરસાદમાં પલળવાનું,

યાદ આવે છે બરફોના એ પહાડો પરથી સરકવાનું.

ભીંજવી ભીંજવામાં જે મઝા છે, આનંદ સખી તેનો લે,

ક્યાં સુધી દૂરથી જોઇને ખુશીમાં સનમ હરખવાનું.

સાત દરિયા વટાવીને દૂર જઇ બેઠા છે દર્શિતાથી,

દિવસે સપનામાં સાજનની બાહોંમાં જોઇને મરકવાનું.

***

દિલબર

દિલબર દિલમાં દબાયેલું દર્દ દઇ દે,

લૈલાની લજામણી લજ્જાની લાલી લઇ લે.

ફાગણના ફાગમાં ફરિશ્તા ફેલાવે ફોરમ,

રંગીલા રસીયા રંગોની રંગોણીથી રંગ રે.

માયા, મમતા, મોહ મનમૂકી મહેકાવ મહેલ,

સાજન સિંહાસન શોભે સખી સહિયર સંગ સે.

***

લાગણીના નીર પાતાળે ગયા છે,
લોહીના સંબંધો વીખૂટા થયા છે.

આખોમાંથી જે અમી ઝરતાં હતાં,

સ્વાર્થની ખાઇમાં અટવાઇ ગયા છે.

કાલે જ્યાં વ્હેતી હતી વ્હાલપ સખી ત્યાં,

ભેદ તારા મારાના દિલમાં થયા છે.


***

ચીતરીએ મન

ચીતરીએ મન ચલો રંગોથી આજે,

ભીંજવીએ તન ચલો રંગોથી આજે.

ચાલ્યો છે વરસાદ સાકી ચાલ આજે,

ખીલવીએ વન ચલો રંગોથી આજે.

જીંદગીભર દોટ મૂકી પૈસા પાછળ,

પૂજવીએ ધન ચલો રંગોથી આજે.

***

ગીત ધીરે વહે છે,

કાનમાં કઇ કહે છે.

શબ્દો છંદોની સાથે,

ર્દદ દિલનું સહે છે.

વર્ષો વીતે છતાં પણ,

હૈયામાં તે રહે છે.

***

હાથની હોડી

હાથની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો,

યાદની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો.

દૂરથી સાંભળી મીઠો પોકાર સાકી,

સાદની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો.

યાદ સાજનની જ્યારે પણ આવે છે ત્યારે,

વાતની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો.

***

મુહબત

આવને મુહબત કરી લઇએ,

પ્રેમની મીઠાશ પી લઇએ.

કાલની કોને ખબર દોસ્ત,

આજ તો વાતો કરી લઇએ.

ચાંદનીમાં ચમકે છે ચ્હેરો,

આંખમાં રુપને ભરી લઇએ.

***

આકાશ

જીંદગી ચાર દિવસની અવકાશ ક્યાં છે ?

કોઇ કહો ને મને મારું આકાશ ક્યાં છે ?

ચારે બાજુ પતંગો ચઢે ત્યાં બિચારા,

આભમાં ઉડતાં પંખીને પણ હાસ ક્યાં છે ?

સાત દરિયાઓ ઓળંગી સાજન વિચારે,

પારકા દેશના પાણીમાં સ્વાદ ક્યાં છે ?

સોનાની જેમ ચમકે છતાં મૂલ્ય શૂન્ય,

રણની રેતીમાં માટીશી મીઠાશ ક્યાં છે ?

***

લકીર

છેવટે માટીમાં ભળી ગઇ,

જીંદગી ધૂળમાં મળી ગઇ.

હાથે જ્યારે લકીર બદલી,

વિપદા ની ત્યાં ઘડી ટળી ગઇ.

ઝૂલે આશા નિરાશા રોજે,

આખરે આરઝૂ ફળી ગઇ.

ફૂલ ખીલે પછી ખરે છે,

આસું ગમનાં સખી ગળી ગઇ.

હાડમારી નરી વધારી,

યાતનાઓની પળ છળી ગઇ.

વરસો જૂનો પત્ર હાથ આવ્યો,

ખેલ જીવનનો ત્યાં કળી ગઇ.

માત્ર ર્દષ્ટિ લગીર વાગી,

ડાળ લીલી ત્યાં તો વળી ગઇ.

***

પ્રેમ

તારો છે કે ન એ મારો છે,

પ્રેમ ધગધગતો અંગારો છે.

રંગબેરંગી દુનિયા ને જો,

ખુદા કુદરતનો રંગારો છે.

તરફડે પાંજરામાં છતાં,

તેમાં રહેવાનો લ્હાવો છે.

જીવન ઝંઝાવાતમાં ફસાયું,

તેમાં થોડો વાંક તારો છે.

***

દિવસો કોરા કોરા

વર્ષો પાણી જેમ વ્હી ગ્યાં,

દિવસો કોરા કોરા રહી ગ્યાં.

મારા વાલમ આવશે આજ,

કાનમાં સંદેશો કહી ગ્યાં.

આગણાંમાં બાઝે ઝાકળ,

આંખમાંથી આંસું વહી ગ્યાં.

***

કાચના પિંજરની અંદર કેદ

જીંદગી ખુદ કાચના પિંજરની અંદર કેદ છે,

જૂના દી ની યાદના પિંજરની અંદર કેદ છે.

જીંદગીને માણવા માટે જીવન પુરતું નથી,

સપનાં ઓ જે, આંખના પિંજરની અંદર કેદ છે.

તેજને બદલે જો ધગધગતો જવાળામુખી છે,

રોશની પણ સાથના પિંજરની અંદર કેદ છે.

વૈભવી જીવન છતાં પણ ખુદ અલગ દુનિયામાં રહે,

ભાગ્યરેખા હાથના પિંજરની અંદર કેદ છે.

હાથ જાણીતો અજાણે પણ અડીને જાય તો,

ગીતો પણ જો છંદના પિંજરની અંદર કેદ છે.

***

ગુલાબી રંગ

ઘેરો ગુલાબી રંગ મારા ગાલનો છે,

જુઓ સનમ રુમાલ લીલો હાથમાં છે.

ક્યાં ખોટ સાલે દરિયાને માઝીની આજે,

છૂટાછવાયા ચાર દિવસો હાથમાં છે.

અણસમજુ જ્યારે સમજુ માફક વર્તે ત્યારે,

જોઈતી મનગમતી તકની તે તાકમાં છે.

આકાશ ભીતરનું હર પળ ગર્જા કરે છે,

ત્યારે સજન એકાંત મારું મ્યાનમાં છે.

આવ્યો ઘણાં દિવસે સજનનો ફોન આજે,

I L U, I L U સતત કહે કાનમાં છે.

***

રેતી પર મૃગજળ

ચમકે,

જેમ સ્ત્રી પર સોનું

ચમકે

***

આતુર છે તન મન સર્મપણ માટે,

આકુળ છે તન મન સર્મપણ માટે.

વરસાદી હેલીમાં ભીંજાયેલા,

વ્યાકુળ છે તન મન સર્મપણ માટે.

વર્ષોથી તૃષામાં તરસાયેલા,

તૈયાર છે તન મન સર્મપણ માટે.

***

દૂરથી સાજન સખી દેખાય છે,

આંખડીમાં લાખ દીવા થાય છે.

***

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે.

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે.

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના,

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે,

***

વનવાસ

વનવાસ ભોગવવાનો અનુભવ કડવો છે,

બે વરસે પણ આંખોનો ખૂણો ભીનો છે.

એની જુદાઇમાં દિવસ મારા રડે,

મીઠાશ ભરપૂર પણ શીરો ફીકો છે.

ઢાંકેલુ છે ઉપવન નજરના બાણોથી,

આકાશમાં ઉડતો દુપ્પટો લીલો છે.

દુનિયામાં શોધે પણ જડે ના એ અદભુત,

વીંટીમાં જડવા જેવો સુંદર હીરો છે.

છે પ્રેમનો મારગ સખત મુશ્કેલ સખી,

વાકોચુકો લાગે પણ રસ્તો સીધો છે.

***

વિચારોના મનોમંથન

થી

અમૃત સમી લખાય

ગઝલ

***

આકાશ

ક્યારે આકાશ મળશે મને,

મારી તકદીર નડશે મને.

દિવસો પણ ખુશીના આવશે,

જ્યારે અનુભવ ઘડશે મને.

મન સતત ગડમથલ કરતું રહે,

પારકાનો પૈસો પચશે મને.

કાવા દાવા તો ચાલ્યાં કરે,

દુનિયાની રીતિ ભળશે મને,

તન સુતું હોય ત્યારે સખી,

જાગતો આત્મા લડશે મને.

***

આકાશ ઘેલા થઇ ગયા છે,

મજનુ તો છેલા થઇ ગયા છે.

***

સનમ હું તને ઓળખું છું,

રસિક શ્વાસને પારખું છું.

***

આકાશ મારા હાથમાં છે,

ઊડાન શ્વાસોશ્વાસમાં છે.

ડંખે હઠીલી જીદ આજે,

હમરાઝ માગે બાથમાં છે.

તું સમજશે ક્યારે દિલની વાત,

સુખ દુઃખ તારા સાથમાં છે.

***

સપનાં તળિયે આવી ગ્યાં છે,
ઓશિકાને તાપી ગ્યાં છે.


***

કવિતાઓ આરામમાં છે,

છંદો બીજા કામમાં છે.

માર ના ફાફા અહીં તહીં,

શાંતિ ખુદા ધામમાં છે,

શોધ ના દુનિયામાં સુકું,

ચૈન તારા ઠામમાં છે.

***

મને ઓળંગવા દે ઊંબરો આજે,

પછી જોજે ફરક તું મારામાં કાલે.

ર્હદયમાં વાત છુપી રાખીને ક્યારે,

ના કર્યો હાથ લાંબો કોઇની પાસે.

હતું છેટા રહેવાનું છતાં એણે,

મિલન માટે રસ્તા શોધ્યા સખી માટે.

જલું છું કોઇની જાહોજલાલીથી,

દશા છુંપાવું છું હું લોકોની લાજે.

પ્રણયને જે કહે છે આંધળો કાયમ,

છલકતું રુપ જોઇ વાતને માને.

***

તું સાથે છે.

તુ સાથે છે તો દુનિયા સાથે છે,

સદા માટે તું મારી પાસે છે.

કહું છું એમ કર્યા કરે છે એ,

ઈશ્ર્વર પણ હવે લાજ રાખે છે.

શું કર્યુ શું ના કર્યુ ભેગા થઇ,

જીવન આજે હિસાબ માગે છે.

દિવસ ચાર સાથે રહ્યા ત્યાં તો,

નજર પ્રેમને કેમ લાગે છે.

રડે આંખો મારી એ જોઈ ને,

હ્રદયમાં સખી તીર વાગે છે.

ઘડી બે ઘડી પણ ખુલ્લું ના રાખે,

જગતની બીકે તાળા મારે છે.

કળીયુગમાં ચોરાય ના માટે,

જીવનભર દિલની પાસે રાખે છે.

***

રંગ સોનેરી

આભમાં રંગ સોનેરી છે છવાયો,

સૂર્યના તેજ કરતાં પણ છે સવાયો.

ભીંજવી ભીંજવા માટે રાજ આજે,

રાગ મલ્હાર ભરઊનાળે ગવાયો.

ભીંત સાથે માથું ના પછાડો,

માનવી જોઈને ખુદા પણ ઘવાયો.

***

જુઓ જુઓ માછલી હસે છે,

મોતી ચારો પ્રેમથી ચરે છે.

***

વાદળો

અંદરો અંદર શું એ ટકરાયા છે?

વાદળો આકાશમાં વિખરાયા છે.

પ્યાસ ધરતીની છિપાવા માટે એ,

ભર ઊનાળે સૂર્યને ટકરાયા છે.

બાફને ઉકળાટ ઓછો કરવાને,

વાટ જોતા લોકોને જો’ઇ મલકાયા છે.

તન મન બન્ને ભીંજવા તૈયાર છે,

જલ્દી તૂટી પડવાને ભરમાયા છે.

વાદળોની ગડગડાટી સૂચવે,

વીજળીના તેજને ભટકાયા છે.

આભમાંથી ડોકું કાઢી પ્રેમથી,

જોવા લીલીછમ છબી લલચાયા છે.

મૌસમી મીજાજનો સંદેશો છે,

છલકતું આકાશ જોઇ હરખાયા છે.

***

સનમ તને ઓળખું છું,

રસિક શ્વાસને પારખું છું.

***

લાગણીનો લબાચો

લાગણીનો લબાચો લઈ ક્યાં ફરું ?

પ્રેમનો મોતીચારો કહો ક્યાં ચરું ?

રાત દિવસ તરસના મટે મારી ને,

ચારે બાજુ જળની શોધમાં ક્યાં ફરું ?

એક પળ ચૈન ના આવે તારા વિના,

યાદ તારી સતાવે હું કોને કહું ?

ભાગ્યો જ્યાંથી ફસાયો ફરી શું કરું?

મોહમાયાને છોડી સખી ક્યાં મરું ?

વાંચી જુઓ કહાની હવે પ્રેમથી,

તારા મારા થી પર હું વિચારી શકું ?

***

ઝાંઝવામાં જળ ના શોધો,

પાણીનો આભાસ એતો.

રણ ચારેબાજુ દેખાય,

તરસે એને જોઈ લોકો.

વ્યર્થ પ્રયત્ન છે બધા આ,

તરફડે જીવ જલ્દી દોડો.

***

પ્રેમની ભૂખી

પ્રેમની ભૂખી છે,

કોણે તક ચૂકી છે.

કોરા કાગળ ને જોઇ,

પ્રેમપત્ર દુખી છે.

ચૂસ રસ મનભરી,

નવ કળી ખીલી છે.

સ્પર્શ મનગમતો જ્યાં,

રાત ત્યાં લીલી છે.

સ્પર્શ ને મૌનની,

હાજરી મીઠી છે.

બંધ હોઠો ની આજ,

માગણી સીધી છે.

હોઠ ફફડાવી ને,

વાત ને કીધી છે.

પ્રેમની ઊષ્માથી,

જીંદગી સીંચી છે.

પીઠી ના રંગ જેમ,

લાગણી પીળી છે.

સૌદર્ય બાગમાં,

યૌવના દીઠી છે.

બાહોં માં જકડી ને,

આંખો થી લૂટી છે.

***

પળમાં લાખ લાખ જીવન જીવી લે,

ક્ષણમાં ખુશી ખુશી સજન જીવી લે.

એક વાર જ મળે છે જીવન માં,

કાલ કોને જોઇ બલમ જીવી લે.

તક ફરી નહી મળે કયારેય પણ,

શ્વાસ શ્વાસ માં તુ સનમ જીવી લે.

***

હૈયામાં શૂળ

છંદમાં ભૂલ છે,

કવિઓની ચૂક છે.

આંખોમાં છે તરસ,

હૈયામાં શૂળ છે.

કોરા કટ પત્રમાં પણ,

શબ્દોનું મૂલ છે.

ધ્યાન રાખી લખો,

કવિતાઓ કૂલ છે.

લાખ પ્રયત્ન કરું,

જીંદગી ધૂળ છે.

લાલિમા છૂપી ને,

હોઠ ની ભૂલ છે.

***

હથિયાર

હાથમાં તલવાર છે,

લાગણી હથિયાર છે.

વાયરાના વેગથી,

તૂટતી પતવાર છે.

દુઃખ સુખમાં ડોલતી,

જીંદગી મઝધાર છે.

આશા ફળની રાખના,

ગીતા નો આ સાર છે.

ચૈન દિલનું યુગોથી,

સાત દરિયા પાર છે.

*****